TRUE LOVE .... કોને કહેવાય સાચો પ્રેમ? "જેમાં ની: સ્વાર્થ પણું હોય, જે વિકારો થી મુક્ત હોય, જેમાં એક પણ પ્રકાર નું બંધન ના હોય,જે શુદ્ધ હોય." આશા છે કે મારી આગળની વાતોથી મારા પ્રિય વાચકમિત્રો ને પ્રેમ વિશે થોડું જણાવી શકું. મારી આ નાની-નાની વાતો ક્યો કે વાર્તા એ વાંચવાં માટે વિનંતી કરું છું. JAY SHREE RADHAKRISHNA પ્રતિદિન સૂર્ય ઊગવાની સાથે જ જાગી ઉઠે છે કાઈ કહાની, કાઈ સંઘર્ષ, કાઈ ઈચ્છાઓ, કાઇક યાત્રાઓ. પણ બધી કહાની પૂરી નથી થતી, બધા સંઘર્ષ જીતી શકાતા નથી અને કાઇક યાત્રાઓ રહિ જાય છે અધૂરી. શા માટે? હવે કોઈ કહશે કે પ્રયાસ અધૂરો રહ્યો, કોઈ માનશે કે સંકલ્પ દ્રઢ ન હતો, કોઈ ક્રોધ કરશે, કોઈ આ અસફળતાનું બોજ એના ભાગ્ય ઉપર નાખી દેશે. પણ આ બધાનું કારણ માત્ર એક જ છે, એક તત્વ ની ઉણપ. ઉણપ છે અઢી અક્ષર ની, ઉણપ છે "પ્રેમ" ની. પ્રેમ જો ન તો શાસ્ત્રોની પરિભાષામાં મળે, ન તો શસ્ત્રોના બળથી, ન તો પાતાળ ની ગાહેરાયમાં, ન તો આકાશના તારામાં. તો આ પ્રેમ છે ક્યાં? કેમ પ્રાપ્ત થાય પ્રેમ? શું છે માર્ગ પ્રેમને પ્રાપ્ત કરવાનો? આશા છે કે આગળની બધી વાતોથી તમને એ સજાવી શકીશ.

નવા એપિસોડ્સ : : Every Monday, Wednesday & Friday

1

True Love - 1

પ્રસ્તાવના..... TRUE LOVE .... કોને કહેવાય સાચો પ્રેમ? "જેમાં ની: સ્વાર્થ પણું હોય, જે વિકારો થી મુક્ત હોય, જેમાં પણ પ્રકાર નું બંધન ના હોય,જે શુદ્ધ હોય." આશા છે કે મારી આગળની વાતોથી મારા પ્રિય વાચકમિત્રો ને પ્રેમ વિશે થોડું જણાવી શકું. મારી આ નાની-નાની વાતો ક્યો કે વાર્તા એ વાંચવાં માટે વિનંતી કરું છું. JAY SHREE RADHAKRISHNA ️... ... ️ પ્રતિદિન સૂર્ય ઊગવાની સાથે જ જાગી ઉઠે છે કાઈ કહાની, કાઈ સંઘર્ષ, કાઈ ઈચ્છાઓ, કાઇક યાત્રાઓ. પણ બધી કહાની પૂરી નથી થતી, બધા સંઘર્ષ જીતી શકાતા નથી અને કાઇક યાત્રાઓ રહિ જાય છે અધૂરી. શા માટે? હવે કોઈ ...વધુ વાંચો

2

True Love - 2

આપણે બધાને ક્યારેકને-ક્યારેક કોઈને-કોઈ સ્થાને કોઈની હારે પ્રેમ હોય જ છે. એ પછી માતા-પિતાને સંતાન જોડે હોય, કોઈ જ્ઞાનીને જોડે હોય, કોઈ કલાકારને કલા જોડે હોય, વગેરે વગેરે... પણ શું વાસ્તવમાં આ પ્રેમ જ છે? મોહ પણ હોઈ શકે. હવે કોઈ પૂછશે કે પ્રેમ અને મોહમાં અંતર શું છે? અંતર છે બંધનનું. જે તમને બાંધે રાખે એ મોહ છે, પ્રેમ નથી. પ્રેમ એ જે તમને મુક્ત કરી વિકાસની તરફ ધકેલે. એક ઉદાહરણથી સમજીએ - કોઈ માતા પિતા પોતાના સંતાનને અન્ય શહેરમાં ભણવા માટે મોકલી ન શકે, પોતાના સંતાનને એના મિત્રો સાથે રમવા ન મોકલે, ચિંતિત રહે કે ક્યાંક એના ...વધુ વાંચો

3

True Love - 3

" ક્રોધ " આપણને બધાને ક્યારેક ને ક્યારેક તો ક્રોધ આવે જ છે. અને આવશે પણ મનુષ્ય સ્વભાવ છે. જ સ્વભાવથી આપણે જોડાયેલા છે, પણ આ ક્રોધ શા માટે આવે છે ? કયારેય વિચાર્યું છે એ વિષય પર ? ક્રોધ ત્યારે આવે જ્યારે આપણા મનનું ધાર્યું ન થાય. જેમ કે આપણી કોઈ વાત ન માને, આપણને ક્યાંય પણ પરાજય મળે. પણ આ બધી પરિસ્થિતિમાં આધાર એક જ છે, કે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ સ્થાને આપણે દુર્બળ છીએ. ક્રોધ જન્મ લેય છે આપણી દુર્બળતાથી અને પછી એ આપણી બધાથી મોટી દુર્બળતા બની જાય છે. જો ક્રોધને વશમાં રાખવામાં ન ...વધુ વાંચો

4

True Love - 4

પ્રેમ પ્રેમ નું નામ આવતા જ આજે આપણે એક નાયક અને નાયિકા નું મન માં ચિત્રણ કરી લઇએ છીએ. એના વિશે ખોટું વિચારવું,ખોટું બોલવું એને કલંકિત કરવા.શું આ આપણે સાચું કરીએ છીએ? શું આવું કરવું જોઈએ? કોઈ નાં વિશે કંઈ પણ જાણ્યા વગર એના પર આરોપ લગાડવો એ સારી વાત છે? ના. કારણ અઢી અક્ષર નો આ શબ્દ પ્રેમ છે જ એટલો મહાન. "પ્રેમ" પ્રેમ ન તો કોઈ સંબંધ છે ન તો કોઈ બંધન છે. એ ખુદ માં જ એક ભાવ છે ભક્તિ છે. "પ્રેમ" જે વિકારો થી મુક્ત છે . "પ્રેમ" જેમાં ની:સ્વાર્થ પણું છે . "પ્રેમ" જેમાં ...વધુ વાંચો

5

True Love - 5

માતા પિતા.... અત્યારે દરેક બાળક એની કાઈ વ્યક્તિગત વાત એના માતા પિતા ને નથી કહી શકતો. ( જેમ કોઈ વાત હોય) શું કામ? એનું કારણ શું? જવાબ એકદમ સરળ છે - ભય (ડર). સંતાનને પોતાના માતા પિતા નો ડર છે. હવે પ્રશ્ન એ થાય કે પોતાના માતા પિતાથી જ ડર શું કામ? જવાબ છે - અધિકાર. દરેક માતા પિતા એવુ મને છે કે એના સંતાન પર એનો અધિકાર છે. હવે કોઈ કહેશે એ તો હોય જ આપણા માતા પિતા છે. હા સાચી વાત પણ કોઈપણ માતા પિતાએ પોતાના સંતાન પર ક્યારેય અધિકાર ન કરવો જોઈએ. કારણ કે મનુષ્ય પર ...વધુ વાંચો

6

True Love - 6

1) કોઈ પણ પુષ્પને આપણે સુંદર કહીએ છીએ. શા માટે? કારણ કે આપણે એ પુષ્પને જોયું છે. આવી જ જ્યારે પ્રેમ ની વાત આવે ત્યારે લોકો કોઈનું મુખ સ્મરણ કરે, આવી આંખો, એવી smile, ઘાટા અને લાંબા વાળ. પણ શું આજ પ્રેમ નું અસ્તિત્વ છે? નહિ. આ એ શરીરનું અસ્તિત્વ છે જેને આપણી આંખોએ જોયું અને એનો સ્વીકાર કર્યો. પણ પ્રેમ ભિન્ન છે. "પ્રેમ એ વાયુ જેવો છે જે આપણને દેખાતો નથી પણ એજ આપણને જીવન આપે છે." સંસારમાં કોઈ, સ્ત્રીને કુરૂપ કઈ શકે છે કારણ કે એ એમને એના તનની આંખોથી જોય છે. પરંતુ કોઈ પણ સંતાન એજ ...વધુ વાંચો

7

True Love - 7

1) કોઈ પણ વસ્તુને બાંધવા માટે કોઈ બંધન કે દોરીની જરૂર પડે. પરંતુ આ દોરીને બાંધી શકવાની શક્તિ કોણ એ છે ધાગા. જેનાથી જોડાય ને આ દોરી બની છે. તો પ્રેમ ને કઈ દોરીથી પોતાના હારે બાંધશો? પ્રેમ બને છે વિશ્વાસથી. અને વિશ્વાસની દોરી ના ધાગા સત્યથી ગુંથવામાં આવે છે. હવે પ્રશ્ન થાય કે સત્ય શું છે? એ જે આપણે જોયું, એ જે આપણે વિચાર્યું, ના. આપણું સત્ય એ છે કે જેના પર આપણે વિશ્વાસ કર્યો અને વિશ્વાસ એ જેને આપણે સત્ય સમજી લીધું છે. વાસ્તવિકતામાં સત્ય અને વિશ્વાસ એક જ સિક્કા ની બે બાજુ છે. જ્યાં સત્ય નથી ...વધુ વાંચો

8

True Love - 8

1) ઘણી વખત આપણે આપણા માતા પિતા, આપણા સગા સંબંધીઓ પાસેથી સાંભળ્યું હશે કે આને કુદ્રષ્ટિ લાગી ગઈ છે. કુદ્રષ્ટિ ઉતારો, આ ન કરો નહિતર કુદ્રષ્ટિ લાગી જશે, એવું ન પહેરાય નહિતર કુદ્રષ્ટિ લાગી જાય. વગેરે વગેરે...અને એમાં કાઇક તો એવા હોય કે એ કુદ્રષ્ટિ નો ઉપચાર કરવા લાગે. કુદ્રષ્ટિ ઉતારવા માટે શું શું ન કરે. સારું છે. પણ કુદ્રષ્ટિ જેવું કાઈ હોય જ નહિ. જો તમારું મન સારું હોય તો કોઈ પણ કુદ્રષ્ટિ તમને કોઈપણ પ્રકારની હાની ન પહોંચાડી શકે. પવન એવા જ ઘરોમાં ધૂળ ભરી શકે જેના ઘરની બારીના પડદાં નબળા હોય, ભવન્ડર પણ એજ દીવાલને પાડી ...વધુ વાંચો

9

True Love - 9

1) આ સંસારમાં એવા કેટલાક લોકો હોય છે જે આપણને સ્વાર્થી લાગે છે, જેને આપણે સ્વાર્થી માનીએ છીએ. જે પડે તો જ આપણને યાદ કરે બાકી કેટલા સમય સુધી ક્યાંય દેખાય જ નહિ, પણ એને જ્યારે તમારી મદદની જરૂર પડે તો હાથ જોડીને તમારી સામે ઊભા રહે. ખૂબ ક્રોધ આવે નય! આવા લોકો પર. મન માંથી સ્વર નીકળે કે આ વ્યક્તિની ક્યારેય મદદ ના કરું. પણ એવું ક્યારેય નય કરવાનું. એક વાત યાદ રાખજો દીપકને યાદ વ્યક્તિ ત્યારેજ કરે છે જ્યારે ઘેરો અંધકાર થઈ જાય. સામે વાળી વ્યક્તિ ને સ્વાર્થી માનીને ખુદ વ્યાકુળ ન થાઓ. સ્વયંને દીપક માનીને હર્ષિત ...વધુ વાંચો

10

True Love - 10

1) જીવ જન્મ લેય એની હારે જ જાગી ઉઠે છે કાઇક યાદો, મનની વાતો. મનની વાતો ખૂબ બળશાળી હોય વિચિત્ર અનુભૂતિ કરાવે. હંમેશા આપણી સાથે રહે, આપણી હારે જે જે ઘટનાક્રમ થાય છે એ ક્યાંય ને ક્યાંય, કોઇને કોઇ સ્થાને "યાદ" સ્વરૂપે રહી જાય છે. પણ ક્યારેક ક્યારેક આપણે ભૂલી જઈએ કે આ યાદો આપણી છે તો એમાં આપણે શું રાખવું અને શું ન રાખવું એ આપણા પર નિર્ભર છે. આ જીવનમાં શું સાચવવું જોઈએ - સુખ, આનંદ ના ક્ષણ, એ ક્ષણ જ્યાં આપણા પર કોઈએ ઉપકાર કર્યો, એ ક્ષણ જ્યાં કોઈએ સારી મિત્રતા નિભાવી, એ ક્ષણ જ્યાં કોઇને ...વધુ વાંચો

11

True Love - 11

1) કોઈ એક પુસ્તક જે દેખાવે અતિ સુંદર છે. તેના પૃષ્ઠ સજાવેલા છે, બહારથી આવરણ ખૂબ સુંદર દેખાય છે. શું આ પુસ્તક સત્યમાં અદ્ભુત કેવાને પાત્ર છે? એમાં જે લખ્યું હશે એ સત્ય છે? પ્રેરણાદાયી છે? કઈ રીતે આ વાતનો નિર્ણય લેવો? હવે આપણને વિચાર આવે કે પુસ્તકની સુંદરતા જોઇ ને એની ગુણવતા કઈ રીતના જાણવી? એના માટે એ પુસ્તકનું વાંચન કરવું પડે, એને સમજવું પડે, સમય આપવો પડે. એક કેવી આશ્વર્યની વાત છે કે કોઈ પુસ્તકના વિષયમાં આપણે આ બધી વાતો જાણીએ છીએ, પણ કોઈ વ્યક્તિ માટે આપણા મનમાં આ વાતો નથી આવતી. વ્યક્તિનું મૂલ્યાંકન એની કોઈ વસ્તુથી, ...વધુ વાંચો

12

True Love - 12

મારી આવી પુસ્તક વિશે આપને માહિતી આપવા માટે મને મારા હૃદયનું આભાર. આ પુસ્તક પ્રેમ વિષયમાં વધુમાં વધુ લોકોને આનંદ આપવા માટે રચાયેલ છે. આનંદ એ એવો ભાવ છે, જે કોઈ વસ્તુથી નથી મળતો. "વસ્તુથી મળે એ સુખ છે અને વસ્તુ રહિત મળે એ આનંદ છે." પ્રેમ એ નથી કોઈ વસ્તુ સાથે સંકળાયેલો, નથી સ્વાર્થ, નથી મોહ, નથી ઇર્ષા,નથી અભિમાન, નથી કોઈપણ પ્રકારની ચિંતા, છતાં પણ પ્રેમથી જે આનંદ મળે છે એ પુરા જીવનમાં બીજી કોઈ વસ્તુ કે અન્ય કોઈ કામથી નથી મળતો. પ્રેમ એ માનવજીવનમાં વિશેષ સ્થાન ધરાવે છે. આ ભાવનાઓને સંગીની અને અનુભવમાં વ્યક્ત કરવામાં મારી આ ...વધુ વાંચો

13

True Love - 13

સાયરમ દવે જી પ્રેમ વિશે એક સ્ટોરી કહે છે જેના પરથી આપણને શીખ મળે કે પ્રેમમાં ક્યારેય ઉચ-નીચ ન પ્રેમ ક્યારેય કોઈનું સ્ટેટસ જોઈને ન થાય. પ્રેમમાં પૈસા નું કોઈ સ્થાન નથી, એ વાત સાયરામ દવે જી ની આ વાત પરથી સ્પષ્ટ સમજાશે.....પ્રેમની વાત છે એટલે એક વાત કેવી છે, પ્રેમ કેવો હોય. છોકરાનું નામ અનિકેત અને છોકરી નું નામ રાગીણી. કોલેજમાં ભણતા હોય, એટલે પેલી વખત નો પ્રેમ અને સાઈડનો પ્રેમ હોય. છોકરા એ કીધું કે હું તને ચાહું છું. અને રાગિણીના તો બોવ મોટા સપના હતા, પૈસાદાર માણસ સાથે પરણવું હતું. રાગીણીએ કહ્યું લાઇફ મારે એન્જોય કરવી ...વધુ વાંચો

14

True Love - 14

પ્રેમ એક એવો અનુભવ છે જે આપણા જીવનને સુંદર, સમૃદ્ધ અને સાથીદાર બનાવે છે. તે એક ઊંડો ભાવનાત્મક બંધન જે આપણા મન, શરીર અને આત્માને અસર કરે છે. પ્રેમ દ્વારા, આપણે અન્ય લોકો માટે ભક્તિ અને આદર બતાવી શકીએ છીએ. પ્રેમ વ્યક્તિ સાથે તેના ભૂતકાળ, સારા સમય અને ખરાબ સમયમાં રહે છે. તે એક પવિત્ર બંધન છે જે આપણને સુખ, આત્મવિશ્વાસ અને આનંદ આપે છે.પ્રેમ આપણા જીવનનો એક મહત્વનો ભાગ છે જે આપણને બીજાની જરૂરિયાતો, ખુશીઓ અને દુ:ખની કાળજી લેવા પ્રેરે છે. પ્રેમ આપણને સમજણ, સહાનુભૂતિ અને સંવેદનશીલતા શીખવે છે. પ્રેમ દ્વારા આપણે આપણી વાતચીત કૌશલ્ય વિકસાવીશકીએ છીએ અને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો