સથવારો.....સંબંધો ભાગ્યનાં

(150)
  • 46.3k
  • 10
  • 26.2k

સાવ જીવ વિનાનાં પગ લઈને એણે ખડકીની બહાર પોતાનું પચાસ વરસનું થોડું અદોદળું શરીર ધકેલ્યું .જીવનની તમામ ચેતના હરાઈ ગઈ હોય તેમ હાથમાંથી બે વખત તાળું છુટી ગયું .એક સમયે ઘાટા લીલાં છુંદળા જે હાથ પર શોભતા એ હાથ આજે છૂંદણાની જેમ ઝંખવાઈ ગયેલા લાગતા હતાં .ડેલીનાં બે બારણાં ભેગા કર આગળીયો વાસતાં તો નિઃસાસો જ નખાઈ ગયો. સડેલી બારસાખ ને અધડુકા બંધ થતાં દરવાજામાંથી છેક સુધી નજર અંદર ગઈ જાણે આખા ઘરને આંખોમાં જડીને લઈ જવું ન હોય... સાકર માએ પગ ઉપાડ્યો ત્યાં તો એનું મેલખાંઉ ઓઢણું ખડકીનાં ઉચકાયેલ ખીલ્લામાં ભરાયું ને એનેલાગ્યું કે જાણે કોઈ રોકે છે. મન ચકડોળે ચડયું "જિંદગીમાં ઘણીવાર વસમું લાગ્યું પણ આવું તો પે'લીવાર જ .... એમ તો જે દી' પોતે ફળીયામાં ખાટલો ઢાયરો (ઢાળ્યો)તો ઈ રાતે પણ......"

Full Novel

1

સથવારો.....સંબંધો ભાગ્યનાં - 1

પ્રકરણ 1સાવ જીવ વિનાનાં પગ લઈને એણે ખડકીની બહાર પોતાનું પચાસ વરસનું થોડું અદોદળું શરીર ધકેલ્યું .જીવનની તમામ ચેતના ગઈ હોય તેમ હાથમાંથી બે વખત તાળું છુટી ગયું .એક સમયે ઘાટા લીલાં છુંદળા જે હાથ પર શોભતા એ હાથ આજે છૂંદણાની જેમ ઝંખવાઈ ગયેલા લાગતા હતાં .ડેલીનાં બે બારણાં ભેગા કર આગળીયો વાસતાં તો નિઃસાસો જ નખાઈ ગયો. સડેલી બારસાખ ને અધડુકા બંધ થતાં દરવાજામાંથી છેક સુધી નજર અંદર ગઈ જાણે આખા ઘરને આંખોમાં જડીને લઈ જવું ન હોય... સાકર માએ પગ ઉપાડ્યો ત્યાં તો એનું મેલખાંઉ ઓઢણું ખડકીનાં ઉચકાયેલ ખીલ્લામાં ભરાયું ને એનેલાગ્યું કે જાણે કોઈ રોકે છે. ...વધુ વાંચો

2

સથવારો.....સંબંધો ભાગ્યનાં - 2

વિતેલી અડધી સદી... ●●●●●○○○○●●●●●○○○○○●●●●● ગુજરાતનાં છેવાડાનાં જિલ્લાનું ગામ સરિતાનગર મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગથી લગોલગ. ગામમાં વચ્ચોવચ્ચ જીવા આતાનો ડેલો..આમતો હવેલી ગણાય. ગામનાં સૌથી સધ્ધર ખેડૂત-જમીનદાર ,પાંચમાં પુછાય એવી શાખ. ધોળા બાસ્તાં જેવાં કપડાં , માથે આટીયાળી પાઘડી .પોતાની ચાંદીનાં વરખવાળી કડીયાળી ડાંગ લઈને , મોચી પાસે સીવડાવેલાં અસ્સલ ચામડાનાં અણીયાળાં જોડાં પહેરીને નીકળે ત્યારે ગામમાં થોડીવાર માટે સોપો પડી જતો. પાંચ પાંચ દીકરાનાંબાપને એક જ વાતનો વસવસો કુળમાં ત્રણ પેઢીથી એક પણ માંડવો નહીં,ફુઈ નહી બે'ન નહી અને હવે દીકરી પણ નહી. કઈં કેટલીય માનતાઓ પછી દીકરીનો જન્મ થયો.જોતાંજ આંખ ઠરે એવી,સાથે જોડીયા ભાઈને લઈને આવી..મનની મધુરપ આપે એવી દીકરીનું ...વધુ વાંચો

3

સથવારો.....સંબંધો ભાગ્યનાં - 3

વિતેલી અડધી સદીની સફર આગળ ●●●●●○○○○○○●●●●●●●○○○○••••• સાકરનાં મામાનું ગામ તો દૂરનું કનકપૂર . ત્રણ - ત્રણ દિકરા ધીંગાણામાં ગુમાવ્યા એનાં નાનાએ સૌથી નાના દિકરાને સરિતાનગર મોકલી દીધેલ મોટી બે'ન પાસે. એ માનતા 'શિર સલામત તો પઘડીયાં બહોત'એ મામા કાનજી ને ફુઈ લક્ષ્મી (અહીં મામી ) કરા-પડોશી.આછી પાત્તળી ખેતી ,મનનાં અમીર સંતોષી જીવ. લક્ષ્મીને સાકર પર ખૂબ હેત ,એનાં લંબગોળા મોઢા ,હોઠપરનાં તલ ને પાણીદાર આંખો જોઈને એ ધરાતી જનહીં. સાકરની અવગણનાની પણ સાક્ષી.ક્યારેક એનાં વાળમાં તેલ નાખી દે..તો ક્યારેક લાપસીનાં કોળીયા ભરાવે. ને કાન પાછળ મેશનું ટપકું તો ભુલે જ નહી,જાણે એનાં પર આવનારી બધી ઉપાધિ એ ટપકાંમાં કેદ ...વધુ વાંચો

4

સથવારો.....સંબંધો ભાગ્યનાં - 4

આગળની સફર ●●●●○○○○○●●●●●○○○○○●●●●●○○○○○ લક્ષ્મી ધીમા પગલે પાછી ગઈ પણ સાકરની હાલત એવી હતી, જાણે રાની પશુઓની વચ્ચે નાનું હરણનું ઘણું કહેવું હતું ખુલાસા આપવા હતાં અને જવાબ માંગવા હતાં,પરંતું એની વાચા જ હણાઈ ગઈ હતી.આ ઘરે ક્યારેય એને બોલવાનો મોકો આપ્યો જ નહોતો. માએ તેને વાળ પકડી ,ખેંચીને ઓરડામાં પુરી દીધી.એક તરફ લક્ષ્મી અજંપામાં જાગતી રહી અને બીજી તરફ સાકર. મોટાભાઈઓ ખેતરથી આવ્યાં અને રાતભર સંતલસ ચાલી.સવાર પડતાં જ નિર્ણય લેવાઈ ગયો હતો. સવારે કાનજી અને લક્ષ્મી ને બોલાવવામાં આવ્યાં..માએ કીધું " જો કાનજી તારાં ને મારાં અંજળપાણી ખુટી ગ્યાં.આજ પછે વે'વાર પુરો""અમે અમારી છોડીનું સગપણ નાનજી હારે ગોઠયવું ...વધુ વાંચો

5

સથવારો.....સંબંધો ભાગ્યનાં - 5

સાકર અને નાનજીનો સંસાર ●●○○○●●●●○○○○●●●●○○○●●●●○○○○ ગૌધુલીવેળા થઈ નાનજી ફળીયામાં બેઠો બેઠો હુક્કો ગડગડવતો હતો ,એ એની ધૂનમાં સાકરને વિસરી ગયો.બીજી બાજું સાકર અંદરનાં ઓરડામાં કોઠાબાજું ખુલતાં કમાડનાં ઉંબરે બેઠી હતી.બંને વચ્ચે એકપણ શબ્દની આપ -લે હજી થઈ નહોતી. બાજુમાં એકલા રહેતાં બઘીઆઈએ ઘરમાં ડોકિયું કર્યું અને નાનજી ને ઉધડો લીધો."આમ શું બેસી ગ્યો? તારા આ અવાવરૂ ઘરમાં વવ (વહું) શું કરે?હાલો મારે ઘેર રોટલાં ઘડી નાખી.કાલ અમે ફળીયાંની બાયું (બહેનો- સ્ત્રીવર્ગ) સંધુય (બધું જ) સરખું કરી નાખશું"આઈએ સાકરનાં માથા પર હેતાળ હાથ ફેરવ્યો. અને પોતાનાં ઘરે લઈ આવ્યાં. સાકરનાં મોઢાં પરની મુંઝવણ પારખી આઈએ એને પોતાની પાસે રાત રોકી ...વધુ વાંચો

6

સથવારો.....સંબંધો ભાગ્યનાં - 6

બદલાતો જીવન પ્રવાહ ●●●●●○○○○○●●●●●○○○○●●●● સવારમાં વાડીએ જવાને બદલે નાનજી સાકરને હાથપકડીને બઘીઆઈ પાસે લઈ ગયો.આઈને હવે ઓછું દેખાતું અને સાકર-નાનજીનાં પગરવથી ટેવાયેલાં કાન. એ બોલ્યાં "કેમ અતારમાં ?"નાનજી"આ તમારી દિકરીને સમજાવો એનો મગજને છટકી ગ્યો.વીસ વીસ વરસ પછી ફારગતી (છૂટાછેડાં) લેવાની વાત કરેશ" બઘીઆઈએ કહ્યું" કા'ક માંડીને વાત કર્ય તો ખબર્ય પડે".નાનજી કહે" ઈને મારા બીજા વિવાહ કરવા છ વંશ આગળ વધારવો તી'આવું કરે છ,ની પોતે ક્યાં જાહે ,છે એને આશરો?" સાકર ચૂપ હતી પણ મક્કમ હતી.આઈએ સમજાવી"હજી તને ચાલીસ(ચાલીશ) નથ થયાં હજી મોડું નથ થ્યું અમારા જમાનામાં સાસુ વવ(વહું) હાર્યે પેટ માંડત્યું. (એક જ સમયગાળામાં સંતાનને જન્મ આપવો). ...વધુ વાંચો

7

સથવારો.....સંબંધો ભાગ્યનાં - 7

સાકરમાનું જીવન●●●●●○○○○●●●●●●○○○○○●●●●●○○○○○●●●નાનજી,બઘીઆઈ અને ગોદાવરી મોટા ગામતરે ઉપડીગયાં, વજી અને અશ્ર્વિનીબહેન પોતપોતાનીદિશામાં .સાકરને જિંદગીનાં ઘાવ એટલી એકલી કરતાંરહ્યાં કે એને રહેવા માટે એક બહાનાંનીએક કારણની એક ધક્કાની જરૂર પડતી. થોડા દિવસ એણે ખડકીમાંથી પગ બહાર મુકવાનોબંધ કરી દીધો. દેવકી,ગંગા કે કોઈ ને કોઈ જમવાનુંલાગતું ને થોડીવાર બેસી ખબર-અંતર પૂછતું,તોરાજલનો દિકરો બહારનાં કામ કરી દેતો.ફળિયામાં દરેકજણને એની ચિંતા હતી. ધીરે પોતાની નાની નાનીસમસ્યાઓ લઈ ને આવતા અને સાકરમાંની સલાહલેતા.છોકરાઓ રમતાં રમતાં ઝગડો તોય સાકરમાંને બોલાવે,સાસુ વહુ કે પતિ પત્નીનાં ઝગડામાંપણ એ સમાધાન કરાવે,તો ક્યારેક કોઈક ખરો ખોટોકજિયો કરીને સાકરમાંને વ્યસ્ત રાખે. જીવન પાછું એક ઘરેડમાં ગોઠવાવાં લાગ્યું.ઓટલા પરવાર્તાઓ અને પૌરાણિક કથાઓ ...વધુ વાંચો

8

સથવારો.....સંબંધો ભાગ્યનાં - 8

રૂપાળા વાદળાની સોનેરી કોર●●●●●□□□●●●●●□□□□□□●●●●●● બીજા દિવસે સવારે ઉઠવામાં ઘણું મોડું થઈ ગયુંકેટલાંવરસો પછી અજંપા વિનાની ઉઁઘ આવી હતી. ઉઠીને જ સાકરમાએ પગ ઉપાડ્યાં, સામાનનાં નામેએક ભરતકામ વાળી થેલી અને એમાં મુકેલો પિતાનોઘરેણાં નો ડબ્બો ને ભાતું હવે કોઈને જાણ કરવાનીનહોતી કોઈથી વિદાય લેવાની ન હતી.મન થોડું મક્કમહતું,પગ સડસડાટ ઉપડ્યાં. ,ગામનાં પાદરથી પોણોકિલોમીટર ચાલીએ એટલે મુખ્ય ધોરીમાર્ગ(સ્ટેટ હાઈ વે-આવતો).છેવાડાં નો જીલ્લો પાંખી વસ્તી, વાહનોનીઅવરજવર પણ પાંખી.એકલદોકલ વાહનનીકળે .નવ્વાણુંની સાલ કાર યુગ અહીં નહોતો પહોચ્યોઁબસ પણ અમુક કલાકે મળે,ટ્રક,અને ઈમરજન્સીમાં ભાડેકરાતી એમ્બેસેડર કાર. ,તેય પાંચ છ ગામ વચ્ચે એક. ગામનાં પાટીયે પહોંચતા સાકરમાને તડકો જોઈનેચિંતા થઈ "બપોરા (લંચ)ટાણું થયું,અગિયારવાળી(બસ)તો ગઈ, હવે ...વધુ વાંચો

9

સથવારો.....સંબંધો ભાગ્યનાં - 9

શરૂઆત.....ઉત્તરાર્ધની●●●●●●○○○○○○●●●●●●●○○○○○ અશ્ર્વિનીબહેને જરાં ઓજપાઈને દરવાજો ખોલ્યો,પોતાનાં ઢીલાં અઁબોડામાંથી લટ કાઢીને ચહેરાનાં નિશાનઢાંકવાનો પ્રયાસ કરતાં એણે સાકરમાને આવકાર આપ્યો. તેમની અસંખ્ય પ્રશ્ર્નો ડોકાતાં હતાં છતાંય માત્ર ઔપચારિક ખબર-અંતર પુછાયાં,એવામાં નાનીપરીરડતાં ,અશ્ર્વિનીબહેન તરતજ એનાં માટે દૂધ લાવીચમચીથી પીવડાવવાં લાગ્યાં ,એને એટલું તો સમજાઈગયું હતું કે,આ બાળકી સાથે સાકરમાને કોઈ લોહીનોસબંધ નથી.. બેઉઁ બાળકીની સંભાળમાં વ્યસ્ત થયાં,અચાનકસાકરમાનાં. મોઢે પ્રશ્ર્ન ફુટ્યો "માસ્તરાણી તું તો સાવનંખાઈ ગય (ગઈ ) ,તું તો લક્ષમીબાય(લક્ષ્મી બાઈ) જેવીહતી,તારા જેવી ભણેલ ગણેલ છોકરી આટલું સહન કરે?.. " જવાબમાં મજબુરીઓ ,સામાજિકરીત-રીવાજ ,સામાજિક પરીસ્થિતી અને. થોડાં આશુંખરી પડ્યાં .. અશ્ર્વિનીબહેને પોતાનાં રાજીનામાંની વાત કરી" મહારાષ્ટ્રની બોર્ડર નજીક નંદપુર ગામે ટ્રસ્ટની વિશાળસંસ્થા ...વધુ વાંચો

10

સથવારો.....સંબંધો ભાગ્યનાં - 10

ગુલમહોર●●●●□□□□□●●●●●□□□□●●●●●□□□□●●●●અશ્ર્વિનીબહેન ગયા ત્યારે સાકરમા માટે નાની-મોટી તમામ વ્યવસ્થા કરતાં ગયાં હતાં,સાડીઓની પણ.બંને બાજું ઉચાટ હતો.અમોઘા તો આ બંનેનો સ્પર્શ ઓળખતી,જાણે નાળનો જ સબંધ.એની દેખરેખમાં કોઈ વધારે યત્નો નહોતા કરવાપડતાં.અશ્ર્વિનીબહેન ત્યાં ગયાં અને એક બે દિવસમાં જ ગોઠવાઈ ગયાં.નવી સંસ્થા હતી અને પોતે જ કર્તા હર્તા. ટ્રસ્ટી તો છેક ત્રીજા દિવસે મળ્યાં,ત્યાં એમનું સ્વાગત કરવા યતીન ભાઈ હતાં ,જે બધું સંચાલન કરતાં,શાળા નવી અને નવું સત્ર ચાલું થવાને વાર હતી ,ઉનાળું વેકેશન ચાલતું હતું,કોઈ વિદ્યાર્થી હતાં નહીં.અશ્ર્વિનીબહેનને ફાળવેલું રહેણાંક સૌથી અલાયદું અને મોટું હતું.મનમાં પત્રનો જવાબ શું આવશે?અમોઘાને પરત કરવી પડે તેવો ઉચાટ,અને અત્યારે સંકુલમાં ખાસ ચહલપહલ નથી ત્યાં સાકરમા ...વધુ વાંચો

11

સથવારો.....સંબંધો ભાગ્યનાં - 11

પારકાં- પોતાનાં ●●●●●○○○○○●●●●●●●○○○○ સાકરમા જેવી સ્થિતપ્રગ્ન સ્ત્રી ,આજે ડહોળાયેલાં મનને શાતા નહોતી આપી શકતી. પાછલી રાતોનાં ઉજાગરા,અમોઘાની ચિંતા એમાય છઠ્ઠી ઈન્દ્રીયનાં અણસારો. જે સપનું હવે આશિર્વાદ જેવું લાગતું હતું એ પાછું ડરાવી ગયું જાણે જુદાઈનો અણસાર,મનમાં ખબર જ હતી કે જરૂર કોઈ મોટું કારણ હોવું જોઈએ માસ્તરાણીનાં ગુસ્સા પાછળ ,તોય ઉભરો ઠલવાઈ ગયો.અસલ મિજાજમાં "આપણી દિકરી બીવાંમાં (ડરમાં) સમજતી નહોતી..એને તે દબડાવી. હવે એ ડરવાનું શીખી ગઈ".. અશ્ર્વિનીબહેન થોડીવાર ચૂપ રહ્યાં,એમણે શાળામાં ફોન કરી જાણ કરી કે પોતે આજે જરૂરી કામ સબબ આવી નહીં શકે.પછી હાથથી દોરીને સાકરમાંને અંદર લઈ ગયાં અને કબાટ ખોલી આઠ-દસ પત્રનો ઢગલો કરી દીધો. ...વધુ વાંચો

12

સથવારો.....સંબંધો ભાગ્યનાં - 12

વાદળછાયાં દિવસો ●●●●○○○○●●●●○○○○ અશ્ર્વિનીબહેનનો ઉચાટ હજી શમ્યો નહોતો ,એ પોતાનાં તોરમાં જ બબડ્યાં "હવે શું કરવું? એ લોકો અહીં લઈ જશે આપણી દીકરીને? એને નુકસાન કરશે? સાકરમાએ એમને શાંત કરતાં માથું પસવાર્યુ."એ કાગળ આવ્યો એને કેટલાં દી' થયાં?""તું બે મહિનાથી તો ત્યાં ઘર ખાલી કરીને આવી,એ પે'લાં કેટલાય દી'થી કાગળ આવ્યો હશે.કોઈને આવવું હોયતો આવી ન જાય? આપણે ક્યાં કોઈને ખર-ખબર્ય આપી!નથી તારાં માવતરીયાઓને ખબર્ય પછી શું ચિંતા કરે? અશ્ર્વિનીબહેનને થોડી શાતા મળી,"તમારી વાત તો સાચી છે ,પણ જ્યાં સુધી આખી હકીકત ખબર ન પડે ત્યાં સુધી ઉચાટમાં જ રહેવાનું ને ,અને જો પૈસાની વાત હશે તો હું અને ...વધુ વાંચો

13

સથવારો.....સંબંધો ભાગ્યનાં - 13

સથવારો .....સંબંધો ભાગ્યનાં 13●●●●○○○○●●●●○○○○●●●●●સ્વચ્છ આકાશ●●●□○○○○□●●●□○○○○□●●●□○○○○□●●● અશ્ર્વિનીબહેનેસાકરમા સાથે વાત કરવાનું નક્કી કર્યુ ત્યારે છેક મળસકે ઉઁઘ આવી.એ પહેલાં બે -ત્રણવાર બરાબર ઉઁઘે છે કે નહીં તે જોઈ આવ્યાં,એ તો હંમેશાની ટેવ મુજબ સાકરમાનાં હાથનું ઓશીકું બનાવીને સુતી હતી. આ બાજું સાકરમા ફરી એ જ સપનામાંથી પસાર થઈ રહ્યાં હતાં. ખેતરમાં ચાલતાં ચાલતાં થાકે ને અચાનક આવી વિમાન ઉભું રહે અને પોતે એમાં બેસી ને ઉડવા લાગે વાદળની સાથે.આ સપનું આવતું અને સવાર સુધી યાદ રહેતું ,સવાર સવારમાં પોતાની આરામખુરશીમાં બેસી છુંદણા પસવારતાં સાકરમા વિચારે ચડી જાય એટલે ઘરમા બધાને ખ્યાલ આવી જતો કે સપનાનો અર્થ શોધવાની મથામણ ચાલે છે.તે દિવસે ...વધુ વાંચો

14

સથવારો.....સંબંધો ભાગ્યનાં - 14

અમોઘા●●●●○○○○●●●●○○○●●●●મમ્મીએ હા પાડી ત્યારથી તાલાવેલી જાણવાની વધી ગયેલી,છાત્રાલયમાં રહેતી સખીઓ રજાનાં દિવસે મમ્મી- પપ્પાને સંદેશો લખવા કમ્પ્યુટર રૂમમાં જાય ખબર.ટપાલી વિના અને સરનામા વિના સંદેશો પહોંચી જાય તે ખબર. જેવું કમ્પ્યુટર આવડી જાય એવું શિખીને મારી સગી માને સંદેશો મોકલું એવું વિચારી રાખેલું.સંદેશો પણ વિચારી રાખેલો" વહાલી મા મે તને ક્યારેય જોય નથી તોય તું મને ખૂબ વહાલી,હેં! મા તને ક્યારેય ઈચ્છા નથી થતી મને મળવાની?"સોરી તારી દેવકી જેવી કોઈ મજબુરી હશે નહીં !તું મારી જરાપણ ચિંતા ન કરતી બંને મા મને બહું હેત કરે,આ તો બધાને ભાઈ બહેન મમ્મી પપ્પા દાદા ,કાકા,ફોઈ,મામા કેટલાં લોકો હોય પરિવારમાં,અમારા પરિવારમાં અમે ...વધુ વાંચો

15

સથવારો.....સંબંધો ભાગ્યનાં - 15

સચ્ચાઈ અને નિયતી●●●●○○○○●●●●●○○○○○●●●●● અમોઘા સાથે વાત કરવાં માટે પહેલીવાર સાકરમા શબ્દો ગોઠવવાં લાગ્યાં. કેટલું કહેવું કેમ કહેવું એ વિચારતાં બોલતાં એટલે વચ્ચે અટકવું પડતું.પોતાનાં જીવન વિશે કહ્યું નાનપણમાં લગ્ન,નિઃસંતાન લગ્નજીવન ,પરંતું બાઘીનો કે બચપનની યાતનાઓનોઉલ્લેખ ન કર્યો એ જાણતાં હતાં કે પોતાનાં વિતેલા દુઃખો એ સંવેદનશીલ જીવને અત્યારે દુઃખી કરશે. કેવી રીતે કેવાં સંજોગોમાં મળી અને એમને અને અશ્ર્વિનીબહેને સંયુક્ત રીતે ઉછેરવાનું નક્કી કર્યું ,.એ કહેતાં સાકરમાનું હૈયું ભરાઈ ગયું,"તારા આઈવા પે'લા કોઈ'દી જિંદગી વા'લી નો'તી લાગી ને તું આવી તારથી કોઈ ફરિયાદ જ નથ." અમોઘાની આંખોપણ ઉભરાઈ આ શબ્દો એણે કાયમ અનુભવ્યાં હતાં,એ સ્પર્શ એ અવિરત હેતની હાજરી ...વધુ વાંચો

16

સથવારો.....સંબંધો ભાગ્યનાં - 16

પડછાયાં અમોઘાએ પત્રનો અર્થ શોધવાની મથામણ ચાલું કરી દીધી. અશ્ર્વિનીબહેને તાકીદ્ કરી કે મિત્રો સાથે આવી અંગત વાતો કરવી ખુદમાં પણ ઉઁમર કરતાં અનેકગણી પરિપક્વતા હતી. અર્થ સમજાતાં એણે પહેલા જ અશ્ર્વિનીબહેનને કહ્યું"આ મારી માએ......,એ લખે છે ,હું મારી અંગત મજબુરીઓને કારણે મારી દિકરીને મારાથી દુર કરું છું,એની સંભાળ રાખશો,સમય આવ્યે હું એને મારી પાસે લઈ જઈશ".,પોતાની માએ કોઈ અણગમાનાં કારણે તરછોડી નહોતી તે જાણી એને સારું લાગ્યું.. એણે પુછ્યું " હે મમ્મી પછી એણે ક્યારેય મારી ખબર ન લીધી? એને ખબર હત ...વધુ વાંચો

17

સથવારો.....સંબંધો ભાગ્યનાં - 17

સથવારો...સંબંધો ભાગ્યનાં 17જિંદગીનાં અજાણ્યાં રસ્તાઓ●●●●○○○○○●●●●●○○○○○●●●● અશ્ર્વિનીબહેન બહાર આવ્યાં ત્યારે એમનાં ચહેરા પર આંશિક રાહત હતી.યતિનભાઈ વ્યાકુળતાથી એમની રાહ જોતાં પહેલીવાર એમનાં ચહેરા પર સવાલો હતાં. અશ્ર્વિનીબહેને એમને ટુંકમાં કહ્યું આ આપણી અમોઘાનું મોસાળ છે. પાછાં વળતાં રીક્ષાનાં અરીસામાં પોતાનું સ્મિત જોઈ અશ્ર્વિનીબહેને મનને ટપાર્યું."એને ખબર પડશે કે અત્યારે એ મહેમાનની જેમ મોસાળમાં જઈ શકશે ,પરંતું એ લોકોહમણાં એને સ્વીકારશે નહીં તો એ કેવી દુઃખી થશે? એને સમજાશે આ વાત?"એ તો અમોઘા પોતાની પાસે જ રહેશે એ વાતથી ખુશ હતાં. પહોંચ્યા ત્યારે સાકરમા અને અમોઘા બંને તેની રાહ જોતાં હતાં.એમનાં પર સવાલોની ઝડી વરસી પડી,એમણે અગાઉ વિચારી રાખેલું તેમ કહ્યું," ...વધુ વાંચો

18

સથવારો.....સંબંધો ભાગ્યનાં - 18

અમોઘાની નવી દુનિયા●●●□□●●●●□□□□●●●●□□□●●●●□□●●●●● સાકરમાને હતું કે દીકરી સુખી તો મને કંઈ વાંધો નહીં આવે થોડાં દિવસ જ તો છે,પરંતું વાતાવરણ કંઈ કેટલાં અમંગળ સ્પંદનો જગાવનાર હતું. બેઉઁનાં હૈયા એટલાં ખાલી થઈ ગયાં,જાણે કોઈએ પ્રાણ જ છીનવ્યાં ,પાછલાં ઘણાં વરસથી બંનેનાં જીવનનું કેન્દ્ર બિંદું જ અમોઘા.એ લોકો એટલાં મુક થઈ ગયાં કે અઢાર વીસ કલાકની મુસાફરીમાં ન કોઈ કંઈ બોલ્યું ન જમવાનું ભાન.ઘરે પહોંચતાં જ સાકરમાની આંખ અનરાધાર વરસી પડી. અમોઘા વિના જેમની સવાર ન પડતી એમણે બે દિવસથી એનો અવાજ નહોતો સાંભળ્યો,સાકરમાની ઈચ્છા છતાં અશ્ર્વિનીબહેને વાત ન કરાવી,"એને છાત્રાલયમાં નથી મોકલી એની માનું જ ઘર છે,એને ત્યાં ગોઠવાવાં દો,નહીં ...વધુ વાંચો

19

સથવારો.....સંબંધો ભાગ્યનાં - અંતિમ ભાગ

સોનેરી દિવસો●●●●○○○○○●●●●●○○○○○●●●●●○○○○○●●●●● નાથમ-વિલાએ ઘણાં વરસોથી સોનેરી દિવસો જોયાં નહોતાં.અમોઘાની સાથે આ દિવસો પાછાં આવ્યાં.નાથમ અને અમૃતા તો જાણે નવાસવાં ,ઉંમરનાં તમામ વરસો ખરી પડ્યાં.એ ગુસ્સો એ સામાજિક ડર તો ક્યારનોય ગાયબ,એનું સ્થાન ભવિષ્યનાં સોનેરી સપનાઓએ લઈ લીધું. ઉનાળાની રજાઓ પુરી થવાં આવી અમોઘાનાં પાછા જવાનો સમય થયો અને એ પણ હવે માને મળવા ઉતાવળી થઈ, પરંતું નાથમ હવે એને મોકલવાં ઈચ્છતાં નહોતાં.અને નવું નવ દા'ડા એ ન્યાયે અમોઘાને હવે ઘરનીતીવ્ર યાદ સતાવતી હતી, પરંતું એ નાના -નાનીને નારાજ કરવાં નહોતી માંગતી.આ બાજું સાકરમાં ને થોડાં દિવસમાં જાણે વરસોવિત્યાં હોય તેમ ચહેરો સાવ લેવાઈ ગયો.અનિંદ્રા અને જમવાં પ્રત્યેની અરુચિએ ઉંમરમાં ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો