ભદ્રંભદ્ર - પ્રકરણ - 19 Ramanbhai Neelkanth દ્વારા હાસ્ય કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હાસ્ય કથાઓ પુસ્તકો ભદ્રંભદ્ર - પ્રકરણ - 19 ભદ્રંભદ્ર - પ્રકરણ - 19 Ramanbhai Neelkanth દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 693 2.5k લોકહિતાર્થ પ્રયત્નમાં આજની મહેનતથી ભદ્રંભદ્ર થાકી ગયા હતા અને તેમના મનમાં અંધકાર વિરુદ્ધ કંઈ ભાવ થયો હતો. વળી અકસ્માતને નસીબ મારફત કપાળ જોડે સંબંધ છતાં તેથી તૃપ્ત ન થઈ આજના અકસ્માતે ભદ્રંભદ્રના પગ અને વાંસા સાથે સંબંધ કર્યો હતો. ...વધુ વાંચોલેખ સરખા ઊંડા લિસોટા ત્યાં પ્રગટ કર્યા હતા અને ભવિષ્ય પડતું મૂકી તાત્કાલિક વેદના ઉત્પન્ન કરી હતી. આ કારણોથી ઘેર જવા તરફ ભદ્રંભદ્રની વૃત્તિ મંદ હતી. પરંતુ વલ્લભરામ સાથે અમારે ઓળખાણ છતાં એટલો પરિચય નહોતો કે ભોજન કરાવે. ’ભોજન તો કરવું નથી માટે રાત્રે અહીં જ રહીએ તો કેમ.’ એવું અને એવી મતલબનું ભદ્રંભદ્રે મને એક-બે વખત પૂછ્યું. પણ વલ્લભરામે ભોજન કરવાની વિનંતી કરી નહિ તેમ રાત્રે રહેવાની સૂચના વિશે પસંદગી પણ બતાવી નહિ. વલ્લભરામ આર્યપક્ષના સમર્થક હોવાથી ભદ્રંભદ્રને તેમને માટે પૂજ્યવૃત્તિ હતી તે નીચી પડી જવાની ધાસ્તીમાં હતી. પણ રાત્રે તારાના ભારથી વળી જઈ પૃથ્વી પર તૂટી પડતા આકાશને દિવસે સૂર્ય આવીને ટેકવી રાખે છે તેમ આ પૂજ્યવૃત્તિનું અધઃપતન થતાં પહેલાં ત્રવાડી આવી પહોંચ્યા અને તેમણે તે વૃત્તિને ઊંચી રાખી. ’કેમ વલ્લભ શોખી ! શી તરકીબ ચાલે છે ’ એમ બોલતાં તેમણે પ્રવેશ કર્યો પણ અમને જોઈ તે બોલતાં અટક્યા. નમસ્કાર કર્યા અને પાસે આવીને બેઠા અને બધી હકીકત ટૂંકમાં સાંભળી લીધી. વલ્લભરામ અને ત્રવાડી બીજા ઓરડામાં જઈ મસલત કરી આવ્યા અને અમને ભોજન કરવાનો તથા રાત્રે રહેવાનો બહુ આગ્રહ કર્યો. હરકત જેવું નહોતું તેથી અમે કબૂલ કર્યું. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ભદ્રંભદ્ર - પ્રકરણ - 19 ભદ્રંભદ્ર - નવલકથા Ramanbhai Neelkanth દ્વારા ગુજરાતી - હાસ્ય કથાઓ (419) 48.7k 149.1k Free Novels by Ramanbhai Neelkanth બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Ramanbhai Neelkanth અનુસરો