શીકાગો સેન્ટ્રલ કોર્ટમાં જજનાં આવવાની રાહ જોવાઇ રહી હતી. પુરા દોઢ વર્ષ અને ત્રણ વાર સમન્સ મોકલ્યા પછી સંભવ કોર્ટમાં વકીલને લીધા વિના હાજર થયો હતો. વકીલ જુડી પેટ સાથે જીઆ પણ હાજર થયેલી હતી. મધ્યસ્થીએ બે વાર પ્રયત્નો કર્યા પણ સંભવ તો લઢી લેવાનાં મૂડ સાથે આવ્યો હતો તેથી જજનાં આદેશ થી હીયરીંગ શરુ થયુ.

Full Novel

1

નદી ફેરવે વહેણ્ - 1

શીકાગો સેન્ટ્રલ કોર્ટમાં જજનાં આવવાની રાહ જોવાઇ રહી હતી. પુરા દોઢ વર્ષ અને ત્રણ વાર સમન્સ મોકલ્યા પછી સંભવ વકીલને લીધા વિના હાજર થયો હતો. વકીલ જુડી પેટ સાથે જીઆ પણ હાજર થયેલી હતી. મધ્યસ્થીએ બે વાર પ્રયત્નો કર્યા પણ સંભવ તો લઢી લેવાનાં મૂડ સાથે આવ્યો હતો તેથી જજનાં આદેશ થી હીયરીંગ શરુ થયુ. ...વધુ વાંચો

2

નદી ફેરવે વહેણ્ - 2

જીઆ કોર્ટમાંથી પાછી ફરી રહી હતી. તેને સમજાતુ નહોંતુ કે તે જે જોવા માંગે છે તે કેમ તેને જોવા મળતુ. તે ઇચ્છે છે તે બધુ આજે તેને મળી ગયુ હતુ..સંભવને આટલી ખરાબ હાર મળી છતા તે ઉદાસ થઇ ગઈ. સંભવને ખોવાનું તેને કેમ ગમતુ નહોંતુ.. જોકે તે તેને મળ્યો જ ક્યાં હતો..તેને મેળવવાનાં બધા પ્રયત્નો તેને હલકી ચીતરતા હતા..તે ગમાર હતી? ના ગળા ડુબ પ્રેમ માં દિવાની થઇને રહેતી હતી અને પ્રેમ પણ સાવ એક તરફી..સંભવ તારી ચાહત નો દુરુપયોગ કરેછે તે શબ્દો જ્યારે મમ્મી બોલી ત્યારે તો તે ચીઢાઇ ગઇ હતી પણ આજનો સંભવ જે ઝેર ઓકતો હતો તે જોયા અને સાંભળ્યા પછી તેને અંદરથી ઉબકા આવતા હતા. ...વધુ વાંચો

3

નદી ફેરવે વહેણ્ - 3

લગ્ન પહેલાની વાત આમ તો સાવ સાદી અને સરળ હતી..એક્દમ જીઆ જીઆ કરતા સંભવ અને સંભવનાં ઘરવાળા પાછળ જ ગયા હતા.અને એમ ડી નું લેબલ કંઈ નાનુ તો ના કહેવાય..રીટાએ સંભવ અને શીલાને બે વખત પુછ્યુ પણ ખરુ.. તમારા કુટૂંબમાં બધા જ ડોક્ટર અને જીઆ તો ડોક્ટર નહીં તો તે તમને કેમ પસંદ પડી? ...વધુ વાંચો

4

નદી ફેરવે વહેણ્ - 4

આઠમે મહીને રીટાને જવાનું નક્કી થતુ હતું ત્યાં શીલા પહોંચી ગઇ. જીઆને તે બીલકુલ જ ગમતુ નહોંતુ..પણ આ કૌટુંબીક તેને ના સમજાયુ. એક્વીસમી સદીમાં અઢારમી સદીની વાતો કરી તે જીઆનું શારિરીક શોષણ જ કરવા માંગતી હતી રીટાએ મોકલેલા ઘી અને વસાણા ની મિઠાઇ તારાથી ના ખવાય કરીને છેલ્લ મહીનાઓમાં અપાર દુઃખ આપવાનાં પ્રયત્નો કરી બરોબર લલીતા પવારનો રોલ ભજવ્યો.. ...વધુ વાંચો

5

નદી ફેરવે વહેણ્ - 5

રીટા મમ્મી આવી અને પહેલી જ નજરે બોલી “આતો અદ્દલ સંભવ જેવી જ છે.” વહાલ્થી સહેલાવી અને જાણે કેમ સમજણ પડતી હોય કે આ નાની મા છે તેમ ચુપચાપ માણતી રહી..જો કે શીલાનાં હાથમાં જ્યારે જતી ત્યારે દસેક સેકંડમાં જ રડવા માંડતી. કદાચ સમજતી હશે કે દાદીમા તેને જીઆની છોકરી સમજે છે અને નાની મા એને પોતાની છોકરી સમજી વહાલ કરે છે. ...વધુ વાંચો

6

નદી ફેરવે વહેણ્ - 6

જીઆ મમ્મીના ગયા પછી ડાયરીમાં લખવા બેઠી. મમ્મી બે વાત સહજ રીતે સમજાવી ગઇ. કોઇ તમારું શોષણ ત્યારેજ કરી શકે તમે તે થવા દો. ડર-કશુંક ખોવાનો માણસને ડરપોક બનાવે છે. સંભવ શીલા મમ્મીને એટલા માટે માને છે કારણ કે તેને ભવિષ્યમાં વારસો ન મળે તે ડર છે. સંભવ જાતે કમાતો થાય તો જેટલી સંપતિ સુરપાપાએ પેદા કરીછે તેથી વધુ તે પેદા કરી શકે છે. તેની પાસે બધીજ તાલિમ છે આવડત છે . પછી એને કામ કરવાની જરુરત નથીનું ઓસડીયુ કેમ પીવાનું? ...વધુ વાંચો

7

નદી ફેરવે વહેણ્ - 7

જીઆ તટસ્થતાથી વિચારતી રહી. મમ્મીની વાત સાથે તેનુ મન સહમત નહોંતુ થતુ..પણ એટલી સૌમ્યતાથી રીટાએ તેને માર્ગદર્શન પણ આપ્યુ તેના કથન ને ખંડીત પણ કર્યુ. વિધાતાનાં વિધાનો જુદા છે. દરેક જણાનો જન્મ સમય જુદો, બુધ્ધી શક્તિ જુદી, વિકાસનું સ્તર અલગ અને પરિસ્થિતિ જુદી એ વાત તો તેને સમજાઇ પણ આ ઘટના શીલાને કોણ સમજાવે? તેમણે તેમના શરુઆતમાં વેઠેલી દરેક વાતો મારે વેઠવીજ જોઇએ તેવુ તેમનું માનવુ ખોટુ છે. સુર પપ્પા એ તેમને યોગ્ય રીતે ના જાળવ્યા એટલે સંભવે પણ એમ જ વર્તવાનુ એ વાત કેટલી અયોગ્ય છે? ...વધુ વાંચો

8

નદી ફેરવે વહેણ્ - 8

છ મહીના બાદ સેંટ લુઇ થી ઇ મેલ આવ્યો. સંભવ નો બે લીટી નો સંદેશો.. તેને સેંટ લુઇમાં જોબ ગઈ છે.. વાર્ષિક પગાર ૪ લાખ છે. હવે તે સોનીને લેવા આવી રહ્યો છે. રીટા અને સંવાદ તો આ ઇ મેલ જોઇને ખડખડાટ હસ્યા..જીઆને જોકે પપ્પા મમ્મી કેમ હસે છે તે ના સમજાયુ એટલે પુછ્યુ “ કેમ આટલુ બધુ હસવુ આવ્યુ?” ત્યારે રીટા કહે “કૌઆ ચલા હંસ બનકે” ...વધુ વાંચો

9

નદી ફેરવે વહેણ્ - 9

સંવાદે ફીનીક્ષ ફોન કરીને સુર પટ્ટણી ને જણાવ્યુ અને કહ્યું સંભવે આખરે પોતાની જાત બતાવી દીધી. હવે જીઆની કે ની નજદીક ૫૦૦ ફીટ સુધી તમારામાં થી કોઇ દેખાશે તો રીસ્ટ્રૈન ઓર્ડર મુજબ જેલમાં જવાની તૈયારી રાખજો. લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. સુર એજ દબાયેલા અવાજે બોલ્યો.. “હું શું કરુ?શીલા અને સંભવ મને સાંભળતા નથી” ...વધુ વાંચો

10

નદી ફેરવે વહેણ્ - 10

સેંટ લુઇ થી ફીનીક્ષ જ્યારે સંભવ ફ્લાય કરતો હતો ત્યારે તેને પહેલી વખત લાગ્યુ કે પપ્પા તેને બહુ ચાહે અને તેના પરાક્રમોથી વારંવાર દુઃખી થાય છે. તેને ફરિયાદ હતી કે પપ્પા જીઆની વાત વધુ માને છે અને તેથી શીલા મારો સંભવ કહીને પક્ષ લેતી હોય છે. તેની વિચાર ધારાએ વહેણ બદલ્યુ આ ઉંમરે તેની સાથેના બધા કુટુંબ અને કામમાં સ્થિર થઇ ગયા હતા અને તે અસ્થિર આવકોમાં જીવતો હતો. તેનામાં રહેલ પુરુષ અહંમ જાગી ગયેલો હતો અને તેથી તે જુદા જુદા સ્તરે તેનુ ધાર્યુ કરતો પણ મમ્મીને કહેતો હું તું કહે છે તેમ કરુ છું. ...વધુ વાંચો

11

નદી ફેરવે વહેણ્ - 11

સંવાદ ને સમાચાર મળ્યા કે સુર પટ્ટણી ને હાર્ટ એટેક આવ્યો ત્યારે ખબર પુછવા ફોન કર્યો. શીલાએ ફોન લીધો આદત વશ તે બધુ બોલવા બેસી ગઇ..જીઆને કારણે તેમને એટેક આવ્યો અને ઠંડા અવાજે સંવાદે કહ્યું હજીયે જીઆને દોષ દો છો? તમારા સુપુત્રના કરતૂતને ક્યાં સુધી છાવર્યા કરશો? અને શીલા એકદમ છુટ્ટા મોઢે રડી પડી. થોડાંક ડુસકાં વહી ગયા પછી રીટાએ ફોન લીધો.” તમારે તો આ સમયે મજબુત થવાનુ છે.. તમે ઢીલા પડો તે ના ચાલે”. ...વધુ વાંચો

12

નદી ફેરવે વહેણ્ - 12

સુર પટ્ટણી ને આટલા ગુસ્સામાં સંભવે કદી જોયો નહોતા તેથી સંભવ અને શીલા એ ચુપકીદી પકડી લીધી. મકાન વેચાયુ તરત જ ભારત જવાની ટીકીટ લેવાવાની તૈયારી થઇ ત્યારે શીલા અને સંભવની પણ ટીકીટ થઇ. અમદાવાદ ખાતે મકાન લેવાયુ અને ગાયનેકોલોજીની પ્રેક્ટીસ માટે અને હોસ્પીટલ માટે પણ જગ્યા લેવાઇ. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો