આ વાર્તા "ગંગા સ્વરૂપ ગંગા" માં, શરદ પૂનમની શાંતિમય રાત્રિમાં, એક સાંજના સમયે ગંગા અને તેની સાસુ સૂરજદાદી વચ્ચેની સંવાદનો વર્ણન કરવામાં આવે છે. પરિવારના અન્ય સભ્યો અંબાજી જવા માટે નીકળી ગયા છે, જ્યારે સૂરજદાદી કાંઈ મહત્વની વાત કરવા માટે ગંગાને પોતાના પાસે રાખે છે. ગંગા તેની સાસુને પૂછે છે કે તે કઈ વાત કરવા માંગે છે. સૂરજદાદીના વ્યક્તિત્વ અને વાતચીતમાં લાગણી અને કુટુંબની ગાઢતા દર્શાવવામાં આવે છે. આ વાર્તા સંસ્કૃતિ, પરિવારો અને આંતરિક સંબંધો પર પ્રકાશ પાડે છે. ગંગા સ્વરૂપ ગંગા Valibhai Musa દ્વારા ગુજરાતી વાર્તા 30 697 Downloads 3k Views Writen by Valibhai Musa Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સમાધિસ્થ એવી વિદાય પામતા ચોમાસાના આખરી માસની શરદપૂનમની એ નીરવ રાત્રિને ક્વચિત્ ક્વચિત્ ખલેલ પહોંચી રહી છે, દૂર ગામમાંથી આવતા ભસતાં શ્વાનના અવાજો અને વગડાનાં શિયાળવાંની હૂકીહૂ એવી દીર્ઘ લાળી થકી. તો વળી ક્વચિત્ નિશાચર પક્ષીઓના ભેંકાર અવાજો વચ્ચે કોયલનો કર્ણપ્રિય મધુર ટુહૂ…ટુહૂ રવ ચહુદિશે પડઘાઈ જાય છે. નિરભ્ર આકાશમાંથી વેરાતી ચાંદનીની રજતરજ થકી દેદીપ્યમાન લાગતી આજની આ ખુશનૂમા રાત્રિએ વિશાળ ખેતબંગલામાં સંયુક્ત કુટુંબનાં એ જમાનામાં એમ.એ. સુધીનું શિક્ષણ પામેલાં કૌટુંબિક વડાં સૂરજદાદી અને બી.એ. સુધી ભણેલી ડાહી અને સમજદાર સૌથી નાની પુત્રવધૂ ગં.સ્વ. ગંગા એમ બેઉ જણ જ હાજર છે અને બાકીનાં વીસેક જેટલી સંખ્યામાંનાં નાનાંમોટાં કુટુંબીજનો એસ્ટેટેની વોલ્વો લક્ઝરી બસમાં વહેલી સવારે અંબાજી જવા માટે નીકળી પડ્યાં છે. અંબાજીમાં પૂજાઅર્ચના, માતાજીના ગરબા અને પૂનમની આહ્લાદક રાત્રિની મજા લૂંટીને બીજા દિવસથી તેઓ માઉન્ટ આબુની સહેલગાહ પછી ઉત્તર ભારતની ટુર માટે નીકળી પડવાનાં છે. વહેલી સવારે છેક છેલ્લી ઘડીએ નાદુરસ્ત તબિયતના કારણે કે એવા બહાના હેઠળ સૂરજદાદીએ ટુરમાં ન … More Likes This અંતરના દર્પણથી - ભાગ 1 દ્વારા Violet બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા