આઈ એમ સોરીના ભાગ ૬માં, લેખક અશ્વિન મજીઠિયા તેના મુખ્ય પાત્રના દુઃખદ અનુભવોને દર્શાવે છે. નિકી સાથેના વિયોગના કારણે પાત્રનો મિજાજ બગડી જાય છે, જે અમય નામના તેના મિત્રને ચિંતિત બનાવે છે. અમય પાત્રને રેસ્ટોરાંમાં જવા માટે મનાવે છે, જ્યાં તેઓ દારૂ પીતા હોય છે. રેસ્ટોરાંમાં, અમય પાત્રને હર્ષભરી વાતો કરવાનું શરૂ કરે છે અને મજા કરી રહ્યો છે. તે પાત્રને એક મજા ભરેલી વાતમાં ઊંડાણથી લઈ જાય છે, જેમાં તે તેની 'ડેટ' વિશે વાત કરે છે. અમયના આત્મવિશ્વાસ અને મસ્તીભર્યા સ્વભાવથી પાત્રના મનમાં થોડું શાંતિ આવે છે, પરંતુ તે હજુ પણ પોતાના દુઃખને ભૂલાવી શકતું નથી. આ ભાગમાં, મિત્રતા, મસ્તી અને જીવનની મુશ્કેલીઓનો સામનો કરવાની કવિતા સાથે સંકળાયેલ છે.
I AM SORRY PART - 6
Ashwin Majithia
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
2.2k Downloads
5.6k Views
વર્ણન
હું ચોંકી ગયો. . શું બકવાસ કરે છે.. -હું ગુસ્સાથી ઉછળી પડ્યો- તું સાલા....નિકી સાથે સુતો હતો.. . તરત જ એક ડર, એક ઈર્ષાએ મારા દિલોદિમાગ પર કબજો કરી લીધો. મારા ધડકન એટલી વધી ગઈ, કે મારા થરથર કાંપતા હાથને બીયરના ગ્લાસનું વજન પણ વધુ લાગવા લાગ્યું. મેં ગ્લાસ નીચે રાખી દીધો અને હું અમયની સામે ને સામે જ જોતો રહ્યો, એ હરામજાદો કંઇક મોઢામાંથી ભસે તેની વાટ જોતો જોતો. . ના, મારી નિકી એવી નથી.. તે મારી સાથે છળ ન કરે મને તેની પર વિશ્વાસ છે- મારા હૃદયે પોતાનાં વિરોધનો સુરો છેડ્યો. વિશ્વાસ હોવાથી શું ફરક પડે છે.. વિશ્વાસ તો તેને ય તારી પર હતો, પણ શું થયું તેં તો તેની સાથે છળ કર્યું જ ને.. -મારા મગજે તરત જ પોતાનો તર્ક રજુ કર્યો. અને મારા કપટી મગજની આ વહેમીલી દલીલ સામે મારું પ્રેમાળ મન હારી ગયું..એક જ ઝાટકે હારી ગયું...! . તો આણે ..આ બે બદામનાં છોકરાએ નિકી સાથે મજા મારી.. મારી નિકી સાથે.. હું જેમ નિકીને આનંદની કિલકારીઓ ભરાવું છું, શું આ કુતરાએ પણ એમ જ કર્યું હશે - મને એક જાતનો મુંઝારો થવા લાગ્યો, જાણે કે મારી છાતી ભીંસાવા લાગી. મારી આંખોમાં ક્રોધ અને કરુણા બંને એક સાથે છલકાવા લાગ્યા. . [હવે શું કરશે નિખિલ ]
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા