Hu Gujarati - 25 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Hu Gujarati - 25


હુંુ ગુજરાતી - ૨૫COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા

૨.જીંદગી રોક્સ - ભૂમિકા દેસાઈ શાહ

૩.ર્સ્િીપીંછ - કાનજી મકવાણા

૪.કૌતુક કથા - હર્ષ પંડયા

૫.ગ્લોબલ મેનેજમેન્ટ - દીપક ભટ્ટ

૬.મંથન - સાકેત દવે

૭.સંજય દ્રષ્ટિ - સંજય પિઠડીયા

૮.સખૈયો - સ્નેહા પટેલ

૯.બોલીસોફી - સિદ્ધાર્થ છાયા

૧૦.લઘરી વાતો - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

અતિથી

એડિટરની અટારીએથી....

સિદ્ધાર્થ છાયા

એક વર્ષની સમાપ્તિ...

જી હા, ‘હું ગુજરાતી’નો આ બાવીસમો અંક એક આનંદમયી ઘટના લઈને આવ્યો છે. આ અંક સાથે આપણા બધાંનો એક વર્ષનો સાથ સંપૂર્ણ થયો છે અને આપણે બધા બીજા વર્ષમાં ફરીથી સાથે કદમતાલ મેળવવા તૈયાર થઈ જવાના છીએ. ગત જૂનમાં માત્ર એવા લેખકો અને લેખિકાઓ સાથે સફર શરૂ કરી હતી જેમનામાં ટેલેન્ટ તો ભરપૂર હોય પરંતુ પોતાની આ ટેલેન્ટને પ્રદર્શિત કરવા માટે કોઈ મોટું તો છોડો કોઈ સ્ટેજ જ ન મળ્યું હોય અથવાતો તેમને મળે કે ન મળે એવી કોઈ પરવાહ ન હોય અને એતો બીદાસ પોતાની રીતે લખતા રહેતા હોય. આવાં ૧૧ લેખકોની એક ટીમ લઈને અમે સાથે ચાલ્યા હતા અને આજે એકવર્ષ બાદ અમુક ચહેરાઓ બદલાયા છે પરંતુ સંખ્યાતો એટલીજ રહી છે એ જોઈને મેગેઝીનના એડિટર તરીકે ખુબ આનંદની લાગણી થઈ રહી છે. કોઈપણ મેગેઝીનના એડિટર બનવું એ કેટલું મુશ્કેલીભર્યું કામ છે એ મને આ આખા વર્ષમાં ખુબ સારીરીતે શીખવા મળ્યું છે.

જો કે અન્ય મોટા મેગેઝીનોના કંટાળી ગયેલા અને એ કંટાળાથી ચોવીસ કલાક ગુસ્સે થઈને ફરતાં એડિટર્સથી સાવ અલગ મને મારા લેખકોનો સંપૂર્ણ ટેકો મળ્યો છે અને અમે ખરેખર એક ટીમ કે એક પરિવારની જેમ અડીખમ ઉભા છીએ. એક વર્ષ અગાઉ અમે બધાં એકબીજાને ઓળખતાં ન હતાં. પણ મેગેઝીનને લગતી કોઈપણ મહત્વની માહિતી જાણવી રહી ન જાય અને તેને શેર કરવામાં સરળતા રહે એટલે ફેસબુકમાં આ તમામ લેખકો તેમજ લેખિકાઓનું એક ગ્રુપ બનાવ્યું છે, ત્યાં આજકાલ અમે માહિતી ઓછી અને મોજ-મસ્તીના અને એકબીજાની ટાંગ ખેંચવાના કર્મો વધુ કરતાં હોઈએ છીએ. આ બતાવે છે કે જો અજાણ્‌યા લોકો પણ આપણા બની જાય છે જો દિલથી ઈચ્છા હોય તો. વળી, અમદાવાદ પુસ્તક મેળામાં રાઈટર્સ કોર્નરમાં જયારે વાચકો સાથે રૂબરૂ મળવાનું થયું અને તેમનાં પ્રતિભાવો જાણવા મળ્યાં ત્યારે અમને બધાંને શેર લોહી ચડી ગયું હતું અને એ અમારાં આવનારા લેખોમાં તમને જરૂર દેખાશે.

એક વર્ષ...હવે? વેલ, હવે ઘણુબધું આવવાનું છે અને એપણ એક જોરદાર બદલાવ સાથે. એ બદલાવ શું છે? એ જાણવા માટે વોચ ધીસ સ્પેસ... ત્યાંસુધી આવજો......

જીંદગી રોક્સ

ભૂમિકા દેસાઈ શાહ

“તમે સાંભળો છો ને પપ્પા???”

"દિલ ધુઢતા હે ફિર વહી ફુરસત કે રાત દિન... બેઠે રહે, તસ્સ્વુંરે જાના કિયે હુએ.." શિયાળાની ડાર્ક ચૉકલેટી ઠંડી, ટ્રેન માં વિન્ડો સીટ, દૂર દૂર સુધી ધુમ્મસના શ્વેત શેડમાં રંગાયેલી પ્રકૃતિ અને મોબાઈલમાંથી મેસ્મરાઈઝ કરતાં ગીતો... હિન્દી ગીતો ની ભાષા માં જ કહીએ તો, "ઓર જીને કો ક્યા ચાહિયે...."!

"હેલ્લો મે’મ..." કોઈકે મારા ખભે હાથ મૂક્યો એ સાથે હું મ્યુઝિકના ટ્રેક પરથી રેલવે ટ્રેક પર દોડી રહેલી મારી રોજિંદી ભિલાડ એક્સપ્રેસના કમ્પાર્ટમેન્ટમાં પાછી આવી.

"મેડમ , આં ફોર્મ માં જલદી સાઈન કરી દો અને પછી તમારા ગ્રુપમાં પણ બધા પાસે સાઈન કરાવી દેજો. આં વખતે તો લડી-ઝગડીને પણ લેડીઝ એમ.એસ.ટી કોચ લેવો જ છે.. બરાબર ને? ફીમેલ રિઝર્વેશન તો બધે હોવું જ જોઈએ - અગ્રી?"

લેડિઝ કોચની આ કાયમી પ્રવ્રૂત્તિ. "હમારી માંગે પૂરી કરો" એ સૂત્રો રોજ પોકારતા રહેવાના અને એ સૂત્રો પોકારી શકાય એ માટે માંગણીઓ શોધતાં રહેવાનું.

"અફકોર્સ આઈ વિલ સાઈન, પણ મારો વ્યુ ન પૂછો તો સારૂં." મારા જવાબથી એમની આંખોમાં તાજુબી અંજાઈ ગઈ એ જોઈને મેં ફોડ પાડયો, "લેડીઝ ડબ્બામાં મુસાફરીનો એકમાત્ર હેતુ સલામતી અને મુસાફરીની સરળતાનો છે. જો ૨૧મી સદીમાં આપણે નારી સ્વતંત્રતા અને પુરૂષ- સમોવડી મહિલા ની વાતો કરતા હોઈએ તો મહિલા-અનામતના આવા શોર્ટકટને છોડવો જોઈએ."

મારૂં વાક્ય પૂરૂં થાય એ પહેલાં તો તાજુબીભરી આંખોમાં રોષ છલકાવીને એમણે અરજીનો કાગળ ખેંચી લીધો. અમારા લેડિઝ કોચના એ મહિલા અગ્રણી સ્વાવલંબનના મારા વિચારને પચાવી શક્યા ન હતાં.

હું ફરીથી મ્યુઝિક ટ્રેકમાં મનને પરોવવા લાગી પણ હવે મનમાં વિચારો ફૂંકાઈ રહ્યા હતા. હું કેમ આટલી બગાવતી છું? કેમ સ્ત્રી-દાક્ષિણ્‌ય કે વૂમન ફર્સ્ટનો કોન્સેપ્ટ મને રહેમ લાગે છે? મહિલાને અનામત શેની? લડીને, માથા પટકીને, લોહીઝાણ થઈને આપણે કેમ રસ્તો ન કરી શકીએ એવી આક્ર્‌મકતા મારામાં ક્યાંથી આવી? કાનમાં શી ખબર, ક્યું ગીત ગૂંજી રહ્યું હતું અને ભિલાડ એક્સપ્રેસથી વિરૂધ્ધ દિશામાં શરૂ થઈ હતી મનની ટાઈમ ટ્રાવેલ.

***

"ભુમિકા, તું હવે મોટી થઈ. આખો દિવસ આમ થોથા ઉથલાવીને દિવસ નહિ વળે. હવે થોડો રસ ઘરના કામ-કાજ માં લેતાં શીખો. આ ૧૦માંના વેકેશનમાં તારે રસોઈ અને ઘરકામ શીખવાનું જ છે. ગમે તેટલું ભણીશ તો પણ સાસરે જઈને તો કડછી-કલેક્ટર જ બનવાનું છે એ સમજી લે. તારૂં ચોપડું મૂક બાજુ પર અને કચરો કાઢ જલદી - લે સાવરણી..."

દર વેકેશનમાં મને નોવેલ વાંચતી જોઈને મમ્મી અકળાઈ ઊંઠે. દીકરીને એ સાપનો ભારો તો ન માનતી પણ દીકરીને ઘરકામ વગર બીજો કોઈ આરો નથી એવી એને પાક્કી સમજ. - અને સામે હું. નાનપણથી જ ઉદ્દંડ. છોકરીઓએ હંમેશા ઘરકામ અને રસોઈને ગમાડવા જ જોઈએ અને રખડપટ્ટી, નોવેલ, ટીવી એ બધું ફક્ત છોકરાઓ માટે જ? હું દલીલ કરૂં એટલે મમ્મીની આંખો ચિંતાના તાપથી શેકાઈ ને ગુસ્સાના લાલ રંગે રંગાઈ જય. એનો ચહેરો જોઈને એમ જ લાગે કે, હમણાં દીકરી હોવાની ફરજો અને જવાબદારીઓ -પર એક લેક્ચર પાક્કું જ સમઝો! અને મમ્મીની દીકરીને શીખવાના પાઠ અને શિખામાણો મારા સુધી પહોંચે એ પહેલા જ પપ્પા ભેરે ચડે.

"આશા, તું કેમ એની પાછળ પડી છે? એને વાંચવામાં રસ પડયો છે તો વાંચવા દે ને..."

"પણ પરીક્ષા તો પતી ગઈ. તમારી આ રાજકુમારી તો વાર્તા વાંચે છે. થોડુંક ઘરકામે ય શીખવું પડશે ને? નહિ તો સાસરે કોઈ સંઘરશે નહિ અને આવશે પાછી..."

"એ પગભર હશે તો આખી દુનિયાને પહોંચી વળશે અને મારી રાજકુમારી ભણી-ગણીને જ્યાં પણ જશે ત્યાં રાજ કરશે."

- અને પપ્પાની આંખોમાંથી વહેતો એમના સપનાનો ગુલાબી રંગ મને વિંટળાઈ વળતો.

***

"દેહાઈ, આમ ઉતાવળા નિર્ણય ન લેવાય. એક વાર તો લાઈફમાં દિમાગથી નિર્ણય કર, દિલને બાયપાસ કરીને. પોઈરીને ભણાવીને વળી કયો તારો દહાડો ફળશે?"

નાયક અંકલ એટલે પપ્પાના ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ. ભાગ્યે જ પપ્પાનો કોઈ મહત્વનો નિર્ણય નાયક અંકલની સલાહ વગર હોય. નાયક અંકલ પણ બરાબર જમાનો પચાવી ચૂકેલા. દીકરી ભણે. બરાબર છે પણ સાવ આમ?

"પહેલાં તો બંને પોઈરીઓને સાયન્સનું ભણાવીને અને મોંઘાં ટ્‌યૂશન રખાવીને તેં રહી-સહી બચત સ્વાહા કરી દીધી અને હવે આ નાનકીને ઈન્જીનીયરીંગમાં ઍડમિશન લઈ આવ્યો? એ પણ પાછું વિદ્યાનગરમાં - એટલે કૉલેજ, ચોપડા, હોસ્ટેલ અને બીજા સત્તર ખર્ચા! સારાભાઈ કેમિકલ્સવાળાએ કોઈ લોટરી કાઢી છે તારા નામની? સીધી વાત છે, પોઈરી પરણી એટલે પત્યું! ભણી ગણી ને એના સસરા અને વરનું ઘર ભરશે, એ માટે તારો દલ્લો કેમ ખાલી કરે છે ભલા માણહ? પૈહા વધી પડયા હોય તો બેંકમાં મુક, ખાડે કા નાંખે?"

નાયક અંકલ સાચા મિત્રની ફરજ નિભાવી રહ્યા હતા.

"તું સમજ નાયક..." મારી હાજરીમાં થતી ચર્ચા ટાળવા પપ્પા નાયક અંકલને વારવા કોશિષ કરી રહ્યા હતા.

"દીકરીને ભણાવીને હું કંઈ ખોટું નથી કરતો. આ તો એક ઈન્વૅસ્ટમેન્ટ છે, જીન્દગીભર મારી બંને દીકરીઓના મોઢે સ્માઈલ જળવાઈ રહે એ માટેનું. એમનું ભવિષ્ય ઉજ્જ્વળ થાય અને એમને મનગમતી કારકિર્દી મળી જાય એમાં જ મારી લોટરી છે! બસ, મારી બંને દીકરીઓ ખૂબ ભણે અને પગભર થઈ જાય તો મેં જેમ આખી જીન્દગી વેઠ્‌યું એમ... ”

- અને પપ્પાના મોંએથી અધુરા છૂટેલાં વાક્યનો ડૂમો મારાં રૂંવે-રૂંવે ઘેરાઈ વળતો.

***

સુરેશચંદ્ર મોહનલાલ દેસાઈ.

ના, ઈતિહાસમાં ક્યાંય એમનું નામ ન હોય પણ મારી દીકરી અને એનાં વારસદારો કદીક જો એમની સુખાકારીના મૂળિયા શોધવા નીકળશે તો કાળઝાળ સંઘર્ષ, પારાવાર અભાવો અને શરીર તોડી નાંખતી મહેનત હેઠળ દટાયેલું આ નામ એમને જરૂર જડવું જોઈએ.

દીકરીને ભણાવવા આખી જીન્દગી ની મૂડી વાપરી દેનાર પપ્પાને મેં ક્યારે નવા કપડા, બૂટ કે ઘડિયાળ લેતા જોયાનું યાદ જ નથી!

સારાભાઈ કેમિકલ્સના એ મામૂલી નોકરિયાત. સારાભાઈ પોતે જ વર્ષોથી ખોટના ખરાબે ચડી ગયેલી કંપની. ક્યારેક ચાલતી તો ક્યારેક મહિનાઓ સુધી બંધ રહેતી. ઈચ્છા થાય ત્યારે મરજી થાય એટલો પગાર આપતી. બાકી, રાહ જોવડાવ્યા કરતી. પણ શી ખબર કઈ રીતે, પપ્પાએ કોઈ દિ’ અમારી જરૂરિયાતને રાહ નથી જોવડાવી.

રોજ સવારે અમે ઊંઠીએ ત્યારે પપ્પા દૂધની થેલી ઘરે-ઘરે પહોંચાડીને આવ્યા હોય. ભરશિયાળે ય સાઈકલ ખેંચીને પરસેવામાં રોળાયેલો એમનો ચહેરો મને યાદ છે. સ્કૂલમાં કોઈએ પૂછ્‌યું કે, "તારા પપ્પા શું કરે છે?" જવાબમાં મેં કહી દીધું કે, "દૂધની થેલી વહેંચે છે" ત્યારે કોઈક હસ્યું હતું એ પણ યાદ છે. ઘરે આવીને મેં પપ્પાને કહ્યું તો એમણે હસતાં ચહેરે મને સમજાવી, "જે હસે એને કહેજે બેટા કે તારો બાપ રોજ સવારે સાઈકલ લઈને દૂધની થેલી આપવા નીકળે છે. દિવસે નોકરી કરે છે. સિઝનમાં કેરી ય વેચે છે. એ આ બધું જ કરે છે કારણકે, એની બેય દીકરી ભણી-ગણીને બહુ જ મોટી મેમસાહેબ બનવાની છે."

પપ્પા અને એ ઊંચી, કાળી સાઈકલ બંને એકમેકના પર્યાય. મારા જન્મ પહેલાંની એ કાળી સાઈકલ હું પરણીને સાસરે ગઈ ત્યાં સુધી પપ્પાની જોડીદાર. એમનાં આકરા સંઘર્ષની એક-એક ક્ષણની સાક્ષી. શી ખબર, એ સાઈકલ પર પેડલ મારી રહેલા પપ્પાના મનની કેટલીય ગડમથલ એ સાઈકલે અનુભવી હશે. અમારી સ્કૂલની ફીનો વેંત કરવા દૂધની થેલી વહેંચવા જતા પપ્પા, પગાર વગરની નોકરી કદીક બધો પગાર સામટો આપી દેશે એવી આશાએ રોજ નોકરી પર જતા પપ્પા, અમારી પરીક્ષા વખતે અમારા કરતાં ય વધારે રઘવાયા-રઘવાયા થઈ જતા પપ્પા અમારી આવતીકાલ ઉજળી બને એ માટે આખી જિંદગી સાઈકલના પેડલ મારતાં જ રહ્યા.. મારતાં જ રહ્યા.

મોટીબહેન ઉર્વી ફિઝિક્સ સાથે એમ.એસ.સી. થઈ. હું કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એમ.ઈ. થઈ. પરણીને અમે બંને સાસરે ગયા. અમે બંને પગભર બન્યા, સ્વાવલંબી બન્યાં એનો પપ્પાને પરમસંતોષ.

- પણ જિંદગીભર સાઈકલના પેડલ પર ઘસાયેલું શરીર હવે જવાબ માંગતું હતું.

***

ગોહિલ હોસ્પિટલ, નવસારીનો આઈસીયુ રૂમ.

“પપ્પા, બસ આ વખતે આ છેલ્લું ઓપરેશન છે અને કંઈ જ જોખમ નથી એમાં. મારે હમણાં જ ડૉક્ટર સાહેબ સાથે વાત થઈ. બસ હવે બહુ ખેંચ્યો તમે ખાટલો, આ ઓપરેશન પતે એટલે તમારી કોઈ વાત નથી સાંભળવાની. મારા નવા ઘેર આવવાનું કહીને તમે તો હોસ્પિટલ માં ગોઠવાઈ ગયા..."

મેં પપ્પાને હસાવવાની કોશિષ કરી પણ એમની આંખોમાં છેલ્લા એક મહિનાથી વંચાતી લાચારી અને પીડા મારાથી જીરવાતી ન હતી.

છેલ્લા એક મહિનામાં આં ત્રીજું ઓપરેશન હતું.

જિંદગીને ટક્કર આપનારા અને બધા સંજોગોમાં એક ફાઈટરના સ્પિરિટ થી ઝઝુમાનારા પપ્પા એક વાર પેરાલીસીસને પણ ધૂળ ચટાડી આવ્યા, પણ ગેન્ગ્રીનના વિષચક્રમાં ભરાઈ ગયા. શરૂઆતમાં પગમાં શિયાળામાં પડતા સામાન્ય વાઢિયા ઊંપસ્યા. ડાયાબીટીસ અને બેદરકારીના કિલિંગ કોમ્બોના કારણે વાઢિયા વણસીને ગેન્ગ્રીન બન્યા.

પહેલાં ટચલી આંગળી, પછી બીજી આંગળી અને આજે હવે ઘુટણથી નીચેનો આખો પગ કાપવાનો હતો. એ પગ, જેણે સાઈકલ ઢસડીને અમને ઉછેર્યા હતા. એ પગ, જેણે અમને પગભર કર્યા હતા.

ઓપરેશન થિયેટરમાં જઈ રહેલા પપ્પાએ એ દિવસે જિંદગીમાં પહેલીવાર મારો હાથ કચકચાવીને પકડી રાખ્યો. ડોક્ટરની કે અમારી કોઈ સમજાવટ કારગત નીવડતી ન હતી. એમને જાણે અતૂટ વિશ્વાસ હતો કે, હું જ એમને આમાંથી બહાર લાવી શકીશ...

અને એમની આંખોની એ લાચારી જિંદગીભરનો ભાર બનીને મારા મનમાં ઠલવાતી હતી.

પપ્પાની ઈચ્છા હતી કે એમની દીકરીઓ જ એમને અગ્નિદાહ આપે. મેં અને મોટીબહેને એ ફરજ પણ નિભાવી. એ ક્ષણે ધૂમાડો પહેરીને હવામાં વહી ગયેલા પપ્પા....

આજે ય ક્યાંક સંઘર્ષ કરવો પડે છે, ક્યારેક મુસીબત સાથે માથા અફળાવવા પડે છે ત્યારે પપ્પા સાંભરે છે. એમને રૂબરૂ તો કદી કહી ન શકી પણ આજે ક્યાંક કોઈક કદીક મારા બગાવતી સ્વભાવને, લડાયક પ્રક્રુતિને બિરદાવે છે ત્યારે મનોમન કહેવાઈ જાય છે, "આઈ લવ યુ પપ્પા.."

તમે સાંભળો છો ને પપ્પા???

મોરપીંછ

કાનજી મકવાણા

કૌતુક કથા

હર્ષ પંડયા

સર્જન અને અનુસર્જન- બાપ સે અચ્છા બેટા

હા, સહી પહેચાના. સર્જન એટલે શું એ બધાને ખબર છે. ઘણા અલગ અલગ ક્ષેત્રના સર્જકો આપણી નજર સામે છે જેમણે ઉત્કૃષ્ટ કક્ષાનું સર્જન કરીને એમના સર્જનો સમાજને અર્પણ કરી દીધા. પરંતુ, એવા સર્જકો પણ છે જેમણે ન સિર્ફ સર્જન કર્યું, પરંતુ કેટલાક સર્જનોને પોતાનો આગવો મિજાજ પહેરાવી, એને પોતાની કલ્પનાથી શણગારી, લોકભોગ્ય બનાવી નાંખ્યું. આજે એમની વાત માંડીએ.

૧.* મન મોર બની થનગાટ કરે- અસલમાં ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરે રચેલા બંગાળી ગીતનું અનુસર્જન આપણા ઝવેરચંદ મેઘાણીએ કર્યું. અસલ કરતા વધુ સરસ બનેલું આ ગીત અનેક ગાયકોએ ગયું છે જેમાં સ્વ.હેમુ ગઢવી, ખુદ મેઘાણી, ભીખુદાન ગઢવી, અને ઓસમાણ મીરનો સમાવેશ થાય છે. વરસાદની વાદળીઓ ગોરંભાય અને સમગ્ર જીવસૃષ્ટિ જાણે આળસ મરડીને બેઠી થાય એવો લય અને ટહુકો કાનમાં ગુંજે ત્યારે ગુજરાતી હોવા પર વધુ એકવાર ગર્વ થઈ જાય.

૨.* હમ બેવફા હરગીઝ ન થે- અસલમાં કિશોર-આર.ડી.ની ફિલ્મ ‘શાલીમાર’ ની રચનાને જેમની તેમ રાખી, એમાં નવા વાદ્યો સાથે ડી.જે.અકીલે સરસ બનાવ્યું. સ્વર છે શાંતનું મુખર્જીનો. શાંતનું મુખર્જી કોણ એવો જો સવાલ થતો હોય તો એક વખત ગીત જરૂર સાંભળજો. ;)

૩.* દિલ ક્યા કરે,કબ કિસીસે- વો હી ધૂન, વો હી રફતાર, લેકિન? મૂડ વધુ ઘેરો.. ગાયક-અગેઈન શાંતનું મુખર્જી.

૪.* ભીગી ભીગી રાતો મેં, એસી બરસાતો મેં- લેસ્લી લુઈસ (હરીહરનના જોડીદાર) દ્વારા ફિલ્મ ‘અજનબી’ (૧૯૭૪) ના કિશોરદા-આર.ડી. ના ઓરીજીનલ માસ્ટરપીસ ને અપાયેલી આબાદ અંજલી. ગાયક-બાબુલ સુપ્રિયો.

૫.* દિલ કે ઝરોખે મેં તુજકો બિઠાકર- અકબર ખાન દ્વારા લંડનમાં યોજાયેલા ‘રફી રીસરેક્ટેડ ’ નામના કોન્સર્ટમાં ગવાયેલા ગીતો પૈકીનું એક ગીત. ગાયક-સોનું નિગમ. પશ્ચિમી વાદ્યોનું સરસ ફ્યુઝન.

૬.* હર કિસીકો નહીં મિલતા,યહાં પ્યાર ઝીંદગીમેં- અસલમાં ફિલ્મ ‘જાંબાઝ’નું મનહર ઉધાસના સ્વરમાં ગવાયેલું અને આજ સુધી આપણા સૌના મનમાં ઘૂમતું રહેલું એ મીઠું ગીત આજના સમયમાં (ફિલ્મઃ ‘બોસ’) અરિજિત સિંઘ અને નીતિ મોહન ( ફિલ્મ ‘ગુરૂ’ ના મૈયા મૈયા ગીતવાળી ગાયિકા) ના અવાજમાં ઔર ખીલીને રેન્જ વિસ્તારે છે.

૭.* અપની તો જૈસે તેસે- હીટ ગીતોમાં આજે ય જેનો ડંકો વાગી રહ્યો છે એવા ફિલ્મ ‘લાવારીસ’ ના આ ગીતનું નવું વર્ઝન (ફિલ્મઃ ‘હાઉસફુલ’) હિટ ગાયક મીકા સિંઘના અવાજમાં પગ થીરકવા પર મજબુર ન કરે તો જ નવાઈ. વરઘોડા સ્પેશીયલ ગીત.

૮.* આજા મેરી જાન આજ- અત્યારે ટીવી ચેનલો પર ફિલ્મ ‘ૈં ર્ન્ંફઈ દ્ગરૂ’ નું આ ગીત ચાલી રહ્યું છે. અફકોર્સ, આ ગીત આર.ડી. એ બનાવ્યું છે એવું ગીતની ટાઈટલ ક્રેડીટમાં બતાવે છે. સિંગર તરીકે આપણા ‘સારેગામાપા’ શો ની ટેલેન્ટેડ મૌલી દવે છે. પરંતુ, આર.ડી.એ આ ગીત એક જૂની ફિલ્મ નામે ‘હીરાલાલ પન્નાલાલ’ માં સ્વ. હેમંતકુમાર પાસે પણ ગવડાવ્યું છે. લિંક - રંંજઃ//ુુુ.ર્એેંહ્વી.ર્ષ્ઠદ્બ/ુટ્ઠંષ્ઠર?દૃ=્‌દ્ગદ્ભઠઈન્કસ્ીએં

૯.* દિલ વિલ પ્યાર વ્યાર- આ આખું આલ્બમ ફિલ્મ તરીકે રીલીઝ થયું છે જેમાં બોસ(એટલે કે આર.ડી.)ના સરસ ગીતોને ફરીથી બનાવવામાં આવ્યા છે. સંગીતકાર- પ્રીતમ ચક્રબોર્તી.

૧૦.* ઝીંદગી મેં તો સભી પ્યાર કિયા કરતે હેં- અસલમાં આ ગીત મહેંદી હસન સાહેબ દ્વારા ગવાયેલી ગઝલ છે. બહુ પ્રસિદ્ધ ગઝલ. એને ફરીથી ગઈ સોનું નિગમે એના ડેબ્યુ આલ્બમમાં. ‘બેવફા સનમ’ એ આલ્બમનું નામ. કમ્પોઝર-મિલિન્દ સાગર,વિનય અને નીખીલ.

૧૧.* કહીં કરતા હોગા- અન્નામીકા નામની ગાયકે ‘ઈન્તેઝાર’ નામના આલ્બમમાં ગાયેલા ગીતનું ઓરીજીનલ વર્ઝન મેલ વોઈસ માં છે અને એ ફિલ્મ છે ૧૯૭૪ ની ‘ફિર કબ મિલોગી’. ગાયક-મુકેશ,લતાદીદી. સંગીત- આર.ડી.

હવે જરા ગીયર બદલીએ...

સો જા ચંદા રાજા સો જા- આ ગીત ફિલ્મ ‘મિશન કશ્મીર’નું છે. હા એજ ફિલ્મ જેને વિધુ વિનોદ ચોપરા એ બનાવી. ગેસ વ્હોટ, મુન્નાભાઈ ફિલ્મ્સના પહેલા ભાગમાં આ ટયુનનો ઉપયોગ થયો છે. ક્યારે? બાબુજી જયારે મુન્નાભાઈને મળે છે ત્યારે...

હજી એક. અજય દેવગણ,કાજોલ,જુહી ચાવલા, આમીર ખાન અભિનીત ફિલ્મ ’ઈશ્ક’ નું ‘ઈશ્ક હુઆ, કૈસે હુઆ..’ ની કડી ‘ના મેં જાનું,નાં તું જાને..’ ની ટયુન વપરાઈ ફિલ્મ ‘રેફ્યુજી’ ના ગીત ‘ઐસા લગતા હૈ..’માં... સંગીતકાર-બેયમાં અનુ મલિક. ;)

બોમ્બે વાઈકિંગ્સ નું નામ સાંભળ્યું છે? અચ્છા, પેલું ફિલ્મ ‘ભૂલભુલૈયા’ નું ટાઈટલ સોંગ સાંભળ્યું છે? ‘તેરી આંખે ભૂલભુલૈયા બાતેં હૈ ભૂલભુલૈયા..’ એ ગાયક છે નીરજ શ્રીધર. એ ભાઈની તો કારકિર્દી જ આ ધંધા પર ચાલી છે. સરસ રીતે ટ્રાન્સ-ક્રિયેશન કરી જાણે છે. ‘ઝરા નઝરો સે કેહ દો, નિશાના ચૂક ના જાયેં..’ સેલીના જેટલી પર ફિલ્માવાયેલું નીરજ શ્રીધરનું આ ગીત સ્વ.હેમંતકુમારના ગીતનું અનુસર્જન છે. એ સિવાય પણ, આ ભાઈને બેસ્ટ ન્યુકમર તરીકેનો હનીસિંઘને મળેલો એવોર્ડ જીતેલો છે. લતાદીદીના ‘હવા મેં ઉડતા જાયેં, મેરા લાલ દુપટ્ટા મલમલ કા’ નું ય સરસ ફ્યુઝન વર્ઝન બનાવ્યું છે.

હજી ગીયર વધારીએ...

‘૧૯૮૪’ એવું ટાઈટલ ધરાવતી જ્યોર્જ ઓરવેલની ક્લાસિક નોવેલના આધારે યુ.એસ.માં ‘બીગ બ્રધર’ નામનો રીયાલીટી શો બન્યો જેનું ભારતીયકરણ ‘બીગ બોસ’ ના નામે થયું.

સ્પાઈડરમેન તરીકે ટોબી મેગ્વાયરે ત્રણ ફિલ્મો કરી. ક્યુટ દેખાતા ટોબીએ પછી ‘ધ ગ્રેટ ગેટ્‌સબી’ જેવી સરસ ફિલ્મ પણ કરી. પરંતુ, પછી માર્ક વેબ નામના હોલીવુડ નિર્દેશકે આખી સીરીઝ નવેસરથી બનાવી. નામ આપ્યું ‘અમેઝિંગ સ્પાઈડરમેન’. સ્પાઈડરમેનના મૂળ સર્જક સ્ટેન લી હજી જીવે છે અને એની હાજરીમાં એમના બનાવેલા પાત્રના અનેક વર્ઝન બની ચુક્યા છે. હોલીવુડમાં આ વાતની નવાઈ નથી. સુપરમેન રીટર્ન્સ સુધીની ફિલ્મો પછી ક્રિસ્ટોફર નોલને ‘મેન ઓફ સ્ટીલ’ બનાવીને સીરીઝ રીબુટ કરી. એણે બેટમેન માટે પણ આજ રીતે ટ્રીલોજી બનાવી છે.

સંસ્કૃત સાહિત્યમાં વિલનને પણ સારી રીતે ચીતરીને એમને નવી ઊંંચાઈ આપી હોવાના પ્રમાણ છે. નાટકનું નામ ‘ઉરૂભંગમ’. દુર્યોધનની બેય જાંઘો ભીમ દ્વારા તોડી નાંખ્યા પછી દુર્યોધન-ધ્રૂતરાષ્ટ્ર, દુર્યોધન-કર્‌ણ અને બીજા લોકો સાથે દુર્યોધન છેલ્લીવાર વાત કરે છે એનું ચિત્રણ કર્યું છે. નાટકકાર છે ભાસ.

છે ને જમાવટ..

ગ્લોબલ મેનેજમેન્ટ

દીપક ભટ્ટ

ઓફીસના સ્ટ્રેસને દૂર કરવાના ઉપાયો

ઓફિસના કામમાં થાક લાગે છે? તમે એક જ એવા નથી જેને કામનો થાક લાગે છે. ઓફિસમાં કામ કરતા મોટાભાગના લોકોને થાક લાગતો હોય છે તેમજ તેના લીધે તેમના સ્વાસ્થ્ય ઉપર પણ અસર થતી હોય છે. સ્ટ્રેસથી માથામાં દુખાવો, ગેસ્ટિક પ્રોબ્લેમ, હાર્ટએટેક, સ્ટ્રોક્સ, ડિપ્રેશન જેવા અનેક રોગો થતા હોય છે. સ્ટ્રેસના લીધે તમને તમારા કામ પ્રત્યે પણ આત્મસંતુષ્ટિના બદલે અફસોસ થતો હોય છે. વર્કસ્ટ્રેસ તો ક્યારેય નહીં જાય, પરંતુ તેને કેવી રીતે મેનેજ કરવો એ આપણા હાથમાં છે, તો જાણીએ વર્કસ્ટ્રેસને કેવી રીતે મેનેજ કરવો...

વર્કસ્ટ્રેસને ઓળખો

સ્ટ્રેસ મેનેજ કરતા પહેલાં સ્ટ્રેસ કઈ બાબતે અથવા કામથી આવે છે તેની તપાસ કરો. એક વખત સ્ટ્રેસ ઓળખી ગયા તેને આરામથી મેનેજ પણ કરી શકો છો. ઓવરઈટિંગ અથવા સ્મોકિંગ જેવી આદતોનો પણ ઈલાજ કરી શકો છો. તમારા બોસ કે કોઈ ઉચ્ચ અધિકારીને તમારા સ્ટ્રેસ વિશે જણાવવાનું ક્યારેય ન ભૂલવું.

બ્રેક લો

આજના ઝડપી સમયમાં લોકો આખો દિવસ પોતાના ડેસ્ક ઉપર જ વિતાવતાં હોય છે. લંચ સમયમાં કામ કરવાથી કામનો સ્ટ્રેસ વધતો જાય છે. કામના સ્ટ્રેસથી દૂર રહેવા અને બચવા માટે તમારે કામમાંથી થોડા સમયનો બ્રેક લેવો જોઈએ. કામમાંથી નાનો બ્રેક તમને તમારા વર્કસ્ટ્રેસથી બહાર નીકળવામાં મદદ કરે છે.

ઓફિસની બહાર ધ્યાન રાખો

ઓફિસ બહારની તમારી જિંદગી તમારા ઓફિસ સ્ટ્રેસથી પ્રભાવિત ન હોય તેનું ખાસ ધ્યાન રાખો. સ્ટ્રેસથી બહાર નીકળવા સરખી ઊંંઘ, ઘરની એક્ટિવિટી તેમજ મિત્રો સાથે વાતચીત ઓફિસ સ્ટ્રેસથી બહાર નીકળવામાં મદદરૂપ થશે. સવારે કસરત અને યોગા તમારા સ્ટ્રેસને ઓછો કરી શકે છે.

ગમતાં કામ કરો

ઘણી વખત કામના લીધે તમારી ગમતી પ્રક્રિયાઓથી દૂર થઈ જતા હોવ છો અને તેના માટે સમય નથી મળતો. વર્કસ્ટ્રેસ દૂર કરવા માટે ગમતી વસ્તુઓ કરો. જો તમને મ્યુઝિક પસંદ હોય તો ઓફિસથી ઘરે આવ્યા બાદ મ્યુઝિક સાંભળો અથવા તમારા પરિવાર સાથે બેસી જૂની યાદો તાજા કરો. તેનાથી પણ તમારો વર્કસ્ટ્રેસ દૂર થઈ જશે.

કામનો ગુસ્સો બીજા પર ન ઉતારો

મોટાભાગે લોકો તેમના કામનો સ્ટ્રેસ ઘરમાં કાઢતા હોય છે, જે ખોટું છે. તમને વર્કસ્ટ્રેસ હોય તો તેનો અર્થ એવો નથી કે તમે તેનો ગુસ્સો બીજા લોકો પર ઉતારો. ઓફિસનો સ્ટ્રેસ ક્યારેય પણ ઘરે લઈને ન આવવું. તમે તમારા વર્કસ્ટ્રેસને ઘરે લઈને આવશો તો તેનાથી તમારા આજુબાજુમાં રહેતા લોકો પર તો તેની અસર પડશે, પરંતુ તમારા સ્વાસ્થ્યમાં પણ તેની આડઅસર થવાની, માટે વર્કસ્ટ્રેસનો ગુસ્સો અન્ય લોકો પર ન ઉતારો.

મંથન

સાકેત દવે

સોપારી

“સાંભળ્યું છે કે... તમે પૈસા લઈ ખૂન કરી આપો છો...” દેવકુમારે આજુબાજુમાં જોઈ દબાતા અવાજે પણ સીધું જ પૂછી લીધું.

શહેરથી જરા દૂર આવેલી અને ઉજ્જડ દેખાતી આ જગ્યા સુધી પહોંચતા સુધીમાં દેવકુમારને ખ્યાલ આવી જ ગયેલો કે આ કહેવાતી કન્સ્ટ્રકશન સાઈટ, ખરેખર તો ગેરકાયદેસર કાર્યો કરવા માટે ઊંભો કરેલો એક અડડો જ છે. અડધું બંધાયેલું એક બહુમાળી મકાન, થોરની વાડ કાપીને બનાવેલો ઝાંપો અને સામાન ચડાવવા માટે બનાવવામાં આવેલી અને કદાચ વર્ષોથી બંધ એવી લટકી રહેલી એક ખુલ્લી લિફ્ટ... આ બધું જ સ્થળની વેરાનતા કેટલી સરળતાથી વધારી આપતું હતું-તેવો વિચાર કરતા દેવકુમારે સ્થળ-પ્રવેશ કર્યો. લિફ્ટની સામે માત્ર લૂંગી પહેરેલો મજબૂત બાંધાનો અને કલ્લુસિંહ નામે આખા શહેરમાં કુખ્યાત ઈસમ અડધી બીડી ચૂસતો બેઠો હતો. સામે અવાજ વગરનું ટીવી ચાલી રહ્યું હતું ને તેના રીમોટને કલ્લુ કારણ વગર હાથમાં રમાડી રહ્યો હતો. કલ્લુની સામેના ભાગે જમીનમાં અજબ રીતે અડધી ખુંપાવેલી લાકડાની ખુરશી પર જરા સંકોચ સાથે બેસતાં દેવકુમારે પૂછ્‌યું, “સાંભળ્યું છે કે... તમે પૈસા લઈ ખૂન કરી આપો છો...”

“સાચું સાંભળ્યું છે...” જરા પણ ચલિત થયા વગર કલ્લુએ જવાબ આપ્યો.

“તો.. મારે એક વ્યક્તિનું ખૂન કરાવવાનું છે... હું એની તસ્વીર લાવ્યો છું.”

“માત્ર તસ્વીર નહિ ચાલે... ખૂનનું કારણ જોઈશે...”

“જુઓ મિસ્ટર... તમે તમારા પૈસાથી મતલબ રાખો તો વધુ સારૂં...”

“હમમમ, તમને કદાચ ખબર નથી કે હું વ્યક્તિની લાયકાત જોયા વગર સોપારી લેતો નથી. તમે સિધાવી શકો છો, જય રામજીકી...”

દેવકુમારે કમને જરા-જરા વાત કરી.

“ઠીક છે, તો સાંભળો. આ રશ્મિ છે. મારી બિઝનેસ કોમ્પીટીટર... છેલ્લા ત્રણ વર્ષથી ત્રણસો કરોડના સરકારી ટેન્ડર લઈ જાય છે. બહુ પ્રયત્ન કર્યા મેં, તમામ સરકારી વિભાગોમાં પૈસા વેર્યા, એની કંપનીના ઘણાં માણસો ફોડયા, પણ રશ્મિની વ્યવસાય પદ્ધતિ જાણી નથી શક્યો... આર્થ્િાક નુકસાન તો વેઠી લઉં, પણ એક પુરૂષ થઈને સ્ત્રીના હાથે મળતી નાલેશીભરી આ હાર હવે સહન થઈ શકે એમ નથી. બીજા તમામ રસ્તા બંધ છે હવે, બસ હવે તો...

બોલો, તમે કરી શકશો આ કામ કે બીજાને શોધું હું ?”

“ઓહ્‌હો... તો એમ વાત છે... સારૂં ચાલો.... અને એક વાત એ પણ જાણી લો કે આવા ‘જેન્યુઈન’ કામ હોય તો હું એના પૈસા પણ લેતો નથી...” એ જ નિર્લેપતાથી કલ્લુએ કહ્યું.

“ઓહ... શું વાત કરો છો... વાહ, તો તો ખૂબ આભાર... કામ ક્યારે થશે ?” જરા હળવાશથી દેવકુમારે પૂછ્‌યું.

“કામ શરૂ થઈ ગયું છે...” સાવ સહજતાથી કલ્લુ બોલ્યો.

“એટલે ?”

“જુઓ મિસ્ટર દેવ, હવે તમે મારી વાત ધ્યાનથી સાંભળો... તમે અત્યારે જે ખુરશી પર બેઠા છો, એની ઉપરની બાજુએ જરા નજર કરો તો તમારા માથાં ઉપર લટકી રહેલી લિફ્ટ જરૂરથી જોઈ શકશો. હવેની વાત તમારી સલામતી માટે વધુ મહત્વની છે. જરા પણ હલ્યા છો તમે... તો આ રીમોટ જુઓ છો ને ? તમારા કમભાગ્યે એ ટીવીનું રીમોટ નથી, ઉપર લટકી રહેલી લિફ્ટનું છે. મારા ટેરવાને તકલીફ પડે એવી કોઈ હરકત ન કરશો, નહિ તો અડધી સેકન્ડમાં એ લિફ્ટ ધસમસતી નીચે આવશે અને...

મેં કહ્યું ને તમને, કે મેં કામ શરૂ કરી દીધું છે...”

ઉપરની તરફ નજર કર્યા પછી, કોઈ પિંજરમાં પુરાયેલા પંખીની જેમ સ્તબ્ધ દેવકુમાર છટપટી ગયો.

“આ દગો છે કલ્લુભાઈ, મેં તમારૂં શું બગાડયું છે ? અને તમારા જેવો માણસ... આઈ મીન... પ્રોફેશનલ કિલર આવું કરે ? હું તમારી દસ લાખ રૂપિયાની ફી પણ લઈને આવ્યો છું.” લાલઘૂમ આંખો કરી દેવકુમારે પૂછ્‌યું.

“હાહાહા... દગો ? આને તમે દગો કહેશો ? અને તમે જે કરવા જઈ રહ્યા છો એ ?

જુઓ મિસ્ટર, હું કોઈ સમાજ-સુધારક નથી, પણ તમારા જેવાને સીધા કરવા એ મારા ધંધાથી મને ચડતા ખુન્નસ જેટલું જ પ્રિય કાર્ય છે. અને તમે ફીની વાત કરો છો ને ? તો એ તો તમારે તમારો જીવ બચાવવા આપવી પડશે હવેપ

ચાલો, હવે ઊંભા થયા વગર બાજુના ટેબલ પર પડેલ કાગળ અને પેન ઉપાડો, અને લખી આપો તમારી કરમકહાણી તમારા જ હસ્તાક્ષરોમાં... ગભરાશો નહિ, હું તેનો ઉપયોગ માત્ર સલામતી માટે જ કરીશ. જેથી ફરી આ વિચાર તમારા મનનો કબજો લેવાની કોશિશ ન કરે....”

દાંત અને નહોર ગુમાવી ચુકેલા કોઈ ભયાનક જંગલી પ્રાણીની માફક તરફડતા-તરફડતા દેવે બાજુના ટેબલ પર રહેલ કાગળ અને પેન ઉપાડયા ત્યારે કલ્લુસિંહ ડૂબતા સૂર્યની બેપરવાઈથી નવી બીડી સળગાવી રહ્યો હતો...

સંજય દ્રષ્ટિ

સંજય પીઠડીયા

અક્ષર-નાદ અને શબ્દ-નાદ

લખવું એ એક શારીરિક પ્રક્રિયા છે. જ્યારે આપણું મગજ આપણી ભુજા, હાથ અને આંગળીઓને જ્જ્ઞાનતંતુ વડે આદેશ આપે છે ત્યારે લખાણનો જન્મ થાય છે. આપણને દરેકને બાળપણમાં નર્સરીમાં-શાળાઓમાં એક સરખા કક્કો-બારાખડી કે એબીસીડી શીખવવામાં આવે છે છતાં દરેકની હેન્ડરાઈટીંગ કે લખાણ અલગ અલગ હોય છે. શા માટે? લખવા માટેનો ઉદ્દેશ આપણા મગજના ઊંંડાણમાં રહેલી સર્જનાત્મક પ્રક્રિયાઓમાંથી અર્થસભર હાવભાવના પ્રતિનિધિ તરીકે લખાણ દ્વારા બહાર આવે છે. ભલે આપણે એક પ્રમાણભૂત (સ્ટાન્ડર્ડ) અક્ષરોનું માળખું શીખ્યા હોઈએ, છતાં શબ્દો અને અક્ષરોને દરેક લોકો પોતાના વિચારો પ્રમાણે વ્યક્ત કરતાં હોય છે. એક અમેરિકન આંકડાશાસ્ત્રીએ એવું નિર્ધારિત પણે કહેલું કે બે લોકોના અક્ષરો એકસરખા હોવાની સંભાવના ૬૮ અબજમાં એકની છે!

આપણે ભલે કોઈનું મગજ ન વાંચી શકતાં હોઈએ, પણ લોકોના અવાજ-સ્વર, હાવભાવ, અંગસ્થિતિ, શારીરિક મુદ્રાઓ, શરીરનું બંધારણ અને કપડાં પહેરવાના ઢંગથી લોકોના આંતરિક માનસિક વર્તન અને વહેવારનો અંદાજ લગાડી શકાય છે. કોઈ ટેલીફોન બૂથની બહાર ઊંભા હોઈએ ત્યારે ભલે અવાજ ન સંભળાતો હોય પણ બૂથમાં વાત કરનાર વ્યક્તિની મુખમુદ્રા અને અંગસ્થિતિ પરથી આપણને વાતના ‘મૂડ’નો ખ્યાલ આવી જાય છે, એવું જ હેન્ડરાઈટિંગનું પણ છે. જેમ અલગ અલગ લોકોના ચહેરા, ફિંગર-પ્રિન્ટ્‌સ, અવાજ અને અવયવોમાં વૈવિધ્ય હોય છે એમ અલગ અલગ લોકોના હસ્તાક્ષરના નમૂનામાં પણ વિવિધતા જોવા મળે છે. આપણી લાગણીઓ અને ભાવનાઓ આપણા લખાણના સરમુખત્યાર છે. કોઈ લખાણમાં રહેલા શિષ્ટાચાર, ગોઠવણી અને બે શબ્દો વચ્ચેની જગ્યા - આ દરેકથી કોઈનું વ્યક્તિગત વર્તન નક્કી કરી શકાય છે. હસ્તાક્ષર ઉપરથી લોકોના ચારિત્ર્‌ય ઈત્યાદિ વિષે અનુમાન કરવાની કળાને અંગેજીમાં ગ્રાફોલોજી (ય્ટ્ઠિર્રર્ઙ્મખ્તઅ) કહેવાય છે. ગ્રાફોલોજી એ ગ્રીક શબ્દ ‘ગ્રાફિન’ પરથી બનેલો છે જેનો અર્થ થાય છે ’લખવું’.

આપણને પહેલો-વહેલો વિચાર એ આવે કે કોઈના હસ્તાક્ષરનું અવલોકન કરીને શું મળવાનું? ગ્રાફોલોજીનો મહદ્‌અંશે લોકો પોતાને કે બીજાને જાણવામાં, સામેવાળાના માહ્યલાંને શોધવામાં ઉપયોગ કરે છે, અને આવું કરવાવાળા સ્પેશિયાલિસ્ટો પણ હોય છે. અપરાધવિજ્જ્ઞાનમાં આ વિદ્યાનો ખૂબ ઉપયોગ થાય છે. ઘણી એવી કોલેજો અને યુનિવર્સ્િાટીઓ છે જે ગ્રાફોલોજીના કોર્સ માટે લોકોને પ્રોત્સાહિત કરે છે. અદાલતમાં કોઈ હેન્ડરાઈટીંગ નિષ્ણાંત દ્વારા આપવામાં આવેલા પુરાવાને પણ માન્ય રખાય છે. મનોવૈજ્જ્ઞાનિકોની જેમ જ ગ્રાફોલોજી જાણકાર લોકો વકીલ-એટર્નીઓ સાથે મળીને કોણે, શું, ક્યારે, કઈ પરિસ્થિતિમાં લખ્યું છે એ જાણવામાં મદદ કરે છે. હેન્ડરાઈટીંગ દ્વારા મળતા સંકેતોને કારણે તબીબી વિજ્જ્ઞાને પણ દર્દીઓની શારીરિક અપંગતા કે વિકૃતિ જાણવા માટે ગ્રાફોલોજીમાં વધુ રસ બતાવ્યો છે. પહેલાના સમયમાં હેન્ડરાઈટીંગ વડે દર્દીની માનસિક અવ્યવસ્થા જાણી શકાતી હતી. હવે મગજને પોષણ આપતી કે હ્ય્દયને પોષણ આપતી - કઈ ધમનીમાં વધુ સખ્તાઈ છે એ જાણી શકાય છે. હસ્તાક્ષરનું અવલોકન ‘સંધિવાના દુખાવા’ને અને ‘હાઈ બ્લડપ્રેશર’ના દર્દી વચ્ચે પણ તફાવત શોધી આપે છે.

કોઈ પણ પાનું કે પૃષ્ઠ એ લખનાર પાસે રહેલી જગ્યા કે વિસ્તાર દર્શાવે છે. સમજો કે લખનારના સંભવિત લખાણ માટેનો અખાડો. લખવાના ઝટકા કે સ્ટ્રોક એ લખનારના જાગૃત અને અજાગૃત મગજની સ્થિતિ દર્શાવે છે. નીચે દર્શાવેલા ગુણધર્મોમાંથી એક-બે કે બધાનો સમન્વય કરીને લખવાનો લય અને સ્વરૂપ ઓળખી શકાય છે અને તેનાથી લખનારનું સમતોલન સમજી શકાય છે.

૧.કોઈ પણ લખાણમાં ઊંભા ઝટકા-પ્રહાર-રેખાઓ એ લખનારના ચરિત્રનું દર્શન કરાવે છે જ્યારે આડા પ્રહાર (જેમ કે શબ્દોને ખેંચીને લખવું, બે અક્ષરો વચ્ચે જગ્યા છોડવી) એ લખનારનું વ્યક્તિત્વ દર્શાવે છે. લખેલું કોઈ વાક્ય ત્રાંસુ કે સીધી લીટીમાં ન હોય તો એ લખનારનો મૂડ બતાવે છે. જો એક સીધી લીટીમાં લખેલું હોય તો લખનારનું મન સ્થિર અને સ્વનિયંત્રિત છે. થોડું ઉપર તરફ વળેલા વાક્યો એટલે લખનાર મહત્વાકાંક્ષી, આશાવાદી અને સક્રિય છે. સહેજ નીચે તરફ ઢળેલાં વાક્યો હોય તો લખનાર ખિન્ન, વધુ પડતો સંવેદનશીલ અને હતાશ છે એવું માનવું. અને જો ખૂબ જ ઓફસેટમાં લખ્યું હોય તો અવાસ્તવિક, ખુશમિજાજી અથવા અતિશય ઉદાસ છે એવું માનવામાં આવે છે.

૨.આપણે જ્યારે લખવાનું શરૂ કરીએ અને વાક્ય જેમ આગળ વધતુ જાય એમ આપણે સીધી લીટીથી કેટલા દૂર જઈએ છીએ એ આપણો નૈતિક અંકુશ દર્શાવે છે. ઘણાં લોકોને આદત હોય કે એવું ઘૂંટીને લખે કે પાછલા પાને એની છાપ પડી જાય. લખતી વખતે અપાતું દબાણ એ આપણા અહમની નિશાની છે. એકદમ ઝાંખું લખવું એ પણ ઊંર્જાનો અભાવ દાખવે છે. લખવાનું દબાણ એ આપણી કામવાસનાનો પણ સૂચક છે. લખવામાં શબ્દોની જાડાઈ એ લખનારની આધ્યાત્મિક્તા અને ભોગ વિશે કહી જાય છે. એકદમ અણીદાર અક્ષરોવાળા લખવૈયા સંવેદનશીલ અને આધ્યાત્મિક હોય છે. જાડા અક્ષરોથી લખવાવાળા પ્રબળ, ભૌતિક સુખના આગ્રહી હોય છે. અક્ષરોની સાઈઝ કહે છે કે લખનાર પોતાના જ કાર્યોને કેટલું મહત્ત્વ આપે છે.

૩.‘અંતર’નું મહ્‌ત્ત્વ પણ લખાણમાં ખૂબ જ છે. લખનાર પોતાને બીજા લોકોની વચ્ચે કે પરિસ્થિતિઓમાં કે આસપાસના વાતાવરણમાં કઈ રીતે મૂકવા માંગે છે - એ અંતર વ્યક્ત કરે છે. બે લાઈન વચ્ચેનું અંતર એટલે લખનાર પોતાની લાગણીઓથી કેટલું અંતર રાખવા માંગે છે. બે શબ્દો વચ્ચેનું અંતર એટલે લખનાર બીજા લોકોથી કેટલું અંતર ચાહે છે અને બે અક્ષરો વચ્ચેનું અંતર એ દર્શાવે છે કે લખનાર આંતર્મુખી છે કે બહિર્મુખી! જે બે લાઈન વચ્ચે યોગ્ય અંતર રાખી શકે છે એ સુમેળવાળું અને આંતરિક સમતોલનવાળું વ્યક્તિ હોય છે. લખવાની ગતિ એ લખનારની માનસિક અને શારીરિક ક્ષમતા દર્શાવે છે.

૪.માણસની ઈમાનદારી અને બેઈમાની પણ એમની હેન્ડરાઈટીંગ દ્વારા ઓળખી શકાય છે. જે ઈમાનદાર હોય એ સાચો, કાયદેસરનો, સરળ અને નિષ્પક્ષ હોય છે. લખાણમાં એવા ઘણાં લક્ષણો હોય છે જેનાથી લખનારની બેઈમાની પકડી શકાય છે. શબ્દોનો ઢોળાવ, કદ, દબાણ અને અંતર આ ચારેયમાં અતિશય અસ્થિરતા અને કઠોરતા, કોઈ ચોક્ક્સ અક્ષરોને જબરજસ્તી વળાંકો આપવા, ખૂબ જ ધીમું અને સરળ દેખાતું હોય એવું લખવું - આ બધા બેઈમાની દર્શાવતા લક્ષણો છે. જે જૂઠ્‌ઠુ બોલતા હોય એ કદી નિખાલસભાવે બોલતા નથી. વાતચીતમાં જે ઢચુપચુ અને પરોક્ષ બોલે એ પણ સાચાબોલા નથી હોતા. આવા લોકો લખતી વખતે પણ પોતાના લક્ષણો બતાવે જ છે.

૫.અંગેજી મૂળાક્ષરોને લખવાની પદ્ધતિ પણ આપણા ગુણધર્મો બતાવે છે. મૂળાક્ષર ‘ૈં’ એ લખનારની પોતાની છબી દર્શાવે છે. લખનારનો ભૂતકાળ-ભવિષ્ય, કલ્પનાશક્તિ, સામાજિક નિસ્બત, માતા-પિતા સાથેનો પ્રભાવ આ બધું જ ‘ઙ્ઘ’ અક્ષરમાંથી મળી આવે છે. આ જ પ્રમાણે ‘ં’ મૂળાક્ષર એ લખનારની લોકોના ઝૂંડમાં દેખાતી છબી છતી કરે છે. મૂળાક્ષર ‘અ’ એ લખનારની ઈચ્છાશક્તિ દેખાડે છે.

લોકોને એક કોરો કાગળ આપીને એમાં પોતાની સહી કરવાનું કહો. સહી કરનાર આખા કાગળમાં કઈ જગ્યાએ સહી કરે છે એ મહત્ત્વનું છે. જીવનમાં કેટલો વિશ્વાસ અને કેટલો પ્રતિબંધ છે, લોકો સમક્ષ સેન્ટર-સ્ટેજમાં રહેવું ગમે છે કે નહીં, કોઈ દુરાગ્રહો કે ધર્માંધતા છે કે નહીં - આ બધું સહી કરવાની જગ્યા પરથી મળી આવશે. સહીની સુવાચ્યતા એ પણ સહી કરનારનો અહમ અને અધીરાઈ દર્શાવે છે. સહીની નીચે કરેલી લીટી એ સહી કરનારનો સેલ્ફ-કોન્ફીડેન્સ અને શબ્દભાર સૂચવે છે. સહીની ઉપર કરેલી લીટી એ સહી કરનારનો સ્વાર્થ અને સ્વબચાવ દેખાડે છે.

* * * * *

ગ્રાફોલોજી વિશે તો ઘણાં પુસ્તકો લખાયા છે અને લખાશે પણ આ વખતે આ બધી રામાયણ એટલા માટે કરી કે બાળકોની શાળા હવે શરૂ થઈ ગઈ છે. ઘણાં વાલીઓને શાળાઓમાંથી ફરિયાદ આવતી હોય છે કે બાળકના અક્ષર સારા નથી કે પછી બાળકનું વર્તન સારૂં નથી. આપણને કદાચ અજુગતું લાગે પણ બાળકના અક્ષરો એમના આંતરમનની ચાડી ખાય છે. શાળાઓમાં કરવામાં આવતાં પ્રયોગો એ ચોક્ક્સ બાળકના વિકાસ માટે જ હોય છે પણ સંતાનને ફક્ત શાળાના ભરોસે ન રાખવા. પેરેન્ટ્‌સ તરીકે આપણી ફરજ બમણી છે. બાળમંદિરમાં બાળકોને પ્રિન્ટેડ અક્ષરો પર ઘૂંટવાનું કહેવામાં આવે છે. આવું કરવાથી બાળકની લખવાની કુશળતા અને ઝડપ સુધરે છે. પ્રિ-સ્કુલમાં બાળકો આડાઅવળા લીટા કે નિઃસત્વ લખાણ કરે એમાં પણ બાળકની જન્મજાત પ્રકૃતિ અને મનોવૃત્તિ દર્શાવે છે. બાળક જો ગોળ-ગોળ સ્પ્રિંગના આકારમાં લીટા કરે તો એ ખુશખુશાલ હોઈ શકે, બહુ બેબાકળું કે બેચેન બાળક હોય તો થોડી સંકોચાયેલી પેટર્ન્સ તૈયાર કરે છે. કોઈ મોટું ચિત્ર જોઈને બાળક એવું જ પણ ખૂબ નાનું ચિત્ર બનાવે તો એ કદાચ અંદરથી ઉદાસ હોઈ શકે. જો બાળક લીટા કરતી વખતે બહુ બધા ખૂણા અને આવેશમાં આવી જાય તો ક્રોધી હોઈ શકે. બાળક લગભગ ૫ થી ૬ વર્ષનું થાય ત્યાં સુધીમાં બાળક પોતાની ગતિવિધિઓને સંભાળી લેતું હોય છે અને એટલે જ આંખ અને હાથને પણ સારી રીતે કંટ્રોલ કરી શકતું હોય છે. આ ઉંમરમાં બાળકો ઊંભા (લીટીની ઉપરની તરફ અને નીચેની તરફ) સ્ટ્રોક મારી શકે છે, એ પહેલાં ઉપરના સ્ટ્રોક મારવામાં મોટા ભાગના બાળકોને તકલીફ થતી હોય છે. જેમજેમ બાળકની ઉંમર વધે અને તરૂણાવસ્થામાં પહોંચે ત્યાં સુધી એમની હેન્ડરાઈટીંગમાં (અને તેમના સ્વભાવ, વહેવારમાં પણ) ફેરફારો થતાં રહે છે. જો તમારે બાળક હોય તો એના દર થોડા મહિને લખેલા લખાણના સેમ્પલ સાચવી મુકજો, આગળ જતાં તમને બાળકના વ્યક્તિત્વ વિશે ઘણી માહિતી આપશે.

પડઘોઃ

સારા અક્ષર એ સારા શિક્ષણની નિશાની છે

- મો. ક. ગાંધી

સખૈયો

સ્નેહા પટેલ

ભાષા

ર્ક’ાટ્ઠર્ક’ાટ્ઠ ીર્?ાા ૈ;ઢ’ાાિ ેંોાટ્ઠ /ાજેા ર્દૃાઙ્ઘઙ્મૠ"ાા !

;ન્;ાખ્તશ્ ’ાદ્ધ% ર્ઙ્મેજ"ાૂ દ્ઘ.;કિ ઙ્મ ર્રિડજી% ઙ્માજીજી% ઙ્મખ્તજિ બ્ુિેં;િ% !!

શ્ર્ ખ્ત દૃાઇીા ાંજ ઙ્મહર્જી ૐાર્ટહૐાકજ્જ ીજટ્ઠ અરે દ્ઘખ્તરિ ખ્તજીૃ

દ્બઙ્મજ હૂચા હહઢ ઙ્ઘૐાર ેખ્તરટ્ઠ ઙ્મિાજિ ખ્તજી !

- ઋગવેદ

સાંભળ્યું છે કે ભાષા એ સંવાદની મહત્વની કડી છે, પણ હું તો કાયમ મને જે પણ ભાષા આવડે છે એમાં જ તારી સાથે બોલું છું, કશું જ નવું શીખવાનો પ્રયત્ન સુધ્ધાં નથી કરતી ! ઘણીવાર તો બોલી લીધા પછી મને ખુદને એની વાક્યરચનામાં પણ ભૂલ લાગે છે. લાગે છે કે, મારે જે કહેવું હતું એ વ્યવસ્થિત રીતે કહેવાયું જ નથી, વળી જે કહેવું હતું એ કહેવાયું જ નહીં તો તું એ વાત બરાબર સમજીશ કેમનો ? આંખોમાં દ્‌વિધા આંજીને હું તારી સૂરત સામે નજર કરૂં છું અને મારી બધી ચિંતા - દ્‌વિધાની ભૂલભૂલામણી સરળ થઈ જાય છે. એની પાછળ એક જ કારણ છુપાયેલું હોય છે અને એ છે ફક્ત તારૂં સુમધુર, નયનાકર્ષક સ્મિત અને તારી સ્નેહાંજનવાળી નજર !

નવા માટલામાંથી ધીમે ધીમે પાણી ઝમ્યાં કરે અને પછી એનું પાણી મીઠું ને મધુરૂં લાગે, એના સ્વાદની તોલે કોઈ પણ ફ્રીજના પાણી કે રંગબિરંગી શરબતો પણ ના આવે પણ તારી નેહભરી નજર તો એ મીઠા મધુરા શીતળ પાણી કરતાં પણ વધુ આહલાદક, અવર્ણનીય હોય છે, ઝમ્યાં જ કરે..ઝમ્યાં જ કરે !

તારા બંધ હોઠના નાજુક સ્મિત પાછળથી મને દિવ્યવાણી સંભળાય છે અને ખ્યાલ આવી જાય છે કે તું મારી બધી ય વાતો બહુ સરળતાથી સમજી ગયો છે - જે વ્યવસ્થિત બોલાઈ શકાઈ નહીં, બરાબર સમજાવી શકાઈ નહીં અને હદ તો એ કે જે અનુભવાયેલી અને જેને અનુરૂપ શબ્દો ના મળતાં ફકત દિલમાં જ ઉગીને રહી ગઈ - મુખમાંથી બહાર જ ના નીકળી શકી એ વાત પણ તું સરળતાથી અને અદ્દલ એના મૂળ અર્થમાં જ સમજી જાય છે.

તો દુનિયામાં ભાષાઓનું જે મહત્વ ગણાવાયું છે એ સાવ નક્કામું જ કે ?

પાંદડા ઉપરનું ભીનું - ઠંડું - મોતી જેવું ચમકતું ઝાકળ મને તારી મમતાનો અનુભવ કરાવે છે. પવનમાં ડોલતાં ઝૂમતાં વૃક્ષના પાંદડા, ફૂલ , ફૂલની આસપાસ ફરતાં ભ્રમરો, અલબેલા રંગીન પતંગ્િાયાઓ થકી તારી મસ્તી હું બરાબર સમજી શકું છું. ઉંચા પહાડ પરથી નીચે પછડાતાં ઝરણામાં તારો આદેશ અને એ જ ઝરણું નદી બનીને ખળખળ વહેતા વહેતી દરિયા તરફ આગળ ધપે છે ત્યારે મહાન સમર્પણનો પાઠ શીખી શકું છું. સૂર્યનો અનુવાદ દિવસ અને ચંદ્રનો રાત થાય એ સમજણ તો મારામાં જન્મજાત જ હતી. રોજ રાત પડે સૂઈ જવાનું ને દિવસ ઉગે એટલે ઉઠી જવાનું, આ સંવેદનોની ભાષા તો હું તારી પાસે હતી ત્યારની શીખી ગયેલી, કડકડાટ ગોખી ગયેલી.

આપણી વચ્ચે લાગણીનો નિરાકાર સેતુ છે જેની પર ચાલવા માટે શુધ્ધ પ્રેમથી વધુ કોઈ જ આવડતની જરૂર નથી પડતી. વળી એ આવડત મેળવવા કોઈ મોટી હાઈ- ફાઈ સ્કુલોમાં એડમીશન નથી લેવા પડતાં કે કોઈ મોટી મોટી ડિગ્રીઓની પરીક્ષાઓ પાસ નથી કરવી પડતી, એ તો મગજને સાવ તળિયા સુધી ખાલી કરી, દિલમાં ઠસોઠસ તારી યાદ ભરી, બે હાથ જોડીને આંખ બંધ કરવાની એટલે આપોઆપ આવડી જાય છે. કોઈ જ ભ્રમ કે અણસમજને ત્યાં સ્થાન નથી. ત્યાં તો ’જે છે એ જ છે’ ને કશાથી એને જુઠલાવી જ ના શકાય એવું જ કંઈક છે. આ અનુભવ એકલતાના વનમાં ફરતાં સાંભળવા મળતાં પક્ષીના ટહુકા જેવો મીઠો છે. અધૂરપને કોઈ સ્થાન નથી, સ્થાન છે તો ફક્ત મધુરપને જ ! એ સ્થળ -કાળમાં એક જ વિચાર આવે કે અત્યાર સુધી જે પણ મળ્યું, જે પણ માણ્‌યું આ સમય એનાથી ક્યાંય આગળનો અદકેરો છે, અદભુત છે. જીવનમાં એ સમયે સતત કંઈક ઉમેરાતું જ જાય છે, બાદબાકીઓની બાદબાકી થઈ જાય છે ને ચિંતા -પીડા -દુઃખના ભાગાકાર ! તને લખતી નથી છતાં તું લખાઈ જાય છે, મારામાં દૂર સુદૂર અનહદ ફકત તું જ તું વિસ્તરાઈ જાય છે. કશું ય બોલાયા વિના મારામાં તારા પડઘા પડે છે.

તારી સાથે સંધાતી તાદાત્મયની ક્ષણો પછી એમ થાય છે કે , ’ વ્યક્ત થવા ભાષાની ક્યાં કોઈ જરૂર જ છે ? એ તો દુનિયાના લોકો બસ એમ જ...’

બોલીસોફી

સિદ્ધાર્થ છાયા

ગોલમાલ હૈ ભઈ સબ ગોલમાલ હૈ

આ લેખ વાંચનારાઓમાંથી ભાગ્યેજ કોઈ એવો કે એવી હશે જેણે હ્ય્ીશીકેશ મુખરજીની ક્લાસિક ‘ગોલમાલ’ નહીં જોઈ હોય. જોઈ પણ હશે અને જોતી વખતે ઘણાબધા સીન્સમાં ખડખડાટ હસ્યા પણ હશે. અને હસીને ‘વાહ, શું ફિલ્મ હતી!’ કહીને આગળ પણ વધી ગયા હશે. એમાં કશું ખોટું નથી. ફિલ્મો હોય છે જ એના માટે. અમુક ફિલ્મો એવી હોય કે જે તમને બે-ત્રણ દિવસ વિચારતા રાખે તો અમુક ફિલ્મો થીયેટરથી ઘેરે પહોંચીએ ત્યાંજ ભુલાઈ જાય. આજ સુધી એવી કોઈજ ફિલ્મ ધ્યાનમાં નથી આવી જેણે ભારતીયો પર બહુ મોટી અસર કરી હોય અને તેનાથી કોઈ સામાજિક કે રાજકીય પરિવર્તન આવ્યું હોય. પરંતુ આપણે અહીં બોલીસોફીમાં નવી ઉપરાંત જૂની ફિલ્મોને પણ શોધી શોધીને તેની પાછળ ખરેખર શું સંદેશ છે એ જાણવાની અને શેર કરવાની કોશિશ કરતાં હોઈએ છીએ. આજે એજ કડીમાં એક ક્લાસિક ફિલ્મ એટલેકે ગોલમાલનો વારો આવ્યો છે. જે હતી તો સો ફીસદ કોમેડી ફિલ્મ, પણ તેની પાછળ પણ એક મહત્વનો સંદેશ ખુબ સરળ ભાષામાં સમજાવી દેવામાં આવ્યો છે. જો હજી સુધી આપણે ન સમજ્યા હોઈએ, તો આવો સમજીએ??

જેમને આ ‘ગોલમાલ’ ફિલ્મ યાદ હશે, તેને ખ્યાલ હશે કે આ ફિલ્મમાં રામપ્રસાદ દશરથપ્રસાદ શર્મા એટલેકે અમોલ પાલેકર તાજેતરમાંજ સીએ થયેલો યુવાન છે. જેના માતા-પિતા નથી અને પોતાના ‘મુંહબોલા મામા’ ડેવિડની એડવાઈઝથી તે મામાનાં જ મિત્ર ભવાનીશંકર એટલેકે ઉત્પલ દત્તની ઓફિસમાં ઈન્ટરવ્યુ આપવા જાય છે. મામાની સલાહ એટલીજ હોય છે કે ઈન્ટરવ્યુમાં બને તેટલું સરળ દેખાવું અને કામ પ્રત્યે વધુ સમર્પ્િાત હોવાનો દેખાવ વધુ કરવો જેથીકરીને આવીબધી બાબતોમાં ખૂબ માનતા ભવાનીશંકર ઈમ્પ્રેસ થઈને તેને નોકરી આપી દે. હવે સરળ દેખાવના ચક્કરમાં રામપ્રસાદ ઈન્ટરવ્યુ માટે ભૂલથી કોઈકનો કુર્તો માંગીને લાવે છે જે ખુબ ટાઈટ હોય છે. ઈન્ટરવ્યુ દરમ્યાન ભવાનીશંકર આ ટાઈટ કુર્તા બાબતે સવાલ કરે છે ત્યારે રામપ્રસાદ પોતાના પિતાજીનો રેફરન્સ આપીને કહે છે કે તેઓ માનતા કે જો ભારતનો દરેક વ્યક્તિ પોતાનો કુર્તો એક ઈંચ પણ નાનો કરી દે તો દેશની વસ્ત્ર સમસ્યાનો કાયમી હલ થઈ જાય. ભવાનીશંકર ખુશ અને રામપ્રસાદને નોકરી મળી જાય છે.

પણ હવે શું? હવેતો કાયમમાટે ટાઈટ કુર્તોજ રામપ્રસાદને ગળે પડી ગયો હતો, કારણકે તેની આ ડાહીડાહી વાતોને લીધેજ તેને પાંચસોને બદલે સાડા આઠસો રૂપિયાની નોકરી મળી હતી. ટૂંકમાં એક અસત્યથી રામપ્રસાદની કરિયર શરૂ થઈ. ત્યારબાદ ક્રિકેટ અને હોકીના શોખીન રામપ્રસાદ મિત્રોની વાતમાં આવી જઈને પોતાની મૃત્યુ પામેલી માં બીમાર છે એવું બહાનુ આગળ ધરીને ભવાનીશંકર પાસેથી અડધા દિવસની રજા લઈને ભારત-પાકિસ્તાનની હોકી ટેસ્ટમેચ જોવા જતો રહે છે, જ્યાં ભવાનીશંકર તેને જોઈ જાય છે. બીજે દિવસે ખુલાસો માંગતા રામપ્રસાદ એક બીજું જૂઠ બોલે છે કે એ રામપ્રસાદ નહોતો પરંતુ તેનો જોડિયો ભાઈ લક્ષ્મણપ્રસાદ હતો, જે સાવ લફંગો અને કામચોર છે. બસ, એક અસત્યમાંથી બીજું અસત્ય જન્મ લે છે અને એને સત્ય બનાવવા માટે રામપ્રસાદે પોતાની પ્યારી મૂંછ મૂંડાવીને લક્ષ્મણપ્રસાદ બનવું પડે છે.

વાત અહીંજ અટકતી નથી. ભવાનીશંકરને હજી રામપ્રસાદની માતાની બીમારી પણ યાદ હોય છે, આથી તે પોતે રામપ્રસાદને ઘેરે આવશે એવી વાત કરે છે. હવે આ નવી મુસીબતને પહોંચી વળવા રામપ્રસાદે એક નકલી માં પણ ઉભી કરવી પડે છે. ફિલ્મોમાં ટાઈમપાસ માટે છૂટાછવાયા કામ કરતાં મીસીસ શ્રીવાસ્તવ એટલેકે દીના પાઠકને તે પોતાની માં બનાવીને ભવાનીશંકર સામે પેશ કરે છે. હવે આ મુલાકાત બાદ એક પાર્ટીમાં ભવાનીશંકર આ મીસીસ શ્રીવાસ્તવને ચમકતા કપડાઓમાં જોઈ લે છે જયારે તેમને એવું કહેવામાં આવ્યું હતું કે રામપ્રસાદની માં તો વિધવા છે. આથી ચોખવટ માંગતા ગભરાયેલા મીસીસ શ્રીવાસ્તવ ભવાનીશંકરને કહે છે કે તેઓ રામપ્રસાદની માતાની જોડિયા બેન છે! ટૂંકમાં રામપ્રસાદનું અસત્ય હવે તેના શુભેચ્છકોને પણ લપેટામાં લઈ લે છે. છેવટે તો જેનો અંત સારો તેનું સહુ સારૂં એવુંજ થાય છે, પરંતુ અસત્ય રામપ્રસાદને બહુ લાંબો સમય સાથ નથી આપતું એ વાત પણ આ ફિલ્મમાં કરવામાં આવી છે.

હવે એકજ વિચાર કરો કે જો રામપ્રસાદે ઈન્ટરવ્યુ સમયેજ ભવાનીશંકરને કહી દીધું હોત કે તે ઉતાવળમાં ટૂંકો કુર્તો પહેરીને આવ્યો છે અને આવતીકાલથી વ્યવસ્થિત અને મોટો કુર્તો પહેરીને આવશે તો? અથવાતો તે જયારે મેચ જોતો પકડાઈ જાય છે ત્યારેજ હિંમત કરીને કીધું હોત કે એ પોતેજ સ્ટેડિયમમાં હતો અને તેની ભૂલ થઈ ગઈ, હવેથી એવું નહીં થાય અને જો ભવાનીશંકરને હજીપણ વાંધો હોય તો તે રીઝાઈન કરવા તૈયાર છે તો? તો કદાચ આ ફિલ્મ પણ બની ન હોત સિમ્પલ! પરંતુ આવું આપણે ઘણીવાર આપણી લાઈફમાં કરતાંજ હોઈએ છીએ. પેલી કહેવત છે ને કે, “એક અસત્ય બીજા સો અસત્યોને જન્મ આપે છે” રામપ્રસાદની વાત પણ આવીજ છે અને એવાંતો કેટલાય રામપ્રસાદો આપણે જોયા હશે અથવાતો આપણા ખુદમાં એક રામપ્રસાદ જીવતો હશે એવું પણ બને, બરોબર છે ને? અંગત અનુભવ એવું કહે છે કે અસત્ય કરતાં સત્ય બોલવાથી તકલીફ પડે છે, ઘણીવાર ખુબ ઓછી કે ઘણીવાર ખુબ મોટી, પરંતુ બોલ્યા પછી આત્મા પર કોઈજ ભાર નથી રહેતો એ પણ એક કોરી હકીકત છે. ઘણીવાર આપણે કોઈના ગુસ્સા કે ઠપકાના ડરે અસત્ય બોલતા હોઈએ છીએ, પરંતુ જો સત્ય બોલીએ તો એવા ચાન્સીસ ઘણા છે કે એ વ્યક્તિ આપણી સત્યતાથી ખુશ થઈને કે તેનું માન રાખીને આપણને માફ કરી દે.

ઠીક છે, નાના અસત્યો ઘણીવાર બોલવા પણ પડતા હોય છે, પરંતુ એ નાના જ હોવા જોઈએ, જેનેલીધે આપણને કે સામેવાળાને કોઈ તકલીફ ન પડે. કોઈ કંટાળો આપતી વ્યક્તિને અવોઈડ કરવા માટે, “હું અત્યારે મીટીંગમાં છું, પછી વાત કરૂં.” જેવું અસત્ય કદાચ એટલું ખરાબ નથી. તો ઘણીવાર એવું પણ કહેવાય છે કે “કોઈને તકલીફ ન પડે કે પછી કોઈનું ભલું થતું હોય તો એના માટે જો અસત્ય બોલાય તો એમાં કશોજ વાંધો નથી.” પણ તેનીપણ એક મર્યાદા છે. કોઈ નબળા હ્ય્દય કે મનની વ્યક્તિ હોય તેને કોઈના ખરાબ પરિણામની કે કોઈના મૃત્યુનો આઘાત ન થાય એટલે જો કામચલાઉ અસત્ય બોલી દેવામાં આવે તો તે સર્વથા યોગ્યજ છે, પરંતુ સમય આવે આ અસત્યનો ખુલાસો શાંતિથી તેવી વ્યક્તિને સમજાવી શકાય તેવા સંજોગોમાં થઈ જવો જોઈએ. કોઈનું ભલું કરવા જતાં બોલાયેલા અસત્યમાં પણ આ જ નિયમ લાગુ પડે છે, કારણકે કોઈકની ભલાઈ આપણા માટે બુરાઈ બનીને પણ સામે આવી શકે છે.

એક વાત તો કન્ફર્મ જ છે કે ગમેતે હોય, અસત્ય ક્યારેય સત્યથી મોટું નથી હોતું અને તેને છૂપું રાખી શકાતું નથી. એટલે આપણે આપણી સેફ સાઈડ જોઈને બને ત્યાંસુધી સત્ય બોલવાનોજ આગ્રહ રાખવો જો તે કોઈને તકલીફ ન આપતું હોય તો.

લઘરી વાતો

વ્યવસ્થિત લઘરવઘર અમદાવાદી

રસોઈ શો કેવીરીતે બનાવશો

આજ કાલ જે પણ ચેનલ જુવો એના પર એકાદ રસોઈ શો આવતો જ હોય છે. એક વાત નક્કી છે કે આપણેત્યાં જેટલી રસોઈ બનતી નથી એના કરતા વધારે રોજ રસોઈ શો વાળા આપણને બનાવતા હોય એવુ લાગે છે. એક જ વાનગી નું જુદુ જુદું નામ આપી આપણ ને ટી.વી સામે થી ખસવા નથી દેતા દા.ત - ગ્રિલ્ડ રોટી વિથ ઓનિયન અને કર્ડ. આપણ ને લાગે કઈક ગજબ ની વાનગી હશે પછી આખો શો જોવો ત્યારે ખબર પડે કે આ તો ‘’વઘારેલી રોટલી અને દહી છે ‘’ અને એ અડધો કલાક તમારા મગજ નું દહી થાય એ પાછું અલગ .

એમા રસોઈ શો ની એંકર મસ્ત ચીપી ચીપી ને બોલે એટલે આપણને ગમે તેવી રસોઈ પણ પચી જાય. ખરેખર આ લોકો રસોઈ ની સુંદરતા કરતા વધારે ધ્યાન રસોઈ શો ની એન્કર ની સુંદરતા પર આપે છે, જેથી રસોઈ શો જોતી મહિલાઓ ને ચર્ચા નો મુદો પણ મળી રહે કે જોયું ગયા એપિસોડ કરતા હેર સ્ટાઈલ બદલી છે અને ગઈ વખતે ૫૦૦૦ રૂ વાળો સાદો ડરેસ પેહર્યો હતો આ વખતે રૂ.૪૫,૦૦૦/- નું ભારે સેલુ પેહર્યું છે .

તો આજે આપણે શીખીશુ વેજીટેબલ ખીચડી વીથ મનચુરીયન (સીધી સાદી વસ્તુ ને આડા અવળા નામ આપી દો અને બે અલગ અલગ ખાવાના ને ભેગા કરી દો ). રેસિપીના જેટલા ભેદી ભેદી કોમ્બીનેશન લાવશો એટલા લોકો વધુ તમારો શો જોશે યાદ રાખો તમે શું બનાવો છો એ બહુ મહત્વ નું નથી પણ તમે કેટલું અઘરૂં નામ રાખો છો અને કેવી ભેદી ભેદી સામગ્રી મિક્સ કરો છો એ દર્શકો માટે વધારે મહત્વ નું હોય છે .

વેજીટેબલ ખીચડી વીથ મનચુરીયન રસોઈ ની સામગ્રી

* તો સૌ પ્રથમ આપણે એક કુકર લૈશુ જેમા ખીચડી મુકીશુ

* અને મનચુરીયન સરખા બનતા ના હોય તો કોઈ પણ ચાઈનીઝ લારી પરથી તૈયાર લાઈશુ કેમકે ઘણા લોકો રબ્બર જેવા મનચુરીયન બનાવતા હોય છે અને ઘણા તો પેપરવેટ તરીકે ચાલે એવા કડક લાકડા જેવા.

* મીઠુ સ્વાદ બગડે નહી એ અનુસાર.

* મરચુ લાલ થાય નહી એ અનુસાર. (અહીં જીભ ની વાત થાય છે.)

* હળદર ખીચડી ની જગ્યાએ તમે પીળા ના પડી જાઓ એ અનુસાર.

* ઘી તમારૂ તેલ ના નીકળી જાય એટલુ.

* અને વેજીટેબલ ઘરમા પડયા હોય એ બધાજ. (નોંધઃ વેજીટેબલ મેગી ને ખીચડી મા ભેળવવી નહી એ જીવન માટે હાનિકારક થઈ શકે છે. )

* બાકી બધા અઘરા નામ વાળા અને કોઈના પણ ઘરમાં અવેલેબલ નાં હોય એ બધા મસાલા .

હવે અમે અને રસોઈ શો ની એન્કર પાચ મીનીટ આડી અવળી વાતો કરીશુ જેથી તમારૂં ધ્યાન રસોઈ પરથી હટી જાય અને તમને ખ્યાલ નાં આવે કે ખરેખર અમે શું બનાવા માંગતા હતા . અમે ચકલી લાઈ દાળ નો દાણો અને ચકો લાયો ચોખા નો દાણો બન્ને એ ભેગા થઈને ખીચડી બનાઈ એવી વાતો પણ કરી શકીએ છીએ.

રસોઈ ની પ્રક્રિયા શરૂ કરીશું .

* સૌ પ્રથમ આપને ગેસ ચાલુ કરીશુ ૧૦ મીનીટ ની ખીચડી માં એક કલાક પ્રોગ્રામ ચલાવાનો હોવાથી ગેસ થોડો ધીમો રાખીશુ .

* કુકર ને બંધ કરીને ગેસ પર મુકીશું અને ચાર સીટી વગાડીશું અને પછી કુકર ખોલી ને જોઈશું અને જો તો પણ ખીચડી ના બફાય તો પાચમી સીટી આપડે મોઢાથી પણ વગાડી શકીએ છીએ જેથી ખીચડી પચવામાં સેહલાઈ થઈ જાય .

* હવે ખીચડી તૈયાર છે હવે તૈયાર રાખેલા મનચુરીયન ને ખીચડી પર ગોઠવી દઈશું અને સર્વ કરીશુ .

* વાહ શુ સ્વાદ છે!? મનચુરીયન ખીચડી થોડી વધારે બફાઈ ગૈઈ છે એક રકાબી માં પી લેવી પડશે .

અહી એક વસ્તુ નું ખાસ ધ્યાન રાખવું રસોઈ શો માં એવી એવી વાનગીઓ બતાવી કે જેથી ઘરે કોઈ જાતે બનાવાનો પ્રત્યન નાં કરે , ગમે તેટલા રસોઈ શો જોઈ લો અને પછી તમે ઘરે જઈને પૂછો કે જમવામાં શું બનાયું છે તો ભાખરી શાક અને ખીચડી શાક સિવાય બીજો કોઈ ઓપ્શન નહિ મળે . જ્યારે ઉઉહ્લ જોતા હતા ત્યારે ચેતવણી આવતી કે આવી મારામારી ઘરે કે સ્કુલ માં કરવી નહિ એવી જ વોર્ન્િાગ રસોઈ- શો માટે પણ હોવી જોઈએ એવું લેખક નું અંગત પણે માનવું છે .