હાસ ! આજે શાંતિ થઈ, હે ભગવાન હવે બહુ થયું હો , થોડા સમય માટે શાંતિ જ રાખજે. આટલું કહીને રોહન પોતાની રૂમમાં વેરવિખેર થયેલા બેડ પર બુટના જોડા કાઢ્યા વગર જ સુવા માટે પડ્યો , જોઈને અંદાજ લગાવી શકાય કે હમણાં જ રોહન ક્યાંકથી આવ્યો હશે. જી હાં, રોહનની ઉંમર વર્ષ 23 ગ્રેજ્યુએશન પુરુ થયું અને પોસ્ટ ગ્રેજ્યુએશન અર્થે બી.કોમનો અભ્યાસ ગોધરાની કોલેજમાં કરી રહ્યો હતો.પરિવાર સામાન્ય મધ્યમ હતો, આમ તો એ મૂળ નજીકના ગામના પણ રોહનના પિતા વ્યવસાય માટે ગોધરા શિફ્ટ થઈ ગયા હતા થોડા વર્ષો પહેલા,જ્યાં તેમનો ધંધ
વારસાગત પ્રેમ
હાસ ! આજે શાંતિ થઈ, હે ભગવાન હવે બહુ થયું હો , થોડા સમય માટે જ રાખજે. આટલું કહીને રોહન પોતાની રૂમમાં વેરવિખેર થયેલા બેડ પર બુટના જોડા કાઢ્યા વગર જ સુવા માટે પડ્યો , જોઈને અંદાજ લગાવી શકાય કે હમણાં જ રોહન ક્યાંકથી આવ્યો હશે. જી હાં, રોહનની ઉંમર વર્ષ 23 ગ્રેજ્યુએશન પુરુ થયું અને પોસ્ટ ગ્રેજ્યુએશન અર્થે બી.કોમનો અભ્યાસ ગોધરાની કોલેજમાં કરી રહ્યો હતો.પરિવાર સામાન્ય મધ્યમ હતો, આમ તો એ મૂળ નજીકના ગામના પણ રોહનના પિતા વ્યવસાય માટે ગોધરા શિફ્ટ થઈ ગયા હતા થોડા વર્ષો પહેલા,જ્યાં તેમનો ધંધ ...વધુ વાંચો
વારસાગત પ્રેમ ( ભાગ ૨ )
વાંચક મિત્રોને નમસ્કાર... આગળના ભાગમાં જોયું કે ઉદાસ થયેલો કિશન તેના મિત્ર જગ્ગુ પાસે જાય છે અને મનમોજીલો તેના દુઃખનો ભાગીદાર બનીને તેની આ ઉદાસીનતાનું કારણ અને તેને ખુશ કરવાની જગ્યા શોધી લે છે અને ક્યાંક લઇ જવા માટે ડગલાં માંડે છે, તો એવી કઈ હશે આ જગ્યા ? તો ચાલો રસપ્રદ સ્ટોરીના આ બીજા ભાગમાં જઈએ.વારસાગત પ્રેમ ( ભાગ ૨) તું ઉભો રે કિશન.....જગ્ગુએ કીધું,આટલું કહીને જગ્ગુ ક્યાંક ગયો.થોડો સમય લાગ્યો એટલે તેની રાહ જોતો કિશન મનમાં કૈક વિચારી રહ્યો હતો કે આ આજે કંઈ નવું ના કરે તો સારું, જી હાં......! ' કઈક નવું ',કેમ કે જગ્ગુ એક પવન ...વધુ વાંચો
વારસાગત પ્રેમ (ભાગ ૩)
આગળના ભાગમાં જોયું કે મદમસ્ત,મોજીલો સ્વભાવે એકદમ સરળ જગ્ગુ જે બધાને સરળતાથી ખુશ રાખતો, પરંતુ જ્યારે તેને પોતાની જિંદગીનો કિશન દ્વારા પૂછવામાં આવ્યો તો તેણે કંઇક આ રીતે ઉત્તર આપ્યો, તું ક્યાં જાણે છે, મારી જિંદગીની તકલીફો ! , એવી તો શી મુસીબતો જગ્ગુની જિંદગીમાં હતી? એક પૈસાદાર અને ઈજ્જતદાર જગ્ગુની લાઈફમાં શુ હશે એવું ? જાણવા માટે ચાલો વારસાગત પ્રેમના ત્રીજા ભાગમાં વારસાગત પ્રેમ ( ભાગ ૩) જગ્ગુ.........,વાત છે એ જમાનાની જે વખતે સમાજ આજની જે પરિસ્થિતિમાં છે તેના કરતાં બેવડો અને ટ્રેવડો ગુનેગાર થતો હતો કોઈની જિંદગી ખરાબ કરવામાં એ ...વધુ વાંચો
વારસાગત પ્રેમ (ભાગ ૪)
આરોપો અને પ્રતિઆરોપોમાં ગૂંચવાયેલી 'પંચાયત' નો હવે પછીનો શુ ચુકાદો હશે તે જાણવા જઈએ આગળના ભાગ તરફ... વારસાગત (ભાગ ૪) આરોપોની સુનાવણી સાંભળ્યા પછી સામે પક્ષે ઉભેલ એક સ્ત્રી જેનું વર્ણન કરતા કલમની શ્યાહી ઓછી પડે એથી વધુ એક નજરમાં જ દિલ માં સમાય જાય તેવું એનું સ્વરૂપ બીજી બાજુ એક ખૂંખાર અને શરીરે જ દેખાઈ આવતો એક નિર્લજ્જ માણસ તથા આખરી ચહેરો જે યુવાનીમાં ડગલાં માંડીને હમણાં જ ક્યાંક ઠારે પડ્યો હશે.તેવા ત્રણ ગુનેગાર ! આરોપો ગંભીર હતા,કોણ કોને સાચું બતાવી રહ્યું છે એ સમજવું સામાન્ય માણસ માટે તો અશક્ય જ હતું કારણ કે ગામમાં ...વધુ વાંચો
વારસાગત પ્રેમ ( ભાગ ૫)
પાછળના ભાગમાં આપણે જોયુ કે પંચાયતની સભા મોકૂફ રાખવામાં આવી કારણ ? આરોપો ગંભીર હતા અને આરોપોની છાનાવણી કર્યા કોઈપણ ચુકાદો આપી શકાય એમ નહોતો, સભા તો મોકૂફ કરાઈ પરંતુ શંકર અને શશીકાંતના વાર્તાલાપ વચ્ચે લક્ષ્મણકાકા પણ જોડાયા ,વાર્તાલાપ ઉગ્ર હોય એમ જણાયું એટલે લક્ષ્મણકાકા એ સાંભળી લેવાનું વિચાર્યું પરંતુ શંકર એવી કોઈક વાત જણાવા જઇ રહ્યો છે જે પંચાયતમાં નથી કરવામાં આવી શાયદ વાત જણાવી શકાય એવી નહિ હોય અથવા બીજા આરોપો વચ્ચે ક્યાંક અટવાઈ ગઈ હશે.આ શી વાત હશે ? તે જાણવા આગળના ભાગમાં જવું પડશે તો ચાલો.... વારસાગત પ્રેમ ( ભાગ ૫) શંકરના ...વધુ વાંચો
વારસાગત પ્રેમ ( ભાગ ૬)
બે ડગલાં પાછળ ખસેલ શંકરની જમીન આસમાન જાણે એક થઈ ગયા.એવું તો શું તેણે જોઈ લીધું હશે ? જાણવા ભાગમાં સફર કરીએ.વારસાગત પ્રેમ - ભાગ ૬ એક પુરુષ ક્યારેય જલ્દી તૂટતો નથી, શાયદ કુદરતી બક્ષિસ છે, સ્ત્રીની સહનશક્તિ અને પુરુષની હિંમત બન્ને અખંડ છે તેનો કોઈ છેડો માપવો મુશ્કેલ છે, આજે એ જ હિંમત ભરેલ શંકર તૂટતો જણાઈ રહ્યો છે. આંખમાંથી આંસુની ધાર અને ધ્રુજારી પરથી સ્પષ્ટપણે જણાઈ રહ્યું હતું કે શંકરને પસ્તાવો થઈ રહ્યો છે પોતાના પર,પરંતુ શંકર ઉભો થયો આંસુ લૂછયા અને ઝડપથી દરવાજે જઈને ધડામ.... ધડામ... એમ ચારથી પાંચ લાતો પછાડી દરવાજો ઉપરના નકુચા દ્વારા બંધ હશે ...વધુ વાંચો
વારસાગત પ્રેમ - 7
આગળના ભાગમાં જોયું કે, શંકરે અગાઉની તમામ વાતો અને બનેલા બનાવનું વર્ણન લક્ષ્મણકાકા આગળ કરી દીધું અને બન્ને છુટા પડ્યા.હવે આગળના ભાગમાં જોઈએ....વારસાગત પ્રેમ (ભાગ ૭) પંચાયતે આપેલ સમય મુજબ દિવસો નીકળી ગયા સાથે સાથે તપાસ પણ કરવામાં આવી અને આખરે આજે સભા ભરાવાનો સમય છે દિન હતો ૧૫મો,ગામના આગેવાનો ગ્રામજનો અને દોષીઓને બોલાવવામાં આવ્યા,હજી લાખા ભરવાડ અને શંકરનો ક્યાંય અતોપતો જણાતો નહોતો.લાખા ભરવાડ તો એમ પણ સભા પહેલા માં સિકોતરના મંદિરે દર્શન કરીને જ સભામાં બેસતા એટલે મોડું થતું, પણ સભાને શંકરની રાહ હતી.ચારે બાજુ ગ્રામજનો વાતો કરી રહ્યા હતા, શંકર ક્યાં હશે ?? એવામાં જ એક ઘેરો અવાજ સૌના ...વધુ વાંચો
વારસાગત પ્રેમ (ભાગ ૮)
પાછળના ભાગમાં આપણે જોયું કે પંચાયત દ્વારા ૧૫ દિવસની સભા ભરાઈ પરંતુ ત્રણેમાંથી એક શંકર કે જે મુખ્ય સૂત્રધાર એમ માનવામાં આવી રહ્યું હતું તે જોવા ન મળતા સભા અજંબામાં આવી, અને ત્યાં જ એક માણસ દોડતો આવે છે અને પંચાયત આગળ બોલે છે કે,તેણે નદી કિનારે શંકરને બેહોશ જોયો છે.હવે આગળ.... હાંફતા હાંફતા માણસના શબ્દોને સાંભળતા જ તરત લાખા ભરવાડ અને આગેવાનો ઉભા થઈને ઓટલા પરથી ઉતરી જે તરફ શંકરને જોવામાં આવ્યો હોય છે ત્યાં જાય છે.આખા ગામમાં વાયરાની માફક વાત પ્રસરી જાય છે અને જે પંચાયતમાં ચુકાદો સાંભળવા આવ્યા નથી તે પણ નદી ના સ્થળ પર ...વધુ વાંચો
વારસાગત પ્રેમ (ભાગ ૯)
પાછળના ભાગમાં આપણે જોયું કે સ્વર્ગસ્થ શંકરની આત્માને શાંતિ આપવા માટે ગામમાં એકદિવસીય શોક જાહેર કરાયા બાદ નક્કી થાય કે ૨ દિવસ પછી સભા કરવામાં આવશે,હવે આગળ...વારસાગત પ્રેમ ( ભાગ ૯) બે દિવસને અંતે આજે સભા ભરાઈ છે,તમામ ઘટના એટલી વિચિત્ર બની હતી કે ગામના જીવી દાદી તો એમ કહેતા કે,આવું તો મારા આટલા વર્ષોમાં પણ નથી બન્યું.ગામને કોની નજર લાગી ગઈ?હા ઠીક.....કોની નજર??શુ હશે? આ બધું થવા પાછળનું કારણ?તમામ પ્રશ્નનોના નિકાલ માટે ખૂબ મોટા લોકટોળા સાથે સભા એકઠી થઈ નાના મોટા વૃદ્ધ ડોસા ડોસીઓ,તમામ આવીને બે ...વધુ વાંચો
વારસાગત પ્રેમ ( ભાગ ૧૦)
વારસાગત પ્રેમ (ભાગ ૧૦) અંતે નંદિની અને શશીકાંતના લગ્ન બાદ જીવનની કઠીનાઈઓ થોડી ધીમી પડી અને બાળકનો જન્મ થયો.હવે આગળ.... શંકરનું મૃત્યુ કેવી રીતે થયું અને કોણ ગુનેગાર હતો? તે તપાસ ત્યારપછી કરવામાં ન આવી.એક દિવસ આચાનક.....કામથી પાછા ફરતા શશીકાંત ને હૃદય રોગનો હુમલો થયો, શશીકાંતના સાથી દ્વારા તેને દવાખાને પહોંચાડવામાં આવ્યો,ઘરનું કામ કરી રહેલી નંદિનીને ત્યાં ફોનની રીંગ વાગી,હેલો......નંદિની એ કહ્યું,સામેથી અવાજ આવ્યો, ભાભી હું ભગો બોલું છું શશીકાંતને હૃદયરોગનો હુમલો થયો છે અને દવાખાને દાખલ કર્યા છે,હે ભગવાન.........ક્યારે કેવી રીતે અને તમે હમણાં કયા છો?? તમારા ભાઈ ઠીક તો છે ને?? બેવાક બનેલી નંદિનીએ ધડાધડ પ્રશ્નનો પૂછવા મંડ્યા.તમે ચિંતા કરશો ...વધુ વાંચો
વારસાગત પ્રેમ ( ભાગ ૧૧ )
વારસાગત પ્રેમ ( ભાગ ૧૧)- આર્યન પરમાર દરવાજો ખોલતા જ નંદિનીની આંખોમાં અજવાળાથઈ ગયા. હોશ ખોઈ બેઠેલી નંદિની તમે ?? "નાનો જગ્ગુ પણ જબરો હોંશિયાર મમ્મીના અવાજથી ત્યાં આવીને નંદનીના પગ પકડીને ઉભો રહી ગયો કે તરત જ તેના દાદાએ તેને ઉચકી લીધો અને કહ્યું,જગ્ગુ કઈ બોલે તે પહેલાં તો બધા ઘરમાં આવી ગયા.નંદિનીની ખુશીઓનો પાર આજે તો નહોતો જ કોણ કોને બોલે તે જ મોટું આશ્ચર્ય હતું કારણ કે આટલા વર્ષો પછી નંદીનીના પપ્પા, મમ્મી મોટા ભાઈ ભાભી અને ભાભીની એકની એક છોકરી,બધા જ સાથે કઈ બોલી શકે એવી હાલતમાં નહોતા,નંદિનીએ ઈશારો કર્યો અને ભાભીની છોકરીને પાસે ...વધુ વાંચો
વારસાગત પ્રેમ (ભાગ ૧૨)
પાછળના ભાગમાં આપણે જોયું કે, જગ્ગુ ઘરમાં આવે છે ત્યારે ઘરના બધા ઓરડામાં બેઠા કઈક બોલી રહયા હોય સામે જોઇને ક્યારેક કાકી તો ક્યારેક જગ્ગુની મમ્મી વારાફરતી બધા પોતપોતાની રીતે સલાહ આપી રહ્યા હોય છે.હવે આગળ...***(૧૦ વર્ષ પછી) હમણાં જ ૨૧માં વર્ષમાં પગ મુકનાર નવ્યા કે જેણે કોલેજ શરૂ કરી હતી પણ કોલેજમાં જ રહેલા કોઈ બીજી જ્ઞાતિના છોકરા સાથે ફરતા તેને નવ્યાના પપ્પા એ જોઈ લીધી હતી અને પૂછવામાં આવતા નવ્યા એ પણ પ્રેમમાં પાગલ યુવતીની જેમ કહી દીધું હતું કે,હા પપ્પા હું અને રોહન એકબીજાને ચાહીએ છીએ અને તેમાં તમને શું પ્રોબ્લેમ છે??આજની પેઢીમાં ...વધુ વાંચો
વારસાગત પ્રેમ - (ભાગ ૧૩)
જગ્ગુ જીવન હોવું જોઈએ જ્યારે કોઈ આપણા દૂર થતા હોય છે ને ત્યારે આપણને તેની કદર સમજાતી હોય છે. પ્રેમ અલગ વસ્તુ છે અને પરિવાર અલગ !! હવે આગળ... જગ્ગુને દાદીએ સમજાવ્યું તો ખરું પણ તેના મગજના કશું ગયું નહિ એટલે તેણે પૂછ્યું,દાદી શુ બોલો છો કઈ સમજ ના પડી !એ દીકરા રહેવા દે હવે ચાલશે ચલ તું જા તારી મમ્મી હવે એના રૂમમાં હશે શાયદ.અરે !! હન....દાદી હું હમણાં જ જવ હ...આ એ જ જગ્ગુ હતો જે થોડો સમય પહેલા પોતાની મમ્મીથી દૂર થઈને દાદીને ફરિયાદ કરવા આવ્યો'તો. દાદી તમને કઈ જોઈએ છે?? જગ્ગુએ પૂછ્યું.ના બેટા ! હું ...વધુ વાંચો
વારસાગત પ્રેમ (ભાગ ૧૪)
સાચેમાં જ કહ્યું છે કે પ્રેમની ફીલિંગ સમજવી હોય તો પ્રેમ કરવો જ પડે અને આ ફીલિંગ જે પ્રેમ છે તેને જ ખબર પડે કે તે દિવસો અને તે વ્યક્તિની મહ્ત્વતા જીવનમાં...જીવન સૂફી બની જાય છે,બે દુઃખી પ્રેમીઓને જોઈને તો ગઝલની પેલી લાઈન યાદ આવે. તુમ ઇતના જો મુસ્કુરા રહે હો, ક્યાં ગમ હે જીસકો છુપા રહે હો.ખેર નસીબદાર હોય છે જેને આ ફિલિંગ મળે છે તેમાંની એક આપણી કહાનીની નવ્યાજેને મળી હતી આ ' લવ વાળી ફીલિંગ' ફોન પર વાત કરી રહેલી નવ્યા બોલી રહી હતીબેબી......પણ નહીં માને બધા તો શું કરીશું???ના ના એવું નહિ ...વધુ વાંચો
વારસાગત પ્રેમ - (ભાગ ૧૫)
મનમાં કઈક વિચારી રહેલો કિશન જાણતો હતો કે મેડમ આજે ઘણાં ગુસ્સે છે એટલે આજનો કરેલો કાંડ જરૂર પકડી અને જગ્ગુ પકડાઈ ગયો તો બન્ને બાજુથી માર પડશે મારે જ કંઈક કરવું પડશે.મેડમ.... ' મેં જ કર્યું હતું આ બધું',કિશન બોલ્યો.કિશનના આટલું બોલાતાની સાથે જ જગ્ગુ પણ ઉભો થઇ ગયો અને બોલ્યો ના ના મેડમ મેં કર્યું છે જગ્ગુને છોડી દો હું ગુનેગાર છું મને સજા કરો.મેડમ પણ માણસ જ છે આખરે,સમજી ગયા કે આ બન્નેની દોસ્તી આગળ મારું કશું ચાલવાનું નથી હવે છોડ !! બેન તો ખુશ થઈને કઈક કહેવાના હતા પણ ગુસ્સો રાખવો પડે એમ હતો.સારું બેસી જાવ ...વધુ વાંચો