આ વાર્તામાં, મુખ્ય પાત્ર લગ્ન વિશે વાત કરવા માટે ધડકનના ઘરે જવા માંગે છે, પરંતુ તેની માતાની કડક મર્યાદાઓને કારણે તે સંકોચમાં છે. માતા ધડકનના ઘેર જવા માટે મંજુરી નથી આપે, જેના કારણે મુખ્ય પાત્રને બીજામાંથી વિકલ્પ શોધવાનો પ્રયાસ કરવો પડે છે. તે ધડકનને અને તેના પરિવારને પોતાના ઘેર જ આમંત્રણ આપે છે, પરંતુ માતાને સંતોષવા માટે તે ડરી રહ્યો છે. આખરે, ધડકન રાણી કલરની સુંદર સાડીમાં આવે છે, અને તેની સુંદરતા પર મુખ્ય પાત્રનું દિલ ધડકે છે. તે ધડકનની આકર્ષણ અને તેની નવી શૈલી વિશે વિચારે છે, જેના કારણે તે ફરીથી પ્રેમમાં પડી જાય છે. વાર્તામાં સંબંધો, મમ્મીની કડકતા, અને પ્રેમની લાગણીઓની ચર્ચા છે. ધક ધક ગર્લ -ભાગ ૨૩ Ashwin Majithia દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 65.4k 2.9k Downloads 9.4k Views Writen by Ashwin Majithia Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ખેર..આખરે રવિવારનો તે દિવસ પણ આવી ગયો અને તેઓ ત્રણેય મારા ઘરે પણ આવી જ ગયા. ધડકન રાણી કલરની સાડી પહેરીને આવી હતી. ડિઝાઈનર સ્ટાઈલની સાડી હશે કદાચ..કારણ તેની પહેરવાની સ્ટાઈલ એકદમ લાજવાબ હતી અને ચપોચપ પહેરેલી આ સાડીમાં તેનાં ફિગરનાં વળાંકો ઉડીને આંખે વળગે તેવા ચોક્ખા દેખાતા હતા. પોતાની પાંપણોને તેવા જ, પરંતુ થોડા આછા કલરનું શેડિંગ આપીને તેને તેણે હજુયે વધુ આકર્ષક બનાવી લીધી હતી. આંખોમાં જેટ-બ્લેક લાઈનર્સ લગાવવાને કારણે તેની મોટી મોટી આંખો હવે ધારદાર બની ગઈ હતી. આજ કાલ ટ્રેન્ડ પાતળી આઈ-બ્રોનો છે, પણ ધડકન કદાચ નવો જ ટ્રેન્ડ સ્થાપવા માંગતી હશે...કારણ તેની આઈબ્રોને, તેમ જ તેની આસપાસનાં એરિયાને પણ થોડો વધુ ઘેરો-શેડ આપીને તેણે પોતાની આઈ-બ્રોને વધુ ઘાટી અને જાડી બનાવી હતી. આઈ-શપ્પથ.. ખુબ જ સુટ કરતી હતી તેને આ સ્ટાઈલ.. તેનો લૂક એક્ચ્યુલી એકદમ બદલાઈ ગયેલો લાગતો હતો..બદલાઈ ગયેલો મતલબ..હજુ યે વધુ એટ્રેકટીવ..! યાર..સમજો ને મારી વાત અને મારા દિલની તે વખતની હાલત..! હાલતની તો વાત જ શું કરું.. તેને જોઇને મારું દિલ તો ફરીથી તેનાં રૂટીન કામ પર લાગી ગયું હતું. રૂટીન કામ એટલે..જોર જોરથી ધડકવાનું..! આફ્ટરઓલ..અમસ્તું જ નથી પાડ્યું મેં તેનું નામ..ધક ધક ગર્લ..! :-) Novels ધક ધક ગર્લ ગજબની સુંદરતાનું વરદાન પામેલી એક અફલાતૂન યુવતી, કે જેની નશીલી, છતાંય નિર્દોષ આંખોમાં કોઈક એવું ચુંબકીય-તત્વ હોય, જેને કારણે જોનારની નજર ત્યાંથી ખસવાનુ... More Likes This દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi દોસ્તી (જય અને વીરુ) દ્વારા Vijay સાત ફેરા દોસ્તીના - ભાગ 1 દ્વારા Devanshi Joshi સ્નેહની ઝલક - 1 દ્વારા Sanjay Sheth માયા-નિલ પ્રેમકથા - 1 દ્વારા Hiren B Parmar પ્રેમ ગરબા ચોકે દ્વારા Sonal Ravliya ટ્રેન ની મુસાફરી - ભાગ 1 દ્વારા Happy Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા