તેણી સાડીનો પાલવ લહેરાવી, આગળનો અને બાજુનો કમનીય દેહ ઉભાર દેખાય તેમ સહેજ ત્રાંસી થઇ, લોભામણું સ્મિત કરી ઉભી રહી ગઈ. “લાઈટ ફુલ. વ્હાઈટ કર્ટેઇન. કેમેરા ઓન. કલેપ પ્લીઝ.” ડાયરેક્ટરનો અવાજ ગુંજી ઉઠયો. ખટાક કરતો કલેપ બોર્ડ પછાડવાનો અવાજ આવ્યો. એક શોટ લેવાયો. “ માર્વેલસ. હજુ વધુ સરસ થઇ શકે છે. લેટ્સ ટેઈક અનધર શોટ.” પ્રસન્નતા સાથે સંપૂર્ણતાના આગ્રહી ડાયરેક્ટરે આદેશ આપ્યો. તેણીએ મેકઅપ ઠીક કર્યો. વાળ ફરી ઓળ્યા. અરીસામાં જોઈ સ્મિતની ફરી પ્રેક્ટિસ કરી. પોતે પાતળી કમર અને યૌવનના ઉભાર સાથે ઘરેનાઓ લાઇટમાં ચમકે તે રીતે ઉભી રહી. "સુંદર. બસ, સહેજ ત્રાંસાં થાઓ.. પ્રકાશ સામે જુઓ. સાડીનો પાલવ બરાબર
Full Novel
એસેટ - ભાગ 1
તેણી સાડીનો પાલવ લહેરાવી, આગળનો અને બાજુનો કમનીય દેહ ઉભાર દેખાય તેમ સહેજ ત્રાંસી થઇ, લોભામણું સ્મિત ઉભી રહી ગઈ. “લાઈટ ફુલ. વ્હાઈટ કર્ટેઇન. કેમેરા ઓન. કલેપ પ્લીઝ.” ડાયરેક્ટરનો અવાજ ગુંજી ઉઠયો. ખટાક કરતો કલેપ બોર્ડ પછાડવાનો અવાજ આવ્યો. એક શોટ લેવાયો. “ માર્વેલસ. હજુ વધુ સરસ થઇ શકે છે. લેટ્સ ટેઈક અનધર શોટ.” પ્રસન્નતા સાથે સંપૂર્ણતાના આગ્રહી ડાયરેક્ટરે આદેશ આપ્યો. તેણીએ મેકઅપ ઠીક કર્યો. વાળ ફરી ઓળ્યા. અરીસામાં જોઈ સ્મિતની ફરી પ્રેક્ટિસ કરી. પોતે પાતળી કમર અને યૌવનના ઉભાર સાથે ઘરેનાઓ લાઇટમાં ચમકે તે રીતે ઉભી રહી. "સુંદર. બસ, સહેજ ત્રાંસાં થાઓ.. પ્રકાશ સામે જુઓ. સાડીનો પાલવ બરાબર ...વધુ વાંચો
એસેટ - 2
2. તેણી ઘેર જઈને સ્વસ્થ થઈ સોફામાં આડી પડી. આરામ કરતાં કરતાં પણ કોઈ ફેશન મેગેઝિનનાં પૃષ્ઠો રહી. તેણીના રસ પણ હવે મોડેલિંગની દુનિયાને જ સ્પર્શે તેવા બની ગયેલા. જયારે પણ તે નવરી પડે, મોડેલિંગ કરતી વખતે ડ્રેસ અને અભિનય વિશે કેટલાક દિશાનિર્દેશો વાંચતી. લગભગ બે વર્ષથી સમજો કે તેણી મોડેલિંગ ખાતી, મોડેલિંગ પીતી અને મોડલ તરીકે જ શ્વાસ લેતી. આ ચમકદમક ભરી લપસણી દુનિયામાં તમે ગમે તેટલા તેજસ્વી હો, પહેલી વાર તમારું માથું ઊંચકવું મુશ્કેલ છે અને અતિ સંઘર્ષને અંતે એકવાર બીજ અંકુર બની જમીન ફાડી બહાર આવે તે પછી ભૂખ્યા વરુઓ હંમેશાં વિશાળ જડબાંવાળાં મોં ફાડી શિકાર ...વધુ વાંચો
એસેટ - 3
3. અંતિમ પરીક્ષા પાસ કર્યા પછી તેણી એક આર્કિટેક્ટ કંપનીમાં જોડાઈ ગઈ. પગાર કલાકનો 125 રૂ. જેવો હતો. એટલાથી તેણી સંતુષ્ટ હતી. તેણી એક મહિનામાં લગભગ 30000 રૂ. જેવું કમાઈ લેતી. પરંતુ રાતદિવસ તેના પેટમાં પતંગિયાં પાંખો ફફડાવ્યા કરતાં. તેણીને થતું કે જિંદગીમાં તે કંઈક વધારે ઇચ્છે છે. તેના ગ્રાહકો અને સહકર્મીઓએ જણાવ્યું હતું કે તેણી એક અદ્ભુત દેહાકૃતિ અને આંખો મીટ માંડયે જ રાખે એવા ઘાટીલા અને મોહક ચહેરાની સ્વામીની હતી. શું ઇંટ, સિમેન્ટ અને પ્લાન લેઆઉટનાં કાગળીયાં પાછળ જ આ ઈશ્વરદત્ત સૌંદર્ય દટાઈ જશે? એક બેંકરની પુત્રી પોતાની આ ખાસિયત વિષે સંપૂર્ણપણે અજાણ હતી. ત્યારબાદ એક વખત ...વધુ વાંચો
એસેટ -4
એક સવારે જ્યારે તેના પપ્પા યોગ સમાપ્ત કરી ઉભા થતા હતા ત્યારે ફોન રણકી ઉઠ્યો . "હેલો .. ઓહ, પરી બેટી? ગુડ મોર્નિંગ બેટા. મારી વહાલી રૂપકડી છોકરીએ તો ડેડીની સવાર સુધારી દીધીને કાંઈ ? " " હા ડેડી. સ્પીકર્સ પર ફોન રાખો. મમ્મીને બોલાવો. કંઈક અગત્યનું છે. " ડેડીનું હૃદય બે ધબકારા ચુકી ગયું. એવું તે શું અગત્યનું કામ હોઈ શકે છે? "હા. મારી વહાલી દીકરીને શું ચિંતા છે? લે, વાત કર મમ્મી સાથે. " "કોઈ ચિંતાનું કારણ નથી. મમ્મી, હું તમને તમારી ચિંતામાંથી રાહત આપવા માંગું છું. મેં મારી હમણાં શૂટ થઇ રહેલી એડ ફિલ્મના સહ કલાકાર ...વધુ વાંચો
એસેટ - 5
‘ચાંદકા ટુક્ડા’એ તુરત હલાલ થઈને તેના ખાવિંદની ક્ષુધા તો સંતોષી. પરંતુ હાફીઝે કહ્યું કે બિંદી તેના લંબગોળ ચહેરાને અનુકૂળ લાગતી, હાથપર રહેલી મહેંદીની ડિઝાઇન પણ તેને ગમતી ન હતી. ધીમે ધીમે એટલે કે બને એટલી ઝડપથી તેણીનો દેખાવ બદલાઈ હાફિઝને ગમે તેવો, એક નખશીખ મુસ્લિમ સ્ત્રી જેવો થઇ ગયો. સૌભાગ્ય પ્રતીક તો જવા દો, સિંદૂર અને કપાળની શોભા એવી નાની બિંદી પણ તેના ચહેરા પરથી અદ્રશ્ય થઇ ગયાં. તેણીએ ઘણી બધી વસ્તુઓની પસંદગી તેના ખાવિંદને રાજી રાખવા જતી કરી હતી. ત્યારે જ બે ભિન્ન સંસ્કૃતિમાંથી આવતી વ્યક્તિઓનું જીવન એક દંપતિ તરીકે શરૂ થયું હતું. ...વધુ વાંચો
એસેટ - 6
બીજી સવારે હાફીઝના પિતાના ફોન પર તેણીના પિતાનો ફોન રણકી ઉઠયો .“ આદાવત ... સાબ. બોલોજી. ક્યા ખિદમત સક્તે હૈ હમ આપકી? સર, આપણાં બાળકો ધર્મ અને એવી નાની બાબતો ઉપર ઝઘડો કરે છે પરંતુ આપણે પુખ્ત વયના છીએ. તમારા કુટુંબને ગમતું નથી તેથી મેં મારી પુત્રીને હિંદુઓને લગતું દર્શાવતી કોઈપણ જાહેરાતોને હવેથી ન સ્વીકારવા માટે સમજાવ્યું છે. પરંતુ તે એક મોડેલિંગ વ્યવસાયમાં છે. તમારી આબરૂને નુકસાન પહોંચે તેવું કંઈ લેતી જ ન હતી. હવે હિંદુઓને લગતું પણ કશું તમારી ખ્વાહિશ ન હોય તો લેશે નહીં પરંતુ એણે જે કોન્ટ્રાકટ લીધા છે એ પુરા કરવા દો. અને હાફિઝ ...વધુ વાંચો
એસેટ - 7
7.તેણીએ તરત જ પોતાનો સેલ ફોન ડાયલ કર્યો પરંતુ હાફીઝે તરત જ તેને કાપી નાખ્યો. તેણે ફરી વાર, પ્રયાસ કર્યો. બધે વખતે એક જ સંદેશ "ગ્રાહક તમારા કૉલનો જવાબ આપી રહ્યો નથી.”તેણીએ એક પત્ર લખ્યો અને મોકલવા પહેલાં ડ્રાફ્ટમાં રાખ્યો. તેના વિષે પોતાના માતા પિતા સાથે ચર્ચા કરી. તેમણે હાફીઝનાં માતાપિતાને મળવાનો પ્રયત્ન કર્યો પરંતુ, તેઓએ એમ કહીને તેમનું હડહડતું અપમાન કર્યું કે અમે મુસ્લિમો તાકાતવાન છીએ, તેઓ હિંદુઓ અને તેમના કાયદાઓ નબળા છે. જો આ બાબત આગળ વધારશે તો પરિણામ સારું નહિ આવે.એ વખતે તેણીના પિતાએ ધીરજ અને સમજાવટથી કામ લેવાનું નક્કી કર્યું. તેણી મક્કમ રહી પરંતું હૃદયમાં ...વધુ વાંચો
એસેટ - 8
તેણે જે ગરીબ કન્યાઓ મોટિવેશનલ ટ્રેનર, મોડેલિંગ, રેડિયો જોકી જેવી જાહેર કારકિર્દી બનાવવા ઇચ્છતી હતી તેમના માટે કોચીંગ શરુ કર્યું. તેમાં ઘણી મુસ્લિમ કન્યાઓ પણ સામેલ હતી. શરૂઆતમાં તે કન્યાઓ શરમાતી, બહાર આવવાથી ડરતી હતી, પરંતુ ઘણી ખરી કન્યાઓનો માંહયલો ઊંચા ઉડવા માટે પાંખો ફફડાવતો તૈયાર હતો. તેમને ફક્ત તકની જરૂર હતી. ત્યાં તેમને તાલીમ, યોગ્ય ગ્રુમિંગ અને તક ક્યાં છે તેની જાણકારી આપવામાં આવતી હતી. બસ, તેની જ આવશ્યકતા હતી. આ બધા ક્લાસ તે ગુપ્ત નામ સાથે ચલાવતી રહી. કેસ વખતે તે હાજર થઇ જતી પરંતુ તે એટલી કાળજી રાખતી કે તેણીનો પત્તો હાફિઝને મળે નહિ.ઘણી વાર વિચાર ...વધુ વાંચો