મરુભૂમી ની મહોબ્બત

(533)
  • 78.1k
  • 60
  • 30.8k

*****@@@@@@ ભાગ 1  @@@@@@****હું ભૂજથી બાળમેર જતી બસમાં બેઠો હતો. મારી આસપાસ સૌ વડીલ લોકો જ હતા. મોટાભાગના તો કદાચ રાજસ્થાની હતા એનો ખયાલ મને એમણે પહેરેલી લાલ પીળી પાઘડીઓથી આવતો હતો. રાધનપુર બસસ્ટેન્ડ મા બસ દશેક મીનીટ ઉભી રહી પણ ત્યાં સુધીમાં તો મને ઓરિજિનલ ઈન્ડિયા નુ દર્શન થયુ હતું. એ વખતે રાધનપુર બસસ્ટેન્ડની હાલત નરકથીયે બદતર હતી. એક તો ગરમીની સિઞન અને ઉપરથી કમબખ્ત ડોસાઓને બીડી પીવાની મોજ પણ બસમાં બેઠા પછી જ આવે. એક તરફ પસીનાથી શરીર લથબથ થતુ હોય અને બીજી તરફ બીડીઓના ધૂમાડાથી ગભરામણ થાય. અધુરામા પુરુ વિશ્વની સૌથી મોટી જનસંખ્યા ધરાવનારી આપણી પ્રજા બિચારી

નવા એપિસોડ્સ : : Every Sunday

1

મરુભૂમી ની મહોબ્બત - 1

*****@@@@@@ ભાગ 1 @@@@@@****હું ભૂજથી બાળમેર જતી બસમાં બેઠો હતો. મારી આસપાસ સૌ વડીલ લોકો જ હતા. મોટાભાગના તો રાજસ્થાની હતા એનો ખયાલ મને એમણે પહેરેલી લાલ પીળી પાઘડીઓથી આવતો હતો. રાધનપુર બસસ્ટેન્ડ મા બસ દશેક મીનીટ ઉભી રહી પણ ત્યાં સુધીમાં તો મને ઓરિજિનલ ઈન્ડિયા નુ દર્શન થયુ હતું. એ વખતે રાધનપુર બસસ્ટેન્ડની હાલત નરકથીયે બદતર હતી. એક તો ગરમીની સિઞન અને ઉપરથી કમબખ્ત ડોસાઓને બીડી પીવાની મોજ પણ બસમાં બેઠા પછી જ આવે. એક તરફ પસીનાથી શરીર લથબથ થતુ હોય અને બીજી તરફ બીડીઓના ધૂમાડાથી ગભરામણ થાય. અધુરામા પુરુ વિશ્વની સૌથી મોટી જનસંખ્યા ધરાવનારી આપણી પ્રજા બિચારી ...વધુ વાંચો

2

મરુભૂમીની મહોબ્બત - 2

તમારી આસપાસ હજ્જારો રંગીન ફુલો ખીલી ઉઠ્યા હોય એવો રોમાંચક અહેસાસ તમને કયારેય થયો છે..? દુર પેલા આકાશમાં રહેલો રાતોરાત તમારી અમાનત બની ગયો હોય એવા ફીલિંગ માંથી તમે કયારેય પસાર થયા છો..? હદયમાં આવો જ કૈક થનગનાટ લઈ ને હું ધોરા પરથી નીચે ઉતરી રહ્યો હતો.. એ મારી ચઢતી યુવાનીનો આવેગ હતો કે કોઈ બાલીશપણાની નિશાની હતી..! એ સૌંદર્ય પરત્વેનુ પુરુષસહજ આકર્ષણ હતુ કે પછી વરસોથી દબાવી રાખેલી લાગણીઓની ભરતી હતી..! હું કશુજ સમજી શકતો નહોતો.. મે એના ચહેરાને ધારીને જોયો હતો. એ રૂપાળુ મુખડુ મારા અંતરાત્મા ની અંદર વસી ગયું હતુ.. એને મેળવ્યા વગર મને ચેન નહોતુ ...વધુ વાંચો

3

મરુભૂમી ની મહોબ્બત - 3

@@@@@ ભાગ - 3 @@@@@બાળમેર જિલ્લા ના રણવિસ્તાર ના ગામ ના ધોરા પર એક અજાણી યુવતી સાથે હું સ્મિત ખોલીને વાત કરી રહ્યો હતો. એ સવાર કેટલી સોહામણી હતી..! મહેક એક ઞાટકા સાથે ઉભી થઇ ત્યારે મને લાગ્યું કે ઉતાવળ મા કશુંક બફાઈ ગયું છે..! સાચું કહું તો હું મને પ્રેમ કરતાં નથી આવડતું. રહેણી કહેણી મા હું ખુબ જ સ્પષ્ટ માણસ છું એટલે, દાવપેચ બિલકુલ ફાવતા નથી. મે મારુ અંતર એ રુપયૌવના સામે ખોલી નાખ્યું હતું. "મને લાગે છે.. હવે, મારે જવું જોઈએ.."એ પોતાના ચણીયા પરથી રેત ખંખેરી બોલી. ...વધુ વાંચો

4

મરુભૂમીની મહોબ્બત - 4

@@@@@@@ ભાગ - 4 @@@@@ "મહેક એક શ્રાપિત ઔરત છે..."મિતલના શબ્દો મારા કાનમાં ગુજી રહ્યા. મિતલ જેવી ભણેલી ગણેલી છોકરી ના મુખેથી આવાં શબ્દો સાભળી મને હસવું આવી ગયું હતું પરંતુ, મિતલ ની વાતમાં ભારોભાર તથ્ય હતું એની જાણ મને પાછળ થી થઈ. મિતલ ફક્ત મારી બહેન જ નહોતી.. મારી અચ્છી દોસ્ત પણ હતી. કેટલીય એવી વાતો.. જે હું બીજા કોઈ સામે કહી શકતો... મિતલ સમક્ષ સાવ હળવો ફુલ થઈ જતો. અમારા ભાઈ બહેન ની કેમીસ્ટ્રી એવી જોરદાર હતી. એ કોઈ મામુલી યુવતી નહોતી.. સૌદર્ય ...વધુ વાંચો

5

મરુભૂમીની મહોબ્બત - 5

@@@@@@ ભાગ : 5 @@@@@@ તમારી જિંદગી જયારે કોઈ મોટા અચિવમેન્ટ તરફ આગળ હોય ત્યારે સંઘર્ષ પરાકાષ્ઠાએ હોય છે. મારી જિંદગી ના હસતાં ખેલતાં દિવસો પુરા થયાં હતાં અને જબરદસ્ત કશ્મકશ મારી સામે આવી રહી હતી. હું ફક્ત એક મેઈલ ની રાહ જોઇ રહ્યો હતો. મારુ દિલ મહેક માટે તલસી રહ્યું હતું.મારી બહેન મિતલે મારા માથામાં રીતસર ના ઘણ ફટકાર્યા હતાં એમ કહું તોય અતિશયોક્તિ ન કહેવાય. મહેક શાપિત ઔરત છે.. મહેક રાજકુમારી મુમલનો બીજો અવતાર છે..છટ.... ...વધુ વાંચો

6

મરુભૂમીની મહોબ્બત - 6

@@@@@ ભાગ : 6 @@@@@ હું નર્સરી ની બહાર નીકળ્યો ત્યારે એ જ ઓકતી ગરમી શરૂ થઈ હતી. સાચું કહું તો મે છેલ્લા કેટલાક વર્ષો અમનચમન મા વીતાવ્યા હતાં. મારો ઉછેર રણપ્રદેશ મા થયો છે અને મે ગ્રેજયુએશન પણ રાધનપુર કોલેજ થી કર્યું હતું.. એટલે, રણ તો મારા અસ્તિત્વ સાથે જોડાઈ ગયું હતું. આમ છતાં, મારે હાયર એજયુકેશન માટે અમદાવાદ જવુ પડેલું અને ત્યાં થી ક્રાઈમ બ્રાન્ચ ની સ્પેશિયલ એકઝામ અને ટ્રેનીંગ માટે દિલ્હી.... એટલે, રણ છૂટી ગયું હતું અને હું અલગ જ પરિવેશમાં વિચરતો થયો.એટલે જ આ ગરમી મને દઝાડી રહી હતી. મારા હાથરુમાલ વડે હું ...વધુ વાંચો

7

મરૂભુમીની મહોબ્બત - 7

@@@ ભાગ 7 @@@ અમારા મા મેરેજ પહેલાં રિવાજ નથી હોતો પરંતુ, જમાનાની હવા બદલાય એમ વડીલો થોડાં ઉદાર બનતાં જાય છે...અમારા ખાનદાન મા આ પરંપરા તોડનાર હું પહેલો હતો. હીના સાથે સ્પેશિયલ ડિસ્કસ કરી હું કચ્છ ગયો હતો. આ દરમિયાન હીના બાળમેર જ રહેવાની હતી. મિતલ પણ કચ્છ આવી રહી હતી. ભૂજ ખાતે એક ભવ્ય પાર્ટી પ્લોટમાં શાહી મેરેજ નું આયોજન થયું હતું.એ રાત ને જાણે.. રોશની થી શણગારવામાં આવી હતી. મારા સસરા ના નજીક ના સંબંધી ના પુત્રી ના લગ્ન હતાં. આવાં મસ્ત વાતાવરણમાં એક ખુણે મખમલી ખુરશીઓ મા હું ...વધુ વાંચો

8

મરુભૂમીની મહોબ્બત - 8

@@@@@ ભાગ : 8 @@@@@ હીનાની ધારણા સાચી પડી હતી. એક ભયંકર ધમાકો થયો હતો. એ રવિવાર નો ગોઞારો દિવસ હતો. અમદાવાદ ના હાઈપ્રોફાઈલ મોલની અંદર ઘુસીને બે આતંકવાદી ઓ એ લોહીની હોળી ખેલી હતી. રાતના નવ વાગ્યા ની આસપાસ નો સમય હતો. મોલની અંદર સુપર સન્ડે માણવા એકત્ર થયેલ શહેરીજનો ને બિચારાઓ ને અંદાજ પણ કયાથી હોય કે એમની સાથે શું બનવાનું છે..?.આમ પણ રવિવારે મોલમાં ભીડ વધારે હોય છે. સૌ શોપિંગ મા મશગૂલ હતાં બરાબર એ જ સમયે મેઈન ગેટ આગળ એક વાન આવી ઉભી રહી. એમાંથી ...વધુ વાંચો

9

મરુભૂમી ની મહોબ્બત - 9

@@@@@ ભાગ : 9 @@@@@ અમદાવાદ ઈન્વેસ્ટીગેશન ખતમ કરી હું અને હીના બાળમેર પરત ફર્યા હતા. અમે સીધા જ મિતલના ઘેર નિમ્બલા ગયા. સવાર ના પાચ વાગ્યા હતા. આખી રાત ડ્રાઇવિંગ કરવાને લીધે હું થાકયો હતો. મને ઉઘવાની ઈચ્છા થઈ આવી પરંતુ, હીના જાગતી હતી ત્યાં સુધી સુવાનો સવાલ જ ન ઉઠે.. એ વળી પાછી બૂમો પાડવાની શરૂ કરે. " ઓહ.. સ્મિત.. હું એક છોકરી થઈ ને જાગુ છું અને તું..! " એથી મે મિતલ પાસે થી પાણી મંગાવી મોઢું ધોયુ. અમે અમારા સ્વાર્થ માટે આ બિચારા પતિ પત્ની ને પરેશાન ...વધુ વાંચો

10

મરુભુમીની મહોબ્બત - 10

@@@@@ ભાગ : 10 @@@@ મહેક ની મુલાકાત પછીની પળો મે ભારે અજંપાભરી વીતાવી હતી. આ ગામ નો જે યુવાન મહેકના પ્રેમ ખાતર મોતને ભેટયો હતો એ જ યુવાન આતંકીઓ ને સપોર્ટ કરતો હતો.મારા દિમાગ ની નસો ફાટતી હતી. અચાનક મારા મગજમાં ઞબકારો થયો. નખતસિહ સોઢા... આ રાજપૂત મને યાદ આવી ગયો. મારે કમ્પલીટ ઈન્ફર્મેશન જોઈતી હતી. સોઢાઓ નો કસ્બો નજીક જ હતો.મે એ તરફ કદમ ભર્યા. હવે ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ...વધુ વાંચો

11

મરુભૂમી ની મહોબ્બત - 11

ભાગ : 11 મે જીવનમાં બીજી જેસલમેર મા પગ મુકયો હતો.અગાઉ ફક્ત ફરવા આવેલો.એ વખતે આખમા કુતૂહલ હતું..600 વર્ષ પુરાણો ભાટી રાજપૂતો નો કિલ્લો...પટવાની હવેલી..ગડીસર તળાવ... ડેઝર્ટ... આ બધું બે દિવસ મા જોઈને હું નીકળી ગયેલો... અત્યારે હું જેસલમેર ની બજારમાં હતો.શહેરની મધ્યમાં હીનાએ એક હોટેલમાં રુમ બુક કરાવી હતી. જયાં સુધી ઈન્વેસ્ટીગેશન ખતમ ન થાય ત્યાં સુધી અમારે અહીં જ રહેવાનું હતું. હું નિમ્બલા થી નિકળ્યો ત્યારે મે મિતલ ને તમામ હકિકતો થી વાકેફ કરી હતી. એ ટી એસ મા મારું સિલેક્શન થયું છે એ ...વધુ વાંચો

12

મરુભૂમી ની મહોબ્બત - 12

ભાગ : 12 જેસલમેર ની હોટેલમાં હું હીના રોકાયા હતાં.એ રાત્રે અમારા ચીફ શ્રીવાસ્તવ સાહેબ આવ્યા હતા અને એક સ્પેશિયલ મિશન માટે અમને તૈયાર કર્યા હતા. વહેલી સવારે અમારે લોદરવા રાજકુમારી મૂમલ મહેલ ની મુલાકાતે નીકળવાનું હતું જો કે અમને એ વખતે ખબર નહોતી કે મૂમલ મહેલ ના ફક્ત અવશેષો જ બચ્યાં છે.ખેર, ભારે તણાવ મા અમે ઘોર્યા હતાં. સવાર પડી. અમે ફટાફટ તૈયાર થઈ ને બહાર નીકળ્યા. અમને બેય ને હોટલ નો સ્ટાફ ફાટી આખે જોઈ રહ્યો હતો. હીના ચેક્સ શર્ટ અને જીન્સ મા જામતી હતી. હું પણ ...વધુ વાંચો

13

મરુભૂમી ની મહોબ્બત - ૧૩

ભાગ :13 ખુબ જ નિરાશ વદને અમે પરત ફર્યા હતા. હીના અકળાઈ હતી.લોદરવા ખાસ્સી અપેક્ષાઓ સાથે અમે ગયા હતા પણ, પરિણામ શૂન્ય આવ્યું હતું.જો કે એ વખતે અમને ખ્યાલ નહોતો કે અમારી આખરી મંઝિલ તો રાજકુમારી મુમલ ની મેડીના એ અવશેષો જ હતાં. ખેર, હીના ને ગુસ્સો આવ્યો હતો. એ જયારે નિષ્ફળ જતી ત્યારે ઘવાયેલી સિહણ બની જતી. " સમથિંગ રોન્ગ.... સ્મિત... કશુંક બફાઈ રહ્યું છે " જેસલમેર હોટેલમાં રુમ ની અંદર બેડ ઉપર હાથમાં તકીયો લયીને મુઠીઓ પછાડતી એ બબડતી રહી.એને બેચેની ખોટી પણ નહોતી. આઈ બી એ ...વધુ વાંચો

14

મરુભૂમી ની મહોબ્બત - 14

ભાગ : 14 જેસલમેર થી નિમ્બલા વચ્ચે નો સમય ભારે તનાવ મા વીતાવ્યો હતો.હીના મારી સીનીયર ઓફિસર હતી.એનાં આદેશ નું પાલન કરવું એ મારી ફરજ હતી પરંતુ, એ બિચારી છોકરી ને કયાથી ખબર હોય કે મારો પગ કેવાં કુડાળા મા પડ્યો છે. જે છોકરી ને હું દિલોજાનથી ચાહતો હતો એની ઉલટતપાસ કેવી રીતે કરી શકું..? સાચે જ હીના એ મને ધર્મસંકટ મા મુકી દીધો હતો.મારી સમસ્યા એ હતી કે હું હીના સમક્ષ સાચી હકિકત જણાવી શકું એમ નહોતો. અમારા ફિલ્ડમાં લાગણીઓ એટલે કમજોરીઓ... અને, કમજોરીઓ એટલે દુખતી નસ.. એ ટી ...વધુ વાંચો

15

મરુભૂમી ની મહોબ્બત - 15

ભાગ : 15 મરુપ્રદેશ ની મધરાત બરાબર ની જામી હતી.નર્સરીમાં ચોમેર પથરાયેલ હતો.મે જોયું કે મિતલ અનિલ સૂઈ ગયા છે એટલે હું હળવેથી ઉભો થયો. કીચનમા જયીને પાણી પીધું. ત્યારબાદ મારી બેગમાં થી એક ચાવી નીકાળી. આજે રાત્રે મારે જેતપાલ ના ઘરની તલાશ કરવાની હતી.હીના ની કામ કરવાની પધ્ધતિ આગવી હતી.ડિફેન્સ ડિપાર્ટમેન્ટ તરફથી અમને આ કેસને લગતી તમામ બાબતો ઉપર ઓપન ઈન્કવાયરી કરવાના ટોટલ રાઈટ્સ અપાયાં હતાં. હાઇકોર્ટે.. હાઇકમાન્ડ તરફથી પણ અમને છૂટો દૌર અપાયો હતો. ધોળા દિવસે બેહિચક અમે જેતપાલ ના સીલ મકાન નું તાળું ખોલીને તપાસ કરી શકયા હોત... અમને કોઈ રોકટોક નહોતી ...વધુ વાંચો

16

મરુભૂમી ની મહોબ્બત - 16

ભાગ : 16 જેસલમેર ની જે હોટેલમાં અમે ઉતર્યા હતાં એ હોટેલમાં બે આતંકીઓ દેશવિરુદ્ધ ષડ્યંત્ર રચી રહ્યા હતા.જો કે એ વાત ની ખબર અમને ખુબ પાછળ થી પડી. હું અને વિક્રમસિંહ જેસલમેર પહોંચ્યા એ દરમિયાન એ ખતરનાક ઓફિસરે મારી આખીય કુડળી કાઢી લીધી હતી. હું કેવાં બેકગ્રાઉન્ડમાં થી આવું છું. મારા વર્તમાન સમયમાં હું કેવાં કેવાં લોકોથી હળુમળુ છું.. વગેરે વગેરે.... વિક્રમસિંહ અત્યારે સૂટ બુટમા હેન્ડસમ લાગી રહ્યા હતા આટલાં દિવસ ની વધારેલી દાઢી નીકળી અને એક ચુસ્ત, પરફેક્ટ ઓફિસર નો ચહેરો મારી સામે આવ્યો હતો. એમની મૂછોના ...વધુ વાંચો

17

મરુભૂમી ની મહોબ્બત - ૧૭

ભાગ : 17 વિક્રમસિંહ રાઠોડ રાજકુમારી મુમલની મેડી ગયા અને અમે નિમ્બલા પહોંચ્યા. મને પણ હવે કેટલીક બાબતો નો અંદાજ આવતો જતો હતો.હું વિચારી શકતો હતો કે આ વિસ્તારમાં ટેરિરિઝમ એકટીવીટી સ્ટાર્ટ થઈ એમાં કેવા કેવા પ્રકારના લોકોને ફાયદો થાય...! મહેકના પિતા ને હું કયારેય મળ્યો નહોતો. મે જેતપાલ અને મહેકના પિતા સોહનજી ના મૈત્રી સંબંધ વિશે ખાસ્સી વાતો સાભળી હતી. સોઢા રાજપૂત નખતસિહ મારા મિત્ર બન્યા હતા. એમણે મને જણાવ્યું હતું કે સોહનજી એ જેતપાલ ના ખભે બંદુક રાખી પોતાની હુકુમત વિસ્તારી હતી.રણવિસ્તાર ના આ ગામડામાં ગણીને ચાર ...વધુ વાંચો

18

મરુભૂમી ની મહોબ્બત - ૧૮

ભાગ : 18 બાળમેર જિલ્લાના એક રેગીસ્તાની ગામડામાં મારી માશુકા મેડીએ હું બેઠો હતો. મારી બાજુમાં હીના બેઠી હતી. મારી સામે મહેકના પિતા સોહનજી હતાં. મહેક પાણી લઈ ને ઉપર આવી અને મારું હદય એક ધબકારો ચુકી ગયું. એણે વ્હાઈટ નાઈટી અને ગ્રીન ટી શર્ટ પહેર્યું હતુ પરિણામે આખાય દેહમાંથી દેખાતી ઘાટીલી અંગસૃષ્ટિ મનને બહેકાવવા નું નિમિત્ત પાર પાડતી હતી. એનાં ગળામાં, હાથમાં, પગમાં બાધેલ કાળાં દોરા કોઈને પણ પહેલી નજરે વિસ્મય મા મુકી દે... મને પણ નવાઈ લાગતી હતી કે આટલાં બધાં દોરાધાગા દેહ સાથે લટકાવી રાખવાનો ...વધુ વાંચો

19

મરુભૂમી ની મહોબ્બત - ૧૯

ભાગ : 19 " ઓફિસર તમે મને,મારા ડિપાર્ટમેન્ટને અને મારા દેશને છેતરી રહ્યા છો... સોરી, હું તમારી સાથે કામ નહીં કરી શકું.." મારી પ્રિય દોસ્ત હીના તરફથી છૂટેલા એ શબ્દો હતાં. મારી કમજોરીનો મોટો ફિયાસ્કો થયો હતો. હું આખી દુનિયાને છેતરી શકું પણ,હીના ને નહીં... એ વાતની મને ખબર હતી. એનાં જેવી ટેલેન્ટેડ ઓફિસર ની બાજ જેવી નજરથી કશુંય બચી શકશે નહીં એનો મને અંદાજ તો હતો જ પરંતુ, હું જાણી જોઈને જુગાર ખેલી રહ્યો હતો. સોહનજીની મેડી ઉપર મે અને મહેકે કરેલી મુક આપલે ને એ ચાલાક ...વધુ વાંચો

20

મરુભૂમી ની મહોબ્બત - ૨૦

" પ્રકરણ : ૨૦ " "હીના..આઈ એમ સોરી.."મેં આ શબ્દો કહ્યા ત્યારે હીના બાળમેર જેસલમેર હાઈવે પર ગાડી ચલાવી હતી.એ ડ્રાઈવિંગ સીટ પર હતી.હુ એની બાજુની સીટ પર હતો. મારા એ શબ્દોથી એને કશો ફેર પડ્યો નહોતો.એ બને તેટલું જોરથી એકસીલેટર દબાવીને બેસી ગઈ હતી. આ હાઈવે પર આટલી ઝડપે ગાડી ચલાવી શકો એનું કારણ એક જ હતું કે ટ્રકો અને વોલ્વો સિવાય બીજાં કોઈ વાહનો સામેથી આવતા દેખાતાં નહીં.વધુમા વધુ તમને આર્મીની ગાડીઓ મલે..એ સિવાય રસ્તાની બેય બાજુ ઉડતી ધૂળની ડમરીઓ તેમજ છુટાછવાયા ગામડાં... અથવા તો દુર દુર દેખાતી પવનચક્કીઓ.. " હીના..મને એમ કે તને ખોટું લાગશે...બાકી ...વધુ વાંચો

21

મરુભૂમી ની મહોબ્બત - ૨૧

" આવી સુરંગોનો ઉપયોગ મોટાભાગે શત્રુઓથી બચવા થતો..." ચીફ શ્રીવાસ્તવ સાહેબનાં એ શબ્દો હતાં. હું,હીના, રાઠોડ,ચીફ શ્રીવાસ્તવ સાહેબ, ભારતીય પુરાતત્વ વિભાગની ટીમ વગેરે સૌ મુમલની મેડી આસપાસ ટોળે વળીને ઊભા હતા. રાજકુમારી મુમલને ભુગર્ભમાં આવી સુરંગ ખોદાવવાની જરૂર કેમ પડી..? એ સવાલ સૌને સતાવતો હતો. મુમલના સમયમાં લોદ્રવા એક શાંત સ્ટેટ ગણાતું.એક યુવતી જ્યાંની રાજા હોય એનું દુશ્મન કોણ બને..? હા, એનાં પ્રેમી થવા ઘણાં તૈયાર હતાં.પરંતુ,આખરે મુમલ મહેન્દ્રસિંહની બની હતી.એ ટ્રેજડી દરમિયાન જ આ સુરંગની રચના થઈ હશે.. એવું સૌએ તારણ નિકાળ્યુ. અમારી સાથે રાજસ્થાનના ઈતિહાસનાં અભ્યાસુ પ્રોફેસર ખમારસાહેબ હતાં.એમનુ કહેવું ...વધુ વાંચો

22

મરુભૂમી ની મહોબ્બત - ૨૨

જેસલમેરની હોટેલમાં અમારા ચીફ સાથે સિક્રેટ મીટીંગ પતાવી અમે છુટા પડ્યા હતા. અમે નિમ્બલા જઈ રહ્યા હતા.મને એમ કે પાછાં ફરતી વખતે હીના મારી સાથે વાતચીત કરશે પણ, એ પાણીદાર યુવતીએ ફરીથી પોતાના ચહેરા પર ગુસ્સો લાવી મને પરેશાન કરી મુક્યો હતો. " હીના..હવે શું છે..? " મને સમજાતું નહોતું કે મારે આ છોકરીને કેમ મનાવવી. " એક કામ કરો ઓફિસર..તમે બાળમેર સત્યદેવજીને મલી આવો..મારે સોહનજીની ફરીએકવાર મુલાકાત કરવી પડશે.." હીના કડક સ્વરે બોલી. " એ તો જશુ મલવા પણ તું મારી સાથે દોસ્તની ભાષામાં વાત ન કરી શકે..? " હું એની સામે દયામણી નજરે જોઈને બોલ્યો. " આપણે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો