ઇબુચાચા એક પાંસઠ વર્ષનો માણસ છે, જે ગામમાં રોજ સાઇકલ ચલાવીને જાય છે. તે સવારના સમયે બંદગી કરે છે અને સાંજમાં ચા પીવે છે. આજે ઇબુચાચાએ પોતાની સાઇકલને સારી રીતે સાફ કરી છે અને અમીના સાથે શેરપુરના મેળામાં જવાનું નક્કી કર્યું છે, જ્યાં બંને પહેલા મળ્યા હતા. અમીના મસ્તી અને મશ્કરીથી વાત કરતી વખતે, બંનેને એકબીજાનો આનંદ છે. ઇબુચાચા Piyush Jotania દ્વારા ગુજરાતી વાર્તા 20.6k 1.1k Downloads 5.7k Views Writen by Piyush Jotania Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ગામની વાંકીચૂંકી સાંકડી શેરીઓમાંથી ટ્રીન..ટ્રીન..ટ્રીન..ટ્રીન..કરતી એક સાઇકલ રોજ પસાર થાય. સાઇકલ અને તેની ઉપર ઠાઠથી સવાર થયેલા ઇબુચાચા, બંનેનાં દિદાર સરખાં જ હતાં, ખખડધજ. ગ્રામ્ય જીવનનો ધબકાર જીલતાં અને બુઢાપાનાં દિવસોમાં પણ મોજેફકીરીથી જીવતા ઇબુચાચા આખા ગામનાં ચાચા જ કહેવાતાં. સવારમાં વહેલાં ઊઠીને અલ્લાની બંદગી કર્યા પછી અમીનાબેગમનાં હાથનો ટાઢો રોટલો ખાય અને કુરાનની આયાત પઢતાં જાય. શીરામણ પતાવીને પછી શરૂ થાય સાઇકલ સેવા. સુખ-દુ:ખનો સાથી ગણો કે ઇબુચાચાની મિલ્કત, સાઇકલને તો જીવ કરતાં પણ વધુ વ્હાલી હતી. સગ્ગા દીકરાંની જેમ સાચવી રાખેલી સાઇકલ ઇબુ અને અમીના માટે શાહી સવારીથી કમ નથી. પોતાની પ્રાણપ્યારી સાઇકલનાં આગળનાં ટાયરનો પંખો ચાર વખત રીપેર કરાવ્યાં પછી હવે ફિટ ના થાય તેવી દારૂણ પરિસ્થિતિમાં પહોંચી ગયેલ હોવાથી નાછૂટકે માળિયામાં મૂકવો પડ્યો. જોકે અમીના દરરોજ યાદ કરાવે, છતાં જાણીજોઇને નવો પંખો ખરીદવાનું ભૂલી જતાં ઇબુચાચાની આંખોમાં ચોક્કસ કારણ રહેલું છે. હવેલી જેવડાં મકાનમાં નિકાહ કરીને આવેલી અમીના જિંદગીના કેટલાય તોફાનોનો સામનો કરીને તે જીવનનાં છેલ્લા પડાવે પહોંચેલાં ઇબુચાચા સાથે આજે પણ અડિખમ ઊભી છે. અને કદાચ એટલે જ ઇબુચાચા જીવે છે! ઇબુચાચાનો ધંધો તો નાનો અમથો હતો. પણ તે ધંધો કરવાં કરતાં ધર્મ વધુ કરતાં. એટલે પૈસા વધતાં ન હતાં, પણ પ્રેમ જરૂર વધતો હતો. પોતાના સુલેમાનની જેમ બાળકોને પ્રેમ કરતાં ઇબુચાચા ગામમાં હળીમળી ગયાં હતાં. એટલે જ તો અરજણકાકા જેવાં ધર્મચુસ્ત મિત્રનાં ઘરે કળશો પાણી પીવાનો રોજનો વહેવાર હતો. ઇબુ અને અરજણની જોડીને ધર્મની ધાર આજે પણ તોડી શકી ન હતી. તો બીજીબાજુ પોતાની જ કોમનો એક બંદો તેમનાં સપના પૂરાં કરવામાં અડચણરૂપ બને છે. આંખમાં એક સપનું લઇને જીવતાં ઇબુચાચા અમીનાને ખુશ રાખવાં શું કરે છે તેમનું સપનું કેવી રીતે પૂરૂ થાય છે અમીના પણ ઇબુચાચા માટે શું કરે છે તે જાણવા વાર્તા તો વાચવી જ રહી..... More Likes This કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા