ભદ્રંભદ્ર એક દિવસ મહેનતથી થાકી ગયા હતા અને તેમના મનમાં અંધકાર વિરુદ્ધ ભાવના હતી. તેમણે એક અકસ્માતમાં પોતાની બધી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને, ઘેર જવા માટે ઓછા ઉત્સાહ સાથે વિચારો કર્યા. વલ્લભરામ સાથેની ઓળખાણ હોવા છતાં, ભદ્રંભદ્રને ભોજન માટે આમંત્રણ ન મળ્યું, પરંતુ વલ્લભરામના આર્યપક્ષના સમર્થક હોવાની વાતથી ભદ્રંભદ્રની પૂજ્યવૃત્તિમાં સંકોચ આવ્યો. ત્યારબાદ, ત્રવાડી આવ્યા અને વાતચીતનો આરંભ કર્યો, જે પછી તેમણે ભોજન માટે આહ્વાન કર્યું અને રાત્રે રહેવા માટે કહ્યું. ભદ્રંભદ્ર અને તેમની મિત્રોએ આર્યપક્ષના વિજયની વાતો કરવામાં સમય પસાર કર્યો. ત્રવાડીના કહેવાથી વલ્લભરામને તેમની વિદ્વત્તા અને તર્કશક્તિનો ઉપયોગ કરીને આર્યપક્ષનું સમર્થન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. વલ્લભરામે જણાવ્યું કે, પહેલા ઈંગ્લિશ શિક્ષણને સુધારા સાથે જોડવામાં આવતું હતું, પરંતુ જૂની પદ્ધતિના લોકોને મુશ્કેલી થઈ રહી હતી, કારણ કે તેઓ પોતાના વિચારો છોડી દેવા માટે તૈયાર નહોતાં. ભદ્રંભદ્ર - પ્રકરણ - 19 Ramanbhai Neelkanth દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 3.8k 3.2k Downloads 7k Views Writen by Ramanbhai Neelkanth Category હાસ્ય કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન લોકહિતાર્થ પ્રયત્નમાં આજની મહેનતથી ભદ્રંભદ્ર થાકી ગયા હતા અને તેમના મનમાં અંધકાર વિરુદ્ધ કંઈ ભાવ થયો હતો. વળી અકસ્માતને નસીબ મારફત કપાળ જોડે સંબંધ છતાં તેથી તૃપ્ત ન થઈ આજના અકસ્માતે ભદ્રંભદ્રના પગ અને વાંસા સાથે સંબંધ કર્યો હતો. વિધાત્રીના લેખ સરખા ઊંડા લિસોટા ત્યાં પ્રગટ કર્યા હતા અને ભવિષ્ય પડતું મૂકી તાત્કાલિક વેદના ઉત્પન્ન કરી હતી. આ કારણોથી ઘેર જવા તરફ ભદ્રંભદ્રની વૃત્તિ મંદ હતી. પરંતુ વલ્લભરામ સાથે અમારે ઓળખાણ છતાં એટલો પરિચય નહોતો કે ભોજન કરાવે. ’ભોજન તો કરવું નથી માટે રાત્રે અહીં જ રહીએ તો કેમ.’ એવું અને એવી મતલબનું ભદ્રંભદ્રે મને એક-બે વખત પૂછ્યું. પણ વલ્લભરામે ભોજન કરવાની વિનંતી કરી નહિ તેમ રાત્રે રહેવાની સૂચના વિશે પસંદગી પણ બતાવી નહિ. વલ્લભરામ આર્યપક્ષના સમર્થક હોવાથી ભદ્રંભદ્રને તેમને માટે પૂજ્યવૃત્તિ હતી તે નીચી પડી જવાની ધાસ્તીમાં હતી. પણ રાત્રે તારાના ભારથી વળી જઈ પૃથ્વી પર તૂટી પડતા આકાશને દિવસે સૂર્ય આવીને ટેકવી રાખે છે તેમ આ પૂજ્યવૃત્તિનું અધઃપતન થતાં પહેલાં ત્રવાડી આવી પહોંચ્યા અને તેમણે તે વૃત્તિને ઊંચી રાખી. ’કેમ વલ્લભ શોખી ! શી તરકીબ ચાલે છે ’ એમ બોલતાં તેમણે પ્રવેશ કર્યો પણ અમને જોઈ તે બોલતાં અટક્યા. નમસ્કાર કર્યા અને પાસે આવીને બેઠા અને બધી હકીકત ટૂંકમાં સાંભળી લીધી. વલ્લભરામ અને ત્રવાડી બીજા ઓરડામાં જઈ મસલત કરી આવ્યા અને અમને ભોજન કરવાનો તથા રાત્રે રહેવાનો બહુ આગ્રહ કર્યો. હરકત જેવું નહોતું તેથી અમે કબૂલ કર્યું. Novels ભદ્રંભદ્ર ભદ્રંભદ્ર સને ૧૮૮૬માં હું મારા મિત્ર દોલતશંકર સાથે મુંબાઇ ગયો હતો. આપણા દેશનો જૂનો ધર્મ ડુબાવનાર સુધારાવાળાની સામે દોલતશંકર ઠેરઠેર ભાષણ આપતા હતા. ત... More Likes This નાસ્તા વચ્ચે બોલાચાલી દ્વારા Tr Mrs Snehal Rajan Jani Mobile ટુચકાઓ IMTB દ્વારા Ashish ગોરબાપાનો ગળ્યો દાવ: દૂધપાકનો બદલો મોહનથાળથી - 2 દ્વારા Shakti Pandya અંબા મોજ અને લાડુ ની શરત - પ્રકરણ 1 દ્વારા Shakti Pandya એક વિસરાતી રમત - ક્રિકેટ - ભાગ 1 દ્વારા Madhuvan નાઇટ ડ્યુટી - 1 દ્વારા Arry mak મકાન નાં નામ દ્વારા SUNIL ANJARIA બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા