આ વાર્તામાં જીવન અને મૃત્યુના વાસ્તવિકતા વિશે વિચારણા કરવામાં આવી છે. લેખક, કૃષ્ણા આશર, મૃત્યુને આત્માના ઘર બદલવાના રૂપમાં દર્શાવે છે અને જીવનમાં સંબંધો, માતાપિતા, પતિ-પત્ની, અને મિત્રો સાથેના સંબંધોની મહત્વતા પર ભાર મૂકવામાં આવે છે. તેઓનું માનવું છે કે મૃત્યુ પછી પણ આપણા જીવનમાં કરેલા સંસકારો અને સંબંધો યથાવત રહે છે. લતાબેન કાનુનગા તેમના અંતિમ વિચારોને રજૂ કરે છે અને કહે છે કે જ્યારે તેઓ નહીં રહે ત્યારે તેમના નજીકના લોકો તેમની ખોટ મહેસૂસ કરશે. તે પોતાના પરિવારને જોડીને રાખવાનું પ્રયત્ન કરે છે અને પોતાને યાદમાં રાખવા માટેની ઇચ્છા વ્યક્ત કરે છે. આ વાર્તામાં જીવનની ક્ષણોને મહત્વ આપવાનું અને સંબંધોમાં લાગણી જાળવવાની જરૂરિયાતને ઉજાગર કરવામાં આવી છે. મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ જીવતા રહેતી વખતે આનંદ અને પ્રેમથી ભરપૂર જીવન જીવવાનું મહત્વ છે. મારા પછી મારી વાત Well Wisher Women દ્વારા ગુજરાતી મેગેઝિન 12.6k 2.3k Downloads 8.5k Views Writen by Well Wisher Women Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વૈભવશાળી બોર્ડમીટીંગ જેવો માહોલ હતો. રાઉન્ડટેબલની જગ્યાએ એન્ટીક,સિંગલ,ગોલ્ડ અને સિલ્વર થી મઢેલા અલગ અલગ સોફા હતા. વૈભવશાળી પોશાકમાં ઘણા બધા લોકો હતા.એ કોણ છે એની મને જાણ ન હતી. ન તો ત્યાં કોઈ મિનરલ વોટર બોટલ, પેન, રાઈટીંગ પેડ,કોમ્પ્યુટર કે પછી પ્રોજેક્ટર સ્ક્રીન હતું ! આગળ-પાછળ મેઈડ સર્વન્ટની ફોજ સુસજ્જ હતી. હા, દરેક ના ચહેરા પર એક અલગ પ્રકારનું તેજ હતું. ત્યાં જ એક રાણી જેવા પોશાકમાં જાજરમાન સ્ત્રીએ મને સ્માઈલ આપ્યું અને બોલ્યા, વત્સ, જરા અચરજભર્યું લાગશે પણ ધીમે ધીમે ટેવાઈ જશો. પૃથ્વી લોકમાંથી અહી સ્વર્ગલોકમાં આપના આત્માનું સ્થળાંતર થયું છે. મારી ઓળખાણ આપું. મેં જ પૃથ્વીલોક માં તમારા જીવન ના લેખ લખ્યા હતા. જીવન-મરણ અને લગ્ન ! અને આ પળે તમારું સ્થળાંતર પણ નિશ્ચિત હતું જ ! દેવી, પૃથ્વીલોકમાં તમે કેવું જીવ્યા અને તમારા સ્વજનો હાલમાં શું કરી રહ્યા છે તે જાણવાની ઈચ્છા ધરાવો છો હું તો સાવ દિગ્મૂઢ હતી. માત્ર ડોકું હલાવીને આંખોથી હા ભણી. ત્યાં તો વિધાત્રી દેવીએ આંખો બંધ કરીને ખોલી ત્યાં તો હજારો એલ-ઈ-ડી ભેગા કરીને વિશાળસ્ક્રીન બનાવ્યું હોય એવું કૈક મને દેખાયું. અને એક પછી એક દ્રશ્યો ચાલતા હતા. જાણે મારા જ જીવન નું લાઇવ મુવી ...! અરે, આ તો મારા સુખ-દુઃખના સાથી,એક મિત્ર,એક પ્રેમી અને પ્રેમાળ પતિ ! એક ખૂણામાં બેસીને અનિમેષ નજરે આકાશને તાકી રહ્યા હતા. વાચા અને વિષાદનું રુદન અલોપ હતું. પ્રેમના ઘૂઘવતા દરિયા જેવી એમની આંખો સાવ શુષ્ક હતી. વાચા તો જાણે હણાઈ ગઈ હતી...એક ફરિયાદનો ભાવ હું એમના ચહેરે સ્પષ્ટ વાંચી શકતી હતી. મારાથી વધારે એમને કોણ ઓળખે આ... તો મારો દીકરો છે એ મોબાઈલ પર કોઈની સાથે વાત કરી રહ્યો છે. થોડા અસ્પષ્ટ શબ્દો સંભાળતા હતા, ડોક્ટર અંકલ, મોમની અંતિમ ઈચ્છા દેહદાન ની હતી અને કોઈ કાળે એ આપણે પૂરી કરવાની છે. એનું એફિડેવિટ પણ કરાવેલું છે મોમે, તો પ્લીઝ તમે જલ્દી આવી જાવ અને આગળ શું કરવું એ સમજાવો...! મને તો કઈ જ સુજતુ નથી અને ડેડ ને પણ સા...ચવવાના છે મારી દીક....રી ...કેટલું રડી રહી છે અને એની આંખો તો સુજીને ટેટા જેવી થઇ ગઈ છે.એના પતિને રડતા રડતા કહી રહી છે, મારું તો બેકબોર્ન જ ખોરવાઈ ગયું, મારી તો આદત જ મમ્મી હતી, કેવી રીતે જીવીશ પણ માં હું તારી જ પ્રતિકૃતિ છું અને તારા જ પગલે ચાલીશ..તને ગમતી તારી દરેક એક્ટીવીટીને આગળ ધપાવીશ. તારા સેવાના કાર્યો, માતૃભાષા માટેનો તારો પ્રેમ અને કાર્ય અને હા તારું એક મિશન કે આગળની નવી પેઢીને વાંચતા આવડશે પણ કદાચ લખતા નહિ આવડે ...વગેરે ને હું એક પગલું આગળ લઇ જઈશ. તારા જેટલી પેશન્સ કે સમજ નથી અને તારા જેવું જીવી પણ નહિ શકું પણ પ્રયત્ન તો ચોક્કસ કરીશ. ઓહ...આ વ્હીલચેર માં તો મારા પંચાશી વર્ષના સાસુમા ! કેટલું આક્રંદ કરે છે જાણે રુંવાડા ઉભા થઇ જાય ! આ યમડો તો ભૂલથી મારા બદલે મારી વહુ ને લઇ ગયો છે. મને કોણ ચા પાશે કોણ સેવા કરશે મારા કડવા વેણ કોણ હાભળશે શ્રીજી ....શ્રીજી ...મને ય ઉઠાવી લે મારા વ્હાલા, મારે ત્યાંય મારી વહુ જોડે જ રહેવું છે... ચારે બાજુ સગા વહાલા અને સ્વજનો બેઠા છે...... More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 1 દ્વારા Hardik Galiya RAW TO RADIANT - 1 દ્વારા Komal Mehta સેક્સ : આરોગ્ય,પ્રેમ અને માનસિકતા દ્વારા yeash shah જીવન ચોર...ભાગ 3 દ્વારા yeash shah ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન દ્વારા Anwar Diwan લેખાકૃતી - 1 દ્વારા Story cafe બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા