સરપ્રાઈઝ દિવસ Mayur P. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરપ્રાઈઝ દિવસ

સરપ્રાઈઝ દિવસ

લેખક – મયુર પટેલ

પાત્રો

-----------

રાકેશ

રાકેશ ની પત્ની રીના

રાકેશ અને રીના ના મમ્મી – પપ્પા

રાકેશ ની ઓફીસ ના વૃદ્ધ કર્મચારી કનુકાકા

વૃદ્ધાશ્રમ ના બુઝુર્ગ

રાકેશ ઓફીસ થી ઘરે જવા માટે નીકળતો હોય છે ત્યાં સામે એની ઓફીસ ના સૌથી વૃદ્ધ કર્મચારી કનુકાકા જે ત્યાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે એમના હાથ માંથી એક કીમતી ફૂલદાની પડી ને તૂટી જાય છે. કનુકાકા ગભરાઈ જાય છે.

કનુકાકા: હે ભગવાન, આ શું થઇ ગયું? હવે માલિક પગાર માંથી પૈસા કાપી લેશે. અને આ બહુ મોંઘુ હશે તો તો પગાર પણ આવશે ખરો?

રાકેશ એમની પાસે જાય છે.

રાકેશ: કનુકાકા ગભરાશો નહિ. હું બોસ ને કહી દઈશ કે મારા થી તૂટી ગયું છે અને હું નવું લઇ આવીશ. તમે ઘરે જાઓ. સમય પણ થઇ જ ગયો છે.

કનુકાકા: અરે સાહેબ, તમે ૧ પટાવાળા માટે શું કામ આટલું કરશો?

રાકેશ: લોકો ને આ યુનિફોર્મ માં ૧ પટાવાળો નજર આવતો હશે, પણ મને અણી અંદર ૧ વૃદ્ધ માણસ દેખાય છે જે મજબૂરી ના લીધે આ ઉમરે પણ આટલી મહેનત કરે છે. હું પણ ૧ દિવસ ઘરડો થઈશ {(થોડું હસી ને) અને મારા થી તો તમારા જેટલું કામ નહિ જ થશે.} ખબર નહિ મારા છોકરાઓ મને રાખશે ક નહિ? (થોડો ઉદાષ થઇ જાય છે.)

કનુકાકા: મારા આશીર્વાદ તમારી સાથે છે.

રાકેશ: તો બીજું શું જોઈએ? ચાલો તો હું રાજા લઉં. અને તમે પણ જલ્દી ઓફીસ બંધ કરી ને ઘરે જતા રહેજો.

રાકેશ ઓફીસ થી નીકળી જાય છે.

દિવસ – ૧

રાકેશ ઘર માં આવે છે.

રાકેશ: રીના જમવાનું કાડ. બહુ ભૂખ લાગી છે. હું ૨ મિનીટ માં ફ્રેશ થઇ ને આવું.

રીના: વેઇટ વેઇટ.... એક વાત કહેવાની છે. અરજન્ટ છે.

રાકેશ: હાં બોલ.

રીના: આજે હું મારી ફ્રેન્ડ સ્નેહા સાથે શોપિંગ કરવા ગઈ હતી. વન પીસ પહેરીને. તો પાછી આવી તો પાપા એ એમનું ભાસણ ચાલુ કર્યું. લગ્ન પછી આવું સારું ની લાગે & ઓલ ધેટ. યાર તું તારા પેરન્ટસ ને સમજાવતો કેમ નથી કે આ ૨૧ મી સદી છે & એલોકો હજુ પણ જુના વિચરો રાખી ને બેઠા છે. અ હવે ના ચાલે.

રાકેશ: {(એકદમ સીરીઅસ થઇ ને) હું ૧ કામ કરું. કાલે મમ્મી માટે ૧ વન પીસ & પાપા માટે ૧ ચડ્ડો મંગાવી લઉં.} (અચાનક એકદમ મજાક ના મુડ માં આવીને) અને બધા સાથે ફરવા જઈએ કશે.

આવું બોલી ને હસતા હસતા રાકેશ સીધો બાથરૂમ માં જતો રહે છે.

રીના: (ગુસ્સા માં) રાકેશ.......

દિવસ – ૨

ઓફીસ થી ઘરે આવ્યા પછી રાકેશ જમવા બેસે છે.

રાકેશ: આ શું બનાવ્યું છે? કોઈ સ્વાદ જ નથી.

રીના: જા તારી મમ્મી ને જઈને કહે. ફરી થી બીમાર થઇ ગયા છે. આજે પણ મારે રાસોઈ બનાવવી પડી. & તને ખબર છે મને રસોઈ બનાવવાનો કેટલો કંટાળો આવે છે! તું ૧ કૂક કેમ નથી રાખી લેતો?

રાકેશ: મારી પાસે એના થી સારો આઈડિયા છે. આપણે ૧ કોમ્પીટીશન રાખીએ. રીના કરતા વધારે ખરાબ ખાવાનું કોણ બનાવી શકે? છે કોઈ ના માં દમ?

રાકેશ હસવા લાગે છે.

રીના: તું મારી એક પણ વાત સીરીઅસ્લી લેતો જ નથી.

દિવસ – ૩

રાકેશ સુવાની તૈયારી કરતો હોય છે.

રાકેશ: ગુડ નાઈટ ડીઅર.

રીના: શું ગુડ નાઈટ? તું મારી કોઈ વાત સાંભળતો જ નથી.

રાકેશ: શું થયું?

રીના: આજે તારી મમ્મી ના લીધે મારે કેટલા લોકો ની સામે નીચું જોવું પડ્યું!

રાકેશ: કેમ? શું થયું?

રીના: ઘર માં કિટી પાર્ટી રાખી હતી. મારી બધી ફ્રેન્ડસ હાય સોસાયટી ની હતી અને તારી મમ્મી ને જરા પણ અંગ્રેજી નથી આવડતું. એમને ફક્ત વેલકમ બોલવાનું કહ્યું હતું અ પણ સરખી રીતે ના કરી શક્યા. ખબર છે મારે કેટલું સાંભળવું પડ્યું?

રીના રાકેશ તરફ જુએ છે તો એ સુઈ ગયો હોય છે. રીના ગુસ્સે થઇ જાય છે.

દિવસ – ૪

રાકેશ અને રીના મોડી સાંજ ના સમયે એક બીજાનો હાથ પકડીને સાથે બેઠા હોય છે.

રીના: હું તને ૧ સવાલ પુછુ?

રાકેશ: હાં. પૂછ ને!

રીના: સાચો જવાબ આપશે?

રાકેશ: હાં તો સાચો જ જવાબ આપીશ ને!

રીના: તું મને કેટલો પ્રેમ કરે છે?

રાકેશ: કેમ અચાનક આવો સવાલ કર્યો?

રીના: અરે બોલને! તું મને કેટલો પ્રેમ કરે છે?

રાકેશ: હું તને બહુ જ પ્રેમ કરું છુ.

રીના: તો તું મારો પ્રોબ્લેમ સોલ્વ કરી આપશે?

રાકેશ: હા હા. કેમ નહિ? બોલ તારો પ્રોબ્લેમ શું છે?

રીના: તારા મમ્મી-પપ્પા.

રાકેશ એકદમ ચોંકી જાય છે. થોડી વાર માટે સન્નાટો છવાઈ જાય છે.

રીના: મારો સૌથી મોટો પ્રોબ્લેમ તારા મમ્મી-પપ્પા જ છે. મને નથી ફાવતું એમની સાથે. તું તો આખો દિવસ ઓફીસ માં રહે છે. એમની સાથે આખો દિવસ મારે રહેવું પડે છે. મારી ઝીંદગી ખરાબ થઇ ગઈ છે. તને કહું છુ તો તું મારી બધી વાત મજાક માં જ ઉડાવી દે છે. જો તું મને સાચો પ્રેમ કરતો હોય તો મારી ૧ વાત માનશે?

રાકેશ: હા બોલ.

રીના: અપને મમ્મી પપ્પા ને વૃદ્ધાશ્રમ માં મૂકી આવીએ. ત્યાં એમના જેવા બીજા પણ ઘણા લોકો હશે જેમની સાથે એલોકો ખુશ રહેશે & આપણે અહિયાં ખુશ રહીશું.

રાકેશ (થોડું વિચારીને): ઠીક છે. કાલે રજા જ છે મારી. તો કાલે સવારે જ જઈશું.

રીના: પણ તું મમ્મી પપ્પા ને શું કહેશે?

રાકેશ: એ બધું મારા પર છોડી ડે.

રીના ખુશ થઈને રાકેશ ને ભેટી પડે છે.

રીના: લવ યુ સો મચ ડીઅર.

રીના ના પપ્પા ના ફોન માં રીંગ વાગે છે.

રીના ના પપ્પા: બેટા સુ થયું? આટલી રાતે કેમ ફોન કરવો પડ્યો? બધું બરાબર તો છે ને?

રાકેશ: હા પપ્પા. બધું ઠીક છે. બસ તમારી થોડી હેલ્પ જોઈએ છે.

રીના ના પપ્પા: હા બોલને બેટા.

રાકેશ: કાલે સવારે ૮ વાગે તમે અને મમ્મી વૃદ્ધાશ્રમ પર આવી જજો. તમને ૧ સરપ્રાઈસ મળવાનું છે. રીના ને કશું ના કહેતા. એને પણ ૧ સરપ્રાઈસ મળવાનું છે & મારા મમ્મી પપ્પા ને પણ. તો આપણે બધા ત્યાં જ મળીશું.

રીના ના પપ્પા: ઠીક છે બેટા.

સરપ્રાઈઝ દિવસ

સવારે રાકેશ એના મમ્મી પપ્પા અને રીના સાથે વૃદ્ધાશ્રમ પહોચે છે.

રાકેશ ના પપ્પા: બેટા હવે કહેશે કે શું સરપ્રાઈસ છે? આપણે અહી શા માટે આવ્યા છે?

રીના (એકદમ ધીમે થી રાકેશ ને): સરપ્રાઈઝ !?

રાકેશ: હા. બસ થોડી વાર માં બધા ને સરપ્રાઈઝ મળશે. એમને આવી જવા દો.

રીના: કોને આવી જવા દો?

રાકેશ ના મમ્મી: બેટા કોણ આવે છે?

ત્યારે જ રીના ના મમ્મી પપ્પા ત્યાં પહોચે છે.

રીના: મમ્મી પપ્પા તમે અહી શું કરો છો?

રીના ના પપ્પા: રાકેશ એ જ અમને બોલાવ્યા.

રીના: રાકેશ આ બધું શું ચાલી રહ્યું છે?

રાકેશ ના પપ્પા: હા બેટા. કોઈ ને કશી જ સમજ નથી પડી રહી.

રાકેશ: ઉભા રો. હું સમજવું છું.

રાકેશ (રીના ના મમ્મી પપ્પા ને): મમ્મી પપ્પા તમે આજ થી વૃદ્ધાશ્રમ માં રહેશો.

રીના ના પપ્પા: શું !?

રીના ના મમ્મી: શું કહે છે બેટા?

રીના: આર યુ આઉટ ઓફ યોંર માઈન્ડ રાકેશ? આઈ મીન... મેં તારા મમ્મી પપ્પા ને વૃદ્ધાશ્રમ માં મુકવાનું કહ્યું હતું.

રાકેશ ના પપ્પા: શું !?

રીના ના મમ્મી: રીના આ શું બોલે છે તું?

રાકેશ ના મમ્મી: હા બેટા... આ શું કહે છે તું?

રીના ના પપ્પા: રાકેશ, તું સમજાવશે કઈ? શું ચાલી રહ્યું છે?

રાકેશ: મળી ને બધા ને સરપ્રાઈઝ !! વાત એમ છે કે રીના છેલ્લા ઘણા દિવસ થી મને ફરિયાદ કરે છે કે એને મારા મમ્મી પપ્પા સાથે નથી ફાવતું. અને રીના જરા પણ એડજસ્ટમેન્ટ કરવા તૈયાર નથી. એટલે એને મને કહ્યું કે મમ્મી પપ્પા ને વૃદ્ધાશ્રમ માં મૂકી આવીએ. તો મેં એને હા પડી. પણ મારી ૧ શરત છે કે મારા મમ્મી પપ્પા ની સાથે તમે પણ વૃદ્ધાશ્રમ માં રહેશો.

રીના: વોટ? શું બકવાસ કરે છે?

રીના ના મમ્મી રીના ને તમાચો મારી દે છે.

રીના ના મમ્મી: અમે તને આવા સંસ્કાર આપ્યા છે?

રીના ના પપ્પા: હા બેટા... એવો તો શું પ્રોબ્લેમ છે કે તું આવી વાતો કરે છે?

રીના: પપ્પા, રાકેશ ના મમ્મી પપ્પા હજુ પણ જુના જમાનાના વિચારો રાખે છે. ટુકા કપડા નહિ પહેરવાના, કોઈ વડીલ ઘર માં આવે તો એમને પગે લાગવાનું, અને...

રીના ના મમ્મી: હા તો એમની વાત બરાબર છે. જ્યાં જરૂર હોય ત્યાં સભ્યતા રાખવી જ જોઈએ. અપના ઘરે પણ આવું જ છે. તારી ભાભી પણ આ બધું કરે જ છે. ઘર ના બધા કામ પણ કરે છે & અમે કોઈ બીમાર પડી જઈએ તો અમારુ ધ્યાન પણ રાખે છે.

રીના: પણ મમ્મી એમને અંગ્રેજી પણ નથી આવડતું...

રીના ના પપ્પા: તો શું થઇ ગયું? અમને પણ બરાબર નથી આવડતું. તો શું તારા ભાઈ ભાભી એ અમને ઘર માંથી કાડી મુકવા જોઈએ? અને તું રાકેશ સાથે ફરવા જાય છે ત્યારે તને જેવા ગમે એવા કપડા પહેરે જ છે ને! તારા ફોટા જોઈએ છે અમે. રાકેશ તને કોઈ દિવસ ના નહિ પડતો હોય!

રીના: હા પપ્પા... રાકેશ થી મને કોઈ જ પ્રોબ્લેમ નથી. એના મમ્મી પપ્પા....

રીના ના મમ્મી: પ્રોબ્લેમ અહિયાં જ છે. એના મમ્મી પપ્પા નહિ... તારા મમ્મી પપ્પા... તું જે દિવસ થી તારા સાસુ સસરા ને રાકેશ ના મમ્મી પપ્પા સમજવાની જગ્યા એ તારા પોતાના મમ્મી પપ્પા સમજવા લાગશે ને, એ દિવસે તારા બધા પ્રોબ્લેમ્સ સોલ્વ થઇ જશે.

રાકેશ(રીના ના મમ્મી પપ્પા ને): સોરી મમ્મી, સોરી પપ્પા... મેં તમને હેરાન કર્યા, પણ તમને બોલાવવાનું મને જરૂરી લાગ્યું.

રીના ના પપ્પા: અરે બેટા સારું કર્યું તે અમને બોલાવ્યા. નહીતર અમને તો કોઈ દિવસ ખબર જ નહિ પડતે કે રીના અમારા સંસ્કાર ભૂલી જ ગઈ છે.

રીના ના પપ્પા રાકેશ ના મમ્મી પપ્પા પાસે જાય છે & હાથ જોડી ને માફી માંગે છે.

રીના ના પપ્પા: અમારી છોકરી તારફ થી અમે માફી માંગીએ છીએ. થઇ શકે તો એને ફરી થી શરૂઆત કરવાનો મોકો આપો.

રાકેશ ના પપ્પા: અરે અરે માફી નાં માંગો. છોકરાઓ આ ઉમર માં જ રસ્તો ભટકી જતા હોય છે. એમને પાછા વળવા આપણે મોકો નહિ આપીશું તો કોણ આપશે?

બને ગળે મલે છે. રીના પણ રાકેશ ના મમ્મી પપ્પા પાસે માફી માંગે છે.

રીના: સોરી મમ્મી, સોરી પપ્પા. આજ પછી હું તમને કોઈ દીવસ ફરિયાદ નો મોકો નહિ આપીશ & રાકેશ, તને પણ કોઈ ફરિયાદ નહિ કરીશ. અને હા... થેન્ક્સ ફોર સરપ્રાઈઝ!

બધા હસવા લાગે છે. ત્યાં રહેતા ૧ બુઝુર્ગ રાકેશ પાસે આવે છે.

બુઝુર્ગ: જો મારા દીકરાને પણ આવું સરપ્રાઈઝ મળ્યું હોત, તો આજે અમે અહિયાં નાં હોત.

રાકેશ: અમને વિશ્વાસ છે કે આ મેસેજ તમારા દીકરા સુધી પહોચશે તો અમને ફરી થી ઘરે લઇ જવા માટે ચોક્કસ આવશે.

અંત