શરીર પર એક મેલું પહેરણ હતું, જે વરસાદમાં પલળીને તેની ચામડી સાથે ચોંટી ગયું હતું. પગમાં જોડા નહોતા; ખુલ્લા પગે તે કાંટા, કાંકરા અને વીંછીના દરો ખૂંદતો હતો. માથે વરસાદથી બચવા માટે એક ફાટેલો મીણિયો (વરસાદી કાપડ) ઓઢેલો હતો, જે પવનમાં ફડફડ થતો હતો. તેના નાનકડા હાથમાં એક મજબૂત અને લાંબી 'ગેડી' (લાકડી) હતી, જે કદાચ તેના ગજા કરતા પણ મોટી હતી. કાનજીના નાનકડા હૃદયમાં ડર તો હતો, પણ ડર કરતા વધારે મોટી એક જવાબદારી હતી. "એય... ભૂરી...! એય... કાળી...! ક્યાં ગઈ મારી માવડીયું?" કાનજીનો કુમળો અવાજ મેઘ ગર્જનામાં દબાઈ જતો હતો. સાંજના ટાણે નેસડામાં બધી ભેંસો પાછી ફરી હતી, પણ કાનજીના ઘરની બે મુખ્ય દૂઝણી ભેંસો - 'ભૂરી' અને 'કાળી' પાછી નહોતી ફરી. કાનજીના પિતા 'દેવાત કાકા' માંદગીના બિછાને હતા. ઘરમાં બીજું કોઈ કમાનાર નહોતું.
ડણક અને ડાંગ - ભાગ 1
️ જાહેર નિવેદન અને ખુલાસો ️“આ ‘ડણક અને ડાંગ’ ધારાવાહિકના મૂળિયાં માત્ર ને માત્ર લેખકની કલ્પનામાં રોપાયેલા છે. આ આવતા પાત્રો, ઘટનાઓ કે સંવાદોને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે સ્નાન-સૂતકનોય સંબંધ નથી. ગીરની ધરતી અને સાવજનો પ્રેમ સાચો છે, પણ આ વાર્તાનું તાણાવાણું એક સર્જન માત્ર છે. જો કોઈ પાત્ર કે ઘટના વાસ્તવિક જીવન સાથે મળતી આવે, તો તેને માત્ર કુદરતી સંજોગ ગણવો. આ કથાનો હેતુ માત્ર પ્રકૃતિ પ્રેમ અને માનવ સંવેદનાને ઉજાગર કરવાનો છે.”અર્પણ:“ગીરના એ અડીખમ માલધારીઓને, જેમના ઓશિકે સાવજ સૂવે છે;અને એ અબોલ જીવોને, જેમના ભરોસે આ જંગલ જીવે છે.”ભાગ ૧: મેઘલી રાતનો મહેમાન"વીજળીયુંના કડાકા, ને ...વધુ વાંચો
ડણક અને ડાંગ - ભાગ 2
ભાગ ૨: શિવનો પ્રસાદ અને દૂધનો ભાગીદાર“જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર,*નહીંતર રહેજે વાંઝણી, મત ગુમાવીશ સોરઠની આ નાર જુઓ, હૈયામાં છે હામ,*સાવજને પણ સાચવે, જેનું ‘મા’ છે નામ !”સમય: પરોઢિયાના ૪ વાગ્યા (વહેલી સવાર)સ્થળ: કાનજીનો નેસડો (ગીરનું જંગલ)પૂર્વ દિશાના આકાશમાં હજી સૂરજ દાદાની સવારી આવવાની વાર હતી, ત્યાં તો ગીરના નેસડામાં જીવન ધબકવા માંડ્યું હતું. પહાડોની પાછળથી આછું અજવાળું ડોકિયાં કરતું હતું અને પક્ષીઓના કલરવ પહેલાં અહીં વલોણાંના અવાજ શરૂ થઈ ગયા હતા.ધમ... ધમ... ધમ...કાનજીના કાચા માટીના ખોરડામાં એક ખૂણે ઘીનો દીવો ટમટમતો હતો. તેની જનેતા, સંતોકબા, વહેલી સવારે જાગીને છાશ વલોવતા હતા. ભેંસના દૂધની ...વધુ વાંચો
ડણક અને ડાંગ - ભાગ 3
ભાગ ૩: લોહીનો રંગ અને શિકારીની નજર"છાનો માનો છેતરે, પણ છાનો ન રહે છોરુ,સૂરજ ઢાંક્યો નવ રહે, ભલે આભમાં અંધારું.શંકા ડંખે સાપની, ને વેરી શોધે લાગ,હવે ખૂલશે ભેદ ભરમનો, જાગશે સૂતો નાગ!"સમય: ૬ મહિના પછી (પૌષ મહિનાની કાતિલ ઠંડી)સ્થળ: નેસડાની પાછળનો રાયણનો વગડોવાત જાણે એમ બની હતી કે છ મહિના પહેલા, પેલી વરસાદી સવારે જ્યારે કાનજી શિવલિંગ પર દૂધ ચડાવવા ગયો હતો, ત્યારે મંગલ ચોર પગલે તેની પાછળ ગયો હતો ખરો. પણ કાનજી તો ગીરનું બાળક! પવનની દિશા બદલાય તોય એના કાન સરવા થઈ જાય. મંગલની બીડીની વાસ આવતા જ કાનજી ચેતી ગયો હતો અને તેણે કેસરીને ઝાડીમાં એવી ...વધુ વાંચો
ડણક અને ડાંગ - ભાગ 4
ભાગ ૪: વિદાયની વેળા અને પાંજરાનો ભય"છોરું કછોરું થાય, પણ માવતર કદી ન થાય,વગડા વચ્ચે વેરણ થઈ, આજ વિદાય આય.કાળજા કેરો કટકો મારો, જંગલ જેને સાદ કરે,છૂટા પડતા જીવ ન હાલે, આંખ્યું ચોધાર રડે!રોવે ગીરના ઝાડવા, ને રોવે નદીયું ના નીર,આજ વિખૂટા પડે છે બે, એક આતમ ને બે શરીર!"સમય: મધરાત પછીનો ગંભીર પ્રહરસ્થળ: કાનજીનો નેસડો અને ગીરનું બિહામણું જંગલગીરના નેસડામાં રાતનો બીજો પહોર જામ્યો હતો. આકાશમાં ચાંદો વાદળોની પાછળ મોઢું સંતાડીને રોતો હોય એમ લાગતું હતું. વાતાવરણમાં એક અજીબ પ્રકારનો સન્નાટો હતો, જાણે કુદરત પણ શ્વાસ રોકીને કોઈ અઘરી ઘડીની રાહ જોઈ રહી હોય. ક્યાંક દૂર ટીટોડીની ટી...ટી...ટી... ...વધુ વાંચો
ડણક અને ડાંગ - ભાગ 5
ભાગ ૫: શિકારીનો દરોડો અને ખાલી પાંજરું…!"વાડ્યું વળે ને વેરી જાગે, સવાર પડે સુમસામ,કાયદાનો કોરડો વીંઝાય, લેવા ગરીબનું નામ.પણ જેની જોગમાયા, ને સત્ય જેનું ઢાલ,એના આંગણે આવીને પાછો પડે, સાક્ષાત વિકરાળ કાળ!"સમય: સવારના ૮ વાગ્યા.સ્થળ: કાનજીનો નેસડો.સૂરજ તો ક્યારનોય ગીરના ડુંગરા પાછળથી ઉગી નીકળ્યો હતો, અને તેના સોનેરી કિરણો રાયણના ઝાડમાંથી ચળાઈને નેસડાના આંગણામાં પથરાયા હતા. પણ કાનજીના નેસડામાં આજે સવાર નહોતી પડી, જાણે કોઈ અણધારી આફત ઉતરી હતી. વાતાવરણમાં એક અજીબ ગંભીરતા હતી. પક્ષીઓનો કલરવ પણ આજે ઓછો સંભળાતો હતો, જાણે કુદરત પણ કોઈ આવનારા તોફાનની રાહ જોઈ રહી હોય.કાનજી ઘરના ઉંબરા પર સુનમૂન બેઠો હતો. તેની નજર ...વધુ વાંચો
ડણક અને ડાંગ - ભાગ 6
ભાગ ૬: સુનકાર અને સાધના: ડાંગનો પહેલો પાઠ"ઘા રુઝાણા ઘડિયાળના, પણ વેણ ના રુઝાય વીર,મનનો માણીગર ગયો, તો સૂનું ગીર.ઉઠ જાગ ઓ આયર! હાથમાં ઝાલ્ય હવે ડાંગ,એકલતાને ઓગાળીને, બનાવ તારો સંગ!"સમય: એક વર્ષના વહાણા વાઈ ગયા (વર્ષ ૧૯૯૬)સ્થળ: કાનજીના નેસડાનું આંગણુંસમય... સમય તો વહેતી નદીના નીર જેવો છે, કોનો પકડ્યો પકડાય? ગીરના ડુંગરા માથેથી બબ્બે ચોમાસાં ઉતરી ગયા, ટાઢ અને તડકાના ઓળા ઉતરી ગયા. રાયણ અને ટીમરુના પાંદડા ખરતા ગયા ને નવા ફૂટતા ગયા, જાણે ધરતી જૂના વસ્ત્રો ત્યજીને નવી ચુંદડી ઓઢતી હોય.નેસડામાં બધું ય રાબેતા મુજબ હતું. મળસ્કે વલોણાંના ઘમ્મર-વલોણાં ગાજતા, ગોધૂલિ ટાણે ગાયોના ધણ પાછા ફરતા ને ...વધુ વાંચો
ડણક અને ડાંગ - ભાગ 7
ભાગ ૭: કિશોર અવસ્થા અને સોનેરી પડછાયો“જુવાની જાગે ને જંગલ ડોલે, રગ રગ વાગે ઢોલ,સાવજ સાથે પ્રીત પુરાણી, સંભારે કોલ.વગડો વાટ્યું જુએ વીરા, ક્યારે આવે મારો ભેરુ,પગલે પગલે ડુંગર પૂછે, ક્યાં ગયો ઈ સિંહનો મેરુ?”સમય: સાત વર્ષના વહાણા વાઈ ગયા (વર્ષ ૨૦૦૩)સ્થળ: નેસડાનો ચોરો અને કનકાઈનું ગાઢ જંગલસમયના વહેણને કોણ રોકી શક્યું છે? જેમ ગીરની નદીઓના નીર વહેતા રહે છે અને કાળમીંઢ પથ્થરોને પણ લીસા કરતા જાય છે, તેમ સાત વર્ષનો સમય કાનજીના જીવન પરથી વહી ગયો. નેસડાના છાપરાં બદલાયા, ઢોરની પેઢીઓ બદલાઈ, પણ કાનજીના દિલમાં પડેલો પેલો ઘા હજી એવો ને એવો લીલો હતો.નેસડામાં હવે ઘણું પરિવર્તન આવી ...વધુ વાંચો
ડણક અને ડાંગ - ભાગ 8
ભાગ ૮: ડણક અને ડાંગનું મિલન (પુનઃમિલાપ)“વરસે વીતી ગયા વાલમા, ને સુકાણાં નદિયુંનાં નીર,પણ હેત હજીયે લીલુંછમ, જાણે વહેતા તીર.આજ મળ્યા બે આતમા, એક વગડો ને એક ગામ,ડણક અને ડાંગનું, આ તો અનોખું મિલન ધામ!”સમય: મધ્યાહ્નનો ધખધખતો પહોરસ્થળ: કનકાઈ મંદિરની પાછળની ગુપ્ત ગુફા (કાળભૈરવનું સ્થાન)આભમાં સૂરજ જાણે આગ ઓકતો હતો. ગીરના ડુંગરાઓ તપીને લાલચોળ તાંબા જેવા થઈ ગયા હતા. બપોરના આવા આકરા ટાણે, જ્યારે વગડાના પશુ-પંખીઓ પણ છાંયડો ગોતીને લપાઈ ગયા હતા, ત્યારે શીંગોડા નદીના વેરાન પટમાં એક માનવીના પગલાં પડતાં હતાં.જીવીએ ચીંધેલી દિશામાં કાનજી આગળ વધી રહ્યો હતો. પણ આ ચાલમાં કોઈ શિકારીની ચાલાકી નહોતી, એક ભક્તની આતુરતા ...વધુ વાંચો
ડણક અને ડાંગ - ભાગ 9
ભાગ ૯: કપટની જાળ અને કપડાંની ચોરી“વેરીને વેરથી ન મારવો, મારવો કરીને હેત,વિશ્વાસે વહાણ ડૂબાડવું, ઈ તો પાપીનું છે શોધીને સાવજ ગયો, પણ મળી લોખંડી જાળ,પ્રેમની કેડીએ પથરાયા, આજે કપટના કાળ!”સમય: બીજા દિવસની સાંજ અને મધરાતસ્થળ: નેસડાનો પાછલો વાડો અને કનકાઈનું બિહામણું જંગલગીરના જંગલમાં સાંજ પડવી એટલે માત્ર સૂરજનું આથમવું નહીં, પણ એક આખી સૃષ્ટિનું બદલાવું. પક્ષીઓનો કલરવ શમી જાય અને તમરાંનું સંગીત શરૂ થાય. પણ નેસડામાં આજે એક માણસની આંખમાં સૂરજ આથમ્યો નહોતો; ત્યાં તો લાલચની આગ ભભૂકતી હતી.મંગલ.કાનજી અને કેસરીનું મિલન જોઈને મંગલના મગજમાં જે શેતાની કીડો સળવળ્યો હતો, તે હવે એક ભયાનક યોજનામાં ફેરવાઈ ગયો હતો. ...વધુ વાંચો
ડણક અને ડાંગ - ભાગ 10
ભાગ ૧૦: મસાણી રાત અને રણચંડીનો સંગાથ“હાકલ પડી ને હૈયું ફાટ્યું, જાગ્યો ભોમિયો ભીડનો,હાથે ડાંગ ને મુખે મહાદેવ, મારગ ગીરનો.એકલો નથી તું ઓ ગોવાળિયા, પાછળ જોગમાયા જાગી,રણમેદાનમાં રમવા આજે, મોતની શરણાઈ વાગી!”સમય: રાતના ૨ વાગ્યા (અમંગળ ઘડી)સ્થળ: કનકાઈના જંગલનો રસ્તો અને મંગલનો ગુપ્ત અડ્ડોમધરાતનો ગજગ્રાહ જામ્યો હતો. ગીરના જંગલ માથે અમાસની કાળી કામળી ઓઢાઈ ગઈ હતી. પવન પણ થંભી ગયો હતો, જાણે કુદરત શ્વાસ રોકીને કોઈ મહા-સંગ્રામની રાહ જોતી હોય.નેસડામાંથી એક પડછાયો તીરની જેમ છૂટ્યો.કાનજી.તેના હાથમાં પિત્તળની કડીઓ જડેલી, તેલ પાયેલી મજબૂત ‘ડાંગ’ હતી. તેના ઉઘાડા ડીલ પર પરસેવો નહોતો, પણ ક્રોધની જવાળા હતી. તેના ગળામાં તૂટેલા રુદ્રાક્ષની ખાલી ...વધુ વાંચો
ડણક અને ડાંગ - ભાગ 11
ભાગ ૧૧: છેલ્લો દાવ અને લોહીનું તિલક“ધીંગાણે ઢોલ ધબૂકિયા, ને મરવા ટાણું આય,*ભેરુ કાજે ભડવીર, આજ હોમાણો હવન માંય.પડ્યો પાળક, લોહી ભીનો સાવજ વીર,*એક ઘા એ ઉતાર્યો, જન્મોજનમનો ચીર!”સમય: રાતના ૩ વાગ્યાસ્થળ: ગીદડ-નાળાનું રણમેદાન (મંગલનો અડ્ડો)ચારેકોર આગની જ્વાળાઓ લપકારા મારતી હતી અને એ લાલ રોશનીમાં મોતનું તાંડવ રચાતું હતું. મંગલના સાગરીતો ભાગી છૂટ્યા હતા. રણમેદાનમાં હવે માત્ર ત્રણ યોદ્ધા અને એક કાયર બચ્યો હતો.મંગલ આગ અને મોતની વચ્ચે ઘેરાઈ ગયો હતો. તેની એક બાજુ કાનજી હતો – જેના શરીરમાંથી લોહી વહેતું હતું પણ આંખોમાં શિવના ત્રીજા નેત્ર જેવી જ્વાળા હતી. અને બીજી બાજુ કેસરી હતો – સાક્ષાત કાળભૈરવ!“હવે ક્યાં ...વધુ વાંચો
ડણક અને ડાંગ - ભાગ 12
ભાગ ૧૨: અમર ગાથા અને ગીરનો સાદ (સમાપ્તિ)“મરવું તો મરદ થઈને, મેલી જાવું નામ,જીવતર આખું જેણે ઘસ્યું, એનું ઉજળું ગામ.ખાંભીયું ખોડાણી વગડે, ને પૂજાય એના પાળિયા,સાચા પ્રેમી કદી મરતા નથી, એ તો અમર થઈને માળિયા!”સમય: સવારનો પહોર (મૃત્યુ પછીની સવાર)સ્થળ: ગીદડ-નાળાનું રણમેદાન અને કનકાઈનું જંગલગીદડ-નાળાના એ લોહીભીના રણમેદાનમાં જ્યારે સવાર પડી, ત્યારે સૂરજ પણ જાણે ઉગતા સંકોચાતો હતો. રાતની ભયાનકતા શમી ગઈ હતી, પણ એક ભારેખમ ઉદાસી હવામાં તરતી હતી. આગ ઓલવાઈ ગઈ હતી, મંગલનું પાપી શરીર ઠંડુ પડી ગયું હતું.પણ ત્યાં એક દ્રશ્ય એવું હતું જે જોઈને કઠણ કાળજાનો માનવી પણ રડી પડે.એક ઝાડ નીચે, કાનજી અને જીવીના ...વધુ વાંચો