આ વાર્તામાં સોમનાથના મહાદેવની આરતી અને તેના અનમોલ મહત્વનું વર્ણન કરવામાં આવ્યું છે. કથામાં શિવ જ્યોતિર્લિંગનો ઉલ્લેખ છે, જે હિરણ્યા, કપિલા અને સરસ્વતી નદીના સંગમ પર સ્થિત છે. સાંજના સમયે, જ્યારે સૂર્ય સમુદ્રમાં સમાય જાય છે, ત્યારે ભક્તો મહાદેવને મળવા માટે એકઠા થાય છે. આરતીના સમયે, ભક્તો એકબીજાની સાથે જોડાઈને શ્રદ્ધાપૂર્વક નૃત્ય અને સંગીત કરે છે. આરતી દરમ્યાન શાંતિ અને ભક્તિનો અહેસાસ થાય છે, જ્યારે પૂજારી આરતીને આગે રાખે છે. આરતીના અંતે, ભક્તો શિવમહિમ્ન સ્તોત્ર ગાતા બહાર નીકળે છે અને સમુદ્રના શાંતિપૂર્ણ દ્રશ્યમાં શિવતત્વની અનુભૂતિ કરે છે. આ રીતે, આ વાર્તા શિવની આરતી અને ભક્તિના અનુભવને ઉજાગર કરે છે. સોમનાથ : આરતી Kandarp Patel દ્વારા ગુજરાતી મેગેઝિન 5.5k 1.6k Downloads 7.7k Views Writen by Kandarp Patel Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સાંજનો સાત વાગ્યા આસપાસનો સમય થવા આવ્યો છે. સમુદ્રને સૂર્ય નામે દીકરો. સાંજ પડતા જાણે પોતાના ઘરે પાછો બોલાવે છે. ધીરે – ધીરે કેસરી પટ્ટ સમગ્ર સાગર પર પથરાઈ જાય છે. મહાદેવના ભક્ત સમાન મોજાઓ ઊંચા ઉઠીને દંડવત્ કરીને અસીમ ભક્તિ દર્શાવે છે. મંદિરના ગર્ભગૃહમાં ભાવમય વાતાવરણ સર્જાય છે. લોકો શિવને મળવા આવે છે. આજે સત્સંગ કરવો છે. શિવને નિહાળવા છે. સાંજની આરતીમાં ઋગ્વેદની ઋચાઓ સાંભળવી છે. સૂર્ય ધીરે રહીને છૂપાઈને અલિપ્ત બની જાય છે. સમયનો ક્ષિતિજ ! એક તરફ ચંદ્રમા પોતાના ઘરની સંભાળ લેવા આવે છે અને બીજી તરફ આવતી કાલે ફરીથી મંદિરના સુવર્ણ પર પોતાના કિરણો ફેલાવીને જગને ઉભું કરવા સૂર્ય સમુદ્રમાં સમાઈ જાય છે. લોકોની સંખ્યા વધતી જાય છે. દરેકનું ધ્યાન મંદિરના ગર્ભગૃહ તરફ છે. આરતી પહેલા હનુમાનચાલીસા લઈને હનુમાન શિવને અર્ધ્ય અર્પણ કરવા આવી પહોંચે છે. ભાવિકો અને શ્રદ્ધાળુઓ મૂક બનીને એ આરતીનો આસ્વાદ લેવા સજ્જ થઇ ઉઠે છે. More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 1 દ્વારા Hardik Galiya RAW TO RADIANT - 1 દ્વારા Komal Mehta સેક્સ : આરોગ્ય,પ્રેમ અને માનસિકતા દ્વારા yeash shah જીવન ચોર...ભાગ 3 દ્વારા yeash shah ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન દ્વારા Anwar Diwan લેખાકૃતી - 1 દ્વારા Story cafe બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા