Adhi Aksharno Vhem - 10 book and story is written by SHABDAVKASH in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Adhi Aksharno Vhem - 10 is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અઢી અક્ષરનો વ્હેમ - ભાગ ૧૦ Shabdavkash દ્વારા ગુજરાતી વાર્તા Writen by Shabdavkash Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વાંચક-મિત્રો, આ પહેલાના પ્રકરણ ૯માં લેખિકા સરલાબેન સુતરીયા આપણા માટે એક કલ્પના-બહારનો આંચકો લઇ આવ્યા. તેઓના ભાગે અશ્ફાકના ભૂતકાળને ઉખેળવાનું કામ આવ્યું તો તેનો તેમણે ભરપુર ફાયદો ઉઠાવી ડો.મિતુલ અને અશ્ફાકનો ભૂતકાળ એકમેક સાથે ગુંથી કાઢ્યો. તેમણે આ બંનેને એકબીજાના ભૂતકાળના પ્રેમી તરીકે પ્રસ્તુત કર્યા. ગામ, ધર્મ, વ્યવસાય, શોખ કે ઉમર..શેમાં ય બિલકુલ સમાનતા નથી, તો આટલા જબરદસ્ત ફરક સાથે આવો સંબંધ શક્ય હોઈ શકે તો તેનો જવાબ છે, હા. આ દુનિયામાં આવું પણ થાય જ છે. કારણ તેમનામાં એક સમાનતા હતી અને તે છે તેમની રૂચી. સમલિંગી હોવાની તેમની રૂચી. આ ગે-જગતમાં એક ટર્મ બહુ વિખ્યાત છે અને તે છે ‘સુગર-ડેડી’. હેટ્રોસેક્સ્યુઅલ જગતમાં યુવાન-કન્યા અને આધેડ-પુરષના એકમેક પ્રત્યેનું શારીરિક આકર્ષણે જ..તેમજ હોમોસેક્સ્યુઅલ જગતમાં યુવાન-છોકરાની અને તેના પિતાની ઉમરના કોઈ પુરુષની એકમેક પ્રત્યેની દૈહિક લાલસાઓએ જ..આ ‘સુગર-ડેડી’ નામનાં શબ્દનો જન્મ આપ્યો છે. સુગર-ડેડી એટલે કે ‘મીઠડો-બાપ’ સૂચક રીતે બહુ બધું કહી જાય છે. અને આવા સંબંધોના અનેકાનેક સત્ય-કિસ્સાઓ ય મોજુદ છે. આવા સંબંધો જોકે ચીર-કાલીન નથી હોતા, પણ અમુક કિસ્સાઓમાં જો તે સફળ થઈને લાંબો-કાળ ચાલે છે, તો રહેતા રહેતા તે પિતા-પુત્રી, કે પિતા-પુત્રની લાગણીના તંતુએ બંધાયેલ ગાઢ સંબંધોમાં પરિવર્તિત થતા જોવા મળે છે. અને પછી ધીમે ધીમે તેમાંથી સેક્સ-તત્વ સાવ લુપ્ત થઇ જતા આવા સંબંધો પછી..લાગણીઓની દ્રષ્ટીએ સગા પિતા-પુત્ર પુત્રી કરતા પણ વધુ બળવત્તર પુરવાર થાય છે. તો સરલાબેન આવા ન માન્યામાં આવે તેવા..પણ જે એક હકીકત પણ છે, તેવા સંબંધની વાત તેમના પ્રકરણમાં લઇ આવ્યા, અને સાથે સાથે આપણને અશ્ફાકના ભૂતકાળમાં ય લઇ ગયા. હવે આ એપિસોડથી આ વાર્તાનો બીજો રાઉન્ડ શરુ થાય છે. એટલે કે જે આઠ લેખકોએ પહેલા એક એક એપિસોડ લખ્યા છે, તેઓ હવે ફરી પાછા એક એક એપિસોડ લખશે. આમ આ એપિસોડ અનસુયાબેન દેસાઈએ લખ્યો છે, કે જેઓએ આ વાર્તાનો એપિસોડ-૨ પણ લખ્યો છે. અનસુયાબેન વિષયે તો પ્રકરણ-૨માં હું જણાવી જ ચુક્યો છું, અને મને આનંદ છે કે તેમના જેવા શાયરના-મિજાજના લેખિકા પાસે એક એપિસોડ લખાવવાનો મને ફરી એક અવસર મળ્યો. આ એપિસોડમાં તેઓએ પોતાના આ સરસ-મિજાજનો સંગીતમય આસ્વાદ આપણને હજી એક વાર તો કરાવ્યો જ છે, અને સાથે સાથે અશ્ફાકના ભૂતકાળની વાત પણ આગળ ચલાવી છે. એટલે મને ખાતરી છે કે આપ સહુને તેમનો આ એપિસોડ પસંદ આવશે જ. . શબ્દાવકાશ ટીમ વતી, અશ્વિન મજીઠિયા.. બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા