Premi Pankhida - love stories books and stories free download online pdf in Gujarati

પ્રેમી પંખીડા - પ્રેમ કથાઓ

પ્રેમી પંખીડા

(સંપાદિત પ્રેમકથાઓ)

- લેખક -

આલોક ચટ્ટ, અરાતીબા ગોહેલ, અશ્ક રેશમિયા, દક્ષેશ ઈનામદાર,

એકતા ધકન, હાર્દિક રાવલ, હિના મોદી, હિરેન્દ્રસિંહ પરમાર,

જય રાવલ, કામીની મહેતા, કુંજલ છાયા, મનીષા દેસાઈ,

મોઢ પ્રતિક, નિમિશ વોરા, પાર્થ ઘેલાણી, પ્રવીણ જોત્વા, પ્રીત ખંડોર,

રેખા જોશી, શિલ્પા સોની, શ્રધ્ધા ભટ્ટ, સોનિયા ઠક્કર,

સુકેતુ કોઠારી, વૈશાલી ભાતેલિયા, વિજય શાહ, યજ્ઞેશ ચોકસી

READ MORE BOOKS ONwww.matrubharti.com

© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

1 - પ્રેમની મોસમ

2 - છેલ્લું પાનું

3 - પ્રણયાતીત

4 - અનાથ

5 - રાધે શ્યામ

6 - પ્રેમ ની જીત

7 - સ્વપ્નશિલ્પી

8 - કલ્કિ

9 - પ્રેમ અને પ્રેમ નાં કિસ્સા-કહાની

10 - તુ અને હું

11 - વેલને ગમે વિંટળાવવું

12 - પ્રેમનો સ્વીકાર

13 - વરસાદી મેળાપ

14 - કિનારે આવેલી સાંજ.

15 - Bloddy Ishq, Waste of time

16 - યાદ છે તને

17 - મહેતાજી, l love you,

18 - પ્રેમની પરિભાષા

19 - અમર પ્રેમ

20 - સ્વપ્નિલ હકીકત

21 - એક ચાન્સ

22 - લવ-સ્ટોરી ૨૦-૨૦

23 - ‘અતુલ્ય’ ડાયરી

24 - ભગ્ન હૈયે પણ..

25 - પ્રેમ એક લાગણી

***

1 - “પ્રેમની મોસમ”

આલોક ચટ્ટ

રોજની જેમ આજે પણ સંધ્યા સાંજના સમયે કોમર્સ કોલેજની પાસે આવેલા ગાર્ડનના ફરતે બે ચાર આંટા મારીને એક નિયત બાંકડે આવીને બેઠી. તેણે ગાર્ડનમાં આમ તેમ નજર ફેરવી, જાણે કોઈને શોધતી હોય, પરંતુ એવું કંઈ નજરે ન ચડતાં અંતે તેણે એક નિસાસા સાથે ચશ્માં કાઢીને કાચ લૂછ્યા. ફરીથી ચશ્માં પહેરીને ગાર્ડનનું અવલોકન કરવા માંડી, ખાસ કરીને ગાર્ડનમાં આવેલા તેનાં વરસો જૂનાં મિત્રો જેવાં આસોપાલવ, સરુ અને લીમડાનાં ઝાડનું. આટલાં વરસોથી બીજી કોઈ વ્યક્તિ તેની સાથે હોય કે ન હોય પણ આ બધાં ઝાડ એ ખાસ સાથ આપ્યો હતો. લગભગ ૩૧ વર્ષનો સમય વીતી જવા છતાં સંધ્યા ન તો એ બાંકડાને ભૂલી શકી હતી, કે ન તો જેની સાથે આ બાંકડાની સ્મૃતિ જોડાયેલી હતી તેવા પ્રભાતને. ઘડીભર આંખો મીંચીને બેસતાં તેનાં જીવને થોડી રાહત મળી. પરંતુ ખરી રાહત તો તે જે ચહેરાને શોધતી હતી તે જોવા મળે તો જ થાય એવું હતું. સંધ્યાની આંખો ખુલી ત્યાં અંધારું થોડું વધી ગયું હોય તેવું લાગતાં તે ઉઠીને ઘર તરફ જવા માંડી. જો કે ઘરે રાહ કોઈ જોનાર હતું નહીં, પોતે એકને જ જમવાનું હોય રાતે તે રસોઈ પણ કંઈ બનાવતી નહીં. ગાર્ડનથી ઘર પણ ખાસ દૂર નહીં હતું માંડ દસેક મિનીટ ચાલીને ઘરે પહોંચી ગઈ. નિત્યક્રમ મુજબ એક સફરજન સુધારીને ખાઈને પછી યમુનાષ્ટકના પાઠ કરવા બેસી ગઈ. ખબર નહીં કેમ પણ આજે યમુનાષ્ટકમાં તેનું ચિત્ત ચોંટતું ન હતું. રહી રહીને આજે તેને પ્રભાતની ખૂબ યાદ આવતી હતી. અંતે થાકીને તેણે યમુનાષ્ટક બાજુ પર મૂક્યું અને આંખો બંધ કરી ભૂતકાળમાં સરી પડી.

તેની સ્મૃતિમાં પ્રભાત નામ આવતાં જ તેનાં ચહેરા પર ખૂશીની રેખાઓ ઉપસી આવી. વનપ્રવેશ પછી ચહેરા પર વધતી જતી કરચલીઓમાં પણ જુવાનીની તાજગી ઉભરી આવી. સંધ્યા દસમા ધોરણમાં હતી ત્યારે પ્રભાત તેનાં પપ્પા મમ્મી સાથે સંધ્યાની બાજુમાં જ આવેલા મકાનમાં રહેવાં આવેલો. તે મકાનમાં રહેવાં આવ્યાના બીજા જ દિવસે પ્રભાતે સંધ્યાને બાજુમાં આવેલી કરિયાણાની દુકાન પર જોયેલી, જોતાં સાથે જ ગમી પણ ગયેલી. કરિયાણાની દુકાનથી બધો સામાન લઈને પરત ફરતી સંધ્યાનો પગ એક પત્થર સાથે અફળાતાં તે પોતાનું સમતોલન ગુમાવી બેઠી અને હાથમાંથી બધો સામાન પડી ગયો તેમજ તેનો પગ પણ મચકોડાઈ ગયો. સંધ્યાને પડતી જોતાં જ પ્રભાત સંધ્યા તરફ દોડ્યો અને તેને ઉભી કરી. બધો સામાન ફરીથી સમેટીને પોતે તે થેલી ઊંચકી લીધી. સંધ્યાનો એક હાથ પોતાનાં ખભા પર રાખીને ટેકો આપીને સંધ્યાને ચલાવીને તેનાં ઘર સુધી મૂકવા ગયો. ઘરે પહોંચતા જ તેનાં મમ્મીની નજર પડતાં જ તે દોટ મૂકીને બહાર આવ્યા. તેમણે પ્રભાતના ખભા પરથી સંધ્યાનો હાથ લઈને પોતે જ ટેકો આપીને અંદર સોફા સુધી લઈ જઈને ત્યાં તેણે બેસાડી દીધી. પ્રભાતે સામાનની થેલી આપતાં પોતાની ઓળખાણ આપી અને કહ્યું કે ગઈકાલે જ એ લોકો પડોશમાં રહેવા આવ્યા હતાં. આંટીએ પ્રભાતનો આભાર માન્યો સાથે જ તેને ચા પીને જ જવાનો હુકમ કરી પોતે ચા બનવવા ગયા. સંધ્યા હજી દર્દથી કણસતી હતી પરતું તેનું ધ્યાન એકધારું પ્રભાત પર જ હતું. તેણે પણ પ્રભાતનો આભાર માન્યો ત્યારે બંનેની નજર એક થતાં જ સંધ્યાની નજર નીચી નમી ગઈ. આ પહેલી મુલાકાત બન્ને માટે અવિસ્મરણીય બની ગઈ. તે દિવસ પછી તો બંને વચ્ચે એવી તો દોસ્તી જામી ગઈ કે બંને સ્કૂલ પણ સાથે જ જવા લાગેલા. પ્રભાત થોડો અંતર્મુખી સ્વભાવનો હતો પરંતુ તે સંધ્યાની સાથે બહુ વાત કરતો તેમજ તેને ખૂબ હસાવતો. પ્રભાત આડોશપાડોશમાં બધાંને બહુ જ મદદ પણ કરતો તેમાં સૌથી વધુ મદદ તે સંધ્યાના મમ્મીને કરતો. ગમે તેવું કામ હોય પ્રભાત ક્યારેય આંટીને ના પાડતો નહીં તેનું એક કારણ સંધ્યા પણ હતી જ કે તે બહાને તે સંધ્યા સાથે રહી શકતો.

દિવસે દિવસે બંનેની દોસ્તી પ્રગાઢ બનતી ગઈ. બંને એ બોર્ડમાં સારા ટકાવારી લાવીને કોમર્સ કોલેજમાં એડમીશન મેળવ્યું. પ્રભાત મનોમન સંધ્યાને અનહદ ચાહતો, તેનાં માટે કંઈ પણ કરી છૂટતો. સંધ્યાને કોઈ વસ્તુ જોઈતી હોય કે કોઈપણ કામ હોય પ્રભાત એ બધું જ કરી આપતો. આમને આમ કોલેજ પૂરી થવા આવી. રીઝલ્ટનો દિવસ પણ આવી ગયો. બંને હંમેશની જેમ સાથે જ રીઝલ્ટ લેવા ગયા. પ્રભાત ડીસ્ટીંકશન સાથે સમગ્ર કોલેજમાં પ્રથમ આવ્યો. તો સંધ્યા પણ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયેલી. કોમર્સ કોલેજની બાજુમાં જ આવેલા ગાર્ડનના એક ખાસ બાંકડા પર બધાં મિત્રોની રોજ બેઠક જામતી. ખાસ કરીને સંધ્યા અને પ્રભાત તો એ બાંકડા પર જ બેસતાં. એ લોકો વાંચવાનું હોય કે કંઈ એસાઈનમેન્ટ પૂરું કરવાનું હોય તો પણ આ જ બાંકડે આવીને બેસતાં. બંને આજે પણ પોતાનાં ગ્રુપ સાથે તે જ બાંકડા પર બેઠાં રીઝલ્ટની વાતો કરતાં હતાં. બધાં જ મિત્રો જતાં રહ્યાં પછી પ્રભાત સંધ્યાને ધારીને જોઈ રહ્યો હતો. સંધ્યા થોડી શરમાઈ જવાં છતાં તેણે પ્રભાતને પૂછ્યું,

“કેમ આજે આમ ધારી ધારીને જુએ છે પ્રભાત... ?”

“હું એ વિચારું છું સંધ્યા કે થોડાં દિવસોમાં કેમ્પસ ઇન્ટરવ્યુ થવાના છે, એમાં મને ક્યાં જોબ મળે એ મને પણ ખબર નથી. આપણે હવે આગળ કેટલું સાથે રહી શકીશું એ પણ નક્કી નથી. છેલ્લાં કેટલાંય વરસોથી આપણે વધુમાં વધુ સમય એક બીજા સાથે ગાળ્યો છે તો હવે અલગ પડવું પડશે તો દુઃખ નહીં થાય.. ?”

“હમ્મ્મ્મ... દુઃખ તો થાય જ ને.. !!. ”

“તો પછી આપણે કઇંક એવું કરીએ તો કે આપણે આખી જીંદગી સાથે જ રહી શકીએ.. ?”

“ઓહ... ! એવું કઈ રીતે બને... ?”

“સંધ્યા, મેં તને ક્યારેય કહ્યું નથી પણ હું તને ખૂબ પ્રેમ કરું છું..... શું તું મારી સાથે લગ્ન કરીશ.. ? મારી જીવનસંગીની બનીને આખું જીવન મારી સાથે વ્યતીત કરીશ... ?”

“ના..... હું ક્યારેય તારી સાથે લગ્ન નહીં કરી શકું.. !!!” આટલું બોલતાં જ સંધ્યા એકદમ ઉદાસ થઈને દોડીને ગાર્ડન બહાર નીકળી ગઈ અને પોતાનું મોપેડ લઈને ઘરે જતી રહી. પ્રભાતને કંઈ સમજાયું નહીં. તે સંધ્યાના નામની બૂમો પાડતો રહ્યો પણ સંધ્યા ન જ રોકાઈ. પછીના ત્રણ ચાર દિવસ સુધી પ્રભાત સંધ્યાને જોઈ પણ ન શક્યો. તેનાં ઘરે જતો, તો પણ સંધ્યા પોતાનાં રૂમમાં જ ભરાઈ રહેતી. કોલેજનાં કેમ્પસ ઇન્ટરવ્યુમાં પણ સંધ્યા ન આવી. પ્રભાતને પૂનાની એક કંપનીમાં સારા પગારની જોબ મળી ગઈ. તેણે તત્કાલીક ત્યાં જોઈન કરવાનું હતું. તેનાં પપ્પા પણ રીટાયર્ડ થઈ ગયેલા એટલે આખું ફેમીલી જ પૂના શિફ્ટ થવાનું હતું. જતાં પહેલાં તે એકવાર સંધ્યાને મળીને કારણ જાણવા માંગતો હતો. તે સંધ્યાને છેલ્લી વાર મળ્યો પણ ખરો પરંતુ સંધ્યાએ લગ્ન સિવાય વાત કરવાનું કહીને કાયમ માટે અલવિદા કહી દીધું એટલે ભગ્ન હ્રદયે પૂના જવા રવાના થઈ ગયો.

પ્રભાત ગયાને ૩૧ વરસોના વ્હાણા વીતી ગયા. સંધ્યાએ પ્રભાત તો શું.. ? બીજા કોઈની પણ સાથે લગ્ન કર્યા જ નહીં. એક સામાન્ય કંપનીમાં એકાઉન્ટન્ટની નોકરી કરી તેમાંથી પણ હવે નિવૃત થઈ ગયેલી સંધ્યા જીવનનાં સંધ્યાકાળે સાવ એકલું-અટુલું જીવન પસાર કરતી હતી. માતાપિતાના અવસાનને પણ હવે ખાસ્સો સમય થઈ ગયો હોય તેને એકલા રહેવાની આદત પડી ગઈ હતી. પરંતુ મનમાં કોઈક ખૂણે હજીયે એવી આશા હતી કે એક દિવસ પ્રભાત ફરી તેની પાસે આવશે. એ જ આશાએ તે ગાર્ડનના એ જ બાંકડા પર રોજ બેસવા જતી કે ક્યારેક પ્રભાત પણ એ બાંકડા પર તેને શોધતો શોધતો જરૂર આવશે.

એક દિવસ નિત્યક્રમ મુજબ સંધ્યા ગાર્ડનમાં બાંકડા પાસે આવી, જોયું તો તે બાંકડા પર એક આધેડ ઉંમરનો કોઈ વ્યક્તિ બેઠો હતો. સંધ્યાને જરાં નવાઈ લાગી કારણકે એ સમયે એ બાંકડા પર ભાગ્યે જ કોઈ બેસેલું જોવા મળતું. સંધ્યા તે બાંકડાની બાજુમાં એક બીજો નવો બાંકડો બેસાડેલો ત્યાં જઈને બેઠી. નજીકથી પેલી વ્યક્તિને જોતાં સંધ્યાની આંખોમાં ચમક આવી. તે તરત ઉભી થઈને એ વ્યક્તિ પાસે જઈને બોલી,

“તમારું નામ પ્રભાત છે... ?”

અચાનક કોઈ અજાણી વ્યક્તિએ તેને નામથી બોલાવ્યો એટલે પ્રભાત પણ જરાં અચંબિત થઈ ગયો. તેણે પણ આંખો ઝીણી કરીને સામી વ્યક્તિને ઓળખવાની કોશિષ કરી.

“હા... ! પણ તમે... ?”

આટલું પૂછતાં પ્રભાત અટક્યો અને એકદમ નજીકથી જોતાં તેણે પણ સંધ્યાને ઓળખી લીધી.

“ઓહ... ! તું ક્યાંક સંધ્યા તો નથી ને... ?”

“હા... હું સંધ્યા જ છું પ્રભાત... આટલાં વરસે તને જોઈને ખુબ આનંદ થયો... ” સંધ્યાની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી. તેણે ચશ્માં કાઢીને આંખો સાફ કરી. પ્રભાતની આંખોમાં પણ ઝાકળ બાઝી ગઈ.

“તને અહીં જોઈને હું પણ ખુબ રાજી થયો સંધ્યા. બહુ વરસો પછી મળ્યાં આપણે... ”

“હા પુરા ૩૧ વરસ થયા... પણ તું અહીં ક્યાંથી... ? તું ક્યાં રહે છે... ? હજી પૂનામાં જ છે... ?” સંધ્યાએ બાંકડા પર બેસતાં પૂછ્યું. સંધ્યાની આંખોમાં કંઈક અલગ જ પ્રેમની લાગણી અને પોતાનાં વિશે જાણવાની ઉત્કંઠા જોઈને પ્રભાતે માંડીને વાત કરી.

“આપણે છુટા પડ્યા પછી અમે આખો પરિવાર પૂના જઈને સ્થાયી થઈ ગયો હતો. ત્યાંની જોબ ખૂબ સારી હતી. ત્રણેક વરસ પછી મમ્મીની તબિયત બહુ કથળતાં એમના આગ્રહને વશ થઈને મેં નિશા સાથે લગ્ન કર્યા. નિશાએ મને ઉજ્જ્વલ અને રોશની નામના બે ફૂલ આપ્યાં. રોશની લગ્ન કરીને કેનેડા સ્થાયી થઈ છે. ઉજ્જવલનાં લગ્ન નાસિકમાં જ કર્યા છે. તે જે કંપનીમાં જોબ કરે છે તે કંપનીએ પોતાની અમેરીકા સ્થિત હેડ ઓફિસમાં ઉજ્જ્વલને જોબ ઓફર કરી તેથી તે પણ છ એક મહિનાથી અમેરીકા જઈને સ્થાયી થઈ ગયો છે. બધાં જ પોતાના જીવનમાં મશગુલ છે, ખૂબ ખૂશ પણ છે. પંરતુ આ બધી ખૂશી જોઈ શકે તે પહેલાં જ નિશાનું એક જીવલેણ હૃદયરોગના હુમલામાં અવસાન થયું. હું હવે અહીં એકલો જ અને નિવૃત્ત હોવાથી ઉજ્જવલ જીદ કરે છે કે હું પણ ત્યાં અમેરીકા જઇને તેની સાથે જ રહું, એટલે પંદરેક દિવસમાં કાયમ માટે અમેરીકા જતો રહેવાનો છું. અહીં થોડાં લીગલ ડોક્યુમેન્ટ્સ માટે આવેલો તો થયું કે લાવ કોલેજના સમયની યાદો તાજી કરી લઉં. કોલેજ આખી ફર્યો પછી આ ગાર્ડન અને બાંકડો જોવા આવ્યા વિના ન રહેવાયું. સારું થયું અહીં આવ્યો તો અહીં મને તું મળી ગઈ. કેટલી આશ્ચર્યની વાત કહેવાય... !!!”

“ઓહ... !! ખૂબ સરસ... તારા સંતાનો વિશે જાણીને ખૂશી થઈ. પરંતુ નિશા અવસાન પામી એ જાણીને દુઃખ પણ થયું. ”

“હમ્મ્મ્મ..... !! ઇટ્સ ઓકે.... પણ તું અહીં ક્યાંથી.. ? મેં તો મારાં વિશે બધું જ જણાવી દીધું હવે તારા વિશે તો તું કંઈક જણાવ. તું ક્યાં રહે છે... ?”

“ચોક્કસ જણાવું પણ અહીં નહીં, તું મારાં ઘરે જ ચાલ ત્યાં ચા પીતાં પીતાં નિરાંતે વાતો કરીશું. ”

પ્રભાતે માત્ર હકાર ભણી સંધ્યા સાથે તેનાં ઘર તરફ ચાલવા માંડ્યું. પ્રભાત માટે આ ઘર જાણીતું જ હતું. આ એ જ જુનું ઘર હતું જેના પડોશમાં પ્રભાત રહેતો હતો. સંધ્યાએ ઘરે પહોંચીને બન્ને માટે ચા બનાવી, પછી પોતાની જીવન કથની કહેવાનું શરુ કર્યું.

“જેમ તે જોયું પ્રભાત, હું આ જુના ઘરમાં જ રહું છું. આપણે છુટા પડ્યા પછી મને એક સામાન્ય પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં એકાઉન્ટ આસીસ્ટન્ટની નોકરી મળી. ગયા વરસે જ હું રીટાયર થઈ. બસ આ જ છે મારું જીવન... ”

“ઓહ.... !! તે લગ્ન નથી કર્યા.. ? અંકલ આંટી.. ?”

“ના મેં લગ્ન નથી કર્યા પ્રભાત. છ વરસ પહેલાં પપ્પા હાર્ટ સ્ટ્રોકનો શિકાર બનીને અવસાન પામ્યાં. મમ્મીને પણ કિડનીની બીમારી થઈ હોવાથી તે પણ ત્રણ વરસ પહેલાં મૃત્યુ પામી. ”

પ્રભાત સુનમુન બની સાંભળતો રહ્યો. તેને પ્રશ્ન થયો કે સંધ્યાએ મને લગ્ન માટે ના પાડી પણ બીજા કોઈ સાથે પણ કેમ લગ્ન નહીં કર્યા હોય... ? પણ તે કંઈ પૂછે તે પહેલાં જ સંધ્યાએ તેનું મન કળી લેતાં કહ્યું,

“પ્રભાત હું ખરાં દિલથી તારી માફી માગું છું કે મેં તારા લગ્નનાં પ્રસ્તાવનો અસ્વીકાર કરેલો. આ અસ્વીકારની સજા તારા કરતાં મેં વધુ ભોગવી છે. તેં અહીંથી ગયા પછી ક્યારેય જાણવાની કોશિષ નહીં કરી પરંતુ મેં ત્યારે લગ્નની ના એટલા માટે પડેલી કે હું માંડ તેર વર્ષની હતી ત્યારથી જ એક ગાંઠ થઈ હોવાને કારણે મારું ગર્ભાશય કાઢી નાખવામાં આવેલું. હું નહોતી ઈચ્છતી કે હું તને સંતાન સુખ ન આપી શકું અને તું આજીવન નિસંતાન રહીને હિજરાયા કરે. પ્રેમ તો હું પણ તને અનહદ કરતી હતી, આજે પણ કરું જ છું, પણ લગ્ન કરીને સદાય તને દુઃખી જોવા માગતી ન હતી. તું ચાલ્યો ગયો પછી હ્રદયના તળે તારા પ્રેમને ભંડારીને તારી વાટમાં જ જીવન વિતાવ્યા કર્યું. તને ખબર છે.. ? કેટલાંય વરસોથી હું રોજ એ બાંકડે જઈને બેસતી. જ્યાં તે મને પ્રપોઝ કર્યું હતું. મને એટલો વિશ્વાસ હતો કે ક્યારેક તો તું મને યાદ કરીશ. મને શોધતો શોધતો આ બાંકડા પાસે જરૂર આવીશ. જો આજે મારો વિશ્વાસ સાચો ઠર્યો, આટલાં વરસો પછી આપણે મળ્યાં એ પણ એ જ બાંકડા પાસે. ”

છેલ્લાં વાક્યે સંધ્યાથી મોટું ડૂસકું ભરાય ગયું સાથે તેની આંખો બેફામ છલકાઈ ઉઠી. પ્રભાતની આંખમાં પણ પાણી આવ્યા વિના ન રહ્યું. તેણે ઉભા થઈને સંધ્યાના માથા પર હાથ ફેરવીને શાંત પાડવાની કોશિષ કરી.

“સંધ્યા, મને ખબર જ નહીં હતી કે તું પણ મને આટલો પ્રેમ કરતી હશે. મારાં માટે આટલો મોટો ભોગ આપ્યો હશે. આજે હું પણ કોલેજની યાદો તાજી કરવા નહીં પણ તારી જ તલાશમાં એ ગાર્ડનમાં આવેલો. કોઈ લીગલ ડોક્યુમેન્ટ્સ માટે નહીં પરંતુ તારો પત્તો લગાવવા માટે જ હું અહીં આવેલો. ભગવાન પણ ગજબ ખેલ કરતો રહે છે. તેણે આટલાં વરસ આપણને તડપાવ્યા પછી હવે છેક મળાવ્યા. ”

“તેમાં પણ તેનો કોઈક સારો સંકેત હશે પ્રભાત.... ”“હા સંધ્યા.. ! એ જ ભગવાને મને કઇંક સુઝાડ્યું છે... ”“શું... ?!!”

“સંધ્યા, શું આપણે આ પંદર દિવસ સાથે વિતાવી શકીએ.. ? હું અમેરીકા જતો રહું તે પહેલાં આ દિવસો આપણે આપણી બધી જ યાદો તાજી કરીએ. જે જીવન સાથે જીવી ન શક્યા તેનાં થોડાં તો થોડાં દિવસો સાથે વિતાવીએ. પહેલાંની જેમ જ ખુબ મસ્તી કરીએ. બોલ તું શું કહે છે.. ?”

સંધ્યાએ શબ્દોમાં કંઈ જ ન કહ્યું પરંતુ તેની આંખોમાં આવેલી ચમકે મૂક સંમતિ આપી દીધી. પ્રભાત સંધ્યાના ઘરે જ રોકાઈ ગયો. એ પંદર દિવસ તેમણે બંનેએ ભરપૂર જીંદગી માણી. બંને સવારે ઘરેથી નીકળી જતાં, રોજ નવી નવી જગ્યાએ જતાં જ્યાં તેઓ ક્યારેય ગયા નહોતા. એ જગ્યાઓ પર પણ જતાં જ્યાં તેઓએ તેમનાં અનમોલ સ્વર્ણ દિવસો વિતાવેલા. અવનવા રેસ્ટોરેન્ટસ, નીતનવા ઠેલા વાળા, મોટામોટા શોપિંગ મોલ્સ, નવામાં નવા અને જૂનામાં જૂનાં મંદિરો, બાગ બગીચા, આ બધું જ એ પંદર દિવસોમાં બંને ફર્યા. ક્યારેક બાઈક પર તો ક્યારેક કારમાં. બંનેએ ખૂબ મસ્તી કરી, મન ભરીને જીંદગી નામની વાનીની ઝીયાફ્ત ઉડાવી. જાણે કે બંનેની જુવાની આ દિવસોમાં પાછી ફરી હતી. આ દિવસોમાં બંને એકબીજામાં એટલાં પરોવાઈ ગયા જાણે વરસોથી સાથે જ રહેતાં હોય. જયારે પ્રભાતને નીકળવાનું હતું તેની આગલી રાતે સંધ્યાએ પ્રભાતને ભાવતું જ બધું બનાવેલું. પ્રભાત પણ કેક લાવેલો બંનેએ કેક કાપીને શાનદાર ઉજવણી કરી.

અંતે અઘરો દિવસ આવ્યો જયારે બન્નેએ ફરી સદાય માટે અલગ થવાનું હતું. સવારમાં બંને નિત્યક્રમ પતાવીને નજીકમાં જ આવેલી હવેલી પર દર્શન કરવાં ગયા. ઘરે આવીને ભારે હૃદયે પ્રભાત પોતાનું પેકિંગ કરવા લાગ્યો. સંધ્યા તેમાં તેને મદદ કરતી હતી. કપડાં ગડી કરીને આપતી હતી તે પ્રભાત બેગમાં ગોઠવતો હતો. ક્યારથી બંને એકબીજા સાથે નજર મેળવવાનું ટાળતાં હતાં કે ક્યાંક આંખોની ભીનાશ છતી ન થઈ જાય. પ્રભાત વિદાય થાય તે પહેલાં બંને એક બીજાને ભેટ્યા, પરંતુ સવારથી કોઈ કંઈ બોલતું ન હતું, બધું યંત્રવત જ થઈ રહ્યું હતું. વાતાવરણ ગોરંભાઈ ગયેલું લાગતું હતું. જેવો પ્રભાત બેગ લઈને દરવાજા તરફ વળ્યો સંધ્યાએ તેનો હાથ પકડી લીધો અને એક હીબકાં સાથે મૌન તોડતાં કહ્યું,

“પ્રભાત, તે દિવસે તને એક સંકેત ભગવાને આપેલો એવો જ આજે મને પણ એક વિચાર આવ્યો છે. તું પહેલાં જયારે મને છોડીને ગયેલો ત્યારે હું તને રોકી શકી નહોતી પરંતુ આજે હું તને રોકવા માગું છું..... શું હવે એવું ન બની શકે કે આપણે હવે કાયમ સાથે જ રહીએ... ? શું એવું ન બની શકે કે જે પંદર દિવસ આપણે આપણી જીંદગીનાં સૌથી યાદગાર વિતાવ્યા એવી જ રીતે બાકીનું જીવન આપણે સાથે વિતાવીએ... ? જે પ્રેમ માટે આપણે આખી જીંદગી તરસતાં રહ્યાં એ પ્રેમ આપણે હવે એક બીજાને આપીએ... ? મેં ક્યાંક વાંચેલું કે દરેકના પ્રેમનો એક સમય હોય છે, એક મોસમ હોય છે. શું આપણા પ્રેમની મોસમ હવે ન આવી શકે.... ?”

પ્રભાતનાં હાથમાંથી બેગ છુટી ગઈ, સાથે ક્યારથી રોકી રાખેલાં આંસુ પણ છૂટીને વહી નીકળ્યાં. તે કંઈ જ બોલી ન શક્યો બસ સંધ્યાને પોતાના આલિંગનમાં સમાવી લીધી. બંને એવી રીતે ભેટી પડ્યા જાણે ક્યારેય છુટા જ ન પડવાનાં હોય. જાણે કે પ્રેમની મોસમ આવી ગઈ. ઉજ્જળ હૈયાઓમાં પ્રેમની ફસલ લહેરાવા લાગી. ત્યારે મધ્યાહ્ન સમયે પ્રભાત અને સંધ્યા કાયમ માટે એક થઈ ગયા....

***

2 - છેલ્લું પાનું

અરાતીબા ગોહેલ

હોસ્પીટલનું કાચનું બારણું ખુલ્યું. માઉથ-ઓરગન વગાડતો એક યુવક તેના પગથિયા ચડ્યો. 'પેશન્ટ્સ-લોન્જ' માં જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયો. પગ આગળ-પાછળ ડોલાવતો, ડોકી ઉપર નીચે કરતો, આંખ પણ સ્થિર રાખી શકતો નહોતો. અસ્થિરતા પગથી માથા સુધી છલકાતી હતી.

કાઉન્ટર પર બેઠેલી નર્સનું ધ્યાન ખેંચાયું. તેની હરકતો જોઈ રહી. દેખાવ જોતાં તે માનસિક-રોગી લાગ્યો. તેની બાજુમાં ઉભેલી નર્સે તેને હળવો ધબ્બો મારતાં કહ્યું – ''એ... તો પેલો ગાંડો અમર છે. તારી શેરીમાં જ તો રહેવા આવ્યો છે. તને કઈ ખબર નથી રીટા ?''

ગઈ કાલે આ સમયે રીટાએ અમરને ડોક્ટર સાથે ઇશારાથી વાત કરતા જોયો હતો. તેને યાદ આવ્યું. નાકનું ટીચકું ચડાવી વિચારતી રહી. શારીરિક રોગીઓ કરતાં માનસિક રોગીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે.

થોડીવાર પછી અમર ડોક્ટરની ચેમ્બરમાંથી બહાર નીકળ્યો. માઉથ ઓરગન તેના હાથમાં જ હતું. હોઠ પર લગાડી તેમાંથી આડા અવળા સુર કાઢતો હોસ્પીટલના પગથિયા ઉતરી ગયો.

રીટાની ડ્યુટી પૂરી થતી હતી. હેન્ડબેગ ખભે ભરવી ૭:૩૦ ની ટ્રેઈન માટે ઝડપથી ચાલવા લાગી. ટ્રેઈનમાં બંને એક ડબ્બામાં સાથે થઇ ગયા હતાં. આખા રસ્તે તે અમરની વિચીત્રી હરકતો અણગમાંથી જોઈ રહી. અમર તેનું સ્ટોપ આવતાં ઉતરી ગયો. રીટાને ત્યાં જ ઉતરવાનું હતું. પણ થોડો લાંબો રસ્તો લીધો. ઘરે પહોચતા જ ઉશ્કેરાટ ભરી તેની મમ્મીને પૂછવા લાગી, ''મમ્મી, પેલો અર્ધપાગલ આપણો પડોશી છે ?''

તેની મમ્મી રસોડામાંથી બહાર આવી. હસીને તેની હેન્ડબેગ લઈ લીધી. તેને સમજાવતાં બોલી, ''રીટા, આવી ગઈ બેટા... ! કોઈ માટે આવા શબ્દો બોલાય... ? તે આપણા પડોશમાં રહેવા આવેલા દેસાઈ દંપતીનો મૂંગો દીકરો છે. તેને હર્દયની અને મગજની કોઈ બીમારી પણ છે. આ બીમારીમાંથી બહાર આવવા તે માઉથ-ઓરગન શીખે છે. અને, હા... તારી હોસ્પિટલમાં જ માનસિક રોગ નિષ્ણાત ડો. કમલેશ પાસે ટ્રીટમેન્ટ પણ કરાવે છે. ''

વાત સાંભળી રીટા બોલી, ''ઓહ... મમ્મી આવો પાગલ આપણી પડોશમાં ક્યાં રહેવા આવ્યો... ?''

''રીટા, એ છોકરો શરમાળ અને સાવ બાળક જેવો છે એક પડોશી તરીકે તારા એની સાથે વાત કરવી જોઈએ. તું એક નર્સ પણ છે એ દ્રષ્ટિથી પણ તારે જોવું જોઈએ. ચાલ... હવે જમવાનું તૈયાર છે. ''

''પણ. … મમ્મી, હોસ્પીટલમાં આવે છે, ત્યાં બધા તેની ઉપર હસતા હોય છે. મૂરખનો સરદાર છે સાવ... !'' રીટા ઉકળી પડી.

બીજા દિવસે અમર હોસ્પિટલ આવ્યો ત્યારે રીટાનું ધ્યાન તેના તરફ ગયું. કચવાતા મને, 'કેમ છો... ?' – એટલું જ બોલી આજે પણ લોન્જમાં બેઠેલા બધા દરદી અમર સામે ટીખળ ભરી નજરે જોતાં હતા. એક-બે છોકરા તેનું માઉથ-ઓરગન લઈ ભાગ્યા. અમર મુંજાયો પછી ગુસ્સો કરી માઉથ-ઓરગન પાછુ ખેંચી લીધું. ઘૂંઘવાયેલો અમર ડોક્ટરને મળી ઝડપથી બહાર નીકળી ગયો.

રીટા ૭:૩૦ ની ટ્રેઈન માટે ઉતાવળી-ઉતાવળી ચાલી. હોસ્પીટલમાં હતા, તેમાંના કેટલાક પેશન્ટ ટ્રેઈનમાં પણ સાથે હતાં. તે બધા અમરની મજાક કરવા લાગ્યા. એટલામાં સ્ટેશન આવતાં અમર ઉતરવા ગયો કે તેના હાથમાંથી માઉથ-ઓરગન નીચે પડી ગયું, પણ તે લીધા વગર તે ઘર તરફ દોડવા લાગ્યો. રીટા પણ અણગમા સાથે ઉતરી. તેણે નીચે પડેલું માઉથ-ઓરગન જોયું ન જોયું કર્યું. પોતાના રસ્તે આગળ વધી. થોડે દુર જતા વિચાર આવ્યો-રસ્તામાં પડી રહેશે તો ચોક્કસ કોઈનો પગ પડશે, તૂટી જશે. તે વિચારે પાછી આવી તેના હાથમાં ઘણો સમાન હતો. છતાં માઉથ-ઓરગન ઉપાડી લીધું. જોયું તો એક ખૂણેથી તૂટી ગયું હતું. અમરના મમ્મીને માઉથ-ઓરગન આપી તે પોતાના ઘરે પહોંચી.

ત્યાર પછી, અમર કદી ટ્રેઈનમાં દેખાયો નહી. હવે તેના મમ્મી-પપ્પા કાર લઈ તેને હોસ્પિટલ લઈ આવતાં. વળી, તે ઘરનાં બગીચામાં ફૂલછોડની માવજત કરતો કદીક કદીક દેખાતો. ક્યારેક જ માઉથ-ઓરગન વગાડતો. તેના સૂર સારી રીતે પકડી શકતા. રીટા તે સાંભળતી.

અમર બગીચામાં કામ કરતો હોય, કે કઈ લખતો હોય. ત્યાં પણ શેરીના છોકરા તેનો પીછો ન છોડતાં. જોર જોરથી પીપુડા વગાડી ઘોંઘાટ કરતા. તેની સામે પથ્થર પણ ફેંકતા. એક દિવસ અમર ચિડાયો. છોકરા તરફ કાચની બોટલ ફેંકી. આખી શેરીમાં કાચના ટુકડા વિખેરાઈ પડ્યા. રીટા તેની બારીમાંથી આ બધું જોઈ રહી.

પછીના દિવસે હોસ્પીટલમાં રીસેસ પડી. બધા ભેગા થયા. એમાં અમર જેવાં માનસિક-રોગીની વાત નીકળી. રીટા બોલી પડી, ''સમજુ અને ડાહ્યા લોકો પણ અમર જેવાં પેશન્ટને હેરાન કરે તો તેને ગુસ્સો તો આવે જ ને.. !'' આ સાંભળી બધી નર્સ રીટાની મશ્કરી કરવા લાગી. રીટાને આદર્શ નર્સ અને અમરને 'ખાસ' દર્દી કહી ચીડવવા લાગી. મહામહેનતે રીતાએ આ બધું સહન કર્યે રાખ્યું પણ.... ઘરે પહોંચતા જ મમ્મીના ખોળામાં માથું નાખી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તેની મમ્મીએ ઘણું પૂછ્યું. છાની રાખી. પરંતુ રીટા કઈ બોલી શકી ન હતી. તેને સમજાયું, કે અમરને તો આ રીતે કેટલીયે વાર રડવું પડ્યું હશે... !

તે દિવસે રીટા માટે હોસ્પિટલનો છેલ્લો દિવસ હતો. તેને બીજી નોકરી મળી હતી. તે રોજ કરતા વહેલી ઘરે આવી. અમરે રીટાને આવતી જોઈ, એટલે ગુલાબનું ફૂલ તોડી તેની રાહ જોતો દરવાજા પર ઊભો રહ્યો. રીટાએ હંમેશની માફક, 'કેમ છો... ?' પૂછ્યું. અમરે પાસે આવી ગુલાબ આપવા હાથ લંબાવ્યો. રીટા ગુલાબ લેવા ગઈ. પણ અમરે તેને અટકાવી. બીજા હાથે તે ગુલાબના કાંટા તોડવા લાગ્યો. એક કાંટો અમરને વાગ્યો. લોહી નીકળી પડ્યું છતાં તેણે બધા કાંટા દુર કરીને જ ગુલાબનું ફૂલ રીટાને આપ્યું. ખુશ થતાં થતાં તે સહેજ ઝૂક્યો.

રીટા ગુલાબ અને અમરની આંગળીમાંથી નીકળતા લોહી તરફ જોઈ રહી. તેણે હેન્ડબેગમાંથી રૂમાલ કાઢી તેની આંગળી ફરતે વીટાળી દીધો. અમરનું નિર્દોષ હાસ્ય રીટાને સ્પર્શી ગયું. તેણે અમરનો હાથ પકડી તેનું અભિવાદન કર્યું. ઘરનાં બારણે પહોંચી રીટાએ પાછા ફરી જોયું તો અમર આંગળી પર વીંટાયેલા રૂમાલ પર હાથ રાખી સ્થિર ઊભો હતો.

થોડાં દિવસો પછી અમર હાર્ટફેઈલ થવાથી મૃત્યું પામ્યો... અંતિમ-સંસ્કાર કરી તેના મમ્મી-પપ્પા થોડાં સમય માટે બહારગામ ગયા. ત્યાંથી અમરની મમ્મીનો રીટા પર પત્ર આવ્યો.

વ્હાલી રીટા,

અમરની રોજનીશીનું છેલ્લું પાનું આ સાથે મોકલું છું. તને રૂબરૂ આપવાનું તેને ખૂબ ગમ્યું હોત.

અમર રોજ રાત્રે એક લિટી તો લખતો જ. હંમેશા સારું લખાય તેવું ન બનતું.

અમરને ગમતી એકમાત્ર વ્યક્તિ બનવા માટે તારો આભાર.

સ્નેહ સહ,

અમરની મમ્મી.

અમરની રોજનીશીનું છેલ્લું વાક્ય.

''રીટા, રુધિર રોકતો રૂમાલ છે..... ''

***

3 - પ્રણયાતીત

અશ્ક રેશમિયા

ગગનમાં વાદળનો ભયંકર ગગડાટ થયો ને કીર્તીદેવના ઉરમાં વીજળી પડી. વીજળીના એ દિલફાડ કડાકાઓએ કીર્તીદેવના અસ્તિત્વને હલબલાવી નાખ્યું. ને એ જ ઘડીએ અતીત દાનવ બનીને એણે ચોટ્યો. કીર્તિદેવનો અતીત એટલે બાદશાહી જહોજલાલીમાથી નરકની યાતનામાં સમાયેલ સમય. ચોમાસું બરાબર જામ્યું હતું. બાર બાર દિવસ સુધી વરસાદની ઝડીઓ અવની પર તૂટી પડી હતી. આકાશમાં કાળા ડીબાંગ વાદળા સિવાય સુરજનું કે તારોડિયાનું ક્યાય નામોનિશાન નહોતું રહ્યું. વરસાદે ધરતી પરના જીવોની સાથે જાણે અનિશ્ચિત રમત માંડી હોય એમ ઘડીક થંભી જાય નેપછી અચાનક ધોધમાર વરસી પડે. કદાચ મેઘો પોતાની પ્રીયતમ -સી ધરતીને પોતાની શીતલ લાગણીથી તરબતર કરી નાખવા માંગતો હોય એમ જાણે રડી રહ્યો હતો. સવારના અગિયાર વાગવા છતાય ગઈ રાતના આઠ વાગ્યાથી શરુ થયેલો મેઘો ઘડીભર માટે પણ ખમી જવાનું નામ નહોતો લેતો. સ્વર્ગમાંથી જાણે ઇન્દ્રએ તેને ચાર માસ માટે તડીપાર કર્યો હોય એમ એણે અવની પર ધામા નાખી રાખ્યા હતા. આવા ભીષણ વરસાદમાં વાદળના ગગડાટ સાથે જ બેય હાથે બારીના સળિયાને ઝાલીને એ ઉભો હતો. એની શૂન્યમનસ્ક બનેલી આંખો બહાર વરસતા મુશળદાર વરસાદને તાકી રહી હતી. જાણે વરસાદ સાથે એનો જનમો – જનમનો નાતો હોય એમ એ વરસાદને પોતાની અંદર ઝીલી રહ્યો હતો. કોઈની તીવ્ર યાદ એને રગેરગમા ભીંજવી રહી હતી. અચાનક કોઈ અદ્રશ્ય દ્રશ્ય એની નજરોમાં ધોળાયું ને એની આંખને ટશરો ફૂટી ને એ ઢળી પડ્યો. એનો અવાજ સાંભળીને રસોડામાંથી રોટલી બનાવતી બનાવતી એની પત્ની સફાળે દોડતી આવી પહોચી. બારીની નીચે દીવાલને અઢેલીને ઢગલો થઇ પડેલા કીર્તિદેવને જોઈને અનાર ડઘાઈ જ ગઈ. તેના શરીરે કંપારી છૂટી આવી. ઘડીક્માંતો તેને ૧૦૮ નંબર ડાયલ કરવાનું વિચાર્યું. પણ પછી ઘડીક જ એ વિચાર માંડી વાળ્યો. આખરે ગજબની હિંમતથી તેણે કીર્તિદેવને સંભાળી લીધો. હજુ ગઈ દિવાળી ટાણે જ કીર્તિદેવ અને અનારના લગ્ન થયા હતા.

લગ્નની વાત સાંભળીને જે હૈયું વસંત બનીને મ્હોરવા લાગે, સોનાના હિંડોળે હીંચવા લાગે, જે મન મોર બની થનગનાટ કરવા લાગે, જે જીવ આનંદની જ્હોજ્લાલીમાં આવી જાય એવે વખતે કીર્તીદેવનું વીલું મો જોઈને એના માવતરે પૂછ્યું; ‘બેટા, તારા વદનના વિષાદનું કારણ?’ માવતરને જવાબ દેતા જીભ ભારે બની. પણ પિતાજીના હઠાગ્રહને વશ બની એણે હોઠ ખોલ્યા; ‘પિતાજી, હું કોઈ યુવતીને લગ્નનું વચન આપી બેઠો છું.

‘કઈ હેસિયતથી ?’‘અમે એકમેકને પ્રેમ કરીએ છીએ. પ્રેમ એટલે શું ?એ ખબર છે તને?’

‘પ્રેમ એટલે પેમ એટલે પ્રેમ જ.. પ્રેમ એટલે ગમતીલા જણની સાનિધ્યમાં જીવવા મરવાની તીવ્ર તાલાવેલી. ’ ‘બેટા, પ્રેમ એ નથી, પ્રેમ એ છે જે લગ્ન બાદ પ્રગટે. લગ્ન પહેલા પ્રગટે એ તો નરી વાસના છે વાસના.. ’ઋજુ સ્વભાવે એની માતાએ કહ્યું. વળી વાત આગળ વધારી; ‘દીકરા, ખરો પ્રેમ એ છે જે અમે તને જન્મ આપીને ઉછર્યો, પાળ્યો, પોષ્યો.. ’ માવતરની વાત સાંભળીને કીર્તીદેવના ગાત્રો ઢીલા પડ્યાં. એ ભોય પર બેસી ગયો. ખભા પર હાથ બેઠો ને કાનમાં અવાજ ઉતર્યો; ‘બેટા, તને તારી પસંદ પર ભરોસો છે તો બેધડક તું તારું વચન નિભાવી શકે છે. તારી તરફના અમારા નિશ્વાર્થ –પવિત્ર પ્રેમને ખાતર તને આ છૂટ આપું છું. પણ એકવાર અમારે એને જોવી છે. ’ પિતાજીની વાત સાંભળતા જ એણે દોટ મૂકી, પોતાની પ્રેયસી-પત્ની તરફ. આનંદઘેલો બની ગયો હતો એ. જે માવતર સામે પોતાના પ્રણયની –ચાહેલી સુંદરી સાથે પરણવાની વાત કરતા જીભ ઉપડતી નહોતી, એ જ માવતરે સહેજમાં એની વાત માની લીધી હતી એ વાતે એણે માવતર તરફ પ્રેમની -લાગણીના ઉભરાઓ આવવા લાગ્યા. ‘પ્રેમ એટલે શું “’એ અને સમજાયું. એક કલાકમાં એ પોતાની પ્રેયસીને લઈને માવતર સામે ઉભો રહ્યો. ખુશી એના ઉરમાં સમાતી નહોતી. આનંદના અપાર લખલખા મનને રોમાંચિત કરી રહ્યા હતા. ‘પિતાજી, તમારી ભાવિ પુત્રવધુ.. રેશમા.. !’

... રેશમા.. !’ જેને જોતા જ, મળતા જ હૈયાને ટાઢક વળી હતી. આંખોમાં ગજબ ચમક ઉભરી હતી.. એજ ઉરમાં ને આંખોમાં નામ સાંભળતા જ દાવાનળ સર્જાયો!

‘દીકરા.. !’આંખો વરસવા લાગી. અવાજ તરડાયો.

‘તે ચાહી-ચાહી ને એક મુસ્લિમ યુવતીને ચાહી?’ ‘ચાહતની લાગણીઓને નાત-જાતના, ઊંચ-નીચના સીમાડા નથી નડતા.

'તો તારી પાસે બે રસ્તા છે:એક, અમારા ધડાપણને પ્રેમ આપવો. બીજું;તારા પ્રેમને પામવો. ગમે તે પસંદ કર. સુખી થા. એણે પ્રથમ માર્ગ પસંદ કર્યો. ને માવતરની પસંદ ‘અનાર’ને પરણી ગયો.

આ વરસાદ પડ્યો ત્યાં લગી આઠ-આઠ માસ થવા છતાય કીર્તીદેવે અનારને ક્યારેય એવું નહોતું લાગવા દીધું કે અનાર સિવાયની એની એક દુનિયા છે. એણે અનારને બધી રીતે બેશુમાર પ્રેમ આપ્યો હતો. પોતાની પત્ની માટે થઈને એણે પેલી દુનિયાનેય વિસારે પાડી દીધી હતી. અનારને એણે મોધમ પ્રેમ આપ્યો હતો. બન્ને જણ દુધમાં સાકાર ભળી જાય એમ એકમેકમાં ઓગળી ગયા હતા.

'લગ્ન બાદ પ્રગટે એ સાચો પ્રેમ-લાગણી. ’માવતરનું આ વાક્ય એના મનને ટકોરતું રહેતું.

અનાર અને કીર્તિદેવ બેય એકમેકમાં ઓળધોળ બનીને વર્તમાનમાં એ રીતે જીવતા હતા જાણે એમનો ભૂતકાળ કે ભવિષ્ય કાળ છે જ નહી. બન્નેનું એક જ સુત્ર હતું:વર્તમાનમાં જીવે એ જ સુખી થાય છે, બાકી ભવિષ્ય કે અતીત નર્યા દુખો કે હતાશ સિવાય કશું જ નથી. આવા જીવન મંત્રને સાર્થક કરતા એ બેય મધુર જીન્દગી જીવી રહ્યા હતા. ધણીવાર તો સોસાયટીના લોકોને પણ એમની ઈર્ષ્યા આવતી.

સમય સમયનું કામ કરે છે. પ્રકૃતિએ પોતાની લીલા વિસ્તારવા માંડી. લગભગ કોરા ધાકોર લાગતા આકાશમાં વાદળોના એવા ગજ ખડકી ગયા જાને કુક્ષેત્રમાં કોરવ સેના ! આકાશમાં ઘટાટોપ વાદળાઓ જોઈને મોરલીયાઓ ટેહુકાર કરવા લાગ્યા. પ્રકૃતિ ગાંડીતુર બની. આકાશમાં મેહુલાનું સામ્રાજ્ય હતું. ને કીર્તીદેવના ઉરતંત્ર પર રેશમા નામની યુવતીનું. વરસાદનું આગમન થતા જ રેશમાની યાદોએ કીર્તીદેવને ઘમરોળવા માંડ્યો. એનું રોમરોમ રેશમાને પોકારવા લાગ્યું. જેમ મેહુલાઓ વારસાદએ બોલાવે એમ. કેમ ન પોકારે? હજુ ગઈ સાલે જ આવી જ વરસાદમાં રેશમા એને મળી હતી.

એ વરસતા વરસાદમાં બાઈક સાથે ખાબોચિયામાં લપસ્યો હતો. બચાવની બુમો પાડે કે સ્વપ્રયત્ને ઉભા થવાનો નિર્ણય થાય એ પહેલા એની પડખે સ્કૂટી આવી ઉભી. એને મદદ મળી. એ ઉભો થયો. પ્રથમ પરિચય. ને પછી પ્રેમ!કીર્તિદેવ-રેશમા! બાઈક અને સ્કૂટી પર એકસાથે નામ કોતરાણું:કિરિશ્મા!પછી તો આખી વર્ષાઋતુ એકમેકની ભીની ભીની માદક બાહોમાં ભીંજાઈને ગુજારી હતી. પછી ભલા રેશ્માં યાદ ના આવે તો નવાઈ જ નહી. જેમ જેમ વરસાદ જોર પકડતો જતો હતો એમ એમ કીર્તીદેવના દિલની ઉર્મીઓ જવાન થતી જતી હતી. વરસતા વરસાદમાં રેશમાનો વિરહ એણે હજરો જ્વાળામુખીની જેમ દઝાડવા માંડ્યો. કીર્તીદેવને હવે લાગી રહ્યું હતું કે પોતે માવતરની ઈચ્છા મુજબનાના લગ્ન કરીને રેશમાથી ઘોર દગો કર્યો છે. અને આ તીવ્ર સંતાપ એને કેમેય કરીને જીવવા નહોતો દેતો. માવતર તરફની લીલીછમ લાગણીને વસ થઇ એણે પોતાના પ્રેમને લીલે લાકડે દીધો હતો. એની તીવ્ર આગ કીર્તીદેવના રોમેરોમને સળગાવી રહી હતી. કીર્તીદેવની ક્ષણેક્ષણ કટાતી જતી હાલતથી અનારને પહેલા તો લાગ્યું કે પતિને કોઈ રોગે ભરડામાં લીધો છે. કિન્તુ ધીરે-ધીરે એનો એ વ્હેમ ઓસરવા લાગ્યો. ને બીજા વહેમે એની જગ્યા લીધી. આવતા દહાડે અનારને સમજાઈ ગયું કે એનો પતી કોક અભાગણીના વિરહમાં ઝૂરતો લાગે છે.

લગ્નની આગલી રાતે એ રેશમાને મળ્યો. આંનંદની ચરમસીમા સમું મલકાતી રેશમા કીર્તીદેવને ભેટી. પ્રત્યુત્તર રૂપે કીર્તીદેવે કહેવા માંડ્યું “; ‘રેશમા હું અહી તારા અખંડ અરમાનોની હોળી કરવા આવ્યો છું ને તું આમ મલકાય છે ? ‘

ચુંબકના સજાતીય ધ્રુવની જેમ એ અળગી ખસી. દિલમાં ધ્રાસ્કો પડ્યો. સપનાઓના સાગરમાં ભયંકર ત્સુનામી સર્જાઈ. સ્વર્ગ સમા પ્રણય સંબંધ પર ધિક્કાર છૂટ્યું. અભડાયેલા શરીર માંથી સ્વારથી સંબંધની બદબૂ વછૂટી. એ ધ્રુજી ઉઠી.

એને પામવી હતી. એના સપનાઓના સમંદરમાં તરીને સ્વર્ગે સીધાવવું હતું. પણ વ્યર્થ ! માવતર તરફનો પ્રેમ એને આગળ વધવા નહોતો દેતો. એણ વાત આગળ વધારી;'રેશમા ઉરના આંગણે તને આવકાર આપ્યો ત્યારે નહોતી ખબર કે લોહીની લાગણીના સંબંધો આટલા નાજુક હોય છે. સંબંધોના એવા વળાંક પર છું કે એકેય દિશા ભણી જવા સમર્થ નથી. ને એજ વળાંક પર ઉભો રહેવા કાબેલ પણ નથી!

એ બોલતો જતો હતો ને રેશમા હમણાજ લગાવીને આવેલી મહેંદી ઉતારી રહી હતી અને જાતેજ સેથામાં સિંદુર ભરી રહી હતી. એનયે કૈક કહેવું હતું. પ્રેમની વ્યખ્યા સમજાવવી હતી. કીર્તિદેવ જે લોહીના સંબધોની વાત કરતો હતો પોતે એજ લોહીના સંબધોને હમણાજ કાયમ માટે તોડી આવી હતી, તેના સાનિધ્યમાં રહેવા જ ! પણ આ શું ! જીવનના ભયંકર મોડ ઊપર પર તો એ પોતે હતી!પણ એ ચુપ રહી. ન આંખો વરસાવી ન હોઠ ફરકાવ્યા. માત્ર સંજોગોનો સ્વીકાર.

સખીએ કહેલી વાત હૈયામાં ગુંજી : ‘રેશમા કીર્તિદેવ હિંદુ છે, ઝાઝો ભરોશો રાખતી નહિ. એ શાદી થી ડરી જશે. એ કશું બોલી નહોતી. શંકાને કોઈ સ્થાન ન હોતું. અસ્તિત્વ ઓગાળીને ઓળઘોળ હતી એના પ્રેમમાં. તો કીર્તિ દેવના પ્રેમમાં પણ ક્યાં ઓછપ હતી. એય દિલ ફાડીને પ્રેમ કરતો હતો.

વળી થોડી વારે કીર્તિદેવે વાત આગળ વધારી;'રેશમા!હવે તું કહે એમ. મારી પાસે અત્યારે બે રસ્તા છે, એક... ,

એનાથી વચ્ચે બોલી પડાયું ;’મેરે મહેબુ ! માંબાપસે બીછડનેકા – ઉનકો તરછોડનેકા દર્દ ક્યાં હોતા હૈ યે મૈ પિછલે તીન ઘંટો સે મહેસુસ કર રહી હું ! ઇસ લીયે મૈ ચાહતી હું તુમ પહલા રાસ્તા અપનાઓ. એક પ્રગાઢઢ આલીંગન આપીને તે વહી ગઈ. શરીર શીથીલ બન્યું. જીવનમાં ઝેર ઘોળાયું. જીવ આપવા તૈયાર હતો એણે જ પ્રાણ ત્યજવાની મજબુરી આપી.

બાર-બાર દિવસથી ધોધમાર વરસાદે અનાર અને કીર્તીદેવના ભવ્યતમ જીવતરમાં વિરહી વિટંબણાઓનું ભયંકર પુર લાવી ધીધુ હતું. છતાંય અનારે અપાર ધીરજ ધરી. પતિના વળગણને ઠેકાણે લાવાવા તેણીએ કઈંક પેતરા રચ્યા. કિન્તુ કીર્તિદેવની સ્થિતિ દિવસે દિવસે વણસતી જતી હતી. એક સાંજે અનારે પોતાના પ્રિય પતિને પંપાળતા બોલવા માંડી, પ્રિયવર કીર્તિદેવ દિવસે દિવસે તમારી કથળતી હાલત અને દાવાનળની પેઠે સળગતા વિરહી મનને જોઈને મને લાગે છે કે તમારી જીન્દગી માંથી કઈક ઓછું થયું છે. આ સંભાળીને જાણે અજબ ધબકારો થયો હોય એમ કીર્તિદેવ અનારની આગોશમાંથી દૂર હટી ગયો. ઘડીક વાર શાંતિ જાળવીન અનારે ફરી કહેવા માંડ્યું:' કીર્તિદેવ, આઠ આઠ મહિનાથી મારા અસ્તિત્વનો આનંદ લુંટી ને કદાચ હવે તમને ધરપત થઇ હશે કિન્તુ હું તમારાથી સહેજે ધરાઈ નથી. સાયદ પ્રભુ કરેને તમારાથી પહેલા મને જો મોત આવી જાય તો બીજા જન્મેય હું તમારી પત્ની બનવાનું ચાહીશ. એટલી લાગણી, એટલો પ્રેમ અને સાગરની પેઠે ઘુઘવાટ કરતો સ્નેહ છે મને તમારા પ્રેત્યે. અને જેના કાજે હું જીવી રહી છુ મારો એજ ભરથાર જો આમ દુઃખમાં સબડતો હોય તો મારું જીવવું હરામ છે”

'બસ, અનાર બસ ! હવે જાજુ બોલીને મને દુખીયારને વધારે દુખી બનાવીશ નહિ. આ વરસાદ પહેલા તો હુંય આવુંજ વિચારતો હતો. કિન્તુ વરસાદ ના ઝાપટાઓએ મારા જીવનને, અરે આખા અસ્તિત્વને તારાથી વેગળું કરી મુક્યું છે. હું લાખ કોશિશ કરું છું પણ મને વળગી ગયેલું આ વળગણ મારા શર્રીર થી જરાય ખસતું નથી. અનાર કદાચ હવે હું આવતી ગમે તે કાલે મરી જઈશ.

આમ બોલતો કીર્તિદેવ જે અનારની ગોદને ઠુકરાવી બેઠો હતો એ પાછો અનારના ખોળામાં માથું નાખી બેઠો હતો. કીર્તિદેવ ની આન્શુઓથી ઘેરાયેલી દર્દભરી દાસ્તાન સંભાળીને અનારની આખોમાં પણ આંશુ ઉભરાઇ આવ્યા. એણે ધીરજ ધરી. પતિને સહ્રદય સાંત્વના આપી. પછી ધીરે રહીને પૂછ્યું, “ કીર્તિદેવ એવું તો શું થઇ ગયું છે કે તમને તમારા જ જીવવા પર ભરોશો નથી રહ્યો ? કે પછી મારામાં કોઈ ખોટ કે અવગુણ જોયો ?”

એવું નથી અનાર, પણ મને મારો ભૂતકાળ અત્યારે મારા આ સુખી વર્તમાનને જીવવા દે એમ મને નથી લાગતું.

‘કીર્તિદેવ ચોરીના મંગલ ફેરા ફરેતી વખતે મેં પ્રતિજ્ઞા લીધી હતી કે જિંદગીની ગમે તેવી કપરી હાલતમાં પણ હું મારા પતિદેવને આધીન રહીને જ જીવીશ અને કદાચ બને એવું કે પતિ ખાતર થઈને મોતને વહાલું કરવું પડે તોય હું હસતા હસતા ફનાહ થઇ જઈશ. કિન્તુ મારા પતિને ક્યારેય દરદથી કે સંસારની ઉપાધિઓથી કણસવા નહિ દઉં. આ છેલ્લા બાર દિવસથી તમારી તડપન જોઈને મારું શેર શેર લોહી ઉડે છે, પણ તમને કઈ પૂછવાની હિંમત નહોતી કરી શકતી, કારણ કે હું કઈ પુછું ને તમને કદાચ વધારે ચોટપહોચે એ વિચારે આજ લાગી મેં હૈયામાં દર્દના ભયંકર ડુમાઓને દાબીને હોઠ પર અમસ્તું સ્મિત ધરી રાખ્યું છે. અનાર કઈ બોલે એ પહેલા તો કીર્તીદેવે વાત આગળ વધારી ; ‘અનાર, મને લાગે છે કે તું તે લીધેલી પ્રતિજ્ઞા કદાચ નહિ પાળી શકે! કારણકે મારું દર્દ જ એવા પ્રકારનું છે કે તું તો શું પણ દુનિયાની કોઈ સ્ત્રી સહી ન શકે !’નહોતું કેવું છતાંયે કીર્તીદેવથી કહેવાઈ ગયું. કારણકે એને સમજાઈ રહ્યું હતું કે પોતે હવે કદાચ થોડાજ દિવસનો મહેમાન છે તો ભલા હૈયામાં ઘૂંટાતી વેદનાનું રાજ ખોલીને કેમ ના જવું?અને આ વિચારે એણે અનારને ઉપરનું વાક્ય કહ્યું. જે સાંભળીને ઘડીક વિચાર કરીને અનાર બોલી; ‘કીર્તિદેવ, મારી પ્રતિજ્ઞા એટલી પાંગળી નથી કે મારી જિંદગીથી મને ખુદને ને હરાવી જાય? તમે તમારા દર્દના પોટલાને અત્યારે મારી આગળ ખોલી નાખો. શક્ય હોય કે તમારા એ દર્દની દવા મારી પાસે હોય!’

રાત સમયના સથવારે વહી રહી હતી. બેય પતી-પત્ની અદ્રશ્ય દર્દની એ આગમાં શેકી રહ્યા હતા. કીર્તિદેવ છાતી ફાડીને પોતાની પીડાનું વૃતાંત કહી રહ્યો હતો. અને અનાર કાન દઈને સાંભળતી આશ્વાશન આપી રહી હતી. / ‘અનાર, !અનારની આંખોમાં આંખ ભેરવીને કહેવા માંડ્યું., ‘તારી આંખોમાં, જે શ્રદ્ધા છે, જે લાગણી છે, તારા ચહેરા પર આ જે પ્રસન્નતા દેખાય છે, સીનામાં સ્નેહભર્યું જે સાહસ છે અને તારા હોઠ પર તારી એ પ્રતિજ્ઞા પાળવાની જે ઉત્કંઠા સળવળે છે એ સઘળું કદાચ મારા એક વાક્યથી કડડભૂસ થઇ જશે.

‘કીએર્તીદેવ, મારું જે થવાનું હોય એ થાય કિન્તુ હું તમને આમ પીડાઓથી પીધેલી હાલતમાં નથી જોઈ શકતી.

‘તો હું પણ તને મારી પીડાની ભાગીદાર બનાવા નથી માગતો.

આખી સોસાયટીમાં સોપો પડી ગયો હતો. વરસાદે જરા આરામ ફરમાવિ હતી. પરંતુ હજી નેવા ટપકતા હતા. એવામાં ઘડીયાળમાં બારના ટકોરા પડ્યા. એ સાંભળીને કઈંક વિચારમાં પડેલા કીર્તીદેવે કહ્યું; ‘અનાર, મારી પીડાનની કથની સાંભળવી રહેવા દે, નહી તો આપણે બેય ક્યાંયના નહી રહીએ.

‘કીર્તિદેવ, કદાચ તમે સ્ત્રીની તાકાત જોઈ નથી લાગતી. અરે, ભલે મને પાંખો ના હોય પણ આખા આકાશને આંબવાની તાકાત છે મારી આન્ખોમા!’ કીર્તિદેવને હવે લાગી રહ્યું હતું કે પોતાની જિંદગીમાં હવે દાવાનળ ને અને વાવાઝોડું બેય આવી ગયા છે તો બચવાના વ્યર્થ ફાંફા શું કામ મારવાના. આમ વિચારી ને એણે પોતાના દર્દની સઘળી દાસ્તાન અથથી ઇતિ સુધી અનારને કરી સંભળાવી. અનાર સરવા કાને આંખોમાં આંખ ભેરવીને બધું સાંભળી રહી હતી. કીર્તિદેવની વાતો સંભાળીને એના પ્રત્યે નફરત જાગવાને બદલે એ ક્ષણે ક્ષણ ખુશ મિજાજથી મહોરતી જતી હતી. છેવટે એક ઊંડો નીસાસો નાખીને એણે અનારને પુછી નાખ્યું, ' અનાર, બોલ એ રેશમાને ફરીથી મારી જિંદગીમાં લાવવાની તાકાત છે તારામાં ? સમય વરસાદની ભીની ભીનાશમાં ઓગળતો જતો હતો. બહાર જોરદાર ફૂંકાઈ રહેલો પવનિયો રેશમની યાદોને જાણે ખોબે ખોબે લાવીને બારીની અંદર રહેલા કીર્તિદેવ પર ધોળી રહ્યો હતો. અનારને જાણે પોતાના પતિદેવના દર્દની સચોટ દવા માળી ગઈ હોય એમ એ ખુશ મિજાજ બની ગઈ હતી. અનારની આ ખુશ મિજાજ જોઈને કીર્તિદેવ એવો તો ઓગળી ગયો હતો કે એણે બાર બાર દિવસ પછી ફરીથી જોરદાર આનંદથી અનારને પોતાનામાં સમાવી લીધી.

જે દર્દની દવા જડી ગઈ હોય અને છતાંય એ દર્દને ઉપાડી ઉપાડી ને ફરે એ બીજા પણ આ તો પતિપરાયણ એવી અનાર ! એ શેને રોકાય !

પ્હો ફાટતા જ અનારે રેશમાને ખોળી કાઢી. ઉર્વશી જેવી રેશમા શોકાતુર બની બેઠી હતી. પાસમાં પારણુ ઝુલતું હતું. ચાર માસનો બાળક મહી મીઠી નીંદર માણી રહ્યો હતો. નામ હતું આર્યનદેવ. મો જાણે અદ્દલ કીર્તિદેવ.

ઢળતી સંધ્યાની સાક્ષીએ નવ વધુના સાજમાં વાજતે ગાજતે એ રેશમાને પોતાના ઘેર, એના પ્રીયત્તમને ઘેર, એના પતિના ઘેર લઈ આવી. હંમેશ ની માટે.

***

4 - “અનાથ”

દક્ષેશ ઈનામદાર

“એના, એના એય એના ક્યાં છું? સમર બૂમ પાડતો પાડતો બેડરૂમમાં ઘસી આવ્યો.... એના નથી રૂમમાં તો ક્યાં ગઈ? એના બહાર વરન્ડામાંથી અંદર આવી કહે “ ક્યારનો બૂમો પાડે, અરે બહારથી કપડા લેવા ગયેલી વરસાદ આવે એવું થયું છે. હવે કેવી રીતે નીકળીશું બહાર? મને ખબર છે બહાર જવા માટે બૂમો પાડે તું સમર કહે “ અરે એના આતો સોને પે સુહાગા…. રીમઝીમ રીમઝીમ બારીશ… મે હમતુમ... ચાલને એના મજા આવશે. વરસતા વરસાદમાં મારી એનાને બાથમાં લઈને ઝુમીશ નાચીશ પ્રેમ કરીશ ગીતો ગાઈશું એના કહે એય મીસ્ટર મજનુ વધારે રોમેન્ટીક થવાની જરૂર નથી. એમ પલળતા ક્યાંય જવું નથી મારે... સમર કહે “ એવું નહીં ડાર્લીંગ ચાલને કેવુ મસ્ત રોમેન્ટીક વાતાવરણ છે મેઘરાજા મહેરબાન છે રોમાન્સનો સમય છે ઠંડો લહેરાતો પવન છે અને પૂરબહારમાં મારો મૂડ છે. એમ કહેતાં જ એનાને ઊંચકી લીધી અને બાહોમાં પરોવી પ્રેમ કરવા લાગ્યો.

એના સમરનું મન રાખીને બહાર જવા તૈયાર થઈ ગઈ. કહે “ચલો મજનું મહારાજ હવે મોડું ના કરશો નહીંતર તમારો મેહૂલો રીસાઈ જશે વરસાદ બંધ થઈ જશે અને પછી તમારો મૂડ ઓફ... સમર તરતજ મુખ્ય દરવાજો લોક કરી એનાનો હાથ પકડી ઘરની બહાર નીકળી ગયો... એના થોડે સુધી ચાલતા ચાલતા જઈએ પછી આગળ જતાં ટ્રેઈનમાં બેસી આગળ જઈશું. જો આમેય દાર્જીલીંગમાં મોસમ બારેમાસ રોમેન્ટીક જ હોય છે પણ ખબર નહીં વરસાદ આવે કંઈક જુદુજ વાતાવરણ હોય છે. એના એ હસીને હાકારમાં રીસ્પોન્સ આપ્યો.

ચારે તરફ ગિરીમાળાઓ લીલોછમ પ્રદેશ ખૂબસૂરત મોસસ સાથે મારી વ્હાલી સુંદર પ્રિયતમા મારી એના... એના એને જોઈ જ રહી... આંખોમાં આખો પરોવીને સમરનો પ્રેમરસ પીતી રહી. સમર એને કંઈ ને કંઈ વાતો કરી રહ્યો હતો સતત બોલી રહ્યો હતો. એના એને બસ સાંભળી રહી હતી જોઈ રહી હતી આનંદ લઈ રહી હતી... થોડે આગળ ઢોળાવો ચઢતા ચઢતા એના હાંફવા લાગી અને સમરે એને કહ્યું "અરે આ જો સામે ફૂલોની બિછાત નીચે ખીણતરફ જો કેવા સરસ ફૂલો ખીલ્યા છે રંગબેરંગી દુનિયા જ છે જાણે આંખોને આનંદ અને ઠંડક મળે છે". તું થાકી છે આવ આપણે અહીં પાળી ઉપર બેસી જઈએ. આવા સરસ મજાના હવામાનમાં બે પ્રેમી માટે કેવો મજાનો સમય કેવો પ્રેમ કરવા માટે મદહોશ પ્રહર છે. ફરી એનાને બાહોમાં લઈ વરસતા વરસાદમાં પલળેલી લટોને સરખી કરી આંખોમાં આનંદની પીચકારી મારી અને પલળેલી પાણી ટપકતી ચિબૂકને ચૂમી ભરી લીધી.

સમર કહે “એના આખા વિશ્વમાં બસ તું જ છે જેણે મારૂ દિલ ચોરી લીધું છે હું તારા પ્રેમમાં બાવરો તારો પ્રિયતમ, તારી આંખોમાં બધીજ સુંદરતા તારામાં જોઉં છું મારા માટે તું જ સર્વસ્વ છે બસ તું જ”. એના કહે સમર સાચેજ તું મને આટલો પ્રેમ કરે? સમર કહે “તું કહે તો સર્વસ્વ લુંટાવું.... જીવ આપી દઊં તું કહે ખીણમાં કૂદી જાઉં અને આ શરીર છોડીને પણ તને જ પ્રેમ કરતો રહેવાનો મૃત્યુ પણ મારા પ્રેમની વચ્ચે નહીં આવી શકે. બસ સદાય રૂપી તને જ પ્રેમકરવાનો” એના કહે “સમર હું પણ તને જ સંપૂર્ણ સમર્પિત”. હું તને પ્રથમ વખત મળી ત્યારથી બસ તુંજ તને જ સમર્પિત મને હજી યાદ છે પાપા એ તને મળવા બોલાવેલો ત્યારે જ એમણે મને પૂછેલું “એના તારો સમર સાથે લગ્ન કરવાનો નિર્ણય અફર છે ? ભવિષ્યમાં તારા જીવન અંગેના કોઈપણ પરિણામ અંગે બસ તારી જ જવાબદારી રહેશે. સમર અનાથ છે કોઈ કુટુંબ ન્યાત કંઈ જ ખબર નથી. મા બાપની ખબર નથી ચર્ચમાં ફાધર પાસે ઉછરેલો છે. મેં એજ સમયે પાપાને કહ્યું હતું “ પાપા સમર અનાથ છે જ નહીં હું સમરનાં કાયમનાં સાથમાં જ છું. હું ક્યાંય કોઈ ફરિયાદ કે મારી પીડા લઈને તમારી પાસે નહીં જ આવું. પાપાએ કહ્યું “ભલે હવેથી તારું ભવિષ્ય તારા નિર્ણયમાં સમાયું અને એજ ક્ષણથી હું તારામાં સમાઈ ગઈ ફક્ત તારી જ થઈ ગઈ. અને સમરે એને વ્હાલથી આલિંગન આપી દીધું.

સમર કહે “ હા એના, મારા કુટુંબ માં બાપની ખબર નથીજ મેં તને બધુજ સાચું સ્પષ્ટ જણાવેલું જ છે. હું ચર્ચમાં ફાધર સાથે જ રહ્યો ઉછર્યો ભણ્યો. નામ અટક બાપની એમની જ લાગી. ફાધરનાં અવસાન પછી એ છત્ર પણ ગુમાવ્યું. બની રહ્યો સમર ડીસોઝા! તું મળી ગઈ બધુજ મળી ગયું કોઈ ખોટ કે ઓછપ ના જ રહી હું દુનિયાનો સૌથી ધનિક અશ્વર્યવાન બની ગયો. તે મારા જીવનમાં આવી મારૂ જીવન નસીબ બધુજ સંવાર્યું. એના કહે “હું પણ તારા જેવો પ્રેમી અને પતિ મેળવી ખૂબ સુખી છું ઈશ્વરની આભારી જ છું.

વરસાદ ખૂબ વધી રહેલો. એના કહે ચાલ સમર, વરસાદ ખૂબ વધી રહ્યો છે, સાથે ખૂબ ધુમ્મસ પણ છે. હજુ ચાલતા ઘરે પહોંચવાનું એનાની હાંફ વધી. સમર કહે એવો કોઈ ચઢાણતો ચઢ્યા નથી તું આટલી હાંફે છે કેમ ? ઘર એટલું દૂર પણ નથી તને એટલું દૂર કેમ લાગે છે ? એના કહે “ સમર સાચું કહું છેલ્લા કેટલાક દિવસથી મને શ્વાસમાં તકલીફ થાય છે હાંફી જવાય છે. તું પ્રોજેક્ટ પરથી થાકેલો આવે હું નથી કહેતી તને ચિંતામાં નથી નાંખવો પણ આજે મારાથી નથી સહેવાતું... સમર આટલું નજીક ઘર પણ મને દૂર લાગે છે મારાથી નહીં ચલાય મારો શ્વાસ ચઢે છે. સમર કહે “એના એકદમ જ શું થઈ ગયું ? ચાલતા નહીં જ જઈએ ચાલ ટેક્ષીમાં જતા રહીએ છીએ. તે મને થોડા સમય પહેલાંજ ખૂબ સારા સમાચાર આપી ખૂબ આનંદીત કર્યો છે. હું બાપ બનવાનો છું તું ચિંતા ના કર આપણે ડોક્ટરને જ બતાવી આવીએ છીએ. તારે પ્રેગનન્સી છે એટલે કદાચ તને.... સમર તું કાંઈ બોલીશ નહીં મને.... કંઈ સહેવાતુ જ નથી પ્લીઝ મને પહેલા ઘરે જ લઈજા....

સમર એનાને લઈને ક્લીનીક પર પહોંચી ગયો. ડો. મિશ્રાને મળીને પૂછ્યું “સર એનાને એકદમ જ શું થઈ ગયું ? ડો. મિશ્રા કહે આમતો બધુજ નોર્મલ લાગે છે. પહેલી પ્રેગનન્સીમાં ક્યારેય આવું થાય છે પણ ડો. કાદમ્બરીએ પણ ચેક કર્યું છે ગાયનેક તરીકે છતાં અને એવું લાગે શ્વાસની ખૂબ ફરિયાદ છે થોડા રીપોર્ટસ અને સીટીસ્કેન કરાવી લઈએ છે. પ્રેગનન્સી છે કોઈ બીજો ચાન્સ ન લેવો જોઈએ. સમર કહે ડોક્ટર જે જરૂરી લાગે કરાવી લઈએ મારી એનાને કે આવનાર બાળકને કોઈ તકલીફ પીડા નાજ થવી જોઈએ યોગ્ય સારવાર મળી જાય હું આમ એને જોઈજ નથી શકતો.

એના અંદર બેડ પર સૂતી સૂતી સમરને જોઈ રહી હતી સમર એની પીડાને કારણે બેબાકળો થઈ રહ્યો હતો એના મોં પરનો વિષાદ એ જોઈ નહોતી શકતી સમર ખૂબ જ વ્યથિત છે. એ અંદરને અંદર ગભરાઈ રહી હતી પીડાઈ રહી હતી. મારા શરીરમાં કંઈક અજુગતુ થઈ રહ્યું છે. આગળના પ્રેગનન્સીમાં રીપોર્ટ સમયે કેમ કંઈ ના થયું ? આ શું થઈ રહ્યું છે મને ?

બીજા દિવસે સમર વહેલો ઉઠીને કીચનમાં જઈને ગરમાગરમ કોફી અને બિસ્કીટ લઈને એના પાસે આવી ગયો એનાને પ્રેમથી જોઈ રહ્યો. એણે કોફી બિસ્કીટ ટીપોય પર મૂક્યા. એનાને ખૂબ પ્રેમથી માથે હાથ ફેરવી રહ્યો એનાએ આંખો ખોલીને સ્માઈલ આપ્યું સ્માઈલ એનાનું નથી... સમર યાદ કરી રહ્યો. એના એની સાથે કોલેજમાં હતી એના ખૂબ સુંદર અને એનું સ્માઈલ જોઈ કાયમ એ ઘાયલ જ થતો. હંમેશા ઈશ્વરનો આભાર માનતો કે એના મને પ્રિયતમા અને પત્નિ સ્વરૂપે મળી કાયમ એ પોરસાતો...

અત્યારે એનાનું સ્મિત જોઈને એને આઘાત જ લાગ્યો. એનું દીલ જાણે ધબકાર ચૂકયું એણે એનાની સામે જોયુ અને બોલ્યો “ એય એના... મારા વ્હાલા જીવ કેમ આમ ? તને કંઈજ ના થાય નાહક ચિંતા ના કરીશ તને કંઈજ નાજ થવા દઉં તારા બધા રીપોર્ટસ આવી જશે બધા નોર્મલજ હશે. આપણા ઘરે નાનકડો જીવ જન્મ લેવાનો છે. આપણું ઘર હર્યું ભર્યું અને કિલકિલાટ વાળું થઈ જશે. જીવનમાં આનંદ છવાઈ જશે. જેટલી તું સુંદર છે એવી સુંદર રાજકુમારી આપણા ઘરે પાપા પગલી માંડશે. એના એની વાતો સાંભળી મ્લાન વદને હસી રહી...

સમરને લાગ્યું એક જ દિવસમાં એનાની બિમારી જાણે અનેક ગણી વધી ગઈ છે. એના જાણે સાવ જ બદલાઈ ગઈ છે ફીક્કી જ પડી ગઈ છે. અણે એનાનું માથું પોતાનાં ખોળામાં લઈને સુવરાવવા લાગ્યો માથે વ્હાલથી હાથ ફેરવવા લાગ્યો. એના સમરની સામે જોતાં જોતાં નિંદ્રાનાં સરી ગઈ. સમર અમી નજરે એનાને સતત જોતો રહ્યો હાથ ફેરવતો રહ્યો.

સમર કિલીનીક પર જઈને ડો. મિશ્રાને માળ્યો. એનાનાં બધાજ રીપોર્ટસ આવી ગયેલા. ડો મિશ્રાએ સમરને હાથમાં રીપોર્ટ આપતા કહ્યું "મી. સમર તમે જ જોઈલો. " સમરે રીપોર્ટસ લીધા વાંચ્યા એના હાથમાંથી બધાજ રીપોર્ટસ સરકી ગયા... એ સાવજ અવાચક પૂતળાની જેમજ ઊભો રહી ગયો. એનાં આંખમાંથી આંસું જ વહેવા લાગ્યા. એ એકદમ ડો. મિશ્રાના પગમાં જ પડી ગયો, કહે ડોકટર "પ્લીઝ મારી એનાને બચાવી લો" આ એના ના રીપોર્ટસ જ નથી આવું ના થાય. આ થાય જ કેવી રીતે? હજુતો એના ઘણી નાની છે. અમારા સ્વપ્ન અધૂરા છે. અમારા ઘરમાં પ્રથમ બાળક આવવાનું છે. હમણાં તો આ ખુશી આવી છે અમારા આનંદનો સાગર આમ ઝૂંટવાવો ના જ જોઈએ. ડો મિશ્રા કહે મી. સમર આમ નિરાશ ના થાવ સ્વસ્થ થાવ હું માનું છું આ સાધારણ બિમારી નથી. આ ઉમંરે આવો રોગ? એનાએ આજ સુધી કોઈ કંપલેઈન નથી કરી. આ રોગ અચાનાક જ છેલ્લા સ્ટેજ પર આવી ગયો અને સપાટી પર આવી ખબર પડી. એને ફેફ્સાનું કેન્સર લાસ્ટ સ્ટેજ પર છે. હવે કોઈ ચાન્સ લેવાય એમ નથી. આવા કિસ્સા ભાગ્યેજ બને છે આપણે સારામાં સારી ટ્રીટમેન્ટ આપીશું જ જરૂર પડે કલકત્તામાં લઈ જઈશું. એનાને આ વાતની જાણ ના થવી જોવે નહીતર તબીયત પર ખૂબ અવડી અસર પડશે દવાઓ પણ રીસ્પોન્ડ નહીં કરે તમારા ઉપરજ સર્વે જવાબદારી છે મી. સમર ટેઈક કેર... સમર કહે હા સર હું એનાને નહીં જ જણાવું ખૂબ જ ધીરજ રાખી સારવાર કરીશ જ એને સંપૂર્ણ રોગ મુક્ત કરીને ઝંપીશ હું. ઈશ્વર સામે પણ લડી લઈશ મારી એના માટે.

ધડામ કરતો અવાજ આવ્યો કસૂંક પડવાનો. એના ટીપોઈ પરથી કંઈક લેવા ગઈ પણ... એના ખૂબ હાફી રહી છે. એને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. એણે બુમ પાડી સમર સમર સ.. મ.. ર.. સમર દોડતો જ આવી ગયો કહે હું તારા માટે કોફી બનાવી રહ્યો હતો. તારે દવા સાથે દૂઘ કે કોફી લેવાની છે. તને ભાવે છે પણ ખૂબ. આપણે સાથે કોફી પીશૂં. એના કહે "સમુ તું ક્યાંય ના જા મારી પાસેજ રહે બેસ". સમર કહે "એનું હું ક્યાંય નથી જવાનો તારી પાસેજ છું" કહી એનાની ચૂમી લીધી. એનાએ પૂંછયું સમર મને શું થયું છે? શેની બિમારી છે? આમ આટલી શ્વાસમાં તકલીફ હાંફ ચઢે છે? ખૂબજ અશક્તિ છે શું થયું છે મને ? મને સારુ થઈ જશે ને ? હું પ્રેગનન્ટ છું મારે તારી માનિતી દીકરીને જન્મ આપવો છે. મારે તારી સાથે રહેવું છે. મે કેટલું બધું વિચારી રાખ્યું છે પણ બિમારીએ બધુજ અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. સમર કહે "નોપ" એનુ તારા મારા જીવનમાં આવવાથી સ્વર્ગ મળી ગયું મને નવી દિશા મળી તું મારી એંજલ છે આઈ લવ યુ. તું ચિંતા ના કર સાવ સાજી થઈ જ જઈશ એમ કહી એના હાંફતા ધ્રુજતાં હોઠો પર ચુંબન કરી લીધું કહ્યું હમણાં પ્રોજેક્ટમાં ખાસ કામ નથી એટલે મેં રજા મૂકી દીધી છે હું તારી પાસેજ રહેવાનો તારી સાથે વાતો કરીશ ખૂબ પ્રેમ કરીશ તારી કાળજી રાખીશ ચાલ કોફી પી લઈએ એનાને કોફી સાથે દવાઓ આપીને એ ખાલી કપ લઈ કીચનમાં ગયો.

સમર સવારથી એનાની પાસે જ બેસી રહ્યો છે. એનાનું માથું ખોળામાં લઈને એને સૂવરાવી રહ્યો છે. જો એનાને સારુ નહીં થાય તો કલકત્તા લઈ જવાનું નક્કી કર્યું છે. એની સારવાર ઘરેથી જ કરવી સરળ હતી એટલે એ પ્રમાણે જ કરી રહ્યો હતો. ડોક્ટર મિશ્રાએ સમજીને કરવા કહ્યું. એનાની સામે જોતાં યાદોમાં ઊતરી ગયો... દાર્જીલીંગ કંપનીમાંથી પ્રોજેક્ટ માટે આવ્યા પછી રોજ સાંજે એનાને લઈને નીકળી પડ્તો. કોઈવાર સાથે સાઈકલીંગ કરતા, ક્યારેક નર્સરીમાંથી નવા નવા છોડ લઈ આવી ક્વાટરનાં કમ્પાઉન્ડમાં રોપતા ક્યારેક પહાડી પર જઈ આવતા કોઈવાર કાલીંગપોંગ સુધી પરોઢે ઉઠી ફરવા જતા. રેંશમકીડાઓ અને એમના પ્રસર્વન ઉછેર એમાંથી નીકળતા રેશમનાં તાંતણામાંથી કાપડ સુધીની પ્રોસેસ જોવા જતાં. કાયમ હાથમાં હાથ મિલાવીને જ ફરતાં. અહીં આવ્યા એ પછી ક્યારેય એના એ એનાં મમ્મી પપ્પાનાં ઘરે જવા સુધ્ધાની વાત નથી કરી. એક વાર સમરે સામેથી કહ્યું હતું આપણે તારી પ્રેગનન્સી પછી દિકરીનાં જન્મ પછી આપણી પ્રિન્સેસને લઈને જ જઈશું એમનાં આશીર્વાદ લઈશુ. એનાએ એકદમ સમરની આંખોમાં જોઈને કહ્યું હતું તારામાં જ મારું સર્વસ્વ વિશ્વ જીવન સમાયું. મારે તને છોડીને ક્યાંય નથી જવું ક્યાંય નહીં. ભગવાનનાં ઘરે પણ નહીં મારે બસ તારી પાસે તારી બાહોમાં જ રહેવું છે. સમર કહે ' એનુ હું તને ક્યાંય ના જવા દઉં ક્યાંય નહીં હું બેઠોછું મારી પાસેથી તને ઈશ્વર પણ નહીં લઈ જઈ શકે સદાય તારા સાથમાંજ રહીશ. અને એનાને એકદમ હાંફ ચઢવા લાગી... સમર એકદમ તંદ્રામાંથી જાગ્યો એનાને હાંફ ખૂબજ વધવા લાગ્યો. એની છાતી એકદમ ઊંચી નીચી ધમણની જેમ ચાલવા લાગી શ્વાસ અવાજ કરવા માંડ્યા એને સખ્ત પરસેવો છૂટવા લાગ્યો. એનાથી પીડા સહેવાતી નહોતી એણે સમરનો હાથ ખૂબજ મજબૂતીથી પકડી લીધો. સમરની હથેળીમાં એની આંગળીઓનાં નખ ખૂંપી ગયા. એનો હાથ પર ખૂબ જ ભીંસ વધી ગઈ. એણે જોરથી ચીસ પાડી સમરની આંખમાં આંખ મિલાવી આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી એ જોરથી બૂમ પાડી ઉઠી.. સમર સમર સ... મ... ર... અને મોઢામાંથી લોહીનો ફુવારો ઉડ્યો. એની આંખો સમરને જોતી જોતી ધીમે ધીમે નમતી ગઈ બંધ થઈ ગઈ અને સમરની હથેળીમાંથી એનો હાથ ઢીલો પડી ગયો. એનાનું પ્રાણ પખેરૂ ઉડી ગયું. સમરને સમજ જ ના પડી આ શું થઈ ગયું ? આ અચાનક જ બધુંજ ખુંચવાઈ ગયું એનાનાં નખના દબાણથી એના હાથમાં લોહીની શેરો ફૂટી નીકળી. એનાનાં લોહીમાં એનું લોહી ભળવા લાગ્યું. એનોનો નિશ્ચેતન દેહ એનાં ખોળામાં હતો. દેહ હાથમાં રહ્યો અને જીવ સરકી ગયો.

સમર સાવ બેબાકળો થઈ ગયો. એકજ ક્ષણમાં એનું સર્વસ્વ લૂંટાઈ ગયું એનો સંસારનો માળો વિખાંઈ ગયો. પાંખો જ કપાઈ ગઈ. આજે એની બધીજ દુનિયા લૂંટાઈ ગઈ. કુદરતે કારમો ઘા કર્યો. એ જીવ હજી પણ આ દુનિયામાં પણ નથી આવ્યો એ અને એની વ્હાલી એના એને એકલી મૂકી ચાલી ગયા. એ આઘાતમાંથી બહાર જ ના નીકળ્યો. હજી હમણાં તો સુખ આવ્યું છે અને આમ અચાનક ચાલી ગયું ? સમર એનાનો નિશ્ચેતન દેહ જોઈ રહ્યો એની આંખોની રોશની જતી જોઈ રહ્યો. એ જોરથી ચીસ પાડી ઉઠ્યો " એના, એના હું આમ એકલો નહીં જીવી શકું નહીં રહી શકું એના હું આજે ફરી અનાથ થઈ ગયો. પરંતુ હું તને એકલી ક્યારેય નહી મુકું મારૂં વચન હતું. એના, આઈ કાન્ટ લીવ વિધાઉટ યુ કહીને સમર શાંત થઈ ગયો....

***

5 - રાધે શ્યામ

એકતા ધકન

બારી માંથી આવતી હવા નાં કારણે હાથો માં રહેલ છાપા નાં પના ફડફડ કરતા ઉડી રાધિકા ને વિતેલા સમય માં ફરી ખેંચી ગયા, ત્રણ દિવસ પછી કોલેજ આવેલી રાધિકા ને જોઈ શ્યામ ઉતાવળા પગલે સામે આવી, " ઓહ ! રાધિકા, તું કેમ અચાનક ગાયબ થઈ ગઈ ? શું થયું હતુ ? તારી તબીયત તો સારી છે ને રાધા ?" એક શ્વાસે અનેક પ્રશ્નો અધિરાઈ થી પૂછયા પછી શાંત પડી ખૂબ પ્રેમ ભરી નજરે, જવાબ આપતી રાધા ને જોઈ રહ્યો જાણે આસપાસ કંઈ જ નથી બસ રાધિકા એમની ભૂરી અણીયારી માદક આંખો માં શ્યામ ખોવાઈ ગયો ને રાધા પણ એ પ્રેમભરી નજર માં કેદ થઈ ગઈ પરંતુ બંને એકબીજા થી અંતર ની લાગણી જાણે છુપાવતા અલકમલક ની વાતો કરવા લાગે. એકબીજા ને ન જુએ તો જાણે સમય અટકી જતો. બીજા દિવસે મળે એટલે ફરિયાદ, મીઠું ઝગડવું, અવનવી વાતો થાય. જન્મદિવસ હોય કે ફ્રેન્ડશીપ ડે એકબીજા પાસે થી ચોકલેટ તો અચૂક ખાવા ની.

રાધિકા કાકી કાકા નાં ઘરે રહેતી હતી એમની માં વર્ષો પહેલા અકસ્માત મા છોડી ને દૂર ચાલી ગઈ હતી, રાધા ને તો માં નું મોં પણ યાદ નથી એમના માટે કાકી જ બધું હતા એમને પણ પોતાનું સંતાન ન હોવાથી રાધા ને ખૂબ પ્રેમ અને સંસ્કાર આપી ઉછેરી હતી એટલે જ રાધા કદાચ શ્યામ સાથે ની દોસ્તી ને પ્રેમ નું નામ ન આપી શકી કે પોતાના હ્દય મા વહેતા પ્રેમ ઝરણાં ને ન સમજી શકી. જોતજોતા મા કોલેજ નાં ત્રણ વર્ષો વીતી ગયા. એ દિવસે ફાઈનલ એકઝામ નું છેલ્લું પેપર હતું પણ હજી એક અઠવાડીયા પછી ફંકશન હતું એટલે એની તૈયારી માટે રોજ કોલેજ આવવા નું હતું. પેપર આપી રાધિકા બહાર આવી શ્યામ સામે જ રાહ જોતો ઊભો હતો, "રાધે, પેપર કેવું ગયું ? મને મારા કરતા તારા પેપર ની ફીકર વધું થતી હતી. ઓહ ! કાલ થી તો હવે મજા જ મજા છે તે કથક ની તૈયારી કરી છે ને, હું આપણી દોસ્તી માટે નું સોંગ પ્લે કરીશ મારા નવા ગિટાર પર " રાધિકા પણ બહુ ખુશ છે, " હા શ્યામ તારો અવાજ તો ગોડ ગિફ્ટ છે. " બંને વાતો કરતા કરતા છૂટા પડયા પરંતુ એ નહોતી ખબર કે આ છેલ્લી વાતો છે હવે એ કાલે ફરી નહી મળી શકે. રાધિકા ખુશ થતી ઘરે આવી ત્યાં જુએ છે એમની બેગ તૈયાર છે ને કાકી રાહ જોતા બહાર વરંડા માં ઉભા છે " બેટા, રાધા તું આવી ગઈ, જલ્દી ચાલ દીકરી તું હાથ મોં ધોઈ લે આપણે આજ ઘડી એ તારા પપ્પા પાસે મુબંઈ રવાના થવું પડશે, આપણી ફ્લાઈટ પણ બુક થઈ ગઈ છે સમય નથી. " રાધિકા કંઈ સમજે પૂછે એ પહેલા જ કાકી એ કહી દીધું, " તારા પપ્પા ને હાર્ટ એટક આવ્યો છે, તબીયત બહુ જ નાજુક છે. " બસ આટલું સાંભળતા જ રાધા બધું ભૂલી જલ્દી જલ્દી કાકા કાકી સાથે નીકળી ગઈ.

એકપોર્ટ થી સીધા જ હોસ્પીટલ પહોંચ્યા, " પપ્પા, આ શું થઈ ગયું ? મારી સાથે વાત કરો ને પપ્પા, હું તમારી રાધુ છું પપ્પા મારી સામે તો જુઓ, " પરંતુ રાધા નાં પપ્પા સમીરભાઈ હાલ કોમા મા છે આઈ. સી. યુ. માંથી બહાર બેસવા કહ્યુ, રાધા રડતી રડતી બહાર આવી, એમ જ ઘણા દિવસો વિત્યા. રાધિકા ની કોઈ ખબર ન મળતા શ્યામ ની બેચેની વધતી જાય છે. શ્યામ નું ફેમીલી ઓસ્ટ્રલિયા હતું હવે તો વેકેશન નો સમય આવતા હોસ્ટેલ છોડી ઘરે જવાનો સમય થયો પણ હજી રાધિકા ની કોઈ ખબર ન મળતા શ્યામ બહુ દુ:ખી હ્દયે ફલાઈટ માં બેઠો છે. અહીં હવે સમીરભાઈ ની તબીયત મા થોડો સુધાર છે, આંખો ખોલી જુએ છે, " વર્ષો પહેલા રાધિકા તારી મમ્મી કહેતી મારા રાધા ને તો એક સુંદર રાજકુમાર ક્રિષ્ન મળશે, આજે એ પણ તને જોઈ આશીર્વાદ આપતી હશે, એના જીવ ને આજે શાંતિ મળશે. " આટલું માંડ માંડ બોલી શકતા રાધા નાં પપ્પા ચાધાર આંસૂડે રડતા રડતા રાધિકા નો હાથ માધવ નાં હાથ મા સોંપી આંખ મીંચી ગયા. આજે રાધિકા નાં લગ્ન ને બાર વર્ષ વીતી ગયા. ટ્રીન ટ્રીન વાળા ંફોન ની જગ્યા એનરોઈડે લઈ લીધી, ફેમીલી નાં સભ્યો દેશવિદેશ મા રહેતા હોવા છતા વોટસઅપ અને એફબી પર સતત જોડાયેલ રહે છે.

" ઓહ ! રાધે, તંુ કયાં હતી કેમ અચાનક ગાયબ થઈ ગઈ ? " રાધા ની એક સહેલી આવતા ની સાથે જ સવાલ કરવા લાગી એ સાંભળતા જ જાણે રાધિકા ને શ્યામ નો અવાજ સંભળાતો હતો ને શ્યામ જાણે ફરિયાદ કરે છે એવું હ્દય ને થતા રાધિકા એ તરત જ એકાઉન્ટ બનાવી એફબી પર 'શ્યામ મહેરા' લખ્યું તરત જ અનેક શ્યામ મહેરા વોલ પર દેખાયા પણ એ હસતો ચહેરો એ પ્રેમભરી આંખો આજે પણ રાધિકા ની આંખો માં હતા એ ચહેરો સામે આવતા જ આંખો પૂછયા વગર દડદડ આંસૂ સારવા લાગી, શ્યામ, શ્યામ હું રાધિકા બસ એથી વધુ કંઈ જ ન લખી શકાયુ, સાંજ સુધી રાહ જોતી શ્યામ નું પ્રોફાઈલ જોયા કર્યું, " રાધે, રાધે તું, તું ખુશ તો છે ને રાધે ? " શ્યામ નો રીપ્લાય જોતા જ રાધા નાં હાથ કાંપવા લાગ્યું, હ્દય જોર થી ધડકવા લાગ્યું, આંખો રડી રડી ને સોજી ગઈ હતી પણ અશ્રુધાર વહી રહી છે, " શ્યામ તારા વગર રાધા ખુશ હોય શકે ખરા ? તું ખુશ છે શ્યામ ? " બસ ધીમે ધીમે રાત વધી રહી હતી અને હવે દિલ હળવું લાગતું હતું. હવે તો રોજ શ્યામ રાધા વાતો કરતા ને જોતજોતા માં કયાં સમય વીતી જતો ખબર જ ન પડતી, એ કોલેજ સમયની વાતો એ મસ્તી કયારેક હસવું રડવું આટલા વર્ષો ની નાની મોટી બધી વાતો થતી, " શ્યામ આજે પણ રાધિકા ની યાદો સાથે જ રાત્રે સપના જોતો અને રાધે ને યાદ કરી સવાર થતી એમના જીવન માં માત્ર રાધા નામ જ હતું બસ એમ જ બાર વર્ષ વિત્યા ને હવે ફરી રાધા મળતા શ્યામ ને નવુ જીવન મળ્યું ખુશીઓ નો ખજાનો મળ્યો. " રાધે, મારે એક વાર તને જોવી છે, મારે તને મળવું છે, જીવન નું એક જ સપનું છે, શું હું તને મળવા આવી શકુ ?" અપાર પ્રેમ કરતો હોવા છતા શ્યામ રાધા ને મન ખોલી પ્રેમ નો ઈકરાર તો ન કરી શકયો પણ મળવા ની તલબ ને રોકી ન જ શકયો.

એ સવાર ની ફલાઈટ માં રાધા ને મળવા ના સપના જોતો શ્યામ, એને શું ખબર કુદરત ને કંઈક અલગ જ મંજૂર હતું. અહીં રાધા પણ આખી રાત શ્યામ ને યાદ કરતી પડખા ફેરવતી રહી, એ હવે કેવો લાગતો હશે ? એનું જોવું એની વાતો, રાધા અને શ્યામ માટે હવે થોડા કલાકો વિતાવવા પણ અઘરુ હતું. સવાર થી રાત પડી પણ શ્યામ ની કોઈ ખબર ન હતી, વહેલી પરોઢે અધકચરી નીંદર માં રાધા ને કાન મા પડઘા પડતા હતા, " રાધે, રાધે હું આવી ગયો હવે કદી તારા થી દૂર નહી જાવ, રાધા તું મારી છે હું તને બહુ પ્રેમ કરુ છું રાધા, તું હંમેશા ખુશ રહેજે હસતી રહેજે, હું તને જોઈ ખુશ છું. " રાધિકા સફાળી પથારી માંથી ઊભી થઈ ગઈ, હ્દય ની ધડકન તેજ થઈ ગઈ છે, શું થાય છે કંઈ સમજાતું નથી, ઘર મા આમતેમ ફરતી હતી ત્યાં જ છાપું આવ્યું, હાથ માં લઈ સોફા પર બેઠી, છાપા પર નજર ફેરવતા જ સમય ત્યાં જ અટકી ગયો, તેજ ચાલતી હ્દય ની ધડકન જાણે ધીમી પડતી પડતી અટકવા લાગી, રાધા નો પતિ માધવ પણ રુમ માંથી બહાર આવી, " રાધા, એય ! રાધિકા શું થયું ? આમ કેમ બેઠી છે ? રા... ધા...

રાધા નાં ચહેરા પર સ્મિત લહેરાતું હતું, બંધ આંખે એ શ્યામ ને મળવા ચાલી ગઈ, હાથ માં જે છાપુ પકડયું હતુ તેની હેડ લાઈન પર રાધા ના આંસૂડા સૂકાય પડયા હતા આછા અક્ષર વંચાતા હતા, " ઓસ્ટ્રલિયા થી આવતી ફ્લાઈટ ક્રેશ થતા તેર પ્રવાસીઓ નાં મૃત્યુ, નામની યાદી માં પહેલુ જ નામ હતું મિ. શ્યામ મહેરા... "

***

6 - " પ્રેમ ની જીત "

હાર્દિક રાવલ

"હા, મમ્મી હમણાં જ પહોંચ્યો" મુંબઈ ના ડોમેસ્ટિક એરપોર્ટ પર થી બહાર નીકળતા જ રાજે તેની મમ્મીને ફોન કર્યો.

"સારુ, ધ્યાન રાખજે તારુ અને સમયસર જમી લેજે અને દિલ થી પરફોર્મ કરજે" મમ્મી એ સામે રાજ ને ટકોર કરી શિખામણ આપી.

રાજ બરોડા નો રહેવાસી હતો, તે મુંબઇ એક સિંગિંગ રિયાલિટી શો માં પાર્ટીસિપેટ કરવા આવ્યો હતો, બરોડા ના ઓડિશન માં રાજ ની પસંદગી થઇ હતી અને તે દેશ ના ટોપ 14 સાથે સ્પર્ધા કરવા મુંબઈ આવ્યો હતો. રાજ નું સપનું હતું આ રિયાલિટી શો જીતી ને તેના ઇનામ ની રાશી થી તેના પિતા નું વાલ્વ નું ઓપરેશન કરાવવું. રાજ તેના માતાપિતા નું એકમાત્ર સંતાન હતું તેથી તેના ઘર ની જવાબદારી રાજ પર જ હતી, તેના પિતા છેલ્લા છ મહિના થી પથારીવશ જ હતા, એટલે પુરા ઘર નો ભાર રાજ પર જ હતો, તેમાં પણ રાજે આ રિયાલિટી શો માં ભાગ લીધો હોઈ તેની નોકરી તેણે છોડવી પડી હતી અને તેના કારણે જ તેની મમ્મી શરુ માં બઉ જ ગુસ્સે થઇ હતી પણ પછી થી દીકરા ના સપના અને તેની જીદ ની સામે એક માં ના હૃદયે નમતું જોખ્યું અને રાજ ને મુંબઇ આવવાની પરવાનગી મળી.

ઘણા સપનાઓ લઇ ને રાજ આવ્યો હતો આ શહેર માં, સપનાની નગરી તરીકે ઓળખાતા મુંબઇ શહેર માં રાજ ની આ સૌ પ્રથમ એન્ટ્રી હતી. તે એરપોર્ટ ની બહાર જેવો જ પહોંચ્યો ત્યાં તેને અને બીજા અલગ અલગ શહેર માંથી આવતા સ્પર્ધકો ને લેવા માટે ચેનલ વાળા ની બસ આવી ને જ ઉભી હતી.

રાજ સૌ પ્રથમ બસ પાસે પહોંચ્યો, ત્યાં આજુબાજુ કોઈ જ ના હતું, પણ બસ ની પાસે એક લેડી હાથ માં ડાયરી લઇ ને ઉભી હતી.

"એક્સકયુસ મી મેમ" રાજે તે લેડી ને બોલાવવા માટે અને ધ્યાન પોતાની તરફ દોરવા માટે બોલ્યો.

"યસ પ્લીઝ" લેડીએ હસતા મુખે જવાબ આપ્યો.

આઈ એમ રાજ ફ્રોમ બરોડા, એન્ડ આઈ એમ ઈન ટોપ 14"

"યસ, વેઇટ આઈ એમ ધ કૃ મેમ્બર એન્ડ આઈ એમ હીયર ટુ રિસિવ યુ ગાયસ" જવાબ માં લેડી બોલી

"તમે તમારો સામાન બસ માં તમારી સીટ પર મુકી શકો છો" તે લેડી ફરી બોલી.

રાજ બસ માં ગયો અને બસ ની આગળ ની સીટ પર સામાન મુક્યો. બસ માં વચ્ચેની સીટ પર પહેલેથી જ એક યુવતી બેઠી હતી અને તે ફોન પર કોઈ ની સાથે વાત કરી રહી હતી.

"હા, અમ્મી ચેનલ વાલે હમે લેને આ ગયે થે, અભી કુછ દેર મે બસ હોટલ પે હી જાયેગી ઔર દો દિન બાદ શૂટિંગ ચાલુ હોગી" યુવતી તેની માતા સાથે ફોન માં વાત કરી રહી હતી.

રાજ થોડી વાર બેઠો ત્યાં પહેલી યુવતી ની પણ વાત પતી ગઈ હતી, તે બસ ની બહાર જવા માટે ઉભી થઇ અને રાજ ની સીટ પાસે પહોંચી હશે ત્યાં તેની અને રાજ ની નજર મળી ગઈ હવે વાત કરવા સીવાય કોઈ ઉપાય ન હતો.

" મેં રાજ ફ્રોમ બરોડા"

" મેરા નામ સાદિકા હૈ ઔર હમ લખનૌ સે હૈ"

હમ? બાકી કહા હૈ" રાજે મજાક કરી

પણ સાદિકા એ સાંભળ્યું ના સાંભળ્યું કરી ને બસ ની બહાર ઉતરી ગઈ, પાછળ પાછળ રાજ પણ ઉતર્યો. સાદિકા ને આ ના ગમ્યું છતાં પણ તેને રાજ ની સામે સ્માઈલ આપી. બસ ની બહાર પણ બીજા ચાર પાંચ સ્પર્ધકો આવી ગયા હતા અને તે અલગ અલગ શહેર ના હતા, બધા એક બીજા સાથે હાથ મિલાવી ને એકબીજા નો પરિચય આપી રહ્યા હતા, રાજ અને સાદિકા પણ ત્યાં પહોંચી ને પોતપોતાનો પરિચય આપ્યો. ધીમે ધીમે ત્રણ કલાક માં તો ચૌદ સ્પર્ધકો થઈ ગયા અને પેલી લેડી એ દરેક ને બસ માં બેસવાની સૂચના આપી. સ્પર્ધકો માં છ યુવતીઓ અને આઠ યુવક હતા.

હવે બસ મુંબઇ ની સડકો પર રફતાર ભરી રહી હતી, રાજ બસ ની બહાર જોઈ રહ્યો હતો, તે તેના સપના ના શહેર ના એક એક રોડ ને ઓળખવા માંગતો હતો, બસ આગળ ને આગળ વધી રહી હતી, બાકીના સ્પર્ધકો માં કોઈ મ્યુસિક સાંભળી રહ્યું હતું તો કોઈ લાંબી મુસાફરી નો થાક ઉતારવા માટે સુઈ ગયું હતું, રાજે દરેક સ્પર્ધક ની સામે જોયું અને ત્યાર બાદ તેની નજર સાદિકા પર પડી તે કોઈ ચોપડી વાંચી રહી હતી, રાજે સાદિકા પર થી ધ્યાન હટાવવા નો પ્રયત્ન કર્યો પણ ના જાણે કેમ ધ્યાન તેની તરફ જ જઈ રહ્યું હતું, સાદિકા ની આછી બ્લુ કલર ની આંખોમાં રાજ ખોવાઈ ગયો હતો, એટલા માંજ સાદિકા એ ચોપડી માથે અને આંખે લગાવી અને તેની બેગ માં મુકી.

સાદિકા એક રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવાર ની યુવતી હતી તે તેના પહેરવેશ અને વર્તન થી ખ્યાલ આવી રહયો હતો.

બસ હોટલ પર પહોંચી અને ત્યાં જ તેમને રિસેપ્સન પર જ પોત પોતાના રૂમ ની ચાવીઓ આપવા માં આવી હતી. દરેક રૂમ માં બે સ્પર્ધકો ને રહેવાનું હતું, રાજ ની સાથે કાશ્મીર થી આવેલા ઇકબાલ ને રહેવાનું હતું અને સાદિકા ની સાથે મુંબઈની જ નેહા ને રહેવાનું હતું, આ લોકો નો રૂમ બાજુબાજુ માં જ હતા.

બધા સ્પર્ધક થાક્યા હતા અને આગળ તેમણે હજી ત્રણ મહિના તો કાઢવાના હતા તેથી સૌ પોતપોતાના રૂમ માં જઈ સુઈ ગયા.

બીજે દિવસે પણ બધા એકબીજા ના રૂમ માં જઈ ઓળખાણ વધારવા ના પ્રયત્નો કરી રહ્યા હતા. રાજ પણ નેહા અને સાદિકા ના રૂમ માં ગયો ત્યાં રાજ ની નેહા સાથે ઓળખાણ થઈ, નેહા મુંબઈ ની એક બિન્દાસ યુવતી હતી, મોડર્ન હોવાના સાથે સાથે તે એક સારી ગાયિકા પણ હતી, તે પ્રથમ મુલાકાત પર થી રાજ ને લાગ્યું, ત્યારબાદ નેહા એ હેન્ડસમ રાજ ને બહાર ફરવા જવા માટેની વાત કઈ અને રાજે હસતા મોઢે તે વાત સ્વીકારી. નેહા અને રાજ મોડે સુધી ફર્યા અને રાત્રે હોટેલ માં આવી ગયા, ના જાણે કેમ પણ સાદિકા ને આ વાત ખટકી ગઈ, કદાચ હસમુખા રાજે બે દિવસ માંજ સાદિકા ના દિલોદિમાગ પર ઊંડી છાપ છોડી દીધી.

દિવસો વીતતા ગયા, એક પછી એક એમ ત્રણ અઠવાડિયા વીતી ગયા હતા અને શો માંથી ત્રણ સ્પર્ધકો પણ બહાર થઇ ચુક્યા હતા.

ચોથા અઠવાડિયા માં એન્કર હુસેને જણાવ્યું કે આવતા અઠવાડિયે બાકી બચેલા સ્પર્ધકો જોડી માં પરફોર્મ કરશે અને જોડી ત્યાં બેઠેલા નિર્ણાયકો બનાવી ચુક્યા હતા. હુસેન એક પછી એક જોડીઓ ના નામ બોલતો ગયો અને છેલ્લે તેણે જાહેર કર્યું કે

"પાંચવી ઔર આખરી જોડી હૈ, લડકીઓ કે દિલ મેં જો કરતા હૈ રાજ વો સબકા ચહીતા બરોડા કા રાજ ઔર સીધી સાદી લખનૌ કી સાદિકા"

આવી રીતે હવે આવતા અઠવાડિયે રાજ અને સાદિકા સાથે પરફોર્મ કરવાના હતા અને તેના કારણે જ બંને એ તૈયારીઓ પણ સાથે કરવા લાગ્યા હતા. રાજ એક પરફોર્મર પણ હતો તેથી તે ગાવાની સાથે ડાન્સ પણ કરતો અને આજ કારણે સાદિકા અને તેની બીજા દિવસે એક નાની અમથી લડાઈ થયી ગયી, સાદિકા ગાયકી પર ધ્યાન આપવા માં માનતી હતી અને રાજ ને પરફોર્મ કરવું હતું, નેહા અને બીજા સ્પર્ધકો ના સમજાવટ ના કારણે થોડો ડાન્સ અને વધારે ધ્યાન ગાયકી પર આપવું તેવું રાજ અને સાદિકા એ નક્કી કર્યું, ડાન્સ મુવ માં રાજે સાદિકા ને કમરથી પકડી ને એક તરફ જુકાવવાની હતી, આ મુવ નું અવારનવાર રિહર્સલ કરવાના કારણે રાજ અને સાદિકા એકબીજા ની નજીક આવી ગયા હતા અને હવે તેમને બંન્ને ને પણ આ નકદીકી ગમી રહી હતી.

હવે તે દિવસ આવી ગયો જયારે આ બંને એ સાથે પરફોર્મ કરવાનું હતું, એક પછી એક બધા પરફોર્મન્સ પત્યા અને નિર્ણાયકો તેમની ટિપ્પણીઓ પણ આપતા જતા હતા. અને છેલ્લે રાજ અને સાદિકા નો વારો આવ્યો અને તેમણે ગાવા ની ખુબજ સારી શરૂઆત કરી અને ત્યાં બેઠેલા દર્શકગણ પણ આનંદ માણી રહ્યા હતા અને ખુશી થી ચિચિયારીઓ પાડી રહ્યા હતા, હવે તે સ્ટેપ નો વારો આવ્યો જેમાં રાજ કમરે થી સાદિકા ને પકડશે અને આગળ ની તરફ જુકાવસે, આ તેમનું આખરી સ્ટેપ હતુ, આ સ્ટેપ ની સાથે જ રાજ અને સાદિકા નું પર્ફોર્મનસ પૂરું થવાનું હતું. રાજે સાદિકા ને કમર થી પકડી અને ઝુકાવી અને પર્ફોર્મનસ પુરું, તાળીઓ ના ગડગડાટ સાથે લોકો એ તેમને વધાવી લીધા પરંતુ ત્યાંતો અચાનક જ ન થવાનું થયું રાજ અને સાદિકા ભાવના માં વહી ગયા અને તે એકબીજા ની એકદમ નજીક આવી ગયા અને એકબીજા ના હોઠ પર કીસ કરવા લાગ્યા, આશરે ચાર મિનિટ સુધી તે લોકો હોશ ખોઈ બેઠા અને એકબીજા ને કીસ કરતા રહ્યા, ત્યાર બાદ નિર્ણાયકો એ તેમની ટિપ્પણી ઓ આપી અને શો નું શૂટિંગ પુરું થયું.

ચેનલ વાળા માટે આ એક મસાલો હતો, તેમણે આ શોના પ્રોમો ટીવી પર ખુબ બતાવ્યા અને તેમાં અવારનવાર આ સીન જ બતાવતા. હવે જયારે લખનૌ માં બેઠેલા સાદિકા ના ભાઈ અને તેના પિતા એ ઘર ના બીજા વ્યક્તિઓ સાથે આ પ્રોમો નિહાળ્યો કે તેમના પગ તળે થી જમીન ખસકી ગઈ, આ તેમના જેવા રૂઢિચુસ્ત ધર્મ નું પાલન કરનાર માટે અસહ્ય હતું, આ તેમના ધર્મ ની વિરૂધ્ધ હતું. હવે પુરા લખનૌ માં આના પડઘા પડવા લાગ્યા, લોકો રાજ ની અને સાદિકા વિરૂદ્ધ રેલીઓ કાઢવા લાગ્યા, તેમના પુતળાઓ પણ જલાવ્યા, હવે આ વાત મીડિયા માં પણ પહોંચી ગઈ હતી, મીડિયા માં પણ રાજ નું અને સાદિકા નું આવું કરવું યોગ્ય હતું કે નઇ અને લખનૌ વાસીઓ નો આ રીતે હંગામો કરવો યોગ્ય છે કે નઈ તેના પર ડિબેટ ચાલુ થઇ ગઈ.

દરેક ન્યુઝ ચેનલ વાળા આનું પ્રસારણ સતત કરતા હતા, કોઈ આને બે યુવા દિલ નો પ્રેમ અને પ્રેમ માં થયેલી આ ભૂલ ને માસુમિયત માં ખપાવી તો કોઈ એ આને જાણીબૂજી ને કરવામા આવેલો પબ્લિસિટી સ્ટંટ ગણ્યો, વાત વધુ ને વધુ વકરતી જતી હતી, હવે આ વાત આખા ભારતમાં ચર્ચા નો વિષય બની ગઈ હતી. એટલામાં ન્યુઝ આવ્યા કે રાજ અને સાદિકા પર કોઈ એ હુમલો કર્યો છે અને આ વાત ના પ્રત્યાઘાતો ગુજરાત માં પડ્યા, ગુજરાત માં પણ રાજ ની તરફેણમાં લોકો આવી ગયા અને આ પુરો નાનકડો પ્રસંગ એક કોમી રમખાણ નું સ્વરૂપ લઇ ચુક્યો હતો, વાતાવરણ તંગ બનતું જતું અને પરિસ્થિતિ ને ધ્યાન માં લઈ ને રાજ ના ઘર ના લોકો ને સીકયુરીટી પણ પુરી પાડવા માં આવી. રાજ ની માતા ને મુંબઈ જવું હતું પણ તેમને અટકાવવા માં આવ્યા હતા.

આ બાજુ હુમલો થતા રાજ અને સાદિકા ને પુરા પ્રોટેકશન સાથે હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા, નેહા ત્યાં તે બંને ની ખુબજ સારી રીતે ચાકરી કરી રહી હતી. એટલામાં એક દિવસ વધુ એક સમાચાર આવ્યા કે રાજ અને સાદિકા હોસ્પિટલ માંથી ગાયબ થઇ ગયા છે.

શું આ અપહરણ છે ? રાજ અને સાદિકા ભાગી ગયા છે ? તેવા પ્રશ્નો મીડિયા માં પુછાય રહ્યા હતા, ચેનલ વાળા ઓ એ હાથ ઊંચા કરી દીધા હતા અને આ શો બંધ કરી દીધો હતો. જાણે એક પ્રેમી યુગલે કોઈ મોટી ભૂલ કરી લીધી હોય તેમ આખું ભારત સળગી રહ્યું હતું અને રાજ અને સાદિકા નો કોઈ પતો જ ન લાગી રહ્યો હતો. પોલીસે નેહા ની પણ પૂછપરછ કરી પણ કઈ જ જાણવા ન મળ્યું.

બે મહિના વીતી ગયા હતા, પરિસ્થિતિ થાળે પડી રહી હતી, પોલીસ ની ટીમ બરોડા અને લખનૌ માં પણ રાજ અને સાદિકા ને ગોતવા ના પ્રયાસો કરી ચુકી હતી, પણ તેમને નિષ્ફળતા જ મળી હતી.

અચાનક એક દિવસ મુંબઈ ના એક રેડિયો સ્ટેશન પર એક આર જે એ ધમાકો કર્યો કે આજે સાંજ ના શો માં મારી સાથે હશે ટોક ઓફ ધ ટાઉન કપલ " રાજ અને સાદિકા", તો જોડાઈ જજો સાંજે સાત વાગે અમારી સાથે. આ વાત પણ આગ ની જેમ ન્યુઝ ચેનલ મારફતે આખા ભારત માં ફેલાઈ, મીડિયા વાળા અને પોલીસ ના કાફલાઓ સ્ટુડિયો ની આજુબાજુ ગોઠવાઈ ગયા હતા, બરોડા સાથે ગુજરાત અને લખનૌ માં રહેલા સાદિકા ના ઘરવાળા પણ ટીવીની સામે ગોઠવાઈ ગયા હતા.

સાંજે સાત વાગે આર જે ઓન એર થયો, બધા રાજ અને સાદિકા વિશે જાણવા માંગતા હતા અને તેજ કારણે તેમની આતુરતા પણ વધારો થતો જતો હતો.

" હુ આર જે વિશાલ સૌ પ્રથમ સ્વાગત કરવા માગીશ આપણા સૌના લાડીલા રાજ અને સાદિકા નું" સ્વાગત કરતા વિશાલ બોલ્યો.

"હવે હુ ચુપ રહીશ અને ફક્ત ને ફક્ત રાજ અને સાદિકા બોલશે" વિશાલે આગળ વધાર્યુ.

લોકોનો સંખ્યા માં વધારો થઇ રહ્યો હતો તે રેડિયો સ્ટેશન ની બહાર, ત્યાંજ અવાજ આવ્યો અને તે અવાજ હતો રાજ અને સાદિકા નો.

" હા અમે ગુનો કર્યો છે, આ સપના ની નગરી માં એક સપનું લઇ ને આવવાનો ગુનો, તે સપનું સાકાર કરવા માટે મહેનત કરી તે અમારો ગુનો, મહેનત કરતા કરતા એકબીજા ની નજીક આવ્યા તે અમારો ગુનો, એકબીજા ને પ્રેમ કર્યો તે અમારો ગુનો, પ્રેમ કરતી વખતે ધર્મ ન પૂછયો એકબીજા ને તે અમારો ગુનો, એવું તે અમે શું કરી દીધું કે આટલો મોટો હોબાળો, અમારા જીવ ની પાછળ પડી ગયા, અમારા થી તો એકવાર ભૂલ થઇ પણ આ મીડિયા એ તો તેનું રિપીટ પ્રસારણ દિવસ માં પચાસ વખત કર્યું " રાજ ઢીલો પડી ગયો હતો છતાં પણ તેણે આગળ વધાર્યું,

"ક્યાં ધર્મ માં લખ્યું છે કે પ્રેમ કરવો ગુનો છે, અને જો પ્રેમ કરવો ગુનો હોય તો તેતો આપણે દરેક કરી રહ્યા છીએ, પછી આટલો હોબાળો કેમ? અમારા પ્રેમ નો આટલો વિરોધ કેમ ?" પ્રેમ રડી પડ્યો હતો,

સાદિકા એ આગળ સંભાળ્યું "મુજે તો કિસી ઓર કો તો કુછ કહેના હી નહિ હૈ કયુકે વોહ પરાયે હૈ પર મુજે મેરે અબ્બાજાન સે એક બાત પૂછની હૈ, મૈને યહ કિયા વો ગલત હૈ યા ફિર એક દુસરે ધર્મ કે વ્યકિત કે સાથ કિયા વો ગલત હૈ, અગર કિસી કો કીસ કરના ગુનાહ હૈ તો વો તો સબ કરતે હૈ, અગર અંધેરે મેં એક રૂમ મે કરો તો ગુનાહ નહી પર ગલતી સે પબ્લિક મેં કિયા તો ગુનાહ, ઐસા કયું?, અગર કિસી કા ખુન અંધેરે મે કરો તો ક્યાં કાનૂન માફ કર દેગા ?" સાદિકા નો અવાજ માં મજબૂતી આવી રહી હતી અને દેશ ના ખૂણે ખૂણે તેમને સાંભળી રહેલા લોકો ની આંખોમાં આંશુ આવી રહ્યા હતા, એક બાજુ સાદિકા ના ઘર ના સભ્યો પણ રડી રહ્યા હતા જયારે બીજી બાજુ રાજ ના મમ્મી પણ રડી રહ્યા હતા. પુરો દેશ એક પ્રેમીયુગલ ના માસુમ સવાલો થી સ્તબ્ધ હતો.

બંને જણા એ એકપછી એક અનેક એવા સવાલ પૂછ્યા જેના મોટા ભાગ ના વ્યક્તિઓ પાસે ના હતા.

છેલ્લે રાજ બોલ્યો " અમે સ્ટુડિયો ની બહાર આવી રહ્યા છીએ અને ત્યાથી જ બરોડા જવા નિકળશું, જો તમને એવું લાગે કે અમે ખોટું કર્યું છે તો અમને મારી નાખજો" આટલું બોલી રાજ અને સાદિકા બહાર નીકળ્યા, તેમની સામે હજારો ની જન મેદની ઉભી હતી જે તેમને તાળી ઓ થી વધાવી રહી હતી, ના તે હજારો વ્યક્તિઓ કે ના મીડિયા વાળા રાજ અને સાદિકા સામે આંખો મિલાવી શકતા ન હતા.

રાજ અને સાદિકા બરોડા પહોંચ્યા, ત્યાં તેમનું ધૂમધામ થી સ્વાગત થયું અને થોડા દિવસો પછી સાદિકા ના પરિવારજનો પણ બરોડા પહોંચી ને બંને ની માફી માંગી લગન કરવાની મંજૂરી આપી અને રાજ અને સાદિકા ના ધામધૂમ થી બંને ધર્મ ના રિતીરિવાજો થી લગન થયા અને આખું ભારત તેમના લગન નું મીડિયા ધ્વારા સાક્ષી બન્યું.

મીડિયા ની ટેગ લાઈન હતી " હુઈ પ્યાર કી જીત"

સરકાર ની મદદ થી રાજ ના પિતા નો સારવાર પણ સારી રીતે થયો અને તે પણ સમય જતા સ્વસ્થ થઇ ગયા.

***

7 - સ્વપ્નશિલ્પી

હિના મોદી

મધમધતા રંગબેરંગી પુષ્પો, તેમની મનમોહક ખુશ્બૂઓ અને લાઈટીંગ ડેકોરેશનથી આખું કેમ્પસ જાણે આસમાનમાં તારલાઓથી મઢેલ કોઈ ગ્રહની જેમ આકર્ષિત લાગી રહ્યું હતું. કેમ્પસમાં આવેલ ગેસ્ટહાઉસમાં સવારથી જ તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. રાજકીય નેતાથી માંડી શિક્ષણશાસ્ત્રીઓ અને સમાજનાં આગેવાનોનાં પગરણથી કેમ્પસ ધમધમી રહ્યું હતું. હર્ષોલ્લાસનું વાતાવરણ અને વિદ્યાર્થીઓમાં પણ ગજબની સ્ફૂર્તિથી કેમ્પસ કિલ્લોલ કરી રહ્યું હતું. કેમ્પસની બહાર શાંત શહેરમાં પણ ભારે અવરજવર વર્તાઈ રહી હતી. બધી હોટેલ્સ વાલીઓથી ફૂલ થઈ ગઈ હતી. બસ દરેકની મીટ ઘડિયાળનાં કાંટા પર હતી. ‘કયારે પાંચ વાગશે? માંડ ચાર વાગ્યા હશે ત્યાં આખું ઓડિટોરિયમ ખીચોખીચ ભરાઈ ગયું હતું. દરેકનાં હૈયે અનેરો આનંદ હિલોળા લઈ રહ્યો હતો. દરેકના વાલીઓની છાતી ગદ્દગદ્દ થઈ રહી હતી. આખરે એ દિવસ અને એ ક્ષણ આવી પહોંચ્યા જેની વર્ષોથી રાહ જોવાઈ રહી હતી. આજે પોતાના સંતાનોનો કોન્વોકેશન હોય દરેકના માતા-પિતા રોમાંચ અનુભવી રહ્યાં હતાં. વિદ્યાર્થીઓની વાત જ નિરાલી હતી આખરે રાત-દિવસની મહેનતની ફળશ્રુતિનો આ દિવસ હતો.

મંચ પર દરેક મહેમાન બિરાજમાન થયા. વાતાવરણમાં આનંદના અતિરેકની છોળો ઉછળી રહી હતી. શરૂઆતમાં પ્રાર્થના અને પછી મહેમાનોની ઔપચારિક વિધિ પત્યા પછીનો સમય હતો વિષયવાર સૌથી વધુ ગુણાંક પ્રાપ્ત કરનાર તેજસ્વી ડોકટર વિદ્યાર્થીઓનાં નામ ઘોષિત કરવાનો. વિષયવાર નામ બોલતા હતા. તાળીઓના ગડગડાટ થોભવાનું નામ પણ લેતો ન હતો. મેડીસીન સબ્જેકટમાં સૌથી વધુ ગુણાંક પ્રાપ્ત કરનાર તરીકે નામ જાહેર થઈ રહ્યું હતું. દરેકના શ્વાસ થંભી ગયા. ઓડિટોરીયમમાં બધા ચાતક બની ગયા અને નામ ઘોષિત થયું. ડો ઉપવન મલ્હોત્રા અને ગાયનેકમાં નામ એનાઉન્સ થયું. ડો ગુલમહોર બરફીવાલા. દરેકના અનુમાન સાચાં પડયાં. જાણે આનંદનાં ઉપવનમાં ગુલમહોર ખુશ્બૂ વેરી રહી હોય એવું વાતાવરણ સજાર્યું. બંને એક જ શહેર, શાળા અને શેરીનાં મિત્રો હોવાને કારણે તેમના પરિવાર વચ્ચે ગાઢ મિત્રતા હતી. બંનેના પરિવાર પણ આજુબાજુમાં બેઠા હતા. ડો. ઉપવન અને ડો. ગુલમહોર ક્ષણિક બધું ભૂલી જઈ નાનાં બાળકોની જેમ લગભગ દોડતા તેમના પરિવાર પાસે આવી પહોંચ્યા. હર્ષના આંસુઓથી વાતાવરણમાં ચાર ચાંદ લાગી ગયા. માહોલ થોડો હળવો બન્યા પછી ડો. ઉપવને ડો. ગુલમહોર જેને એ બાળપણથી ગુલુ કહી રહ્યો હતો એને પ્રપોઝ કરી દીધું. મિત્રો અને વડીલોએ થોડીવાર ગંભીર હોવાનો ડોળ કર્યો. ઉપવન છોભીલો પડી ગયો. પછી બધા ખડખડાટ હસી પડયા. ગુલમહોર શરમાઇ ગઈ તેના મુખારવિંદ પર લાલીમા છવાઈ ગઈ. એ કોઈથી અજાણ રહી નહીં. બંને તરફે માતા-પિતા આ ક્ષણની રાહ જોઈને વર્ષો બેઠાં હતા. ઉપવનનાં મમ્મી બોલ્યાં ‘શુભ કામમાં સમય શું બગાડવો!’ ગુલમહોરની મમ્મીએ વાતમાં ટહુકો પુરાવ્યો, બંનેની મમ્મીઓએ પર્સમાંથી બંનેને રીંગ આપી. બંનેએ ત્યાં જ એકબીજાને રીંગ પહેરાવી પ્રેમનો દસ્તાવેજ બનાવી દીધો. ઉપવન અને ગુલમહોરનાં પપ્પાએ સૂર પુરાવ્યા ‘ભઈ શરણાઈનાં સૂર હવે કયારે છેડવા છે?’ પોતાનાં કરિયર પ્રત્યે ગંભીર એવા ઉપવન અને ગુલમહોરએ એકી સાથે જવાબ આપ્યો. લગ્નની તૈયારીમાં ઝાઝો સમય બગાડવો નથી. હવે અમારે પી. જી. ની તૈયારી કરવાની છે. આથી મંદિરમાં વિધિ કરી લઈશુ. બંને પક્ષે વડીલોનાં દિલ નાનાં થઈ ગયા. પરંતુ મિત્રોએ ઉપવન અને ગુલમહોરનો પક્ષ લીધો. બધાંને એ વાત યોગ્ય લાગી એટલે આર્યસમાજની વિધિથી મંદિરમાં ભગવાનની સાક્ષીએ બંનેને પ્રભુતામાં પગલાં માંડયા. બંને તરફે વડીલોથી ન રહેવાયું એટલે ઉપવન અને ગુલમહોર પર લગભગ હુકમ કર્યો કે ‘અમે તમારી વાત સ્વીકારી હવે તમારે પણ અમારી એક વાત માન્ય રાખવી પડશે. આખી જીંદગી ભણવાનું પણ છે અને આગળ પણ વધવાનું છે એજ તો જીવનનો શિરસ્તો છે પણ આઠ-દસ દિવસ બહાર ફરી આવો. બંને નિશ્ચિંત થઈ એકમેક સાથે સમય ગાળો. ’ બધાએ એકસાથે સૂર પુરાવ્યો, ‘આ વાત યોગ્ય છે. આટલું તો માનવું જ પડશે. ’

ડો. ઉપવન અને ડો. ગુલમહોર ઉત્તરાખંડની સફરે નીકળી ગયા. બે દિવસની લાંબી સફર પછી તેઓ નિયત સ્થળે પહોંચ્યા. ‘હેપ્પી હોલી ડેઈઝ’ હોટલની કાર એમને પીકઅપ કરી એમને હોટલમાં લઈ આવી. ક્યારેક ક્યારેક દેખાતાં. મૌનબાબા ઉપવન અને ગુલમહોરની ગાડી પાસે આવી ઊભા રહ્યા. વર્ષોથી મૌન રહેનાર બાબાએ મૌન તોડયું અને બોલ્યાં ‘આપ દોંના કા મિલન કભી નહીં હો સકતા. ’ ગુલમહોર ચોંકી ગઈ એ રડમસ થઈ ગઈ ખૂબ જ વિહવળ થઈ ગઈ. ઉપવને એને કહ્યું ‘કમ મોન ગુલુ! એ બધું કંઈ સાચું ન હોય આપણે નાનપણથી એકબીજાનાં મિત્રો છીએ જગજાહેર છે કે આપણો જન્મ જ એકબીજા માટે થયો છે. ક્યારેય વેકેશનમાં પણ અલગ નથી રહ્યા. આપણને સમજણ આવી તે પહેલાં થી જ આપણે એકબીજાનાં પ્રેમમાં છીએ. આપણો બંનેનો જન્મ જ એકમેક માટે થયો છે. ’ મજાક કરતાં ઉપવન બોલ્યાં ‘ઓહ મેડમ! ભવિષ્યના ગોલ્ડમેડાલિસ્ટ ગાયનેકોલોજીસ્ટ ડો. ગુલમહોર આવી વાહિયાત વાત મનમાં લઈ બેસી ગયા. ’

વાતવાતમાં તેઓ પોતાનાં બુક કરેલ રૂમમાં આવી પહોંચ્યા. ઉપવને ગુલમહોરને પાણી આપ્યું, કોફી બનાવીને પીવડાવી. અવનવી વાતોમાં ગુલમહોરને પરોવી દીધી. ગુલમહોરે થોડી રાહત અનુભવી. ઉપવને કહ્યું હું બાથ લઈને આવું છું તું પણ બાથ માટેની તૈયારી કર. ’ ઉપવન બાથ લઈને આવ્યા. ગુલમહોર બાથરૂમમાં ગઈ. બાથરૂમ સિંગર એવી ગુલમહોર મીઠાં મીઠાં પ્યારનાં ગીત ગણગણી રહી હતી અને ઉપવન રૂમમાં ગુલમહોરને વ્હાલની ચૂમીઓથી ભીંજવી દેવાના સ્વપ્નમાં ગરકાવ થઈ રહ્યા હતા ને અચાનક ઉત્તરાખંડમાં તાંડવ સજાર્યું, ભૂકંપ આવ્યો, ક્ષણભરમાં બધું જ વેરણ-છેરણ. તેમની હેપ્પી હોલીડેઈઝ હોટલ પણ ધ્વંસ થઈ ગઈ. દરકે દરેક કાટમાળ નીચે દબાઈ ગયાં. આખા દેશ અને દુનિયામાંથી ઉત્તરાખંડ માટે રાહતકાર્યો શરૂ થયા. શકય એટલાં વધુ જીવ બચાવાયા. રાતદિવસ પ્રયત્નો ચાલુ રહ્યા. ઉપવન અને ગુલમહોરનાં ઘરેથી પણ અનેક પ્રયત્નો શરૂ કરી દેવાયાં. પરંતુ બંનેનો કોઈ પત્તો લાગ્યો નહીં. બંનેના સગાસંબંધી એકબીજાને હિંમત આપતાં રહ્યાં. સરકારી-અર્ધસરકારી ન્યૂઝ ચેનલ દરેક જગ્યાએ પ્રયત્નો ચાલુ રાખ્યા. છેવટે બે માસને અંતે એમનાં સગાંસંબંધીઓએ મન માનવી લીધું.

આ તરફ ડો. ઉપવન ખૂબ જ ગંભીર હાલતમાં મળ્યા. એમને સારવાર આપી લગભગ ત્રણેક મહિના પછી તે સ્વસ્થ થયા પરંતુ યાદદાસ્ત ભૂલી ગયા હોવાને કારણે તેમની ઓળખ કરવી મુશ્કેલ થઈ ગઈ. ગુલમહોર પણ બચી ગઈ હતી પરંતુ અચાનક આવી પડેલ મુશ્કેલીમાં એ બોલવાની ક્ષમતા ગુમાવી બેઠી હતી અને આવક થઈ ગયેલ હોવાથી જીવન જીવવાની સૂઝબૂઝ ગુમાવી બેઠી હતી. નિરાશ ગુલમહોર એનાં મગજ પરનો કંટ્રોલ ગુમાવી બેઠી હતી. જે લોકો પોતાનાં વિશે કોઈપણ માહિતી આપવા સક્ષમ ન હોય એવાં લોકોને, હેમખેમ બચી ગયેલાં પ્રવાસીઓને, મૌનબાબાએ દત્તક લઈ પોતાનાં આશ્રમમાં આશ્રય આપ્યો. જેમ જેમ જે લોકો થોડે ઘણે અંશે સ્વસ્થ થતાં ગયા તેમ તેમ તેઓને મૌનબાબાનાં આશ્રમમાં જ જીવન જીવવાની કેળવણી આપવાનું શરૂ કર્યું. કામકાજ કરી શકવા માટે સક્ષમ થતાં જતાં લોકોને બીજાની મદદ માટે કેળવણી આપતી. ધીમે ધીમે જનજીવન થાળે પડતું ગયું. ગુલમહોર અને ઉપવન પણ મૌનબાબાનાં આશ્રમમાં સ્થાયી થયાં પરંતુ ઉપવન યાદદાસ્ત ગુમાવવાને કારણે અને ગુલમહોર સૂઝબૂઝ ગુમાવવાના કારણે તેમજ બોલી ન શકવાને કારણે પોતાના કુટુંબ સાથે કે એકબીજા સાથે સંપર્ક કરી શકયા નહીં.

ઉપવન જન્મજાત ખૂબ જ તેજસ્વી હતો. મૌનબાબાની નિશ્રામાં નવી જીવન પદ્ધતિ સ્વીકારી લીધી. યોગ આધ્યાત્મ વિષયમાં એને રુચિ થઈ ગઈ. એ વિષયોનું ઝીણવટપૂર્વક ઊંડાણપૂર્વક અભ્યાસ કરતો. સમય જતાં એ મૌનબાબાનો લાડીલો શિષ્ય બની ગયો. મૈનબાબાના આગ્રહથી ઉપવન નાના-મોટાં પ્રવચન આપતો થયો. એની જે ભકિતમય સરવાણી ફૂટતી એનાથી સૌ ભકતજન અને શ્રોતાગણ મંત્રમુગ્ધ થઈ જતાં. એમનાં વકતવ્ય અને આધ્યાત્મિક વિચારધારાથી પ્રભાવિત થઈ ગામેગામ અને દૂર દૂર દેશ-પરદેશથી લોકો એમનાં જ્ઞાનસાગરમાં તરબોળ થવાં આવતાં. જયારે એ કૃષ્ણલીલા અને રાસલીલાનું વર્ણન કરતાં ત્યારે જનમેદની આધ્યાત્મિકતામાં લીન થઈ જતી. લોકોભકિતમય બની જતાં. એમની ભાવના-લાગણીઓમાં અવિરત વહી જતાં લોકો ભૂખ, તરસ, ઊંઘ ભૂલી જતા. કલાકો અને દિવસો સુધી એમની વાણી અને જ્ઞાનનું રસપાન કરતા. પરદેશથી પણ એમને સત્સંગ માટે આમંત્રણ મળતું. લોકોનું ઉપવન પ્રત્યેનું આકર્ષણ વધતું જોઈ મૌનબાબાએ વિધિવત ઉપવનને આધ્યત્મબાબા તરીકે ઓળખ આપી. મૌનબાબા પણ ઉંમરના પ્રભાવ હેઠળ આવી રહ્યાં હતા તેમણે ધીમે ધીમે આશ્રમની જવાબદારી આધ્યત્મબાબાને સોંપવા માંડી. આધ્યત્મબાબા વધુ સમય દેશ-પરદેશનાં સત્સંગ કાર્યક્રમમાં વ્યસ્ત રહેવાને કારણે આશ્રમમાં કર્મચારીઓ અને દર્દીઓને એમનો લાભ મળતો ન હતો. એકવાર ખાસ આશ્રમવાસીઓની ભાવના અને લાગણીઓને માન આપી આધ્યત્મબાબાનું ત્રણ દિવસનું સત્સંગનું આયોજન કરવામાં આવ્યું.

આયોજીત સત્સંગ સમારોહમાં શ્રોતાગણમાં ગુલમહોર પણ હતી. જેને લોકો ઈશ્વરીનાં નામે ઓળખતાં હતાં. આધ્યાત્મબાબાનું પ્રવચન શરૂ થતાં જ ઈશ્વરી બૂમબરાડા માંડી. જોર-જોરથી ચીસો પાડવા માંડી. એ કશુંક જાણવા માંગતી હતી. પરંતુ કોઈ એની વાત સમજી શકયું નહિ. એને માનસિક દોરો પડયો છે એવું માની રૂમમાં આરામ માટે લઈ ગયા. પરંતુ ઈશ્વરીના વાયબ્રેશનથી આધ્યાત્મબાબા પણ કઈંક અંશે વિહવળ થઈ ગયા. એવું સતત ત્રણ દિવસ ચાલ્યું. ઈશ્વરી આખો આખો દિવસ અને રાત ચોઘાર આંસુએ રડતી રહી એ કઈંક કહેવા માંગતી હતી. પરંતુ આશ્રમવાસી કશું સમજી શકયા નહીં. જયારથી ઈશ્વરીની આ ઘટના ઘટી ત્યારથી આધ્યાત્મબાબા પણ મૂંઝવણમાં રહેવા લાગ્યા. તેઓ ધબકારા ચૂકી જતાં હતા. નિર્માણ પામેલી પરિસ્થિતિનો તાગ મેળવવા મથામણ કરવા લાગ્યા. બાહરગામ ગયેલ મૌનબાબા તુરંત બોલાવામાં આવ્યા. બનેલ ઘટનાની આશ્રમવાસીએ મૌનબાબાને સવિસ્તાર જાણ કરી. મૌનબાબાએ મૌન તોડયું નહીં. આધ્યાત્મબાબાએ માનસિક વિભાગમાં જવાની ઈચ્છા વ્યકત કરી. જેવા આધ્યાત્મબાબા ઈશ્વરીના રૂમ તરફ આગળ વધ્યા કે તરત ઈશ્વરી રોજની માફક ચીસો પાડવા માંડી અને મુર્છીત થઈ ગઈ. આધ્યાત્મબાબા પણ એમનાં ધબકારા ચૂકી રહ્યા હતા. એમને ચકકર આવવાં માંડયા. તરત જ એમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. મૌનબાબાને વાતની જાણ થતાં એ પણ દોડી આવ્યા. સ્વસ્થ થતાં અધ્યાત્મએ જિદ્દ પકડી ‘મૌનબાબા આ ઘટના શું છે? આ કેવો અનુભવ છે? હું કેમ અગમ્ય બાબત તરફ ખેંચાણ અનુભવું છું? મારા જીવનનું રહસ્ય મને બતાવો. ’ મૌનબાબાએ પોતાના લાડલા શિષ્ય આગળ નમતું મૂકવું પડયું. મૌનબાબાએ માંડીને વાત કરી. ‘આજથી આઠ વર્ષ અગાઉ કોઈ મોટા શહેરમાંથી તમે બંને હનીમૂન માટે અહીં આવ્યા હતા. તે જ રાતે ભૂંકપ થયો અને બધુ ધ્વંસ થઈ ગયું. ત્યારપછી આ પરિસ્થિતિ નિર્માણ પામી. ’

આધ્યાત્મબાબાને બધું યાદ આવી ગયું. પવનવેગે એ દોડીને ઈશ્વરી પાસે પહોંચી ગયા. એના કપાળે હાથ ફેરવ્યો. ઈશ્વરી પણ સ્પર્શ થતાંની સાથે જ ચમત્કાર થયો એમ સ્વસ્થ થઈ ગઈ. બંને એકબીજાને ઓળખી ગયાં. આલિંગન માટે બંનેએ હાથ ફેલાવ્યા પરંતુ તુરંત જ તેમની પાછળ મૌનબાબા દોડીને આવ્યા અને બંને એમ કરતાં રોકયાં. એમને પૂર્વજન્મના અભિશાપની વાત કરી. ‘આજથી ૮૦ વર્ષ પૂર્વે આ રીતે જ ઉત્તરાખંડમાં ભૂકંપ આવ્યો હતો. ઉપવનને કર્ણાટકની સરકારે અને ગુલમહોરને ગુજરાતની સરકારે ઉત્તરાખંડમાં સેવા અર્થે ડોકટર તરીકે નીમ્યા હતા. ઉત્તરાખંડમાં બંનેની કામગીરી દરમ્યાન મળવાનું થયું અને તેઓ એકબીજાના પ્રેમમાં એવાં રચ્યાપચ્યા રહેવા માંડયા કે જે હેતુથી નિમણુંક થઈ હતી એ હેતુ જ તેઓ ભૂલી ગયા અને એને કારણે અનેક રોગોની મહામારી ફેલાઈ હતી. અસંખ્ય લોકો ટપોટપ મોતને ભેટયા હતા. એમની લાપરવાહીને કારણે ઉત્તરાખંડે ખૂબ મોટું નુકસાન વેઠવું પડયું. ’ ખૂબ જ ટૂંકમાં વાત કરનાર મૌનબાબાએ ખુલ્લાં દિલથી વાત કરી અને જ્ઞાન આપ્યું. ‘જબ મનુષ્ય અપના ધ્યેય ભૂલ જાતે હૈ. જબ મનુષ્ય અપને સ્વાર્થ કે લિયે ઓર સિર્ફ અપને લીએ જીતે હૈ તબ કુદરત પ્રકોપ કરતી હૈ ઔર ઐસા અભિશાપ દે દેતી હૈ. ઈસલિયે બચ્ચે અબ આપ બાત સમજ જાઓ. કુદરત કો સમજો. અગર આપ ઈસ જનમ મે પ્રાયશ્ચિત કરોગે તો આપ દોંનો જન્મોજન્મ એકદૂસરે કે સાથ જી પાઓગે. અગર નહીં તો જન્મોજન્મ ઐસા હી ભુગતના પડેગા. ’

મૌનબાબાની વાત બંને સમજી ગયા તેમને આત્મજ્ઞાન મળ્યું. તેમણે આ જન્મે પ્રાયશ્ચિત કરી લેવાનો નિર્ણય લીધો. બંનેએ પોતપોતાની આવડત અને કુશળતા પ્રમાણે સેવાકાર્ય ચાલુ રાખ્યું. બંને અલૌકિક, અદભૂત, અદ્રૈત પ્રેમનાં પૂજારી બની પોતાનાં પ્રેમને પૂજતાં રહ્યા.

વર્ષો સુધી બંને સેવા કાર્યો કરતા રહ્યા. પરંતુ આધ્યાત્મબાબા ઘણીવાર કયાંક ખોવાઈ જતા. કલાકો અને દિવસો સુધી આકાશભણી મીટ માંડી બેસી રહેતા. તેમની આંખોમાંથી હદયઅશ્રુઓ ગંગા-જમાનાની જેમ વહેતા રહેતાં. લોકોમાં એવી માન્યતા પ્રવર્તતી થઈ કે જયારે બાબા આ મુદ્રામાં લીન થાય છે ત્યારે આશીર્વાદ લેવાથી મનોકામના પૂર્ણ થાય છે. લોકો આધ્યાતમબાબાને ‘સ્વપ્નબાબા’ હુલામણા નામથી ઓળખવા લાગ્યા અને પૂજતા હતા. આ તરફ ઈશ્વરી ગુલમહોર એ પણ નદીકિનારે ઉપવનનું સુંદર શિલ્પ બનાવ્યું હતું. દરરોજ એ શિલ્પની પૂજા-અર્ચના કરતી પછી દર્દીઓની સુશ્રુષા કરતી. દર્દીઓને શ્રધ્ધા હતી. શિલ્પની પૂજા કર્યા પછી શિલ્પીદેવીનાં હસ્તે દર્દીને સ્પર્શ કરવામાં આવે કે દવા આપવામાં આવે તો દર્દમાંથી કાયમ માટે છૂટકારો મળી જાય છે. શ્રદ્ધાળુ લોકો હવે ઈશ્વરીને શિલ્પદેવીને નામે આદરભાવ આપતાં હતાં. વર્ષો સુધી આ જ રીતે અલગ રહીને સ્વપ્નબાબા અને શિલ્પીદેવીએ લાખો લોકોની સેવા કરી. દુખિયારાઓને તેમના દુ:ખમાંથી, દર્દીઓને તેમના દર્દમાંથી છૂટકારો મુકિત અપાવી અને પોતાના અદ્રૈત પ્રેમની પૂજા કરતાં. તેમનાં નિર્વાણ પછી શ્રદ્ધાળુઓએ તેમનું સ્મારક બનાવ્યું. લોકો શ્રદ્ધાથી સ્વપ્નબાબા અને શિલ્પીદેવીને પૂજે છે અને રાહત અનુભવે છે. પ્રેમીપંખીડા અને નવપરણિત યુગલો દર્શને જાય છે. નિર્વિઘ્ને પ્રેમમય જીવન જીવવા માટે આશીર્વાદ મેળવી ધન્ય થાય છે. સ્વપ્નશિલ્પી સ્વપ્ન અને શિલ્પી યુગો-યુગો સુધી અમરત્વ પામ્યાં. બંને પ્રેમીઓનાં આત્માનું મિલન થઈ ગયું.

***

8 - કલ્કિ

હિરેન્દ્રસિંહ પરમાર

“મારી ચારેય બાજુ અઁધકાર છે. કોઇ ખુંણા માંથી પાતળી ધુમાડા ની ધાર છુટી રહી છે. અચાનક ધુમાડા ની પેલે પાર કોઇ આક્રુતિ દેખાય છે. કોઇ ઘોડે સવાર ની આક્રુતિ. હુ એની પાછળ ખેંચાઇ રહી છુ. હુ ધીમા સાદે પાછળ થી અવાજ દઉ છુ. એ પાછળ વળી ને મારી સામે જોવે છે. એના ચેહરા પર એટ્લુ બધુ તેજ હતુ કે એનો ચેહરો ઓળખવો મુશ્કેલ હતો. ”

કોલેજ ની કેંટીન મા અદિતિ તેને અવેલા ગઇ કાલ ના સપના ની વાત તેની મિત્ર મરિયમ ને કરી હતી. “પછી?” મરિયમે ઉત્સુક્તા થી પુછ્યુ.

”પછી શુ? હુ એનો ચેહરો બરાબર ઓળખુ એ પેહલા અલાર્મ વાગી અને આંખ ખુલી ગઇ. “શુ યાર, અલાર્મ દ્સ મિનિટ મોડા મુકવાની ખબર ના પડે?” મરિયમ નો અવાજ થોડો ઉંચો થઇ ગયો. ”જો મને ખબર હોત તો ચોક્કસ મોડી મુકત હો મેડમ!!” અદિતિ એટ્લા જ ધીમા અવાજે બોલી.

અદિતિ અને મરિયમ બાળપણ ના મિત્રો હતા. બન્ને સાથે જ ભણ્યા અને સાથે જ મોટા થયા. એ બન્ને નો પરિવાર વરસો થી સાથે જ રેહ્તો હતો. આખી સોસાયટી મા ખાલી મરિયમ નો પરિવાર એક્લો જ મુશ્લીમ હતો. પણ ક્યારેય એમની સાથે કોઇ ના વર્તન મા ફરક જણાયો નહતો. અદિતિ અને મરિયમ નો પરિવાર દરેક તહેવાર સાથે જ ઉજવતા. દિવસે ને દિવસે એમની મિત્રતા ઓર ગાઢ થઇ રહી હતી. બન્ને એ થોડા મહીના પેહલા જ ગાન્ધીનગર ની આર્ટ્સ કોલેજ મા એડમિસન લીધુ હતુ.

”હવે આ સ્વપ્ન પુરાણ બન્ધ કરીને વિશ્ણુપુરાણ મા જઇશુ?” અદિતિ ઉભા થતા બોલી. ”વિશ્ણુપુરાણ?”“હા, ભુલી ગઇ? અત્યારે શાંતિ મેમ નો લેક્ચર છે. ”“જઉ પડ્શે?” મરિયમ બગાસુ ખાતા બોલી.

”હા મરિયમ બાનુ, જવાનુ જ છે” અદિતિ ને ગઇ કાલ ના ટોપિક મા રસ જાગ્યો હતો. એટ્લે તે ઉતાવળ કરી રહી હતી. એટ્લા મા રુદ્ર કેંટીન મા પ્રવેશ્યો. રુદ્ર અને અદિતિ કોલેજ ના પહેલા દિવસે જ મળ્યા હતા. અને હવે એમની મિત્રતા ‘સામાન્ય’ માથી ‘વિશેસ’ બનવાની અણીમાત્ર પર હતી.

“ક્યા ચાલી સિતા ગીતા ની સવારી?” રુદ્ર એ દૂર થી જ બૂમ પાડી. ”શાંતિ મેમ ની કથા મા” મરિયમ અદિતિ સામે જોઇ ને બોલી. ”તમારે આવુ હોય તો આવો, નહિંતર તમે બન્ને ગપ્પા મારો કેંટીન મા... હુઁ તો જઉ છુ” અદિતિ ચિડાઇ ને બોલી.

”આ ચિબાવલિ સાથે બેસિ ને માથુ કોન દુખાડે.. આના કરતા શાંતિ નો લોડ સહન થશે”“હા તો મનેય તારી સાથે બેસવાનો કાઇ શોખ નથી” મરિયમે વળતો પ્રહાર કર્યો.

ક્લાસ મા એક બેંચ પર વચ્ચે અદિતિ અને બન્ને બાજુ રુદ્ર અને મરિયમ ગોઠવાયા. થોડી વાર પછી શાંતિ મેમ નુ ક્લાસ મા આગમન થયુ. ચાલિસ વરસ ની ઉઁમર, ચુસ્ત કડ્ક સાડી અને અડધા હાથ સુધી નુ બ્લાઉજ, જાડી ફ્રેમ ના ચશ્મા. પહેલી નજરે જોતા જ કોઇ પણ કહી શકે કે આ શિક્ષક હશે.

”તો આપણે કાલે એક્સટ્રા ટોપિક મા ભગવાન વિષ્ણુ ના નવ અવતાર સુધી જોયુ હતુ. આજે વાત કરિશુઁ એમના દસમા એટ્લે કે અવતાર ‘ક્લ્કિ’ વિશે. ” શાંતિ મેમે ભણાવાની શરુઆત કરી.

”કેહવાય છે કે આ અવતાર તેઓ કલિયુગ મા લેશે અને સફેદ ઘોડા પર સવાર થઇ ને આવશે તથા તેમના એક હાથ મા તલવાર હશે. તેઓ આ તલવાર થી પાપિઓ નો નાશ કરશે. ”

”તો મેમ, હાલ કલિયુગ જ ચાલી રહ્યો છે ને! તો બની શકે કે દુનિયા મા કોઇ ખુણા મા એમને અવતાર લઇ લીધો હોય?” એક સ્ટુડંટે સવાલ કર્યો.

“હા બિલકુલ, દુનિયા ના કોઇ ખુણે જ કેમ... બની શકે કે આ શહેર મા પણ લઇ લીધો હોય. ” મેડ્મે આછા હાસ્ય સાથે પ્રત્યુતર આપ્યો.

”ભગવાન ખાલી પાપ નો નાશ કરવા જ થોડા પ્રુથ્વિ પર આવે? બની શકે કે એમની પત્નિ લક્ષ્મિ ની શોધ મા પણ આવ્યા હોય. ” અદિતિ રુદ્ર ના કાન પાસે જઇ ને ગણગણી અને લેક્ચર પુરા થયા નો સાયરન વાગ્યો.

”સિધ્ધાર્થના મમ્મી પપ્પા ને જોઇ ને તો મારી હાલત ખરાબ થઇ ગઇ હતી. ” અદિતિ ગઇ કાલે રાત્રે મરિયમ ના ઘરે બનેલ ઘટના નુ વર્ણન ગાર્ડન મા રુદ્ર સામે કરી રહી હતી.

”તને તો ખબર છે કે મરિયમ અને સિધ્ધાર્થ છેલ્લા બે વરસ થી જોડે છે. સિધ્ધાર્થએ ચાર મહીના પેહલા જ એના ઘરે એના અને મરિયમ ના સબઁધ વિશે વાત કરી હતી અને કહ્યુ હતુ કે હુ લગન કરીશ તો ફક્ત મરિયમ જોડે. સિધ્ધાર્થનો પરિવાર રાજસ્થાન ના રાજવી વંશ થી બિલોંગ કરે છે. ત્યારે તો એના પરિવારે ઘસી ને ના પાડી દિધી હતી. અને અચાનક કાલે મરિયમ ના ઘરે પોહ્ંચી ગયા. ”

”પછી?” રુદ્ર એ ઉત્સુક નજરો થી પુછ્યુ.

”પેહલા તો મને થયુ કે નક્કી આજે ઘર મા બખેડો ઉભો થવાનો છે. પણ બધા ની નવાઇ વચ્ચે એમને મરિયમ ને માથે ચુઁદડી પેહરાવી ને આશ્ચ્રર્ય સર્જ્યુ અને મરિયમ ને એમના ઘર ની પુત્રવધુ બનાવવા રાજી થઇ ગયા. ”

”આ તો ખરેખર સુખદ આશ્ચર્ય કેહવાય, આજ કાલ તો અલગ જ્ઞાતિ મા પણ મેરેજ કરે તો મા બાપ છોકરા છોકરી ને મારતા ખચકાતા નથી. આ તો અખા અલગ ધર્મ નો મામલો હતો. આ ચમત્કાર થયો શી રીતે?” રુદ્ર નવાઇ પામતા બોલ્યો.

“ખબર નહી, એ દિવસ પછી સિધ્ધાર્થે આ વિષય પર ઘરે ક્યારેય વાત પણ નહતી કરી. કદાચ કોઇ સબઁધની દીવાલ સમય ના પાણી થી જ પાક્કી થતી હશે. ”અદિતિ છેલ્લુ વાક્ય રુદ્ર ના આંખો મા જોઇ ને બોલી.

વહેલી સવાર ના પાંચ વાગે અદિતિ ના મોબાઇલ ની રિંગ રણકી. “હેલ્લો” અદિતિ ઉંઘ મા બોલી. ”અત્યારે જ ઘ4 ના ગાર્ડન મા આવી જા ને” સામે રુદ્ર બોલી રહ્યો હતો. ”આટ્લી સવાર સવાર મા?”

“હુ તારી રાહ જૉઉ છુ, બાય” રુદ્ર એ આટલુ બોલી ને ફોન કટ કર્યો. આદિતિ ગાર્ડન મા પોહઁચી ત્યારે હજી અઁધારુ હતુ. ગાર્ડન મા ચહલ પહલ પણ એટ્લી જ ઓછી હતી. ”બોલો સાહેબ, સવાર સવાર મા ઉંઘ બગાડવાનુ કારણ?” અદિતિ હજુ ઉંઘ મા હતી.

”બસ કાઇ ખાસ નહી, વિચાર્યુ આજે જોડે વોકિંગ કરીએ” રુદ્ર આટ્લુ બોલી ગાર્ડન મા વોકિંગ લાઇન પર ચાલવા લાગ્યો. અદિતિ પણ એની પાછળ ખેંચાઇ. સુરજ બસ હવે ઉગવાની તૈયારી મા હતો.

”મને નથી લાગતુ બસ આ જ કારણ હોય. ” અદિતિ રુદ્ર ની સાથે કદમ મિલાવતા બોલી. ”તો શુ લાગે છે તને?””એ તો હવે તને ખબર” અદિતિ ના અવાજ મા આછી ઉત્સુકતા હતી. ”હુ ચાહુ છુ કે... ” આટલુ બોલી રુદ્ર બે ઘુંટણ પર બેસી ગયો. ”આ શુ કરે છે તુ?” અદિતિ હસવાનુ ના રોકી સકી.

”હુ ચાહુ છુ કે આજ થી ઉગનારા દરેક સુરજ નુ પ્રથમ કિરણ તારી સાથે જોઉ. ” અને રુદ્ર એ અદિતિ સામે છુપાવી ને લાવેલુ ગુલાબ નુ ફૂલ આગળ ધર્યુ. ”શુ આ બધુ થોડુ જલદી નથી થઇ રહ્યુ?” અદિતિ એ સવાલ કર્યો.

”બિલ્કુલ પણ નહી, તે જ કીધુ’તુ ને કે સબઁધની દિવાલ સમય ના પાણી થી જ પાક્કી થાય છે. અને એ પણ એટ્લુ જ સાચુ છે કે જો એ દીવાલ ને સમયસર પાણી ના આપવા મા આવે તો એ ભાંગી પડે છે. અને કદાચ આપણા આ સબઁધના પાક્વાનો સમય આવી ગયો છે. ” રુદ્ર એ સ્પષ્ટ્તા કરી.

”તો હુ પણ વચન આપુ છુ કે આપણા આ જીવન મા સૂરજ નો જેટ્લો તાપ તુ સહન કરીશ એટ્લો જ હુ પણ કરીશ. ” અદિતિ પણ રુદ્ર ની સામે ઘુંટ્ન પર બેસી ને એક્શ્વાસે બોલી ગઇ. બન્ને ના પરોવાયેલા હાથ ની પાછ્ળ આકાશ મા સુરજ નુ તેજ પુરા શહેર પર ફેલાઇ ચુક્યુ હતુ.

”તુ હાલ જ વેદ હોસ્પીટ્લ આવી જા” રુદ્ર એ ફોન ઉપાડ્તા જ સામે થી મરિયમ નો ચિંતિત અવાજ આવ્યો.

”હા, પણ થયુ છે શુ?””એ બધી વાત પછી, તુ અત્યારે જ પહોંચ. ” મરિયમ એ આટ્લુ બોલી ફોન કટ કર્યો.

અદિતિ ના મમ્મી પપ્પા બહારગામ ગયા હોવાથી મરીયમ એના ઘરે જ હતી. ત્યા અચાનક અદિતિ ને ચક્ક્રર અને બ્લડ્પ્રેશર વધી જતા મરિયમ એને લઇ ને હોસ્પિટલ પોહ્ંચી હતી. ”હવે તો બોલ થયુ શુ, અને અદિતિ ક્યા છે?” રુદ્ર આવતા વેંત મરિયમ પર ટુટી પડ્યો. “અદિતિ ને એડ્મીટ કરી છે, સામે ના રૂમ મા” મરિયમે આંગળી ચિઁધી. રુદ્ર એ રૂમ તરફ દોડ મુકી. અદિતિ બેડ પર સુઇ રહી હતી અને ડોક્ટર કોઇ ડોક્યુમેંટ ચકાસી રહ્યા હતા.

”સર... શુ થયુ અદિતિ ને?” રુદ્ર એ અદિતિ તરફ જોઇ ને સવાલ કર્યો. ”તમે આ બેન ના શુ થાઓ?” ડોક્ટર રુદ્ર ની નજીક આવી ને બોલ્યા. ”જી.... અમારા બન્ને ના મેરેજ થવાના છે. ”

”ઓકે, ગુડ તો હુ સિધો પોઇંટ પર જ આવુઁ છુ. અદિતિ હવે વધુ દિવસ એક કિડ્ની સાથે નહી જીવી શકે” ડોકટરે મુદ્દા ની વાત કરી. ”હુ કાઇ સમજ્યો નહી ડોક્ટર” રુદ્ર એ ચિંતિત શ્વરે પુછ્યુ. ”જુઓ કદાચ તમને ખ્યાલ નથી, પણ અદિતિ ને જન્મ થી જ એક કિડ્ની છે અને હવે એ પણ સિત્તેર ટકા ઇફેક્ટ થઇ ચુકી છે. ” ડોક્ટરે અદિતિ ની ફાઇલ રુદ્ર ની સામે ધરી.

”તો હવે ડોક્ટર... વોટ નેક્સ્ટ?””જી અમે અદિતિ ના પેરેંટ્સ ને ઇંફોર્મ કરી જ દિધુ છે. એમને આવતા કલાક જેટલો સમય થશે. અમે અમારી રીતે ડોનર ની વ્યવસ્થા કરી જ રહ્યા છિએ. યુ રિલેક્સ યંગ મેન” ડોક્ટરે રુદ્ર ના ખભા પર હાથ મુકતા કહ્યુ.

”સર, શુ હુ મારી કિડ્ની અદિતિ ને ડોનેટ કરી શકુ?” રુદ્ર એ અદિતિ ના ચેહરા તરફ જોઇ ને સવાલ કર્યો. ”શ્યોર યંગ મેન પણ એના માટે આપણુ ચેક અપ કરવુ જરુરી છે. ””જી બિલકુલ, આપ પહોંચો હુ આપની કેબીન મા આઉ છુ” “ઓકે, ” અને ડોક્ટર રૂમ ની બાર નિક્ળ્યા અને અદિતિ એ એની આંખો ખોલી.

”તારે તારી કિડ્ની આપવાની શી જરુર છે. ડોક્ટર એમની રીતે વ્યવસ્થા કરી લેત ને” અદિતિ આંખો ખોલતા ની સાથે જ માઁડ માઁડ બોલી. હજી દવા ની અસર વર્તાતી હતી. ”એટલે મેડમ, આપે બધી વાત સાઁભળી લિધી એમ ને””હા.. પણ મે કિધુ ને કે તુ તારી કિડની નહિ આપે. ” અદિતિ ગુસ્સા મા બોલી.

”ભુલિ ગઇ? તે જ કિધુ’તુ કે સુરજ નો જેટ્લો તાપ તુ સહન કરિસ એટલો હુ પણ”રુદ્ર અદિતિ ના ચેહરા પર હાથ ફેરવતા બોલ્યો.

”પણ.... ” અદિતિ પોતાનુ વાક્ય પુરુ કરે એ પેહલા જ ઉભો થઇ ગયો.

”મે નિર્ણય કરી લીધો છે અને ઇટ્સ ફાઇનલ. તુ આરામ કર હુ ડોક્ટર ને મલી ને આવુ છુ” આટ્લુ બોલી રુદ્ર એ બહાર જવા પગ ઉપડ્યા.

”રુદ્ર... ” બારણા તરફ પોહંચતા જ અદિતિ એ પાછ્ળ થી ધિમો સાદ પાડ્યો.

રુદ્ર એ પાછ્ળ વળી ને જોયુ, રુમ ની ખુલ્લી બારી માંથી સુરજ નો સીધો પ્રકાશ રુદ્ર ના ચેહરા પર પડી રહ્યો હતો અને ચહેરો તેજ થી ચમકી રહ્યો હતો. આ જોતા જ અદિતિ ની નજર સામે શાંતિ મેમ નુ લેક્ચર અને એને આવેલ સ્વપ્ન આકાર લઇ રહ્યુ હતુઁ.

***

9 - પ્રેમ અને પ્રેમ નાં કિસ્સા-કહાની

જય રાવલ

જીંદગી માં ઘણી વાર અજાણ્યા સફર માં એવા અજાણ્યા લોકો મળી જાય છે, જે જાણે જન્મો જનમ થી આપણી સાથે અને આપણા માટે જ હોય એવો અનુભવ થાય છે.. એવું કહેવાય છે કે પ્રેમ એક એવી લાગણી, એવી અવસ્થા, એવું માધુર્ય છે, જે અણધાર્યું અને અચાનક અનુભવવા લાગે છે. અને એવી વ્યક્તિ સાથે પણ જોડાયી જવાય છે, જેની સાથે પ્રેમ થશે એવી કલ્પના પણ ના કરી હોય... બસ, આ પણ એવી બે વ્યક્તિ ની વાત છે, જે એકબીજા સાથે અનાયાસે, પ્રથમ દ્રષ્ટિ એ પ્રેમ માં પડી ગયા. અને ઘણા બધા ઉતાર-ચડાવ પછી પ્રેમ માં બંધાયી ગયા.. !!

વાત છે – વેદ અને તારા ની.. !! એક એવી પ્રેમ કથા, જેમાં મિલન, જુદાયી, પ્રેમ, નફરત બધું જ છે.. !! છતાં પણ એક જે અવિરત રહે છે, એ છે પ્રેમ.. પ્રેમ ની લાગણી, પ્રેમ નો ઉન્માદ... !!

એક અજાણી જગ્યા પર વેદ અને તારા ની પહેલી મુલાકાત થાય છે.. !! કોલકાતા ના હાવરા બ્રિજ પાસે વેદ, તારા ને પહેલી વાર મળે છે.. !! તારા અજાણી જગ્યા પર એના ખોવાયેલા સામાન ને લઈને ચિંતા માં હોય છે, અને વેદ આ સમયે તેને મદદ કરે છે.. !! બન્ને મજાક મસ્તી માં વેકેશન માણે છે, અને એકબીજા પ્રત્યે અનુભવાતી લાગણીઓ કાબુ માં રાખીને સાથે મળેલો સમય માણે છે.. !! જયારે છુટા પાડવાનો સમય આવે છે, ત્યારે તારા એના મન માં ઉઠેલા પ્રેમ ને છુપાવી શકતી નથી, અને વેદ ને એક પ્રેમભર્યું ચુંબન આપીને છૂટી પડે છે...

સમય વહેતો જાય છે, અને વેદ-તારા પોતાની જીંદગી માં ખોવાયી જાય છે... પણ તારા વેદ માટે ખીલેલા પ્રેમ ના અંકુરને પાણી આપીને ઉછેરતી રહે છે.. !! આ બાજુ વેદ, કે જે પોતાના પરિવાર ના સપના પુરા કરવા માટે, પોતાના સપના દબાવીને, એક આર્ટીસ્ટ ને દફનાવીને, મશીન લાયીફ જીવતો માણસ બની જાય છે.. !!

અચાનક ચાર વર્ષનાં અંતરાલ પછી તારા વેદ ના શહેર માં આવે છે અને અનાયાસે બન્ને ની મુલાકાત થાય છે.. !! વાતો માં જ તારા એ જાણી લે છે કે વેદ ણી જીંદગી માં કોઈ બીજી છોકરી નથી અને એકદમ ખુશખુશાલ થયીને વેદ સાથે સમય પસાર કરવા માંડે છે, અને પોતાનો પ્રેમ પૂર્ણ થવાના સપના જોવા લાગે છે.. !! વેદ સાથે હરી-ફરીને તારા ને લાગે છે, આ વેદ એ નથી જેને, એણે પ્રેમ કર્યો છે.. !! આ કોઈ બીજો વેદ છે, જે એક મશીન જેવી લાઈફ જીવી રહેલો એન્જીનીયર છે.. !! અને આ જ કારણ થી વેદ તારા ને પ્રપોસ કરે છે, ત્યારે તારા એના બધા મિત્રો વચ્ચે વેદ ના પ્રેમ ને ઠુકરાવીને જતી રહી છે.. !!

તારા સાથે તૂટેલા સંબંધ ના કારણે વેદ આઘાત માં જતો રહે છે... !! પણ એને વિશ્વાસ છે કે એનો પ્રેમ, એની તારા ને પાછો જરૂર લાવશે.. !! જયારે વેદ ને ખબર પડે છે કે તારા એની જીંદગી માં આગળ વધી રહી છે, ત્યારે વેદ ના મિત્રો એને આ દુઃખ ભુલાવા માટે બાર માં લઇ જાય છે.. !! બાર માં વેદ એક બારગર્લ ને મળે છે, જે કામુક વાતો કરીને વેદ નું મન બહેલાવાનો પ્રયત્ન કરે છે, અને વેદ ની નજીક આવાનો ટ્રાય કરે છે.. જેવી એ વેદ ની નજીક આવા જાય છે, ત્યાં વેદ ને તારા સાથે થયેલી એ પ્રથમ પ્રેમ ની એકાકાર અનુભૂતિ યાદ આવે છે, અને એ બાર માંથી ચાલ્યો જાય છે.. !!

આ તરફ તારા પણ વેદ ને ભૂલીને આગળ વધવાનો પ્રયત્ન કરે છે, પણ તેને અચાનક ખબર પડે છે, કે વેદ કેમ આવી રીતે બદલાયી ગયો છે.. !! તેને પોતાના વર્તન નું દુઃખ થાય છે.. !! તારા મનોમન નક્કી કરી લે છે, કે એ વેદ ને એના વ્યક્તિત્વ સાથે મલાવશે... જેમ એક સ્ત્રી હંમેશા એક પુરુષ ની સફળતા પાછળ હોય છે, એ જ કામ તારા કરે છે... !!!

તારા વેદ ની સાથે રહીને, વેદ ની પડતી તકલીફો, માનસિક પીડા, પરિવાર ની અપેક્ષા અને પોતાની ઈચ્છા સામે લડવા તૈયાર કરે છે.. !! તારા વેદ ને, એના દિલ ની વાત માનીને, એને ગમતું કામ કરવા સમજાવે છે, અને આ પ્રયત્નો થકી વેદ પણ એના પરિવાર ને સમજાવા માં સફળ થયી જાય છે.. !!

વેદ નો એક આર્ટીસ્ટ તરીકે નો પ્રથમ નાટક નો શો હોય છે, જેમાં વેદ પોતાની વાર્તા રજુ કરે છે.. એ પ્રેમ કહાની રજુ કરે છે, જેમાં દરેક કહાની ની જેમ, રોમિયો-જુલિયેટ, લૈલા-મજનું, હીર-રાંજા ની માફક પ્રેમ કરવા વાળા ને જુદું જ થવાનું આવે છે.. ! આ બધી કહાની પછી, પોતાની કહાની રજુ કરીને દુનિયા સામે તારા ને લાવે છે.. કે જેને એને જીવતા, પોતાના અસ્તિત્વ સાથે મળતા શીખવ્યો.. !! અને મશીન માફક જીવતા વેદ ના શરીર માં પ્રાણ ફૂંક્યા.. !!

પ્રેમ માત્ર હક નું, મેળવવાનું કે પામી લેવાનું સાધન નથી.. ! પ્રેમ અધિકાર થોપીને અંકુશ માં રાખવાનું કે શારીરિક નિકટતા નું નામ નથી.. !! પ્રેમ એક લહેર છે, એક અનુભૂતિ છે, આત્મિક મિલન ની અનુભૂતિ, અપૂર્ણ થી પૂર્ણ તરફ ની દિશા, શબ્દ વિના આંખો થી બોલાતી વાણી ની મધુરતા, દરેક પરિસ્થિતિ માં સાથે રહેવાની અભીવ્યક્તતા છે.. !!

પ્રેમ છે તો નફરત પણ આવશે, તકરાર પણ આવશે, પણ જે પ્રેમ ને બાંધી રાખશે એ વિશ્વાસ નું જતન અને પોષણ જ પ્રેમ ની વ્યાખ્યા છે.. !! પ્રેમ ક્યારેય મરતો નથી, એ હંમેશા હૃદય ના ઉંડાણ માં રહે છે, જે સંજોગો અનુસાર સળવળાટ કરીને પાછો ત્યાં જ બેસી જાય છે.. !! પ્રેમ માં જઘડો છે, તો ગુસ્સો પણ છે, ઇનસિક્યોરિટી છે, જલન પણ છે.. અને આ જ વસ્તુ પ્રેમ ને જીવંત રાખે છે.. !! જેમ છોડ ને પાણી સીચવું પડે, એ જ રીતે જીવન માં પણ પ્રેમ નું પાણી સીચવું જરૂરી છે..

પ્રેમ પામી લેવાનું નામ નથી, પ્રેમ તો એકબીજાની ખુશી માં પોતાની ખુશી શોધવાનું નામ છે.. !! અને કદાચ આ નાનકડી કવિતા જ પ્રેમ ને પરિભાષિત કરવાનો પ્રયત્ન કરી શકશે.. !!

પ્રેમ એટલે લાગણી ના તાર થી જોડાયેલો સંબંધ,

પ્રેમ એટલે વિશ્વાસ ની જ્યોત થી પ્રજ્વલ્લિત દિપક,

પ્રેમ એટલે પવિત્ર મન થી ઈશ્વર ને થયેલ પ્રાર્થના.

પ્રિયતમ/પ્રેયસી સાથે આકર્ષણ અને આડંબર થી જોડાયેલ સંબંધમાં લાગણી ક્યાં અને પ્રેમ ક્યાં?

પ્રિયતમ/પ્રેયસી નો હાથ પકડીને આપેલ ફોક અને દેખાડા વાળા વચનો માં વિશ્વાસ ક્યાં અને પ્રેમ ક્યાં?

પ્રિયતમ/પ્રેયસી ની આંખ માં આંખ નાખીને કહેલ જુઠ અને છુપાવેલ વાતો માં વિશ્વાસ ક્યાં, પવિત્રતા ક્યાં અને પ્રેમ ક્યાં?

અને પ્રિયતમ/પ્રેયસી સાથે કહેવાતા આ પ્રેમ ના કારણે ઉપર ના સાચા પ્રેમ ની પરિભાષા ક્યાં?

પોતાના ગુના કે ભૂલો ને પ્રિયતમ/પ્રેયસી સંગ કબુલતા લાગતા ડર માં પ્રેમ નથી,

મુક્ત મને વિચારો અને વાતો ને કહેતા થતા ખચકાટ માં પ્રેમ નથી,

સત્ય છુપાવા ઓઢેલ જુઠ ના આવરણ તળે સુવામાં પ્રેમ નથી,

ભય, અવિશ્વાસ, ઉચાટ, અસંતોષ અને છીનવાયેલી વિચારોને વ્યક્ત કરવાની સ્વતંત્રતા ના ઓછાયા તળે પ્રેમ નથી.

પ્રેમ એ પર્વ નથી, પણ દરેક પર્વ ની શરૂઆત અને ગરિમા પ્રેમ છે,

રોજબરોજ ના કાર્યો માં ક્યાંક વહેચેલી મુસ્કાન અને હૃદય ને મળેલ ટાઢક પ્રેમ છે,

નીંદર ટાણે મન પર હળવાશ, આંખો માં ચમક અને હોઠ પર મુસ્કાન પ્રેમ છે.

પવિત્ર મનના કોડિયામાં, લાગણી ના તાર ને વિશ્વાસ ના દિપક થી પ્રજ્વલ્લિત કરીને કોઈ પણ કરેલ કામ,

એ જ તો સાચો પ્રેમ છે, એ જ તો સાચો પ્રેમ છે, અરે દોસ્ત, એ જ તો સાચો પ્રેમ છે.

***

10 - તુ અને હું

કામીની મહેતા

“હૈપી વેલેંટાઇન ડે.. વિલ યુ બી માઇ વેલેંટાઇન્. ?” ધરતીના હાથમાં લાલગુલાબ હતુ એ ઘુટનો પર બેસી તેને પ્રપોઝ કરી રહી હતી. અંબર ચમકીને બે ડગલા પાછળ હટી ગયો. આ ક્ષણોં આવશે એ તેને ખબર હતી. પણ આજે આવશે તેનો અંદાજ નહોતો. જ્યારે ધરતી માટે પ્રપોઝ કરવા માટે આના સિવાય બીજો સારો દિવસ કયો હોઇ શકે..

“ શું કરે છે તુ ધરતી. ? તને ખબર છે ને આપણે બે નદીના બે કિનારા જેવા છીયે.. જે ક્યારેય મળતા નથી. તુ ક્યાં ને હું ક્યાં.. તુ સ્માર્ટ, દેખાવડી., . પૈસાદાર બાપની એક માત્ર દિકરી.. હું મુફલિસ, જેને ન કોઇ આગળ ન પાછળ. તુ મારી સાથે પરણીને ક્યારેય સુખી નહી થાય. ”

“ત્યાં જ તારી ભૂલ થાય છે અંબર. સુખ નામના પ્રદેશને અમીર ગરીબ સાથે કોઇ લેવાદેવા નથી. મારો જ દાખલો લેને... મમ્મી આખો દિવસ ક્લબ અને પાર્ટિઓમાં વ્યસ્ત હોય છે અને પપ્પા બિઝનેસમાં.. ધનના ઢગલા વચ્ચે હું સુખને શોધતી રહું છુ. સુખી થવા માટે પ્રેમ જોઇએ... પૂર્ણ પ્રેમ.. અનકંડિશનલ લવ.. હું તને અનકંડિશનલ લવ કરુ છુ. ”

“ આ બધા ડાયલોગ ફિલ્મોમાં વાર્તાઓંમાં સારા લાગે ધરતી.. વાસ્તવિક જીવનમાં જ્યારે સત્ય સાથે પનારો પડે, ત્યારે લવ ફવ બધુ કપૂરની જેમ હવા થઇ જાય. આપણા સ્વભાવ એક બીજાથી એકદમ અપોઝિટ.. તુ ચુલબુલી, .. તેજતર્રાર.. હું શાંત પ્રક્રુતિનો.. તુ ધરતી ને હું અંબર.. આપણે ક્યારેય એક ન થઇ શકીયે.. તુ મને પામવાની જીદ છોડી દે. ”

“ અપોઝિટ ઓલવેઝ એટ્રેક્ટ.. ભલે આપણા નેચર જુદા હોય. અંબર અને ધરતી એકબીજી વગર રહી જ ન શકે.. એક બીજા વગર તેમનુ કોઇ અસ્તિત્વ જ નથી. ” ધરતી પોતાની દલીલ ને વળગી રહી.

અંબરે તેને ઘણી રીતે સમજાવી.. પણ ધરતી ન માની. અંબરને પામવા માટે તેણે પિતાનુ મહેલ જેવું ધર છોડી દીધુ ને અંબરના વનરૂમ કિચનમાં રહેવા આવી ગઇ. થોડા મિત્રોની હાજરીમાં બન્ને પરણી ગયા. અને તેમનો સુખથી નિતરતો.. મહેંકતો સંસાર શરૂ થયો.

અંબર સવારે જોબ પર જતો. સાંજના વાયોલીન શિખવાડવાના બે ત્રણ ટ્યુશન કરતો. અને પછી લો કોલેજમાં ભણવા જતો. ઘણુ સંઘર્ષમય જીવન હતુ. પણ ધરતીએ પોતાના પ્રેમ, સમજણ અને સ્નેહથી સંસારને મધુરતાથી ભરી દીધો. તે શોખીન હતી. ઘરને સરસ સજાવતી. ખાવાની અલગ અલગ ડીશ બનાવતી.. આજુ બાજુ બધાના સાથે ખુબ મનમેળ રાખતી. “તુ આ બધુ કેવી રીતે મેનેજ કરે છે ધરતી.. ? મારા ઓછા પગારમાં. ”... અને ધરતી તેની મોઢા પર હાથ મુકી દેતી.. “તેની ચિંતા તમે કરવાની છોડી દો વકીલ સાહેબ.. તમારા ભણવા પર કોંસનટ્રેટ કરો.. ’

અંબર પોતાના મિત્રોમાં ધરતીના વખાણ કરતો. “ઘરનુ મેનેજમેંટ તો મારી ધરતીનુ.. મને લાગે છે જો તેને દેશનુ મેનેજમેંટ સોપવામાં આવે તો દેશની બધી ખાદ પૂરી થઇ જાય. ”તેના મિત્રોને આમેય તેની ઇર્ષા આવતી. કાગળો દહિથરુ લઇ ગયો. ની લાગણી થતી. બધાને એમ હતુ કે આ લગ્ન કંઇ લાંબુ ખેંચશે નહીં. પણ બધાના આશ્ચર્ય અને અદેખાઇની વચ્ચે અંબર અને ધરતીનો સુખી સંસાર વહ્યે જતો હતો.

ક્યારેક અંબરને વાયોલીનના પ્રોગ્રામ મળી જતા. જેમા પૈસા સારા મળતા. ધરતી તેના પ્રોગ્રામમાં ફ્રંટ સીટ પર બેસી તેને વાયોલીન વગાડતા જોયા કરતી. અનિમેષ..... અંબરના આ રૂપના પ્રેમમાં જ તો તે પડી હતી.

કોલેજના સાંસ્ક્રતિક પ્રોગ્રામના રિહર્સલમાં તેણે પહલી વાર વાયોલીન વગાડતા જોયો હતો. તલ્લીન.. જેમ સમાધીમાં હોય તેમ અંબર વગાડતો હતો. ધરતી ત્યારથી જ તેના પ્રેમમાં પડી ગઇ હતી. પણ અંબર એને ખાસ ભાવ આપતો નહોતો. બસ પોતાના કામથી કામ રાખતો. શાંત સ્ટુડિયસ છોકરો.. પણ એ છોકરો પિગળ્યો જ્યારે કોલેજ ડે પ્રોગ્રામમાં ધરતીએ એના સુરીલા કંઠે ગાયુ...

તુ અને હું જાણે સામા કિનારા. ને વચ્ચે આ વહેતુ તે શું..

વાણી તો જાણે વાદળ વૈશાખના.. મૌન કંઇ કહેતુ તે શું..

ઓડિયંસએ તેને તાળીઓથી વધાવી. પણ તેને તો દરકાર હતી અંબરની તાળીઓની. અને જ્યારે અંબરે તેને બિરદાવી ત્યારે તે સાતમા આસમાનમાં વિહરવા લાગી અને અંબરને પામવાના સપના જોવા લાગી. ધીરે ધીરે બન્ને એકબીજાની નજીક આવતા ગયા. જ્યારે અંબરને ધરતીના સામાજિક સ્ટેટ્સની ખબર પડી ને તેને ધરતીને મળવાનુ બંધ કર્યુ.. એ ધરતી થી દૂર રહવા લાગ્યો. પણ અંતે ધરતીના પ્રેમે એને હરાવી જ દીધો.

અંબરને ખબર ન પડે તેમ ધરતી આજુબાજુના છોકરાઓને ભણાવતી હતી. ફાજલ સમયમાં તેમની માટે સ્કૂલના અઘરા પ્રોજેક્ટ બનાવી આપતી જેના એને સારા પૈસા મળતા... ઘરકામમાં થી નવરી પડે કે કંઇ નુ કંઇ કરતી હોય. પોતાના પિતાનુ ઘર તો તેને છોડી દીધુ હતુ. સાસરીમાં કોઇ હતુ નહી. સગા કે વહાલા જે ગણો તે આ પડોશી જ હતા.

જોત જોતામાં વરસ વીતી ગયુ. “હેપી વેલેંટાઇન ડે અંબર. ”. ધરતીએ સવારે તેને ઉઠાડતા ઉષ્મા ભર્યુ આલિંગન આપ્યુ. “આજે આપણને મળ્યાને વરસ પૂરૂ થયુ.. લેટ્સ સેલિબ્રેટ.. ”

“ ઓ ધરતી હું તને કહેતા જ ભૂલી ગયો. મને આજે સાંજના એક કોંસર્ટમાં વાયોલીન વગાડવા માટેનુ આમંત્રણ મળ્યુ છે. મોટા મોટા દિગ્ગજો સાથે એક ફ્લોર પર મને વાયોલિન વગાડવાનો મોકો મળશે. તુ આવીશને મને સાંભળવા. ”.

“ઓ. ”. ધરતી નુ મોઢુ વિલાઇ ગયુ.. તેણે સાંજના અંબર માટે સરપ્રાઇઝ પાર્ટીનુ આયોજન કર્યુ હતુ. ચાર પાંચ મિત્રો ને ડીનર પર આમંત્રિત કર્યા હતા.

“ ના, .. આજે મને જરા ઠીક નથી “.. તેણે બહાનુ કર્યુ. ”. કેમ શું થયુ. ?”. અંબરને ચિંતા થઇ.. “નથીંગ ટુ વરી.. તુ પરવાર.. તને લેટ થઇ જશે. ”

ઓફિસની લોબીમાં અંબર લિફ્ટની રાહ જોતો ઉભો હતો. તેના બે કલીગ આપસમાં કોઇની વાત કરતા હતા... “પેલો મહેરા છે ને, તેની બૈરી બહુ ફટાકડી છે. મેહરાના ટુકા પગારમાંએ ઘરને ફાંકડુ ચલાવે છે. નીત નવા દાગીના ઘડાવે છે. કેવી રીતે મેનેજ કરતી હશે બધુ.. ?’

“અરે ઘણા રસ્તા હોય છે કમાવવાના.. નોકરીમાં રચ્યાપચ્યા પતિદેવને ખબર પણ ન પડે તેવી રીતે હવે આ ગૃહણીઓ કમાતી થઇ ગઇ છે. તે છાપામાં જાહેર ખબર નથી જોઇ.. ‘કમ્પની મળશે સારા ઘરની ગૃહંણીઓની’”. તેને ગંદી રીતે આંખ મારી.

આ મને સંભળાવવા કહેતો હશે.. અંબર ત્યાંથી હટી ગયો. લાગ્યુ કે તેની પીઠ પાછણ બન્ને એના પર હસતા હતા.

અઢી ત્રણ વાગે તે થિયેટર પર પહોંચ્યો. ચાર વાગેથી કોંસર્ટ શરૂ થવાનો હતો. પ્રોગ્રામ પહેલા લાઇટ રિફ્રેશમેંટની વ્યવસ્થા હતી. થોડુ ખાઇ તે બાથરૂમ તરફ ગયો. રસ્તામાં એક રૂપાળી વેઇટ્રેસએ તેની સામે સ્મિત કર્યુ.. ”સર, મેરા કાર્ડ”.. કાર્ડ લઇ તેને ખિસામાં મુકી દીધુ. તેને એમ કે કેટેરિંગવાળાનુ કાર્ડ હશે.

પાછા ફરતા પાછી પેલી વેઇટ્રેસ મળી.. “સર, દેખા આપને મેરા કાર્ડ. ?”

“ હાં, .. હાં, અચ્છી કેટરિંગ સર્વિસ હે આપકી. ”

“સર, વો કેટરિંગ વાલે કા નહીં, મેરા પર્સનલ કાર્ડ હે. જબ આપકો જરૂરત હો મેં આપકો એંટરટેંટ કર સકતી હું. ” પેલી મારકણું હસી. અંબરને પસીનો આવી ગયો. “એંટરટેંટ. ?” તો પેલો કપૂર સાચુ કહેતો હતો.. સારા ઘરની છોકરીયો એ આવા ધંધા કરતી હશે.. !!

કોંસર્ટ ચાલુ થઇ પણ આજે અંબરનુ મન ક્યાંય નહોતુ. તેણે શું વગાડ્યુ.. કોની સાથે વગાડ્યુ.. શેંમાય તેનો જીવ નહોતો. તેનુ પત્યુકે તે તરત નિકળી ગયો. ઘરે પહોંચ્યો ત્યાં સુધી તેનુ મગજ વિચાર વંટોળમાં અટવાએલુ હતુ. તેની મનની શાંતી છિન્ન ભિન્ન થઇ ગઇ હતી. સદા શાંત રહેતો અંબર આજે તપી ગયો હતો. મિત્રોએ વાત કરી તે મને ચેતવવા માટે જ કરી.. ટુંકી આવકમાં ધરતી આટલુ વ્યવસ્થિત ઘર ચલાવી જ કેવી રીતે શકે.

ઘરે પહોંચ્યો તો પાર્ટી ચાલતી હતી મિત્રો તેને ઘેરી વળ્યા. “હેપી વેલેંટાઇન ડે.. દોસ્ત, તારા પ્રેમની સાલગિરહ મુબારક હો. ”. પણ આજે અંબર કંઇ સાંભળવાના મુડમાં નહોતો. ધરતીએ નવી સાડી પહેરી હતી. નવા દાગીનામાં તેનુ સુંદર મુખ ઓપતુ હતુ. નવા દાગીના.. અંબરનુ શંકાનુ ઝાળુ ઓર મજબૂત થયુ. આજે તે ધરતીને પ્રેમાળ નજરથી ન જોઇ શક્યો. એનો મૂડ જોઇ મિત્રો એ વહેલા નિકળી ગયા.

ધરતી એ પાછળથી આવી તેના ગળામાં હાથ નાખ્યો. “કેવી લાગી મારી સરપ્રાઇઝ ?.. તેના હાથમાં ગિફ્ટનુ બોક્સ હતુ.. “આ મારા ડિયર માટે ગિફ્ટ. ” મોંઘામાં નુ રિકોર્ડ પ્લેયર હતુ જે લેવાની તેને ઘણા સમયથી ઇચ્છા હતી. “કેવી લાગી મારી ગિફ્ટ. ?”. ધરતી લાડમાં પૂછતી હતી.. અંબરે તેનો હાથ પોતાના ગળામાં થી ઝટકો મારી દૂર કર્યો.. ધરતીને નવાઇ લાગી. “શું થયુ. ?. તારો પ્રોગ્રામ... “

“ મારે તારી પાસેથી પાઇ પાઇ નો હિસાબ જોઇયે છે. ”. ધરતી કંઇ સમજી નહી.. “હિસાબ?.. કેવો હિસાબ.. ?”

“આ બધા ખર્ચા તુ કાઢે છે કેવી રીતે.. ? આ પાર્ટીઓ.. આ નવા દાગિના બધુ આવે છે કેવી રીતે? એ જાણવુ છે મારે. ”

તેના અવાજનો ટોન સાંભળી ધરતીનો ચહેરો તપેલા તવા જેવો થઇ ગયો. “યુ મિન કે આ ઘરનો ખર્ચો ચલાવવા હું શું આડા અવળા કામ કરુ છુ. એ જાણવુ છે તારે. ”. એ તિરસ્ક્રુત નજરે અંબર સામે જોઇ રહી. “આ દાગિના સાચા નથી, ખોટા છે. ” તેને અંદરથી હિસાબની ડાયરી લાવી તેના સામે ફેંકી. “લે જોઇ લે. શું જોવુ છે તારે. ?. અને આ દાગિના.. વિશ્વાસ ન હોય તો ખરાઇ કરાવી લેજે. ” માળા કાઢીને તેના પર ઘા કર્યો…. ”. સ્ત્રી બધુ ચલાવી શકે છે પણ પોતાના ચારિત્ર પર આક્ષેપ ક્યારેય નહી.. તુ આર્થિક રીતે ગરીબ હતો એ મને મંજૂર હતુ, પણ આજે તુ મનથી ગરીબ થઇ ગયો છે અને તે મને મંજૂર નથી. તુ મારા પર શંકા કરે છે.. મારા પર... ? રડતી રડતી ધરતી બોલી “આ શંકાના વાદળ વચ્ચે આપણુ સહજીવન શક્ય નથી. હવે હું અહીં તારી સાથે રહી શકુ નહીં. ” તેણે બેગમાં પોતાના કપડા ભર્યા અને ઘરની બહાર નિકળી ગઇ. અંબરમાં એટલીએ હામ નહોતી કે તેને રોકે.. પૂછે આટલી મોડી રાતે ક્યાં જઇશ ?

તે ડાયરી જોઇ રહયો. બે છેડા ભેગા કરવા ધરતી ટ્યુશન કરતી હતી. ! મને એણે આ વાત જણાવી કેમ નહીં.. તો તો મને શંકા આવત જ નહીંને.. અંતે તો મેલ ઇગો.. નમે કેમ..

ધરતી અંબરનો નંદનવન શો સંસાર રોળાઇ ગયો.. લોકો સંભળાવતા.. અમે નહોતા કહેતા.. આ કજોડુ લાંબુ ખેંચશે જ નહીં. સોનાના મહેલમાં રહેતી ધરતી અભાવો ભર્યા જીવનમાં સેટલ ન જ થઇ શકે. અંબર કેમ કરીને કહે કે આમાં મારો મારો ને ફક્ત મારો જ વાંક છે. ધરતી તો આજે પણ પવિત્ર છે. ખોટુ લાંછન મેં તેના પર લગાડ્યુ છે. તે ધરતી માટે ઝુરતો. મનોમન તેની માફી માંગતો. પણ હવે શો ફાયદો..

પાછુ એક બળબળતુ વરસ નિકળી ગયુ. આજે પાછો વેલેંટાઇન ડે છે. જુવાન હૈયા થનગનતા હતા. અંબરને ધરતીની તિવ્રતાથી યાદ આવતી હતી. ધરતી સાથે પોતે પરણવાની ના પાડી તો ધરતી કેવી હઠ પર અડી ગઇ હતી. અને તેને પામીની જ જંપી. તો શું હું હઠ પર અડી ધરતીને ન પામી શકુ. તેને મનોમન નિર્ણય લીધો અને ધરતી જ્યાં રહેતી હતી તે લેડિસ હોસ્ટેલની બહાર જઇ ઉભો રહ્યો. જેવી ધરતી બહાર આવી કે ઘુટનો પર બેસી પડ્યો... “હેપી વેલેંટાઇન ડે ધરતી.. વિલ યુ બી માય વેલેંટાઇન.. ?”

તેની આખોંમાં થી આંસુ વહેતા હતા. એ આંસુઓની પવિત્રતાથી પેલુ પ્રેમનુ ઝરણુ કલ કલ કરતુ વહી નિકળ્યુ.

***

11 - વેલને ગમે વિંટળાવવું

કુંજલ છાયા

ઘરમાં પ્રવેશતાં જ એને વાતાવરણ મઘમઘતું જોઈએ. વળી એનાં આવવાથી ઘર હંમેશાં ધમધમતું થઈ જાય. પોતે જ જાણે પતંગિયું કેમ ન હોય? એને ફુલો-છોડ-વેલ અને પમરાટનો ભારે શોખ. જૂઈ, મોઘરો, રાતરાણી, રજનીગંધા, જાસૂદ અને કરેણ ઘરની ક્યારીમાં વાવ્યાં હતા. કેટલીક વેલ તો લોખંડી ઝાંપલાંને સહારે છેક કમાનાંકાર કાંગરી સુધી ચડી હતી. સાંજ પડતાં વરંડાની આભા મન પ્રફુલ્લિત કરી દેતી. કુસુમ ઓફિસેથી મોડીવહેલી આવે ત્યારે એની આ પ્રિય જગ્યાએ જ ચા પીવે.

દરેક ઋતુમાં અહીંનું વાતાવરણ નોખું જ હોય. કુદરતની સર્જનસૃષ્ટિની કુતૂહલતા અહીં માણવાની મજા આવે એવું હતું. ક્યારેક ફાજલ સમયમાં ક્યારીઓનું નિંદણ કરે. નવાં છોડ વાવે, કરમાયેલ કે ખરેલ પાંદડાનોને કાઢીને સાફસૂફી કરે. એ કામમાં જાણે એ એક એક ક્ષણ પોતાને જ સજાવતી હોય એવું અનુભવે. વેલ કે કૂંપણોને ટેરવે સ્પર્શ કરીને ઊંડો શ્વાસ લે ત્યારે પ્રફુલ્લિત થઈ જાય. જાણે કે થાક ઓઝલ થઈ જાય એનો.

લાડકોડ, સંસ્કાર અને સમજણ ભર્યા વાતાવરણમાં ઉછરેલી કુસુમ પોતાનું આગવું વ્યક્તિત્વ ઘડવામાં સફળ થઈ હતી. સારાં-નરસાં અને સત્ય-અસત્યનો ભેદ પારખી શકવા સક્ષમ હતી. સરકારી ખાતામાં સારી નોકરી મળી; એ પણ જાત મહેનતથી પરિક્ષાઓનાં પરિક્ષણોમાંથી પસાર થઈને.

નહીં નવયૈવના કે નહીં આધેડવયની તે જુવાનીનાં મધ્યાહ્ન તરફ હતી. તેની દેહાકૃતિ; દેહભાષા અને કૌમાર્યપણું સૌ કોઈને આકર્ષી જાય તેવું હતું. કામ કરતી વખતે એક અધિકારી તરીકેની તેની છાપ ખૂબ જ કડક અને પ્રભાવશાળી હતી. પરંતુ ઘરનાં એ હિસ્સામાં એ કાયમ કંઈક અલગ જ દીસતી. ઝાડનાં હજુ પુખ્તપણે વિકસ્યાં પણ ન હોય એવા થડને લપેટાયેલ વેલીઓને અને એમાં ઉગેલ ફળીઓ, કળીઓ અને ફુલોને હંમેશાં નીરખ્યા કરતી.

ઘણાંવખતે ફરી એ પ્રશ્ન ઘરપરિવારમાં હવાની લહેરખીની જેમ ઉડવા લાગ્યો.

“તારા માટે માગું આવ્યું છે. વાત કરીશને?” મમ્મીએ સાચવીને વાત મૂકી. “કોણ છે?” ચાનો કપ હોઠ પર ફેરવતાં પપ્પા તરફ નજર કરીને નફિકરું પૂછ્યું.

“સોનલબે’નનાં દિકરાનાં લગ્નમાં પૂનાથી એક પરિવાર આવ્યું હતું યાદ છે? તું પણ એ લોકો અને એ છોકરા સાથે ઘણું ભળી ગઈ હતી. એટલે અમે વિચાર્યું કે.. ” તેનાં પપ્પાએ વાતમાં મોણ નાખ્યા વિના દિકરીને કહ્યું. શૂન્યભાવે તેણી વરંડામાં ચા પીતે ચાલી ગઈ.

રાતે તેણીએ મમ્મીને પૂછ્યું, “આપણા તરફથી વાત ગઈ?” “ના, એણે જમણવાર દરમિયાન પૂછ્યું હતું. ”“શું?”“કે તારા લગ્ન થઈ ગયાં કે કેમ? ઈચ્છા ખરી? કોઈ યોગ્ય પાત્ર મળે તો.. ”“તો?” વચ્ચેથી જ તેણી પૂછી બેઠી. અને જરા અટકીને ફરી બોલી. “તો, તમે શું જવાબ આપ્યો?”

“કહ્યું, કે એની મરજીની માલિક છે. બાકી અમારી તો ઈચ્છા હોય જ. ” મમ્મીએ સૂવા પહેલાં સોડણ કરતે આંખો ચોરી હોય એ રીતે વાત અધૂરી મૂકી.

“હમ્મ. ”“તું વાત કરીશને?”“ખબર નહીં. ”“કેમ? તે દિવસે તો કેટલીય વાતો કરી હતી. ” “હા, વાત કરી હતી. એકાદ સામાન્ય રસનો વિષય નીકળ્યો હતો વધું કંઈ નહોતું. ” કુસુમે કહ્યું.

“મેં એને એજ કહ્યું હતું. તું તારી મરજીની માલિક છો. ઈચ્છા થાય તો જરા વાત કરી લે જે. નંબર છે ને?” સૂવાની તૈયારી કરી વાત પૂરી કરતાં મમ્મી બોલ્યાં. “હા, છે. ” તેણી વિચારમુદ્રામાં એ જ પ્રિય બાગમાં લટાર મારતી રહી.

“મારા પાસે એનો ફોન નંબર છે કરી જોવું?” મનમાં કંઈક નિશ્વય કરીને ફોન જોડ્યો. “જી, કુસુમજી કેમ છો?” સામે છેડેથી સંભળાતો સૌમ્ય અવાજ કુસુમને ગમ્યો. “મજામાં. તમે?” કુસુમ ધીમેથી બોલી. “આનંદ. ” આનંદે આનંદથી વાત કરી.

વિખુટાં પડ્યાં ત્યારે જે બાબત પર ચર્ચા ચાલી હતી તે થોડી આગળ ચાલી. ઔપચારીક વાત દરમિયાન કુસુમ એ વ્યક્તિનાં અવાજ અને પોતા પ્રત્યેની ભાવના સમજવા પ્રયત્ન કર્યો.

“મને કેમ ન પૂછ્યું? મમ્મીને કેમ વાત કરી?” કુસુમે પ્રશ્નનો પ્રહાર કર્યો. “તમને સીધું પૂછવું લગ્નસરામાં મને યોગ્ય ન લાગ્યું. ” પ્રશ્નનો ઘા જીલતાં આનંદે સહજતાથી ઉત્તર વાળ્યો.

વિના સંકોચ નિખાલસ છતાંય તટસ્થ ભાવે કુસુમને વાત કરવાની ટેવ એનાં વ્યવસાયીક ક્ષેત્રને લીધે પડી ગઈ હતી.

“આપણે પ્રમાણીક વાત કરીએ?” કુસુમે પૂછ્યું. આનંદઃ “જી?”ચાલુ ફોનમાં જ બંન્ને એક સાથે હસી પડ્યાં.

“એ દિવસે તમે આમ જ પૂછ્યું ત્યારે તો હું એકદમ ગભરાઈ જ ગઈ હતી. ”“કેમ?”“અરે! કોઈ સાવ અજાણ્યો પુરુષ આમ ઓચિંતો સાથે ચાલવાનો ઈશારો કરે અને પૂછે કે આપણે પ્રમાણીક વાત કરીએ? તો અજીબ તો લાગે જ ને? અને વળી લગ્નપ્રસંગની વ્યવસ્થા - ગેરવ્યવસ્થાની ચર્ચા કરવા માંડે તો તો વધારે આઘાત પહોંચે ને?”“એમ? તો તમે શું વિચાર્યું હતું? કે હું બીજી શું પ્રમાણીક વાત કરીશ?”

કુસુમ અને આનંદ ફરી હસ્યાં. હસતે હસતે જરા રોકાઈને કુસુમે વાંકી વળીને એક કુમળી વેલની પાતળી ડાળખીને પકડીને બાજુનાં છોડ સાથે વળગાડી. હસવાનો રવ ધીમો પડ્યો. કુસુમે જવાબ આપ્યોઃ “મને.. ખ્યાલ હોત કે તમે મમ્મીને પૂછ્યું હતું મારા વિશે, તો ત્યારે જ વાત થઈ જાત. ”

“ના, ત્યારે નહોતું પૂછ્યું. આંન્ટી સાથે પાછળથી વાત થઈ હતી. અને પછી લાગ્યું કે બહુ જલ્દી તો નથી કરતો ને?”“શેની જલ્દી?”“વાત કરવામાં. ”આનંદને વચ્ચેથી અટકાવતે કુસુમ બોલી. “અત્યારે મોડું થઈ ગયું છે. ”“જી?”

“હાસ્તો, રાતનાં બાર વાગવા આવ્યા. ” આકાશ તરફ જોતે અંધારાને આંજતી હોય એમ કુસુમ બોલી. “ઓહ તો કાલે વાત કરીએ?”“ના ના. ખોટું ન લગાડશો. આ તો મમ્મી પપ્પાને સૂવાનો સમય થયો. ”“જી. ”“મે.. સેજ્થી.. ”“હા, ચોક્કસ. ” “શુભ રાત્રી. ”“જી. મેસેજથી મળતાં રહેશું. આવજો. ”

પરસાળમાં મધરાતની સોડમ પ્રસરી હતી. આટલી મોડી રાતે ત્યાં કુસુમ ક્યારેય નહોતી બેઠી. મીઠાં પુષ્પોની ખુશ્બો માણતી એ ક્યારીનાં કિનારે ગોઠણભેર ગોઠવાઈ. ફોન પર ચાલેલી વાતોને મંદ મુસ્કુરાહટ સાથે યાદ કરી રહી. રહી રહીને કુસુમને કાયમ તેની મમ્મી સમજાવતાં તે વાક્યનાં ભણકારા પડ્યા. “જો આ વેલીઓ નબળી નથી. એને પણ પોતાની શક્તિ છે જ વિકસવાને. પણ તોયે એ ઊછરવા મજબૂત થડનો આધાર લે જ છે ને?”

સવારે કાયમ ઓફિસ જતી વખતે ઝડપથી વાળનો બોથો ભેગો કરીને લટોને સાચવીને પીનથી નિયંત્રીત કરી દેનારી કુસુમ જરા વધુ સમય લીધો આરસી સામે. એને કાનની બૂટ પાસે જરા સોનેરી ઝાય દેખાઈ વાળમાં. ઘડીક આંખો મીંચી લીધી અને ઊંડો શ્વાસ લીધો. એવામાં એનાં મમ્મીએ આવીને કહ્યું, “જરાય મોડું નથી થયું હજુ. આનંદથી જીવી લે. ” અરિસાનાં જ પ્રતિબિંબમાં ચહેરાની ચમક છૂપાવ્યા વિનાં જ કુસુમે સ્મિત કર્યું. અને નીકળી ગઈ. રાબેતા મુજબ આવજો કહેતી હોય એમ એનાં વરંડાના વેલાઓને સ્પર્શ કરતી પસાર થઈ ગઈ.

આનંદ સાથે ફોન પર અને નેટ પર વાતો કરવી, જમ્યાં કે નહિ? એવું ઔપચારિક ખબરઅંતર પૂછી લેવા એ બધું અચાનક જ કુસુમને ગમવા લાગ્યું હતું. કાર્યાલયની યુવાન છોકરીઓને ઘણી વખત એવો મીઠો ઠપકો આપતી અને મનોમન વિચારી લેતી કે એની હસીમજાકની ઉંમર ક્યારની પસાર થઈ ગઈ છે.

આનંદ. એની પણ એવી જ પરિસ્થિતિ હતી. પરિવારની જવાબદારીઓને નિભાવતા એ સારા એવા વ્યવસાયમાં સફળતાએ પહોંચ્યો હતો પણ જીવન ક્યારે પાંત્રીસી વટાવી એનો ખ્યાલ જ નહોતો રહ્યો. બહેનને પરણાવીને તે એકલો થયો.

એ દિવસની ઉડતી મુલાકાતે કુસુમ પ્રત્યે આકર્ષણ થતાં વાત ઉચ્ચારી તો ખરી કુસુમનાં માતાને. પણ આ ઉંમરે કેમ પ્રેમ થાય અને થાય તોય પરણી જવાનો નિર્ણય લેવાનો સંકોચ હતો. સંપર્ક વધવાથી બંનેને એકમેકની જાણે ટેવ પડી ગઈ હતી. લાગણીની ઉણપ નહોતી. જ્ઞાતિનો પણ બાધ નહોતો. કુસુમની એક સરકારી પદાધિકારી તરીકેનો મોભો અને માન ન હણાંય એની પણ આનંદે તકેદારી રાખવા નક્કી કર્યું અને લગ્ન કરવાનાં હેતુસર મળવા માટે સામેથી જ પ્રસ્તાવ મૂક્યો.

આનંદ કુસુમનાં ઘરે પહેલીવાર આવ્યો ત્યારે પહેલીવાર એ બંને કુસુમની મનપસંદ જગ્યાએ જ બેસીને એકાંતમાં વાત કરી. વેલીઓની સાક્ષીએ અને એ સુગંધી ફુલોના પમરાટની હાજરીમાં મળ્યાં અને પછી સદાયને માટે મળી ગયાં.

“આપણે પ્રમાણીક વાત કરીએ?” આનંદે શરારતી લહેકામાં કુસુમને પૂછ્યું. “હા, બીલકુલ કહોને. ” કુસુમને આ ક્ષણ આજીવન સ્મૃતિમાં કંડારી લેવી હોય એમ એણે શ્વાસ લઈને આંખ બિડી. “સાચું કહેજે, પહેલીવાર મેં આ પૂછ્યું હતું ત્યારે તને મારે તારી સાથે શું પ્રમાણીક વાત કરવી હશે એમ તે વિચાર્યું હતું?” “એજ કે આ ભાઈ પ્રપોઝ ન કરી બેસે તો સારૂં!” આટલું કહી, કુસુમ આનંદનાં ખભે માથું ઢાળીને હસી પડી.

સમાજ અને સંસ્કૃતિની લઢણ મુજબ એક સંકોચ હતો કે આ ઉંમરે પરણાંય? લોકો શું વિચારશે? પરંતુ પરિવારને ક્યાં કશો વાંધો જ હતો? વાજતેગાજતે નવલયુગ્મ પ્રભુતાનાં પગલાં માંડીને નવતર જીવન શરૂ કર્યું. જ્યારે પણ કુસુમ આનંદ સાથે મુંબઈ પિયરે આવતી ત્યારે વાસંતી બપોરે એજ વરંડામાં વિકસીને એકમેકમાં અડાબીડ ગૂંથાયેલી વેલીઓને જોઈ રહેતી.

***

12 - પ્રેમનો સ્વીકાર

મનીષા દેસાઈ

"શું પપ્પા, આવું છું, "

સવારમાં ઓફિસે જવા પપ્પા એ બૂમ પાડી એટલે પ્રત્યુશ જલ્દી થી નાસ્તો છોડી પાર્કિંગ તરફ ભાગ્યો.

'અરે દીકરા નાસ્તો તો પૂરો કર "

", મોડું થઇ ગયું છે મમ્મી, ને તે સિંહની ત્રાડ નહિ સાંભળી ?"

મમ્મી હસતા હસતા "બાય, રોજ સાંભળું છું " રાજેશભાઈની સમય અને કામ પ્રત્યેની સભાનતા જગજાહેર હતી. આટલા મોટા બીઝનેસ ને શૂન્યમાંથી સર્જનાર શહેરમાં ખૂબ પૈસા ને નામ કમાઈ ચુક્યા હતા, પ્રત્યુશને પણ એજ રીતે સજ્જ કરવાના પ્રયત્ન, પોતાની જાતને એવી ખોવી નાખી હતી કામમાં અને બસ જાણે સ્વ-સાબિતીની એક ધૂન લાગી હતી, યુવાન દીકરાનાં બાલીશ વર્તન ને ભવિષ્યનાંખતરા રૂપે ગણતા હતા

પ્રત્યુશ ઓફીસથી નીકળી ફ્રેન્ડસ સાથે વીકેંડ માં ફાર્મ પર રહે.

"ઓહ, આઈ જસ્ટ કેમ ઇન ફયુ મીનીટસ " કહી ફાર્મથી નીકળ્યો.

નજીક ના શોપિંગ મોલની મોબાઇલ શોપ માં જતાની સાથે ડેસ્ક પર એક સુંદર યુવતી હતી.

'હાય, નવા છો અહીંયા ?"

"યા, જસ્ટ જોઈન્ટ બીફોર ૩ ડેય્સ. "

"પ્રત્યુશ", તમારું નામ ?"

"ઈશના"

"નાઇસ નેમ, લાઇક યુ"

"થેન્ક્સ, લેટ મી ચેક યોર મોબઈલ સર "

થોડી વાર પછી ઈશના એ એક રિપ્લેસ મોબઈલ આપ્યો "સર, ૨-૩ ડેય્સ પછી તમારો ફોન ઓકે થાય એટલે રીંગ કરશું, "

"ઓકે, ફાઈન ક્યાં રહો છો ?"

" નજીકની સોસાયટી માંજ રહું છું, સ્ટડી ચાલે છે, પાર્ટ-ટાઈમ આવું છું "

"નાઇસ ટૂ મીટ યુ. " પ્રત્યુસે ગીત ગણગણતા કાર સ્ટાર્ટ કરી ફાર્મ પર. "હેઇ. બહુ ખુશ છે ને ?કોઇ મળી ગયું કે શું ?"

"ના ના, એવું કઈ નથી "પાર્ટી પછી તો રાતે બસ ઈશના નાંજ વિચારો. બે દિવસ પણ રાહ નહીં જોવાઇ ને પાછો ફોન કર્યો.

"હેલો, ઈશના કેમ છો? શું થયું મારા ફોન નું ?"

"ઓહ, યા પણ હજુ તો ૨ દિવસ પછી આવશે તમે જરા જલ્દી ફોન કર્યો. "

"સમજુ છું, પણ શું કરૂ મારે બહુજ અરજન્ટ છે. "તમે જરા ખાસ ફેવર કરોને ?

"યા સ્યોર. "

"વેલ, મારી ક્લબમાંથી મુવીની બે ટીકીટ આવી છે પણ મારો ફ્રેન્ડ આઉટ ઓફ ટાઉન છે તમારા મોલ ના થીએટર માંજ છે, તમે આવો તો બહુ ગમશે. એકલા નહિ તો કોઈ ફ્રેન્ડ ને પણ લાવી શકો. "

ઓહ સર, થેન્ક્સ પણ...... "

"કેમ મારી કંપની નહિ ગમે ?"

" આઈ ફિલ સો ગ્રેટફુલ, કે તમે કહ્યું "પણ નહિ અવાશે. "

"ઓકે. હું એકલો જોઇ આવીશ.

મળવા

આવું છું વેઇટ કરજો. "

"યુ આર મોસ્ટ વેલકમ સર"

એક કલાક વહેલો ઓફીસ થી નીકળ્યો, રસ્તે પપ્પાનો ફોન. "ક્યાં છે ?

"જરા, મારા ફ્રેન્ડનાં મમ્મી હોસ્પીટલમાં છે ખબર લેવા જાઉં છું. "

"ઠીક છે, "

"હાય, ઇશના નવા કયા મોબાઈલ લોન્ચ થયા છે વગેરે વગેરે.... વાતો કરી. એકાદ કોફીપીવા તો અવાય "

"સર મારે રીસ્પોન..... "

"બસ જરા આ આસી. સભાળી લેશે હાફ અવર "

ઈશના સાથે કેફેમાં બેસી કોફી પીતાં પીતાં બસ સામે જ જોઈ રહ્યો.

"તું બહુ જ ગમે છે મને "

'હમ.. "

"હમ.. એટલે શું સમજુ ?"

"હું શું સમજાવું ?"

"એજ કે કેમ ગમે છે ?"

"પ્લીઝ, કેમ આમ કરો છો ?તમારા મન ની વાત મને કેવી રીતે ખબર પડે ?

"તો પૂછને ?"

ઈશના આંખ ઢાળી બેસી રહી.

"અહિયાં તને બધા ઓળખતા હશે. બહાર મળવા આવશે?"

"ટ્રાય કરીશ".

"બે દિવસ પછી ફોન કરું". ગૂડ નાઇટ. મારે વાર છે ઘરે મૂકી જાઉં ?

'થેન્ક્સ, પણ હું મારું સ્કુટી લઈને આવી છું. "

'બગડી ગયું છે, એમ કહી પાર્કિંગ માં મૂકી દે "

ઇશનાથી હસાઈ ગયું, "ઘરે જુઠું બોલતા શીખવો છો ?"

"એમાં શું, મેં પણ કેટલા ગપ્પા શરુ કરી દીધા છે. "

ને કારમાં મુકવાં જતાં ખૂબ વાતો કરી, ઇશનાનાં પપ્પાને પેરેલીસીસ થવા ને લીધે જોબ છોડવી પડી હતી અને મોટો ભાઈ એન્જીનીઅર થઇ થોડા વખત પર દુબઈ જોબ માટે ગયો હતો. મમ્મી ઘરે ટ્યુશન કરતા હતા. ધીરે ધીરે સેટ થઇ રહ્યા હતા.

"મને બહુ ગમ્યું તું, જે રીતે ઘરમાં સાથે કામ કરી ઉપયોગી થાય છે તે, પણ..... તું અહી કામ કરે છે એને બદલે મારી ઓફીસ જોઈન્ટ કર. " પછી થોડું પોતાના વિષે જણાવ્યું. ને લાંબો સમય કાર માં બેસી વાતો કરતા રહ્યા.

"વિચારી લઉં જરા "

અને ઘર પાસે ઉતારતા, હાથ પકડી કહ્યું, "હું તારા પ્રેમ માં છું "

"આટલું જલ્દી ? "

"કેમ, પ્રેમ માટે સમયની બધી પરીક્ષા આપવી પડે ?"

ના, પણ, છોડો ને હાથ.... ઓકે.. ગુડ નાઇટ "

કહી ઇશના પસીને ભીંજાતી, ઘરે દોડી ગઈ. "

દૂર થી હાથ હલાવી બાય કરી બંને એકદમ હળવા મૂળ માં છુટા પડ્યા. ઘરે જઇ સીધો રૂમમાં જઇ સુઈ ગયો. એકાદ કલાક પછી ફોન જોડ્યો. "ઈશના, તારા વગર શું પિક્ચર જોવાનું.. વગેરે વગેરે વાતો કરી."

પરીક્ષા નજીક આવી રહી હતી પણ એકદમ વિચારોમાં ખોવાયેલી ઈશનાનું મન પ્ર્ત્યુશનાં પ્રેમમાં તણાતું જતું હતું. પ્રત્યુશનાં ઘરે એના ગાયબ રહેવા પર પ્રશ્નો થવા લાગ્યા એટલે એક દિવસ મમ્મીને જણાવ્યું.

"મારી તો તું ખુશ રહે એવી બધી વાતમાં સંમતિ છે, પણ મારાથી તારા પપ્પાને નહિ સમજાવાય"

પપ્પાને ધીરેથી વાત કરતા કહ્યું.,

" મારા એક ફ્રેન્ડની કઝીન એમ. બી એ. કરી રહી છે એને ઓફીસ માં પાર્ટટાઈમ આવવું છે. " મારી સાથે ટ્રેઇન કરું. આઈ નીડ આસીસ્ટંટ એન્ડ શી ઇસ વેરી બ્રિલિએન્ટ. "

"ઓકે, "

અને ઇશના ઓફીસમાં આવી ગઈ. ઈસના પ્રત્યેનું આકર્ષણ સ્માર્ટ રાજેશભાઈથી લાંબો સમય છૂપું નહિ રાખી શક્યો પ્રત્યુશ.

ઘરે જતા કારમાં કહ્યું, રાતે શાંતિથી વાત કરવી છે મારે, જમીને રૂમમાં આવી જજે.

" આ શું ચાલી રહ્યું છે બધું ?"

"પપ્પા વી આર ઇન લવ"

"શું બકવાસ કરે છે ?" આ બધું નહિ ચાલે "

ઘણા આર્ગ્યુમેન્ટ બાદ રાજેશભાઈ એના ફેમીલીને મળવા તૈયાર થયા.

" બોલાવ એ ઈસના મહેતાનાં પેરેન્ટ્સને મારે વાત કરવી છે. "

"એના પપ્પા તો નહિ આવી શકે, એનાં મમ્મી ને કહીશ "

રાજેશભાઈ ઓફીસની કેબીનમાં બેસી ફોન પર વાત પતાવી ત્યાં તો એક અવાજ સંભળાયો

"સર આવું કે ?"મારા મમ્મી આવ્યા છે "

"હા મોકલ એમને "

અને, એમને જોઈ રાજેશભાઇ "ઇશ્મત કુરેશી, તમે અહી ?"

"ઓહ રાજેશભાઈ, દુનિયા ખરેખર બહુ નાની છે, આ રીતે મળશું વિચાર્યું નહોતું, ઈશના મારી ને સંદીપ મહેતાની દીકરી છે "

રાજેશભાઈ ને આંખ સામે બરોડા ની ફાઈન આર્ટમાં ભણતા ત્યારનું મિત્રવર્તુળ, સંદીપ મહેતા કેમિકલ વેપારી નો દીકરો,

પ્રખ્યાત ગઝલકાર ઇન્તેખાબ કુરેશીની દીકરી ઈશ્મત સાથેના પ્રેમલગ્ન, અને બધા એ મળી કરેલો સપોર્ટ, ગઝલ ની મહેફીલો, પોતાનો ગરીબી ને કારણે વત્સલા સાથે થયેલો પ્રેમભંગ અને સંદીપ -ઈશ્મત નું હેરાનગતિ ને કારણે અજાણ્યા શહેર માં ભાગી જવું. પોતે કાકા ને ત્યાં આવી જમીન ના ધંધા માં જોડાયા. બધું એક મિનીટ માં આંખ સામે ફરી વળ્યું.

"મારું નામ ઈલા મહેતા છે અને હજુ બાળકો ને પણ કઈ જણાવ્યું નથી. હું અનાથાશ્રમમાં હતી અને અમે પ્રેમલગ્ન

કર્યા હતા એવું જ કહ્યું છે "

"તમે શાને માટે બોલાવી હતી. મારી દીકરી બરાબર કામ તો કરે છે ને ? અમે પાંચ વર્ષથી જ સુરતમાં સેટ થયા છે. સંદીપને ગુજરાતની ધરતી માટે નો પ્રેમ અમને ફરી અહી લઇ લાવ્યો. મારું ગુજરાત જ સલામત છે એમ કહે છે. એના પેરેલીસીસને લીધે. થોડી તકલીફ ચાલી રહી હતી પણ હવે બધું ઠીક થઇ રહ્યું છે. "

"બસ આતો.... આમજ જરા પ્રત્યુશ અને ઇશના ખૂબ નજીક આવી ગયા છે અને પ્રત્યુશ મારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી. હું નાં કહીશ તો પણ એ કોઇપણ હિસાબે એની સાથે જ લગ્ન કરવા માંગે છે."

"સમજી શકું છું, તમે તમારા દીકરા માટે જોયેલા સપનામાં મારી દીકરીને આડખીલી રૂપ નહિ બનવા દઉ"

"ના ના, એવું નથી વિચારતો ગઇકાલ નાં મારા વિચારોમાં અને આજે ખૂબ પરિવર્તન છે. પ્રેમ માટે આખાજીવનનો તમારો સંઘર્ષ અને પ્રેમ પામ્યા વગરની મારી સફળતા. "

'વિશ્વાસ રાખજો આપણાં બાળકો ને આમાનું કઈ સહન કરવાનું નહિ આવે '

અને ઈશ્મત એટલે કે ઈલા આનંદિત હર્દયે 'આભાર'કહી ઝડપથી આંસુ ભરેલી આંખે ઘરે જવા નીકળી ગઈ.

***

13 - વરસાદી મેળાપ

મોઢ પ્રતિક

‘નિતિશની પ્રિયતમાનો જીંદગીનો સાથ છોડ્યા પછીનો નિતિશનો જીંદગી સાથેનો લડવાનો પ્રસંગ.. ’

વાતાવરણ અશાંત બની રહ્યું હતુ. બજારનો કોલાહલ શાંત થઇ રહ્યો હતો ને બસ ધોધમાર વરસાદ આવવાની શરૂઆત હોય એમ આકાશમાં બહું ઘનઘોર વાદળો દોડી આવ્યા હતા. હમણાં જ વરસાદ તૂટી પડશે એવા ભાવ સાથે બધુંય લોક ઘર બાજુ ભાગી રહ્યું હતું. તારા ટમટમતા હોય એમ પવન સાથે ઝોલાતા કદાચ સીઝનના પહેલાં વરસાદનાં એ બારીક સા જળબુંદ સૂકી જમીન પર પડતાવેંત પોતાનું અસ્તિત્વ ગુમાવતા હતા.

બસ આજ એક શરૂઆત માત્ર હતી પોતાની જાતને એ વરસાદની શરૂઆતી બુંદમાં શોધવાની. શરૂઆત ફક્ત હતી પણ એનો અંત કદાચ બહું મોટા વહેણનાં સ્વરૂપે આસપાસની દુનિયાને ઘમરોળી નાંખશે એની ખબર નીતિશના અંતર્નાદને પણ નહોતી.

નિતિશ ઓફીસેથી નીકળી ગયો ને આ વાતાવરણ પણ ઘેરાઈ ગયુ હતું. બહું ઉતાવળે બાઇક ચલાવવા માંડ્યું છતાંય આજનો વરસાદ એમ અમસ્તો જ પલાળ્યા વિના છોડે એમ લાગતું નહોતું. બુંદો પડવા લાગી ને નિતિશનાં બાઇકની સ્પીડ વરસાદની વધતી સ્પીડ સાથે ઘટવા લાગી. કપડાં પલળવા લાગ્યા ને નિતિશ ઘેરાતો ગયો. કોઇ બીજાથી નહી પણ પોતાની જાતથી... !

છેલ્લા ત્રણ વર્ષથી બચતો હતો આ વરસાદી બુંદોથી. દુર ભાગતો જતો હતો આ જીવનની ધમાલથી ને બસ ખાલીપાનો બંગલો બનાવી લીધો હતો. આ બંગલાનો કડીયો પણ કોઇ આભાસ હતો ને માલીક પણ આભાસ. છતાંય એ બંગલાના પ્લોટનો માલીક હતો નિતિશ. ખાલીપાનું રણ એટલું સપાટ હતું કે છેક દુર દુર સુધી એનો ક્ષિતિજ સાથેનો મેળાપ નજરે ના પડતો.

આજે કેમ પલળી ગયો હું ? નિતિશ મનોમન વિચારતો હતો. આ વિચારમાં જ ખુદ નિતિશને પણ ભાન ના રહ્યું કે તે આ વરસાદમાં નાચી રહ્યો છે. નાચવા માટે કોઇ સાથ આપી રહ્યું હતું. હવે અંદરથી ઉભરો આવી રહ્યો હતો. મન ભરી લે નિતિશ. મને જ તો જકડી લે હવે. હું તારા મેળાપને ત્રણ વર્ષથી ઝંખતી હતી ને તે મને તારી બાહોમાંય ના લીધી. નિતિશનાં અંદર અવાજો ઉભરાવા લાગ્યા.

નિતિશને સાથ મળ્યો એની કોરીધાકોર લાગણીઓનો. એ તો જાણે કૂણી નવી ફૂટેલી કુંપળ બની ગઇ. આજે નિતિશ રોડ વચ્ચે નાચી રહ્યો હતો. આજુબાજુ બીજાં બાળકોને કોઇ મોટા માણસનો સાથ મળી ગયો હતો એટલે એય જોરમાં હતા. રોજ પોતાની બાલીશ હરકતો માટે લોકો શું વિચારશે એવા નિતિશને આજે આજુબાજુનું લોક પણ જોવા ભેગું થઇ ગયું ને બીજા કેટલાય લોકો જોડાઇ ગયાં. આજે બધા લોકોમાં મસ્તી હતી ને નિતિશ પણ ખુશ હતો. તેને તો કોઇનો વર્ષો પછી સાથ મળ્યો હતો.. !

વરસાદ બહું ધોધમાર બનતો ગયો ને હવે રોડ પરનું વહેતું પાણી વહોળા જેવું થઇ ગયું. નિતિશ સાથે પલળનારા ઓછા થવા લાગ્યા ને હવે તો બાળકોય ભાગવા લાગ્યા પણ દુનિયાની નજરે તો નિતિશ હજુય બસ અમસ્તો જ નાચી રહ્યો હતો. નિતિશને આજે રિચાનો સાથ મળ્યો હતો. એની સાથે પલળવાનો બહું વર્ષ પછી મોકો મળ્યો હતો. જીંદગીને જીવવા માટેનું જૂનૂનિયત મળ્યું. એનો પરિવાર મળ્યો હતો.

સીઝનના પહેલાં વરસાદમાં રિચા તેને પકડીને અગાસી પર નહાવા લઇ જતી. બંને ખુબ નાચતા. એકબીજાને જાણે આ વરસતા ટીપાઓ સાથે યુગો યુગનો સંગાથ હતો. સથવારો હતો.

જ્યારે મેઘરાજાની સવારી ગાંડી થઇ જતી ને કાટકા ને વીજળી પડતા તો બંને એકબીજાને બાહુપાસમાં જકડી લેતાં. બંનેને એકબીજાને જકડતાવેંત બધુંજ ક્ષણભંગૂર બની જતું. રગોમાં લોહીનો પ્રવાહ અણધારી ગતિથી વહી જતો. વિશ્વાસનાં પ્રણયનો તાગ રચાતો. ઝરમરતા વરસાદની બુંદો એ મિલનની પળોને વધારે ઉષ્મા આપતી. હોઠ પર હોઠ મૂકાતાં ને અદમ્ય ઊર્જાનો ઝબકારો બંને શરીરમાં થઇ જતો.

આજે નિતિશને રિચાના આભાસ માત્રથી આ બધુંજ થઇ રહ્યું હતું. તે વહી જતા પાણીમાં રીચા સાથે જાણે પ્રણય પામી રહ્યો હતો. આજે હ્રદયમાં ખાલીપો નહોતો બસ હતી તો માત્રને માત્ર ખુશીઓ. નિતિશને લાગી રહ્યું હતુ જાણે રિચા લાંબા અંતરાલ પછી ફરી આવી છે... !

નિતિશનાં ગાંડાપણા સામે તો વરસાદ પણ હાર્યો. એય બંધ થઇ ગયો ને છેવટે રોડ પરનું વહેતું પાણી ઓછું થઇ ખાડાઓમાં ભરાવા પૂરતું રહી ગયું. નિતિશનો ભાસ તૂટ્યો અને પેલી અણધારી ખુશીઓનું મોજુ સમી ગયું પણ હવે દિલોદીમાગ પર એકમાત્ર રિચા જ છવાયેલી હતી. હવે કદાચ નિતિશને ખુદની જાત પર ભાન નહોતું. બાઇક ત્યાં જ પડી

રહ્યું ને બેગ પણ.

નિતિશ હવે કદાચ રિચામય બની ગયો હતો. તેને ના તો દુનિયા સાથે નાતો રહ્યો ના એ રિતિરિવાજનાં જીવન સાથે. બસ એ અણધારી રખડપટ્ટીની સિઝનનાં પહેલાં વરસાદ સાથે શરૂઆત થઇ ગઇ. એ સાંજનો ઓફીસનો શુટ-ટાઇ સાથેનો યુનિફોર્મ બદન પર લાગેલો જ હતો. તેને વરસાદમાં રિચા દેખાતી. તેના માટે પ્રેમ ઊભરાઈ આવતો. હરેક ઝાપટાં સાથે તે નાચતો. હરેક આભાસી આલિંગનમાં તે પ્રણયમાં રાચતો.

દિવસભર ભટકવામાં કોઇનો એંઠો વડાપાવ કે નકરો એંઠવાડ મળી જતો. સમય સાથે શહેરને એક નવો ગાંડો મળ્યો હતો. ક્યાંક લોકોનો ધૂત્કાર હતો ને ક્યાંક હમદર્દી. કોર્પોરેટ કલ્ચરનો આદમી ડર્ટી કલ્ચરમાં આવી ગયો હતો.

છેવટે વરસાદ પત્યો ને રિચાનો આભાસ મિથ્યા થતો ગયો. એ જૂનૂન ચાલી ગયું સ્મૃતિપટ સપાટ બની ગયું. અસ્તિત્વ સામે ખુદ અસ્તિત્વ ભૂંસાયુ. બધું હારવા લાગ્યું ને શિયાળાની વહેલી સવારે બસ-સ્ટેશનનાં વળાંકમાં એક બસે નિતિશને સંપૂર્ણ રિચામય બનાવી દીધો. બસ ડ્રાઇવર ડરીને ભાગી ગયો હતો પણ તેણે અજાણતા કરેલું કામ નિતિશને રિચામય બનાવવા માટેનું એક પૂણ્ય જ તો હતું.... !

***

14 - કિનારે આવેલી સાંજ.

નિમિશ વોરા

'મુંબઈ, કેટલું મોટું શહેર.. અહિં ક્યારેય કોઈ સ્વજન કે મિત્રો બસ અમસ્તા રસ્તે ચાલતાં મળી જતાં હશે ? જેમ અમારાં જૂનાગઢમાં હાલતા ચાલતાં મળી આવે ? આ દરિયો કેટલો સુંદર છે પણ કોઈને તેની સુંદરતા જોવાની નવરાશ છે ખરી ? આખો દિવસ દોડીને થાકી જનાર વ્યક્તિ અહિં પણ બસ દોડવા જ આવે છે, આ સુંદર સૂર્યાસ્ત જોવા કેમ કોઈ રોકાતું નથી, કાશ મારી સાથે આ ક્ષણ જીવવા કોઇ મિત્ર હાજર હોત... ' આવા કેટલાય સંવાદો રાશી પોતાની સાથે મનમાં કરી રહી હતી. તેને આદત પડી ગઇ હતી સ્વ સાથે સંવાદ કરવાની...

"રાશી ?" ચોપાટી કિનારે બેસી એકીટશે દરિયાને તાકી રહેલી રાશીને મયંકે હિંમત કરી આખરે પૂછી જ લીધું. તે રાશી જ છે કે નહીં તે વિશે તેને સંશય હતો.

ધીમેથી ડોક ફરી અને બેતાલામાંથી એજ આંખો મયંક પર પડી જેનો તે વર્ષોથી ચાહક હતો. હા ચહેરા પર ઉમર વર્તાવા લાગી હતી, વાળ પર શરુ થયેલી સફેદી પણ હવે ઉંમરની ચાડી ખાતી હતી, પણ હતી તો એજ, એજ માંજરી આંખો... હવે તેને જવાબની જરુર ન હતી, તેને હવે ચિંતા હતી તો એક જ કે રાશી તેને ઓળખી શકે છે કે નહીં..

આંખો ઝીણી કરી તરત સામેથી અવાજ રણક્યો "મયંક ?"

"ઓહ થેન્ક ગોડ તે ઓળખી લીધો, મને લાગ્યું આટલા વર્ષો બાદ મળ્યા તો તું સાવ ભૂલી જ ગઇ હોઈશ, લુક એટ યુ.. કેટલી બદલાઇ ગઇ છે યાર.. " મયંક ઉત્સાહમાં આવી ગયો

"અરે તું ક્યાં ખાસ બદલાયો છે કે તને ઓળખવો મુશ્કેલ પડે ? ચાલીસીમાં પણ તું હજુ એટલો જ ફીટ લાગે છે, હા માથા પરના વાળ ઓછા થયા છે બટ ધેટ ઓલ્સો સ્યૂટસ યુ.. સરપ્રાઈઝ તો હું છું કે તું મને ઓળખી ગયો. "

કંઇક બોલવું હતું મયંકને પણ હંમેશની જેમ રાશી સામે કંઇક બીજું જ બોલાયું, "તું તો સાવ બદલાઇ ગઇ છે, અને અમારા મુંબઇમાં કેમ ? એન્ડ વ્હેર ઇઝ આરવ ?"

અચાનક રાશીની મુખમુદ્રા પલટાઈ ગઇ, "પ્લીઝ મયંક, નામ ના લેતો આરવનું, હું ઓફીસ કામે અહિં આવી છું. "

મયંક ગંભીરતા પામી ગયો, કશું પણ બોલ્યા વિના મયંક ઉર્વશીની પાસે બેસી ગયો જોકે થોડું અંતર રાખ્યું તેણે, તે જાણતો હતો કે જો એ જૂની ઉર્વશી હજુ ક્યાંક જીવંત હશે તો કશુ પૂછયા વિના પણ હમણાં પોતાનું દિલ ખોલશે, અને તેનું તારણ સાચું પડયું.

બાજુમાં ફરી એજ અવાજ રણક્યો "આરવ... જેટલો મોહક તેનો ચહેરો એટલું જ મલિન તેનું મન, તે ફક્ત મારી સુંદરતાનો ચાહક હતો, આમ તો તેને ચાહક પણ ના કહેવાય તેને ફક્ત હવસખોર કહી શકાય, મને મારા પર ખૂબ ગુસ્સો આવે છે કે મારી ઝીંદગીના એક મહત્વના નિર્ણયમાં મેં મોટી થાપ ખાધી.. ફક્ત અને ફક્ત દેખાવ અને સ્ટેટ્સને આધારે મેં તેની પ્રપોઝલ સ્વીકારી.. તે મેરેજ બાદ ફક્ત મારા શરીર સાથે રમતો ક્યારેય મારા મનની લાગણીઓને સમજ્યો જ નહીં. ભૂખ્યા વરૂની જેમ રોજ શરીર ચુંથે, અરે ગર્ભાવસ્થા દરમ્યાન પણ ડોક્ટરની મનાઈ છતાં તેણે બળજબરી કરી... અને તેમાંજ અમારું બાળક જન્મ પહેલાં જ... ત્યારબાદ મને થાઇરોઇડ થયો અને તેથી જ અત્યારે તને દેખાઈ રહી છું તેવું સ્થૂળ શરીર થયું.. તેનાં ઘર બહાર રહેવાના કલાકો વધતા ગયા, હું પણ તેનું મોઢું ક્યાં જોવા માંગતી હતી ? ઘર બહાર શું ચાલી રહ્યું છે તે બધુ મારી જાણમાં હતું પણ હું પુરુષના સાથ વિનાની દુનિયાથી ડરતી હતી, પણ એક દિવસ હદ થઈ જ્યારે તે પોતાની સેક્રેટરીને ઘરે લાવ્યો, એ રાત્રે તેણે મને અમારા બેડરૂમમાંથી બહાર જવાનું કહ્યુ અને હું તેને એક તમાચો ચોડી તેનાં જીવનમાંથી જ નીકળી ગઇ.. જોકે સારું જ થયું... મારા બાળકના હત્યારા સાથે એક જ છત નીચે રહેવાથી દરરોજ મારો શ્વાસ ઘૂંટાતો રહેતો.. " વર્ષો સંગ્રહી રાખેલા આંસુ આજે બેફામ વહી રહ્યા.

અચાનક આવેલી હિંમતથી મયંકે નજીક સરકી રાશીને ખભે હાથ મુક્યો પણ રાશી તો તેને ખભે ઢળી જ પડી. કેટલા વર્ષે રાશીને કોઈ સાંભળી શકે તેવો મિત્ર મળ્યો હતો. આ સ્થિતિમાં કશું બોલવું કે ચુપ રહેવું તેવી અજીબ અવઢવ મયંક અનુભવવા લાગ્યો પણ રાશીના આંસુ સહન ના થતાં તે બોલ્યો " સામે દરિયાને મળવા તત્પર આથમતા સૂરજને જુએ છે રાશી ? એ હું છું.. હું આજેય તને એટલી જ ચાહું છું. "

"પણ તેં કદી કહ્યું કેમ નહીં કે તું મને.. " એક જ ઝાટકે ખભેથી અલગ થઈ રાશીએ કહ્યું પણ આગળ કશું બોલે એ પહેલા જ મયંક્નો હાથ તેના હોઠ પર આવી ગયો.

"આજે મને જ બોલવા દે પ્લીઝ.. વર્ષો બાદ શરમાળપણું છોડવું છે, મારે પણ બોલ્ડ બનવું છે.. યાદ છે આપણું કોલેજનું ગ્રુપ કેટલું મસ્ત હતું અને મને તો કૉલેજના પહેલા દિવસથી જ તું ગમી ગયેલી પણ હું હમેશ ગભરાતો કે તું ના પાડીશ તો ? અને તેથી જ તારી મિત્રતા પણ ખોઈ બેસવાના ડરથી ક્યારેય મારા હ્રદયની વાત બહાર ના કાઢી શક્યો.. પણ કોલેજના છેલ્લા દિવસે મારી પાસે કોઈ જ ઓપ્શન ના હતો, હું કેમ્પસમાં સિલેક્ટ થઈ ગયો હોવાથી મારામાં એક અજીબ કોન્ફિડન્સ પણ આવી ગયેલો અને એટલે જ તને પ્રપોઝ કરવા હું તે દિવસે ગુલાબ સાથે આવેલો અને તેથી જ થોડુ લેટ થયું, ગ્રુપની કાયમી જગ્યાએ આવ્યો ત્યાં આરવને ઘુંટણ પર જોયો અને તને ચકચકિત રિંગ સ્વીકારતા જોઇ. બસ એ રિંગ સામે મારૂં ગુલાબ જાણે થીજી ગયુ..

હું છેલ્લે દિવસે કોઈને પણ કહ્યા વિના ઘરે ચાલ્યો ગયો અને ટ્રેનિંગ બાદ આપવામાં આવેલા ઓપ્શનસમાં ગુજરાતની જગ્યાએ મુંબઈની ઓફીસ સિલેક્ટ કરી કાયમ માટે મુંબઇ શિફ્ટ થઈ ગયો.. પરિવાર બનાવવાની ક્યારેય ઇચ્છા ના થઈ. યાદ છે આપણે એકવાર ચોરવાડ દરિયાકિનારે ગયા હતાં જયાં તે કહ્યું હતું કે તને દરિયાકિનારા પરની સાંજ ખુબ પસંદ છે ? ભીની રેતી પર પગરખાં વિના ચાલવાનું, એકીટશે ડૂબતા સૂરજને તાકતા રહેવું પસંદ છે ? તે જ્યારથી એ કહેલું ત્યારથી મને પણ દરિયાકિનારાની સાંજ પસંદ આવી ગયેલી અને એટલે જ રોજ સાંજે હું અહિ આવું છું, અને ચોરવાડનાં દરિયાકિનારે વિતાવેલી એ સાંજ અને એ બહાને તને સ્મરણમાં લાવું છું.. બોલ, હવે ઝીંદગીની બચેલી સાંજ મારી સાથે આ દરિયાકિનારે વિતાવીશ રાશી ?" એકધારું બોલ્યા બાદ ઉચાટ હ્રદયે પોતાની હથેળી રાશી તરફ ફેલાવી બેસી રહ્યો.

એક પળનો પણ વિલંબ કર્યા વિના રાશીએ પોતાનો હાથ મયંક્ને સોંપી દીધો અને ફરી તેના પહોળા ખભા પર માથું ઢાળી તે હસ્તમિલાપ તરફ જોતાં આંખોના આંસુને રોક્યા વિના બોલી રહી, " મયંક, આરવના મારા જીવનમાં આવ્યા બાદ મને ખુદ મારા શોખ કે ગમા-અણગમા ભુલાઈ ગયા હતાં જ્યારે તે મારી સાથેની માત્ર એક સાંજની યાદમાં પોતાના અમુલ્ય વર્ષો વિતાવી દીધા, મને ખ્યાલ નથી કે હું તારા અતૂટ પ્રેમને લાયક છું કે નહીં પણ હવે તને કોઈપણ રીતે દુઃખી કરવા માંગતી નથી.. "

બંનેની નજર સામે ક્ષિતિજ પર સ્થિર થઇ કે જયાં સૂરજ દરિયાને પામી ચુક્યો હતો.

***

15 - Bloddy Ishq Waste of time

પાર્થ ઘેલાણી

અરે, યાર હદ થઇ ગઈ છે હવે તો આ લોકો ની મેં મારી સાથે રહેલા મારા મિત્ર કેયુર ને કીધું.

શું થયું યાર પ્રેમ?? કેયુરે મને પૂછ્યું

અરે, મારા મોબાઈલ માંથી દરરોજ જ બેલેન્સ કપાઈ જાય છે. મેં કેયુર ને કીધું

કયું, કાર્ડ છે?? કેયુરે મને પૂછ્યું

ડોકોમો. મેં કેયુર ને કીધું

અરે, તો તો પછી તકલીફ રહેવાની જ. કેયુર બોલ્યો

કઈ સોલ્યુશન?? મેં તેને પૂછ્યું

એક કામ કર કેર માં કોલ કર અને પૂછ. કેયુરે મને કીધું

એજ કરવું પડશે એમ વિચારીને મેં તરત જ કસ્ટમર કેર માં કોલ કર્યો અને આખરે ૫ મિનીટ પછી કોઈ એ મારો ફોન લીધો અને સામેથી અવાજ આવ્યો,

ગૂડ મોર્નિંગ સર, હું આરોહી ડોકોમો તરફ થી તમારી શું સહાય કરી શકું છુ??

સામેથી જે અવાજ આવ્યો તે સાંભળીને મને તો એ પણ ભુલાઈ ગયુ કે મેં કસ્ટમર કેર માં કોલ શા માટે કર્યો છે, એકદમ જ ક્લીન અવાજ, ના તીણો અને ના જાડો બસ કોયલ જેવો અવાજ કે જેને સાંભળ્યા કરવાનું જ મન થાય. હું મારા વિચારો માં ખોવાઈ ગયો કઈ પણ બોલ્યા વગર એટલે સામેથી ફરી વાર અવાજ આવ્યો,

હેલ્લો, સર શું આપ મને સાંભળી શકો છો?? હું તમારી કેવી રીતે મદદ કરી શકું??

ફરી વાર આ અવાજ સીધો જ મારા દિલ માં જઈને ટકરાયો, મેં કેમેય કરીને મારી જાત ને સાંભળી અને આખરે મારી પ્રોબ્લેમ આરોહી ને જણાવી.

જી, મારું નામ પ્રેમ છે અને હું એજ જાણવા માંગું છુ કે મારા ફોન માંથી દરરોજ જ ૫ રૂપિયા બેલેન્સ શા માટે કટ થઇ જાય છે?

જી, સર તમે ૨ મિનીટ મને સમય આપો હું અમારી સીસ્ટમ માં ચેક કરીને જાણવું છુ. આરોહી બોલી

ઓકે, કહીને હું તો ફરી તેનો અવાજ સાંભળવા માટે તૈયાર થઇ ગયો, અને બે મિનીટ પછી તે ફરી કોલ પર આવી અને મને કીધું કે,

સર તમારા સીમ કાર્ડ માં VAS ચાલુ છે અને તેનો ચાર્જ કપાય છે.

ઓકે, તો તમે મને આ સર્વિસ બંધ કરી આપશો?? મેં તેને પૂછ્યું

ચોકકસ સર. આરોહી નો અવાજ આવ્યો

ઓહ થેંક્યું આરોહી. મેં પણ મેમ કહેવાને બદલે સીધું જ નામ લઈને કહી દીધું

માય પ્લેજર, સર. બીજી કોઈ સહાયતા કરી શકું સર?? આરોહી એ મને પૂછ્યું

હાં, બસ મારી સાથે આમ જ વાતો કરતા રહો બીજા કસ્ટમર ને બીજા હેન્ડલ કરશે. હુંમારા મન માં જ બબડ્યો અને તેને કહ્યું ના થેંક યુ.. અને ફોન કટ થઇ ચુક્યો.

જેવો ફોન મુક્યો કે મારા ચેહરા પર અજબ ની સ્માઈલ જોઇને કેયુરે મને પૂછ્યું,

શું થયું?કેમ આટલો બધો ખુશ દેખાય છે?

અરે, તને ખબર છે પેલી કહેવત જે થતું હોય તે સારા માટે જ થતું હોય. મેં કેયુર ને પૂછ્યું

હા, પણ થયું છે શું?? કેયુર બોલ્યો

આ મારા ફોન માંથી બેલેન્સ કટ થતું હતું ને તેની પાછળ પણ એક કારણ હતું. મેં કેયુર ને કીધું

એટલે?? કેયુરે મને પૂછ્યું

I am in love with aarohi. મેં કેયુર ને કીધું

હવે આ કોણ છે?? કેયુરે મને પૂછ્યું

અરે, આ ડોકોમો કેર માં જે કામ કરે છે તે. મેં કેયુર ને કીધું

હમણાં તે જેની સાથે વાત કરી તે?? કેયુરે મને પૂછ્યું

હાં, તેજ આરોહી. મેં કેયુર ને કીધું

પરંતુ, તે ક્યાં તેને જોઈ છે?? માત્ર ને માત્ર અવાજ જ સાંભળ્યો છે. કેયુરે મને કીધું

અરે, લોગો કો પહેલી નઝર કા પહેલા પ્યાર હો સકતા હે તો મુજે પહેલી આવાજ કા પહેલા પ્યાર નહિ હો સકતા?? મેં કેયુર ને કીધું

પરંતુ, પહેલી નઝર કા પહેલા પ્યાર મેં તેની ઉમર, તેનો ચેહરો તો જોવા મળે છે અને અહિયાં તો કઈ જ નથી.. કેવી રીતે ખબર પડશે કે તેની ઉમર શું છે?? કેવી દેખાય છે?? કેયુરે મને પૂછ્યું

પરંતુ, તેનો અવાજ તો એકદમ જ યંગ છે, અને મને તેના ચેહરા સાથે કોઈ જ લેવા દેવા નથી કારણ કે મને તેના અવાજ સાથે પ્રેમ થયો છે. મેં કેયુર ને કીધું

તારા પાસે તેનો કોઈ અતો-પતો છે જ નહી તો તું હવે તેની સાથે વાત કેવી રીતે કરીશ?? ?કેયુરે મને કીધું

અરે, મારા પાસે ડોકોમો કસ્ટમર કેર નો. તો છે જ ને. મેં કેયુર ને કીધું

તો તું વાત કરવા માટે તેના પર કોલ કરીશ?? કેયુરે મને પૂછ્યું

હાં તો. મેં કીધું

***

આગળ ના દિવસે સવારે મેં ફરી ડોકોમો કેર માં કોલ કર્યો તો કોઈ બીજા ભાઈ એ રીસીવ કર્યો અને બોલ્યા,

ગૂડ મોર્નિંગ સર, હું અશોક ડોકોમો તરફ થી તમારી શું સહાય કરી શકું છુ??

સર તમે માત્ર આ કોલ આરોહી ને ટ્રાન્સફર કરી આપવાની મદદ કરશો?? મેં અશોક ભાઈ ને કીધું

સોરી, સર તમારી પ્રોબ્લેમ મને જણાવો હું તમને સોલ્વ કરી આપીશ. અશોક બોલ્યો

તે તમારા થી નહી થાય તે માત્ર આરોહી થી જ થશે. મેં અશોક ને કીધું

તે હમણાં વ્યસ્ત છે. અશોકે કીધું

તો કઈ નહિ ફ્રી થાય ત્યારે આપજો. મેં કીધું

અને આખરે પાંચ મિનીટ ધમાલ કર્યા પછી તે ભાઈ મારા થી થાકી ગયા અને આરોહી ને ફોન આપ્યો એટલે તેનો અવાજ આવ્યો,

ગૂડ મોર્નિંગ સર, હું આરોહી ડોકોમો તરફ થી તમારી શું સહાય કરી શકું છુ??

હું, પ્રેમ કાલે આપણે વાત થયેલી VAS સર્વિસ બંધ કરવા માટે તો તે બંધ થઇ ચુકી છે તેના માટે તમને થેંક યુ કહેવા માટે કોલ કરેલો. મેં આરોહી ને કીધું

સર, તમે માત્ર તમારા પ્રોબ્લેમ ને લગતા જ કામ માટે આ નંબર પર કોલ કરી શકો છો અને જો તમે અમને ફીડબેક આપવા માંગતા હોવ તો અમારી વેબસાઈટ પર આપી શકો છો. આરોહી એ મને કીધું

જો આરોહી જી હું તમને જે છે તે જણાવવા માંગું છુ કે મેં માત્ર ને માત્ર તમારો અવાજ સાંભળવા માટે જ કોલ કરેલો કારણ કે I am fall in love with your voice. મેં આરોહી ને કીધું

સોરી, સર આ બાબત માં અમારી કંપની કોઈ જ સહાય નથી કરતી, અને મારો અવાજ સાંભળવા માટે અહીં કોલ ના કરતા. આરોહી એ કીધું

હું તમને જ કોલ કરવાનો હતો પરંતુ મારા પાસે તમારો કોઈ કોન્ટેક્ટ નંબર હતો નહિ એટલે મેં અહીં કોલ કર્યો. મેં આરોહી ને કીધું

સર હવે અવાજ સાંભળવા માટે કોલ ના કરતા. આરોહી એ મને કીધું

એક કામ કરો મને તમારો પર્સનલ કોન્ટેક્ટ નંબર આપો તો હું તમને ત્યાં કોલ કરીશ. મેં આરોહી ને કીધું

સોરી, સર. કહ્યું અને ફોન કટ કરી દીધો

***

આખરે એક મહિના સુધી મેં આવી રીતે તેને કસ્ટમર કેર માં કોલ કર્યા અને ત્યારે તે માની અને મને તેનો પર્સનલ કોન્ટેક્ટ નંબર આપ્યો.

અમારી બંને વચ્ચે એક શરત હતી કે અમે બંને એકબીજાને નો ચેહરો ક્યારેય જોઈશું નહિ અને આવી રીતે માત્ર ને માત્ર એકબીજાની સાથે વાત કરીશું.

ધીરે ધીરે અમારી બંને ની વચ્ચે વાતો નો સમય વધતો ગયો અને એક દિવસ આખરે તેને પણ મારા અવાજ ની સાથે પ્રેમ થઇ જ ગયો. હવે અમારા બન્ને વચ્ચે ખુબજ વાતો થતી જેમાં અમે બંને એકબીજા સાથે અમારા પર્સનલ પ્રોબ્લેમ શેર કરવા લાગ્યા હતા.

મારી અને આરોહી ની રીલેશનશીપ વિષે માત્ર કેયુર ને જ ખબર હતી બીજા કોઈ ને જ નહી કારણ કે મારી લવ સ્ટોરી બીજા કોઈ સમજી શકે તેમ ના હતા. કારણકે અહિયાં લવ થયો હતો અવાજ સાથે અને આજના જમાના માં લવ એટલે લોકો માત્ર ને માત્ર ચેહરા જોઇને કરે છે એટલે બીજા માટે સમજવી આ મુશ્કેલ હતી.

હવે અમે બંને એટલા બધા એકબીજાના પ્રેમ માં પરોવાઈ ગયા હતા કે અમે એકદિવસ મળવાનું નક્કી કર્યું પરંતુ જે દિવસે અમે બંને એ મળવાનું નક્કી કર્યું તે જ દિવસે મારે કોઈ છોકરી ને જોવા જવાનું નક્કી થયું પરંતુ મારું મન તો આરોહી માં જ લાગેલું એટલે હું મનોમન નક્કી કરીને ગયેલો કે ના પાડીને આવતો રહીશ પરંતુ અહીં તો ઉલટું જ નીકળ્યું આ તો માત્ર ફોર્માલીટી જ હતી જોવા જવાનું લગ્ન અને તે બધું તો ફિક્સ થઈ ગયેલું જ હતું.

તો હું મારા મમ્મી પપ્પા સાથે છોકરી જોઈ આવ્યો અને લગ્ન ની તારીખ પણ જાણતો આવ્યો બીજી બાજુ મારું મન આરોહી માં જ ખોવાયેલું એટલે ત્યાંથી આવીને તરત જ મેં આરોહી ને ફોન કર્યો અને બધી જ વાત જણાવી તો તેને પણ મને કહ્યું કે મારા લગ્ન પણ નક્કી થઇ ચુક્યા છે એટલે હવે આપણે લોકોએ મળવાનું બંધ રાખવું જોઈએ.

મેં પણ તેમાં સહમતી દર્શાવી પરંતુ અમે બંને એકબીજાના અવાજ ને પૂરી જિંદગી પ્રેમ કરતા રહીશું તેવું અમારી વચ્ચે નક્કી થયું એટલે અમે બંને એકબીજા સાથે ફોન પર તો વાતો કરવાનું ચાલુ જ રાખ્યું.

જોતજોતામાં મારા લગ્ન થઇ ગયા અને આરોહી ના પણ થઇ ગયા હવે અમે બંને એ વાતચિત કરવા માટે અમારા બીજા પર્સનલ ફોન લઇ લીધા હતા જે નંબર અમારા બંને સિવાય કોઈના પાસે પણ ના હતા.

લગ્ન પછી મેં મારી પત્ની સાથે ક્યારેય વાત જ નથી કારણકે તે એટલી શરમાળ કે ઘરના સભ્યો ની સામે કઈ જ ના બોલે અને બેડરૂમ મારી ઈચ્છા જ ના હોય તેની સાથે વાત કરવાની કેમ કે મારે તો રાત્રે આરોહી ની સાથે વાત કરવાની હોય એટલે રાત્રે હું હમેંશા ટેરેસ પર ચાલ્યો જતો વાતો કરવા અને આરોહી હમેંશા તેના બેડરૂમ માંથી જ વાત કરતી હોય છે. આવી રીતે જ અમારી જિંદગી ચાલ્યા કરતી હતી.

આવી રીતે જ મારા લગ્ન નું એક વર્ષ પૂરું થઇ ગયું અને મને ખબર પણ ના પડી. એક દિવસ હું ઓફીસ પર હતો, ત્યારે મારા ઘરેથી મારા મમ્મી નો ફોન આવ્યો કે બેટા આજે તું તારું લંચ બોક્સ ભૂલી ગયો છો તોતું ઘરે આવીને જમી જજે.

ઓકે, મમ્મી હું હમણાં જ ફ્રી છુ તો જો જમવાનું તૈયાર હોય તો હું હમણાં જ આવીને જામી જાવ છુ. મેં મારી મમ્મી ને કીધું

બેટા, આરોહી જમવાનું બની ગયું કે બાકી??

બસ, મમ્મી બની જ ગયું છે. અઆરોહી એ મારી મમ્મી ને જવાબ આપ્યો

આ સાંભળીને મેં તરત જ મારી મમ્મી ને પૂછ્યું કે મમ્મી આ અવાજ કોનો હતો?? અને આ આરોહી કોણ છે આપણા ઘર માં??

બેટા, તું તારી ધર્મપત્ની નું નામ અને અવાજ પણ ભૂલી ગયો?? ચલ મારી પાસે તારી જેમ મજાક કારવાનો સમય નથી એમ કહ્યું અને ફોન મૂકી દીધો.

જેવો ફોન મુક્યો એટલે મને ખબર પડી ગઈ કે હાલની મારી પત્ની એ બીજું કોઈ નહિ પરંતુ મારી આરોહી છે. કારણ કે હું તેનો અવાજ ક્યારેય ભૂલી શકું તેમ નથી અને આજે તો માં એ નામ અને અવાજ બંને મારી સામે લાવી લીધા. મારી ખુશી નો કોઈ જ પર રહ્યો નહી અને ઘરે જઈને આરોહી ને આ સમાચાર હું મારા અવાજ માં જ કહેવા માંગું છુ. આવું વિચારીને હું ઓફીસ પરથી ફટાફટ મારી બાઈક લઈને નીકળી પડ્યો મારા ઘર તરફ અને મન માં ને મન માં વિચાર કરતો રહ્યો કે મારી આરોહી છેલ્લા એક વર્ષ થી મારી પાસે જ છે અને હું તેને ઓળખી જ ના શક્યો, આ બધા જ વિચારો ની સાથે હું બાઈક ચલાવી રહ્યો હતો કે અચનાક જ મારી બાઈક સાથે મોટો ટ્રક અથડાયો......

***

(આગળ ની વાત કેયુર ની મનોગત)

હેલ્લો, આંટી હું પ્રેમ નો ફ્રેન્ડ કેયુર બોલું છુ.

હાં, બોલ બેટા. પ્રેમ ના મમ્મી એ મને કહ્યું

આંટી... મારા થી કઈ બોલાતું જ ન હતું

હાં, બોલ બેટા શું થયું?? કેમ આમ રડે છે?? પ્રેમ ના મમ્મી એ મને પૂછ્યું

અહીં પ્રેમ નું એકસીડન્ટ થયું છે અને તેમાં તેનું મૃત્યુ થઇ ગયું છે આટલું બોલીને મારા થી રડી જવાયું. અને તેના મમ્મી નું અવાજ આવતો પણ બંધ થઇ ગયો.

પ્રેમ ના ઘરે ઇન્ફોર્મ કર્યા પછી મેં મારા બીજા મિત્રો ને જાણ કરીને અને બોલાવ્યા અને પ્રેમ ની ડેડબોડી તેના ઘરે લઇ ગયા. અને અગ્નિસંસ્કાર ને તે બધી જ વિધિ ઓ પૂરી કરી.

(એક મહિના પછી)

પ્રેમ ના મમ્મી-પપ્પા તથા આરોહી ના મમ્મી-પપ્પા આરોહી ભાભી ને બીજા મેરેજ માટે માનવી રહ્યા હતા અને આખરે લાંબી દિવસો બાદ આરોહી ભાભી મેરેજ કરવા માટે હા કહે છે અને તે પણ પોતાના પસંદગી ના છોકરા સાથે.

ઠીક છે બેટા જેવી તારી ઈચ્છા. પ્રેમ ના પપ્પા એ આરોહી ભાભી ને કીધું

હાં, તો તું તારી ઈચ્છા થાય ત્યારે બોલાવજે છોકરા ને. પ્રેમ ના મમ્મી એ આરોહી ને કીધું

આ સાંભળીને આરોહી ભાભી એ કહ્યું ઓકે હું હમણાં તેને ફોન કરીને તમને મળવા માટે નું જણાવી દવ છુ. આટલું બોલીને આરોહી ભાભી એ કોઈ નંબર પર ફોન લગાવ્યો અને તે ફોન ની રીંગ મારા પોકેટ માં રહેલા ફોન માં વાગી અને મેં ફોન બહાર કાઢ્યો અને જેવો મેં ફોન બહાર કાઢ્યો કે આરોહી ભાભી મારા પાસે આવ્યા અને બોલ્યા,

કેયુર તારું નામ જ પ્રેમ છે??

ના, ભાભી આ ફોન મારો નથી આ ફોન પ્રેમ નો છે જે મને તેના એકસીડન્ટ ના દિવસે તેની પાસે થી મળ્યો હતો હું એટલું બોલી રહ્યો ત્યાં તો ભાભી કઈ પણ બોલ્યા વગર નીચે ઢળી ગયા અને અમે બધાએ થઈને તેને બેડ પર સૂવરાવ્યા અને ડોક્ટર ને બોલાવ્યા.

ડોક્ટર એ ભાભી ની પૂરી તપાસ કરી અને કહ્યું કે તે તમને કોઈને જોઈ નહિ શકે, તમને કોઈને સાંભળી નહિ શકે, અને કઈ બોલી પણ નહી શકે બસ માત્ર ને માત્ર જીવિત રહેશે..

પરંતુ અચાનક જ આવું થવાનું કારણ?? પ્રેમ ના પપ્પા એ ડોક્ટર ને પૂછ્યું

એમને કોઈ સદમો લાગ્યો છે, કોઈ આઘાત લાગ્યો હોવાથી આ બધું થયું છે. ડોક્ટર સાહેબ બોલ્યા

પરંતુ, આ બધું પેલા ફોન ને કારણે જ થયું છે મતલબ આ પ્રેમ ની ડોકોમો કેર વળી જ આરોહી છે, અને આ આઘાત તેને પ્રેમ એ ખોઈ દીધો તેના લીધે જ લાગ્યો.. આ ઈશ્ક ના કહેવાય અને બ્લડી ઇશ્ક કહેવાય કે જેમાં બંને એકબીજા ની સાથે રહીને પણ દુર રહ્યા અને બંને ની જિંદગી પણ તેમાં જ વેડફાઈ ગઈ... Bloody ishq waste of time…total waste of time….

***

16 - યાદ છે તને

પ્રવીણ જોત્વા

મારી વ્હાલી ઋતિકા, આજે સવારથી પેલો ઝરમર-ઝરમર વરસાદ ચાલુ હતો. પેલી આથમણી બાજુની બારીમાંથી વાંછટ આવતી હોય, તું કલાકો ત્યાં ઊભી રહેતી. મને આમતો વરસાદમાં પલળવું પણ ન ગમે ને ભીંજાવું પણ ન ગમે, પણ કોણ જાણે કેમ આજે એ બારી સામે ઊભો રહી કલાકો પેલા આછેરા વાંછટથી ભીંજાયો. સાથે મારી લાગણીઓ, વિચારો પણ ભીંજાયા.

યાદ છે તને, કૉલેજ કેમ્પસમાં બે’ક છાંટા પડતાં હું મેદાનમાંથી હડકાયું કૂતરું પાછળ પડ્યું હોય એમ ભાગતો, સીધો રૂમમાં. તું ખાસ્સું હસતી. કૉલેજ છુટ્યા પછી હું રેઇનકોટમાં સજ્જ થઇ નીકળતો ને, તું મનભરીને પલળતી. આપણે પહેલી વખત મળ્યા’તા ત્યારે વરસાદ નહોતો, પણ તારી પેલી વરસાદમાં પલળવાની કલ્પના તો હતી જ. ચોરસ કાળા પથરા પર બેઠાં-બેઠાં તું કલ્પનામાં પલળ્યા કરતી ને, હું મારા માથામાં ફરતી તારી આંગળીઓના ટેરવાથી.

આપણી જોડી આમતો આખા કેમ્પસ માટે અનપ્રિડેક્ટેબલ હતી. કેટલાં ભિન્ન હતાં આપણે બન્ને ! આપણા વિચારો ! આપણાં વર્તનો ! તને બન્ક મારવી ગમતી ‘ને મને ભણવું. તને ગીતો ગાવા ગમતાં ને મને કેમેસ્ટ્રી ! હું સ્કૉલર ને તું...... તોયે આપણે બન્ને મળ્યા, ભળ્યા ને એકબીજામાં ગળ્યા. એ પણ એવાં કે આખા પંથકમાં આપણે પંકાય ગયાં. અરે મારા નાનકડા ગામમાં તો કોઇ માનવા જ તૈયાર નહિં કે ભૌમિક અને લફરું, ઈમ્પોસિબલ !

યાદ છે તને, તારા માતા-પિતા અને તારો પરિવાર તો આપણને – આપણા સંબંધને સ્વીકારવા તૈયાર થઈ ગયો, પણ મારો રૂઢિચુસ્ત સમાજ ! ઈમ્પોસિબલ. મારા પરિવારનાં લાંબા–લાંબા ભાષણો શરૂ થઈ ગયા, શિખામણો શરૂ થઈ ગઈ. પૂરાણો, ઉપનિષદો, વેદો અરે નામ પણ ન આવડતાં હોય એવા ગ્રંથોના સંદર્ભે બીજી જ્ઞાતિમાં લગ્ન કરવાથી મને પડવાના પાપની કલ્પનાઓ રજૂ થઈ ગઈ. મારો બ્રૅઈન વૉશ શરૂ થઈ ગયો. આપણું મળવું ઘટી ગયું. હું રડ્યા કરતો ને તું હિમ્મત આપ્યા કરતી. ગજબની શકિત હતી તારામાં ઋતિકા!

યાદ છે તને, મારી પીઠ પર ઊઠી ગયેલી સોળો વિશે તે પુંછ્યું ત્યારે હું તારા ખોળામાં માથું નાખી ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો હતો. તારા એ શબ્દો ‘તું મારો છે ને મારો જ રહીશ, મારી પાસેથી તને કોઈ નહિ છીનવી શકે’ થી મને થોડી હિમ્મત મળતી, પણ મારું મન વ્યગ્ર જ રહેતું. કેટલા લાંબા સમયથી હું હસ્યો નહોતો ને તું આવી ગંભીર પરિસ્થિતિમાંય હસતી રહેતી.

ઋતિકા, મને સરળ લાગતી વાત વધુ મુશ્કેલ બનતી ગઈ હતી. હું તને પામવા ધમપછાડા કરતો રહ્યો ને મારો રૂઢિચુસ્ત પરિવાર મારી સ્વતંત્રતા છીનવતો ગયો. દિકરાની ખુશી કરતાં તેઓને સમાજની રૂઢિઓ, રિવાજો મહત્વના હતા. સમાજમાં ઊપસી આવેલી પેલી કહેવાતી ઈજ્જત ગુમાવવાનો ડર હતો. ગ્રંથોમાં લખેલા પાપો ભોગવવાની ભીતી હતી. મારો પ્રેમ કશુંજ નહોતો. મારી આજીજી, રૂદન, ધમકી કશુંજ ચાલ્યું નહિં, ને મારા જ ભાઈઓએ – મારા જ સમાજે મને કેદ કરી મુક્યો, મારા જ ઘરમાં ! આટલું ઓછું હોય એમ તને અને તારા પરિવારને કનડવામાં પણ કાંઈ બાકી ન રાખ્યું.

માનસિક ટોર્ચર, વગોવણી, ધમકીઓ વગેરે વચ્ચે પણ તું હસતી રહેતી. મને ખૂબજ ચાહતી રહેતી.

યાદ છે તને, લાંબા સમયથી કૉલથી પણ વાત ન થતાં મારી પાસે તું દોડી આવેલી મારાં ગામડે. મારા માટે એ સૌથી વહાલી ક્ષણ હતી. મારા માટે તું મારા ગામ સામે લડી, મારા સમાજ સામે લડી, થપ્પડો ખાધી, પણ તું હારી નહિં. બીજી વખત આવી.., ત્રીજી વખત આવી.. અને ચોથી વખત આવી ત્યારે મારા સમાજનો અહમ ઘવાયો લાગ્યો. આમેય તેઓએ શરમ તો નેવે જ મૂકી હતી.... ગામ આખૂં ભેગું થયું, તારા મોં એ મેશ લગાડી, આખા ગામમાં ફેરવી, પોતાની હલકી માનસિકતા દર્શાવી દીધી હતી.. પણ ડગે તો એ ઋતિકા શાની ? સડી ગયેલા લોહી વાળા શરીરમાં લબડતી પેલી ગંધારી, વાસના ભરી લોલુપ નજરો ને તે તારી તેજ દ્રષ્ટિ થી હરાવી હતી. અરે હા..... ! એ દિવસે પણ વરસાદ ધોધમાર પડ્યો હતો ને તું ત્યારે પણ મનભરીને પલળી જ હતી ને.

પેલી કોહવાયેલી રૂઢિચુસ્તતા ને એમ હતું કે તું હવે ક્યારેય નહિ આવે. પણ, બીજા જ દિવસે તું હાજર. રાડો પાડીને ગામને ચેલેન્જ આપી ગઈ કે ‘ભૌમિકને હું લઈ જઇ ને જ જંપીશ. ’ અંદરથી તારી હિમ્મત વખાણતો મારો સમાજ બહારથી તને ન જ સ્વીકારી શક્યો.

યાદ છે તને, આપણે ભાગ્યા તે રાતે, બરડાના ડુંગરોમાં ભૂલા પડ્યાં ત્યારે આખી રાત તે ગીતો ગાયને મને જગાડ્યો’તો મને તું કહે કે, ‘આતો સૂઇ જઈએ ને કોઈ આવી જાય તો પકડાય જઈએ તો.... ’ પણ પછી ખબર પડી કે તને બરડા માં ક્યારેય નહોતા એવા રીંછની બીક લાગતી’તી ! હા-હા હા..... પછી તો તને ચીડવવા મારે રીંછનું નામ જ લેવું પડતું ને તું લાલચોળ. મારા હાથમાં હાથ પરોવી તે આખી રાત મારો પહેરો કર્યો હતો. સવાર પડતાં જ આપણે ભાગ્યાં, રોડ પર આવી જે પહેલી બસ આવી તેમા બેસી ગયા હતાં. બસ સાથે ક્યાંક દૂર જતાં રહેવા અકળાયાં. સીટ પર બેસતાં જ બન્ને સૂઈ પડ્યાં’તાં. હું તો ડરામણા સપનાઓથી બે-ત્રણ વાર ઝબકી પણ ગયો હતો, જ્યારે તું સ્થિર હતી. તારા ચહેરા પર ગજબનું સ્મિત હતું. ઊંઘમાંયે તે મારો હાથ છોડ્યો નહોતો.

યાદ છે તને, જ્યારે ઝટકા સાથે બસ ઊભી રહી, ત્યારે હું કેવો ગભરાઈ ગયો હતો, મને તો થયું પકડાય ગયાં. મારા લોકો આપણને બન્નેને મારી જ નાખશે. ખુન્નસ ભરેલા તેઓ બધા આપણને કોઈ કાળે છોડવાના નહોતા. મારા હાવભાવ જોઈ, હું વધુ ડરી ન જાઉં એ માટે તે મને કેવો જકડી લીધો હતો. બહારથી પથ્થર મારો શરૂ થયો હતો. રસ્તા પર ઘણા બધા લોકો હાથમાં લાકડીઓ અને પથ્થરો લઈને ઊભા હતાં. ઘણાઓ તો પથ્થરો બસ પર ફેંકવા પણ માંડ્યા હતાં. બસના કાચો તૂટી ગયા હતા. બધા મૂસાફરો ડરેલાં હતાં. મેં ટોળા તરફ નજર કરી મારા લોકોમાંનું કોઈ નજરે ચડ્યું નહિં. મને હાશ થઈ હતી.

યાદ છે તને, એ પરિસ્થિતિ સમજતાં તને વાર નહોતી લાગી. એ સરકાર સામે પોતાની માંગણીઓ લઈને તોડફોડના રસ્તે ચડેલી કોઇ જ્ઞાતિનું ટોળું હતું. મારામારી, તોડફોડ અને ટોળાશાહીને એ લોકો આંદોલન કહેતાં હતાં. એ લોકોએ પોતાના હાથમાં રહેલી લાકડીઓ વડે બસના કાચ તોડવા માંડ્યા. ઘણા મૂસાફરો ઘવાયા. દૂર ઊભેલું ટોળું ચીચીયારી પાડતું હતું, કોઈ ખુશીથી નાચતું હતું, અમૂક અન્ય જ્ઞાતિને અસભ્ય ગાળો ભાંડતું હતું. સરકારને પોતાની તાકાતના પરચા બતાવવા જેવું કાંઈક બબડતું હતું.

મારાથી રહેવાયું નહિને હું બસમાંથી ઊતરીને એ લોકોને સમજાવવા ગયો. પણ ટોળું કોને કહે ! તેં મને રોક્યો તો હતો, પણ હું જ ન માન્યો ને ગયો. ટોળાએ બસ છોડીને મને લીધો. લાકડીઓ વીંઝવા લાગ્યા, ગાળો બોલવા લાગ્યા, તું ઝડપથી અમારા તરફ ઘસી, ટોળામાંના એક પાસેથી લાકડી આંચકી, રણચંડીની જેમ મારી આસપાસ ઘેરો વળેલાં લોકો પર લાકડી વરસાવવા લાગી.

બીકના માર્યા બધાં દૂર ભાગ્યાં. તેં મને બચાવી લીધો ફરીથી. પણ સભ્યતા ખોઈ બેઠેલાં ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો. ને એક પથ્થર તારા માથા પર પડ્યો હતો. માથામાંથી લોહીના ફૂવારા છૂટ્યા ને એ જોઈ એટલી જ તેજીથી ટોળું પણ ત્યાંથી ભાગી છુટ્યું. તું ત્યાંજ ઢળી ગઈ હતી.

ઋતિકા, અમે બધાએ એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલે પહોંચ્યાં. તું બેભાન હતી. ખાસ્સું લોહિ વહી ગયું હતું. તારો આખો કાળા રંગનો કુર્તો લોહી-લોહી થઈ ગયો હતો. એ સમયે પણ તારા ચહેરા પર અતૂલ્ય સ્મિત હતું. હું ડરેલો હતો. ડોક્ટરો તને બચાવવાના કામે મંડ્યા. બસના મૂસાફરોમાંના ઘણા મારી સાથે દવાખાને જ રહ્યાં, મને સંભાળવા.

તું બે દિવસ બેભાન રહી હતી. તારી હિમ્મત ની વાતો જોતજોતાંમાં આખા પંથકમાં ફેલાઈ ગઈ, પત્રકારો, ટી. વી. રીપોર્ટરો બધા ડેલીએ હાથ દઈ ગયા હતા. હું હજૂએ સ્તબ્ધ હતો. તું જાગ, મને ગળે વળગાડ એની રાહમાં હતો. મને સંભાળવા તારી જરૂર હતી.

અચાનક મારો પરિવાર રઘવાયો થતો હોસ્પિટલમાં દેખાયો. મારી મમ્મી દોડીને મને વળગી પડી. મારા આશ્ચર્ય વચ્ચે ઘણાંબધાંની આંખોમાં આંસુ હતાં. મારા પપ્પાએ પણ મને પહેલીવાર ગળે વળગાડ્યો. હું તૂટી ગયો. બે દિવસથી સંગ્રહી રાખેલાં આંસુ પપ્પાના ખભા પર વરસાવી દીધા. ધ્રુસકે –ધ્રુસકે એને કાંઈ ના કરવા કહેવા લાગ્યો. તેમણે મારું માથું ખંજવાળતાં કહ્યું કે બેટા અમે તને એકને જ નહિ અમારી પુત્રવધૂને પણ લેવા આવ્યાં છીએ. હવે તો બેભાન થવાનો વારો મારો હતો. તારા પ્રત્યે અમાપ ખુન્નસ રાખતો મારો સમાજ તને સ્વીકારવા આવ્યો હતો! હું માની જ ન શક્યો, માનું પણ કેમ ગઈકાલ સુધી તું મળે ત્યાં તને મારી નાખવા વલખાં મારતાં લોકો તને પુત્રવધૂ બનાવવા આવ્યાં હતાં. ચમત્કાર જ હતો આ ! મારી મમ્મી તારા આઇ. સી. યુ. રૂમની બારી પાસે ઊભી-ઊભી તને દૂરથી નીરખતી હતી. તેં મને કેવી રીતે બચાવ્યો, કેટલાં ને તેં માર માર્યો વગેરે વિશે, તારા સાજા થવા માટે કરેલી કેટકેટલી માનતાઓ, આખડીઓ, બાધાઓ વગેરેની વાતો થઈ. તું લડતી હતી એ વિડિયો પણ મને બતાવ્યો. હું મનોમન ભગવાનનો આભાર માનતો રહ્યો હતો.

યાદા છે તને, તું ભાનમાં આવી કે તરત મારી મમ્મી તને ભેટીને રડી પડ્યાં. તું કાંઈ સમજે એ પહેલાં તારા હાથ-ચહેરાને ચૂમી લીધાં ને કહેવા લાગ્યાં કે ‘ મારે તારા જેવી જ પૌત્રી જોઈએ હોં !’

અરે, ઘણો સમય થઈ ગયો. દવાખાનેથી તું ને મમ્મી પાછા આવતાં જ હશો. મમ્મીને તારા ગર્ભમાં એની પૌત્રી કે પૌત્ર હોવાની જાણ થઇ ગઇ હશે. હજુ તો તમારાં માટે કૉફી પણ બનાવવી છે. યાદ છે તને, તને મારા હાથે બનાવેલી કૉફી જરા પણ ન ભાવતી!

***

17 - મહેતાજી, l love you,

( એક પ્રૌઢ લવ સ્ટોરી )

પ્રીત ખંડોર

વાત છે વડોદરામાં વસતા એક પ્રૌઢ દંપતી ની. Mr મહેતા રિટાયર્ડ થઈ ગયેલ છતાં ભણાવવાના ના શોખ ને ખાતર એમ. એસ. યુનિવર્સિટી માં આર્ટસ ના વિધાર્થી ઓ ને સાહિત્ય નું જ્ઞાન આપવા જતા.

Mr અને Mrs મહેતા નાં બે દીકરા, મોટો દીકરો વિદેશ ભણી ને ત્યાં જ સેટલ થઈ ગયેલ. નાના દિકરા એ મુંબઈ માં રેડીમેઈડ નો બિઝનેસ જમાવેલ. તેમની અત્યાર સુધી ની જિંદગી બસ છોકરાઓ ને ભણાવવા માં ને ઠરી ઠામ થવા માં જ ખર્ચાઈ ગઈ. પણ આ વાત નો તેમને આત્મસંતોષ છે.

મહેતાજી ને લખવાનો ગાંડો શોખ. કવિતા, લઘુ નિબંધો પોતાની ડાયરીમાં લખતા. મહેતાજી ની અદમ્ય ઈચ્છા હતી કે તેમના આર્ટિકલ, કવિતા ઓ પ્રેમ કાવ્યો નું એક પુસ્તક પ્રકાશિત થાય. તેઓ કાયમ Mr મહેતા ને કહેતા" મીનુ જી, જો જે હો. તારા મહેતાજી ની પુસ્તક ઘેર ઘેર પહોંચશે. એક દિવસ સ્ટેજ પર આ મહેતાજી નું પુસ્તક પ્રકાશિત થશે. ત્યારે તાળીઓ પાડી ને તારા મહેતાજી ને શાબાશી આપવા આવીશ ને.... ?"

"શું તમે પણ મહેતાજી...... એમ કરી ને Mrs મહેતા જી શરમાઈ ને કહેતા જરૂર જરૂર. હું પણ મારી બહેનપણી ઓ ને લઈને પ્રોગ્રામ માં આવીશ અને વી. આઈ. પી સીટ પર બેસીસ. "

તેમના દરેક વર્તન માં અપાર પ્રેમ છલકાતો હતો... ઘર ની બહારે પ્રાંગણ માં જેવો ચંપલ નો અવાજ આવે કે મીનુજી પાણી નો ગ્લાસ લઈને દરવાજે આવકારવા ઉભા જ હોય મહેતાજી એ જયારે વિચાર્યું હોય કે આજે જમવામાં દાળ ઢોકળી હોય તો સારું. અને ઘરે આવે ત્યારે દાળ ઢોકળી જ થાળીમાં પીરસાય. આવું મન નું જોડાણ.

સવાર ના બરાબર 7 વાગે રોજ ની જેમ Mr અને Mrs મહેતા સયાજીબાગ માં ચાલવા નિકળે છે પરંતુ આજે દ્રશ્ય કંઇક અલગ હતું. મીનુજી ની નજર હાથ માં હાથ નાખી ને ચાલતા યંગ કપલ પર પડતાં જ તેઓ મનોમંથન કરવા લાગ્યાં કે "અમારી જિંદગી તો જવાબદારી માં જ પુરી થઈ ગઈ. છોકરાઓ ને દેવું કરી ભણાવ્યા, બીજા ના ઘરકામ કરી દેવા પુરા કર્યા, છોકરા ઓ ના લગ્ન કર્યા, બસ ત્યાં તો વૃદ્ધત્વ ડોકાવા લાગ્યું, ધોળા વાળ ટહુકો કરવા લાગ્યા. મને યાદ નથી કે છોકરાઓ થયા પછી ક્યારેય અમે શાંતિ થી બે ઘડી પ્રેમ ની વાતો કરી હોય, ક્યારેય પ્રેમ એક બીજા સમક્ષ વ્યક્ત કર્યો હોય. જવાબદારી ના વાદળો એ પ્રેમ ના સુરજ ને એવો તે ઢાંક્યો કે ક્યારે એ સુરજ પછી દેખાયો જ નહીં.

ઘરે આવી ને પણ હજી મીનુજી એજ વિચારો ના ચકડોળે ચડ્યાં, ત્રણ મહિના પછી તેમના લગ્ન ની ૩૫ મી વર્ષગાંઠ આવે છે. ત્યારે હું મહેતા જી તે તેમના પ્રત્યે નો અગાઢ પ્રેમ વ્યકત કરું.. પણ કઈ રીતે?? એવું તે શું ખાસ કરું ?. કઈ કઈ વસ્તુ કરું કે મહેતાજી ના દિલ માં વસી જાય?? . એવું શું કરું કે મહેતાજી ના જીવન નો યાદગાર દિવસ બની જાય.. બસ ત્યાર થી મીનુજી લાગી ગયા તેમની વરસ ગાંઠ ની સરપ્રાઈઝ યુનિક પ્રપોઝલ "ની તૈયારી માં.

"જવાબદારી ના ભાર માં વીતી ગયા ૩૫ વર્ષ , પ્રેમ ને અભિવ્યકત કરવા બાકી રહ્યાઓછા દિવસ"

પ્રેમ ને વ્યક્ત તો કરવો હતો પરન્તુ કૈંક અનોખી રીતે પછી ભલે ને મીનુજી એ તેના માટે ગમે તેટલું સમર્પણ પણ આપવું પડે. મીનુજી વિચારે છે. તેઓ તેમની અભિવ્યક્તિ અંગ્રેજી માં વ્યક્ત કરશે. મીનુજી માત્ર ૧૦ ભણેલા. અંગ્રેજી નું જ્ઞાન એટલું બધું નહીં કે સડસડાટ બોલી શકે. બજાર માંથી spoken English નું પુસ્તક લઇ આવ્યા. અને શરૂ થયું અંગ્રેજી શીખો અભિયાન. એ પણ મહેતાજી ને ખબર ના પડે એમ.. મહેતાજી કોલેજ ભણાવવા જાય ત્યારે જ મીનુજી અંગ્રેજી નું પુસ્તક કાઢે અને મહેતા જી આવવાના હોય એ પેલા પુસ્તક ઘર ના કોઈ ખૂણા માં છુપાવી દે. ક્યારેક તો અરીસા માં જોઈ ને પણ બોલવાની પ્રેકટીસ કરતા. પછી પોતે જ હસી પડતાં !

"પ્રેમ ને કઈ અનોખી રીતે કરવું છે વ્યક્ત , મહેતાજી બોલી ઉઠે મીનુજી એકદમ મસ્ત !”વરસગાંઠ નો દિવસ નજીક આવી રહ્યો છે.

મીનુજી નું અંગ્રેજી સડસડાટ થઇ ગયું છે. હવે વરસગાંઠ ના દિવસે જયારે મહેતાજી કોલેજ થી ઘરે આવે ત્યારે કેમ આશ્ચર્ય માં પડી જાય એના માટે મીનુજી નું આયોજન શરૂ થાય છે..

મીનુજી વિચારે છે "આખુંય ઘર દીવડા થી ઝળહળીત હોય, ઘર ની બધી જ લાઈટ બંધ કરી માત્ર દીપ ની જ્યોત થી જ ઘર ઝગમગીત થતું હોય, મહેતાજી ની મનગમતી મોગરા ની મહેક થી આખુંય ઘર મઘમઘતું હોય, રફી લતા ના રોમેન્ટિક ગીતો નું ધીમું સંગીત રેલાતું હોય, ગુલાબ ની પાંખડીઓ ની વચ્ચે એક મીણબત્તી રાખી ડાઇનિંગ ટેબલ પર બન્ને વચ્ચે એક જ થાળી રાખી તેમાં મહેતાજી ને ભાવતી અમેરિકન મકાઈ નું શાક, ઘી થી લથપથ પૂરણ પોળી, ખીર ને ગુલાબ જાંબુ થી ડાઇનિંગ ટેબલ ની સુંદરતા ને ચાર ચાંદ લાગી ગયા હોય,

સ્વાદિષ્ટ ભોજન લીધા પછી ઝળહળીત દિવા ઓ ના પ્રકાશ ની વચ્ચે મહેતાજી ને હું દિવાનખંડ માં લઇ જઇશ તેમના હાથ માં ફુલ નો ગુલદસ્તો ધરી ને મારી રેકોર્ડ કરેલી કેસેટ હું ચાલુ કરીશ. "મહેતાજી happy 35 th anniversary thankyou for comming in my life તમે જીવન માં દરેક પરિસ્થિતિ માં મારી સાથે રહ્યા. તમે દુનિયા ના સૌથી સારા જીવન સાથી છો. આજ નો વરસગાંઠ નિમિત્તેમારે એટલું જ કેહવું છે મહેતાજી l love you. આવી અનોખી યોજના મીનુજી એ મહેતાજી ના પ્રેમ ને કૈંક અલગ રીતે વ્યક્ત કરવા વિચારી.

જોતજોતા માં વર્ષગાંઠ નો દિવસ આવી ગયો. મીનુજી નું મન હિલોળે ચડ્યું છે રોમ રોમ માં તરવરાટ છે ૩૫ વરસ માં પેહલી વાર મહેતાજી માટે કૈંક ખાસ કરવા નું છે તેના ઉત્સાહ અને થનગનાટ થી આજે મીનુજી રોજ કરતા વધુ ખીલેલાં લગતા હતાં.

મહેતાજી હતાં ભૂલકણા તેમને ના ક્યારે જન્મદિવસ યાદ હોય કે ન વરસગાંઠ. દર વખતે મીનુજી જ યાદ કરાવે.

મેહતાજી નો ભૂલક્કડ સ્વભાવ મીનુજી નો પ્લસ પોઇન્ટ બની ગયો. જેવા મહેતાજી કોલેજ ભણાવવા નીકળ્યા ત્યારે મીનુ જી એટલું જ કહે છે " આજે જરા વહેલા આવજો હો.. !!"હવે ઘર માં મીનુજી ની ચહલ પહલ શરુ. કાઉંટડાઉન શરુ થયું. માત્ર ૬ જ કલાક માં આખુંય ઘર સજાવવાનું હતું.

આયોજન મુજબ ગુલાબ ની પાંખડીઓ, ગુલદસ્તો, દિવડાઓ, બધુ જ મીનુજી એ પહેલે થી લાવી રાખેલ. ૪ કલાક માં તો મીનુ જી એ ઘર ને અદભૂત રીતે સજાવી રાખેલ. રસોઈ ની તૈયારી પણ અપ ટુ ડેટ.

દિપક ના પ્રકાશ થી ઘર માં ચારેકોર રોનક હતી, મોગરા ની સુગંધ થી વાતાવરણ માં અનેરી તાજગી હતી. શાંત ધીમુ રોમેન્ટિક સંગીત વાગી રહ્યુ હતુ. બધુ જ આયોજન મુજબ એકદમ બરાબર ગોઠવાઈ ગયું હતું.

મીનુજી આજે તો નવવધૂ ની જેમ તૈયાર થયા હતાં. લગ્ન વખત નુ પાનેતર પહેરી સોળે શણગાર સજી આજે જાણે નવોઢા ની જેમ સજ્યા હતાં. મહેતાજી આવે તો એ પોતે જ ના ઓળખી શકે કે આ મીનુજી જ છે ને!!ઘડિયાળ માં સાડા ચાર વાગ્યા હતા એટલે મહેતાજી ની આતુરતા થી રાહ જોવાતી હતી. આજે કહેતા તો હતા વહેલો આવી જઈશ, પણ કેમ હજી કેમ આવ્યા નહીં હોય !

ત્યાં તેમના ઘર ની ટેલિફોન ની ઘંટડી રણકે છે.. ફોન માંથી અવાજ આવ્યો. "હું કાંતિ ભાઈ, Mr મહેતા નો કૉલજ નો સહ અધ્યાપક, આપ મીનુજી ને ?"હા... હું મીનુજી પણ બોલો ને શું થયું.. ? એક માઠા સમાચાર છે.

મહેતાજી હવે ઘરે કયારેય પાછા નહી આવે. હાર્ટ એટેક થી હમણાં જ તેમનું દુઃખદ અવસાન થયું છે. આમ કહી ને તેમને ફોન કટ કરી દીધો મીનુજી ના પગ નીચે થી જમીન ખસી ગઈ, દુનિયા સ્તંભી ગઈ, સમય રોકાઈ ગયો.. મીનુજી થોડા દિવસ સુધી તો સૂનમૂન જ રહ્યા. વિદેશ થી અને મુંબઈ થી છોકરાઓ વ્યવહાર પૂરતા આવ્યા અને જતા પણ રહ્યા

મહેતાજી ને ગયા ને ૩ મહીના વીતી ગયા મીનુજી એમ તો મજબૂત મનોબળ ના હતાં હિંમત હારી જાય એવા નહોતા પણ પોતાનો શ્વાસ જતો રહે તો જીવન ફિકકુ જ લાગે. મીનુજી ને તો મહેતા જી હજી સાક્ષાત સામે જ હોય એવું લાગતું હતું

મહેતાજી નું એક સ્વપ્ન હતું જે માત્ર મીનુજી જ જાણતા હતા કે મહેતાજી એક સારા પતિ ની સાથે સારા લેખક પણ હતા. હવે સમય આવી ગયો હતો તેમના સપના ને જીવંત કરી તેમના પ્રત્યે નાં પ્રેમ ને વ્યક્ત કરવાનો.

મહેતાજી ના સહ અઘ્યાપકો મીનુજી ને સાંત્વના આપવા ઘરે આવ્યા ત્યારે મીનુજી એ મહેતાજી ના સપના ની વાત કરી કે મહેતાજી એ પોતાના આર્ટિકલ, લઘુ કાવ્યો નું સંકલન એક ડાયરી માં કરેલું છે. જે દરેક ઉગતા સાહિત્યકાર ને પ્રેરણા આપશે. મહેતાજી ના સહઅધ્યાપકો એ મીનુજી ના શબ્દો ને ઝીલી મહેતાજી ના સપના ને સાકાર કરવા ની તૈયારી બતાવી.

બે મહિના ની તનતોડ મહેનત પછી મહેતાજી નું પુસ્તક તૈયાર થાય છે

એવા માં જ હર વખત ની જેમ આ વખતે પણ ગુજરાત સાહિત્ય એકેડેમી ની આમંત્રણ પત્રિકા Mr &Mrs મેહતા ના ઘરે આવે છે. મીનુજી વિચારે છે આનાથી સારું માધ્યમ ક્યુ હોય શકે પુસ્તક વિમોચન નું. ?

વડોદરા ના અકોટા ગ્રાઉન્ડ માં ગુજરાત ના સાહિત્યકાર ઓ ની પરિષદ માં મીનુજી હાજરી આપે છે. પ્રોગ્રામ ના દીપ પ્રાગટ્ય પછી વકતા એ કહ્યું "આજે એક સારા માણસ, સ્પષ્ટ વક્તા, પ્રેમાળ હ્રદય Mr અનુજ મહેતા આપણી વચ્ચે નથી કે જે હર વખતે શ્રોતા ઓ ને પ્રતિબોધતા. પરન્તુ આજે હું તેમના વતી તેમની પત્ની ને સ્ટેજ પર આવવા આમંત્રણ આપીશ કે તેઓ શ્રોતાઓ ને સંબોધે.

"વ્હાલા શ્રોતાગણ, આજે આપણી વચ્ચે મહેતાજી પ્રત્યેક્ષ હાજર નથી પરન્તુ તેઓ હજી પરોક્ષ રીતે મારી સાથે હોય એવું મને લાગી રહ્યું છે. તેઓ સારા વ્યક્તિ ની સાથે સારા લેખક પણ હતા તેમને તેમના આર્ટિકલ, પ્રેમકાવ્યો, લઘુ નિબંધ બધું જ એક ડાયરી માં ટપકાવેલ પણ ક્યાંય પ્રકાશિત નહીં કરેલ. તેઓ દેહ થી હાજર નથી પરંતું શબ્દ રૂપી દેહ થી સદૈવ અમર રહેશે. આજે એમના સંકલિત થયેલાં લેખો નાંપુસ્તક નું હું વિમોચન કરું છું.. જેનું નામ છે "મહેતા જી I LOVE U " આ પુસ્તક અનેક ઉગતા સાહિત્યકારો માટે શીખવાનું માધ્યમ અને તેમની પ્રેરણા બનશે.

આકાશ માં જોઈને મીનુજી કહે છે તમે જ્યાં પણ હશો મને ખબર છે મને જોતા જ હશો અને હરખાતાં જ હશો. હું આજે તમારા માટે નો પ્રેમ તમારું સેવેલું સપનું સાકાર કરી ને વ્યક્ત કરું છું.

તમારુ પુસ્તક હવે ઘર ઘર પહોંચશે મહેતાજી. ફર્ક એટલો છે કે આજે સ્ટેજ પર તમે નહીં પણ તમારી જ વ્હાલી પત્ની મીનુ છે.

મહેતાજી, મને લાગે છે અત્યારે પણ તમે અદ્રશ્ય રીતે પણ વી. આઈ. પી. સીટ પર બેસી ને તાળી પાડતા હશો. !

***

18 - પ્રેમની પરિભાષા

રેખા જોશી

આજ સતત વિચારોની હારમાળા વચ્ચે પાલવ ખાલી ખાલી ચક્કર લગાવતી હતી, કોઈ હેતુ વગર વસ્તુને અહીંથી ત્યાં મૂકતી ને પરદા હટાવ્યા કરતી હતી, આજ એ પોતાના માતા પિતાને યશની વાત કરવાની હતી, મનોમન કેટલા વિચાર કરી લીધા હતા, કે જો મને ના પાડશે લગ્ન માટે તો?તો હું કદાચ અહીં થી નીચે..... ના ના એવું કરાય/? તો મારા વગર યશની શું હાલત થાયઅને ... પાપા તો એ વિચારે .. કંપી ઉઠી નાના એવું એવું તો હું ના જ કરું,

પછી એ વાતને ગોઠવવા લાગી કે પાપા ને કઇરીતે વાત કરું ?તેમને દુઃખ પણ ન લાગે અને મારી વાત પણ થાય, મારા પ્રત્યે એ શું વિચારશે ? ઓહ કરતી બેસી જ પડી, ત્યાં જ પેપર વાંચતા પાપા ની નજર પાયલ પર પડી અને સામેથી જ પાસે બોલાવી કહ્યું બેટા હું જાણું છું તારે શું કહેવું છે, યશની વાત છેને બેટા ?મારી દીકરી ની પસઁદથી મારી પસઁદ કઇરીતે અલગ હોઈ શકે બેટા? મને અને તારી મમ્મી ને યશ પસઁદ છે, પાયલ જાણે પાંખ વગર ઉડી રહી,

આજે બે વ્યક્તિ વચ્ચે દિલની અદાલતમાં બે જાતિનો ચુકાદો હતો.... પણ એ અદાલત પ્રેમની હતી કોઈ ગુનેગારની નહી....

પાલવની આંખમાં આગિયાની ચમક હતી, સોળ વરસનીહોય એવી એકદમ મુગ્ધ, જાણે નખશીખ લાવણ્ય થી શોભતી વસંત... આજ તો ઉંમર હતી કોઈમાં ખોવાઈ જવાની ખભા પર માથું મૂકી રડી લેવાની, હસી લેવાની અને અસ્તિત્વને ઓગાળી દેવાની... એકદિવસ આમજ તે પોતાની મંઝીલ તરફ સ્વપ્નોની દુનિયામાં ખોવાતી ગઈ, યશ એટલે પાલવની વિચારધારામાં પરફેક્ટ બંધ બેસતો પ્રેમી પતિ કે પછી સર્વસ્વ હતો.

પાલવે સાડીનો પાલવ ઠીક કરતા યશને કહ્યું - ખબર છે તને ''પ્રાપ્તિ કરતા પ્રતીક્ષામાં વધુ આનંદ રહેલો છે ''એવું મેં ક્યાંક વાંચેલું આ સાંભળી યશ માર્મિક હસતા બોલ્યો -એટલે તું શું કહેવા માંગે છે ? આપણે સામસામે બે કિનારે રહી એક બીજાને જોઈ ખુશ થતા રહેવાનું? ના ના જરાય નહીં તું ચિંતા ન કર હું મમ્મી પાપા ને મનાવી લઈશ, ઓકે ? રહ્યો પ્રશ્ન તારા પક્ષનો એમાં તો તને કઈ કહેવું જ ન પડે.... પાપા કી બડી પ્યારી પરી બડી દુલારી....

બરાબર?

પાયલના ચહેરા પર થોડી ચમક આવી અને મનોમન બોલી -હા ''પાપા જરૂર માની જશે પણ..... મમ્મી કદાચ કહેતા કહેતા રડી જ પડી,

અરે ! અરે! પાયુ, તેં તો આજ થી જ પ્રેક્ટિસ ચાલુ કરી કે શું? રડવાની? એવું કહી પોતાના રૂમાલ વડે આંસુ લૂછતા યશ બોલ્યો ''-હવે પહેલા જેવું વાતાવરણ નથી કે માતા પિતા પોતાની વાતને વળગી જ રહે ''એ પણ પોતાના સંતાન ની ખુશી જ ઇચ્છતા હોય છે એટલે તું ચિંતા છોડી દે, અને એક ઈશ્વર પર અને બીજો ?એવું કહી પાયલ ને હળવા મૂડમાં લાવ્યો,

યશ આજે એમ -ડી થઇ ડોક્ટર બન્યો પલકે એમ એ થઇ સ્કૂલમાં સર્વિસ ચાલુ કરી, બંને એકદમ પરિપક્વ છતાં કોઈવાર જાતિ ની વાતને લઈને ઉદાસી છવાતી, પછી બન્ને કહેતા આ જાતિવાદ સમાજે ઉભો કર્યો છે પણ આપણે એમાંથી યોગ્ય રસ્તો જરૂર કાઢીશું,

કારણ પાયલ બ્રાહ્મણ અને યશ મરાઠી હતો, બંનેના તહેવારો અલગ રીતરિવાજો અને ખાણી પીણી પણ જુદા હોઈ લગ્ન બાબતે એક મોટો પ્રશ્નાર્થ ??

પણ પ્રેમ પાસે હવામાં ઓગળી જતો.... એ પ્રશ્નાર્થ, અને બંનેને સાચા અર્થ મળી જતા,

બંનેને નાટકનો બહુ શોખ નાટક મંચ પર પાયલ પાત્રથી એટલી ઓતપ્રોત થઈ જતી કે વાસ્તવિકતા ભૂલી જતી, એમાં પણ પાયલે દલિત કન્યાનું આબેહૂબ પાત્ર ભજવેલું ત્યારથી યશ પ્રેમનું ઊંડાણ પામી ગયો હતો . આ શોખે જ બંનેને એકબીજાથી નજીક લાવ્યા હતા. યશ નક્કર જમીન પર ડગ ભરતો વ્યક્તિ. છતાં પાલવના પ્રેમમાં પાગલ, પાલવના ગાલના ખંજનમાં ખોવાઈ જતો પ્રેમી.... બંને દરિયા કિનારે જરૂર મળતા. પછી એ પૂનમ હોય કે અમાસ. કારણ બન્ને એકબીજા માટે હતા ખાસ, આંખોમાં ભરતી થઇ ભટકતા અને મોજા સાથે મસ્તી કરતા....

બંનેની આંખો ભલે અલગ હતી પરંતુ નજર અને સ્વપ્ન એક હતા તેની નજરે એક એવું ઘર હતું જ્યાં વિશ્વાસના શ્વાસ હોય, પ્રેમનો પમરાટ હોય. સમજણની શાન હોય... એવી સમજ સાથેજ બન્ને લગ્ન માટે આગળ વધ્યા હતા

યશ શર્ટનું બટન બંધ કરતા બોલ્યો –’'પલ્લું તું અને હું એક એવા ઘરને સજાવીશું તું તારી રીતે તારા સ્વપ્નને સાકાર કરી શકે ને હું મારા વિચારોને વ્યક્ત કરી શકું' 'પ્રેમ એટલે આધિપત્ય નહી માલિકીભાવ પણ નહી.. પરંતુ લાગણીની સાથે સાથે બંનેના વિચારો અને પસંદગીની પણ કદર હોય. પાલવે જવાબ આપતા કહ્યું -''તારી વાત બિલકુલ સાચી છે છતાં કહું -એટલો પ્રેમ પણ નહી કે જે ગુંગળામણનો અનુભવ કરાવે... અને પસંદગી ને એટલું પ્રાધાન્ય પણ નહી કે પ્રેમને ઓળંગી જાય.

પાલવ યશની આંખોમાં જાણે જવાબ શોધી રહી હતી. યશ ઉમળકાથી બોલ્યો -''પ્રેમ એટલે સુખનું હાસ્ય દુઃખનું રુદન નહી'' ''પળ પળ હૂંફની પ્રતીતિ ક્ષણ ક્ષણ સલામતી'' ''વણકહી સમજદારી હૂંફાળો આધાર, પ્રેમ એટલે માંગવું નહી આપવું, માપવું નહી આપવું'' ભેટ સોગાદ જેવી સ્થુળ વસ્તુ એટલે પ્રેમ નહી, સમજદારીની સુક્ષ્મતા એટલે પ્રેમ... અને છેલ્લે કહું -''પીડા આપે એ પ્રેમ નહી પરમ આનંદ આપે એજ પ્રેમ ''એટલું કહી યશ અટક્યો - પાલવ આંખો બંધ કરી પ્રેમની પ્રતીતિ કરતી રહી.

યશ જતા જતા બોલ્યો -ચાલ ત્યારે આજે સાંજે મારે હોસ્પિટલ જવાનું છે અને રાત્રે મમ્મીને લઈને સપ્તકના પ્રોગ્રામમાં જવાનું છે એવું કહી વિદાય થયો.

10 ઓક્ટોબર પાલવનો જન્મદિવસ હતો, યશ દીવમાં ભવ્ય પાર્ટી આપી સાથે સાથે બંનેના સબંધને નામ આપવા માંગતો હતો તેણે... પોતાના મિત્રોને સરપ્રાઈઝ પ્રોગ્રામની વાત કરી આમંત્રણ આપી દીધા હતા... બંને પોતાનું સ્વપ્ન પૂરું કરવાના હતા.... અને

... એ દિવસ આવી ગયો. પાલવ પણ સુંદર કાંજીવરમની બ્લેક બોર્ડરવાળી સાડીમાં જાજરમાન લગતી હતી. યશને ગમતો મોટો ચાંદલો કર્યો હતો.. વારંવાર સુંદર સ્મિત આપી દરેકને આવકારતી હતી. ધીમું... ધીમું.. સંગીત વાતાવરણને વધુ ને વધુ માદક બનાવતું હતું. યશ પણ અંગત મિત્રોને ગળે મળી અભિવાદન કરતો હતો... પછી હળવેથી પાલવને નજીક ખેંચી અને તેના કોમળ હાથને હાથમાં લઇ રીંગ પહેરાવી, મિત્રો વડીલોએ અભિનંદન આપી વિદાય લીધી. સમય જતા સાદગીથી લગ્ન લેવાયા અને યશે માંગ ભરી, સાથે સાથે અઢળક સુખ પણ ભરી દીધું,

પાયલે વધૂ બની ઘરમાં પ્રવેશી બધાના દિલ જીતી લીધા છે, પ્રત્યેક રીતરિવાજો પણ હસીને પાળેછે વડિલો પણ એના વર્તનથી ખુશ છે તો યશ પણ પાયલની દરેક માંગ પુરી કરે છે, પાયલ શાકાહારી હોવા છતાં પોતે નોનવેજ બનાવી આપે છે, ગણપતિ અને ગૂડીપડવો ઉજવે છે, તો યશ પણ જન્માષ્ટમી પર ભવ્ય આયોજન કરે છે આમ બંનેએ પ્રતિપાદિત કર્યું છે કે ''અદમ્ય ઇચ્છાશક્તિ આગળ બધાને ઝુકવુ પડે છે ''

આજે એ સમયને પુરા પચાસ વર્ષ થયા છે. સૂર્યાસ્તનું પણ એક સોંદર્ય હોય છે, એક ગરિમા હોય છે બંને આજે પણ એ પ્રસંગને વાગોળે છે. ધીરે.. ધીરે... ઉઠતા મોજા સાથે લય મિલાવે છે.... હાથમાં હાથ પકડી કિનારે ચાલે છે. સુંદર સૂર્યાસ્ત છે.... પણ એના જીવનમાં તો સદા.... સૂર્યોદય જ....

યશ કહે છે -સૂર્ય અને ચાંદ ભલે અલગ અલગ હોય પરંતુ સૂર્યમાંથી તાપ નહી પ્રકાશ લેતા આવડે અને ચાંદ માંથી દાગ ને બદલે શીતળતા લેતા આવડે

તો બધું શક્ય છે..... ને પાયલની સફેદ લટ આજે પણ... યશને મજનૂ બનવા મજબૂર કરે છે,

***

19 - અમર પ્રેમ

શિલ્પા સોની

કેતકીએ એના ડ્રાઇવરને હાક મારી, 'ગનુભાઇ, ચાલો ગાડી કાઢો !! મારે આજે મંદિરે થઈ ને પછી સ્કૂલે જવાનું છે. આજે કેશવનો જન્મદિવસ છે, તો ત્યાં દાદરે બેસતા જીવોને કેશવના મનભાવતા ખીરપુરી ખવડાવવાના છે. મને તો આનંદ થશે જ, પણ સાથે મારા કેશવનો આત્મા પણ પુલકીત થઇ ઉઠશે. છેલ્લા સાત વર્ષથી આ રીતે જ કેશવના જન્મદિવસની શરૂઆત થતી. મંદિરેથી પછી તે 'નવજીવન વિધાલય' પહોંચતી.. સ્કૂલના દરેક બાળકને પેસ્ટ્રી આપવામાં આવતી.

બાળકો પણ જાણે આ જ દિવસની રાહ જોતા હોય તેમ હોંશભેર કેક, ચોકલેટ ની મિજબાની માણતા... અને આ જોઇને કેતકી એક અનોખો સુખદ સંતોષ અનુભવતી.

કેતકી મહેતા - દેખાવે સુંદર, અંગ્રેજી સાથે M. A, B. ed થયેલ, ખૂબ હેતાળ, લાગણીશીલ સ્વભાવ ધરાવતી આજે લગભગ પંચાવનની આસપાસ પહોંચેલી જાજરમાન માનુની..

નાનપણમાં જ માતાપિતાનું કાર એક્સીડેન્ટમાં મૃત્યુ થયુ હોવાથી તેના મોટાકાકા તથા કાકી થોડા ગમા-અણગમા સાથે ઉછેરી રહ્યા હતા. તેના સગા ભાઈ બહેન તો હતા નહી પરંતુ કાકાને એક દિકરો અને એક દિકરી હતા. - રાકેશ અને રાધિકા.

રાકેશ કેતકી કરતા ચાર વર્ષ મોટો, પણ રાધિકા કેતકી કરતા બે વર્ષ નાની હોવાથી તેને દીદી કહેતી. કહેવા પૂરતુ જ દીદી નહોતી કહેતી, પણ તે કેતકીને ખૂબ પ્રેમ કરતી; અંતરંગ સખી પણ માનતી.

બીજી તરફ કેતકીને પણ રાધિકા ખૂબ વહાલી હતી. સાવ એવુ પણ ન હતું કે કાકા કાકીને કેતકી ગમતી નહોતી, કારણ તે હતી જે પરાણે વહાલી લાગે તેવી.. દેખાવડી તો હતી જ, પરંતુ દરેક કામમાંય ચપળ અને ભણવામાં પણ એટલી જ હોશિયાર. દસમા ધોરણની પરીક્ષામાં તો તેના 75% માર્કસ પણ આવ્યા.

સામેના મકાનમાં એક ગોહિલ પરિવાર રહેતુ હતું. તેમનો એક નો એક દિકરો એ જ- કેશવ. તે કેતકીથી બે વર્ષ મોટો, અને ભણવામાં તેની જેમ જ તેજ.

સાંજે સ્કૂલેથી આવીને સોસાયટીના બધા બાળકો ભેગા થતા. ક્યારેક કોઈ રમત રમતા, તો ક્યારેક જીવનગાડીને કઇ તરફ હંકારવી તેનુ મનોમંથન પણ કરતા.. કોઈને ડૉક્ટર બનવાની ખ્વાહીશ, કોઈ ને વકીલ, કોઈને શિક્ષક તો કોઈ ને વળી ફક્ત લોકોની સેવા કરવામાં જ રસ..

આમ ને આમ શાળાજીવન પૂર્ણ કરી કૉલેજમાં પ્રવેશ્યા. કેતકીએ આર્ટસ લીધું હતુ. કેશવ પણ તેની જ કૉલેજમાં હતો, તેનાથી બે વર્ષ આગળ.. સાથે જ હસતા-રમતા-ભણતા મોટા થયેલા, કેતકી અને કેશવના જુવાન હૈયા હવે એકબીજાનો સાથ ઝંખવા લાગ્યા હતા.. ખૂબ પ્રેમ કરવા લાગ્યા હતા.

બંને જણા પ્રેમી હૈયા ને જેમ ભીડભાડથી દૂર એકાંત ગમતું હોય તેમ ક્યારેક દરીયાકિનારે પણ ઉપડી જતા. ક્યારેક સિનેમા, ક્યારેક હોટલ માં મળતા.. એકાંત ની રોમાંચક પળોમાં જ્યાં કોઈ પણ સ્ત્રી અને પુરુષ તેમના પરનો કાબુ ગુમાવી દેતા હોય છે.... તેવી પળે કેતકીએ પોતાને અને કેશવને સંભાળ્યા હતા.. તે તટસ્થપણે માનતી સ્ત્રી અને પુરુષના મન મળવા જોઈએ, જીવ મળવા જોઇએ... તનનું મિલન તો લગ્ન બાદ જ હોવુ જોઇએ.. અને એટલે જ તેમનો પ્રેમ મનથી જ નહી, તનથી પણ પવિત્ર હતો.. ખરેખર, ઇશ્વરે ખૂબ માવજતથી કંડાર્યા હતા બંને ના મનને..

ક્યારેક નજીવી બાબતે થોડીઘણી બોલાચાલી પણ થઈ જતી અને એકબીજાથી રિસાઈ પણ જતા... પણ પ્રેમ કોને કહ્યો- કહેવાય છે ને કે જ્યાં લખલૂટ લાગણીના ધોધ વહેતા હોય ત્યાં ઝાઝો વખત રિસામણા ટકે જ નહી. એકમેક તરફની લાગણીને લીધે જે કહેવાતા અહમ જેવું કંઈ જુદી તેમની વચ્ચે ક્યારેય ન હતું.

કેશવે જ્યારે તેના માતાપિતાને કેતકી વિશે વાત કરી, ત્યારે તે લોકો ખૂબ રાજી થઈ ગયા હતા.. તેમની નજર સામે જ કેતકી મોટી થઈ હતી.

તેઓ જાણતા હતા કે કેતકી દેખાવડી જ નહીં, પણ બોલવા ચાલવામાં, ઘરકામમાં પણ પાવરધી હતી. તેઓ તો કેશવની પસંદગીથી ખૂબ ખુશ હતા. હવે કેશવના માતાપિતાએ નક્કી કરી લીધુ કે સારો દિવસ જોઇ સમય લઇને કેતકીના કાકા-કાકી પાસે વાત લઈને જવુ. બીજી તરફ કેતકી- કેશવ પણ તેમના ભાવિ જીવનના સપનાઓ સજાવવામાં રચેલા હતા. બંનેની એક જ ઇચ્છા હતી - એક સ્કૂલ ખોલવી અને બાળકોના ભવિષ્ય ઉજ્જવળ બનાવવા.. કેતકીએ B. A કર્યા પછી માસ્ટર્સમાં એડમિશન લઈ લીધુ, સાથે B. Ed નું ફોર્મ પણ ભરી દીધુ હતું. તેના કાકાને તેમા જરાય વાંધો ન હતો પરંતુ કાકીને તેનું આમ આગળ ભણવું રુચતું જ નહોતુ.. તેઓ તો બસ કેતકીને પરણાવીને વિદાય કરી દેવા માંગતા હતા. કેશવ હવે એના પિતાના ધંધામાં જ મદદ કરવા લાગ્યો હતો.

કેતકીના કાકાના દિકરા, રાકેશના હવે લગ્ન થઈ ગયા હતા. તેની પત્ની આમ તો સારી હતી પણ ઘરમાં બબ્બે નણંદ તેને ક્યારેક ખૂંચતીજ..

આજે કેશવ ઓફિસ થી વહેલો આવી ગયો હતો. તેની મમ્મીએ કારણ પૂછતાં ઘણા બધા ડીલરો સાથે એક ની એક વાત બોલીને માથું ચઢી ગયુ હોવાની ફરિયાદ કરે છે. ગરમ ચા પીવાથી રાહત થશે તેવું જણાવી તેના રૂમમાં જઈ આરામ કરવા માટે લંબાવે છે. કેશવની મમ્મી મસ્ત મસાલાવાળી ચા બનાવી તેને આપી તેને થોડીવાર આંખો બંધ કરી આરામ કરવાનું જણાવે છે.. અને કેશવ ખરેખર ચા પીને નિંદ્રાધીન થઈ જાય છે. લગભગ બે કલાક પછી જ્યારે તેની આંખ ખૂલે છે, ત્યારે તેને થોડુંક સારુ લાગે છે પણ માથુ તો ભારે જ હોય છે.

આ માથુ દુખવાનો ક્રમ હવે દર બે-ચાર દિવસે થવા લાગ્યો હતો. કેશવના માતાપિતા કામકાજનો આટલો બોજ શીદને માથે લઇ ફરવાનું, બધુ શાંતિથી કરવાનું.. કહીને સમજાવતા. પરંતુ માથાનો દુઃખાવો હવે દિવસે દિવસે વધીને અસહ્ય બનતો જતો હતો.. તેના માતા પિતા ડૉક્ટરને બતાવવાનું નક્કી કરે છે. તેમના ફેમિલી ડૉ. ફોજદાર સાહેબ પાસે તેઓ જાય છે. બધુ પૂછી તપાસીને કંઈક દવા ગોળી પણ લખી આપે છે. ગોળી લેવાથી કેશવને હવે 4-5 કલાક રાહત જેવું લાગતુ, પણ વળી પાછું એજ શૂળ ઉપડતું. હવે ડૉ. એ કેશવને સોનોગ્રાફી, સીટી સ્કેન પણ કરાવવાનું કહ્યુ હતું. સહુને આશ્ચર્ય સહ ચિંતા થવા લાગી હતી..

માથાના દુખાવામાં આ બધુ.... બીજે જ દિવસે બધા ટેસ્ટ થાય છે. રીપોર્ટ્સ સાંજે આવવાના હોવાથી બધાંય દિવસભર અજંપ જ રહે છે.કેતકી પણ કેશવની પડખે જ રહેવા લાગી હતી. તેને પણ કેશવની ખૂબ ફીકર થતી.

સાંજે કેશવ તેના પિતા સાથે રિપોર્ટ્સ લેવા જાય છે. ઉંચા જીવે કેશવ બધું વાંચે છે. એના પપ્પાને પણ બધુ કહે છે..

એક ધ્રાસ્કો.... એક વજ્રઘાત... મગજ માં ગાંઠ, બ્રેઇન ટ્યુમર...

આ સાલું કેવી રીતે બન્યું... ઘરમાં કોઈ ને પણ આવી કોઈ બિમારી નથી, તો કેશવને જ કેમ થયુ !!... ઘરે આવીને માતાને અને કેતકીને વાત કરી, તો તેઓને પણ ખૂબ આઘાત લાગે છે... કોણ કોને સાંત્વના આપે.... પણ કેતકીએ જ પોતાના આંસુ રોકી, હિંમત એકઠી કરી બધાને સમજાવ્યા કે હવે તો વિજ્ઞાન ઘણું વિકસ્યું છે, દરેક દર્દનો ઇલાજ શક્ય બન્યો છે.. આપણે પણ કેશવનો ખૂબ સારો ઇલાજ કરાવીશું અને એને આ તકલીફ માં થી મુક્ત કરાવીશું.

પૈસેટકે તો કેશવને ત્યાં કોઈ જ પ્રોબ્લેમ નહોતો, ડૉ. ને મળી ઑપરેશનનું નક્કી થાય છે. મન- હ્રદયે અનુભવાતી એક ટીસ સાથે બસ પછી તો શરુ થાય છે હૉસ્પિટલ, દવાઓ અને પ્રાર્થનાઓ.... બધાએ મક્કમ મન રાખી કેશવની આસપાસ જ પોતપોતાને કેન્દ્રીત કરી દીધા હતા.

સમયસર મળેલ ઉચિત સારવાર, પરિવારજનો નો સ્નેહભર્યો સાથ, કેતકીની હૂંફ - આ બધાં પરિબળો થકી જ કેશવને જાણે ફરી નવજીવન મળ્યુ. હવે તે ધીમે ધીમે સ્વસ્થતા પ્રાપ્ત કરી રહ્યો હતો. સમય ક્યાં કદી એકસરખો કોઇનો રોક્યો રોકાયો છે... એની ગતિ ને ક્યારેય કોઈ આંબી નથી શક્યું. કેશવ હવે સંપૂર્ણપણે સ્વસ્થ હતો. એણે એના માતા પિતાને કેતકીને ત્યાં જઈને લગ્નનો પ્રસ્તાવ મુકવાની વાત કરી..

બીજે જ દિવસે કેશવના માતાપિતા કેતકીને ત્યાં ગયા. કેશવ અને કેતકી બંને પરીપકવ છે અને એકબીજાને પસંદ કરે છે, તો તેમના માબાપ તરીકે તેઓને સહજીવન માણવા લગ્નગ્રંથી થી જોડી દેવા જોઈએ, તેવી વિનંતી કરી.. પરંતુ આ તરફ કેતકીના કાકા-કાકીને આ સંબંધ બિલકુલ પસંદ નહોતો. પહેલા તો જ્ઞાતી જુદી હોવાનું અને બીજુ કેશવની હાલ જ થયેલી બિમારીનુ મસમોટું બહાનુ બતાવ્યુ.કેતકીએ, કેશવે અને તેના માતા પિતાએ પણ હવે તે સંપૂર્ણપણે સ્વસ્થ હોવાની ખાતરી આપી પણ તેઓ ટસના મસ ના થયા.

એમ ને એમ દિવસો વહી રહ્યા હતા. કેતકીને એક આસ હતી કે તે તેના કાકા-કાકીને જરૂર લગ્ન માટે રાજી કરશે. કેતકી હવે B. Ed પણ થઈ ગઈ હતી.

બીજી તરફ કેશવને ઝીણો તાવ રહેવા લાગ્યો હતો. તેની ભૂખ પણ ઓછી થઈ ગઈ હતી.. ધીમે ધીમે એની બિમારી ફરી ફેણ ફુલાવી એના શરીરમાં પગ પેસારો કરી રહી હતી. વળી પાછા ડૉ. ને ત્યાં આંટાફેરા, ફરીથી બધા ટેસ્ટ..... અને એ જ નિદાન.

એની બિમારીએ ફરી ઉથલો માર્યો હતો અને ખૂબ ઝડપથી પ્રસરી રહી હતી.. હવે કેશવ પણ હિંમત હારી ચુક્યો હતો. ઘણું મન મક્કમ કરવા જતો પણ એની પરવશતા એને સાથ ન દેતી. દિવસે દિવસે હવે એનું દર્દ પણ વધતુ જતું હતુ- જે ક્યારેક તો એટલુ અસહ્ય થઇ જતુ કે તે ચીસો પાડી ઉઠતો, ચોંધાર આંસુએ રડી પડતો. તેના માતા પિતા ખૂબ સાંત્વના આપતા, ઇશ્વરને ખૂબ આજીજી કરતા તેમના કેશવને સાજો કરવા... પણ આ વખતે ઇશ્વર પણ બહેરો બની ગયો હતો. કેતકી ખડે પગે કેશવ પાસે હાજર રહેતી. તેના કાકા -કાકીને આમ દિવસ રાત તેનું કેશવને ત્યાં રહેવુ પસંદ ન હતું... પણ કેતકીને હવે કોઈ ફરક નહોતો પડતો..

ઘણી વેદના, અપાર યાતના સહીને પણ કેશવ હવે રહ્યો નથી. માતાપિતાને તથા કેતકીને સાવ એકલા અટૂલા મૂકી ચાલ્યો ગયો હતો..

કહ્યુ છે ને કે દુ:ખનુ ઓસડ દહાડા. ધીરે ધીરે કેતકીને, કેશવના માતાપિતાને કળ વળી રહી હતી. જવા વાળા ચાલ્યા જાય પણ તેની પાછળ આપણે કંઇ ઓછુ જીવવાનું છોડી દેવાય છે. જીવવું તો પડે જ છે... સાથે વિતાવેલા દિવસોની યાદોને વાગોળતા..... સંસ્મરણો સંજોવતા....

કેતકી હવે વધારેમાં વધારે સમય કેશવને ત્યાં જ વિતાવતી.. કેશવના માતાપિતાની જવાબદારી તેને તેના હસ્તક લઇ લીધી હતી..

કેશવના માતાપિતા કેશવનુ સ્વપ્ન પુરુ કરવા માંગતા હતા. એક સ્કૂલ બનાવવા માંગતા હતા. ; જેની સંપૂર્ણ જવાબદારી તેઓ કેતકીને સોંપવા માંગતા હતા.

સમય જતા સ્કૂલ તૈયાર થાય છે. કેતકીનો બસ હવે એક જ ધ્યેય હતો જીવનમાં... કેશવની યાદોના સહારે જ જીવવાનુ, અને કેશવના સપનાને સાકાર કરવાનું. તેની અથાગ મહેનત, કર્તવ્યનિષ્ઠ આચરણ, વિનમ્ર સાલસ સ્વભાવ અને ઇશ્વર કૃપાથી બધું હેમકુશળ પાર પડ્યુ હતું.

હવે તેના કાકી પણ નથી રહ્યા, કાકાનું શરીર પણ હવે સાથ નથી દેતું. રાધિકા ને કાકીની ખોટ ન સાલે તેમ, ત્યાં દરેક પ્રસંગે હાજર રહી રંગેચંગે તેના લગ્ન પણ ઉજવ્યા..

હવે તે થોડી મુક્ત થઈ હતી..

બસ, હવે તેનુ એક જ લક્ષ્ય... કેશવના માતાપિતાની સેવા કરવી અને કેશવના સ્વપ્નને સુંદર રીતે કંડારવું. અને તેમા તે ખૂબ સફળ પણ થઈ છે.

હવે તે ખૂબ ખુશ રહે છે... કારણ તે જાણે છે કે તેના થકી જ તેની આસપાસ ના લોકો પણ ખુશ રહેશે.

કેતકી-કેશવની અણમોલ પ્રેમ ગાથા....

***

20 - સ્વપ્નિલ હકીકત

શ્રધ્ધા ભટ્ટ

દ્રશ્ય 1 : પંજાબીઓના પારંપરિક લગ્નના પોશાકમાં સજ્જ પૂર્ણિમા ખરેખર પૂનમનાં ચાંદ જેવી જ લાગતી હતી. એના હોઠ પર રમતું શરમાળ સ્મિત, ઢળેલી પાંપણો, મેહંદીસજ્યા હાથ... એના ગુલાબી રૂપને અનેરી આભા આપતા હતા. બાજુમાં ફૂલોનો સહેરો બાંધેલો વરરાજા હાથમાં મંગળસુત્ર લઈને બેઠો હતો. સેથામાં સિંદૂર અને ગાળામાં મંગળસુત્ર પહેરેલી પૂર્ણિમાનો નવવધૂનો શણગાર હવે ખરા અર્થમાં પૂરો થયો.

દ્રશ્ય 2 : આલિશાન બંગલા જેવા ઘરના દીવાનખંડમાં પૂર્ણિમા શરમાતી ઘણી બધી સ્ત્રીઓથી ઘેરાયેલી બેઠી હતી. સ્ત્રીઓની મશ્કરીભરી વાતોથી હસુ હસુ થઇ રહેલું એનું ગોળ માસૂમ મુખ ખુબ જ સુંદર લાગતું હતું. “મુંહ દિખાઈ”ની રસમ પૂરી થતાં બધી સ્ત્રીઓ ધીરે ધીરે વિખરાઈ અને પૂર્ણિમા એકલી પડી. ત્યાં જ એના મોબાઈલમાં રીંગ વાગી. સ્ક્રીન પર નામ વંચાતું હતું “કિરપાલ”. એકદમ ખુશ થઈને એણે ફોન ઉપાડ્યો.

“પૂર્ણિમા.... પૂર્ણિમા..... ” એની મમ્મી એને જગાડી રહી હતી. “પુન્ની.... ઉઠ બેટા” પૂર્ણિમાને એના ઘરમાં પુન્ની કહીને બોલાવતા હતા. ઊંઘમાં પરિચિત અવાજ સાંભળીને પૂર્ણિમા સડાક કરતી બેઠી થઇ ગઈ. ન તો પેલો આલિશાન બંગલો હતો કે ન તો એનો દુલ્હનનો શણગાર. એ તો વડોદરાના પોતાના ઘરમાં પોતાના રૂમમાં બેઠી હતી. “ઓહ! તો એ સપનું હતું!!?? ” પૂર્ણિમાને હજી પણ વિશ્વાસ નહોતો આવતો. પોતાનાં લગ્ન, પંજાબી લોકોનો માહોલ, મોબઈલમાં વાંચેલું એ નામ.... બધું જ જાણે સાચું હોય એવું લાગતું હતું;પરંતુ કોઈ જ પ્રકારના સંદર્ભ વિના આવું કેમ શક્ય બને એ જ પૂર્ણિમાને નહોતું સમજાતું. છેવટે સપનાની વાતને મજાક ગણીને એ ઉભી થઇ. કામમાં મન પરોવવા છતાં સપનામાં જોયેલા એ અજાણ્યા નામ સાથે એ અનાયાસે જોડાઈ રહી હતી. ‘કોણ હશે એ કિરપાલ?’ એ જાણવાની એને અજબ તાલાવેલી લાગી હતી. ઘડીભર તો એને પોતાની ઉપર હસવું આવ્યું. મૃગજળ સમાન સપના પાછળ એ દોડતી હતી જે ક્યરેય મળવાનું જ નહોતું. પૂર્ણિમા સપના સાચા પડે એવી વાહિયાત વાતમાં જરાય માનતી નહોતી. એને ખબર હતી કે અચેતન મન જે વિચારે એ જ ક્યારેક સપના રૂપે બહાર આવતું હોય છે. પરંતુ આજના એના સપનાએ એને બેચેન કરી દીધી હતી. બધું જ સમજવા છતાં એનું મન ખબર નહિ શું કામ એ ન જોયેલા ચહેરા માટે વ્યાકુળ થઇ રહ્યું હતું. વારંવાર મનમાં એ નામ ગુંજતું રહેતું હતું. બહુ મુશ્કેલીથી એણે મનના વિચારો ખંખેરવાની કોશિશ કરી. આમેય આજના દિવસે ઘણું કામ હતું. આવતીકાલે સાંજની ટ્રેનથી એ દિલ્હી જઈ રહી હતી. એની ખાસ દોસ્ત પ્રિયંકાના લગ્ન દિલ્હીમાં રાખ્યા હતા. એના માટેનું થોડુંઘણું શોપીંગ પણ બાકી હતું. પેકિંગ તો હજુ કર્યુ જ નહોતું. એક દિવસ તો દોડધામમાં ક્યાં જતો રહ્યો એની ખબર જ ન પડી. બીજે દિવસે સાંજે મમ્મી પપ્પા સાથે એ સ્ટેશન પહોંચી ગઈ. પપ્પાનો સાથે આવવાનો પ્રોગ્રામ છેલ્લી ઘડીએ કેન્સલ થયો હતો. મમ્મી એટલે જ ચિંતા કરતી હતી. વડોદરાથી દિલ્હી સુધી એ એકલા મુસાફરી કરવાની હતી. “પુન્ની, તારું ધ્યાન રાખજે. અજાણ્યાનો ભરોસો કરતી નહિ. ત્યાં પહોચીને પહેલું કામ ફોન કરવાનું કરજે” મમ્મીની સૂચનાઓ ટ્રેન ઉપડ્યા સુધી ચાલુ જ રહી હતી. છેવટે બંનેને બાય કહીને પૂર્ણિમા પોતાની સીટ પર બેઠી. પૂર્ણિમા હંમેશા સાઈડ લોઅર સીટ લેવાનો જ આગ્રહ રાખતી. એણે ડબ્બામાં નજર ફેરવી. વેકેશનનો સમય હોવા છતાં બહુ ઓછા મુસાફરો દેખાતા હતા. સમાન વ્યવસ્થિત ગોઠવીને પૂર્ણિમાએ પર્સમાંથી બુક કાઢી અને વાંચવા લાગી. વાંચન એનું મનપસંદ કામ હતું. ગમે તેટલી લાંબી મુસાફરી પણ એને કંટાળાજનક ન લાગતી. એ કલાકોના કલાકો વાંચીને સમય પસાર કરી શકતી. આજે પણ એવું જ થયું. વાંચતા વાંચતા રાત ક્યાં પડી એની ખબર જ ન રહી. જમવાની બહુ ઈચ્છા નહોતી એટલે પૂર્ણિમાએ સુવાની તૈયારી કરી. છેલ્લા બે દિવસના થાકને લીધે એને તરત જ ઊંઘ આવી ગઈ.

અચાનક ખખડાટ અને ધીમી કાનાફૂસીના અવાજથી પૂર્ણિમાની ઊંઘ ઉડી ગઈ. એણે જોયું તો ત્રણ ગુંડા જેવા લાગતા માણસો પૂર્ણિમાના બર્થ નીચેથી એનો સમાન ફંફોસી રહ્યા હતા.

“અરે! આ તમે શું કરો છો?એ તો મારો સમાન છે!!!” પૂર્ણિમાએ લગભગ ચીસ પાડીને પૂછ્યું. પેલા ત્રણેય ચોંકી ગયા. એમાંથી બોસ જેવા લાગતા માણસે બીજા બેને ધીરેથી પૂછ્યું, “આને સુંઘાડ્યુ નથી કે શું?”

“સોરી બોસ, મેં આ પકલાને કહ્યું હતું. એ ભૂલી ગયો લાગે છે. પકલા, આને તે રૂમાલ નથી સુંઘાડયો?”

હવે પૂર્ણિમાને સમજાયું કે એની ચીસ સાંભળીને પણ કોઈ કેમ ઉભું ન થયું. આ ગુંડાઓએ બધાને બેહોશ કરી દીધા હતા. પોતાન સદનસીબે એ આ ત્રણેયની નજરમાંથી બચી ગઈ હતી. પૂર્ણિમા હવે શું કરવું એનો વિચાર જ કરતી હતી ત્યાં એ ત્રણેયનાં બોસે આગળ આવીને પૂર્ણિમાના માથે બંદુક તાકી, “એય છોકરી! ખબરદાર જો મોઢું ખોલ્યું છે તો. તારું પર્સ આપી દે જલ્દી. એય પકલા, ચલ ઝડપ કર. ”બીજા હાઈટમાં નાના એવા છોકરાએ એનું પર્સ છીનવી લીધું. ત્યાં જ ટ્રેન જોરદાર બ્રેક સાથે ઉભી રહી. બંદૂક તાકીને ઉભેલો માણસ આ ઝટકા માટે તૈયાર નહોતો. એ સંતુલન ગુમાવીને પડ્યો. પૂર્ણિમાએ પળવારનો વિલંબ કર્યા વગર પોતાની બાજુમાં ઉભેલા માણસને ધક્કો માર્યો અને બહારની તરફ દોટ મૂકી. બોસે પકલાને પાછળ જવાનો ઈશારો કર્યો. પકલાને શું સુજ્યું કે નીચે પડેલી બંદૂક લઈને એ પૂર્ણિમાની પાછળ દોડ્યો. પૂર્ણિમા ત્યાં સુધી ટ્રેનની બહાર નીકળી ગઈ હતી. દરવાજે ઉભા રહીને પકલાએ બૂમ પાડી, “ઉભી રહે નહિ તો ગોળી મારી દઈશ!!”. પૂર્ણિમાએ એની વાત ન સાંભળતા દોડવાનું ચાલુ જ રાખ્યું. પોતાની પેહલી ફેરીમાં બોસ પર “ઇમ્પ્રેસન” જમાવવા પેલાએ બંદૂક ચલાવી દીધી. જાણે પોતાના પર પૂર્ણિમાનું નામ લખાવીને આવી હોય એમ, સરખું નિશાન ન લગાવવા છતાં, એ ગોળી પૂર્ણિમાને જમણા ખભામાં વાગી. પૂર્ણિમા જોરદાર ચીસ પાડીને ફસડાઈ પડી.

એ ટ્રેન રાજસ્થાનના સવાઈ માધોપુર નામના સ્ટેશન પર ઉભી હતી. સમય થયો હતો રાતના સાડા ત્રણ. ફાયરિંગના અવાજથી સ્ટેશનની લોકલ પોલીસ હરકતમાં આવી ગઈ. ત્રણેય ચોર ભાગવામાં સફળ થયા હતા. પૂર્ણિમાને તાત્કાલિક હોસ્પિટલ પહોચાડવામાં આવી. લગભગ આઠેક કલાક પછી પૂર્ણિમાએ આંખો ખોલી. એનો જમણો હાથ ખુબ જ પીડા આપતો હતો. એ પોતાના બેડમાંથી ઉઠવા ગઈ પણ નર્સે એને ઇશારાથી જ ઉઠવાની ના પાડી.

“આપકે હસબન્ડ બહાર હી હૈ. મેં અભી ઉન્હેં અંદર ભેજતી હું. ” કહેતી નર્સ બહાર ગઈ. પૂર્ણિમાને કંઈ સમજાયું નહિ. ત્યાં તો કોઈ અજાણ્યો યુવક અંદર આવ્યો. સાથે ડોક્ટર પણ હતા.

“મિસિસ ખન્ના, અબ કૈસા લગ રહ હૈ આપકો? ડર ઔર દર્દ કી વજહ સે આપ બેહોશ હો ગયી થી. આપકે હાથમે લાગી ગોલી હમને નિકાલ દી હૈ. અબ આપ ઘર જા સકતી હૈ. મૈને આપકે હસબન્ડ સે બાત કર લી હૈ. ” ડોકટરે પૂર્ણિમાને એની તબિયત વિષે જણાવ્યું અને બહાર જતા રહ્યા. પૂર્ણિમા થોડા ગુસ્સાથી પેલા અજનબી, કે જેને ડોકટરે એનો હસબન્ડ કહ્યો હતો, સામે જોઈ રહી હતી.

“જુઓ મિસ, મને ખોટો નહિ સમજતા. સ્ટેશન પર શું થયું એ તો તમને ખબર જ છે. તમે જયારે દોડીને ટ્રેનમાંથી બહાર આવ્યા, બરાબર ત્યારે જ હું પણ મારા ડબ્બામાંથી બહાર નીકળ્યો હતો. તમને દોડતા જોયા અને પછી ગોળીનો અવાજ સાંભળ્યો. પેલા ચોરે કરેલા ફાયરીંગમાં તમને ખભામાં ગોળી વાગેલી. હું તમને કંઈ પૂછું એ પહેલા તો તમે બેહોશ થઇ ગયા. ગોળી કાઢવા માટે નાના એવા ઓપરેશનની જરૂર હતી. એના ફોર્મમાં સાઈન કરવા માટે જ મારે તમારી ઓળખાણ મારા પત્ની તરીકે આપવી પડી. ”

પૂર્ણિમા આશ્ચર્યથી એની સામે જોઈ રહી. આ માણસ જો ખરા સમયે એની મદદે ન આવ્યો હોત તો શું થાત એ વિચરતાં જ એને કંપારી છૂટી ગઈ. એ ફક્ત એટલું જ બોલી શકી. “Thank You!!”

“અને હા, તમારું નામ મેં પૂર્ણિમા લખાવ્યું છે. ઈન્સ્પેકટરે જયારે પૂરું નામ પૂછ્યું ત્યારે મને આ જ નામ યાદ આવ્યું. ” એ યુવકે કહ્યું. “વૈસે યે પૂનમ કે ચાંદ કા નામ પૂર્ણિમા હી હોના ચાહિયે!!”એ મનમાં જ બોલ્યો. છેલ્લા 10 કલાકથી એ સતત આ છોકરીની આગળ પાછળ જ હતો. સાવ અજાણી એવી આ છોકરી માટે એ કૈક અજબ ખેચાણ અનુભવતો હતો. એનું નિર્મળ સ્વચ્છ રૂપ એ હિન્દીભાષી યુવકને પોતાની તરફ ખેચી રહ્યું હતું. પહેલી નજરનાં પ્રેમ વિષે સાંભળ્યું તો ઘણું હતું પણ એનો રોમાંચ એ આજે જ અનુભવી રહ્યો હતો. એ મનોમન ઈશ્વરનો આભાર માનતો હતો કે એને આ છોકરીની મદદ કરવાની તક આપી. પોતાના મામાના દીકરાના લગ્નમાં હાજરી આપવા એ દિલ્હી જઈ રહ્યો હતો. ત્યાં જ એને અહી રોકાઈ જવું પડ્યું હતું, જેનો એને અફસોસ કરતાં આનંદ વધુ હતો. પોતે પંજાબી હોવા છતાં ગુજરાતમાં રહેવાથી એ સારું ગુજરાતી બોલી શકતો હતો.

“મારું નામ પૂર્ણિમા જ છે. પણ તમને કઈ રીતે ખબર પડી?” પૂર્ણિમાના સવાલથી એની વિચારધારા અટકી. એણે હસીને વાત ટાળી દીધી.

હોસ્પીટલની બાકીની વિધિ પતાવીને બંનેએ દિલ્હી જવાનું નક્કી કર્યું. પૂર્ણિમાએ પોતાના ઘેર પણ વાત કરી લીધી હતી. એના મમ્મી પપ્પા પણ વડોદરાથી દિલ્હી આવવા રવાના થઇ ગયા હતા. રાજસ્થાનથી દિલ્હી સુધીની એ સફર દરમિયાન બંને એકબીજા વિષે ઘણું જાણી ગયા. એકબીજાના પરિવારથી લઈને બેસ્ટ ફ્રેન્ડ સુધીની માહિતીની આપલે થઇ ચુકી હતી. પેલો યુવક જેનું નામ જીમ્મી હતું એ તો પૂર્ણિમાને પોતાનું દિલ દઈ બેઠો હતો. પૂર્ણિમા પણ ધીરે ધીરે જીમ્મી તરફ અજીબ આકર્ષણ અનુભવી રહી હતી. ઊંચો ગોરો એવો આ પંજાબી પૂર્ણિમાના મનમાં પોતાનું એક સ્થાન બનાવી ચુક્યો હતો. પૂર્ણિમાએ તો એને પોતાની ફ્રેન્ડનાં લગ્નમાં આવવાનું આમંત્રણ પણ આપી દીધું. જીમ્મી તો જેમ બને એમ વધારે પૂર્ણિમા સાથે જ રહેવા માંગતો હતો. એણે પણ એ સ્વીકારી લીધુ. પૂર્ણિમાના મમ્મી પપ્પા પણ જીમ્મીનો અભાર માનતા થાકતા નહોતા. એના માટે તો એ દેવદૂત સમાન હતો જેણે પૂર્ણિમાની રક્ષા કરી હતી.

***

“માય ડીઅર ફ્રેન્ડ, યુ આર ઇન લવ..... ” પ્રિયંકાએ પૂર્ણિમાને અધવચ્ચે જ ટોકી. એ અત્યાર સુધીની બની ગયેલી ઘટના સંભળાવી રહી હતી.

“વોટ? શું બોલે છે તું?”પૂર્ણિમાનાં ગાલ શરમથી લાલ થઇ ગયા હતા.

“છેલ્લી દસ મિનીટથી તારી વાતો સાંભળું છું. ટ્રેનમાં શું બન્યું એ કહેવાને બદલે તું તો ‘જીમ્મી’ને શું ગમે અને શું ના ગમે એની જ વાતો કર્યા કરે છે. માર્ક માય વર્ડ્સ. યુ આર ઇન લવ. ”

“અરે ના. એવું કઈ જ નથી. તું પણ શું?” પૂર્ણિમાનાં દિલમાં કૈક અલગ વાત હતી અને હોઠ પર કૈક અલગ.

“હેય, તારું નામ તો બહુ ઢાસું છે ને યાર. મિસિસ પૂર્ણિમા કિરપાલ ખન્ના!!! ઇમ્પ્રેસિવ!!!” પ્રિયંકાના હાથમાં રાજસ્થાનની હોસ્પીટલના મેડીકલ ડોક્યુમેન્ટ્સ હતા. પૂર્ણિમા આ નામ સાંભળીને ચોંકી. એણે ઝડપથી પ્રિયંકાના હાથમાંથી એ ડોક્યુમેન્ટ્સ લઇ લીધા. “પણ એનું નામ તો જીમ્મી છે!!”

“ક્યા બાત હૈ!! મેરી હી બાત હો રહી હૈ દોનો મેં!!”જીમ્મી હસતો હસતો અંદર આવ્યો.

“તારું નામ શું છે?”પૂર્ણિમાએ પૂછ્યું.

“આ કેવો સવાલ છે?”

“આઈ મીન સાચું નામ. ”

“ઓહ! હું એ કહેવાનું જ ભૂલી ગયો. હલ્લો ગર્લ્સ, આઈ એમ કિરપાલ ગંગારામ ખન્ના”.

પૂર્ણિમાને વિશ્વાસ જ નહોતો આવતો!! એનું સપનું, જેને એ મૃગજળ માનતી હતી એ હકીકત બનીને એની સામે ઉભું હતું!!

“કિરપાલ, મારી સાથે લગ્ન કરીશ?”જાણે પૂર્ણિમાનું અચેતન મન એના ચેતન મન પર હાવી થઇ રહ્યું હોય એમ એણે સપનાને સાચું બનાવવાની તૈયારીઓ આરંભી દીધી. એ હવે એક પણ ક્ષણ ગુમાવ્યા વગર પોતાના સપનાને સાચું કરવા માંગતી હતી. કિરપાલ તો આભો જ રહી ગયો. જે વાત એ કરવા આવ્યો હતો એ પૂર્ણિમા કરી રહી હતી!! પૂર્ણિમાનું સૌન્દર્ય તો કોઈને પણ ઘાયલ કરવા પૂરતું હતું જ પરંતુ એણે મુશ્કિલ સમયમાં જે હિંમત દેખાડી હતી એના પર તો કિરપાલ આફરીન થઇ ગયો હતો. ના પાડવાનો તો સવાલ જ નહોતો!! પૂર્ણિમાએ પોતાના સપનાની બધી જ વાત કિરપાલને કરી. એને તો માન્યામાં જ નહોતું આવતું કે આવું પણ બની શકે!! કિરપાલને પણ હવે જ સમજાયું કે રાતના સાડા ત્રણ વાગે શું કામ એ ઉઠીને ટ્રેનની બહાર આવ્યો?? કદાચ ઈશ્વરે જ એને મોકલ્યો હતો જેથી એ પૂર્ણિમાને મળી શકે.

જોડીઓ હમેશા ઉપરવાળો જ બનાવે છે!! આ કહેવત પૂર્ણિમા અને કિરપાલનાં જીવનમાં સાચી પડવા જઈ રહી હતી. એમની જોડી તો ઈશ્વરે બનાવી જ પણ પ્રસંગો ઉભા કરીને બંનેને મેળવી પણ દીધા. બંનેના પરિવારવાળાઓએ પણ જયારે પૂર્ણિમાનાં સપનાની વાત સાંભળી ત્યારે એ લોકોએ પણ રાજીખુશીથી આ સંબંધ સ્વીકારી લીધો. સહુથી વધારે ખુશ હતી પૂર્ણિમા. એ ખરેખર પોતાનું જોયેલું સ્વપ્ન સાકાર કરવા જઈ રહી હતી.

***

21 - એક ચાન્સ

સોનિયા ઠક્કર

રવિવારનો સૂર્ય દરરોજ કરતા કૈંક અલગ હોય છે. ઊગે છે તો એના સમયે પણ લોકોની સવાર થોડી મોડી પડતી હોય છે. સવારના દસ વાગ્યા ને ધ્વનિની આંખો ખૂલી ! ચા બનાવી છાપું હાથમાં લેતા પહેલાં તારીખિયામાંથી પાનું ફાડ્યું, પણ એકને બદલે બે ફાટી ગયાં. ૩૦ નવેમ્બર ને સોમવાર પર નજર પડતાં જ ધ્વનિની આંખમાં એક ચમક આવી ને ગઈ થોડી ઉદાસી પણ વ્યાપી વળી.

૩૦ નવેમ્બર એની અને વ્રજની એ પહેલી મુલાકાત…

આજે બધું ફિલ્મની જેમ નજર સામે તરવરી રહ્યું.

‘ફ્રેન્ડ સાથે અમદાવાદ ફરવા જવાનો પ્લાન છે.. ’ એમ કહી સવારની અમદાવાદ તરફ જતી ટ્રેન પકડવાનું નક્કી કર્યું હતું. વ્રજ પણ આગલા દિવસે મિત્રના ઘરે અમદાવાદ પહોંચી ગયો હતો.

વોટ્‍સ અપમાં રાતે ૧૨ વાગ્યા સુધી વ્રજ સાથે વાતો કરી ધ્વનિએ સૂવાનો પ્રયાસ કર્યો, પણ વિચારોમાં અટવાઈ.

‘એ કેવો દેખાતો હશે? ફોટા તો જોયા જ છે, પણ રીયલમાં? હું વાત શું કરીશ?’ આવા અસંખ્ય વિચારો પથારીમાં પડખાં ઘસતાં રહ્યાં. અનેક વાર આંખો ખૂલી ગઈ ને ઘડિયાળ જોઈ પાછું દિલ મનાવ્યું કે સવાર પડવાને હજુ વાર છે.

એલાર્મ વાગતાં પહેલાં ઊઠીને જલદી તૈયાર થઈ સ્ટેશન પહોંચી ગઈ. પ્લેટફોર્મ પર એકલી પડેલી ધ્વનિને અનેક વિચારો ઘેરી વળ્યા.

એક વર્ષ પહેલાં ફેસબુક પર વ્રજની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. સામાન્ય રીતે તે અજાણી વ્યક્તિને કોઈ દિવસ મિત્ર બનાવવાનું પસંદ ન કરે, પણ વ્રજની અજાણી પ્રોફાઈલ પણ જાણીતા હોવાનો આભાસ ઊભી કરતી હતી.

તેણે તરત જ માહિતી જોઈ.. કોઈ કંપનીમાં કામ કરતો વ્રજ વેરાણી કવિતાનો શોખીન હોય એમ લાગ્યું. જાત-જાતની પ્રેમભરી સુંદર કવિતાઓથી એનું ફેસબુક છલોછલ હતું. ધ્વનિ એક પછી એક કવિતા વાંચતી ગઈ. કોઈ હેન્ડસમ હીરો જેવો એનો દેખાવ હતો.

અવઢવને અંતે વ્રજની ફ્રેન્ડ રિક્વેસ્ટ તેણે એક્સેપ કરી.

બીજા દિવસે મેસેજ આવ્યા, ‘થેંક યુ ધ્વનિ જી. ’ ‘હાઉ આર યુ?’

ફેસબુક પર અજાણ્યાને રીપ્લાય આપો પછી કેવો ત્રાસ શરૂ થાય તેનો ધ્વનિને અનુભવ હતો. એટલે વ્રજને જવાબ ન આપ્યો. પ્રત્યુત્તર ન મળવા છતાં દરરોજ વ્રજ તરફથી ‘હાય, ગુડ મોર્નિંગ, હેવ અ નાઈસ ડે’ના મેસેજ આવવા લાગ્યા.

ધ્વનિ પણ અજાણી સુગંધ તરફ ખેંચાવા માંડી. ધીમેધીમે વાતચીત શરૂ થઈ, ‘હાય’ ‘હલ્લો’થી શરૂ થયેલી વાતોએ અનેક શિખરો સર કરી લીધા.

હવે તો ધ્વનિની સવાર વ્રજના ‘ગુડ મોર્નિંગ’ના મેસેજ અને રાત ‘ગુડ નાઈટ’ના મેસેજથી થતી. તેમને ફેસબુકનું વળગણ નહીં પણ એકબીજાના સાથનું વ્યસન થઈ ગયું હતું. ફોટાની આપ-લે તથા નંબર પણ એકબીજા સુધી પહોંચી ગયા હતા! પણ ફોન પર વાત નહોતી થઈ.

એક દિવસ સવારથી વ્રજના મેસેજ નહોતા. છેલ્લા છ-આઠ મહિનામાં પહેલી વાર બન્યું હશે કે સાંજ થવા છતાં વ્રજ ઓનલાઈન ન આવ્યો હોય. અંતે રાત્રે ૮ વાગ્યે મેસેજ આવ્યો કે ‘આઈ એમ ઈન હોસ્પિટલ. ’ ને તરત ઓફલાઈન !

ધ્રૂજતાં હાથે ધ્વનિએ પહેલી વાર વ્રજને ફોન લગાડ્યો… ‘થેંક યુ ફોર કોલિંગ વ્રજ… પ્લીઝ હોલ્ડ ધ લાઈન…’ એટલા સરસ અવાજમાં વ્રજે કોલરટ્યુન પોતાના જ અવાજમાં મૂકી હતી કે તે સાંભળતી જ રહી ગઈ.

‘અચાનક શું થઈ ગયું?’થી વાતની શરૂઆત થઈ. અંતે જ્યારે ધ્વનિએ ફોન મૂક્યો ત્યારે તેના દિલમાં ઊંડે ઊંડે એક અહેસાસ થઈ ગયો હતો કે વ્રજ તેના જીવનમાં મિત્રથી પણ વિશેષ બની ગયો છે. બંને વચ્ચે લાગણીના સંબંધો બંધાઈ ગયા હતા. પેલી બાજુ વ્રજના ચહેરા પર એક અદ્‍ભુત સ્મિત હતું. અનાથ વ્રજને કોઈ મળ્યું હતું કે જે તેને સમજી શકે, ને દુઃખમાં પડખે રહી શકે. ધ્વનિના એક ફોને તેના જીવનમાં વસંતની ગૂંજ ઊભી કરી હતી. દર્દની દવા તેને હાથ લાગી હતી.

અચાનક જ ટ્રેનની વ્હીસલ વાગી અને ભૂતકાળમાંથી ધ્વનિ બહાર આવી. ઝડપથી ટ્રેનમાં ચડી એક જગ્યા શોધી ગોઠવાઈ ગઈ.

વોટ્‍સ અપ ચાલુ કરી વ્રજને મેસેજ કર્યો, પણ એ ઓફલાઈન હતો. આંખો બંધ કરી તે યાદોમાં ખોવાઈ ગઈ.

દવાખાનેથી પાછા ફરીને વ્રજે પહેલાંની જેમ જ ફેસબુક પર મળવાનું ચાલુ કરી દીધું. હવે બંનેની વાતોમાં એકબીજા માટે કાળજી છલકાતી હતી.

‘પ્લીઝ, મારે તને એક વાર મળવું છે. ’ વ્રજ રોજ એક જ જીદ કરતો.

‘ના. ’ ધ્વનિ પાસે પણ એક જ જવાબ હતો.

‘કેમ?’

‘એમ જ. ’

વ્રજને આ ‘એમ જ’નો જવાબ ગળે ઊતરતો નહોતો.

‘ધ્વનિ તારે આજે કહેવું જ પડશે. ’ કોઈ બીજી વાત કર્યા વગર વ્રજે ફોનમાં સીધું જ પૂછી લીધું.

‘શું?’ ધ્વનિ વિચારે ચઢી.

‘એ જ કે તું મને કેમ મળવા નથી માગતી. ’

‘પ્લીઝ યાર, આ વાત નહીં.. ’

‘તને મારા સમ છે. ’ વ્રજની જીદ અડગ હતી.

થોડી વારની ખામોશી પછી વ્રજને આખરે જવાબ મળ્યો ખરો !

‘વ્રજ ! તને ન મળવાનું મારી પાસે કોઈ રિઝન નથી, પણણ.. ’

‘તારી ગાડી આ પણ પર જ આવીને કાયમ અટકી જાય. મન થાય છે કે ડિક્ષનરીમાંથી આ પણ જ કાઢી નાખું. ’ આટલું સાંભળતાં ધ્વનિના ખડખડાટ હાસ્યએ વ્રજને વિમાસણમાં મૂકી દીધો.

‘ધ્વનિ, મારે તારું આ મુક્ત હાસ્ય મારી આંખોથી જોવું છે. ક્યાં સુધી આમ ફેસબુક, વોટ્‍સ અપ કે ફોનથી જ વાત કરતા રહીશું. માત્ર એક વાર મારે તને મળવું છે. ’

‘વ્રજ, હું માનું છું કે ઓનલાઈન સંબંધો આપણી ઓફલાઈન જિંદગીમાં ભારે ઝંઝાવાત ઊભો કરતા હોય છે. સોશિયલ મીડિયા સિવાય મારી એક દુનિયા છે અને તું એમાં ક્યાંય નથી. આપણી ઓનલાઈન મિત્રતા સીમિત રહે તો સારું. મને ડર છે કે ક્યાંક.. ’

‘તું બહુ વિચારે છે યાર… જીવનમાં આટલું વિચારવાનું ન હોય. મન ભરીને માણવાનો સંબંધને. પછી ભલે એ ઓનલાઈન હોય કે ઓફલાઈન. મારે તારી દુનિયામાં એક સ્થાન જોઈએ છે એટલે જ તને મળવું છે. ’ વ્રજે સ્પષ્ટ વાત કરી.

‘સારુ, માત્ર એક વાર… પછી બીજી વાર જીદ નહીં કરવાની. મને ઓનલાઈનમાંથી ઓફલાઈન થતાં વાર નહીં લાગે. ’

‘યા… યે હુઈના બાત. દેવી આખરે પ્રસન્ન થયાં ખરાં ! બોલો, કેટલા નાળિયેર ચડાવું ?’

બંને તરફ મુકત હાસ્ય ફેલાઈ ગયું ને ૩૦ નવેમ્બરની પહેલી મુલાકાત ડન થઈ.

ધ્વનિએ વોટ્‍સ અપ ચાલુ કર્યું પણ વ્રજનો કોઈ રીપ્લાય નહોતો. કાલુપુર આવતાં તે ઊતરી. સ્ટેશનની બહાર આવી તેણે ફોન લગાડ્યો.. ‘થેંક યુ ફોર કોલિંગ વ્રજ… પ્લીઝ હોલ્ડ ધ લાઈન…’

‘ક્યાં છો?’ ધ્વનિએ સવાલ કર્યો.

‘જરા પાછળ ફરીને તો જો.. ’

ધ્વનિ પાછળ ફરી કે એક સ્મિતમઢ્યો ચહેરો તેને દેખાયો. ધડકતા હૃદયે તે વ્રજ પાસે પહોંચી. ફોટામાં દેખાતો હતો તેના કરતા વધુ ચોકલેટી હીરો આજે તેની સામે ઊભો હતો એ વાતનો વિશ્વાસ થતો નહોતો.

‘હાય, કેમ છો?’ વ્રજે શરૂઆત કરી. ધ્વનિના સ્મિતે યોગ્ય પ્રત્યુત્તર મળ્યો.

‘કાંકરિયા જઈએ? ત્યાં શાંતિથી વાતો કરીશું. ફ્રેન્ડની બાઈક છે એટલે વાંધો નહીં. ’ વ્રજે થોડી વારે ધ્વનિને પૂછ્યું.

બંનેની પહેલી મુલાકાતની સફર શરૂ થઈ. ટ્રાફિકની વચ્ચેથી બાઈક કાઢતાં કાઢતાં વ્રજે ધ્વનિ સાથે વાતનો દોર શરૂ કર્યો. ધીમે ધીમે ધ્વનિનો ડર પણ ઓછો થતો જતો હતો. અજાણ્યા પણ જાણીતા વ્રજ પર તેને વિશ્વાસ આવવા માંડ્યો હતો.

મિત્રો, પરિવાર, શોખ, જોબ એવી અનેક વાતો બંને વચ્ચે થતી રહી. શબ્દોમાં અને સાથમાં કેવો અજબ નશો હોય છે તેનો બંનેને અનુભવ થયો.

કાંકરિયા પહોંચી બંનેને કોઈ હેરાન ન કરી શકે અને શાંતિથી વાતો કરી શકાય તેવું સ્થાન વ્રજે શોધી કાઢ્યું.

‘યુ આર લૂકિંગ નાઇસ. ’ વ્રજે ધ્વનિની આંખોમાં આંખ પરોવી કહ્યું.

સ્કાય બ્લુ કલરના ડ્રેસમાં તે ખરેખર સુંદર લાગતી હતી. સપ્રમાણ શરીર, ઉજળો વાન અને આકર્ષક ચહેરો કોઈ ફિલ્મી હીરોઈન કરતા જરા પણ ઓછો ઊતરતો નહોતો.

‘થેંક યુ’ હાસ્ય સાથે તેણે જવાબ વાળ્યો.

‘મને કલ્પના નહોતી કે હું તને મળી શકીશ. ’

‘મને પણ. ’

‘શું થયું છે તને આજે. ફોનમાં તો કેટલું બોલતી હોય છે ! કેમ આટલી બધી ચૂપ છે?’ વ્રજે સવાલ કર્યો.

‘એમ જ. ’

‘ના, એમ જ નહીં. શું ચાલે છે તારા મનમાં? બોલ.. ’ વ્રજે હાથ પકડતાં કહ્યું.

‘હું આ પહેલાં કોઈને આવી રીતે મળી નથી, એટલે થોડો ડર લાગે છે. ને ઘરે ખોટું બોલી છું ક્યાંક પકડાઈ ગઈ તો આવી બનશે. ’ ધ્વનિએ સાચી વાત કરી.

‘ઓહો… એમાં આટલું બધું શું ડરવાનું! હું પણ કંઈ અનુભવી નથી. તને જ પહેલી વાર આમ મળું છું. ’ વાત બદલવા વ્રજે મોબાઈલમાં પ્રવાસના ફોટા બતાવવા માંડ્યા.

જાતજાતના ફોટામાં ધ્વનિ અટવાતી ચાલી. કેટલી બધી વાતો સાથે ફોટા બતાવતો વ્રજ પણ ખીલતો જતો હતો.

થોડી વારે અચાનક જ વ્રજે ધ્વનિને પોતાના તરફ ખેંચી અને ગળે લગાવી લીધી. ધ્વનિ પણ તે બાહુપાશમાં જકડાઈ ગઈ.

એક ક્ષણ… બે ક્ષણ… ત્રણ ક્ષણ…

થોડી વારે વ્રજે તેનો હાથ પકડ્યો, ‘આઈ લવ યુ ધ્વનિ.. ’

આ સાંભળતાં જ તે હાથ છોડાવી ઊભી થઈ ગઈ, વ્રજ આશ્ચર્યમાં પડી ગયો.

‘હું એટલે જ તને મળવા નહોતી માંગતી. મને ખબર જ હતી કે તું.. ’ ધ્વનિ સહેજ દૂર બેસી ગઈ.

‘એટલે તું પણ મને પ્રેમ કરે છે?’ વ્રજ એકદમ ઉત્સાહમાં આવી ગયો. ‘તો અત્યાર સુધી બોલતી કેમ નહોતી?’

‘કારણ કે હું આપણા આ પ્રેમ પર પૂર્ણવિરામ મૂકી દેવા માંગતી હતી. ’

‘વ્હોટ?’

‘જો વ્રજ, આપણે એકબીજાને હજુ ઓળખતાં નથી. રોજ રોજ મળવાની શક્યતાઓ નથી. અને મારો પરિવાર આપણા પ્રેમસંબંધને કદાચ સ્વીકારે નહીં. ને આ સંઘ કાશીએ પહોંચશે એવું લાગતું નથી. ’ ધ્વનિએ ચોખવટ કરી.

‘અરે પાગલ, તે આટલું બધું વિચારી નાખ્યું. મેં તો એમ નક્કી કર્યું હતું કે આજે તને મારા દિલની વાત કરીશ. પછી સમય કાઢી આપણે મળતા રહીએ અને યોગ્ય લાગે તો તારા પરિવારને વાત કરીએ. મારે સંઘ કાશીએ નહીં પણ મારા ઘર સુધી જ લઈ જવો છે મારાં દેવી !’ ધ્વનિનો હાથ પકડી વ્રજે વાત કરી,

‘પણ વ્રજ, તું સમજતો નથી. મારો પરિવાર જ્ઞાતિ બહાર લગ્ન માટે ક્યારેય નહીં માને. ભવિષ્યમાં છુટા પડવાનું છે તો આજે જ કેમ નહિ. આપણે ક્યારેક ઓનલાઈન કે ફોન પર વાત કરી લઈશું. આમ પણ સોશિયલ મીડિયાના સંબંધો પર વિશ્વાસ કરવા જેવો નથી. ’

‘ધ્વનિ, સોશિયલ મીડિયા પર મળતાં બધાં જ લોકો ખરાબ હોય એમ ન હોય. કોઈક મારા જેવું પ્રેમભૂખ્યું થોડો સ્નેહ શોધી લે તો એમાં ખોટું કાંઈ નથી. હું માનું છું કે ઓનલાઈન સંબંધોને ઓફલાઈન જિંદગીમાં લાવવાનો એક ચાન્સ તો આપવો જોઈએ. હું તારી પાસે એ એક ચાન્સ માગું છું. તને લાગે કે હું લાયક નથી તો કાયમ માટે દૂર થઈ જઈશ. ’ વ્રજે કાકલૂદી કરી.

‘ના, મારા ઘરે ખબર પડશે કે હું આમ કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરું છું તો આવી બનશે. પ્લીઝ વ્રજ.. ’ ધ્વનિને વિનંતીનો સૂર કાઢ્યો.

‘ઓકે. હવે આ વિશે વાત નહીં, હું આપણી આ પહેલી મુલાકાતને બગાડવા નથી માગતો. ચાલ... ’ વ્રજે હાથ પકડી ધ્વનિને ઊભી કરી.

પછી તો બંને આખો દિવસ ખૂબ જ ફર્યાં. ૩૦ નવેમ્બરને એક તહેવાર કરતાં વધુ સારી રીતે ઉજવી. આખું કાંકરિયા પગતળે ખૂંદી વળ્યાં. હોટલનું લંચ હોય, નાળિયેર પાણી કે લારીની પાણીપુરી બંનેને આ બધાનો સ્વાદ અનોખો લાગ્યો. ઓનલાઈન સંબંધો આજે ઓફલાઈન બની એક દિવસ જીવી ગયા.

સાંજે વ્રજે ધ્વનિને ટ્રેનમાં બેસાડી. ‘મારી વાત પર વિચાર કરજે ને એક ચાન્સ આપજે. ’ ટ્રેન ઊપડી ને ધ્વનિની આંખે પૂર છલકાયાં. મોબાઈલમાં વ્રજની તસવીર જોતાં તે બોલી, ‘સોરી વ્રજ, હું મારા પરિવારને બહુ સારી રીતે ઓળખું છું. આપણા સંબંધને એ લોકો ક્યારેય એક ચાન્સ નહીં આપે. આપણા સંબંધોની સીમા સોશિયલ મીડિયામાં જ રહેશે. દિલના દરવાજે ભલે દસ્તક પડે, પણ પરિવારની મર્યાદા અતિક્રમી હું તને મારી ઓફલાઈન જિંદગીમાં ક્યારેય નહીં લાવી શકું. ’

અચાનક જ ઘડિયાળમાં અગિયારના ટકોરા પડ્યા. સફાળી જાગી ગઈ હોઈ એમ ધ્વનિ બેબાકળી બની ગઈ. આંખમાં આંસુ હતાં અને હાથમાં તારીખિયાંનાં પાનાં ! નજર સામે ફરીથી ૩૦ નવેમ્બર ભજવાઈ ગઈ, પણ એ વીતેલી તારીખ અને કાલની તારીખ ભલે સરખી હોય પણ એની જિંદગીમાં ઘણું બદલાઈ ગયું હતું.

વ્રજ સાથે રોજ સોશિયલ મીડિયાથી વાતો થતી, પણ પ્રેમ કે લગ્નની વાત આવે એટલે ધ્વનિ મૌન ધારણ કરી લેતી. ધીરેધીરે વ્રજે પણ એ વિશે પૂછવાનું બંધ કરી દીધું. ધ્વનિના લગ્નની વાતો ચાલતી હતી એ જ સમયમાં દાદાનું અવસાન થયું ને માળો વીંખાઈ ગયો. સરકારી નોકરી લઈ ધ્વનિ નામનું પંખી પોતાની પાંખો ફફડાવી પરિવારથી દૂર થઈ ગયું. માતા-પિતાની લગ્નની વાતો તે સતત નકારતી રહી. ધીમેધીમે વ્રજે પણ ઓનલાઈન આવવાનું ઓછું કરી પોતાના કામમાં ધ્યાન પરોવ્યું.

આજે ધ્વનિને વ્રજ સાથે વાત કરવાનું બહુ જ મન થયું. અનાયાસ જ નંબર લગાડ્યો, ‘થેંક યુ ફોર કોલિંગ વ્રજ… પ્લીઝ હોલ્ડ ધ લાઈન…’ રિંગટોન સાંભળી ચહેરા પર એક ચમક દોડી ગઈ.

‘બોલ ધ્વનિ.. ’ જાણે વર્ષો પછી અવાજ સાંભળતી હોય એમ લાગ્યું.

‘કેમ છે?’

‘બસ, પહેલા હતો એવો જ. તું કેમ છે?’ વ્રજની ઉદાસી તેણે સાંભળી.

‘મારે તને મળવું છે, આપણા સંબંધોને એક ચાન્સ આપવો છે. ’ ધ્વનિએ સીધો જ ધડાકો કર્યો.

‘વ્હોટ? રિયલી… તું ક્યાંક મજાક તો નથી કરતી ને?’ ઉત્સાહમાં વ્રજ બોલી પડ્યો.

‘ના, આ મજાક નથી. મને બહુ મોડું સમજાયું કે પ્રેમને પાંગરવાનો એક ચાન્સ તો આપવો જ જોઈએ. ઓનલાઈન કે ઓફલાઈન એવા લેબલ સંબંધોને ક્યારેય ન લાગવા જોઈએ. આઈ એમ સોરી.. ’ ને તે અનાયાસે રડી પડી.

‘પ્લીઝ, તું રડ નહીં. આ અનાથના નીરવ જીવનમાં તું રણકાર લઈને આવી હતી એટલે જ મેં તારી સામે પ્રસ્તાવ મૂક્યો હતો. હું આજેય તારી રાહ જોઉં છું. મોડેમોડે પણ મારાં દેવી પ્રસન્ન થયાં ખરાં !’ એક મુક્ત હાસ્ય સાથે વ્રજે વાત કરી.

‘ઓકે તો ફાઈનલ. કાલે ફરી પાછા આપણે મળીએ. આ ૩૦ નવેમ્બરે આપણા પ્રેમને એક ચાન્સ આપીએ. ’ ને ફોન મૂકાઈ ગયા.

પછી ધ્વનિએ ફેસબુક પર સ્ટેટસ અપડેટ કર્યું, “દરેક સંબંધોમાં સુંદર ભવિષ્યનું બીજ પડેલું છે, તેને વિકસવાનો એક ચાન્સ તો આપવો જ જોઈએ. ” ફીલિંગ હેપ્પી…

***

22 - લવ-સ્ટોરી ૨૦-૨૦

સુકેતુ કોઠારી

આજે મેં મારા પ્રમોશન ની ખુશીમાં નાની પાર્ટી રાખી છે. જેમાં મારી જોડે નોકરી કરતા મારા બધા મિત્રો ને એમના પરિવાર સાથે મારા ઘરે બોલાયા છે. ઓફીસ ના મિત્રો ને ખબર હતી કે મેં લવ-મેરેજ કર્યા છે માટે એમને હંમેશાથી મારી લવ-સ્ટોરી સાંભળવાની બઉ ઈચ્છા હતી. આજે પણ એ લોકોએ ખુબ જીદ કરી અને આજે હું એમને ના, ના પડી શક્યો. અમે બધા બેઠા, જયુસ અને જોડે નાસ્તો કરતા કરતા મેં મારી લવ-સ્ટોરી એમને કેહવાની ચાલુ કરી.

એ દિવસ મને હજુ પણ યાદ છે જયારે અમે પાંચ મિત્રો ગોવા ફરવા ગયા હતા. ગોવા ફરવા જવાનો પ્રોગ્રામ અમે લોકો એ પરીક્ષા ની તયારીઓ કરતી વખતેજ બનાવી લીધેલો અને દરેક જણે પોતાના મમ્મી પપ્પા ની પરમીશન પણ એજ વખતે લઈ લીધેલી. મિત્રો જોડે ગોવા ફરવા જવાનુ હતુ એટલે પરીક્ષા પૂરી થવાની ખુશી ઘણી વધારે હતી.

ગોવા જવાની ૫ ટીકીટ અમે મહિના પહેલા જ કરાવી લીધી હતી અને એ પણ પરીક્ષા પૂરી થવાના બીજાજ દિવસની. હાપા મડગાઉ એક્ષ્પ્રેસ સવારે ૯:૩૦ વાગે અમદાવાદ થી ઉપડી બીજા દિવસે સવારે ૫. ૩૦ વાગે મડગાઉ ઉતારતી હોવાથી નક્કી કર્યા મુજબ અમારે સવારના ૮:૦૦ વાગે અમદાવાદ રેલ્વે સ્ટેશન પહોંચવાનું હતું. બધા લોકો મને ફોન પર ફોન કરતા હતા કારણકે દરવખત ની જેમ આજે પણ હું નક્કી કરેલા સમયે ન્હોતો પહોચ્યો. ગમે તેમ કરી ને બસ પકડવાના બદલે રીક્ષા માં બેસી ને હું ફટાફટ અમારા પ્લેટફોર્મ નં. ૩ પર પહોચી ગયો. પહોચતાની સાથેજ જાણે ચારે જણા એ નક્કી કર્યું હોય એમ મારા પર ગુસ્સે થઇ ને તૂટી પડ્યા. મે સોરી કઈ ને ખિસ્સા માંથી એમને ચોકલેટસ આપતા કીધું,

“તમારા લોકો માટે આ લેવા રહ્યો એટલે મોડું થઇ ગયું”.

મારી સામે જોઈ ને બધા હસવા લાગ્યા મેં કીધું,

“હસ્યાજ કરીશું કે ટ્રેન માં પણ ચડીશુ? ચાલો ચાલો મોડું ના કરો”.

ટ્રેન માં જઈ ને અમેં અમારી સીટ પર બેસી ગયા અને ટ્રેન ની સીટી વાગી અને ગોવા જવાનો અમારો સફર ચાલુ થયો.

એટલામાં ૧૧. ૩૦ વાગે બરોડા સ્ટેશન આવ્યું અને હું થોડોક નાસ્તો લેવા સ્ટેશન પર ઉતર્યો. પાછા આવીને મિત્રોને નાસ્તો આપી ને હું બેઠો. અમે લોકો વાતો કરતા હતા કે બાકી ની ૩ સીટો ઉપર છોકરીઓ આવે તો મજા આવશે. અને ખરેખર એવુજ થયું ત્રણ છોકરીઓ ટ્રેન માં આવી ને સીટ શોધવા લાગી અને અમે એકબીજાની સામે જોઈ ને મન માં ને મન માં હસવા લાગ્યા. પણ એ લોકો તો અમારા પછી ના કમ્પાર્ટમેન્ટ માં ગયા. એમની પાછળ આવેલા બા દાદા અમારી બાકી ની સીટ પર બેઠા. અમારો તો મુડજ બગડી ગયો અને એ જોઈ ને પેલી ત્રણ છોકરીઓ અમારા પર હસવા લાગી. એમને ખબર પડી ગયી હતી કે અમે મન માં ને મન માં ખુશ થઇ ને કેમ હસતા હતા.

આખો દિવસ દરમ્યાન અમે મિત્રોએ વાતો, નાસ્તો, મસ્તી, અંતાક્ષરી અને છેલ્લે રાત્રે જમી ને થોડીવાર પત્તા રમ્યા. રાતના ૧૧ વાગતાજ અમારા સિવાય પેલા બા દાદા ને ઉંગવું હતું એટલે પોતપોતાની સીટ ઉંચી કરી ને અમે બધા ઉંગી ગયા.

થોડી વાર રહી ને બાજુ માંથી કોઈક બોલ્યું.

”હાઈ”,

હું ઉંગ માં હતો એટલે મને ખબર ના પડી અને ફરીથી કોઈ બોલ્યું.

“હાઈ”,

મેં ઉઠી ને મારા મિત્રો સામે જોયું પણ બધા ઊંઘતા હતા અને બાજુ માંથી મારા માથા માં કોઈએ ટપલી મારી. મેં જોયું તો પેલી છોકરીઓ માની એક છોકરી હતી. મેં પણ સામે રીપ્લાય આપ્યો,

“હાઈ”,

એ મારી બાજુ ના બર્થ માં મારી જેમ ઉપર ની સીટ માં હતી અને એ પણ બિલકુલ મારી બાજુ માંજ. અમને એકબીજાની ખાલી આંખો જ દેખાતી હતી. અમે વાત કરવાની ચાલુ કરી. એને મને પૂછ્યું કે,

“અમે ટ્રેન માં આવ્યા ત્યારે કેમ મારી સામે જોયા કરતો હતો ?”.

એની વાત સાચી હતી પણ મેં મન માં હસતા કીધું,

“ના ના એવું કશુ નહોતું”.

અમે એક બીજા નું નામ પૂછ્યું મેં મારું નામ “કિશન” કીધુ તો એ હસવા લાગી મેં પૂછ્યું,

“કેમ હશે છે ?તારું શું નામ છે ?”

એને હસતા હસતા કીધું,

“મીરાં”.

એનું નામ સાંભળી ને હું પણ હસવા લાગ્યો.

પછી અમે એકબીજા જોડે આખી રાત વાતો કરી જેમકે અમે શુ ભણ્યા ? અમારા માતા પિતા શુ કરે છે? અમારા ઘર માં કોણ કોણ છે? એ લોકો પણ અમારી જેમ ૧૨ માં ની પરીક્ષા આપી ને ગોવા ફરવા આવ્યા હતા. આ બધી વાતો અમે સુતા સુતા એક બીજાની આખો ને જોઈને જ કરતા હતા ખાસ કરી ને હું. હું તો માત્ર એની આખોજ જ જોયા કરતો હતો. જેમ બોલતી વખતે હોઠ નાના મોટા થાય એમ એની આખો પણ હસે ત્યારે મોટી થાય અને ધીમેથી બોલે ત્યારે નાની થાય. હું તો બસ એની આખોજ જોયા કરતો હતો. મને હમેશ થી મોટી આખો બહુજ ગમતી અને મીરા ની આખો બિલકુલ એવીજ હતી. એની આખો નો કલર પણ કથ્થઈ હતો. જયારે હસતા હસતા આંખ મોટી કરે ત્યારે તો એવું લાગે જાણે એની આંખો માં હું ડૂબી જઈશ. એની આખો ને જોવામાં ને જોવામાં અમુક વાતો તો એની હું સાંભળતો જ ન્હોતો. મેં પૂછ્યું

“ગોવા માં ક્યાં રોકવાના છો ? ”

તો એને કીધુ કે,

“મારા માસી વર્ષોથી ગોવા માં રહે છે એમના ઘરે અમે ત્રણ ફ્રેન્ડસ ૪ દિવસ રોકવાના છીએ.

મેં મીરાં ની માસી નું સરનામું લઇ ને મારા મોબાઇલ માં સેવ કરી લીધું. અમે બંને નક્કી કર્યું કે આપડે બધા ગોઆં જોડે ફરીશું. એને હા પાડી. આટલું જલદી હા પાડતા જ મારાથી રેહવાયું નહિ એટલે મેં પૂછી લીધું કે,

“મીરાં તું મારા જેવા અજનબી વ્યક્તિ પર આટલો ભરોસો કેમ કરે છે ?”

તો એને મને કીધું કે,

“કિશન હું જયારે બરોડા સ્ટેશન પરથી ટ્રેન માં ચડતી હતી ત્યારે મેં તને દુકાન માંથી પેલા ગરીબ છોકરાઓ ને નાસ્તો આપતા જોયો હતો”.

પછી એ મને હસી ને જય શ્રી ક્રષ્ણ કહી ને ઊંઘી ગઈ અને હું પણ હસતા હસતા એને જય શ્રી ક્રષ્ણ કહી ને ઊંઘી ગયો.

વેહલી સવારે ૫-૩૦ વાગે આંખ ખુલી તો મડગાઉ સ્ટેશન આવી ગયું હતું. મેં બાજુ માં જોયું તો મીરા અને એની ફ્રેન્ડસ નહોતી. એ કદાચ અમારા પેહલાજ ઉતરી ગયા હશે. મારા ઓશિકા નીચે હું મારો મોબાઇલ લેવા ગયો એની સાથે એક કાગળ પડ્યું હતું જેમાં મીરાં નો મોબાઇલ નંબર લખેલો હતો. મેં પણ મારા મિત્રો ને ફટાફટ ઉઠાડયા અને અમે અમારી હોટેલ એ પહોચ્યા. અમે ગોવા માં ૩ દિવસ માટે રોકવાના હતા એટલે અમે ત્રણ દિવસ માં શુ શુ ફરીશું એ નક્કી કરીને જ આવ્યા હતા. મેં મારા મિત્રો ને મારી અને મીરા ની થોડી વાતો કહી કે આપડે એમની જોડે ફરવા જઈશુ. બધા ખુશ થઇ ગયા પણ મારી ખુશી એમના કરતા ઘણી વધારે હતી. મેં પેલા કાગળ માંથી જોઈ ને મીરાં ને ફોન કર્યો અને એક જગ્યા નક્કી કરી ને ૧૦ વાગે મળવાનું નક્કી કર્યું. ગોવા નું વાતાવરણ ખુબજ સુંદર અને બધી બાજુ ઊંચા ઊંચા ઝાડો હોવાથી ૨ વ્હિલેર પર ફરવાની બહુ મજા આવે. અમે ૮ જણા હતા માટે ૪ એક્ટીવા નું ૩ દિવસ માટે નું ભાડુ આમતો ૬૦૦૦ રૂ થાય પણ અમે ૫૦૦૦ રૂ માં ઉચ્ચક નક્કી કરી લીધું અને ત્યાંથી સીધા અમે નક્કી કરેલી જગ્યાએ પહોચી ગયા. પહોચતાની સાથેજ મેં મારા અને મીરાં એ એના ફ્રેન્ડસ ની ઓળખાણ કરાવી. થોડી વાર ત્યાજ વાતો કરી અને પછી ત્યાંથી અમે ફરવા નીકળી પડ્યા. મન માં ને મન માં એવું લાગતું હતું કે આ બધું કેટલું ફટાફટ થઇ રહ્યું છે.

પેહલો દિવસ

પેહલો દિવસ અમે માત્ર ગોવા ના અલગ અલગ બીચ જોવા નું નક્કી કરેલું. અંજુના બીચ અને બાગા બીચ જોયા પછી બીજા ૨-૩ બીચ જોયા. બધા બીચ જોતા જોતા અમારે સાંજ પડી ગઈ અને છેલ્લે અમે ગોવા નો પ્રખ્યાત કોલોન્ગુટ બીચ પર ગયા. બધા એકબીજા માં હળી મળી ગયા હતા અને બધા એકબીજા જોડે મસ્તી કરતા કરતા બીચ પર ચાલતા હતા. હું અને મીરા સૌથી આગળ અમારી જાણે અલગજ દુનિયા માં હઈએ એવી રીતે એકબીજા જોડે વાતો કરતા કરતા પાણી માં ચાલવા લાગ્યા. એવું લાગતું હતુ જાણે અમે બન્ને એકલા ફરવા આવ્યા હોઈએ. અમને એક બીજા નો સાથ ગમવા લાગ્યો હતો.

બીજો દિવસ

બીજા દિવસે અમે લોકો ગોવા ના અલગ અલગ ચર્ચ જેમ કે ઓલ્ડ ગોવા રોડ પર આવેલો ‘બેસીલીકા ઓફ બોમ જીસસ’ ચર્ચ, ૧૬મિ સદી નો ‘સે કેથેદ્ર્લ’ ચર્ચ અને છેલ્લે પણજીમ માં આવેલો ખુબજ સુંદર ‘ઈમીકયુંલેટ કોન્સેપ્શન’ ચર્ચ જ્યાં ઘણી બધી પીચ્ચરો ના શુટિંગ થયા છે જેમકે શાહરૂખ ખાન નું જોશ, ઇમરાન હાશમી નું ઝહેર વગેરે વગેરે.. આ ચર્ચ એટલા માટે ગયા કારણકે મારે મીરા જોડે લોન્ગ ડ્રાઈવ પર જવું હતું. ગોવા થી પણજીમ લગભગ ૫૦ કીમી. દુર છે એટલે ૨ વ્હીલર પર દોઢ કલાકતો થાય. ચર્ચ જોતાજ બધા ખુશ થઇ ગયા અને અંદર જતાજ બધાજ શાંત. અમે બધા મીણબત્તી લીધી અને ત્યાં પ્રગટાવી ને મૂકી. મીરાંએ અને મેં એકબીજાની મીણબત્તીઓ પ્રગટાઈ અને થોડી વાર ત્યાં આખો બંધ કરી ને ભગવાન ને પ્રાર્થના કરી. મીરા નું ખબર નહિ પણ મેં તો મીરા ને પોતાના માટે માગી લીધી હતી. આંખ ખોલી ને મેં મીરા સામે જોયું તો મીરા ની આંખ થોડીક ભીની હોય એવું લાગતા મેં પૂછ્યું,

“શુ માંગ્યું?”

તો એને કીધું,

“તે જે માગ્યું એ જ મેં માગ્યું”,

અમે બંને એકબીજા નો હાથ પેહલી વાર પકડી ને ચાલવા લાગ્યા. અમારા મિત્રો મને અને મીરા ને જોઈ ને હસવા લાગ્યા. એમને પણ ખબર પડી ગયી હતી કે અમે બંને એકબીજાને ગમાડવા લાગ્યા હતા. પણ હજુ આ વાત મારા અને મીરા ના દિલમાંજ હતી.

ત્રીજો દિવસ

ત્રીજા અને છેલ્લા દિવસે અમે લોકોએ નક્કી કર્યું કે ગોવા ની એવી જગ્યાઓએ જઈએ જ્યાં લોકો ઓછા જતા હોય પણ ખુબ સારી હોય. આજે ફરીથી અમે એક્ટીવા લઇ ને બધા નીકળી પડ્યા. મીરા કાલ ની જેમ આજે પણ મારી પાછળ બેસી પણ કાલ ની જેમ ઘભરાઈ ને નહી એકદમ ખુલી ને બિન્દાસ્ત પણે જાણે અમે બન્ને ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ હોઈએ. રસ્તા માં ઘણી બધી વાતો થઇ એકબીજા ની પસંદ-નાપસંદ વિશે. અમે જેટલી વધારે વાતો કરતા હતા એટલા અમે એકબીજાની વધુ નજીક આવતા હતા. આજે અમારો ગોવા માં છેલ્લો દિવસ હતો એટલે અમારી પાસે એકબીજા ની જોડે ફરવાનો પણ આ છેલ્લો જ દિવસ હતો. અમે ઘણું ફર્યા અલગ અલગ જગ્યાઓએ ગયા.

ગોવાની નાઈટ લાઈફ ખુબજ સરસ હોય છે માટે અમે આજે રાત્રે કોલોન્ગુટ બીચ જોડે આવેલા ટીટો’સ ડિસ્કો માં જવાનું નક્કી કર્યું. પણ મીરાં એ કીધું કે,

“કિશન આટલા મોડા માસી નહી આવવા દે યાર”.

મેં કીધું,

“મીરા, પ્લીઝ કઈ પણ બહાનું બનાય પણ આજે આવજે. આજે આપડો આ છેલ્લો દિવસ છે પછી ખબર નઈ ક્યારેય મળીશું કે નહિ”.

મીરાં એ કીધું,

“હું પ્રયત્ન કરીશ પણ પ્રોમિસ નહી આપી શકું”.

મેં માયુસ થઇ ને કીધું,

“ઓકે ડીઅર”,

રાત્રે હું મારા ૪ મિત્રો સાથે ડિસ્કો પહોચી ગયો પણ મીરા અને એની ફ્રેન્ડસ નહોતી આવી. મેં મીરા ને ફોન કર્યો પણ એને ના ઉપાડ્યો અને તરતજ પાછળ થી આઈ ને મીરા એ મને સરપ્રાઈસ આપી. મારો ખરાબ થયેલો મુડ તરતજ સારો થઇ ગયો. અમે લોકો અંદર ગયા. ડિસ્કો પાર્ટી અમે વિચારેલી એના કરતા પણ ખુબજ સારી હતી. ઘણા બધા લોકો ડાન્સ કરતા હતા, નાસ્તો કરતા હતા. એટલી બધી ડિસ્કો લાંઈટસ હતી કે કોઈ ના ચેહરા તો દેખાતાજ નહોતા. અમારા બધા ફ્રેન્ડસ ડાન્સ કરવા ગયા પણ હું અને મીરા ના ગયા. મીરા એ મને ડાન્સ માટે પૂછ્યું પણ મેં ના પાડી. મેં કીધું મને ડાન્સ નથી ફાવતો પણ એ મને ખેચી ને લઇ ગઈ. અમે ડાન્સ કરવા લાગ્યા. ફરીથી હુ એની આંખો ને જોવા લાગ્યો અને એ મને. અમે બંને ખુબજ એન્જોય કરી રહ્યા હતા. એના હાથ મારા ખભા ઉપર અને મારા હાથ પેહલી વાર એની કમર ઉપર હતા. અમે એકબીજા ની સામે જોઈ ને ધીમે ધીમે હસતા હતા.

એટલામાં કોઈ એ મીરા ને ધક્કો મારી ને એને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો. એક વાર તો હું કઈ ના બોલ્યો પણ એને ફરીથી એવું કરતા મારાથી ના રેહવાયું અને હું એની સાથે ઝગડવા લાગ્યો અને અમારા વચ્ચે મારામારી પણ થઇ ગઈ. થોડી વાર માટે મ્યુઝીક પણ બંધ થઇ ગયું. ક્લબ ના બાઉન્સર્સ જેને આપડે ગાર્ડ કહીએ છીએ એ આવે અને અમને ઉચકી ને ક્લબ બહાર લઇ જાય એ પહેલા મારા મિત્રો એ અમને છુટા પાડ્યા અને અમે લોકો ત્યાંથી નીકળી ગયા. આખી મજાજ બગડી ગયી.

બધા નો muડાન્સ પાર્ટી નો મુડ મારા કારણે બગડી ગયો મેં બધા ને સોરી પણ કીધું. dમીરાં ની એક ફ્રેન્ડે કીધું “કઈ વાંધો નઈ કિશન, જે થયું એ થયું ચાલો આપડે બીચ પર જઈ ને બેસીએ ખુબ મજા આવશે”. એના કેહવા પ્રમાણે અમે એજ કોલોન્ગુટ બીચ પર બેસવા ગયા.

મીરા મને એના હાથ થી મારા વાગેલા ઉપર હાથ ફેરવવા લાગી અને રડતા રડતા પૂછવા લાગી,

“કિશન આટલો બધો ગુસ્સો આવ્યો? પેલા છોકરા એ મને હેરાન કર્યો એમાં ? ”,

મેં કીધુ,

“ના, આના કરતા ઘણો વધારે”.

એને ભીની આખે હસતા હસતા રૂમાલ થી મારું લોહી સાફ કર્યું. ફરીથી અમે વાતો કરવા લાગ્યા દરિયા કિનારે ઠંડો પવન આવતો હતો અને અમે વધારે ને વધારે એકબીજાના પ્રેમ માં આગળ વધતા હતા. પવન ના કારણે એના વાળ એની આંખો પર આવતા હતા જે મને બિલકુલ ગમતું ન્હોતું. મેં મારા હાથ વડે એના વાળ સાઈડ માં લઇ ને એના કાન ની પાછળ કર્યા. થોડી વાર રહી ને મેં એના હાથ મારા હાથ માં લીધા અને મેં કીધું,

“મીરા મારે તને કઈક કેહવું છે”

મીરાં ને જાણે ખબર હોય એમ થોડીક આખો નીચે કરી ને શરમાઈ ને પૂછ્યું,

“શુ?”

હું વાતોડિયો ખરો પણ જયારે મારે બોલવાનું હતું ત્યારે મારી બોલતી જ બંધ થઇ ગયી પેલું કેહવાય છે ને આપડા ગુજરાતીઓ માં “દશેરા ના દાડે ઘોડો બેસી ગયો” બસ એવુજ મારી જોડે થયું અને મારા દિલ ના વિચારો અને મારી મીરા પ્રત્યે ને લાગણીઓ એને કહીજ ના શક્યો.

એટલા માં મીરાં ના ફોન ઉપર જોર થી રીંગ વાગી અને ફરીથી ભેગી કરેલી મારી હિમ્મત વેરવિખેર થઇ ગયી. મીરાં ના ફોન ઉપર એની માસી ના વારંવાર ફોન આવવા લાગ્યા. હવે મારાથી હિંમત થાય એમ ન્હોતું એટલે ત્યાંથી સીધા અમે મીરાં અને એની ફ્રેન્ડસ ને એના માસી ના ઘરે મુકવા ગયા. ત્યાં ઉતારી ને અમે અમારી હોટેલ એ જવા નીકળતા હતા અને મીરા એ મારી પાછળ આવી ને કીધું,

“કિશન કાલ નો દિવસ રોકાઈ જા. પ્લીસ ડોન્ટ ગો, આપડે પેલીજ જગ્યાએ કાલે સવારે ૧૦ વાગે મલીશુ”

આટલુ કહી ને એ ઘર માં જતી રહી અને અમે હોટેલ એ જવા.

એ ત્રીજો દિવસ અને એ અમારા પ્રવાસ ની છેલ્લી રાત ખુબ લાંબી હતી. આખી રાત ઊંઘ ના આવી. મીરા ના એ છેલ્લા શબ્દો અને વાક્યો મારા મગજ માં ઘણા બધા પ્રશ્નો ઉભા કરતા હતા. સવારે અમારે અમદાવાદ જવાની વેહલી ટ્રેન હતી. બધા તયાર થઇ ને સ્ટેશન પહોચી ગયા. મેં મિત્રો ને એક્દમજ કીધું કે દોસ્તો હું નહી આવી શકું. મારે મીરા ને મળવા જવું પડશે. એ લોકો ને અમારી લવ-સ્ટોરી ની ખબર હતી એટલે ખાલી એટલું પૂછ્યું કે તારા મમ્મી પપ્પા ને શુ કહીશું મેં કીધું,

“તમે કઈ દેજો કે કિશન આજે પણ દર વખત ની જેમ મોડો પડ્યો અને ટ્રેન ચુકી ગયો છે માટે કાલ ની ટ્રેન માં આઈ જશે.

હું આટલું કહી ને તરત ટ્રેન છોડી ને મીરા ને મળવા દોડ્યો.

ત્રણ દિવસ સાથે રહ્યા અને આટલી વાતો કર્યા પછી અમને બંને ને એટલી તો ખબર હતી કે મીરા કઈ જગ્યા એ મળવા ની વાત કરતી હશે. હું સીધો કોલોન્ગુટ બીચ પહોચી ગયો. મેં દુર થી જોયું તો મીરા એજ જગ્યાએ બેઠી હતી જ્યાં હું એના હાથ પકડી ને કશું બોલી ન્હોતો શક્યો. મેં પાછળ થી એની આખો પર હાથ મૂકી ને પૂછ્યું,

“બોલ હું કોણ છુ ?”.

તો એ તરત મને ભેટી ને રડવા લાગી અને બોલી,

“મીરા નો કિશન”.

એને મને તરતજ પૂછ્યું,

“વિલ યુ મેરી મી ?”,

મેં એને તરતજ હા પાડી દીધી,

પણ મેં મીરા ને સમજાવી કે,

“મીરાં હજુ આપડે ઘણા નાના છીએ હજુ આપડે આપડું ગ્રેજ્યુએશન પૂરી કરી ને પોતાના પગ પર ઉભા થવાનું છે ખાસ કરી ને મારે”

મેં એની જોડે ૬ વર્ષ નો સમય માંગ્યો તો એ કોઈ હિન્દી પિચ્ચર ની જેમ બોલી ,

“અરે મારા કિશન વર્ષો પેહલા મીરાએ તો આખી ઝીંદગી કૃષ્ણ ને આપી હતી અને તું તો ફક્ત ૬ જ વર્ષ ની વાત કરે છે”

આ બોલી ને એને મને હિંમત આપી અને અમે નક્કી કર્યું કે આપડે પેહલા આપડું ભણવાનું પૂરું કરીશું, ખુબ મેહનત કરી ને કઈક બનીશું અને પછી એકબીજાના ઘરે વાત કરીશું. બસ આટલું કહી ને અમે છુટા પડ્યા.

નક્કી કર્યા મુજબ ૬ વર્ષ પછી અમે અમારા માતા પિતા ને બધીજ વાત કરી. એ લોકો એ અમારી પ્રેમ ની લાગણી અને અમારી અમારા કેરિયર પ્રત્યે ની સમજદારી ના કારણે ખુશી ખુશી અમારા લગ્ન કરાવ્યા.

બસ મિત્રો આજ હતી મારી લવ-સ્ટોરી.

બધાએ તાળીઓ વગાડવા લાગ્યા.

એટલામાં અંદર થી અવાજ આવ્યો “કિશન બધાનું જમવાનું તયાર છે ડીઅર”

અને મેં જવાબ આપ્યો “ઓકે મીરા ડાર્લિંગ”.

***

23 - ‘અતુલ્ય’ ડાયરી

વૈશાલી ભાતેલિયા

૮ જૂન ૨૦૧૦,

ધોરણ સાત નો પહેલો દિવસ. વર્ગમાં બીજો પિરિયેડ ચાલુ થયો અને મીઠો, કાનમાં ઘૂઘરી વાગે એવો અવાજ સંભળાયો, May I come in Ma’am? ને એ બે ચોટીવાળી બેબીની નીલી આંખોમાં મને અરબી સમુદ્ર દેખાયો. સ્કૂલ છૂટતાં પહેલાં એનું નામ જાણવા મળ્યું ‘તુલ્યા’. ૮ જૂનનો દિવસ મને ગમી ગયો.

આ ડાયરી મારી છે.

મારા સિવાય કોઈએ વાંચવી નહીં.

– ‘અતુલ્ય’

સાંજે મમ્મીએ અતુલ્યને કીધું, “બેટા, આપણી પડોશમાં ઘોષ અંકલ કલકત્તાથી રહેવા આવ્યા છે. તેમને ત્યાં આ પાણીનું કેન આપતો આવ. આજે એમનો જામનગરમાં અને ઘરમાં પહેલો દિવસ છે. અને લાઈટ સવારથી નથી તો બિચારા હેરાન થતા હશે. ” ઈચ્છા ન હતી પણ અતુલ્ય ડાહ્યો અને કહ્યાગરો છોકરો એટલે તરત કહે, “હા, મમ્મી. ” અને અતુલ્ય કેન લઇ ચાલતો થયો ને બાજુના ઘરની બેલ વગાડી. દરવાજો ખુલ્યો ત્યાં તો અતુલ્યના હાથમાંથી કેન પડતાં-પડતાં રહી ગયું. ઢીંગલી જેવી લાગતી, ટી-શર્ટ અને શોર્ટ્સ પહેરેલી તુલ્યા સામે ઊભી હતી અને અતુલ્ય પાણી નું કેન ત્યાં જ મુકીને ઊંધો ફરીને ચાલવા લાગ્યો. મનમાં તો કેટલુંયે બોલાતું હતું કે, “હું અતુલ્ય, તમારા ક્લાસમાં જ ભણું છું. ” પણ હોઠ સિવાઈ ગયા હતાં.

૮ જુન, ૨૦૧૦ –

આજે મને ઊંઘ નથી આવતી. મને એમ થાય છે કે સાઇકલ લઈને હું અને તુલ્યા લાખોટા તળાવની પાળ પાસે રજવાડીના ગોળા ખાવા જઈએ ને જોર-જોરથી બરફ ચૂસીને સબડકા બોલાવીએ અને કલરવાળા હોઠ થાય એ જોવાની કેવી મજા આવે!

-આ ડાયરી મારી છે.

મારા સિવાય કોઈએ વાંચવી નહીં.

– ‘અતુલ્ય’

સવાર પડે અને તુલ્યાની સાઇકલની ઘંટી વાગે ક્વ ચાલ, અતુલ્ય સ્કૂલે.. અને બન્નેની સાઇકલ સવારી ઊપડે. અતુલ્યને તુલ્યાની બે ચોટીની હવામાં ફર-ફર થતી રિબન ને અડવાનું મન થાય. ત્યાં સ્પીડબ્રેકર આવતાં સાઇકલ ઊછળી ને અતુલ્ય જોરથી રોડ પર પટકાયો ને તેના પર સાઇકલ પડી. તુલ્યા જલ્દી સાઇકલ ઉપરથી ઊતરીને દોડી. એ અતુલ્યને ઊભો કરવા ગઈ ત્યાં એ રાડ પાડી ઉઠયો. તેનો પગ સીધો થયો જ નહિ. તુલ્યા ઘર તરફ પાછી દોડી અને થોડીવારમાં અતુલ્યના મમ્મી –પપ્પાને લઇ આવી ને બધાં હોસ્પિટલે ગયા.

૯ ઓકટોબર, ૨૦૧૦

પગમાં ફેકચર થયાને આજે અઢી મહિનાં થાય. તુલ્યા મને રોજ નોટ્સ આપી જાય. એના મોતીના દાણા જેવા અક્ષરો જોઈ એમ થાય ક નોટ્સ લખ્યા જ કરું! એક દિવસ તુલ્યા મારા માટે ફાઈવ સ્ટાર લાવેલ. તુલ્યા મને મુકીને એક પણ ચોકલેટ્સ ના ખાય ! કેવી ગમે મને ! એ આવે તો જાણે ઘરમાં કોયલ જેમ કલબલ લાગે. પરીક્ષા માટે વાંચવામાં મને રોજ કંપની આપે અને કલાસવર્ક સમજાવે. Thank you તુલ્યા.

-આ ડાયરી મારી છે.

મારા સિવાય કોઈએ વાંચવી નહીં.

– ‘અતુલ્ય’

સવાર પડે અને ફરી તુલ્યાની સાઇકલની ઘંટડી વાગે ને હાઇસ્કુલમાં આવેલા અતુલ્ય અને તુલ્યા નીકળી પડે... ડ્રેસ અને ઊચું પોની વાળેલી તુલ્યાને જોઈ અતુલ્યને એના શેમ્પુ કરેલાં લીસા વાળ પર હાથ ફેરવવાનું મન થાય પણ સ્પીડબ્રેકર સામે જોવું પડે ન એ ભાઈ!

૨ જાન્યુઆરી, ૨૦૧૧

આજે આઠમાં ધોરણના મારા બીજા મિત્રો સાથે તુલ્યાએ પણ મારી slam book ભરી. મારા માટે તુલ્યાએ લખ્યું છે. My best friend, best buddy, cute boy, helpful guy and every time supporter

હું તો આખી રાત એ મોતીના દાણા જેવા અક્ષરો જોતો રહ્યો અને અમે હાથમાં હાથ નાખી કૂદકા મારી એવા હસ્યા જાણે !

-આ ડાયરી મારી છે.

મારા સિવાય કોઈએ વાંચવી નહીં.

– ‘અતુલ્ય’

૧૫ ડિસેમ્બર, ૨૦૧૨

આજે અમારે ૯માં ધોરણમાં ભણતાં વિદ્યાર્થિઓ માટે ’૧૦ માં ધોરણની પૂર્વ તૈયારી’ એ વિષય પર લેકચર હતું. લેકચર પછી તુલ્યાએ મને રિશેષ માં એકતરફ બોલાવી કહ્યું, “અતુ, આજે સાંજે મને પ્રોજેક્ટમાં હેલ્પ કરીશ?” ને સાંજે અમે બંનેએ તેના ઘરે ‘ગ્રહો ની અવકાશીય યાત્રા’ પર પ્રોજેક્ટ પૂરો કર્યો ત્યારે કેવી ખુશીથી ઊછળીને એણે મારા ગાલ પકડીને એક બકી ભરી લીધી કે, “અતુ, તું કેવો મજ્જાનો છે?” અને મને તો બધાં ગ્રહો મારી આસપાસ ચક્કર ફરતાં હોય એમ લાગ્યું.

-આ મારી વ્હાલી ડાયરી છે.

મારા સિવાય કોઈએ વાંચવી નહીં.

– ‘અતુલ્ય’

રીશેષમાં તુલ્યા એની બહેનપણીઓ સાથે બેઠી હતી ત્યાંથી થોડા છોકરાઓ સીટી વગાડતાં નીકળ્યા અને ગંદી મજાક કરી. તુલ્યા અને એની બહેનપણીઓ રોવા જેવી થઇ ગઈ. ત્યાજ અતુલ્ય આવી ગયો અને પેલાં છોકરાઓ સાથે ઝઘડી પડયો. ઓફિસમાં ખબર પડતાં જ આચાર્ય અને બે શિક્ષકો આવીને તેમને છુટા પાડતાં ગુસ્સે થયા કે, “હવે તમે લોકો દસમાં ધોરણમાં આવ્યા. બોર્ડની પરીક્ષાની તૈયારીમાં ધ્યાન આપો આવા ઝઘડામાં નહિ.

૨૦ એપ્રિલ, ૨૦૧૩

તુલ્યા વેકેશનમાં કોલકતા ગઈ છે. મને જરાય ગમતું નથી. સાંજે સૂનું લાગે છે. અને દોસ્તો સાથે રમવા જાઉં તો પણ તુલ્યા જ યાદ આવે. મમ્મી – પપ્પા અને અંકલ- આંટી તો હજુ અમને નાના છોકરાંવ જ સમજે છે ને તુલ્યા મારાં સાથે વ્હાલથી બોલે છે પણ ક્યારે એવું નથી કહેતી કે, ‘અતુ, તારી સાથે મને ગમે છે. ’ પણ આજે મને એમ થાય છે કે મને તુલ્યા બહુ ગમે છે. નહિ તો આમ એના વિના મન આવું ઉદાસ થોડું લાગે!

-This is my personal diary. Don’t read.

– Atulya

૧૧ માં ધોરણ માં ક્યારેક બંક મારીને તુલ્યા, અતુલ્ય અને એમનું ગ્રુપ મેહુલ સિનેમેક્ષ માં મુવી જોવા માટે નીકળી જતું. ક્યારેક સાંજે કૉફી હાઉસ માં બન્ને બેસ્ટ ફ્રેન્ડ જેમ વાતો કરતાં, જોક મારતા આરામથી કોલ્ડ કૉફીની લિજ્જત માણતા ક્યારેક તળાવની પાળે સાંજે સિગલ પક્ષીઓના ટોળાને આકાશમાં ચકરાવા લેતા જોવા જતાં એ તુલ્યાને બહુ ગમતી પ્રવૃત્તિ હતી.

૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૪

આજે વેલેન્ટાઇન ડે અને સાથે તુલ્યાનો જન્મદિવસ! તુલ્યા માટે શું ગિફ્ટ લેવી એ મૂંઝવણમાં મંદ એક દુકાનમાંથી સ્ટોલ પસંદ કર્યો, રેડ રેપર માં પેક કરાવી સાથે એક મોટી ડેરીમિલ્ક લગાવી. આ નાનકડી ધમાલમાં મારે મોડું થયેલ તો તુલ્યા કેવી રાહ જોતી હતી કે મારો બેસ્ટ ફ્રેન્ડ આવે પછી જ કેક કાપું. બધાં મહેમાનોને પણ રાહ જોવડાવેલ! શું એને પણ મારી જેમ મનમાં સુવાળું પીછું ફરતું હશે કે ઓન્લી બેસ્ટ ફ્રેન્ડ !

-આ મારી વ્હાલી વેરી વેરી લવલીડાયરી છે.

મારા સિવાય કોઈએ વાંચવી નહીં.

– ‘અતુલ્ય’

“તુલ્યા, હવે કામ મૂકી દે. વાંચવા બેસ. ૧૨ મું ધોરણ છે. ” તુલ્યાની મમ્મી સલાહ દેતી હતી. અને તુલ્યા ચાલી બુક્સ લઈને અતુલ્ય ને ત્યાં વાંચવા. સ્ટડી રૂમમાં ટેબલ પર સામ-સામે બેસીને વાંચતા -વાંચતા અજાણતાં તુલ્યાનો પગ અતુલ્યના પગ સાથે અથડાયો ને અતુલ્યની આંખોમાં તુલ્યાને કૈંક ચમકારો દેખાયો પણ એ નજરઅંદાજ કરી એ તો વાંચવામાં ખોવાઈ ગઈ.

૨ માર્ચ, ૨૦૧૫

હમણાં તો હું અને તુલ્યા ૧૨ માં ધોરણની પરીક્ષામાં એટલા ડૂબ્યા છીએ કે સારા માર્ક્સ લઇ કોલેજમાં એડમિશન લઇ ડોક્ટર બનવું એ એક જ ધ્યેય.

– ‘અતુલ્ય’

૧૨ માનું વેકેશન અને યુથહોસ્ટેલમાંથી ગોવા ગયેલ ગ્રુપમાં કલંગુટ બીચ પર બધાં સાથે ચિચિયારી પાડતાં ને એકબીજાને પાણી ઉડાડતાં મોજ મસ્તીમાં અતુલ્ય પાછળ તુલ્યા હસતી દોડતી દરિયા કિનારાની ભીની રેતીમાં મોજાં ના ફીણમાં પગ ખૂંપાવતી જાણે માછલી જેમ સરકતી હતી. ને તુલ્યાએ અતુલ્ય ને પકડયો ત્યાં બન્ને ભીની રેતીમાં લપસ્યા અને નીચે પડતાં હાથ પકડીને ખડખડાટ હસી પડયા. તુલ્યા કહે, ”ચાલને અતુલ્ય, આપણે વોટર –બાઈકમાં જઈએ. ” અને દોડીને બન્ને બાઈકમાં પાણીની છોળોમાં નહાતા ચક્કરો માર્યા. અલગ અલગ બીચ પર ફર્યા, નાહ્યા, પેરાગ્લાઇડિંગ કરી જાણે હવામાં ઉડયા. ટીન એજની એ મસ્તી અને ખૂબ મજા કરી ફરી ઘરે આવ્યા.

૨૧ મે, ૨૦૧૬

તુલ્યાએ આપેલ ચોકલેટ્સ ના સાચવેલ રેપર, ઊડીને અગાસીમાં આવેલ તુલ્યાની સાચવી રાખેલ રિબન, તુલ્યાએ બર્થ ડે માં આપેલ પેન, તુલ્યાની નીલી આંખો, સાઈકલની ઘંટડી, ઘૂઘરી જેવો અવાજ, મોતી ના દાણા જેવા અક્ષરો એ બધું ગમવું તો ‘ગમવું’ કહેવાય. પણ ગોવાના બીચ પર માણેલ મસ્તી, રમતિયાળ સ્પર્શ થી જાગેલ સ્પંદનો, વર્ષોની લાગણી એ પ્રેમ છે? હા, મારા મન, મને તુલ્યા ગમે છે. કોલેજ માં આવતાં જ પહેલાં જ દિવસે તુલ્યાને પ્રપોઝ કરીશ કે, “રોજ કોલેજ મારી બાઈક માં આવીશ? તુલ્યા, તું અતુલ્યમય બની જઈશ? તુલ્યા, તારું નામ મારા માં સમાયેલું છે, તેમ તું પણ મારી જીંદગી માં સમાઇશ”

** ‘તુલ્યા’ ~ ‘અ~તુલ્યા’ **

અને અતુલ્ય ડાયરી મૂકી ગણગણતો બહાર નીકળી ગયો. ‘ઘર સે નિકલતે હી.. કુછ દુર ચલતે હી.. રસ્તે મેં હૈ ઉસકા ઘર..

થોડા દિવસો પછી...

“આન્ટી, અતુલ્ય ક્યાં? મારે એની લાયબ્રેરીમાંથી બુક જોઈએ છે. ” તુલ્યા રણકતી આવી અને અતુલ્યની મમ્મી કહે, “જા એના રૂમમાંથી શોધી લે. એ લાઈટ બીલ ભરવા ગયો છે. ” દોડતી તુલ્યા અતુલ્યના રૂમમાં જઈ બુક શોધવા લાગી. ત્યાં એના હાથમાં એક ડાયરી આવી. પહેલાં જ પાને વાંકાચૂકા અક્ષરોથી લખાયેલ, ‘-આ ડાયરી મારી છે. મારા સિવાય કોઈએ વાંચવી નહીં. – ‘અતુલ્ય’

પણ કુતૂહલતાવશ તુલ્યા ડાયરી વાંચતી ગઈ અને પાને પાને શાંત અતુલ્ય ના શબ્દો એનામાં લાગણી બનીને નીતરવા લાગ્યા. એનો બેસ્ટ ફ્રેન્ડ આજે એના દિલમાં પગલાં પાડી ઊંડો ઊતરતો એણે મહેસુસ કર્યો અને એ બોલી ઊઠી કે, “હા, હું તારી પાછળ બાઈક માં બેસીને કોલેજ તો શું જીવનપ્રવાસ માં પણ સાથે જ આવીશ. હું અતુલ્યમય જ છું. અતુ !!!!”

અને શરમના શેરડા થી લાલ થયેલ તુલ્યાએ રેડ પેન ઊઠાવી અને....

૧ જૂન, ૨૦૧૬

અતુ, કાલે કોલેજ જવા સમયે બાઈક નું હોર્ન વગાડજે. હું તારી પાછળ બાઈક માં બેસીને કોલેજ તો શું જીવનપ્રવાસ માં પણ સાથે જ આવીશ. હું અતુલ્યમય જ છું. ILU 2 અતુ!!

~આ ડાયરી ‘આપણી’ છે.

** ‘તુલ્યા’ ~ ‘અ~તુલ્યા’ **

ડાયરીને છાતી સરસી ચાંપી ગુલાબી પરવાળા જેવા હોઠોથી હળવું ચુંબન કરી ડાયરીને ટેબલ પર મૂકી. ડેનીમ ના જીન્સ પર પતંગિયા ની ભાતવાળું ગુલાબી સ્પગેટી ટોપ પહેરેલ એ છોકરી જાણે પતંગિયુ ઊડતું હોય તેમ દાદર ઠેકતી દોડી. અને અતુલ્યની માં બોલતી હતી કે, “તુલી, તને બુક મળી ગઈ?” પૂરો પ્રશ્ન સાંભળ્યા વિના જ, “એ... હાં... ” બોલાતી તુલ્યા નિર્દોષ પ્રેમ ના તરંગોની ધૂન પર સવાર થઇ ઘરની બહાર દોડી ગઈ.

જુનના પહેલાં વરસાદ ના અમીછાંટણામાં ભીંજાતી ગુલાબી યૌવના ગુલાબ જેમ ખીલેલી રોડ પર નહાવા લાગી અને સામેથી બાઈક પર આવતો અતુલ્ય બ્રેક મારીને તુલ્યાને જોતો રહ્યો અને વિચારવા લાગ્યો કે, ‘ચાલ ને, અત્યારે જ હિંમત કરીને કહી દઉં કે તુલી, I LOVE YOU. ’ બાઈકમાંથી ઊતરી ધીમેથી આગળ વધતાં અતુલ્યને જોયા વિના જ અતુલ્યના પ્રેમમાં ખોવાયેલ તુલ્યા દોડતી પોતાના ઘરમાં જતી રહી. અને અતુલ્ય ચોક વચ્ચે વરસાદ ઝીલતો ઊભો રહ્યો કે સાદ પાડું ક હવે કાલે જ કહું?? ત્યાં એને ક્યાંક વાંચેલું યાદ આવ્યું કે,

એક ટકો કાફી છે મહોબતમાં

બાકીના નવાણું ખર્ચી નાખ હિંમતમાં

અને અતુલ્ય મક્કમ પગલે આગળ વધ્યો અને તુલ્યાના ઘરની બેલ મારી તો પણ અધીરાઈમાં બોલાઇ ગયું, “તુલી, એય.... તુલી. તુલી, એય... તુલી”

***

24 - ભગ્ન હૈયે પણ..

વિજય શાહ

સાંજે ઘરે આવતાંની સાથે જ મમ્મીએ રડતા રડતા કહ્યું-

‘બેટા નિકુંજે વિવાહ તોડી નાખ્યો’ ડૂસકા ભરતા ભરતા એમણે નિકુંજનાં પપ્પાનો કાગળ હાથમાં આપ્યો. ત્યાંજ પપ્પા બોલ્યા-’અરે તેને અંદર તો આવવા દે તે પહેલા જ તું…’ ભારે ભારે લાગતો તેમનો અવાજ… મમ્મીનું ડૂસકું…બે-ચાર ક્ષણ તો હું સ્તબ્ધ ઉભી રહી

” શું? મમ્મી, નિકુંજે… ના, ના… નિકુંજ એવું ના કરે… મમ્મી, નિકુંજ એવું ન કરે. શંકાથી મમ્મી સામે જોતાં જોતાં કાગળ ખોલવાની ચેષ્ટા કરું ત્યાં જ લાલુ બોલી ઉઠ્યો-

” ના મોટી બહેન તું તે કાગળ ના વાંચ તે કાગળ વાંચીને બધા રડ્યા કરે છે. તું રડીશ તો મને પણ રડવુ આવશે”

લાલુનાં કાલા કાલા અવાજ થી મારું રૂદન હું ખાળી ન શકી. લાલુને વળગીને હું ખુબ રડી.. ઘરમાં બધા મને રડતી જોઇને રડતા હતા અને સૌએ મને રડવા દીધી. કોઇક સતત દુ:ખતા ગુમડાની જેમ નિકુંજ પણ મને દુ:ખ્યા કરતો હતો. એ મહોબતની જુઠી કહાની પર આંસુ સારતી મારી આંખો તંદ્રામાં કોઇકને જોઇ રડી હતી. કોને? કેમ?

અચાનક અમીય નજરમાં ઉભરાઇ આવ્યો. નિકુંજનાં દંભી પ્રણયથી છેતરાયેલુ હૈયું ફરી રડી પડ્યું લાલુ પણ મને રડતી જોઇને રડતો હતો. રડતા રડતા થાકીને આખરે તે સુઇ ગયો. તેને સુવાડી હું મારા રૂમમાં ચાલી ગઇ.

‘સ્નેહા ઓ સ્નેહા! બેટા સુઇ જા રાતનાં સાડા બાર થયા!’

‘સારુ મમ્મી’ કહી મેં લેંપ બુઝાવી દીધો. છત ઉપર પંખો ચાલતો હતો …તેના ફરતા પાંખીયા સામે જોતા અસ્પષ્ટ રીતે હું તંદ્રામાં નિકુંજ સાથે લઢતી હતી.. ત્યાં અચાનક જમીન ઉપર કંઇક પડ્યુ હોય તેવો અવાજ થયો. ઝબકીને હું તરત ઉભી થઇ ગઇ…લાઇટ કરી અને જોયુ તો મારા ફોટાની ફ્રેમ બીલાડી એ પાડી નાખી હતી. તેનો કાચ તૂટી ગયો હતો. તૂટેલા કાચ પાછળની સ્નેહા હજુય હસતી હતી‘સ્નેહા…! જે કદી કોઇને પ્રેમ આપી નથી શકતા તે પ્રેમ પામી પણ નથી શકતા’ અમિય મારી નજર સમક્ષ ખોડાઇ ગયો…ઋજુ અને મૃદુ રીતે બોલાયેલા એના આ શબ્દોઅત્યારે કેટલા સાચા હતા…? ખરેખર નિકુંજનો પ્રેમને હું ક્યાં પામી શકી હતીનિકુંજ…! કડવાશથી તેનુ મન ઉભરાઇ ગયું. તુટેલા કાચ પાછળ ની સ્નેહા હસવા માંડી… ‘કેટલી મુર્ખ હતી તું? ન સમજી શકી અમિયનાં પ્રેમને… અને ઠુકરાવી દીધો…કંચનને છોડીને કથીરને અપનાવ્યું…’ મનની આગ ઓર જોરમાં ભડકવા માંડી. ’તેં અમિયનાં નિર્દોષ, મૌન અને અગાધ પ્રેમનો દ્રોહ કર્યો. તુ દ્રોહી છે. તેં અમિયનો દ્રોહ કર્યો તેથી નિકુંજે તારો દ્રોહ કર્યો…’

‘ઓહ! આજે મને આ શું થઇ રહ્યું છે?’ મનમાં આવતા વિચારોને ઝંઝોટી નાખતા હું ઉભી થઇ. પંખાની સ્પીડ વધારી દીધી…. પરંતુ મનની આગ શાંત ના પડી.

મન અને હ્રદયની સાઠમારીમાં તે જાણે કોર્ટની ઉલટ તપાસની ભોગ બનતી હોય તેવુ તેને લાગ્યુ‘સ્નેહા શું તુ અમિયને નહોંતી ચાહતી?’ હ્રદયે પ્રશ્ન પુછ્યો. ક્ષુબ્ધ મને મેં જવાબ આપ્યો …’હા. !’‘તો પછી શા માટે તેના સ્નેહને તેં તરછોડ્યો?’હ્રદય વધુ આવેગથી હાથ પછાડીને પુછતું હતું’ શામાટે?’

મારા મૌનથી કૃધ્ધ બનેલ હ્રદય આગળ પુછતું હતું ‘ તેના પ્રેમને તે દંભનું નામ નહોંતુ આપ્યું? બધાની સામે તે એક તરફી છે કહી હલકો નહોંતો પાડ્યો? શામાટે તેને બીચારો બનાવ્યો હતો સ્નેહા શામાટે?’‘નિકુંજ માટે…’ કઠોર મને જવાબ આપ્યો. ‘નિકુંજ માટે?’ અરેરાટી અનુભવતું હ્રદય ફરી એક વખત તડપી ઉઠ્યું…

‘ શું આપ્યુ નિકુંજે…? આંસુ, બદનામી, દર્દ અને વ્યથા જ ને?‘હા’‘અમીયે તને શું આપ્યુ હતું?’

હ્રદયનાં આ વેધક પ્રશ્ન પાસે હું ઝંખવાઇ ગઇ.. મારામન અને હ્રદય્નાં તૂમુલ યુધ્ધમાં હું મારી જાતને હારેલ અને નિષ્ફળ જોતી હતી..

અમીયે મને તેનો શુધ્ધ તુષાર સમ ધવલ અચ્યુત પ્રેમ આપ્યો હતો.. કાવ્યો અને શુભ ભાવોનાં અર્ચનો દીધા હતા.. આનંદ, હાસ્ય, સ્નેહસુખ અને સર્વ સુભગ દીધુ હતુ..

અમીય.. અમીય.. અમીય.. મનમાંથી પોકારો ઉઠવા લાગ્યા.. કુદરતનો, વહેતા પવનનો, ખુલ્લા આકાશનો, વિહરતા પંખીનાં કલરવનો આશિક અમીય મારો પણ આશિક છેતે જ્યારે મેં જાણ્યું ત્યારે કેટલી પુલકીત હું થઇ ગઇ હતી?

તે સાંજનાં સમયે જ્યારે કોલેજની લોન પરથી પસાર થતી હતી ત્યારે બાજુમાં હલકી અવાજે ગણગણતો અવાજ સાંભળી હું અટકી અને કુતૂહલ વશ મેં તેની સામે જોયું.. તે અમિય હતો.. પહેલીવાર મેં તેના ચહેરાને આટલી નજીક થી જોયો. તે કેનવાસ ઉપર કોઇ ચિત્રમાં રંગ ભરી રહ્યો હતો. મેં નજીક જઇને ચિત્ર જોયું તો તે મારું જ ચિત્ર હતું. કોઇક પાછ્ળ ઉભું છે તેવો આભાસ થતા તે પાછુ જોવા ફર્યો અને મને જોઇને તે સહેજ ખમચાયો પછી એજ મૃદુ અવાજમાં બોલ્યો-

‘સ્નેહા! તમારું જ ચિત્ર છે … ગમ્યું?’‘ હા! ખુબ જ. ’

શરમથી પાણી પાણી થઇ જતી હું બે શબ્દ બોલીને આગળ દોડી ગઇ… તે વખતે મારા પગમાં કોઇ રવ હતો.. કોઇ લય હતો.. અસ્પ્ષ્ટ લાગણીઓનો ઉછાળ હતો…ખીલતી કળી પર ભ્રમરનો ગુંજારવ જે મધુરતા ભરી દે મધુરપને હું માણતી હતી.. ‘આવો પ્રેમ તે જાતે ગુમાવ્યો છે સ્નેહા…ફરીથી હવે આવો પ્રેમ તને મળશે કે કેમ?

પ્રશ્નોનાં તરંગો વધુ રંજાડે તે પહેલા હું ઉભી થઇ ગઇ. પાણી પીધું અને સ્વસ્થ ચિત્તે જજનો મુખવટો પહેરી મન અને હ્રદયની દલીલો ઉપર વિચારવા બેઠી.

જો હું અમિયને ચાહતી હતી તો નિકુંજ તરફ કેમ આકર્ષાઇ? કાળી રાત આગળ વધતી હતી ઘડીયાળ રાતનાં અઢીનો કાંટો બતાવતો હતો. મારી નજરમાં પીકનીક આવી ગઇ.. અમીય પ્રત્યેનો મારો અને મારા પ્રત્યેનો અમિયનો મૌન વાચા પામે તે પહેલા.. વાચાળ નિકુંજે મને જોઇ લીધી હતી. મારા મનનાં અંતરંગો જાનીને અમિય વિષે ધીમુ અને ખોટુ ઝેર મને આપતો ગયો અને એને જે પરિણામ જોઇતુ હતુ તે મલી ગયુ હું અમિયને ધિક્કરવા લાગી અને નિકંજ તરફ આકર્ષાતી ગઇ. અમીયનાં મને સમજાવવાનાં પ્રયત્નોને નિકુંજ ‘વલખા’ કહી ઠેકડી ઉડાડી ગયો અને મારા ખડ ખડાટ હાસ્યથી તે

ઝંખવાઇને ચાલ્યો ગયો…નિકુંજે દસ મિત્રોની હાજરીમાં મને પુછ્યુ.. ‘સ્નેહા એ તો કહે છે એને તારે માટે લાગણી છે પણ તું શું એને માટે લાગણી રાખે છે?’

‘ના મને એના માટે કંઇ નથી, તે તો એકતરફી છે’ અને તે અવાજ સાથે નિકુંજ ખડ્ખડાટ હસ્યો હતો…આહાસ્યનો પડઘો શમે ના શમે ત્યાં તો મારા મનોપ્રદેશમાંઅશ્રુથી છલ્કાતા ચહેરાવાળા ભ્ગ્ન હ્રદયી અમીયનો ચહેરો ઉભરાયો હું તેના વિચારે ચઢુ પહેલાતો નિકુંજે આવીને મને તાણી ગયો.. અને હું ચાવી દીધેલા પૂતળાની જેમ ચાલી ગઇ.. અમીયને છોડીને.. અને ત્યારથી પતન શરુ થયું જેને હું ઉત્થાન માનતી હતી. અને પછી.. ઓહ!.. નિકુંજ સાથેનો તે વખતે ભવ્ય જણાતો ભૂતકાળ ઉભો થવા માંડ્યો…જેને હું ઉભો થવા દેવા નહોંતી માંગતી. હું પડખુ ફરીને ફરીથી સુવાનો પ્રયત્ન કરું છું. ઘડીયાળ ત્રણ નાં ટકોરા પાડતી હતીચંદ્ર ની શીતળ ચાંદની બારીમાંથી ડોકિયા કરતી હતી…તૂટેલા કાચનાં ટુકડા આ ચાંદનીમાં ચમકતા હતા…અમીયની યાદોની જેમ.. નિકુંજ સાથેનાં કિલ્કિલાટ કરતા… અમીય સાથેની થોડીક આંખ મીંચામણી વધુ મીઠી હતી.. પરંતુ તેની તુલના હું આજે કરતી હતી… જબ ચીડીયા ચુગ ગઇ ખેત…નિકુંજ સાથે વિવાહ થયા એ ઉત્થાનની? ના પતનની અંતિમ કક્ષા હતી. પરંતુ તોયે મારી આંખો ક્યાં ખુલી હતી?… વિવાહની પાર્ટીમાં અમીયને નિકુંજે આગ્રહ કરીને બોલાવ્યો…. તે સાવ જ બદલાઇ ગયો હતો.. મૌનની જગ્યા એ વાચાળતાએ સ્થાન લીધુ હતુ.. તે ચંચળ અને બોલકો બની ગયો હતો પણ મને જોતો અને ક્ષણાર્ધ માટે ચુપ થઇ જતો. પછી એજ ધીંગા મસ્તી ચાલુ કરી દેતો.. અત્યારે સમજાય છે કે તે અભિનય માત્ર હતો.. તેના હ્રદય્માંતો ધગધગતો લાવા ભડકતો હતો કારણકે તે નિકુંજની ભ્રમરવૃત્તિથી વાકેફ હતો.. તેથી તે દુ:ખી તો હતો જ.. નિકુંજની ગેરહાજરીમાં મારી પાસે આવીને તેમૃદુ અને ઋજુ અવાજે બોલ્યો-

‘સ્નેહા કોઇ સ્નેહનો તંતુ તારી સાથે બંધાયો છે તેથી કહ્યા વિના રહી નથી શકતો જો તુ સાંભળે તો…’‘શું’ રુક્ષ અને ઉપેક્ષિત અવાજ્થી સહેજ ગુંચવાયો.. છતા બોલ્યો-

‘સ્નેહા! જે પ્રેમ આપી નથી શકતા તે પામી પણ નથી શકતા. અભિનંદન આપવાને બદલે તને ફીલોસોફી સમજાવવા માંડ્યો.. પણ.. છતા.. તેનો અવાજ ધીમો થતો ગયો. નિકુંજ દુરથી આવતો દેખાયો.. મેં રાહતનો દમ લીધો. અમીય આગળ બોલ્યો…’માનવીય ભ્રમર વૃત્તિથી કદાચ તારા હ્રદય સાથે તે મજાક કરી જાય તો વિના સંકોચે મારા દ્વારે આવી પહોંચજે… હું ભગ્ન હૈયે પણ તને અપનાવી લઇશ.. ’નિકુંજ નજીક આવી ગયો હતો અને એક્દમ આનંદીત સ્વરે તે બોલ્યો-

Hi Nikunj! lucky fellow.. many congratulations for successful half marraige!’

અને પછી ગોર મહારાજની અદા થી અષ્ટં પષ્ટં બોલી નિકુંજનાં માથા પર હાથ ધરીને બોલ્યો અષ્ટં પુત્રં ભવ…હાસ્યનો મોટો ગુબારો ઉઠ્યો.. બધા હસતા હતા અને મોટે અવાજે તેણે કહ્યુ

‘અરે નિકુંજ ગોર મહારાજનું દાપુ તો આપો…’ફરી હાસ્યનો ફુવારો છુટ્યો… આઇસ્ક્રીમની પ્લેટો વહેંચાતી હતી. હું પણ હસ્યા વિના ના રહી શકી…અત્યારે પણ તારા હોઠ મલકી રહ્યાં છે…અરિસામાં નજર પડતા જ હ્રદય બોલ્યું ‘ આ મલકાટની કેટલી મોંઘી કિંમત તેં ચુકવી છે તેની તો તને ખબર છેને?’

‘હા પણ હવે શું?’ કાળી રાતનાં ઓળા ઉતરતા હતા. દુર સુદુર પુર્વની અટારીએ પહોર ફાટી રહ્યુ હતુ અને હવે શું? નાં પ્રશ્ન નાં જવાબમાં અમીયનો ધીરો કર્ણપ્રિય અવાજ સ્પષ્ટ રીતે સંભળાવા માંડ્યો_

”માનવીય ભ્રમર વૃત્તિથી કદાચ તારા હ્રદય સાથે તે મજાક કરી જાય તો વિના સંકોચે મારા દ્વારે આવી પહોંચજે… હું ભગ્ન હૈયે પણ તને અપનાવી લઇશ.. ”

છેલ્લા પાંચ શબ્દો મારા હવે શું પ્રશ્નનો જવાબ હતા. ઉદ્વિગ્ન મન શાંત પડતુ હતુ.. મારા મનમાં આશાનો ઝબકારો થયો.. કૂકડેકૂકનાં અવાજ સાથે સુરજનાં છડી દારે નવ પ્રભાત.. નવ જીવન અને નવા આગમનની છડી પુકારી.. મારી આંખ ફરી છલકાઇ ગઇ. આ હર્ષનાં આંસુ હતા.. અને એ આંસુને જોતો અમીય મને બોલાવતો હોય તેમ રેડીયા ઉપર ગીત ગુંજતુ હતુ..

તારો સે પ્યારે.. દિલકે ઇરાદેપ્યાસે હૈ અરમાં આ મેરે પ્યારેઆનાહી હોગા તુજે આનાહી હોગા

***

25 - પ્રેમ એક લાગણી

યજ્ઞેશ ચોકસી

મેડિકલ કોલેજ ની નજીક માંજ ગર્લ્સ હોસ્ટેલ હતી. એની હોસ્ટેલ ના ગેટ ની બહાર ગેટ ની બરાબર સામે એક ચાની લારી. હરરોજ સવારે ત્યાં છોકરીઓ ની ભીડ રહેતી. એ ચાની લારી પરજ છોકરીઓ ની મિટિંગ થતી અને એ છોકરીઓ કાલ ની ડોક્ટરો હતી. ચાની લારી વાળા ચંદુકાકા સાથે જાણે એમને ઘરોબો થઇ ગયેલો. ચંદુકાકા ની ચા વગર સવાર પડે એ બને જ નહિ. નવી છોકરી ઓ આવે એ પણ ત્યાંજ ચા પીવા માટે જતી હતી. ચંદુકાકા સવાર માં ત્રણ વાગે લારી પાર આવી જતા એટલે આખી રાત વાંચી અને થાકી ગયેલી છોકરીઓ ત્યાં જ ચા પીવે. આમતો ચંદુકાકા ના ત્યાં ઘણા ગ્રાહકો આવતા પરંતુ આ છોકરીઓ પ્રતેય ચંદુ કાકા ને કૂણી લાગણી હતી. એ એમની છોકરીને ડોક્ટર બનાવ માંગતા હતા પરંતુ નાની ઉમરમાંજ એ કાળ નો કોળીઓ બની ગઈ. એટલે એ હોસ્ટેલ ની દરેક છોકરી માં એમની પોતાની છોકરી જોતા.

ચંદુકાકા ના ત્યાં એક છોટુ કામ કરતો હતો. છોટુ આમતો ઉમર માં વિસ વરસ નો હશે એનું સાચું નામ જતીન હતું પરંતુ છોટુ નામ એને હોસ્ટેલ ની છોકરીઓ દ્વારા ભેટ મળેલું. એ ને ચંદુકાકા લાવેલા ત્યારે એ દર વરસનો એક અનાથ છોકરો હતો. દાસ વરસનો એ છોટુ જતીન બોલવામાં એક દમ સરસ અને એની વાત કરવાની રીત એ ત્યાં આવતી છોકરીઓ ને ખુબ ગમતી ત્યારથી એનું નામ છોટુ પડેલું કદાચ નવી આવેલી છોકરીઓ ને તો ચોંટુનું સાચું નામ પણ ખબર નહતી. છોટુ હવે ત્યાં આવતી છોકરીઓ ને ચાની સાથે હસાવતો પણ હતો એમનું મનોરંજન કરતો હતો. છોટુ કોઈ પણ ફિલ્મી સ્ટાર ની મિમિક્રિ કરતો અને એ ત્યાં આવતી છોકરીઓ ને હસવાનો પ્રયત્ન કરતો હતો. હોસ્ટેલ નો છોકરીઓ ત્યાં છોટુ ના જોક્સ અને મિમેકરી સાંભળવા માટે જતા હતા. છોટુ દેખાવ માં એક દમ સુંદર લાગતો હતો પરંતુ એના ફાટેલા અને મેલા કપડાં એની સુંદરતા ને ઢાંકી દેતા હતા. છોટુ એટલે જતીન ની છ ફૂટ હાઈટ હતી આંખો એની વાદળી કલરની અને વાળ એના ભૂરા કલરના હતા. જો એને સારા કપડાં પહેરાવીને તૈયાર કરવામાં આવે તો એ કોઈ ફિલ્મ સ્ટાર થી કામ નહતો.

એવામાં વેકેશન નો સમય ગાળો પૂરો થયો અને નવા વરસ ની છોકરીઓ નો પ્રવેશ થવાનો હતો. નવી આવેલી છોકરી માટે ચંદુકાકા દર વર્ષે ચોકલેટ લાવતા. વેકેશન માંથી આવેલી છોકરીઓ ની જમાવડો ચંદુ કાકા ની લારી પાર લાગેલો હતો. અને બધા એક ગોળાકાર કુંડાળું બનાવીને બેઠા હતા. અને વચ્ચે છોટુ એમને હસાવી રહ્યો હતો. બધા ખુબ હસી રહ્યા હતા ચંદુ ની દરેક વાત પાર હાસ્ય ની લહેર ઊડતી હતી. એવા માં એક નવી છોકરી ત્યાં આવી એ પણ એ કુંડાળા માં બેઠેલા તોડા માં ગોઠવાઈ ગઈ એક કલાક સુધી ચાલેલા એ હાસ્ય નો એ કાર્યક્રમ કોઈ ટીવી ચેનલ માં આવતા હાસ્ય ના પ્રોગ્રામ થી કમ નહતો. થોડી વાર પછી બધા ચા પી અને હોસ્ટેલ તરફ જવા લાગ્યા. પરંતુ, નવી આવેલી છોકરી ત્યાંજ બેઠી હતી. ચંદુકાકા ની નજર એના પર ગઈ અને ચંદુકાકા એની પાસે જઈ અને એને એક ચોકલેટ આપી અને કીધું દીકરી પ્રથમ દિવસે છે ઘરવાળો થી દૂર એટલે એમની યાદ આવે પણ તને જયારે ઘર વાળાઓ ની યાદ આવે તો અહીં આવી જજે. અને ચંદુકાકા કે છોટું ને બહું મારી છોટુ ચા પીવડાવ મેડમ ને. છોટુ એ છોકરી ને ચા આપવા ગયો ત્યારે એ છોકરી રડી રહી હતી એટલે મજાકિયા સ્વભાવ છોટુ એ કીધું મેડમ તમે રડશો નથી તમે અહીંયા એક અઠવાડિયું આવશો એટલે તમે મને નાઈ ભૂલી શકો અને અહીંયા તો ક્યારેય રડતા નજર નહિ આવો છોટુ ની વાત એક દમ સાચી હતી એ છોકરી એ થોડી વાર પહેલાજ એની કરામત જોયેલી હતી.

છોટુ ના હાથ માંથી ચા લેતા એને છોટુ ને આભાર કીધું અને છોટુ એ પૂછ્યું મેડમ તમારું નામ શુ છે? પેલી છોકરી એ કીધું મારુ નામ રોમા છે. અને છોટુ એ રોમા ને થોડા જોકેસ કહી અને ખુબ હસાવી. રોમા એ દિવસે ખુબ હસી અને પછી એ છોટુ ની રજા લઇ અને હોસ્ટેલ તરફ ગઈ.

એ રાત્રે રોમા ને પોતાના પલંગ માં ઊંઘ નહતી આવતી એ ઘણી વાર પડખાઓ ફરી ચુકી હતી. એને છોટુ ની કહેલી વાતો યાદ આવતા એના મોડા પાર હતું પણ હાસ્ય આવતું હતું. એ છોટુ વિશે વિચારવા લાગી. એને છોટુ નો ચહેરોજ નજર આવવા લાગ્યો. છોટુ દેખાવ માં તો એક દમ સુંદર હતો અને એ અહીંયા ચાની લારી પાર શુ કરે છે? એની અંદર ની આવડત તો એને ક્યાંય પહોંચાડી શકે છે. એ દિવસે રોમા એ સમયે નક્કી કર્યું કે એ છોટુ માટે કંઈક તો કરશે.

બીજા દિવસે એ સવારે ચાની લારી પાર ગઈ અને છોટુ ને એના વિશે જાણવા કીધું છોટુ એ રોમા ને કીધું કે મારુ નામ જતીન છે છેલ્લા પાંચ વર્ષ માં પ્રથમ વાર કદાચ આ નામ નીકળ્યું છોટુ માટે. અને એક અનાથ ને ચંદુકાકા એ મોટો કર્યો છે. ધીમે ધીમે રોમા છોટુ ને ભણવા લાગી અને એને લખતા અને વાંચતા શીખવાડી દીધું.

છોટુ ને ભણાવતા ભણાવતા રોમા છોટુ ની નજીક આવા લાગી. એને જતીન ને પ્રેમ કરવા લાગી હતી. અને એ દરરોજ છોટુ ને જોતી ત્યારેજ એને શાંતિ મળતી. એને દિવસ રાત છોટુના જ વિચારો આવતા હતા. એ ખુબ ખુશ હતી એની અંદર પેહલી વાર કૂણી લાગણીઓ જન્મી હતી. છોટુ નો ચહેરો જ એને ઠંડક આપતો હતો. એક દિવસે રોમા એ છોટુનો હાથ પકડી અને પોતાના પ્રેમ નો પ્રસ્તવ મુક્યો છોટુ માટે તો રોમા મેડમ હતી છોટુ એક દમ ડરી ગયો એને સ્વપન માં પણ ક્યારેય વિચાર્યું નહતું કે રોમા એને પ્રેમ કરી શકે રોમા તો શુ બીજી કોઈ છોકરી એના પ્રેમ માં પડી શકે.

બે દિવસ સુધી છોટુ ચાની લારી પર દેખાયો નહિ. રોમા એક દમ બેબાકળી થઇ ગઈ એને ચંદુકાકા ને પૂછ્યું છોટુ વિશે તો ચંદુકાકા એ કીધું કે એને તાવ આવે છે એટલે એ ઘરેજ છે. બે દિવસ પછી છોટુ ચાની લારી પર આવ્યો. રોમા એ એને રિવર ફ્રન્ટ પર સાંજે મળવા માટે બોલાવ્યો છોટુ મણિ ગયો. છોટુ એની સાયકલ લઈને રીવેર ફ્રન્ટ પર પહોંચ્યો રોમા પહેલાંથીક ત્યાં હાજર હતી. છોટુ એ રોમાને જોઈ અને એતો એને જોતો જ રહી ગયો. રોમા એ આજે સફેદ કલર નો ડ્રેસ પહેરેલો હતો અને હોઠ પર ગુલાબી કલર ની લિપસ્ટિક લગાવેલી હતી એના હોઠ ગુલાબ ની માફક ખીલી રહ્યા હતા. આંખોમાં એને કાજલ લગાવેલું હતું. વધારે શણગાર કે આકર્શક કપડાં નહતા પહેરેલા પરંતુ એ કોઈ રૂપ સુંદરી થી કામ નહતી. છોટુ અને રોમા બંને રીવેર ફ્રન્ટ પર બેઠા હતા અને એક મેક ની સામે જોઈ રહ્યા હતા. છોટુ એ રોમા ને કીધું કે મેડમ તમે કાલે ડોક્ટર બની જાસો અને હું તો સામાન્ય ચા વાળા ને ત્યાં કામ કરવા વાળો માણસ તમે જિંદગી માં કોઈ ખુશી નાઈ આપી શકું. રોમા એ એના મોં પર હાથ મૂકી અને ચૂપ રેવા માટે કીધું અને રોમા એ છોટુ ની સામે જોઈને કીધું કે મેં તને પ્રેમ કર્યો છે. મને ભૌતિક સુખ સુવિદાઓ માં રસ નથી મેં તને પ્રેમ કર્યો છે મેં કિતાબો માં ઘણું વાંચેલું હતું કે પ્રેમ થાય એટલે લોકો જાત, ભાત, ઉચ્ચ, નિચ્ચ કઈ જોતા નથી પ્રેમ તો એક લાગણી છે બસ થઇ જાય એ સમયે મને આ લાગણી માં કોઈ વિશ્વાસ નહતો પણ આજે હું તારા પ્રેમ માં ખરેખર ગાળા ડૂબી થઇ ગઈ છું. એને એને છોટુ ને હગ કરી અને એના હોઠ પાર એક તસતસતું ચુંબન કર્યું. છોટુ ના શરીર માં જાણે વીજળી નો ઝાટકો લાગ્યો અને એને પણ સામે રોમા ના હોઠ ને ચૂમી લીધા.

એ દિવસ બાદ રોમા અને છોટુ રોજ મળવા લાગ્યા રોઅમે છોટુ ને સારા કપડાં આવ્યા છોટુ જીન્સ માં કોઈ હીરો થી કમ નહતો દેખાતો. બંને મુવી જોવા માટે જતા, ગાર્ડન માં જતા, અને ક્યારેય છોટુ એના ફ્રેન્ડ ના બાઈક પાર રોમા ને વરસાદ માં લોન્ગ ડ્રાઈવે પાર લઇ જતો બંને એક બીજા સાથે ખુબ ખુશ હતા અને જયારે એક બીજા થી દૂર હોય ત્યારે એક બીજા ની યાદ માં ખોવાયેલ રહેતા.

રોમા નો છેલો દિવસ હતો એ હોસ્ટેલ છોડી અને મુંબઈ જવાનીહતી એ દિવસે છોટુ એને ગાડી વળગી અને ખુબ રોયો. રોમા એ એને કીધું એ થોડા સમય માં એને ત્યાં બોલાવી લેશે એમ કહી અને રોમા એ છોટુ ને શાંત પાડ્યો. અને રોમા એ વિદાય લીધી.

રોમા ના ગયા ના એક વરસ નીકળી ગયું પરંતુ એના કોઈ સમાચાર નહતા આવ્યા છોટુ એની યાદ માં પાગલ થઇ ગયો હતો એના થી હવે વિરહ સહન નહતો થતો એટલે એ મુંબઈ જવા માટે નીકળી ગયો. એને એની જિંદગી ની બધી કામની રોમાને શોધવામાં ગુમાવી દીધી હવે એની પોસે પૈસા નહતા એને પાછા પરત ફરવાના પણ પૈસા નહતા એટલે એને ધીમે ધીમે રોડ પર એની અંદરની વિરહ અને વિસાદ ની લાગણી ને છુપાવી અને લોકો ને હસવાનું ચાલુ કર્યું લોકો ને જતીન ખુબ પસંદ આવ્યો. ધીમે ધીમે એના રોડ શૉ ની ચર્ચા આખા શહેર માં થવા લાગી. અને એને બોલિવૂડ માં કામ મળી ગયું ત્રણ વર્ષ માં એને ખુબ પૈસા કમાઈ લીધા એની સાથે લગ્ન કરવા માટે યુવતીઓ ની લાઈન લાગેલી હતી. જતીન રોમા ની યાદ માં શરાબ અને સિગરેટ ના નાસા માં ધૂત રહેવા લાગ્યો.

એક દિવસ એને કહું ની વોમિટ થઇ એટલે એને શહેર ની નામચીન હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો એના રિપોર્ટ પરથી માહિતી મળી કે એને કેન્સર છે અને એ પણ લાસ્ટ સ્ટેગ માં હવે એની પાસે વધારે સમય નથી બચવાની આસ નહિવત અને એની પાસે હવે વધારે સમય નથી. આ વાત ની જાણ જતીન ને કરવા માં આવી એ એક દમ પડી ભાગ્યો એવા માં એની નજર દરવાજા પાર ગઈ ત્યાં રોમા ઉભી હતી આંખો એની રડી રડી ને લાલ થઇ ગઈ હતી. જતીન એ એને પાસે આવા માટે ઈશારો કર્યો બંને એક બીજા સામે જોતા હતા એવા માં રોમા એ છોટુ ને કીધું મને માફ કરીદે હું તારા થી અલગ રહેવા નહતી માંગતી પરંતુ, સંજોગો એવા બન્યા કે અલગ રહેવું પડ્યું છોટુ એ રોમા સામે જોઈને કીધું રોમા એવું તો શુ હતું? કે તું મને ભૂલી ગઈ.

રોમા એ છોટુ સામે જોઈને કીધું હું તને ક્યારેય ભૂલી નથી હું કાલેપણ તને પ્રેમ કરતી હતી અને આજે પણ કરું છું અને કરતી રહીશ. હું અહીં આવી એટલે મને ખબર પડી કે મારા હૃદય માં એક કાણું છે અને હું ગમે ત્યારે મોત ને ભેટી જઈશ હું તારી જિંદગી બગાડવા નહતી માંગતી અને મને ખબર હતી કે જો તને આ વાત ની જાણ થશે તો તું પણ જીવી નહિ શકે. એટલે મેં તારાથી આ વાત છુપાવી પરંતુ આજે મને તારા કેન્સર વિશે જાણ થઇ એટલે મેં તને આ વાત જાણવા માટે આવી છું.

જતીન એ રોમા ને કીધું હું હવે જેટલું જીવું તારી સાથે જીવવા માંગુ અને એ દિવસે બંને એ લગ્ન કરી લીધા થોડા દિવસો બાદ જતીન ની તબિયત વધારે ખરાબ થઇ એટલે એને હોસ્પિટલ માં દાખલ કરવા માં આવ્યો એ દિવસે જતીન ને લાગી ગયું કે એ હવે વધારે નહિ જીવે એટલે એને ડોક્ટર ને કીધું કે મારુ હાર્ટ રોમા ને ટ્રાંસપ્લાન્ટ કરવામાં આવે. એ દિવસે રોમા નું ઓપેરશન કરવાંમાં આવ્યું એને એવું જાણવાં માં આવ્યું હતું કે કોઈ હાર્ટ માટે ડોનર મળી ગયું છે. બીજા દિવસે જયારે રોમા હોસ માં આવી ત્યારે એક નર્સે એના હાથ માં એક ચિટ્ટી પકડાવી. એમાં છોટુ એ લાગ્યું હતું.

મારી વહાલી રોમા હું હંમેશા તારી સાથે રહેવા ના વચન ને બરાબર નિભાવી રહ્યો છું તારા શરીર માં હૃદય થઇ ને હું ધબકતો રહીશ અને આપડા આવનારા બાળક ને તું એક સારી જિન્દજી આપજે. તારો હંમેશ માટે તારો -છોટુ.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED