Jamo, Kamo ne Jetho - 8 book and story is written by Kandarp Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jamo, Kamo ne Jetho - 8 is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. જામો, કામો ને જેઠો Kandarp Patel દ્વારા ગુજરાતી વાર્તા 48 1.4k Downloads 4.7k Views Writen by Kandarp Patel Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન છેલ્લે એ મોજ કરી કે, (પ્રતિકને ફ્રેકચર થયું – હોસ્પિટલમાં એડમિટ કર્યો – દોસ્તી – ક્રિકેટ પર ‘બેન’ – ચોરી ચુપકે રમવા જવું – ફરી એક વખત કેચ પકડતા હાથનું દુઃખવું – મારું બહાનું કામ કરી જવું – નવમાં ધોરણની વાર્ષિક એક્ઝામમાં મારી અને પ્રતિક વચ્ચે માત્ર ૩ માર્કસનો ફર્ક રહેવો) આગળ મોજ કરીએ ચાલો, ૧૫ વર્ષના કિશોરો અને કિશોરીઓ. મૂંછ ને કોંટા ફૂટી ચૂક્યા હતા. ચહેરા પર અવાર – નવાર ખીલ અને ફોડકીઓ કૂણાં ચહેરાને પરેશાન કરી રહી હતી. જયારે ગર્લ્સમાં કોઈના ચહેરા પર અમુક સમય માટે ખીલની વધુ લાલાશ દેખાય અને પછી જતી રહે, ત્યારે તેનો પિરિયડ ટાઈમ ચાલતો હશે તેવી ખબર પડવા લાગી હતી. હવે અમારી જેવા અમુક – તમુક ક્લિન શેવિંગ કરીને આવવા લાગ્યા હતા. સવારે ઉઠીને જો ચહેરા પર ખીલ દેખાય તો નહાતી વખતે બળજબરી પૂર્વક દાણાને નખ મારી – મારીને બહાર કાઢયે પાર કરતા હતા. પાઉડર લગાવીને સ્કૂલે જવું વધુ ગમતું હતું. ગર્લ્સ જયારે પેડેડ બ્રા પહેરીને આવે ત્યારે એકબીજાને તરત ઈશારો થતો, “પેડેડ..!” અને આંખ મરાતી. ગર્લ્સ પણ ટ્યૂશન ક્લાસમાં એકદમ ફૂલ-ફટાક તૈયાર થઈને આવતી. અમારા શર્ટના કફ વળીને છેક બગલની ‘કેવિટી’માં જઈને બેઠા હોય. સાઈકલ ચલાવવી હવે ધીરે-ધીરે શરમ લાગવા માંડી હતી. તેનું કારણ જે – તે ગર્લ્સની એક્ટિવા હતું. જીવ ચોળાઈને ત્યારે ચુથ્થો થઇ જતું જયારે સામેવાળી પાર્ટી ‘એક્ટિવા’ પર હોય અને આપણે સાઈકલની ઉતરી ગયેલી ચેઈન ચડાવતા હોઈએ. ક્યારેક પબ્લિકલી હવા મારવાની હોય અને સાઈકલ ચલાવવાનો ‘સ્કિલ શો’ જાતે જ એરેન્જ કરવાનો હોય તે જ સમયે તેનું લોક ખુલતું નહિ. જલ્દી થી રામકૃષ્ણ કે સરગમ એપાર્ટમેન્ટના કોર્નર પાસે પહોંચીને તેમને ચાલતી જોવા અથવા તેની એક્ટિવાની ૧-૨ સેકન્ડની સવારી માટે ઉતાવળો થતી. માધ્યમિકના ત્રીજા વર્ષ બધા સાથે એટેચમેન્ટ સારું થઇ ગયું હતું. પરંતુ, એ દિવસના પ્રોટેસ્ટ પછી એ અવાજને ઓળખવાનો હતો. તોફાન કરું અને એ જ અવાજ ફરીથી સાંભળવા મળે તો રોજ ‘ફટાકડા’ ફોડું. છોકરી આંખો ઢાળે અને છોકરો નોટના પન્ના ફાડે, એ પરિસ્થિતિ રચાય તેવી શક્યતાઓ હતી. Novels જામો, કામો ને જેઠો આજ સુધી જીવેલ ફક્કડ જીંદગીની ફકીરીનો ચિતાર આપતી પહેલી નવલકથા. દોસ્તીની મસ્તી અને ગર્લફ્રેન્ડ્સની ફ્રેન્ડલી ચીટ-ચેટ. ક્રિકેટની મજા, મેદાન જાણે પોપડું.... More Likes This એક ચાન્સ દ્વારા Priyanka એક પંજાબી છોકરી - 51 દ્વારા Dave Rup ખુણાની ધાર - 1 દ્વારા Kaushal Modha સપનાંઓ જવાબદારી વચ્ચે છૂટી જાય છે.. દ્વારા Varsha Bhatt એક ભૂલ - ભાગ 1 દ્વારા Varsha Bhatt ઓનલાઇન થતો પ્રેમ ️️️- 1 દ્વારા Awantika Palewale આત્મા નો પ્રેમ️ - 9 દ્વારા Awantika Palewale બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા