" શિવ કયાં ગ્યો ?" ગોપીએ બૂમ પાડી સોફામાં બેસીને શિવ મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો. "શિવલાઆઆઆઆ. "ગોપીએ ફરી જોરથી બૂમ પાડી. " શું છે મમ્મી? દિવાળી આવેને એટલે તું મારું અને ડેડનું લોહી પી જાય.' "હા હું જ બધાનું લોહી પીવું છું.હું તો કામવાળી જ છું આ ઘરની .હું ના હોત ને તો આ ઘર ઉકરડો જ હોત.' ગોપી ગુસ્સામાં બોલી. "મા પ્લીઝ ફરીથી રામાયણ ચાલુ ના કરતી હવે મને બધું જ મોઢે છે જે જે તું કહેવાની છે.' "બહુ દોઢડાહ્યો ના થા. ચલ આજે માળીયું સાફ કરવાનું છે મને મદદ કર. " "ઓહ નો મા તું શંકરભાઈની જોડે કરાવી લે ને. " "હા એ પણ કરાવશે.થોડા કામ પતાવીને આવે છે ત્યાં સુધી આપડે આ બધો સામાન નીચે ઉતારી દઈએ એટલે એ આવીને માળીયું સાફ કરીને પાછું ગોઠવશે."
શિવકવચ - 1
" શિવ કયાં ગ્યો ?" ગોપીએ બૂમ પાડી સોફામાં બેસીને શિવ મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો. "શિવલાઆઆઆઆ. "ગોપીએ ફરી બૂમ પાડી. " શું છે મમ્મી? દિવાળી આવેને એટલે તું મારું અને ડેડનું લોહી પી જાય.' "હા હું જ બધાનું લોહી પીવું છું.હું તો કામવાળી જ છું આ ઘરની .હું ના હોત ને તો આ ઘર ઉકરડો જ હોત.' ગોપી ગુસ્સામાં બોલી. "મા પ્લીઝ ફરીથી રામાયણ ચાલુ ના કરતી હવે મને બધું જ મોઢે છે જે જે તું કહેવાની છે.' "બહુ દોઢડાહ્યો ના થા. ચલ આજે માળીયું સાફ કરવાનું છે મને મદદ કર. " "ઓહ નો મા તું શંકરભાઈની જોડે ...વધુ વાંચો
શિવકવચ - 2
શિવ જમીને પાછો પોતાની નાનક્ડી રૂમમાં પલંગમાં આડો પડ્યો. ઓશિકા નીચેથી ચોપડી કાઢી .હવે એને ચોપડી કરતાં પેલાં કાગળમાં રસ પડ્યો હતો. એણે ધીરેથી કાગળ કાઢ્યો. સાચવીને ગડી ખોલી. કાગળ ખૂબ જ જૂનો થઈ ગયો હતો. કાગળમાં કંઈક લખેલું હતું. શિવે વાંચવાનો પ્રયત્ન કર્યો પણ એને સમજાયું નહીં. કાગળ વાળીને એણે ચોપડીમાં દબાવ્યો. ચોપડીમાં એણે વચ્ચે વચ્ચે ફોટા હતાં એ જોયા.અમુક વાક્યો પર પેનથી લીટી કરીને વાક્યો છુપાવી દેવામાં આવ્યા હતાં.કોઈક શિવજીના મંદિર વિષેની ચોપડી છે એવી એને ખબર પડી. કંટાળીને ચોપડી પાછી મૂકી સૂઈ ગયો. સાંજે બધા ફ્રેન્ડસ ભેગાં થવાના હતા. એ પાંચ વાગે નીકળ્યો. એણે કોઈક અગમ્ય ...વધુ વાંચો
શિવકવચ - 3
બીજા દિવસે સાંજે બધા મંદિરની પાછળ ભેગા થયાં. બધાએ પોતપોતાના વિચારો લખેલાં કાગળ કાઢ્યાં. ઢંગધડા વગરનાં વિચારો હતાં. કોઈકે કોઈક મંદિરના કોટ વિશે લખ્યું છે. કોઈક કે આમાં ચતુર નામના માણસ વિશે વાત કરી છે આપડે ચતુર નામના માણસને શોધવો પડે. બધાં વિચારી વિચારીને થાક્યાં પણ કંઈ પરિણામ આવ્યું નહીં. છેવટે બધાએ આ પડતું મૂકવાનું નિર્ણય કર્યો કારણ આવતાં અઠવાડીયેથી પરીક્ષા ચાલુ થતી હતી. ભણવામાં ધ્યાન આપવું પડશે એટલે આ મગજમારી કરવાનું હમણાં મુલતવી રાખ્યું. માનુનીએ બધાને થર્મસમાંથી કોફી આપી. કોફી પીને બધા છૂટાં પડ્યા. સાંજે જમવાના ટેબલ પર તાની ને ઉંડા વિચારમાં પડેલી જોઇ એની મમ્મી બોલી "તાની ...વધુ વાંચો
શિવકવચ - 4
પાછા બધાં ગોથે ચડ્યા. આ પાછું નવુ આવ્યું. "આમાં તો કંઈ જ સમજણ પડે એમ નથી.' શિવ નિરાશભર્યા અવાજે "શિવ એકદમ ઉકેલ ના મળે. એને ધીમે ધીમે વિચારવું પડે. કોઈને જલ્દી સમજણ ના પડે એટલે તો આવુ અધરું લખ્યું હોય. જેમ વિચારતાં જઈએ એમ સમજણ પડતી જાય.' તાનીએ શિવને શાંત પાડતાં કહ્યું. તાનીએ ફરી બધાને કાગળમાં લખીને આપ્યું. આ વખતે એણે પાંચ કાગળ બનાવ્યા. માદળીયા વાળો કાગળ ફરી ગડી વાળીને માદળીયામાં મૂકી ફીટ બંધ કરીને પાછું શિવના ગળામાં પહેરાવી દીધું. તાનીની મમ્મી બધા માટે કોફી બનાવી લાવી. કોફી પીને બધા કાલે ...વધુ વાંચો
શિવકવચ - 5
ગોપી કાગળ હાથમાં લઇ બોલી "જો આમાં છેલ્લું વાક્ય તો સમજાઇ જ ગયું. ભલાનિવાસ એટલે તારા દાદાનું ઘર અને એટલે તારા દાદાના ઘરમાં જે ડોશી રહે છે એનું નામ . સ્મરણ એટલે એ કંઈક ભક્તિનું પઠન કરતી હશે." "એમ ?' "હા હવે પાષાણ એટલે પત્થર , ગગડે તેજ ગતિ , એટલે ઝડપથી પડે છે. લટકે અધવચાળ સુણી રાણી હુંકાર. એટલે કે રાણીનો અવાજ સાંભળી ગબડી રહેલાં પત્થરો અધવચ્ચે લટકી ગયાં." ગોપી થોડીવારમાં વિચારમાં પડી પછી એકદમ બોલી "અરે હા શિવલા સમજાઈ ગયું આ તો તારા દાદાના ગામનું જ વર્ણન છે ." " એટલે?" "તારા દાદાનું ઘર છે ને ત્યાં ...વધુ વાંચો
શિવકવચ - 6
સવારે તાની ઉઠીને તૈયાર થઈને નીચે આવી. આજે તેનો જન્મદિવસ હતો.એનાં દાદી પૂજારૂમમાં પૂજા કરી રહ્યાં હતાં.તાની એમને પગે પૂજારૂમમાં ગઈ. દાદીને પગે લાગી. "જુગ જુગ જીવો મારી લાડલી .ભગવાન તારી સૌ મનોકામના પૂરી કરે." દાદીએ આશીર્વાદ આપતાં એનાં મોઢામાં કૃષ્ણનો પ્રસાદ માખણ મીસીરી ખવડાવી. " પગે લાગ ભગવાનને ."દાદી બોલ્યાં. તાની પગે લાગી. એકદમ એ ગણગણી "કૃષ્ણમુખે અવતર્યા કરે મોક્ષગતિ.' "તાની તને ક્યારથી આ બધામાં રસ પડ્યો ? " " શેમાં દાદી ?" "અરે તું હમણાં જે બોલી એ .એટલે કે ગીતામાં " "ગીતા કોણ ગીતા ? દાદી કંઇ સમજાયુ નહીં ચલો મારે લેટ થાય છે હું જઉં"" ...વધુ વાંચો
શિવકવચ - 7
જમીને બધાં થોડીવાર આરામ કરવા વચ્ચેના રૂમમાં ગયા. નીચે જ ગાદલાં પાથરી બધાં આડા પડ્યાં. "અહીં એ.સી નથી તોય ઠંડક છે નહીં મમ્મી. " શિવ બોલ્યો. "હા અહીં ગામડામાં પ્રદુષણ ઓછું હોય અને ઝાડપાન વધારે હોય એટલે કુદરતી ઠંડક રહે." ગામમાં બધાને ખબર પડી કે ભલાભાઈનો પરિવાર આવ્યો છે એટલે સાંજે પાંચ વાગ્યા પછી ધીરે ધીરે ગામનાં લોકો મળવા આવવા લાગ્યા. ભલાભાઈનો ગામમાં ખૂબ જ આદર હતો એટલે ગામના લોકો એમના પરિવારના સભ્યોને પણ એટલાં જ આદરથી મળતાં હતાં. બધાાંએ જમવાનું આમંત્રણ આપ્યું .અમુક લોકો શાક તો અમુક દૂધ માખણ ને ઘી લાવ્યા હતા. ગોપી તો બધું આશ્ચર્યથી જોઈ ...વધુ વાંચો
શિવકવચ - 8
ગોપીની ચીસ સાંભળીને બધા દોડયા. જીવીબાના રૂમમાં જઈને બધાએ જોયું તો જીવીબાની આંખો અધ્ધર સ્થિર થઈ ગઈ હતી. શિવે પકડીને હલાવ્યા. "જીવીબા." એણે ખભાથી પકડીને હલાવ્યા. કંઈ જવાબ ના મળ્યો. શિવ બહાર દોડ્યો. બાજુવાળા ભાઈને જલ્દી ડોક્ટર બોલાવાનું કહ્યું.થોડી જ વારમાં ડોક્ટર આવ્યાં. જીવીબાને તપાસીને કહ્યું "જીવીબા પરમધામમાં પહોંચી ગયા." સાંભળીને ગોપી રડવા લાગી. તાનીએ એને પાણી લાવીને પીવડાવ્યું. ગામ લોકોને ખબર પડતાં ધીરે ધીરે બધા એકઠાં થયાં. બધાએ ભેગાં મળીને અંતિમક્રિયા પતાવી. સાંજે દીવો કરી ભજન કર્યાં. "જીવીબા જાણે શિવની જ રાહ જોતાં હતાં. " ગોપી બોલી. "હા જીવીબા એમને સોંપેલું કાર્ય જ જાણે કરવા રોકાયા હતા."તાની બોલી, ...વધુ વાંચો
શિવકવચ - 9
"મને નહીં આવડે.' કહી તેજે કાગળ પાછો આપ્યો. "સાંભળને શિવ હું આજે ફોટા પાડતો હતો ત્યારે એક કાકા મળ્યા એ આયુર્વેદના ડોકટર હતા. કંઈક જડીબુટ્ટી શોધવા આવ્યા હતા. મને ફોટા પાડતા જોઈ એમણે મને કહ્યું કે અહીંથી થોડે દૂર જંગલની અંદર ઘણા મંદિર છે તને ત્યાં ફોટા પાડવાની મજા આવશે. મેં કહ્યું કે મને ક્યાંથી રસ્તો મળે? તો તેમણે કહ્યું તમારે જવું હોય ત્યારે કહેજો મારો નાનો દિકરો આવશે જોડે. એમણે મારી જોડે બહુ વાતો કરી. આયુર્વેદમાં કેવી કેવી દવા છે અને ક્યા રોગમાં કઈ જડીબુટ્ટી વપરાય. એમનું કહેવું તો એવું છે કે કોઈ પણ ભયંકર રોગ હોય એની ...વધુ વાંચો
શિવકવચ - 10
શિવ ચોપડી લઈને આવ્યો. કવર પેજ પર સોમેશ્વર મહાદેવ લખ્યું હતું. ચોપડી ખોલીને બધાં એમાંના ફોટા જોવા લાગ્યા. મહાદેવની બાજુ મોટા મોટા ઝાડ હતા. એક ફોટામાં નદી પણ હતી. પાછળ પહાડ દેખાતા હતા. મંદિર ખૂબ જ પુરાણુ દેખાઈ રહ્યું હતું. "આ મંદિર સાથે જ કંઈક જોડાયેલું છે એવી મને ફીલીંગ આવે છે." તાની ઉત્સાહથી બોલી. ''પેલો કોયડો લખેલો કાગળ લાવ તો શિવ ."નીલમ બોલી, શિવે કાગળ આપ્યો. "આમાંથી શબ્દો છૂટા પાડવા પડશે.' કહી નીલમ મગજ કસવા લાગી. "અચ્છા આના શબ્દો છૂટા પાડીયે તો આમ થાય. સરિતા ગિરિને તરૂવર મધે , વસે મમ ભૂત સરદાર. તરૂ ગર્ભમાં નીર વહે, પછવાડે ...વધુ વાંચો
શિવકવચ - 11
બધાએ ભાવથી દર્શન કર્યાં. દર્શન કરીને બહાર આવ્યા. મંદિરની બાજુમાં એક નાનો કુંડ હતો.જેમાં બે પત્થર તરતા હતા. પુજારીએ " આ પત્થર વર્ષોથી આવી રીતે પાણીમાં તરે છે." "પત્થર પોલા હશે "શિવ બોલ્યો. "ઉચકીને જુઓ. " શિવ એક હાથે પત્થર ઉચકવા ગયો પણ ના ઉચકાયો એણે બે હાથે પત્થર ઉચક્યો. ખાસ્સો ભારે હતો. બીજો પણ ઉચકીને જોયો એ પણ ભારે હતો. "ખરેખર ખૂબ જ આશ્ચર્યની વાત છે આટલાં ભારે પત્થર તરે કેવી રીતે?" "એવી કથા છે કે રામ ભગવાન જ્યારે લંકા ગયા ત્યારે જે રસ્તો બનાવ્યો હતો તેના આ બે પત્થર છે." બધાએ પત્થરને હાથ અડાડી માથે લગાવ્યો. પુજારી ...વધુ વાંચો
શિવકવચ - 12
બધાએ જોયું તો ઈંટથી ત્રિશૂળ બનાવેલું હતું. શિવે ઇંટ કાઢવાનો પ્રયત્ન કર્યો પણ ઇંટ હલી નહીં. ઘણા વર્ષોથી દબાયેલી એટલે સજજડ થઈ ગઈ હતી. શિવે આજુબાજુ નજર કરી. એક મોટો અણીદાર પત્થર પડ્યો હતો. દોડતો જઈને શિવ પત્થર લઈ આવ્યો. ધીમે ધીમે એક ઈંટની બધી બાજુથી માટી ખોતરી. પછી ઈંટ હલાવી થોડી હલી. વળી થોડી માટી ખોદી. પછી ઈંટ ખેંચી તો નીકળી ગઈ. ધીરે ધીરે બધી ઈંટો કાઢી. બધાના ધબકારા વધી રહ્યા હતાં. નીચે ઊંડો ખાડો દેખાયો. "શિવ સાચવી રહીને હોં બેટા સાપ કે કોઈ ઝેરી જીવજંતું ના હોય જોજે.જંગલની જમીન છે. કંઈપણ હોઈ શકે છે. " "હા શિવુ ...વધુ વાંચો
શિવકવચ - 13
બધાં ફાટી નજરે જોઈ રહ્યા. જમીન પર ઝગમગતા હીરાં વેરાયેલા હતાં. શિવે બેત્રણ હીરા હાથમાં લીધા. "આ સાચા હશે "હાસ્તો હશે જ ને દાદાએ આટલાં બધા છુપાવીને રાખ્યાં હતાં એટલે કિંમતી જ હશે." "પણ દાદા પાસે આવ્યા ક્યાંથી?' "શિવ બટવામાં જો તો કંઈ છે બીજું ? દાદાએ કંઈક તો લખ્યું જ હશે આનું શું કરવાનું કે આ કોના છે ?"તાની બોલી, શિવે બટવામાં હાથ નાંખ્યો. અંદર એક કાગળ ચોંટેલો હતો. એણે ખેંચીને બહાર કાઢ્યો. કાગળ ખોલ્યો અંદર દાદાના અક્ષર હતા. 'પ્રિય શિવ. અથવા તો જેના હાથમાં આ બટવો આવ્યો તે સજજન, ઘણું ખરું તો મારા શિવનાં હાથમાં જ હશે. ...વધુ વાંચો