આ વાર્તા "જામો, કામો ‘ને જેઠો" કંદર્પ પટેલ દ્વારા લખાયેલી છે. વાર્તામાં મુખ્ય પાત્ર એક વિદ્યાર્થી છે, જે એક્ઝામ્સની તૈયારી કરી રહ્યો છે. પેરેન્ટ્સ તેમના શિક્ષણ પર વધુ ધ્યાન આપી રહ્યા છે, અને તે જ સમયે, તે પોતાની મિત્ર ક્રિશ્ના સાથે વાતચીત કરે છે. એક્ઝામના દિવસોમાં, તેઓ એકબીજાની મદદ કરે છે, અને ક્રિશ્ના પછી મુંબઈ જવા માટે જઈ રહી છે. વાર્તાના બીજા ભાગમાં, પાત્ર વેકેશનની રાહ જોઈ રહ્યું છે, કારણ કે બોર્ડની એક્ઝામ્સ પૂરી થઈ રહી છે. તે દાદા-દાદીને મળવા માટે ઉત્સુક છે અને પપ્પાની સાથે બેસીને વાતો કરવાની આનંદ અનુભવે છે. પપ્પા અને મમ્મી વચ્ચેનો પ્રેમ અને સંબંધ દર્શાવવામાં આવ્યો છે, જ્યાં પત્રકાર TV પર શો જોવા અને પરિવારના સાથે સમય પસાર કરવા વચ્ચેનો સંઘર્ષ દર્શાવે છે. આ વાર્તા પરિવાર, મિત્રતા, અને જીવનના નાના આનંદોને ઉજાગર કરે છે, જ્યારે યુવાનીમાં એક્ઝામ્સ અને વેકેશનના તણાવનો સામનો કરવામાં આવે છે. જામો, કામો ને જેઠો Kandarp Patel દ્વારા ગુજરાતી વાર્તા 41.3k 2.2k Downloads 7.1k Views Writen by Kandarp Patel Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન છેલ્લે એ મોજ કરી કે, (એકઝામ્સ નજીક આવતી જતી હતી – પેરેન્ટ્સ હવે વધુ ધ્યાન રાખતા હતા – હું અને ક્રિશ્ના સમય મળ્યે ફોન પર વાતો કરી લેતા હતા – રિસિપ્ટ લઈને એકઝામના આગળના દિવસે સ્કૂલો જોવા નીકળી પડ્યા – વડીલો અને કુટુંબીજનો દ્વારા મળતી શિખામણો – ક્રિશ્નાનું તેની સિસ્ટર વિષે જણાવવું – તેની સિસ્ટર અને તેના બોયફ્રેન્ડ વચ્ચે લગ્નની દરખાસ્ત ઘરે મૂકવાની વાત કરવી - ક્રિશ્નાનો ‘બેસ્ટ ઓફ લક’ કહેવા કૉલ કરવો અને તે મારી મમ્મી દ્વારા રિસિવ કરવો – એક્ઝામના દિવસે કનિષ્ઠાનું મારી પાછળ બેસવું – સાથે મળીને સમગ્ર પેપર લખવા – એક્ઝામ પછી ક્રિશ્નાનું મુંબઈ જવું – ક્રિશ્ના સાથે કોન્ટેક્ટ ન રહેતા આકર્ષણ ઓછું થવું) આગળ મોજ કરીએ ચાલો, હવે ધીરજ ખૂટી રહી હતી. વેકેશનમાં ગામડે જવાની ઉતાવળ દર વર્ષે હોય તેના કરતા વધુ હતી. તાલાવેલી હતી. કારણ કે, ૧૦ મું ધોરણ બોર્ડનું વર્ષ હોવાથી દિવાળીનું વેકેશન પણ સુરત જ પસાર કર્યું હતું. દાદા-દાદીને મળ્યો તેને લગભગ વર્ષ થઇ ચૂક્યું હતું. એક્ઝામ પૂરી થાય એટલે પપ્પા રોજ સાંજે નવી-નવી વાતો કરે ! મમ્મીના ખોળામાં માથું રાખીને પપ્પાને સાંભળવાની અનુભૂતિ છે, તે સદેહે સ્વર્ગ છે. મમ્મી પપ્પાના ચહેરા સામે જોયા કરે અને મારા માથામાં હાથ ફેરવતી જાય ! મમ્મી અને પપ્પા વચ્ચે આમ જ સદાય પ્રેમ કાયમ રહેતો. તે પ્રેમને કાયમ રાખવા માટેનું કારણ હંમેશા હું જ બનતો ! એક દિવસ પપ્પાએ બા-દાદાની વાતો કરવાનું શરુ કર્યું. “દીકરા, સુઈ ગયો ” “ના, પપ્પા ! CID જોઉં છું. એ પૂરું થાય પછી TV બંધ કરી દઈશ.” એ સમયે ‘સબ કી લાડલી બેબો’, ‘સચ કા સામના’, ‘શૌર્ય ઔર સુહાની’, ‘અગલે જનમ મોહે બિટિયા હિ કીજો’, નવું-નવું શરુ થયેલ ‘બિગ બોસ’, ‘કિતની મોહબ્બત હૈ’, ‘લાપતાગંજ’, ‘ઈમોશનલ અત્યાચાર’, ‘પવિત્ર રિશ્તા’, ‘સા રે ગા મા પા’ – આ બધી સિરિયલ્સનો દબદબો હતો. દિવસભર એ જ ચાલુ હોય. રાત્રે મમ્મી જોડે સિરિયલ્સ જોવાની ! પપ્પા આવે એટલે ‘બિગ બોસ’ ચાલુ હોય તો ચેનલ ચેન્જ કરી દેવાની અથવા TV બંધ કરી દેવાનું ! આ નિયમ બની ચૂક્યો હતો. ક્રમશ: એન્જોય. Novels જામો, કામો ને જેઠો આજ સુધી જીવેલ ફક્કડ જીંદગીની ફકીરીનો ચિતાર આપતી પહેલી નવલકથા. દોસ્તીની મસ્તી અને ગર્લફ્રેન્ડ્સની ફ્રેન્ડલી ચીટ-ચેટ. ક્રિકેટની મજા, મેદાન જાણે પોપડું.... More Likes This પરીક્ષા પહેલાં ગાયબ થયેલ છોકરો દ્વારા Nayana Viradiya કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR એક રાત - 1 દ્વારા Zarnaba એક રાત - 1 દ્વારા Zarnaba લાગણીનો દોર - 9 દ્વારા ચિરાગ રાણપરીયા કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા