સ્તબ્ધ (એક નવી શરૂઆત)
By: કૃણાલ ગઢવી
Hi i am દર્શન, દર્શન દેવ... હું એક NGO સાથે કાર્યરત છું, અમે ફક્ત આર્થિક મદદ કે જરૂરી ઉપકરણો ની મદદ માં નથી માનતા, લોકો ને મનોબળ, વૈચારિક શુદ્ધિ અને કલેશ મુક્ત જીવન માટે નું માર્ગદર્શન પૂરું પાડવા માટેના સેમિનાર પણ યોજીએ છીએ, અહીં કોઈ મહિલા કોઈ પુરુષ કે બાળક ને કેન્દ્ર માં નથી રખાયા, જીવન ને જટિલ અને ગૂંચવણ ભર્યું બનાવનાર અયોગ્યતા ની પુરી સમજણ આપવાનો પ્રયાસ જ મુખ્ય છે, જે થકી જીવનને અલગ અલગ તબ્બકાઓ પર સરળતાથી જીવી જવાની પ્રેરણા પુરી પડે, આજે "પ્રેસિડેન્ટ સોસાયટીમાં" અર્ધ જાગૃત લગ્ન જીવન થી જન્મ લેતા લગ્નેતર સંબંધ ને અનુરૂપ એક અનુભવ લઇ ને અમારી ટીમ આવી છે.
જીવન ની શરૂઆત હંમેશા સરળ જ હોઈ છે, પાત્રો પણ પસંદગીના જ હોઈ છે, છતાં પ્રશ્નો ક્યાં ઉદ્દભવે છે, અને એ’નો યોગ્ય ઉકેલ આપણે કેવી રીતે મેળવીયે તે અહીં જણાવવા નો પ્રયાસ થયો છે.
***
સંધ્યા (મારી વાઈફ) હાર્ટ ની બીમારી થી ખુબ ડરે માટે EVERY SIX MONTH ફુલ બોડી ચેકઅપ અમારે ચાલતું જ રહે! મારુ રિસેન્ટલી જ થયું, બધું નોર્મલ હતું પણ હવે ખબર નહિ શું થશે......?, આજે નેગેટિવિટી ઘણી ફેલાઈ ગઈ છે, ગૌરવના લગ્નેતર સંબંધની વાત સાંભળતા, સંધ્યા નું રીએકશન આજે સુવા નહિ દે..
અમારા લગ્ન ને ૭ વર્ષ થઇ ગયા છતાં આજે પણ જમવાનું મારી ચોઈસનુ જ બને છે, અહીંયા મારી દાદાગીરી નહિ પણ સંધ્યા લગ્ન ના ૭ વર્ષ પછી પણ એટલોજ પ્રેમ કરે છે એની સાબિતી છે, ઘણી જગ્યા એ પ્રેમ i love you કહેવા ના ભાવ પરથી સાબિત થતો હોઈ છે, અમારે ત્યાં કઈ ડીશ બની એ પર થી સાબિત થાય છે, મેં પણ ક્યારેય i Love you ની practice નથી કરી બસ દરેક online shopping માટે OTP નંબર sms કરી દઉં દિવસમાં જેટલી બી વખત મળે તેટલી વખત.
“જીવન ખુબ વ્યાકુળ બની જાય છે જયારે પ્રેમ એક ધારા થી ચાલ્યો આવે,” તેમાં ઘણી વખત પ્રેમ નું કેન્દ્ર બિંદુ પણ બદલાવું પડે, કારણ! સતત ચાલ્યા આવતા પ્રેમ ના in - put ને out - put પણ જોઈએ જે એક પુરુષ માટે ઘણી વખત difficult થય જાય છે, ખાસ કરી ને જયારે marketing field માં હોય, આવા સમયે પ્રેમ નું બિંદુ બદલવું પડતું હોય છે, જેમ કે મેં અને સંધ્યા એ ૐ ના જન્મ પછી અમારા પ્રેમ નું મધ્ય બિંદુ ૐ ને જ બનાવી દીધો, સંધ્યા હંમેશા કહે આજ-કાલ ઘરગૃહસ્થી બરોબર ત્યારેજ ચાલે જયારે કોઈ અન્યના interfere ને આપણા જીવન માં enter જ ન થવા દઈએ (ખોટું પણ નથી). સમય પ્રમાણે પરિસ્થિતિ, જરૂરિયાત અને વિચારસરણી બધું બદલતું આવે છે (જેમ અમારા પ્રેમ નું કેન્દ્ર બદલાયું) તો adjust કરવું થોડું difficult થઇ જાય છે.
marketing field પકડ્યા પછી આ વાત લાગે પણ સાચી, ઘણા client ને મળવાનું થાય જેમાં અલગ અલગ ડીલ કરવું પડે, અને ડીલ પછી તેઓ ની mentality ની gossips નો જે આનંદ છે તે જ stress હળવું કરી દે અને અમુક તો colleague ના " third class joke " જેમાં mostly, women જ આકર્ષણ નું કેન્દ્ર હોય, આ બધી gossips ઘરે તો repeat કરવાની જ, જે વળી નેગેટિવ વાતાવરણ ઉભું કરે જે ને સંભાળવા હજુ સુધી હું અસમર્થ છું, ક્યારેક “નેગેટિવિટી નો ઓવર ડોઝ ઊંઘ માં પણ નેગેટિવિટી ફેલાવે અને વિચાર વાયુ બની જાય છે,” જે સવારે office માટે મોડું કરાવે, જેનાથી ૐ ને પણ લેટ થાય અને સોફી મેડમ (ૐ ની ક્લાસ ટીચર) મનેજ જવાબદાર ગણે અને કહે ફંકશન (ૐ ની સ્કૂલ નું એંન્યુઅલ ફંકશન છે next વીક) ના દિવસે મોડું ન કરતા..! ડાંન્સમાં ૐ નું ગ્રુપ સૌ પહેલું છે, જેને હું હસ્તે હસ્તે સમજાવી દઉં અને એ પણ નકારી ના શકે.
માર્ચ month ની ભર-પૂર ગરમી ને કારણે ૐ ને તાવ ની અસર લાગી, અને આગળ કહ્યું તેમ સંધ્યા તો ખુબ હેલ્થ માટે worried હોય!!
મને કહ્યું, ઓફિસે થી થોડા જલ્દી નીકળી શકો તો સારું, ૐ ની સ્કૂલ જઈ સોફી મેડમ પાસે એક બે દિવસ માટે રજા ની વ્યવસ્થા કરી આવજો, ફોન પર રજા ની વાત કરશું તો યોગ્ય નહિ લાગે, મારે આ situation (તાવ) માં ૐ ને ડાન્સ નથી જ કરવા દેવો!! આવતા વર્ષે જોશુ..! હેલ્થ ની વાત આવે એટલે argument માં સંધ્યા જ જીતે એટલે મેં ok થી વિશેષ કઈ કહ્યું જ નહિ અને ૨-૩ client skip કરી સમય ને ધ્યાનમાં રાખી નીકળી ગયો.
સોફી મેડમ ક્લાસ રૂમ માં બીઝી હતા એટલે રાહ જોવી પડી, ઓફિસ થી મને આવતા ફોન કોલ્સ કોઈને Distrub ન કરે માટે મેં કારમાં જ બેસવાનું પસંદ કર્યું, લાસ્ટ પિરિયડ પૂરો કરી સોફી મેડમને સ્ટાફ રૂમ તરફ જતા જોયા, અમુક મિનિટ વીતી પણ હજી બહાર ન આવ્યા, કાર લોક કરી મેં સ્ટાફ રૂમ તરફ ચાલવાનું શરુ કર્યું અને સોફી મેડમે સ્ટાફ રૂમ થી એક્ઝીટ લીધી (હજી મોબાઈલ પર જ હતા) મેં મજાકમાં કહ્યું મેડમ સ્ટાફ રૂમમાં જ રોકાઈ ગયા? અરે, એ તો સ્કૂલ પુરી થઇ એટલે પેન્ડિંગ મેસેજીસ etc you know all these? મેડમે જવાબ આપ્યો,
ya ya .... આપ ઘર તરફ જાઓ છો? મેં પૂછ્યું.
સોફી મેડમ: હા..
નિખાલસ મને મેં કહયું, ચાલો હું આપને ડ્રોપ કરી દઉં
સોફી મેડમ: are you sure ?
જો આપ નજીક માં રહેતા હો તો (મેં મજાક કરી લીધી)
સોફી મેડમ: રોયલ રેસિડેંસી
નો પ્રોબ, રોયલ રેસિડેંસી? કયા બ્લોક માં?
જવાબ મળે તે પેહલા મને કોઈ ફોન આવ્યો અને રોયલ રેસિડેંસી ક્યારે આવી ગયું ખબર ન રહી,
સોફી મેડમ thanks કહી ને ઉતરી ગયા અને મેં Hold on (ફોન પર) you most welcome મેડમ કહી ડ્રાઈવ કન્ટિન્યુ કરી ઘર પોહચી ૐ ને વહાલો કર્યો અને ઊંડા નિસાસા સાથે ohhh shitttt કરી ખડ-ખડાટ હસવાનું ચાલુ કર્યું.
સંધ્યા: વાંધો નઈ! હવે કાલ જઈ આવજો (બે વ્યક્તિ વચ્ચે UNDERSTANDING હોય ત્યારે આવું બનતું રહે)
બીજા દિવસે મારુ schedule થોડું બીઝી હતું માટે હું સવારે જ સ્કૂલ ગયો, સોફી મેડમ ગેર-હાજર હોવા થી ગૌરવ ને ફોન કર્યો, તું સોફી મેડમ ને ઓળખે છે? ડિવાઇન સ્કૂલ માં જોબ કરે છે.
ગૌરવ: (નખરા સાથે) શું વાત છે......?
આશ્ચર્ય સાથે મેં કહ્યું, કેમ?
ગૌરવ: કઈ નહિ, શું કામ છે બોલ?
ઉતાવળ થી હું બોલ્યો, એ પણ રોયલ રેસિડેંસી માં રહે છે, મને એમનો બ્લોક નંબર આપ.
ગૌરવ: હા હા હા... બ્લોક - ૪ એપાર્ટમેન્ટ નંબર નથી,
ફોન મુકવા ની ઉતાવળ સાથે મેં જવાબ આપ્યો, મેં માંગ્યો પણ નથી, મેં ફોન મુક્યો.
Excusme સર,સોફી મેડમ નો એપાર્ટમેન્ટ નંબર શું છે?
૩૦૪.
ok, thanks a lot કહી મેં લિફ્ટ પકડી, ૩૦૪ પર તાળું લટકતું જોઈ સમજાયું કે સ્કૂલમાં ગેરહાજર છે So, બહાર ગયા હશે. મેં તેમને text msg કરવા નું યોગ્ય સમજ્યું, Hello સોફી મેડમ, I am ૐ"S father, is it a right time to talk with you ? અને હું ઓફિસ પોહચી ગયો, ઑફિસ પોહચી જોયું સોફી મેડમ નો sms આવેલો,
do you have time to talk ?
( “situation” તંગ નથી હોતી પણ આપણે મનુષ્ય જ તેને તંગ બનાવતા હોઈએ છીએ, અહીં સોફી મેડમ ના sms નો ભાવ મારે કેવીરીતે લેવો તેના પર મારા પરિવારનું મારુ અને સોફી મેડમ નું furtur નિર્ભર હતું.
પણ પુરુષ જયારે નેગેટિવિટી થી ઘેરાયેલો હોઈ ત્યારે તેને “soft corner” ઉભા કરતા જરા પણ વાર નથી લાગતી )
મારો રિપ્લાય: ;)... I went to your home પણ તમે ઘરે નહોતા, (ચેહરા પર એક હરખ છલકાતો હતો)
(યોગ્ય વ્યક્તિ માટે અયોગ્ય જીવનની શરૂઆત પેહલા ઈશ્વર કઈ ને કઈ અનુભૂતિ અપાવે, જેને ઓળખવી ખુબ જરૂરી છે)
“ સેકન્ડ “SMS” સંધ્યાનો હતો, ઓફિસ પોહચી ગયા?
ya..... મેં રિપ્લાય કર્યો.”
સોફી મેડમ સાથે શરુ થયેલી ચર્ચા માં એક બે sms વધુ ઉમેરાયા
સોફી મેડમ: oh!! કઈ ઉર્જન્ટ હતું?...
મેં કહ્યું, તમે ફ્રી થાઓ એટલે કેહજો હું ફોન કરીશ,
થમ્બ્સ-અપ sign સાથે સોફી મેડમે વાત અટકાવી.
સોફી મેડમ ને મારા પર હાવી થવા ની પરવાનગી મારુ મન આપી રહ્યું હતું, સોફી મેડમ સાથે sms પુરા કર્યા બાદ પણ સોફી મેડમ ને મારી આસ-પાસ હાજર રાખવા મેં ગૌરવ ના desk નો સહારો લીધો.
અજાણ હોવા નો ઢોંગ દર્શાવતો મારો ચેહરો ગૌરવ ની આંખો સામે હતો અને કઈ પણ તથ્ય વગર ના પરાણે જન્મ પામેલા મારા સ્વાર્થી શબ્દો ગૌરવ ને પડતા મેં કહ્યુંશું ચાલે છે ભાઈ?
ગૌરવ: શું વાત છે..? સોફી મેડમ ને મળી આવ્યો?
ના ના એવું નથી (વાત ને અયોગ્ય direction આપવાની શરૂઆત મેજ કરી)
ગૌરવ: આજે સવારે તેનું activa પાર્ક જોયું સમજી ગયો કે સ્કૂલ નથી ગઈ.
marketing skills એક નુસખો મેં ગૌરવ પર અજમાવતા કહ્યું, યાર તું ઘણો close લાગે છે સોફી મેડમ થી?
ગૌરવ: સ્માઈલ સાથે!! ટ્રાઈ કરું છું, પણ લાગે છે, હવે તું મેળ નહિ પડવા દે! અમને તો ક્યારેય ઈશારો મળ્યો નથી, તને મળ્યો છે તો મુકીશ નહિ, રોયલ રેસિડેંસી ની અપ્સરા છે સોફી મેડમ.
મારો કોન્ફિડન્સ અને ક્વાલિટી બંને ગૌરવ કરતા વધુ હતા માટે ૫૦% રેસ મેં જીતી લીધી હતી.
હું ત્રીજી વખત મોબાઇલ નું રીન્ગર ચેક કરી રહ્યો હતો, અને મારી ધીરજ ખોઈ રહ્યો હતો, ૩;30pm મારા થી માંડ થયા અને એક sms કરી દીધો, I am in office leaving soon, near trans road ! pls dont forget to meet, its urgent.
(ઉર્જન્ટ વિષય અહીં પરિસ્થિતિ થી ગામ એક દૂર રહી ગયો હતો),
બરાબર ૯ મીનીટ થતા હોઠ સુધી પોહચેલ “ચા” નો કપ એક-એક ટેબલ પર ફરી બેસી ગયો, હું sms tone સાંભળતાજ ધીરજ ખોઈ બેઠો, LED બંધ થાય એ પેહલા સોફી મેડમ ને મારી read receipt મળી!
I am on trans road, if you dont mind come to Coffee Corner સોફી મેડમ નો રિપ્લાય આવ્યો.
(એક નવી આશા એ જન્મ લઇ લીધો હતો, જીવન નો ધ્યેય સિંગલ રોડ થી ફોર ટ્રેક high way પર આવી ગયો હતો દરેક બૉલ પર સિક્સ હતી અને દરેક કિક માં goal) ,
now ? મેં રિપ્લાય કર્યો.
સોફી મેડમ: yes .... !
see you in a while મેં જવાબ આપ્યો..
(જીવન નો અનુભવ એમ કહે છે કે wrong turn લેતા પેહલા બોર્ડ તો હંમેશા હોય જ છે!! પરંતુ હૃદય માં ઉપડેલઃ હરખ નું ત્વરિત મોજું મર્યાદા ની સીમા રેખા ક્યારે ઓળંગી જાય છે ખબરજ નથી રહેતી)
“મોબાઇલ ખીસાં માં સચવાય તે પેહલા સંધ્યા નો ફોન આવી ગયો,
સંધ્યા: આજ તો ખુબ બીઝી રહ્યા..!
અરે બૉલ બૉલ, થોડો કામ માં હતો મેં જવાબ આપ્યો.
સંધ્યા: સોફી મેડમ ને મળી આવજો આજે ન ભૂલશો,
હા, હા sure કરી મેં વાત પુરી કરી.”
coffee Corner ની આગળ મારી કાર પાર્ક થઇ, krish ગતિ થી મેં કાર અને કોફી કોર્નર વચ્ચે નું અંતર પૂરું કર્યું, દરવાજો ઓપન કરતા સામે હાથમાં મેનુ કાર્ડ લઇ બેઠેલી સોફી મેડમ ને જોતા ની સાથે જ હાર્ટ એ બમણી બીટ પકડી, krish ગતિમાં ધરખમ ઘટાડો આવ્યો અને speaking skills થી દરેક client ને કન્વિન્સ કરનાર હું શબ્દો ની શોધમાં નીકળી ગયો.
મારુ excuse me પૂરું થતા, મારા પર પડેલી નજરે ભૂત,ભવિષ્ય થી વંચિત કરી મને વર્તમાન માં વહી જવા ની પૂર્ણ મંજૂરી આપી.
જલ્દી આવી ગયા..!! સોફી મેડમએ કહ્યું,
અરે મોં... મોડું થયું...? મેં કહ્યું..
સોફી મેડમ: ના ના… હું પણ હજી આવીજ છું..
મેં મારા અણધાર્યા ગુન્હાની માફી માંગી, i am sorry , ગઈકાલે મારો ફોન ચાલુ હતો અને હું સાવ ભૂલીજ ગયો that you were there.!!
સોફી મેડમ: Oh..એવું છે? Soo..! આજની કોફી તમારા તરફ થી..? કહી ખડ-ખડાટ હસ્તી સોફી ને જોતા હું મંત્ર મુગ્ધ બન્યો..
(અહીં બે પ્રકાર ની વ્યક્તિ લગ્નેતર સંબંધો ને આધીન બને છે, એક નકારાત્મકતા થી ઘેરાયેલ અને બીજી એકલતા થી)
સોફી મેડમ: hellooooo ...!! ક્યાં ખોવાઈ ગયા?
અરે nothing કહી હું જાગૃત થયો..
સોફી મેડમ: આજે ઘરે ગયા હતા? કઈ અર્જન્ટ હતું?
ya ya ૐ બીમાર છે અને તે આ એન્યુઅલ ફંકશનમાં પર્ફોર્મ નહિ કરી શકે, સંધ્યા ખુબ worry છે ૐ ની હેલ્થ ને લઇ ને મેં કહ્યું.
સોફી મેડમ: હું કાલે કઈ સેટ કરી ને કહું છું..!
thanks a lot ....!! મેં કહ્યું.
(મારી ઈચ્છા અને વાસના બંને પોતાનું કામ પૂર્ણ જવાબદારી પૂર્વક કરી રહી હતી)
સમય ને લંબાવનાર યુક્તિ મારે હાથ હતી, કપ જાદુ નો પિટારો હોય તેમ કોફી તેમાંથી ખુટતીજ નહોતી.
મારા શરીરની સંપૂર્ણ તાકાત મેં મારા મગજ પર એકઠી કરી અને "તમે એકલાજ રહો છો?" વાક્ય ને ધક્કો દીધો.
હળવું ફૂલ હાંસ્ય અને મારા વ્યક્તિત્વ ની માપણી કરતી અનુભવી આંખો સાથે સોફી મેડમે કહ્યું, કેમ?.
અનુભવી આંખો ને ખોટી પાડવા તો મારો પ્રયાસ બોલ્યો,તમારા ઘરે લોક હતું Soo.. મને થયું કે એકલાજ રહેતા હશો.
સોફી મેડમ: હાલ એકલી છું ! મારા હસબન્ડ બિઝનેસ ટ્રીપ પર છે.
મારી દાનત અને મારા પરિવાર વચ્ચે દ્વન્દવઃ માં દાનત ની જીત નું પલડું ભારે થયું, મોકળું મેદાન હતું અને સમય ની કોઈ મર્યાદા ન હતી કોફી ને હવે કપમાં રેહવાની જરૂર ન રહી.
અડધો કપ coffee ને ઘૂંટડો સમજી ગટગટાવતા મેં હરખ ભેર નિસાસો નાખતા કહ્યું ઓહ્હ..! if you dont mind હું આપને ઘરે drop કરી જઈશ.
સોફી મેડમ: thank you for that..!! મારુ Activa ખરાબ છે, આજે સમય મળ્યો માટે repair મા આપ્યું છે.
સોફી મેડમ ને ડ્રોપ કરી, મારા મકાનમાં દાખલ થતા ની સાથે....... અણધારી sms tone એ મને વ્યાકુળ બનાવ્યો..
સોફી મેડમના sms થી ખીલેલા મારા ચેહરા ને નોર્મલ બનાવવા માટે Wash-Room થી ઉત્તમ બીજું કોઈ સ્થાન મને ન જણાયું.
(ઘરમાં શંકાસ્પદ વાતાવરણ નો જન્મદાતા હું બનવા જઈ રહ્યો હતો.)
સોફી મેડમ નો sms : BTW થૅન્ક્સ ફોર ઘી કોફી..!!
10x10 ના wash room મા આનંદ ની જગ્યા એ હરખ ને પ્રાપ્ત કરનાર હું પ્રથમ હોઈશ!! હરખ ને SMS માં દર્શાવતો જવાબ મેં મોકલ્યો. ;) you are always welcome,and next time on you :p, કહી મેં ભવિષ્ય ની મિટિંગ પણ ફિક્સ કરી.
સોફી મેડમ: :p !! reached home ??
ya ... :( મેં રિપ્લાય કર્યો.
carry on... talk to you tomorrow. જવાબ મોકલતા મારા ભાવો ને ઓળખી ગયા ની ખાતરી સોફી મેડમે આપી.
(માનસિક પરિસ્થિતિ સાથે પારિવારિક પરિસ્થિતિ બદલાવ ની શરૂઆત હવે દૂર નહોતી)
***
મારા અને સોફી મેડમ ના સંબંધ ની જરૂરિયાતે એક નવીજ જીવન શૈલી ને જન્મ આપેલો, પરિવારનો સમય હવે બનાવટી ક્લાઈન્ટ સાથે ની મિટિંગમાં પસાર થઇ રહ્યો હતો, બચેલો સમય WASH -ROOM ની અંદર.
શાબ્દિક અને વૈચારિક નિકટતાએ સોફી મેડમ ને સોફી બનાવી દીધી હતી આ સંબંધ ને શારીરિક જરૂરિયાત નહોતી અને પ્રેમ.? પ્રેમ ની તો બિલકુલ નહિ, અમારા સંબંધમાં પ્રેમ ન હોવાની ખાતરી મેં અને સોફી બંને એ સ્વીકારી હતી, સોફી પોતાની એકલતા ને સંતોષવા માટે એક યોગ્ય પાત્ર પામી ચુકી હતી, અને સંધ્યા ની નકારાત્મકતા અને શાષકીય સ્વભાવ થી દૂર જઈ મારા અહમે શાષકીયતા દાખવવા યોગ્ય પાત્ર ની શોધ પુરી કરી હતી.
સંધ્યા પ્રત્યે મારા પ્રેમ માં અનિયમિતતા ની ચરમ સીમા આવી હતી, OTP મોકલવા નું તો બંધ જ હતું તથા શારીરિક અંતર પણ હવે અમારા વચ્ચે વર્તાઈ રહ્યું હતું.
(જયારે પ્રેમ ના out-put ને પ્રમાણ માં in -put નથી મળતું ત્યારે જન્મનારી પરિસ્થિતિ આવી ઉભી હતી)
સંધ્યા ના વર્તનમાં બદલાવ હતો, મારા પ્રત્યે એનો પ્રેમ ક્યારેક ખારો, તીખો, અને ક્યારેક ફિક્કો પડતો દેખાણો, ડીશ તો રોજ મારા પસંદની જ બનતી પણ સ્વાદ જેમ મેં કહ્યું તેમ હતો!. હું દોશી છુ! એ ક્યાંક બહાર ન આવે એ વાત ને ધ્યાન માં રાખી સંધ્યા ના દરેક સ્વાદ ને સ્વીકારી લેતો થયો.
બીજી તરફ સોફીનો હસબન્ડ બિઝનેસ ટ્રીપ પુરી કરી રીટર્ન થયો હતો, અમે એક બીજા ને યોગ્ય સમય આપવા અસમર્થ હતા, ૐ ને સ્કૂલ મુકવા અને લેવા જવા માટે હું નિયમિત બન્યો, છતાં સોફી સાથે થતી coffee corner મિટિંગ ને સંકટકાળ ઘેરી વાળ્યો હતો, sms અને ફોન કોલ પણ ઓછા થવા ને અરે હતા.
વધતું જતું અંતર બે વ્યક્તિ ને માનસિક રીતે હંમેશા નજીક લાવે, આ સમય ને હું અને સોફી બંને જાણી ગયા હતા, અમે યોગ્ય સમય ની રાહ જોવા ની ધીરજ ખોઈ બેઠા હતા, મેં ૐ ને સ્કૂલ ડ્રોપ કરતી વખતેજ સોફી ને સ્કૂલ થી વેહલા નીકળવા ઈશારો કરી દીધો હતો, એણે પણ સહમતી દાખવી હતી, આપેલા સમય થી ઘણો વહેલો હું સોફી ની રાહે હતો, અમને અંગત સમય ગાળવા માટે હોટેલ થી ઉત્તમ કોઈ બીજું ઠેકાણું ન લાગ્યું.
અમે દૂર high way સ્તિથ હોટેલ પર પોહ્ચ્યા રૂમ માટે લગતા વળગતા કાગળો આપ્યા રૂમ ની ચાવી લઇ મેં સોફી ને રૂમમાં જવા કહ્યું!! અને હું તેના માટે લાવેલ gift કાર માં લેવા માટે ગયો, પરત ફરતા રૂમ નો દરવાજો અધખુલ્લો જોઈ હું પ્રવેશી ગયો, સોફી રૂમમાં ન દેખાતા મેં રૂમ નંબર re - confirm કર્યો.
રૂમ નંબર બરાબર છે, દરવાજો પણ ખુલ્લો છે, તો સોફી ક્યાં હશે? આવા અવનવા વિચારો વચ્ચે, હૈયા ને હચમચાવનાર, અને વ્યાકુળતા થી વિશેષ બીજું કઈ ન આપનાર એક ભયંકર અને દર્દ થી છલોછલ ચીસે મને wash-room તરફ ખેંચ્યો.
મારી તરફ હળવે-હળવે સ્થિર થતી સોફી ની આંખો, શબ્દો ના પ્રવાહ ને વહેડાવવા નો પ્રયત્ન કરતા ધનુષાકાર હોઠ, હજારો ઝંઝીરો ની પકડ માંથી મુક્ત થવા વલખા મારતા તેના બંને પગ, સર્વસ્વ સમેટી પોતાની અંદર સમાવી લેવાની મંછા સાથે ફેલાયેલા બંને હાથ સાથે ટબ મા ઢળેલ સોફી ને પ્રાણ મુક્ત થતી જોતા, હું એક એવી સ્તબ્ધતા ને પામ્યો જેણે મારી સમક્ષ મારા સંપૂર્ણ ભવિષ્ય ની છબી તૈયાર કરી ને મૂકી દીધી.. ૐ નું અંધકારમાં ધકાયેલ ભવિષ્ય અને સંધ્યા ની વ્યથા અવસ્થા માટે પૂર્ણ જવાબદાર મારી જાતને મેં સમયાતીત પશ્ચાતાપ માટે ચો તરફ ફક્ત અંધકાર યુક્ત ક્ષણોમાં પામી……….
અલ્પ, ક્ષણિક, ત્વરિત પરંતુ અંતર આત્મા ને જાગૃત કરી સ્વની પુરી સમજણ આપનાર "સ્તબ્ધતા" બાદ એક-એક વધી ગયેલા ધબકારા અને પરસેવાથી તર-બતર શરીર સાથે મારી આંખ ખુલી, અને મેં મને ઘર ની પથારી પર પામ્યો, ૐ અને સંધ્યા ની મારા પર ઠરેલી નજરે મને વાચા મુક્ત બનાવ્યો……
"સ્તબ્ધ સમય અને સ્તબ્ધ હું" આ સ્વપ્ન ના સાક્ષી બન્યા અને “જે મળ્યું છે તે આપણા માટે સર્વોત્તમ છે” માટે તેને સંપૂર્ણ જાગૃતતા સાથે સ્વીકારી જીવન ની એક નવી શરૂઆત માટે ના વચને બંધાઈ ગયા…!!
સંધ્યા જેમ મેં વર્ણવી તેમ તરતજ લાસ્ટ બોડી ચેકઅપ ના રિપોર્ટ ખંખોળ તી થઇ અને મને કોઈ હૃદય રોગ નથી તે વાત માટે ચોક્કસ બની.
***
"ઘણી બધી ખામીઓ થી ભરપૂર વ્યક્તિ પ્રત્યે કોઈ નિર્ણય પર પહોંચવું સરળ છે પરંતુ એક ખામી ધરાવતી વ્યક્તિ પ્રત્યે કોઈ નિર્ણય પર પહોંચવું સૌથી અઘરું છે", "સ્તબ્ધ" કરી એક નવા જીવન ને જન્મ આપનાર કહાની સાથે ફરી મળીશું..!! કહી દર્શન દેવએ પોતાના સેમિનારનું સમાપન કર્યું.