વાર્તા "જડીબુટ્ટી" જીવન આધારિત ઘટનાઓથી પ્રેરિત છે, જેમાં વાસ્તવિકતાની કઠણાઈઓને દર્શાવવામાં આવી છે. આકાશ નામના બાળકનું જીવન અને તેના મિત્ર જેકોબની રમતગમતના પ્રસંગો પર આધારિત છે. આકાશ અને જેકોબ બન્નેના ઘરોની આસપાસ રમતા હોય છે, જ્યાં તેઓ મજા કરે છે. વાર્તા એક નાની પરંતુ ઊંડા અર્થ ધરાવતી છે, જે વાસ્તવિકતાને અને બાળપણની ખૂણાની મીઠાસને ઉજાગર કરે છે. જડીબુટ્ટી Tarulata Mehta દ્વારા ગુજરાતી વાર્તા 12.8k 809 Downloads 3.5k Views Writen by Tarulata Mehta Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જડીબુટ્ટી આકાશ -- આ ...કા..શ ..આ.....શ .. પડઘા અવકાશમાં વાદળોની કોરે દડૂક દડૂક દેડકાની જેમ કૂદતા ભમ દઈ ખીણમાં ભુસ્કો મારી અલોપ થઈ જાય છે. આકાશ ચારેબાજુ એના ગોઠિયાને શોધે છે. એ અડપલો જેકોબ જ બૂમો પાડી સંતાઈ જાય ! પડોશમાં રહેતો જેકોબ એનો બડી .સ્કૂલેથી આવી બન્ને ફ્રેન્ડસ જેકોબના યાર્ડમાં રમવા ઉપડી જાય. પણ આજે ને ગઈકાલે કે ઘણા દિવસોથી હવે જેકોબ તેને બોલાવતો નથી. ક્યાંથી બોલાવે નીચેથી જેકોબની બૂમો આવે તેજ ઘડીએ મમ્મીનો સાદ સાંભળી તેને રૂમમાં દોડી જવું પડે ! શાંત રસ્તા પર નજર દોડાવી નિરાશ થયેલો આકાશ બાલ્કનીમાંથી જબરદસ્ત મોટાં,વાદળાને અડતાં ઊંચાં વુક્ષોને જોયા કરે છે. એની નજર સૌ પહેલાં જમીન પર સસલાંની જેમ ફૂ દકા મારતી ઝાડનાં થડમાં સંતાકુકડી કરતી દોડે છે,અને પછી જાણે ચારપગે હરણાંની જેમ ઠેકડા મારતી પર્વતોના ઢોળાવે લીલું ઘાસ ચરવા લાગે છે, ઘડીકમાં ઝાડના થડે વાંદરાની જેમ ચઢી ડાળીઓમાં હુપાહુપ કરવા લાગી.એ પોતે જંગલબુકનો છોકરો થઈ ગયો.એ એક ઝાડ પરથી બીજા ઝાડ પર કોઈ અજાણ્યા પ્રદેશે ઉડવા લાગ્યો.દિવસ છુ થઈ ગયો,રાતના તારોઓએ એને અવકાશમાં માર્ગ કરી આપ્યો ત્યાં એના એક પગમાં ભીનું લીસું કૈક અડ્યું,આકાશનો બીજો પગ દૂ...ર અજાણ્યા દેશે પહોચી ગયો હતો. નાનકડું કાળુંધોળું એનુ વહાલું ડોગી મોલી એના પગને ચાટતું હતું, એને આકાશ,આશુ,બેટા ....કહી એની મમ્મી બોલાવી રહી છે,મમ્મીનો અવાજ જાણે ઊંડી ખીણમાંથી આવતો હોય તેટલો ધીમો હતો, ક્યારની બોલવું છુ બેટા એની મમ્મી હાડપિજર હોય તેમ એના બેડ પાસે વોકર લઈ ઊભી હતી. આકાશ બાલ્કનીમાંથી દોડીને મમ્મીની પાછળ ઉભો રહી, ટેકો આપવા લાગ્યો. More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા