" કરન આઈ ઠીંક વી આર નોટ મેડ ફોર ઇચ અધર.... એટલે હું એવું વિચારું છે કે આપણે આ રિલેશનશિપને અહીંયા જ ખતમ દઈએ તો?" અચાનક આવેલા બમ્પરથી મારી કારને જોરથી જટકો લાગ્યો અને ભૂતકાળના એ સ્મરણોમાંથી હું પાછો ફર્યો. આજથી એક વર્ષ પહેલા બનેલી એ ઘટના વારંવાર મારા દિલો દિમાગમાં ઘડિયાળના કાંટાની જેમ ફરી ફરીને મારી નજર સમક્ષ આવી રહી હતી. ત્યાં જ મારી આંખો એક રંગીલા કેફે પર જઈને અટકી. " લાગે છે આજ પણ ચાનો સહારો લેવો જ પડશે...." રિયા નામના વ્યસનને છોડવા માટે શરૂ કરેલી ચા હવે ધીમે ધીમે મારી દિનચર્યામાં પણ સામેલ થવા લાગી હતી. દરરોજ સાંજના છ વાગીને પાંચ મિનિટે હું રંગીલા કેફેમાં પહોંચી જતો પરંતુ આજ રિયાની યાદોમાંથી પરત ફરતા મને દસ મિનિટ વધુ લાગી ગઈ. કેફની અંદર પહોંચતા જ માલિક બોલ્યા. " ચા કે કોફી??"

1

બે ઘૂંટ પ્રેમના - 1

" કરન આઈ ઠીંક વી આર નોટ મેડ ફોર ઇચ અધર.... એટલે હું એવું વિચારું છે કે આપણે આ અહીંયા જ ખતમ દઈએ તો?" અચાનક આવેલા બમ્પરથી મારી કારને જોરથી જટકો લાગ્યો અને ભૂતકાળના એ સ્મરણોમાંથી હું પાછો ફર્યો. આજથી એક વર્ષ પહેલા બનેલી એ ઘટના વારંવાર મારા દિલો દિમાગમાં ઘડિયાળના કાંટાની જેમ ફરી ફરીને મારી નજર સમક્ષ આવી રહી હતી. ત્યાં જ મારી આંખો એક રંગીલા કેફે પર જઈને અટકી. " લાગે છે આજ પણ ચાનો સહારો લેવો જ પડશે...." રિયા નામના વ્યસનને છોડવા માટે શરૂ કરેલી ચા હવે ધીમે ધીમે મારી દિનચર્યામાં પણ સામેલ થવા લાગી હતી. ...વધુ વાંચો

2

બે ઘૂંટ પ્રેમના - 2

" મુલાકાત શું કરવી પપ્પા...તમે છોકરી જોઈ લીધી ને પછી મારે જોવી શું જરૂરી છે?" " આખી જિંદગી તારે સાથે વિતાવવાની છે, એક્બીજા ને ઓળખ્યા વિના જાણ્યા વિના તમે બન્ને ભવિષ્ય કેવી રીતે નિર્મિત કરશો? એક વખત મળી લઈશ પછી બધી મારી વાત સમજાઈ જશે..." હું પપ્પા સાથે ડીબેટ કરવા નહોતો ઈચ્છતો એટલે મેં કહ્યું. " ઓકે બાબા હું મળી લઈશ...પણ મળવા કેટલા વાગ્યે જવાનું છે?" " સાંજના છ વાગ્યે..." " છ વાગ્યે!..." " કેમ શું થયું?" " કાલ સાંજે તો હું મારા ફ્રેન્ડના બર્થ ડે પાર્ટીમાં જવાનો છું.." " હા તો છ વાગે મળીને ત્યાંથી તું ફ્રેન્ડના ઘરે ...વધુ વાંચો

3

બે ઘૂંટ પ્રેમના - 3

" પપ્પા હું જાઉં છું...." કારની ચાવીને ઉછાળતો હું ઘરની બહાર નીકળી ગયો. કારની અંદર બેસીને એક ઊંડો શ્વાસ અને ખુદને તૈયાર કર્યો. ખબર નહિ પણ કેમ આજ મનોમન હસવું આવી રહ્યું હતું. આમ તો મારો સ્વભાવ હંમેશા દુઃખી રહેવાનો છે પણ આજનો દિવસ કઈક અલગ લાગતો હતો. અર્પિતાને મળવાની તાલાવેલી કરતા પણ એ મિટિંગને જલ્દી ખતમ કરવામાં વધુ રસ હતો. " વર્ષો થઈ ગયા પણ લગ્નના રીતિરિવાજોમાં કોઈ બદલાવ નથી આવ્યા...હવે એક મુલાકાતમાં કોઈ કઈ રીતે વ્યક્તિને જાણી શકે?...ખેર...લગ્ન કરવા કંપ્લસરી છે તો કરવા જ પડશે..." લગ્ન વિશે ફરિયાદો કરતો કરતો હું કેફેની નજદીક પહોંચી ગયો. અને પહોંચતા ...વધુ વાંચો

4

બે ઘૂંટ પ્રેમના - 4

" આહહ..." ચાના માત્ર એક ઘૂંટે મારી બધી ગભરાટ દૂર કરી દીધી. અર્પિતાને પણ કોફીનો સ્વાદ ઘણો પસંદ આવ્યો એવું મેં દૂરથી જ નોટીસ કરી લીધું હતું. મારાથી ન રહેવાયું એટલે મેં પૂછ્યું.." એક સવાલ પૂછી શકુ તમને?" " જી પૂછો.." " તમને ચા જરા પણ પસંદ નથી..." મારા આ બેતુકા સવાલ સામે એ ખડખડાટ હસી પડી. " તમે આવો સવાલ પૂછશો મેં એક્સપેક્ટ નહોતું કર્યું...પણ તમે પૂછ્યું છે તો કહી દવ ચા મને પસંદ નથી સાવ એવું પણ નથી..પરંતુ ચા પીવાના નુકશાન ઘણા છે....સો આઈ ડોન્ટ લાઈક ટી..." " નુકસાન?? ચા પીવાથી વળી કેવા નુકસાન?" મારો અવાજ ચાની ...વધુ વાંચો

5

બે ઘૂંટ પ્રેમના - 5

" શું થયું? કોઈ પ્રોબ્લેમ?" કરન મારો ફિક્કો પડેલો ચહેરો વાંચી ગયો. " સોરી કરન...મારે અત્યારે જ ઘરે જવું ઓહકે એઝ યોર વિશ..." મેં તુરંત પોતાનો ફોન લીધો અને એને પર્સમાં નાખી કેફેની બહાર નીકળી ગઈ. ઉતાવળા પગે રસ્તો પાર કરતી હું ઝડપથી ઘરે પહોંચી. ભાભીને ઘરમાં જોઈને હું સીધી એને ભેટી પડી. " ભાભી...તમે! આવી ગયા!" " ક્યાં રહી ગઈ તું? હેં? ક્યારના રાહ જોઈને બેઠા છીએ અમે..." " ચાલો જલ્દી.. સાડા બાર થવા આવ્યા છે..મોડા પહોચશું તો તારા માસી મને જ ઠપકો આપશે..." પપ્પા એ અમારી વાતચીત પર ત્યાં જ પુર્ણવિરામ મૂકી દીધું. " ભાભી પછી ઘરે ...વધુ વાંચો

6

બે ઘૂંટ પ્રેમના - 6

" મતલબ તું કરનને હજુ મળવા માંગે છે?" " હા....મળવા તો માંગુ છું..પણ કોન્ટેક્ટ નંબર લેવાનો જ ભૂલી ગઈ....." લો બોલો નંબર પણ નથી લીધો અને મેડમ એમને મળવા માંગે છે...કઈ રીતે મળીશ હવે?" " એ જ તો હું વિચારું છું...પણ શું એ પણ મને મળવા માંગતો હશે?" મારા દિમાગમાં કરનના વિચારો દોડવાના શરૂ થઈ ગયા હતા. પણ મુજવણ એ હતી કે કરન સાથે મુલાકાત કરવી તો કઈ રીતે? થોડીવારમાં પપ્પા એ મને બોલાવી અને મારી પાસેથી જવાબ માંગ્યો. " પપ્પા....અત્યારે મારી પાસે કોઈ જવાબ નથી...." " જવાબ નથી નો શું મતલબ? તમે મળ્યા હતા તો કંઇક તો વાતચીત ...વધુ વાંચો

7

બે ઘૂંટ પ્રેમના - 7

પાર્ટી સાથે મારો કોઈ ખાસ લગાવ નહતો. આજના અભદ્ર સોંગ સાથે મને તાલમેલ મિલાવવું બિલકુલ ગમતું નહી. એટલે હું એક ખૂણે બેસીને લોકોને નાચતા ગાતા જોઈ રહ્યો. મારા સિવાય બાકી બધા મોજમસ્તી કરતા ખિલખિલાટ હસી રહ્યા હતા. ત્યાં જ થોડીવારમાં મારી કોલેજનું એક ગર્લ્સ ગ્રુપ મારી બાજુમાં આવીને ઊભું રહી ગયું. મેં થોડીક દૂરી બનાવીને પોતાનું ધ્યાન બીજે કેન્દ્રિત કર્યું પણ મારા કાનને હું ક્યાં રોકી શકવાનો હતો.." રિયા કેમ ન આવી? તને ખબર છે?" " કોને ખબર શ્રુતિ....મને તો લાગે છે આ સંજયે જ નહિ બોલાવી હોય એને...બાકી રિયા પાર્ટીમાં આવવાની ના પાડે એવું બને ખરી?" " મને ...વધુ વાંચો

8

બે ઘૂંટ પ્રેમના - 8

ઓફિસના કામથી પરેશાન થતો હું ઘરે જવા નીકળી ગયો. છ વાગીને દસ મિનિટ ઓલરેડી થઈ ચૂકી હતી. કાર પૂરઝડપે મારા મનપસંદી કેફે પર આવીને ધીમી પડી ગઈ. " ચા પીવા રોકાવ કે ચાલ્યો જાવ..." વિચાર કરતા મેં અંતે ઘરે જવાનું મન બનાવી નાખ્યું પણ આ શું? આગળ ટ્રાફિક! બે ટુવ્હીલર એકબીજા સાથે અથડાઈ હતી અને બન્ને એકબીજા સાથે જઘડો કરવા લાગ્યા. જેથી આસપાસ સારી એવી ભીડ પણ જમા થઈ ગઈ. " લાગે છે ટ્રાફિક હટતા દસ પંદર મિનિટ તો લાગી જશે...ચલ ત્યાં સુધીમાં ચા જ પી લવ...." કારને સાઈડમાં કરી હું કેફેની અંદર પ્રવેશ કર્યો. " કેમ છો અંકલ?" ...વધુ વાંચો

9

બે ઘૂંટ પ્રેમના - 9

" તમારું શું ડ્રીમ છે? મિંસ કોઈ મંજિલ કે જ્યાં તમે પહોંચવા માંગતા હોય?" અર્પિતા એ આ સવાલ ગંભીર પૂછ્યો પરંતુ મેં હસી મજાકમાં જવાબ આપ્યો. " હું ઓલરેડી પહોંચી તો ગયો છું...આ રંગીલા કેફેમાં, મારી ચા જ મારી મંઝિલ છે..." ચા અને કોફીની સાક્ષીમાં અમે ઘણી વાતો કરી. અમે એક સારા એવા મિત્ર બની ગયા હતા. અમને એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરવો ખૂબ ગમ્યો. પરંતુ નિર્ણય અહીંયા મિત્રતા તો નહિ પરંતુ જીવનસાથીનો લેવાનો હતો. કોફીના છેલ્લા ઘૂંટ સાથે અર્પિતા એ કહ્યું. " શું વિચાર કરો છો?" " કઈ નહિ..." " આઈ મીન તમે નિર્ણય કરી લીધો છે?" મેં ...વધુ વાંચો

10

બે ઘૂંટ પ્રેમના - 10

" કરન ક્યાં ધ્યાન છે? તારી ચા ઠંડી પડી જશે બેટા..." વહેલી સવારમાં મને ચાની સાથે ફોનનું પણ વળગણ હતું. અને લાગે પણ કેમ નહિ, અર્પિતાનો મેસેજ જો આવ્યો હતો. આજ પ્રથમ વખત એવું બન્યું હતું કે મેં ચાના કપને સાઈડમાં કરીને ફોન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હશે...." ચલો મમ્મી...મારે ઓલરેડી લેટ થાય છે...હું જાવ છું...બાય..." કારની ચાવી લઈને હું તુરંત ઘરની બહાર નીકળી ગયો. કાર પોતાના રસ્તે રાબેતામુજબ ચાલતી જતી હતી પણ મારું ધ્યાન તો બસ ફોનમાં જ ખોવાયેલું હતું. " મેસેજ સીન થઈ ગયો પણ કોઈ જવાબ નહિ.... ક્યાં ગઈ હશે??" અનેકો સવાલે મારા મનની શાંતિ ભંગ ...વધુ વાંચો

11

બે ઘૂંટ પ્રેમના - 11

થોડીવારમાં ત્રણ બરફના ગોલા અમારી સમક્ષ આવી ગયા. " અમમમ.... ગોલો મસ્ત છે નહિ?" અર્પિતા એ કહ્યું. " અહીંયાના મસ્ત જ હોય છે....હું ને તારો ભાઈ નીતીશ અહીંયા જ તો ગોલા ખાવા આવીએ છીએ..." એના ભાભીએ તુરંત જવાબ આપતા કહ્યું. એ બન્ને વચ્ચેની વાતચીતમાં મેં મારું ધ્યાન ગોલા પર ટકાવ્યું. થોડીવારમાં ગોલો પૂર્ણ થયો અને ત્યાં જ અર્પિતાના ભાભીના ફોનમાં કોલ આવ્યો. ફોન પર ચાલુ વાતમાં જ એ બોલી ઉઠી. " અર્પિતા....નીતીશનો ફોન હતો... આપણને જલ્દી ઘરે જવાનું કીધું છે...." " કેમ અચાનક શું થયું?" " એ તો મને પણ નથી ખબર...ઘરે જશું પછી ખબર પડશે..." બન્ને પોતાની જગ્યાએથી ...વધુ વાંચો

12

બે ઘૂંટ પ્રેમના - 12

" ભાભી એક સવાલ પૂછું?" " હમમ...બોલ...." ભાભી એ ફોનમાં જોતા જ કહ્યું. " ભાભી.... જરા મારું સામું તો " હા પણ તું પૂછ હું સાંભળું છું...." મેં અચકાતા અચકાતા પૂછી નાખ્યું." તમને કરન કેવો લાગ્યો? મતલબ સારો છોકરો તો છે ને?" ભાભી એ આંખો ફાડીને મારું સમુ જોયું અને બોલ્યા. " એક મહિના સુધી નિયમિત મળ્યા બાદ તું મને પૂછે છે કે કરન કેવો છોકરો છે?? કોને બુધ્ધુ બનાવે છે હે?" " એવું શું કરો છો કહો ને કરન તમને કેવો લાગ્યો?" " સાચું કહું તો મને તો ન ગમ્યો..." મારાથી જોરથી બોલાઈ ગયું. " શું?? પણ કેમ? ...વધુ વાંચો

13

બે ઘૂંટ પ્રેમના - 13

" આજ પણ લેટ?" અર્પિતા એ ફરિયાદ કરતા કહ્યું." આ ટ્રાફીકમાં ફસાઈ ગયો હતો એટલે નહિતર હું તો આજ પહેલા પહોંચી જ જવાનો હતો...." મેં આજ ફરી બહાનું આપ્યું." હા હા હવે જુઠ્ઠું ના બોલો...." " તો મારી ચા ઓર્ડર કરી?" ચેર પર બેસતા જ મેં પૂછી નાખ્યું. " હા તમારી ચા હમણાં આવી જશે એને તમારી જેમ લેટ આવવાની આદત જો નથી ને..." " લાગે છે આજ મેડમ પૂરી તૈયારી સાથે આવ્યા છે..." " લો તમારી ચા અને મારી કોફી પણ આવી ગઈ....થેંક્યું અંકલ... " ચાના બે ઘૂંટ પીતા જ મેં પૂછ્યું. " તો શું નક્કી કર્યું? હા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો