આ વાર્તા "ટ્રકડ્રાઈવર" એક યુવાન ટ્રક ડ્રાઈવર વિશે છે, જે રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર આઠ પર ટ્રક ચલાવી રહ્યો છે. તે ડ્રાઈવરની કેબીનમાં બેઠો છે અને રસ્તા, ખેતરો તેમજ કેબીનના અંદર નજર ફેરવી રહ્યો છે. પવન તેની પાસે જૂના સંભારણાં લાવે છે અને તેનો મન મસ્તીથી ભરેલો છે. ટ્રકની કેબીનમાં એક કલીનર છે, જે મોટા પાયે પોતાની ફરજ બજાવે છે, અને તેની ચહેરાની ગરજદારતા એક વાર્તા કહે છે. તેની બાજુમાં એક મુસાફર છે, જે વાતચીત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ ડ્રાઈવર અજાણ્યો સાથે વાતચીતથી દૂર રહેવા માટે ટૂંકા જવાબ આપે છે. આ દરમિયાન, એક ભરવાડ ટ્રકમાં શાંતિથી બેઠો છે, જે પોતાની જિંદગીના અનુભવોમાં લાગતો છે. જ્યારે મુસાફર બીડી પીવાનો પ્રયાસ કરે છે, તો અન્ય લોકો ઈશારામાં ના પાડી દે છે. અંતે, કેબીનમાં તમાકુની ગંધ ફેલાઈ જાય છે, જે ડ્રાઈવરનો ગામ અને તેના લોકોને યાદ કરાવે છે. વાર્તા સંવેદનશીલતા અને યાદોને સ્પર્શતી છે, જ્યાં પવન, ગંધ અને દૃશ્યો એક અનોખી અનુભૂતિ ઊભી કરે છે. ટ્રક ડ્રાઈવર Yashvant Thakkar દ્વારા ગુજરાતી વાર્તા 17.8k 1.2k Downloads 3.9k Views Writen by Yashvant Thakkar Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ભરવાડ પોતાના બંને પગ બેઠક પર જ રાખીને, જાણે પોતાના ઘરના ઓટલે બેઠો હોય એમ નિરાંતે બેઠો હતો. એનો ડંગોરો, ડ્રાઈવરે પહેલેથી જ કૅબિનના આગળના ભાગમાં મુકાવી દીધો હતો. એના ચહેરા પર સુકાઈ ગયેલી નદીઓ જેવી કરચલીઓ પડી ગઈ હતી. બંને ગાલમાં પડેલા ખાડા એના મોઢાના અંદરના ખાલીપાની ચાડી ખાતા હતા. ઘેટાંનો રંગ ધરાવતી મૂછો, એની ઉંમરને માન આપતી હોય એમ નીચે તરફ ઝૂકી ગયેલી હતી. ટ્રકની ઝડપ અને વારંવારના આંચકા છતાંય એના માથા પરનો લાલ ફેંટો અડીખમ રહેતો હતો. એ ભરવાડ પોતાની આંખોમાં, ઘેટાંબકરાંની સાથે વિતાવેલી જિંદગીને સાચવીને બેઠો હોય એમ લાગતું હતું. મારી બાજુમાં બેઠેલા માણસે પોતાના ખિસ્સામાંથી બીડીની જૂડી ને બાકસ કાઢ્યાં. એણે બીડીવાળો હાથ ડ્રાઈવર તરફ લંબાવ્યો પણ ડ્રાઈવરે ઇશારાથી ના પાડી. એણે કલીનર તરફ હાથ લાંબો કર્યો તો કલીનરે પણ ના પાડી. મારી અનિચ્છાને સમજી ગયો હોય એમ એણે મને આગ્રહ કર્યો નહિ. છેવટે ભરવાડે એનું માન રાખ્યું. More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા