શ્રાપિત પ્રેમ, વાર્તા એક સત્ય ઘટના પર આધારિત કાલ્પનિક કહાની છે. આપણી પ્રેમને પવિત્ર માનતા હોઈએ છીએ પણ ક્યારેક આ પવિત્ર પ્રેમ ક્યારે શ્રાપિત બની જાય એ કહેવું મુશ્કેલ હોય છે. રાધા નામની ફક્ત ૧૯ વર્ષની યુવતી ની સાથે એવું થયું જેનાથી તેને પણ તેનો પવિત્ર પ્રેમ શ્રાપિત લાગવા લાગ્યો. રાધાનો તે પવિત્ર પ્રેમ સાબિત કેવી રીતે બની ગયો? તેની આ કહાની છે. આશા રાખું છું કે તમને આ કહાની પસંદ આવશે કારણ કે સામાજિક વાર્તાઓ લખવી મારા માટે થોડી મુશ્કેલ છે હું હંમેશા હોરર ટેગરીમાં જ પોતાની વાર્તા લખું છું. કંઈ ભૂલ ચૂક થઈ હોય તો તેને માફ કરીને મારી વાર્તાને વાંચજો. તો આપણે વાર્તા શરૂ કરીએ,,,

1

શ્રાપિત પ્રેમ - 1

નમસ્તે મિત્રો,,શ્રાપિત પ્રેમ, વાર્તા એક સત્ય ઘટના પર આધારિત કાલ્પનિક કહાની છે. આપણી પ્રેમને પવિત્ર માનતા હોઈએ છીએ પણ આ પવિત્ર પ્રેમ ક્યારે શ્રાપિત બની જાય એ કહેવું મુશ્કેલ હોય છે. રાધા નામની ફક્ત ૧૯ વર્ષની યુવતી ની સાથે એવું થયું જેનાથી તેને પણ તેનો પવિત્ર પ્રેમ શ્રાપિત લાગવા લાગ્યો.રાધાનો તે પવિત્ર પ્રેમ સાબિત કેવી રીતે બની ગયો? તેની આ કહાની છે. આશા રાખું છું કે તમને આ કહાની પસંદ આવશે કારણ કે સામાજિક વાર્તાઓ લખવી મારા માટે થોડી મુશ્કેલ છે હું હંમેશા હોરર ટેગરીમાં જ પોતાની વાર્તા લખું છુ ...વધુ વાંચો

2

શ્રાપિત પ્રેમ - 2

રાધા તેની બહેન તુલસીની સાથે કોલેજ ગઈ હતી કારણ કે રાધા ને થોડી પુસ્તકો ખરીદવાની હતી. તેની મોટી બહેન રાધા ને તેના સમ ખવડાવી ને કીધું કે જે કંઈ પણ તે જોઈ તેમાંથી એક પણ શબ્દ માં અને બાપુજીને કહેવાનું નથી. નાનકડી અને ભોળી રાધા એ હા કહી દીધું.રાધા કોલેજને ખૂબ જ ધ્યાનથી જોઈ રહી હતી, કારણ કે ત્યાંનુ વાતાવરણ તેના સ્કૂલ કરતા એકદમ અલગ હતું. તેના ગામડાના સ્કૂલમાં તો છોકરાઓ અને છોકરીઓની અલગ અલગ લાઈન હોય છે. એક આખી લાઈન છોકરીઓની તો સામેની પૂરી લાઈન છોકરાઓની હોય છે અને છોકરાઓ અને છોકરીઓ એકબીજાની સાથે બિલકુલ વાતો કરતા ન ...વધુ વાંચો

3

શ્રાપિત પ્રેમ - 3

રાધા જ્યારે ઘરે બેસીને ભણી રહી હતી ત્યારે તેને તેના પિતા છગનલાલ નો અવાજ આવ્યો જે તુલસીને મારી રહ્યા અને ધમકાવી રહ્યા હતા. રાધા ને તેના પિતા પાસેથી ખબર પડી કે તે તુલસીને કોઈ યુવક ના લીધે મારી રહ્યા છે. છગનલાલ એક તુલસીને એક રૂમના અંદર બંધ કરી દીધી અને દરવાજા પર કરી લગાવીને મનહર બેન ના તરફ જોઈને ગુસ્સામાં કહ્યું." આ દરવાજાને હવે ખોલવાની જરૂરિયાત નથી. આ છોકરી ત્યારે જ ઘરની બહાર નીકળશે જ્યારે તેના લગ્ન થવાના હશે."મનહર બેન તેના પતિથી એટલા બધા ડરી ગયા હતા કે તેમણે તરત જ ડોક હા માં હલાવી દીધી. તેમના ગયા બાદ ...વધુ વાંચો

4

શ્રાપિત પ્રેમ - 4

" એય શું કરે છે જલ્દી બહાર નીકળ."રાધા પોતાના હાથમાં ઝેરનું પડીકું લઈને ઊભી હતી ત્યાં જ બહારથી એક દરવાજા ને મારીને કહ્યું. રાધા એ તરત જ તે પડીકાને સંભાળીને બંધ કર્યું અને તેના બ્લાઉઝમાં છુપાવીને રાખી દીધું. તે જલ્દીથી સફેદ રંગની સાડી પહેરીને બહાર આવી ગઈ." આટલી વાર કેમ લાગી ગઈ શું કરી રહી હતી અંદર?"" સારી પહેરવામાં તકલીફ થતી હતી એટલે."રાધાએ જૂઠું બોલી દીધું." અંદર ચાલ, તને કામ બતાવવાનું છે."તેને ખાખી કલરની સાડી પહેરી હતી તેને રાધા નો હાથ જોરથી પકડી લીધો જેના લીધે રાધા ને દર્દ પણ થયું. " મારું નામ કોમલ છે અને જે કંઈ ...વધુ વાંચો

5

શ્રાપિત પ્રેમ - 5

" નામ શું છે તારું અને શું કામ કર્યું છે તે તારે અહીંયા આવવું પડ્યું?"રાધા તેના ભૂતકાળ વિશે પોતાની તાજા કરી રહી હતી ત્યારે આ અવાજથી તેનું ધ્યાન તૂટ્યું. તેને તો ખબર જ ન પડી કે તે ક્યારનીય અહીંયા જ બેઠી છે. રાધાએ સામે જોયું તો તેની સામે એક 35 વર્ષથી સ્ત્રી બેઠી હતી અને તેની સાથે બીજી એક સ્ત્રી હતી જે કદાચ 30 થી 32 વર્ષની દેખાતી હતી." મારું મોઢું શું જોવે છે? જવાબ આપ શું નામ છે તારું."" રાધા, મારું નામ રાધા ત્રિવેદી છે."જે સ્ત્રી પાત્રીસ વરસની આસપાસની દેખાતી હતી તેને બાજુમાં બેઠેલી બીજી સ્ત્રીના તરફ જોઈને ...વધુ વાંચો

6

શ્રાપિત પ્રેમ - 6

રાધા એના જેલમાં આવી ગઈ હતી પણ ત્યાંનું વાતાવરણ થોડું ગરમ હતું. ક્યાંથી હવા આવવાની જગ્યા ન હતી અને પંખા ની પણ વ્યવસ્થા ન હતી. તેની સાથે રહેતી પહેલી પાંચ કેદીઓએ પોતાનું ગાદલું પાથરી લીધું હતું અને તે જેલના સળિયા ની એકદમ સામે હતું એટલે તે લોકોને બહારથી થોડી ઘણી હવા આવી રહી હતી.એ લોકો ગાદલામાં સુતા હતા અને એકબીજાની સાથે વાતો કરી રહ્યા હતા જ્યારે રાધા ત્યાં આવી ત્યારે ચંદા ઊઠીને બેસી ગઈ અને તેના તરફ જોઈને કહેવા લાગી. " તું ઓફિસમાં કેમ ગઈ હતી?"રાધા એ તેની વાતમાં ધ્યાન ન દીધું અને તેને ચૂપચાપ પોતાનું ગાદલ લીધું અને ...વધુ વાંચો

7

શ્રાપિત પ્રેમ - 7

ટન્ ટન્ ટન્ ટન્રાધા ની નીંદર ઘટ વાગવાના અવાજથી તૂટી ગઈ. તેણે જોયું તો બાકીના લોકો પણ ધીરે ધીરે આંખો ખોલી રહ્યા હતા. " બાકી બધું તો ઠીક છે પણ સવારે વહેલા શા માટે ઉઠાવી દે છે આ લોકો?"ચંદા એ ઉઠતા ની સાથે જોરથી કહ્યું. ધીરે ધીરે કરીને બધા દરવાજાને ખોલવામાં આવ્યા અને બધા એક લાઈનમાં પ્રાર્થના માટે બહાર આંગણામાં પહોંચી ગયા. કેમ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી અને પછી બધા દૈનિક કાર્યમાં લાગી ગયા.બધા પોતપોતાના કામ કરી રહ્યા હતા કોઈ બ્રશ કરી રહ્યા હતા અને તેના માટે બધાને દાતણ નાખવામાં આવ્યા હતા. રાધાએ જોયું તો તે બાવડના દાંતણ હતા. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો