આ વાર્તામાં રૂપલ, એક તાજી યુવતી, પોતાના દેખાવ અને આત્મવિશ્વાસ અંગે સંઘર્ષ કરી રહી છે. તેની મમ્મી તેને Ahmedabadમાં એક ફંકશનમાં જવા માટે મોકલે છે, જ્યાં તે જૈમિનને મળવા જાય છે, જે તેના માટે એક વિશેષ છોકરો છે. રૂપલને પોતાની સુંદરતાના અભાવે નિરાશા છે, અને તે તેના ગાલ પરના ખીલ અને શ્યામ ચહેરા અંગે ચિંતિત છે. ફેસબુક પર જૈમિનનીfriend request પ્રાપ્ત થાય છે, જે બાદમાં તેને મેસેજ કરેછે કે "તમે સુંદર દેખાઈ રહ્યા છો." આ વાક્ય સાંભળીને રૂપલ ખુબ જ આનંદિત થાય છે, કારણ કે તેને અગાઉ કોઈએ આ રીતે સાંભળ્યું નથી. પરંતુ તેના મનમાં શંકા પણ ઊભી થાય છે, અને તે જૈમિનને પૂછે છે કે શું તે મજાક કરી રહ્યો નથી. આ વાર્તા રૂપલના આત્મવિશ્વાસની શોધ અને પ્રેમમાં પડવાની શરૂઆતને દર્શાવે છે, જે તેના જીવનમાં એક નવા તબકકાને લાવે છે. ફેસબુક ફ્રેન્ડસ Mohammed Saeed Shaikh દ્વારા ગુજરાતી વાર્તા 8.3k 1.2k Downloads 3.7k Views Writen by Mohammed Saeed Shaikh Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “ઓહો, આ સજીધજીને કયાં જાય છે આજે? ” રમાબેને દિકરીને પુછયું. “મમ્મી, અમદાવાદમાં મારી ફ્રેન્ડ છે...જુમાના...એને ત્યાં ફંકશન છે.” અરીસાની સામે ઉભેલી રૂપલે આંખમાં કાજળ આંજતા જવાબ આપ્યો. “તારા પપ્પાને પુછયું તેં? ” “મમ્મી,તુ જ કહી દે ને ... હમણાં હું કહીશ તો કંઈક બોલશે પાછા... ” પ્લીઝ મમ્મી... રૂપલે વિનંતી કરતા કહ્યું. “સારૂ...પણ વહેલી પાછી આવી જજે.” રવિવાર, સપ્ટેમ્બરનો એક દિવસ – સવારે ૧૦.૩૦ વાગ્યાનો સમય થઇ રહ્યો હતો. ભાદરવા હોવા છતાંય વરસાદનું નામનિશાન ન હતું. વાતાવરણમાં ઉકળાટ હતો. રૂપલ મિસ્ત્રી વાસમાં આવેલા પોતાના ઘરેથી ચાલતી ગલીના નાકે આવી. રીક્ષા કરી, ખેડા ચોકડીએ પહોંચી. ત્યાંથી અમદાવાદની શટલ જીપમાં બેસી ગઈ. નારોલ ચોકડી ઉપર જૈમિન એને લેવા આવવાનો હતો. મમ્મીને એ જૂઠુ બોલી હતી. જુમાના નહી જૈમિન. શટલરીક્ષા ખેડાથી ઉપડી અમદાવાદ હાઈવે ઉપર સડસડાટ દોડવા લાગી. રૂપલનું નજીકનું ભૂતકાળ પણ એની આંખો સામે ઉભું થઈ ગયું. ખેડા કોમર્સ કોલેજના બીજા વર્ષમાં ભણતી રૂપલને માંડ હજી ૧૯મું પુરૂ થયું હતું. પાંચ ફુટની ઉંચાઈ. સામાન્ય આંખો અને ઘઉંવર્ણો શ્યામ વાન, ગાલ ઉપર થોડાક ખીલ ઉગી આવ્યા હતા. ટીવી ઉપર આવતી ખીલ મટાડવાની અને એક સપ્તાહમાં ગોરા થવાની અસંખ્ય કોસ્મેટીક ટયુબો એણે ચોપડી નાખી હતી. ખીલમાં કે એના રંગના ઉઘાાડમાં કોઈ ફરક પડયો ન હતો. હા, એના પપ્પાના પર્સમાંથી કેટલીક રકમ ઓછી થઈ ગઈ હતી ખરી ! હજી મહિના પહેલાની વાત છે એણે ફેસબુક ખોલ્યુંતો એક છોકરાની ફ્રેન્ડ રિકવેસ્ટ હતી. ફેસબુક ઉપર એની સખીઓ કંઈ બહુ વધારે ન હતી. કોઈ છોકરો કે પુરૂષ તો એમાંથી એકેય ફ્રેન્ડ ન હતો. કોલેજમાં એની લગભગ બધીજ સહેલીઓના બોયફ્રેન્ડ હતા. એ પણ ઇચ્છતી હતી કે એને પણ કોઈ એક મળી જાય...પણ... એ જ્યારે દર્પણમાં જોતી ત્યારે એને નિરાશા થતી. એમ કહો કે એને અરીસો જોવાનું ગમતું જ નહતું. પોતાના ગાલ ઉપરના ખીલ અને શ્યામ ચહેરો. ડાર્ક ઘઉંવર્ણો વાન... એની સખીઓએ એને ક્યારેય કહ્યું ન હતું છતાં એ સમજી શકતી હતી કે એ બહું સુંદર ન હતી. અરે સામાન્ય છોકરીઓથી પણ જાય એવી... More Likes This કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા