સોરઠ તારાં વહેતાં પાણી

(609)
  • 208.9k
  • 136
  • 105.3k

ગીરના નાકા ઉપર એક સરકારી થાણું હતું. અમલદારી ભાષામાં એ ‘આઉટ-પોસ્ટ’ તરીકે ઓળખાતું. પંદર પેદલ સિપાહી તથા પાંચ ઘોડેસવારોની પોલીસ-ફોજ ત્યાં રહેતી. ત્રીજા દરજ્જાના અધિકારીનો મૅજિસ્ટ્રેટ રહેતો. નાનું એક દવાખાનું સંભાળવા દાક્તર રહેતો. તેને કોઈ કમ્પાઉન્ડર ન મળતો. મૅજિસ્ટ્રેટ ‘થાણદાર સાહેબ’ કહેવાતા. પોલીસ અમલદારનું લોકનામ ‘જમાદાર સાહેબ’ હતું. થાણદારના હાથમાં ઈન્સાફી ઉપરાંત વસૂલાતની પણ સત્તા હતી. ખરું જોતાં આવી બેવડી સત્તાવાળો થાણદાર જ મુખ્ય હકેમ ગણાય. છતાં પોલીસના ચકચકિત પોશાક, કારતૂસ વગરની છતાં બૂઠાં સંગીનો વડે ઝગારા મારતી ‘બ્રિજિલોડ’ બંદૂકો હંમેશા પ્રભાતની કવાયતના ધમધમાટ, અને મૅજિસ્ટ્રેટની કચેરી પર રોજ બદલાતી ગાર્ડ-ટુકડીના ખડે પગે પહેરા, કલાકે-કલાકે બજતી ઝાલરના ડંકા, રાતના દસથી ચાર સુધીની લાંબા સૂરોની ત્રેવડી આલબેલો, ઘોેડેસવારોની રોજ સાંજની બબે ગાઉ સુધીની ‘રૉન’ (રાઉન્ડ) - એ બધાનો પ્રભાવ લોકો પર વિશેષ પડતો. આથી થાણદાર અને જમાદાર વચ્ચેની સત્તાની સરસાઈ એક ધૂંધવાતા છાણાની જેમ, અહર્નિશ ખુલ્લી-અણખુલ્લી, ચાલ્યા જ કરતી.

Full Novel

1

સોરઠ તારાં વહેતાં પાણી - 1

ઝવેરચંદ મેઘાણી ૧. અમલદાર આવ્યા ગીરના નાકા ઉપર એક સરકારી થાણું હતું. અમલદારી ભાષામાં એ ‘આઉટ-પોસ્ટ’ તરીકે ઓળખાતું. પંદર સિપાહી તથા પાંચ ઘોડેસવારોની પોલીસ-ફોજ ત્યાં રહેતી. ત્રીજા દરજ્જાના અધિકારીનો મૅજિસ્ટ્રેટ રહેતો. નાનું એક દવાખાનું સંભાળવા દાક્તર રહેતો. તેને કોઈ કમ્પાઉન્ડર ન મળતો. મૅજિસ્ટ્રેટ ‘થાણદાર સાહેબ’ કહેવાતા. પોલીસ અમલદારનું લોકનામ ‘જમાદાર સાહેબ’ હતું. થાણદારના હાથમાં ઈન્સાફી ઉપરાંત વસૂલાતની પણ સત્તા હતી. ખરું જોતાં આવી બેવડી સત્તાવાળો થાણદાર જ મુખ્ય હકેમ ગણાય. છતાં પોલીસના ચકચકિત પોશાક, કારતૂસ વગરની છતાં બૂઠાં સંગીનો વડે ઝગારા મારતી ‘બ્રિજિલોડ’ બંદૂકો હંમેશા પ્રભાતની કવાયતના ધમધમાટ, અને મૅજિસ્ટ્રેટની કચેરી પર રોજ બદલાતી ગાર્ડ-ટુકડીના ખડે પગે પહેરા, કલાકે-કલાકે ...વધુ વાંચો

2

સોરઠ તારાં વહેતાં પાણી - 2

૨. થાણાને રસ્તે “પણ તમને કોણે કહ્યું કે ઉપાડો !” એવા ઉગ્ર પણ ચૂપ અવાજે કચકચતા દાંતે બોલીને અમલદારે વૃદ્ધ પિતાના હાથમાંથી ટ્રંક નીચે પછાડી નાખીને ડોળા ફાડીને કહ્યું : “મારી ફજેતી કાં કરી ?” ડોસા સડક થઈ ગયા. અમલદારનાં દૂબળાં પત્નીથી ન રહેવાયું. થોડી લાજ કાઢઈને પણ એણે કહ્યું : “આકળા કેમ થઈ જાવ છો ? બાપુને...” “તમે બધાંય મારાં દુશ્મન છો.” એટલું કહી અમલદારે પીઠ ફેરવી સામાન ઉપડાવ્યો. એક ગાડું સામાનનું ભરાવ્યું. બીજામાં કુટુંબ બેઠું. અમલદારે પૂછ્યું : “એલા, દરબારી સિગરામ કેમ નથી લાવ્યો ?” “સિગરામ હાલે એવો મારગ નથી, મે’રબાન.” “ભેખડગઢ કેટલું થાય અહીંથી ?” “વીસ ...વધુ વાંચો

3

સોરઠ તારાં વહેતાં પાણી - 3

૩. પહાડનું ધાવણ જકડાયેલા બૂઢા સાથીએ પાછળથી અવાજ કર્યો : “સુરગ, ગાડાંને ભેરવના નહેરામાં ઊતરવા દે, અધીરાઈ કરીશ મા.” પસાયતાએ આ શિખામણ સાંભળીને પોતાનો વેગ ઓછો કર્યો. પણ ‘મામાની દીકરી’ને અને પોતાને પડી રહેલું અંતર તેનાથી સહેવાતું નહોતુ. આગળ ચાલ્યા જતા ગાડામાં સહુ ઝોલે ગયાં હતાં ત્યારે બ્રાહ્મણ અમલદાર અને એનો બાળ ભાણો જાગતા હતા. “તને ઊંઘ નથી આવતી, ભાણા ?” “ના.” “કાં ?” “વાતો સાંભળવી છે.” “શેની ? દીપડાની ને દીપડા જેવા માણસોની ?” “હા.” “અરે પસાયતા ! શું તારું નામ ?” અમલદારે હાક મારી. જવાબ ન મળ્યો. જોડાનો સંચાર પણ ન સાંભળ્યો. રોજની આદત બોલી ઊઠી : ...વધુ વાંચો

4

સોરઠ તારાં વહેતાં પાણી - 4

૪. વાઘજી ફોજદાર ભાણો મોટાબાપુની ગોદમાં લપાયો હતો. એના હાથ મહીપતરામ જમાદારના હાથના પોંચા પરના મોટામોટા ઘાટા વાળને પંપાળવા હતા. મોટાબાપુનું શરીર હજુ પણ તાજા ઓલવી નાખેલા વરાળ-સંચાની માફક ગરમ-ગરમ હતું. ગાડાવાળાની જબાન ચૂપ હતી. એણે હેહેકારા બંધ કર્યા હતા. બળદની ગતિ ધીરી પડી હતી, તેનું પણ એણે ભાન ગુમાવ્યું હતું. એ ચુપકીદીએ જ મહીપતરામનું ધ્યાન ખેંચ્યું. એણે પૂછ્યું : “એલ્યા એય બેવકૂફ! ઝોલાં તો ખાતો નથી ને ?” “ના, સા’બ.” “આ લૂંટવા આવ્યો ત્યારે તું શું કરતો હતો, હેવાન ?” “હું શું કરું, સા’બ ? બેસી રિયો’તો.” “કાં બેસી રિયો’તો ?” ગાડાવાળો કશું ન બોલ્યો. “તુંય ગીરનો ખેડુ ...વધુ વાંચો

5

સોરઠ તારાં વહેતાં પાણી - 5

૫. લક્ષ્મણભાઈ ગામપાદર નજીકનો રસ્તો બે ઊંચાં ખેતરોની વચ્ચે થઈને જતો હતો. ઊંટ ચાલે તો માથું જ ફક્ત દેખાય ઊંચી હાથિયા થોરની વાડ બેઉ ખેતરને ઢાંકતી હતી; એટલે રસ્તો બંદૂકની નળી જેવો સાંકડો બની ગયો હતો. હાથિયા થોરના હજારો પંજા સાંજના ઘેરાતા અંધારામાં મૂંગો કોઈ માનવ-સમુદાય ત્યાં લપાઈને બેસી ગયો હોય તેવી યાદ દેતા હતા. “હો-હો-હો,” એવા નેળની અધવચ્ચેથી હાકલા સંભળાયા. સામે કોઈક ગાડાં આવતાં હતાં. આ નેળમાં સામસામાં ગાડાંને તારવવાનું અશક્ય હતું. ગાડાં થંભાવીને એક ગાડાવાળો સામો દોડ્યો. થોડીવારે એણે પાછા આવીને કહ્યું કે, “રૂનાં ધોકડાંનાં ભરતિયાંની પચીસ ગાડાંની લાંબી હેડ્ય છે. એ આખી હેડ્યને પાછી સામે છેડે ...વધુ વાંચો

6

સોરઠ તારાં વહેતાં પાણી - 6

૬. સિપારણ એ વખતે દૂર એક ખૂણામાં ગામઝાંપાની ડેલી પર ઊભેલા આદમીએ ધીરેધીરે અમલદાર તરફ પગલાં ભર્યાં. એના ખભા દેશી બંદૂક હતી. એનું બદન ખુલ્લું હતું, માથા પર પાઘડી હતી, ને કમ્મરે કાછડી હતી. એણે નવા અમલદારને સાદી ઢબે રામરામ કર્યા. “દીકરીને બહુ કોશીર છે ? અંતકાળ છે ?” દરબાર નામે ઓળખાયેલા કાઠી અમરા પટગરે વિસ્મય બતાવ્યું. “ત્યારે - માળું શું થાય ?” પટગર વિમાસણમાં પડ્યા. નવા આવનારે વિવેકવિધિ કર્યા વગર જ પૂછ્યું : “કોને કોશીર છે ?” ગાડાખેડુએ એની બાજુમાં ચીડને આખી વાત સમજાવી. દરમિયાન પટગર દરબાર ચિંતા કરતા હતા : “દાક્તર તેડવા ઘોડું મોકલશું ? કયું ઘોડું ...વધુ વાંચો

7

સોરઠ તારાં વહેતાં પાણી - 7

૭. કોનું બીજક ? ઘુનાળી નદીના કાંઠા પરથી જ્યારે ભાણાભાઈએ સામા કિનારાની ટોચ પર ચૂનો ધોળેલાં, સરખા ઘાટનાં મકાનોનું જોયું ત્યારે એનું મન પહેલી વાદળીને જોતા મોરલાની માફક નાચી ઊઠ્યું. એ જ આઉટ-પોસ્ટ, એ જ ભેખડગઢનું થાણું. પૂરા દોઢ ગાઉ ઉપરથી આ મકાનો હસતાં હતાં. આ કિનારો એટલે સપાટ મેદાન- સોનાના મોટા ખૂમચા સરીખું : ને સામો કિનારો જાણે રમકડાંનો દેશ હોય એવો ડુંગરિયાળ. ઘુનાની નદીના ઢોળાવમાં ગાડાં ઊતર્યાં તે પહેલેથી જ એકલવાયું કોઈ ઊંટ ગાંગરતું હોય તેવો વિલાપ-ભરપૂર, ઘેરો ઘુનાળીનો પ્રવાહ ગોરતો સંભળાતો હતો. ને નદીનો કુદરતે વાઢેલો અણઘડ ગાળો પાર કરી સામ કાંઠે ચડવા માટે ત્યાં એક-એક ...વધુ વાંચો

8

સોરઠ તારાં વહેતાં પાણી - 8

૮. માલિકની ફોરમ છ મહિને પિનાકી દિવાળીની રજા ભોગવવા પાછો ફર્યો ત્યારે પહેલા પાંચ ગાઉ સુધીમાં તો એને વચગાળાના ગામડે વાહન બદલવું પડ્યું. અમલદારના દીકરાની વેઠ માટે પ્રત્યેક ગામ સામા ગામડા સુધીનું જ ગાડું કાઢતું. સામા ગામે પહોંચ્યાં પછી ગામનો પોલીસ-પટેલ પોતાને ઘરને ઓટે ઊભો રહી પસાયતાઓને હાકોટા પાડી ચોરેથી બોલાવતો. પસાયતા પટેલને શોધી પાડતા. પટેલ વેઠના વારાની ચિઠ્ઠીઓ તપાસતો, તે પછી વારાવાળા ખેડૂતને જાણ પહોંચાડવામાં આવતી. પછી ખેડુ પોતાના સાંતીએ જોતરેલા બળદોને એક ગાઉ પરના ખેતરેથી ગામમાં લાવવા જતો. તે પછી અમલદારનો પુત્ર આગળ પ્રયાણ કરતો. પરંતુ મહીડા ગામથી પિનાકીને એક ઘોડીનું વાહન આપવામાં આવ્યું. મધ્યમ ઊંચાઈની, કેસરવરણી, ...વધુ વાંચો

9

સોરઠ તારાં વહેતાં પાણી - 9

૯. શુકન દીપડિયો વોંકળો થાણાની ભેખડને ઘસીને વહેતો હતો. પાણીનો પ્રવાહ સાંકડો ને છીછરો, છતાં કાંઠાની ઊંચાઈ કારમી હતી. જન્મેલું હરણું જો માને બે-પાંચ વાર ધાવ્યું હોય તો જાણે કે વોંકળો ટપી જવાના કોડથી થનગની ઊઠે. પ્રભાતનાં તીરછાં કિરણો દીપડિયાના ઊંચા એક ધોધ ઉપર પડતાં ત્યારે ધોધના પછાડામાંથી લાખો જળ-કણોની ફરફર ઊઠીને પ્રભાત સામે ત્રણ થરાં મેઘધનુષ્યોની થાળી ધરતી. થાણું નહોતું ત્યારે ત્યાં વાઘ-દીપડા રાતનું મારણ કરીને ધરાઈ ગયા પછી પરોઢિયે છેલ્લું પાણી પીવા ઊતરતા, તે ઉપરથી એ વોંકળાનું નામ દીપડિયો પડ્યું હતું. રાતભર દીપડિયો જાણે રોયા કરતો. એનું રોવું ગીરના કોઈ ગાંડા થઈ ગયેલા રબારીના રોવા જેવું હતું. ...વધુ વાંચો

10

સોરઠ તારાં વહેતાં પાણી - 10

૧૦. ગંગોત્રીને કાંઠે બા મુંબઈ ચાલી ગઈ હતી. બાની બીજી વાતો પિનાકીને ગમતી; પણ રોટલી અને રોટલા ઉપર હર લોંદો-લોંદો ઘી ‘ખા ને ખા જ !’ એવી જિકર એને કડવી ઝેર લાગતી. શિયાળાની રજામાં મૂસળીપાક ને સાલમપાકના મસાલેદાર લાડુ ભાણાને જોરાવરીથી ખાવા પડતા. ખારેકનો આથો એને દુર્ગંધ દેતો, અને વારંવાર એને બોલાવવા આવતી થાણદારની પુત્રી પુષ્પા પણ આ આગ્રહભેર અપાતા પાકના લાડુ જેવી જ અણગમતી થઈ ગઈ હતી. છીંટની ઝાલરવાળો ચણિયો પુષ્પાને કેવો ખરાબ લાગે છે ! એની રાજકોટની નિસાળમાંથી શીખેલી ચટક-ચટક ચાલ શું સારી કહેવાય ! ને એના કાનનાં એરિંગો તો ચિરાઈ ઉતરડાઈ ગયેલી ચામડી જેવાં લબડે છે ...વધુ વાંચો

11

સોરઠ તારાં વહેતાં પાણી - 11

૧૧. જીવની ખાઈ રાતે વાળુ થઈ ગયા પછી આંગણામાં પથ્થરોને મંગાળે દૂધનો તાવડો ચડ્યો. મહીપતરામ બહુ પોરસીલા આદમી હતા, થાણદાર સાથે સરસાઈ કરવાનો એક પણ અવસર ન ચૂકવાની એની જિદ્દ હતી. વળી આગલે જ અઠવાડિયે થાણદારને ઘેર પચીસેક માણસોના ચૂરમાના લાડુ ઊડ્યા હતા. તેનું વેર લેવા એણે આ વખતે ચાલીસ જણાની તૈયારી માંડી દીધી. ને આ તૈયારીનું બહાનું બન્યો ભાણેજ પિનાકી. “ભાણો ચારમી અંગ્રેજીમાં પડ્યો છે, ને બાપડો બૉર્ડિંગનાં કાચાં-દાઝ્‌યાં બાફણાં ચાવીચાવી ઘેર આવ્યો છે, એટલે આજ તો ભાણાને મોજ કરાવવી છે.” નોતરા દેવા કારકુન પાસે ટીપ કરાવવા માટે તેમણે કારકુનને કહ્યું : “એક નોટ કરી લાવો.” કારકુન કોરા ...વધુ વાંચો

12

સોરઠ તારાં વહેતાં પાણી - 12

૧૨. દૂધપાક બગડ્યો ઑફિસે જતાં જ ત્યાં ઘોડી ઝાલીને ઊભેલા એક માણસે અવાજ દીધો : “સાહેબ મે’રબાન... હેં-હેં.” ‘હ’ ‘સ’ એ બે અક્ષરની વચ્ચે અણલખાયો ને અણપકડાયેલો એ ‘હેં હેં’ ઉચ્ચાર મહીપતરામને કાને પડતાં જ બોલનાર આદમી પણ અંધારેથી પકડાયો. નરકમાંથી પણ પરખાય તેવો એ ઉચ્ચાર હતો. “કોમ - મોડભા દરબાર ?” “હેં - હેં... હા, મે’રબાન.” “તમે અત્યારે ?” “હેં-હેં... હા જી; ગાલોળેથી.” “કેમ ?” “આપને મોઢે જરીક...” “બોલો.” “હેં-હેં... આ રામલા કોળીએ અફીણ ખાધું ને !” “તે મારે શું છે ?” “હેં-હેં... છે તો એવું કાંઈ નહિ... પણ એ મૂરખે આપઘાત કર્યો છે. હવે આપને કોક ઊંધુંચત્તું... ...વધુ વાંચો

13

સોરઠ તારાં વહેતાં પાણી - 13

૧૩. દેવલબા સાંભરી પિનાકીની રજા પૂરી થઈ. વળતા પ્રભાતે એને ઘોડા પર ચડવાનું હતું. એની ટ્રંક એક વેઠિયો ઉપાડવાનો આગલી રાતે મોટીબાએ એના માટે પેંડા વાળી આપ્યા. એ પેંડાનો માવો ઉતારવાનું દૂધ આ વખતે મહીપતરામે રોકડા પૈસાથી મંગાવ્યું હતું, ભાણાના દેખતાં જ રૂપિયો ચૂકવ્યો. ભાણો કોઈ પણ રીતે દૂધપાકનો પ્રસંગ વિસારે પાડે એવું કરવાની એની નેમ હતી. પત્નીને એ કહેતા કે “મેં તો ઘણાયના નિસાસા ને પૈસા લીધા છે; પણ આ દૂધપાકના દૂધનો સાવ નજીવો બનાવ મને જેટલો ખટકે છે એટલા બીજા પૈસા નથી ખટકતા.” પિનાકી જાય છે તેની વ્યથા મોટાબાપુને અને મોટીબાને ઊંડેઊંડે થતી હતી. મોટીબા પેંડાનો ડબો ...વધુ વાંચો

14

સોરઠ તારાં વહેતાં પાણી - 14

૧૪. વેઠિયાં બાઈની એક બગલમાં બેઠુંબેઠું - નહિ, લબડતું - દસેક મહિનાનું એક છોકરું, બાઈના સુકાઈ-ચીમળાઈ ગયેલા, કોઈ બિલાડાએ નાખેલ હોલા પક્ષી જેવા, સ્તન ઉપર ધાવતું હતું. બીજા હાથે બાઈએ ટ્રંકનો બોજો પોતાના માથા પરની ઈંઢોણીની બેઠકે ટેકવ્યો હતો. બાઈનું બીજું સ્તન પણ જાણે કે શરીર જોડેના કશા જ કુદરતી સંબંધ વિના કેવળ ગુંદરથી જ ચોડેલી મેલી કોથળી જેવું, બીજી બાજુ લબડતું હતું. ભેખડગઢ થાણાની થાણદાર કચેરીની ચૂનો ઊખડેલી અને અને ઉંદરોએ ગાભા-ગાભા કરી નાખેલી છત જેવું બાઈનું કાપડું હતું. એના ગાભા જાણે કે જીભ કાઢીકાઢીને કહેતા હતા કે એક દિવસ અમેય, ભાઈ, રાતી અટલસના સૂરતી કારીગરોએ ઠાંસીઠાંસી વણેલા ...વધુ વાંચો

15

સોરઠ તારાં વહેતાં પાણી - 15

૧૫. ખબરદાર રે’નાં ભદ્રાપુર ગામના કાઠી દરબાર ગોદળ વાળાએ પોતાની બે બાઈઓનાં ખૂનો કર્યાં. ત્રીજી પટારા નીચે પેસી ગઈ એનો જીવ બચ્યો. દારૂના નશામાં ચકચૂર ગોદડ વાળાને ત્રીજી સ્ત્રી હજુ જીવતી છે એટલી શુદ્ધિ રહી નહિ. એ મામલાની તપાસ માટે અંગ્રેજ પોલીસ-ઉપરી જાતે ઊતર્યા. તપાસના પ્રારંભમાં જ એણે પોતાના નાગર શિરસ્તેદારને ઑફિસનું કામ છોડાવી બીજા કામ પર ચડાવ્યો. ઑફિસનો કબજો નવા માણસોએ લીધો. જાણે કોઈ દેશનું પ્રધાનમંડળ પલટાવ્યું. “ગોદડ વાળા ખૂનના મામલામાં ઊંડા ઊતરવા માટે તમારી પાસે કોણકોણ ત્રણ સારા માણસો છે ?” નવા સાહેબે નવા બ્રાહ્મણ શિરસ્તેદારને પૂછ્યું. શિરસ્તેદારે રજૂ કરેલાં ત્રણ નામોમાં મહીપતરામનું પણ નામ હતુ.ં ત્રણેય ...વધુ વાંચો

16

સોરઠ તારાં વહેતાં પાણી - 16

૧૬. મીઠો પુલાવ બનાવો ઝડપથી બનતા જતા હતા. અષાઢ-શ્રાવણનાં વાદળાંને રમાડતી લીલા જેવી એ ઝડપ હતી. ભદ્રાપુરના દરબાર ગોદડને ગઢમાંથી કોઈ જીવતો ઝાલી શકે તેવી સ્થિતિ નહોતી રહી. સરકારની આજ્ઞા એના ઉપર કેસ ચલાવીને એને જીવતો કેદ કરવાની હતી. એજન્સીનો કારભાર બેસતી અવસ્થાનો હતો. રાજાઓને એક ઝપાટે સાફ કરી નાખવાની એની ગણતરી નહોતી. એને તો લાંબી અને બહુરંગી લીલા રમવી હતી. વૉકર સાહેબના અટપટા કોલ-કરારો એજન્સીના હાકેમોને ડગલે ને પગલે ગૂંચ પડાવતા હતા. જે જાય તેને તમંચા વડે ઠાર મારવાનો તોર પકડીને ભદ્રાપુરનો ગોદડ દરબાર બેઠો હતો. એને જીવતો ઝાલવા માટે જાનનું જોખમ ઉઠાવે એવા એક માનવી ઉપર એજન્સીના ...વધુ વાંચો

17

સોરઠ તારાં વહેતાં પાણી - 17

૧૭. સાહેબના મનોરથો ખૂબખૂબ ભાવરની પીઠ થાબડીને મહીપતરામે તેને ડુંગરા બહાર વળાવ્યો, ને પછી પોતે પણ સાહેબની જોડે ઘોડેસવાર સૂરજે પોતાના ઘોડલાની રાશ ગગનમાં ઢીલી મૂકી હતી. અધ્ધર આભના શૂન્યમાં ફરતાં એના રથ-પૈડાંની ને ઘોડાના ડાબલાની અબોલ ગતિ ચાલતી હતી. રેવતાચળના ગળા ફરતા વાદળીઓના વણેલા ખેસ વીંટળાતા હતા. ગરવો ગિરિ સોરઠની ધરા ઉપર ગાદીએ બેઠેલા મોટા મહાજન જેવો - નગરશેઠ જેવો - દેખાતો હતો. “મહીપટરામ !” સાહેબે પોતાની પાછળ પાછળ ઘોડો હાંક્યે આવતા અધિકારીને દમામભેર હાક દીધી. મહીપતરામે ઘોડો નજીક લઈને પૂછ્યું : “સાહેબ બહાદુર !” “હું વિચાર કરું છું.” સાહેબે હિન્દીમાં વાર્તાલાપ કરવા માંડ્યો. “ફરમાવો.” “અજબ જેવી છે ...વધુ વાંચો

18

સોરઠ તારાં વહેતાં પાણી - 18

૧૮. રૂખડની વિધવા “શેઠ રૂખડની વિધવા ફાતમા ?” શિરસ્તેદારે આ સમસ્યાનો ઉકેલ કરવા મહેનત લેવા માંડી હતી, એ તો શિરસ્તેદારના કપાળ પર સળગતી કરચલીઓ જોઈને કલ્પી લીધું. અરજીમાં એવી મતલબનું લખ્યું હતું કે ‘હું મરનાર રૂખડ શેઠની ઓરત છું. એનો ઘર-સંસાર મેં દસ વર્ષ સુધી ચલાવ્યો છે, છતાં મને આજે શા માટે એની માલમિલકત તેમ જ જાગીરોનો કબજો-ભોગવટો કરવા દેવાની ના પાડવામાં આવે છે ?’ વગેરે વગેરે. “આ તો ઓલ્યા રૂખડિયાની રાંડ ને ?” શિરસ્તેદારે મહીપતરામને પૂછી જોયું. પ્રશ્નમાં તિરસ્કાર ભર્યો હતો. ‘રાંડ’ શબ્દ મહીપતરામ પણ સો-સો વાર વાપરતા હતા. એમણે હા પાડી. પિનાકી લાલપીળો થઈ ગયો. એના હોઠ ...વધુ વાંચો

19

સોરઠ તારાં વહેતાં પાણી - 19

૧૯. મારી રાણક સ્ટેશન જંક્શન હતું. ગાડી ઊભી રહી કે તરત જ એક શણગારેલા સફેદી-સોનેરી ડબા સામે બરકંદાજો ગોઠવાઈ સામા પ્લૅટફૉર્મ પર એક બીજી ગાડી ઊભી રહી. તેમાંથી પ્રથમ તો મોરબી-ઘાટની ચપટી પાલી જેવી ગોળ સુંદર પાઘડીઓથી શોભતા કદાવર પુરુષો ઊતર્યા. તેમની દાઢીના વાળ વચ્ચે સેંથા પડેલા હતા. તેમના ટૂંકા કોટની નીચે લાંબે છેડે પછેડીઓ બાંધેલી હતી. તેની ચપોચપ સુરવાળો હરણ સરખા પાતળા પગોની મજબૂત પિંડીઓ બતાવતી હતી. તેઓના પગમાં રાણીછાપના ચામડાના મુલાયમ કાળા ચકચકિત બૂટ હતા. મચ્છુ કાંઠાનો જાડેજો તે ખતે નવા જમાનાની રસિકતામાં તેમ જ રીતરસમમાં પ્રવેશ કરનાર સૌ પહેલો રજપૂત હતો. આ સફેદ બાસ્તા જેવાં ને ...વધુ વાંચો

20

સોરઠ તારાં વહેતાં પાણી - 20

૨૦. ઝુલેખાને જોઈ આવ્યો “એવડી બધી સત્તા સરકારની - કે મારે મારી બાયડિયુંને કેમ રાખવી, કેમ ન રાખવી, મારી કે જીવતી રાખવી, એ બધી મારા ઘરની વાતુંમાં ઈ માથું મારે ! ના, ના; ઈ નહિ બને.” વડલા-મેડીના રાજગઢમાં ગોદડ દરબારનું આ પ્રકારનું તત્ત્વાલોચન ચાલતું હતું. “પણ આપણે શા માટે એમ કહેવું પડે -” વાણિયા કારભારી દરબારને સમજાવતા હતા : “- કે બાઈઓને કોઈએ માર્યાં છે ?” “ત્યારે સું મેં મારે સગે હાથે ઝાટકા નથી માર્યા ? હું શું નામર્દ છું ?” કામદારને જાણ હતી કે આ મરદ નશાની અસરમાં બોલે છે. એણે કહ્યું : “રાણીસાહેબને માર્યાં તો છે તમે ...વધુ વાંચો

21

સોરઠ તારાં વહેતાં પાણી - 21

૨૧. બહેનની શોધમાં “ઉઘાડો !” ધજાળા હનુમાનની જગ્યાને ડેલીબંધ દરવાજે કોકે પાછલી રાતે સાદ પાડ્યો. ડુંગરાની વચ્ચે ટાઢો પવન ખાતો હતો. “ઉઘાડો, બાપ, ઝટ ઉઘાડો. ટાઢ્યે દાંત ડાકલિયું વગાડે છે.” બીજી વાર કોઈ બોલ્યું. નદીના પાણીમાં બગલાંની ચાંચો ‘ચપચપ’ અવાજો કરતી હતી. ટીટોડીના બોલ તોતળા નાના છૈયાના ‘ત્યા-ત્યા-ત્યા’ એવા ખુશહાલ સ્વરોને યાદ કરાવતા હતા. ત્રણ જણા દરવાજો ઠોકતા ઊભા હતા. ત્રણમાં એકે કહ્યું : “છોકરું મારું ક્યાંય સૂતું હશે.” “તું આવું બોલછ એટલે જ મને બીક લાગે છે.” બીજાનો પેલો સ્વર નીકળ્યો. “કાં ?” પહેલાએ પૂછ્યું. “છોકરાં સાંભરશે, ને તારાથી નહિ રે’વાય, તું મને દગો દઈશ.” “જોયું, લખમણભાઈ ?” ...વધુ વાંચો

22

સોરઠ તારાં વહેતાં પાણી - 22

૨૨. મરદનું વચન તે પછીના માઘ મહિનાની બીજે, ત્રીજે, ચોથે... ને પૂનમે - પંદરેપંદર અજવાળિયાંએ રોમાંચક બનાવો દીઠા. ભદ્રાપુરનો દરબાર ગોદડ વાળો વીફરીને પ્રગટ ધિંગાણે ઊતર્યો. એના જૂથની બંદૂકોએ ગોળીબારોની ધામી ફોડી. તેની સામે મહીપતરામની પોલીસ-ટુકડીએ રૂનાં ધોકડાંના ઓડા લીધા. શત્રુની ગોળીથી સળગી ઊઠતાં ધોકડાં પર પાણી છંટાવતો, ધોકડાં રોડવી રોડવી તેની પછવાડેથી તાસીરો ચલાવતા મહીપતરામ ગોદડ વાળાના મોરચાની લગોલગ જઈ પહોંચ્યા; ને એણે સાદ પાડ્યો : “ગોદડ વાળા ! જીવતો સોંપાઈ જા. મારું બ્રાહ્મણનું વચન છે કે તને સાચવી લઈશ.” ગોદડ વાળાએ લાકડી ઉપર ફાળિયું ચડાવીને ધોળી ઝંડી ઊંચી કરી. ગઢની રાંગ આડેથી નીકળીને એ સન્મુખ આવ્યો. બંદૂક ...વધુ વાંચો

23

સોરઠ તારાં વહેતાં પાણી - 23

૨૩. વેરની સજાવટ ઘરે આવીને મહીપતરામે પત્નીને વાત કરી. પત્નીએ પિનાકીને આ હર્ષના સમાચાર આપ્યા. પિનાકીએ ફરીથી પૂછ્યું : ઠાકોર સાહેબ ?” “વિક્રમપુરના. ન ઓળખ્યા, ભાણા ? આપણી જોડે ભેખડગઢ થાણામાં દાનસંગજીકાકા હવાલદાર નહોતા ! તેની દીકરી દેવુબા નહોતી ? તેની વેરે લગન કરનારા રાજા.” પિનાકી ત્યાંથી ઊઠીને ચાલતો થયો. ‘મારે એ સ્કોલરશિપ નથી જોઈતી’ એવું કશુંક એ બડબડતો હતો. વળતા દિવસે રાતના અગિયાર વાગ્યે હાઈસ્કૂલના હેડ માસ્તર મહીપતરામને ઘેર આવ્યા. પિનાકી સૂઈ ગયો હતો તેને જગાડવામાં આવ્યો. હેડ માસ્તરે પૂછ્યું : “તને ગયા મેળાવડા વખતનો ‘સિકંદર અને ડાકુ’નો સંવાદ મોંએ છે ?” “ફરી જરા ગોખી જવો જોઈએ. કેમ ...વધુ વાંચો

24

સોરઠ તારાં વહેતાં પાણી - 24

૨૪. સુરેન્દ્રદેવ હાઈસ્કૂલના મધ્ય ખંડને છેડે ઊંચું ચણેલું વ્યાસપીઠ હતું. તેના ઉપર રંગાલય ગોઠવાયું હતું. શહેરની નાટક કંપની પાસેથી લીધેલો એક પડદો ત્યાં ઝૂલતો હતો. ખંડની જમણી બાજુએ બીજી એક ઊંચી બેઠક બનાવી હતી. તેના પર માનવંતા મહેમાનોની ખુરશીઓ હતી. વચલી બે ખુરશીએ જરા વધુ ઠસ્સાદાર હતી. તેના ઉપર ઠાકોર સાહેબ અને રાણી સાહેબ બેસી ગયાં. એ જોઈને હેડ માસ્તર આકુલવ્યાકુલ બનવા લાગ્યા. વચલી બે પૈકીની એક ખુરશી પોતે ખાલી રખાવવા માગતા હતા. ધીરેધીરે એ બેઠકો પાસે જઈને હેડ માસ્તરે મીઠો મોં-મલકાટ ધારણ કર્યો, ને કહ્યુું : “મહેરબાન પ્રાંત-સાહેબ વધારવાના છે.” “ઓહો !” ઠાકોર સાહેબ રાજી થયા કે ગભરાટ ...વધુ વાંચો

25

સોરઠ તારાં વહેતાં પાણી - 25

૨૫. તાકાતનું માપ સોટી ઉપાડવામાં થોડો આંચકો હતો તે એક-બે સપાટા ખેંચ્યા પછી હેડ માસ્તરના હૃદયમાંથી જતો રહ્યો. પછી એમાં ઊર્મિ દાખલ થઈ. વેગે ચડેલી આગગાડી વધુ ને વધુ વેગ જેમ આપોઆપ પકડતી જાય છે, તેમ હેડ માસ્તરના હાથની નેતર પણ ગતિ પકડતી ગઈ. ને પછી એને એટલી તો સબોડવાની લહેર પડી કે ફટકો શરીરના કયા ભાગ પર પડે છે તેની ખુદ મારનારને જ શુદ્ધિ ન રહી. પિનાકી પ્રથમ તો ખચકાયો. પહેલો પ્રહાર પડ્યો ત્યારે જરા નમી ગયો; આડા હાથ પણ દીધા. પછી એનામાં લોખંડ પ્રકટ થયું. એ અક્કડ બની ઊભો રહ્યો. કેટલી સોટી ખમી શકાય તે જોવાની કેમ ...વધુ વાંચો

26

સોરઠ તારાં વહેતાં પાણી - 26

૨૬. જતિ-સતીને પંથે છોકરાઓ ધીરેધીરે, આથમતા તારાઓની જેમ, વીખરાતા ગયા. એકલો પડેલો પિનાકી સાઈકલ પર ન ચડી શક્યો. એને લેવા રસ્તા પર બેસવાની પણ શરમ લાગી. એણે લડથડતે પગલે સડક પર ચાલ્યા કર્યું. રસ્તામાં એક બેઠા ઘાટના બંગલાના ચોગાનમાં હોજ હતો. સંધ્યાનાં કેસૂડાં એ હોજના પાણીમાં ઝબકોળાઈ કેસરી રંગની ટશરો મેલતાં હતાં. બે-ત્રણ જુવાન છોકરીઓ કાંઠે બેઠી બેઠી પગ ઝબોળતી હતી. પિનાકી એમને પિછાનતો હતો. પોલીસ-ખાતાના ‘ડીપોટી સાહેબ’ની એ કન્યાઓ હતી. પણ આજે પિનાકીએ તે તરફ ન નિહાળ્યું. કોઈ કોઈ નળ પાસેના ઓટા ઉપર દૂધ વેચનાર ગવલીઓ નવકૂંકરીની રમત રમતા હતા, અને રમનારાઓની વચ્ચે વાર્તાલાપ થતો હતો : “આ ...વધુ વાંચો

27

સોરઠ તારાં વહેતાં પાણી - 27

૨૭. બાપુજીનું તત્ત્વજ્ઞાન “ત્યારે આ લ્યો આ મારો ખરડો.” એમ કહીને એ બૂઢા લોક-કવિએ પિનાકીના હાથમાં એક કાગળ મૂક્યો. તેલથી ખરડાયેલો ને ગંદો હતો. તેામં બોડિયા અક્ષરોથી કાવ્ય ટપકાવેલાં હતાં. “કે’જો લખમણ બા’રવટિયાને -” મીરનો અવાજ આષાઢના મોરલાની માફક ગહેક્યો : “કે’જો કવિ મોતી મીરે તમને રામરામ કહ્યા છે. કે’જો કે - મીતર કીજે મંગણાં, અવરાં આળપંપાળ; જીવતડાં જશ ગાવશે, મુવાં લડાવણહાર. “તું વીર નર છે. માગણિયાત મીરો-ભાટોની દોસ્તી રાખજે; કારણ કે એ મિત્રો તારા જીવતાં સુધી તો તારા જશડા ગાશે, પણ મૂવા પછીય તને કવિતામાં લાડ લડાવશે એ કવિઓ. બીજાની પ્રીત તો તકલાદી છે, ભાઈ ! મૂવા પછી ...વધુ વાંચો

28

સોરઠ તારાં વહેતાં પાણી - 28

૨૮. પાછા જવાશે નહિ ! સોરઠમાં બે સ્થળોને ‘માનાં પેટ’ કહેવામાં આવતાં : એક જળવાસીઓ માટેનું માનું પેટ, ને થળવાસીઓનું. ‘બેટ તો માનું પેટ છે, ભાઈ !’ એ કહેવાય છે દ્વારકાના બેટ શંખોદ્ધારના દરિયાને માટે. ચોમાસાનો દારૂડિયો સમુદ્રદેવ જ્યારે હોડકાંને, મછવાને અને સફરી વહાણોને મોતના સંદેશા સંભળાવે છે, ત્યારે સાગર ખેડતા વહાણવટીઓ પોતાનાં નાવ લાવીને બેટની ખાડીમાં નાંગરે છે. મોટો મહાસાગર થોડે જ છેટે પડ્યોપડ્યો ‘ખાઉં-ખાઉં’ના હુંકાટા કરે છે, પણ માતાના પેટમાં સચવાતાં બાળકો સમાં આ વહાણોને સાગરની એક નાનકડી થપાટ પણ લાગતી નથી. બીજું છે ‘ગિર માનું પેટ’. ભયાનક શિશુઓ એ માના ઉદરનો આશરો લેતાં. નદીઓની ખોપો, પહાડોના ...વધુ વાંચો

29

સોરઠ તારાં વહેતાં પાણી - 29

૨૯. નવી ખુમારી યુરોપનું મહાયુદ્ધ આગળ વધતું હતું. લોકોની અક્કલ પણ આગળ વધતી હતી. નાનાં ગામોની ને મોટાં શહેરોની ઓટા ‘વિન્ડો ડિલિવરિ’ના કાગળો મેળવવા માટે આવનારાં લોકોથી ઠાંસોઠાંસ રહેતા. ચબૂતરાની પરસાળો અને દેવમંદિરોની ફરસબંધીઓ પર છાપાનાં પાનાં પથરાતાં. અમદાવાદ પણ ન જોયું હોય તેવાં લોકો યુરોપની જાદવાસ્થળીના યુદ્ધક્ષેત્ર પર પથરાયેલી લડાયક સડકોને નાનેથી ત્યાં રમ્યાં હોય તેવાં પિછાનદાર બની પકડતાં. યુદ્ધના મોરચામાં ક્યાં ક્યાં ભૂલો થઈ રહી છે તેનું જ્ઞાન કાઠિયાવાડના નવરા પેન્શનરો પાસે સરકારના સેનાપતિઓ કરતાં વધુ હતું ! લીજ, નામુર અને વર્ડુનના કિલ્લામાં કેમ જાણે પોતે ઈજનેરી કામ કર્યું હોય, તેટલી બધી વાકેફગારી આ વાતોડિયાઓ દાખવતા હતા. ...વધુ વાંચો

30

સોરઠ તારાં વહેતાં પાણી - 30

૩૦. બ્રાહ્મતેજ પસીને રેબઝેબ બે અસલ અરબી ઓલાદના ઘોડા તબડાટ કરતા આવી પહોંચ્યા. બે અંગ્રેજ અધિકારીઓએ છલાંગ મારી ઘોડાનાં છોડ્યાં. તેઓનાં રેશમી ખમીસો રતુંબડાં શરીરો સાથે પસીને ચોંટી ગયાં હતાં, ભૂખ અને તરસની તેમના પેટમાં લાય લાગી હતી. છતાં, સૌ પહેલાં તેમણે પોતપોતાના ઘોડાઓને જિગર-જાનથી થાબડ્યા. ઘોડાના કપાળ પર, બેટાને સગો બાપ પંપાળે તેવા પ્રેમથી, તેમણે હાથ પસાર્યા; અને ઘોડાનાં નસકોરાંનો જે વધુમાં વધુ પોચો ભાગ, તે પર બેઉ જણાએ બચીઓ ભરી. બેમાંનો એક પોલિટિકલ એજન્ટ હતો, ને બીજો નવો આવેલ પોલીસ ઉપરી હતો. જૂના ખાનદાન સાહેબની લડાઈના સબબે બદલી થઈ ગઈ હતી. તે પછી બેઉ અફસરો ‘ખાના ! ...વધુ વાંચો

31

સોરઠ તારાં વહેતાં પાણી - 31

૩૧. બહાદુરી ! અહીં ચંદરવાની ખોપમાં - એટલે કે જુગાન્તર-જૂની કોઈ વીજળી ત્રાટકવાથી ડુંગરની છાતી વિદારાઈ ગઈ હતી, તેના - ઘેઘૂર આંખે લખમણ પડ્યો હતો. એ હવે પાંચ-સાત વર્ષો પૂર્વેનો ગૌચારક લખમણ નહોતો રહ્યો. બે વર્ષ પૂર્વેની બહેનનો ડાહ્યોડમરો ને પોચો પોચો ભાઈ પણ નહોતો રહ્યો. લખમણની છાતીમાં મરદાઈના મહોર ફૂટ્યા હતા. એનો અવાજ રણશિંગાના રણકાર જગવતો હતો. એનો સંગાથ અડીખમ આઠ મિયાણાઓનો હતો. ભાષા પણ લખમણની ચોપાસ મરદોની જાડેજી ભાષા હતી મોળો બોલ ઉચ્ચારનાર પણ કોઈ નહોતું લખમણની પાસે. જગુ પગી લખમણનો વિશ્વાસુ કોળી : જગુને ખોળે લખમણ ઓશીકું કરીને નિરાંતે ઊંઘનારો. એ જ જગુએ લખમણને ને એના ...વધુ વાંચો

32

સોરઠ તારાં વહેતાં પાણી - 32

૩૨. વાતાવરણ ભણાવે છે વિક્રમપુરના દરિયાને આલેશન બારું હતું. એ બારાની દખણાદી દિશામાં ભેંસોનું ખાડું માંદણે પડી મહાલતું હોય કાળા, જીવતાજાગતા જણાતા ખડકો હતા. લોકવાણીએ એનું ‘ભેંસલા’ નામ પાડ્યું હતું. ત્યાં આઠેય પહોર અફલાતાં મોજાં ફીણ મૂકતાં હતાં. વિરાટ મહિષાસુર વારિધિ જાણે કે વાગોળ્યા કરતો હતો. પાડાઓનું એકાદ ધણ ચાલ્યું જતું હશે તેમાં એકાએક જાણે દરિયાનાં પાણી તેના ઉપર ફરી વળ્યાં હશે ! કેટલાક નાસીને બહાર નીકળ્યા હશે, કેટલાક ગૂંગળાઈને અંદર રહ્યા હશે; એટલે જ, આ બહાર દેખાતા ખડકોની પાધરી કતારમા ંજ કેટલાક ખડકો અઢી-ત્રણ ગાઉ સુધી પાણીની નીચે પથરાયા હતા. ‘વીજળી’ આગબોટ ગરક થઈ ગયાનું પણ આ એક ...વધુ વાંચો

33

સોરઠ તારાં વહેતાં પાણી - 33

૩૩. અમલદારની પત્ની લખમણ બહારવટિયાનો અંજામ પિનાકીએ આગગાડીમાં જ જાણી લીધો. ‘મામી’ પકડાઈને રાજકોટ ગયાની પણ ખબર પડી. ડુંગરામાં મામલો મુસાફરોની જીભ ઉપર રમતો હતો. “પણ આ તો ગોરા બે સાહેબોની જવાંમર્દી, હો ભાઈ !” એક મુસાફર કહેતો : “દેશી અમલદાર તો, કે’ છે કે, ડરીને પૂજામાં બેસી ગિયો’તો !” પિનાકીને ફાળ પડી : મોટાબાપુજીની વાત તો નથી થતી ને ? મોટાબાપુજી કદી ડરે ? “ગોરાનાં કશાં જ પરાક્રમ નો’તાં, ભાઈ !” એક ડોશીએ સમજ પાડી : “અફીણ ભેળવીને લાડવા ખવાર્યા લાડવા ! મીણો ચડ્યો ને બહારવટિયા મૂવા.” “અરરર ! મોટાબાપુજીએ આવો કાળો કામો કર્યો હશે ?” પિનાકીનો આત્મા ...વધુ વાંચો

34

સોરઠ તારાં વહેતાં પાણી - 34

૩૪. કોઈ મેળનો નહિ તે દિવસે બપોરે મહીપતરામનો ખુલાસો લેવા માટે પોલીસ-ઉપરીએ ખાનગી ઑફિસ ભરી. એમને પૂછવામાં આવ્યું : ખબર મળ્યા પછી તમે કેમ ન ગયા ?” મહીપતરામે પ્રત્યુત્તર ન દીધો. “ડર ગયા ?” “નહિ, સા’બ !” મહીપતરામે સીનો બતાવ્યો. “નહિ, સા’બ !” સાહેબે એનાં ચાંદુડિયાં પાડ્યાં. “બમન ડર ગયા.” “કભી નહિ !” મહીપતરામે શાંતિથી સંભળાવ્યું. “બહારવટિયા પાસેથી કેટલી રુશવતો ખાધી છે ?” “સાહેબ બહાદુર તપાસ કરે ને સાચું નીકળે તો હાથકડી નાખે.” “સુરેન્દ્રદેવની ભલામણથી જતા અટક્યા’તા ?” “નહિ, સા’બ.” “સુરેન્દ્રદેવની ભલામણ આવી હતી ખરી ?” મહીપતરામે મૌન સાચવ્યું. “અચ્છા !” સાહેબે પગ પછાડ્યા. “બૂઢા હો ગયા. તુમકો સરકાર ...વધુ વાંચો

35

સોરઠ તારાં વહેતાં પાણી - 35

૩૫. પ્રેરણામૂર્તિ પિનાકી નિશાળે ગયો. રસ્તામાં ઝીણાં પાંખાળાં જંતુઓનું ઝૂમખું હોય તેવો આ વિચાર તેના મોંને વીંટળાતો રહ્યો. ‘વહુ’ શબ્દનો ઉચ્ચાર પણ એને ખરાબ લાગ્યો. એના આખા શરીરની ચામડી પર ખાજવણીનાં પાંદ કોઈએ મસળ્યાં જાણે ! ચેન પડતું જ નહોતું. વર્ગમાં સવાલો પુછાય તેના જવાબો આપવામાં પણ પિનાકીને ફાવ્યું નહિ. પરણવું અને વહુ લાવવી ? આંબાના નાનકડા રોપની ડાળીએ કોઈ બનાવટી કેરી લટકાવે તો કેવું વિચિત્ર લાગે ! કેવું કૃત્રિમ, બેડોળ ને બેહૂદું ! વહુનો વિચાર આ સત્તર વર્ષના જુવાનને એટલો નામુનાસબ લાગ્યો. આ મશ્કરી એને ગમી નહિ. સાંજે ક્રિકેટની રમતમાં એ દાઝેભર્યો ર્મયો. બૅટને પ્રત્યેક ફટકે એ ‘વહુ’ના ...વધુ વાંચો

36

સોરઠ તારાં વહેતાં પાણી - 36

૩૬. ચુડેલ થઈશ ! વીસમા દિવસે અદાલતે ફેંસલો સંભળાવ્યો. એમાંનો એક ભાગ આ હતો : “મરી જતા પુરાતન કાઠિયાવાડનું બાઈ એક રોમાંચક પાત્ર છે. અસલ કુંછડી નામના બરડા પ્રદેશની આ મેર-કન્યા હતી. એનું નામ ઢેલી હતું. માવતરે નિર્માલ્ય ધણી જોડે પરણાવવા ધારેલી, તેથી એ નાસી છૂટી. ભાગેડુ બની. છુવાવા માટે સિપારણનો વેશ લીધો. જંગલ દફેર કોમના દંગામાં સપડાયેલી, તેમાંથી એને દેવકીગઢના ભારાડી વાણિયા રૂખડ શેઠે બચાવી. શેત્રુંજી નદીનાં કોતરોમાંથી બે દફેરોની લાશો નીકળી હતી, તેના ખૂનીનો પતો નહોતો લાગ્યો, પણ બાઈ ઢેલી પોતે જ એકરાર કરે છે કે એ બન્નેને ઠાર કરનાર વાણિયો રૂખડ જ હતો. રૂખડે આ ઓરતને ...વધુ વાંચો

37

સોરઠ તારાં વહેતાં પાણી - 37

૩૭. લોઢું ઘડાય છે અદાલત ચાલી ત્યાં સુધી પિનાકી મસ્ત હતો. પળેપળ એને આસવની પ્યાલી સમી હતી. મામીના શબ્દો અને વકીલોને હંફારનારા હતા. પિનાકીની તો રગરગમાં એ નવરુધિર સીંચનારા હતા : ને જે દિવસે મામીએ ભરઅદાલતમાં બાપુજીની અદબ કરી હતી તે દિવસથી ભાણેજ મામીને પોતાનું વહાલામાં વહાલું સ્વજન ગણતો થયો હતો. એણે સ્વપ્નો સેવ્યાં હતાં આવાં : આવી બહાદુર સોરઠિયાણીને કદરબાજ ન્યાયાધિકારી છોડી મૂકશે. ને છોડી મૂકશે તો તો હું એને આપણા ઘેરે લઈ જઈશ, ઘેરે જ રાખીશ. મોટીબાનો એને સહવાસ મળશે. અથાણાં અને પાપડ-સેવ કરવામાં મોટીબાને જે સાથ જોઈએ છે તે આ મામી જ પૂરો પાડશે. પણ ચૌદથી ...વધુ વાંચો

38

સોરઠ તારાં વહેતાં પાણી - 38

૩૮. ફૂટપાથ પરનો ટ્રાફિક “શું કરું ?” હેડ માસ્તરે ચૂલે ચડેલા હાંડલાની જેમ વરાળ ફૂંકી : “તારા વયોવૃદ્ધ દાદાની દયા આવે છે. તને કાઢી મૂકીશ તો એ ડોસો રઝળી પડશે, નહિ તો તને... શું કહું ? બધું અધ્યાહાર જ રાખું છું હવે તો !” એકએક શબ્દ પિનાકીના પ્રાણ ઉપર તેજાબના છાંટા જેવો પડ્યો. એથી પણ અધિક, શીળીનો એકેક દાણો બગડી બગડીને કાળી બળતરા લગાડતો સમાઈ જાય તેવા વસમા તો હેડ માસ્તરના અણબોલાયલા, અધ્યાહાર રહેલા શબ્દો બન્યા. અધ્યાહાર શબ્દો હંમેશાં વધુ વસમા હોય છે. એની આંખો ડોળા ઘુમાવી ઘુમાવી હેડ માસ્તર તરફ નિહાળી રહી. અઢાર વર્ષનો છોકરો આંસુ પાડવાનો શોખીન ...વધુ વાંચો

39

સોરઠ તારાં વહેતાં પાણી - 39

૩૯. ચકાચક ! જંક્શન સ્ટેશનમાં એક પણ ગાડીની વેળા નહોતી, તે છતાં ત્યાં ઊભું ઊભું એક ચકચકિત મોટું ‘પી. એન્જિન હાંફતું હતું. હાથીનાં નાનાં મદનિયાં જેવા ત્રણ ડબા એ એન્જિનને વળગ્યા હતા. પોલીસોની ટુકડી એક ડબામાં બ્રીજલોડ બંદૂકો સહિત ગોઠવાઈ ગઈ હતી. “ક્યોં ? ચકાચક કરને કો ચલે, હવાલદાર !” જંક્શનનો હેડ કોન્સ્ટેબલ પોતાના બે પંજાની વચ્ચે ચૂરમાનો લાડુ વાળતો હોય તેવી ચેષ્ટા કરતો કરતો પૂછતો હતો. “હાં હાં, તકદીર કી બાત બડી હે, ભાઈ, આજ ફજીર કો જ હમ કોટર ગ્યાટ સે છૂટ ગયે.” પોલીસ પાર્ટીનો હવાલદાર એ હરેક ઉચ્ચારને ઉત્તર હિન્દુસ્તાની બોલીની હલકમાં લડાવતો હતો. ફર્સ્ટ ક્લાસના ...વધુ વાંચો

40

સોરઠ તારાં વહેતાં પાણી - 40

૪૦. લશ્કરી ભરતી “હું હાથ જોડીને કહું છું કે મને આમાં ન નાખો.” “પણ, દીકરી, તું રાજરાણી છો. તારે કર્યે જ સારાવાટ છે.” “શી સારાવાટ ?” “ગાંડી, છોકરો હશે તો ચાર ગામનાં ઝાળાં પણ મળશે. નીકર તને એકલીને સુખનો રોટલોય ખાવા નૈ દીયે. જાણછ ?” “નહિ ખાવા દીયે ? શું બોલો છો આ ?” “સાચું બોલું છું. તને કલંક લગાડીને કાઢી મેલશે.” “એવી ગાંડી વાતો કરો મા. મને કોઈ નહીં કાઢી મૂકે. હું ક્યાં રખાત છું ! મને, ભલા ઝઈને, આ ઢોંગમાં ન ઉતારો. મારાથી ઢોંગ નહિ ચાલુ રહી શકે. ને પ્રભુએ મને દીકરો દેવાનું સરજ્યું હોત તો તો ...વધુ વાંચો

41

સોરઠ તારાં વહેતાં પાણી - 41

૪૧. વટ રાખી જાણ્યું “ભાણા,” મહીપતરામ ડોસાએ પથારીમાં પડ્યાંપડ્યાં કહ્યું : “ઘોડીને લઈ જા. દરબાર સુરેન્દ્રદેવજીને સોંપી આવ. હવે પશુ આપણા ઘરને ખીલે દુઃખી થશે.” મહીપતરામના જીવનમાં આ પ્રથમ-પહેલી હાર હતી. સંસારનું ‘હુતુતુતુ’ રમતાં એણે પહેલી વાર ‘મીણ’ કહ્યું. સોરઠના છોકરા હુતુતુતુની રમતમાં સામી બાજુનો પટ ખૂંદે છે, અને ઝલાઈ ગયા પછી મરણતોલ થયે જ ‘મીણ’ કહે છે. આજી નદી સોરઠિયાણી છે, વંકી અને વિકરાળ છે. મરદ મહીપતરામના પગ કમજોર પડ્યા પછી એક દિવસ ત્યાં ઘોડીને ધરાભર પાણીમાં ધમારતાં ધમારતાં પથ્થર પરથી લચક્યા હતા. એની છાતીન જમણા પડખામાં એક સટાકો નીકળ્યો હતો. વર્ષો પહેલાં ગોરા સાહેબ સાથે શિકારે ગયેલ ...વધુ વાંચો

42

સોરઠ તારાં વહેતાં પાણી - 42

૪૨. ઓટા ઉપર વિક્રમપર શહેર વધુ રળિયામણું લાગતું હતું ? તેના ઊંચા ટાવરને લીધે ? એના કનેરીબંધ, પહોળા ‘અમરુ લીધે ? ચાંદની રાતોમાં ધાબે કૂટેલી અને ખારવણોના રાસડાનો ફળફળતો રસ પાયેલી એની છોબંધ અગાસીઓને લીધે ? ના, ના; જરાક નિહાળીને જોશો તો વિક્રમપુરનું ખરેખરું રૂપ તમને એનાં મકાનોના ઊંચા ઓટલામાંથી ઊઠતું લાગશે - જે ઓટા માથે બેસીને હર પ્રભાતે ઘર-માલિકો પલોંઠીભર દાતણ કરતા હોય છે ને સૂરજ બે’ક નાડા-વા ઊંચો ચડે ત્યાં સુધી સામસામા ઓટા પરથી વકીલો-અધિકારીઓ વાતોના ફડાકા મારતા હોય છે. એ ઓટા પરથી ઊઠવું ગમે નહિ. એ ઓટાને કશું પાથરણું પાથરવાની જરૂર નહિ. રાજના મોટા અધિકારીઓ પ્રભાતે ...વધુ વાંચો

43

સોરઠ તારાં વહેતાં પાણી - 43

૪૩. વાવાઝોડું શરૂ થાય છે વીરમ નામના લડાઈમાં ગયેલા રંગરૂટની આ બે સગી બાઈઓ ત્યાંથી પાછી વળી. અને આંહીં અમલદારના ઘરમાં બધાં છોકરાં વચ્ચે કજિયો મચ્યો કે ડોશીએ આપેલા અરધા રૂપિયામાં કોનો કેટલો ભાગ. અમલદાર પોતે ઓટલા પર હજામત કરાવવા બેઠા. એમના હાથનું આભલું સૂરજના કિરણોને ઝીલી લઈ, કોઈક કટારની માફક, રસ્તે જતી આવતી પનિહારીઓનાં શરીરો પર રમાડતું હતું. “ફુઈ,” ડોશીની દીકરાવહુએ કહ્યું : “આટલે આવ્યાં છીએ ત્યારે હાલોને દરિયે નાળિયેર નાખી આવીએ.” “હાલો, માડી; આ ગગાને પણ રતનાકરને પગે લગાડી આવીએ.” એક દુકાનદારને હાટડે નાળિયેરનાં પાણી ખખડાવીને કાને માંડતી બંને જણીઓ ઊભી હતો. પૂરેપૂરું પાણીભર્યું શ્રીફળ હજુ જડ્યું ...વધુ વાંચો

44

સોરઠ તારાં વહેતાં પાણી - 44

૪૪. બધાં એનાં દુશ્મનો બિસ્તરા પર પડ્યાંપડ્યાં પિનાકીની આંખો ધર્મશાળાની દીવાલ પર ચોંટેલી આરસની તક્તીઓ પર ચડી. અંદર લખ્યું કે - બાશ્રી દેવુબાના સ્વ. કુમાર બલવંતસિંહજીની યાદગીરીમાં. લેખના એકએક અક્ષરે પલ પછી અક્કેક બાળકનું રૂપ ધર્યું. પંદર દિવસની આવરદા એ પ્રત્યેક બાળકમાં ઊછળી રહી. લીલી અને કુમાશનો નાટારંભ કરતી એ બાલમંડળી તક્તીના આરસ પર લોટપોટ થતી થતી લપસી ગઈ. અને પિનાકીની આંખો પણ એ બાળકોની ટોળીની જોડે લસરતી લસરતી નીચે ઊતરી. એ આંખોએ દીવાલ પર બીજાય લેખો ઉકેલ્યા. ઉકેલતી ઉકેલતી એ આંખો દીપડાની આંખો જેવી બની. આંખોમાંથી અગ્નિના દોરિયા ફૂટ્યા. ધર્મશાળાની દીવાલો પરના એ લેખ, કોલસાના અક્ષરે, ઈંટના ટુકડાના ...વધુ વાંચો

45

સોરઠ તારાં વહેતાં પાણી - 45

૪૫. ઉજળિયાતોનાં રુદન પિનાકી પ્રભાતે રાજકોટ પહોંચ્યો ત્યારે ઘરના આંગણે એક ગવલણ ઊભી હતી. એના હાથમાં ખોળનો કાળો ટુકડો કપાસિયાની ટોપલી હતાં. મોટીબા ખીલેથી ગાયને છોડતાં હતાં, પણ ગાય મોટીબાને છોડતી નહોતી. ઊભેલી ગવલણના ખોળ-કપાસિયા ગાયને આકર્ષી શકતા નહોતા. ગવલણ ‘ આવ ! આવ ! બા...પો ! બા...પો ! આ લે ! આ લે !’ એવા મીઠા મીઠા બોલે ગાયને બોલાવતી હતી. “કેમ, મોટીબા ! આ શું ?” પિનાકીએ પૂછ્યું. “ગાય વેચી નાખી આ ગવલણને, ભાણા !” મોટીબાનું બોખું મોં જાણે ડાકલી બજાવતું હતું. “કોઈ જાતની ચિંતા ન કરજો, બા !” ગવલણે કહ્યું : “મારે ઘેર એક ગાદલા ને ...વધુ વાંચો

46

સોરઠ તારાં વહેતાં પાણી - 46

૪૬. એ બહાદુરો ક્યાં છે ? ૧૯૧૮મું વર્ષ : અગિયારમો મહિનો : અગિયારમી તારીખ : અગિયારના આંકડા પર ઘડિયાળના ચડ્યા : અને તારનાં દોરડાં ગુંજી ઊઠ્યાં. તોપોના અગિયાર-અગિયાર ધુબાકાએ હવાને ધુણાવી મૂકી. જગતનાં હથિયાર હેઠાં મુકાયાં. તલવારો મ્યાન બની, જીવતા હતા તે જુવાનો પડઘમોના પ્રેમ-સ્વરો જોડે તાલ પાડતાં, પગલાં દેતાં ઘેર ચાલ્યા. મૂઆ હતા તેમનાં માતાપિતાઓને ખોળે લશ્કરી ચાંદ અને ચગદાં રમ્યાં. લાખો અનામી લડવૈયાઓનાં નામ પર એક એક ખાંભો ખડો થયો હતો. એવાં ખાંભા તે દિવસે ફૂલોના હારો તળે ઢંકાયા. યુદ્ધવિરામનો દિવસ હતો. ગામડે રમાતી નવકૂકરીઓની રમતો તે દિવસે ઊઠી ગઈ. જર્મનીનો પક્ષ તાણનારા અને કૈસરની મૂછો ઉપર ...વધુ વાંચો

47

સોરઠ તારાં વહેતાં પાણી - 47

૪૭. એક જ દીવસળી ? બીજી જ પલ - અને આખું દંગલ જ્યુબિલી બાગના કૉનોટ હૉલને દરવાજે આવી પહોંચ્યું. હાથમાંથી વછૂટીને પંદર-વીસ ગામડિયા હૉલની અંદર ધસારો કરતા હતા. તમામ સભાજનો - એજન્ટ સાહેબ સુધ્ધાં - ખડાં થઈ ગયાં, અને એ ગામડિયાની કાગારોળ મચી રહી. સ્પષ્ટ અવાજો પણ સંભળાયા : “ગરીબપરવર ! અમને મોકલ્યા તે ટાણે અમારા ખોળામાં ખજૂર નાખ્યો ! ને હવે અમે પાછા આવ્યા તે ટાણે આ શું થઈ ગયું ?” “ક્યા હય ?” કોઈ તોતિંગ ઝાડને વેરતા કરવત જેવો અવાજ કાઢતા વિક્રમપુરના ગોરા હાકેમ આગળ ધસી આવ્યા : “ક્યા, હુલ્લડ મચાના હય ? કોન હય ?” “ગરીબપરવર ...વધુ વાંચો

48

સોરઠ તારાં વહેતાં પાણી - 48

૪૮. વિધાતાએ ફેંકેલો “બહુ ખોટું કર્યું. આપ ઉતાવળિયા છો. આ લોકોને ઓળખતા નથી. કોના જોરે કૂદંકૂદા કરો છો ?” ઠપકા તે રાત્રિએ સુરેન્દ્રદેવજીના ઉતારાના ઉંબરામાંથી ઉપરાઉપરી શરૂ થયા. વકીલ મિત્રો તેમ જ અમલદાર સ્નેહીઓ પગરખાં ઉતારતાં ઉતારતાં જ એમના ઉપર વાક્યોની ઝડી વરસાવવા લાગ્યા. સૌની જોડે પોલીસના નાના ઉપરી સાહેબ પણ શિખામણ દેવા આવ્યા. સહુની વતી તેમણે કહ્યું : “આપને શું એમ લાગે છે કે અમે આંહીં બેઠેલા બધા દેશાભિમાનથી પરવારી ગયેલા છીએ ?” “પણ શું છે આટલુ બધુ ?” અનુસ્વારો વગરનાં ઉચ્ચારણોવાળું આ વાક્ય સુરેન્દ્રદેવજીના મોંના મલકાટની વચ્ચે મઢેલ કોઈ તસવીર જેવું લાગતું હતું. એમના મોંમાં હૂક્કાની રૂપેરી ...વધુ વાંચો

49

સોરઠ તારાં વહેતાં પાણી - 49

૪૯. નવો ખેડુ ત્રીજી-ચોથી વારકી વિંયાતલ કોઈ આહિરાણી જેવી હાલારી નદી પહોળાવેલ દેહે પડી હતી. પાએક ગાઉના ઘેરાવમાં એનાં પાણી, કોઈ હઠીલા ઘરધણીને ઘેર અસૂરું રોકાણ પામેલા પરોણલાઓની માફક મૂંગાં બનીને ઊભાં હતાં. ખોરડા-ખોરડા જેવડા જંગી કાળમીંઢોના બિહામણા ગદેડાની વચ્ચે ભૂલાં પડીને એકબીજાને ગોતતાં છોકરાં જેવાં હાલારીનાં પાણીનું અહીં જાણે કોઈ ધણ ઘોળાતું હતું. ઓતરાદી હેઠવાશે એક ઊંચો પથ્થર-બંધ ઉગમણી-આથમણી ચોકી બાંધીને પડ્યો હતો. બંધની ટોતને ઓળંગી હાલારીનાં પાણી ધોળાં ઘેટાં ઠેકી પડે એમ ઠેકતાં હતાં. ફરી પાછા કાળમીંઢોની મૂંગી ભેરવ-સેના વચ્ચે બીતાં બીતાં એ નીર દરિયા ભણી ધાતાં હતાં. ભૂતિયા કાળમીંઢોને જોતો ઊભેલો બંધ, કોઈ પહાડની જાંઘ જેવો, ...વધુ વાંચો

50

સોરઠ તારાં વહેતાં પાણી - 50

૫૦. એક વિદ્યાપીઠ રાજ-સામૈયામાં ચાલતો કો’ ચપળ રેવતની જેમ એ કદાવર બંદૂકધારી ઘડીવાર પોતાની જમણી બાજુ સુરેન્દ્રદેવજીને, તો ઘડીવાર ડાબી બાજુ જરાક પાછળ ચાલ્યા આવતા પિનાકીને પોતાની વંકી નજરમાં લેતો. “આપે તો સંચોડો જનમ-પલટો કરી નાખ્યો, બાપા !” બંદૂકધારીએ તાજા તલના તેલ-શી ઝલકતી આંખે સુરેન્દ્રદેવજીના દીદાર ફરીફરી નિહાળ્યા. “છેલ્લો મને ક્યારે દીઠેલો, શેઠ ?” સુરેન્દ્રદેવજીએ શરમાતે પૂછ્યું. “રાજકોટની નાટકશાળામાં રાજસિંહનો ખેલ હતો. તમે તે રાતે, બાપા, રાણીપાઠ કરનાર છોકરાને પોશાકનું ઈનામ આપેલું : યાદ છે ?” “બહુ વહેલાંની વાત !” “સાત સાલ પહેલાંની વાત. આપનો લેબાસ પણ તે દી તો...” બંદૂકધારીએ જોયું કે સુરેન્દ્રદેવજીને આ સ્મરણો ગમતાં નહોતાં. એટલે ...વધુ વાંચો

51

સોરઠ તારાં વહેતાં પાણી - 51

૫૧. ખેડૂતની ખુમારી એ જ રાતથી પિનાકીનું યુનિવર્સિટીનું શિક્ષણ શરૂ થઈ ગયું. લઠ્ઠ અને લોહીભરપૂર એનું બદન આ મરદ હૃદયમાં વસી ગયું. રાત્રીએ એણે પિનાકીને પોતાની સાથે રાતભરને રખોપે ચડાવ્યો. પહેલો પાઠ પિનાકીને પહેલી જ રાતે મળ્યો. પોતાના માલિકનો બોજ કમતી કરવાના ઈરાદાથી એ ખીંતી પરથી માલિકની બંદૂક ઉતારવા હાથ પહોંચે તે પૂર્વે તો માલિકે બંદૂકને હાથ કરી લીધી. ઠપકાનો એક શબ્દ પણ કહ્યા વગર જ શેઠ ચાલ્યા, ને પિનાકીને કહ્યું : “ચાલો !” પિનાકીએ જોઈ લીધું. મુર્શદની મુર્શદી મૌનમાં રહી હતી. બીજે દિવસે પિનાકીનાં અંગો પર બીજું શેર લોહી ચડ્યું. બપોર વેળાએ રાજવાડા ગામની પછવાડે ગોટંગોટ ધુમાડા ઊઠ્યા, ...વધુ વાંચો

52

સોરઠ તારાં વહેતાં પાણી - 52

૫૨. પુષ્પા ક્યાં ગઈ ? રાજકોટના સીમાડા પરથી પિનાકીએ પહેલા ડંકા સાંભળ્યા ને પછી લાંબા સાદની એક પછી એક ‘આ...લ...બે....લ !’ સાંભળી. ‘દસ બજી ગયા !’ એ વિચારની સાથોસાથ એણે સ્મશાનની છાપરી દેખી. એ છાપરીની પાછળ એણે એક ઘોડેસવારનો અચલ, મૂંગો આકાર ભાળ્યો. ઘોડો જાણે કે ઊંચોઊંચો બની આકાશે ચડતો હતો. અસવારના પગ લાંબા ખેંચાઈને જમીન સુધી લટકવા લાગ્યા. એક જ પલ પિનાકીનાં ગાત્રોને ઓગાળી રહી. પણ એને યાદ આવ્યું કે આંહીં મારા મોટાબાપુને સુવરાવ્યા છે. આંહીં રૂખડ મામાનો દેહ બળ્યો છે. એ વિચારે સ્મશાન એનું પરિચિત સ્થાન બની ગયું. એ પસાર થઈ ગયો. ને એણે જોયુ ંકે એ ...વધુ વાંચો

53

સોરઠ તારાં વહેતાં પાણી - 53

૫૩. એ મારી છે ત્રણ લાગણીઓનું ત્રેવડ કૌતક પિનાકીની રગરગમાં છલબલી ઊઠ્યું : એક તો, પુષ્પા મારી થવાને માટે જનેતાને પણ ત્યજીને અગમ પંથે નીકળી પડી છે તે વાતનો પોરસ; બીજું, મારી પુષ્પાને ભીડ પડી હશે તેની વેદના; ને ત્રીજું, મારા બરડા પર સુરેન્દ્રદેવજી, રાજવાડાના શેઠ, મૂએલા મોટાબાપુજી અને રૂખડ મામાની જોગમાયા-શી સ્ત્રીના પંજા પડ્યા છે. એવાં જુદાં જુદાં જોમ અનુભવતો પિનાકી ત્યાંથી પરબારો જ ઊપડ્યો. મોટીબાની રજા લેવા. એ ન રોકાયો. એનાં અંગેઅંગ તૂટી પડતાં હતાં. પણ વાયુ વિમાનને ઉપાડી ચાલે તેમ અંતરનો વેગ એના દેહને અધ્ધર લેવા માંડ્યો. શહેરમાં પાનવાળાની દુકાનો છેલ્લી બંધ થતી હતી. પુષ્પાના ઘરવાળી ...વધુ વાંચો

54

સોરઠ તારાં વહેતાં પાણી - 54

૫૪. કલમી દુનિયાનો માનવ કેટલી નિરાંત કરીને આ માથું મારે ખોળે ઊંઘે છે ! એને કોઈનો ભય નથી શું એણે મને કલંકિતને લઈ પોતાના કપાળમાં તિલકને સ્થાને ચડાવી. એને મારી જોડે જોઈને કોઈ સંઘરશે નહિ તો ? મારો ભાઈ એના પ્રાણ લેવાનું કાવતરું કર્યા વગર કંઈ થોડો રહેવાનો છે ? હજી પોલીસે થોડાં જ અમને છઓડી દીધાં છે ? આટલી બધી ગાંઠડીઓના બોજ ફગાવીને આ માથું નીંદર કરે છે ! પુષ્પાને એ માથું જરા તોછડું લાગ્યું. એણે એને ખોળામાં નજીક ખેંચ્યું. ખેંચતી વેળા એના બે હાથની વચ્ચે એ માથું કોઈ લીલા શ્રીફળ જેવું લાગ્યું. સૂતેલી આંખોના ગોખલામાં ભરાયેલી ધૂળને ...વધુ વાંચો

55

સોરઠ તારાં વહેતાં પાણી - 55

૫૫. ધરતીને ખોળે “હું ઊંઘતો’તો ત્યારે આ મોટરો નીકળી હતી ?” ગાડામાં જાગીને પિનાકીએ પુષ્પાને પૂછ્યું. અબોલ પુષ્પાએ માથું પિનાકી આખી વાતનો ભેદ પામી ગયો. થોડી વાર એ મૂંગો રહ્યો. પછી એણે પુષ્પાને પૂછ્યું : “કદાચ આંહીંથી જાકારો મળશે તો ?” પુષ્પા મૂંગીમૂંગી હસી. “તો ક્યાં જશું ?” પિનાકીએ પૂછ્યું. પુષ્પાએ ફરી વાર મોં મલકાવ્યું. “કેમ હસે છે ? જવાબ કેમ નથી આપતી ?” “મને કેમ પૂછો છો ? મારે ક્યાં ક્યાંય જવાની ચિંતા છે ?” “એટલે ?” “એટલે કે હું તો તમારી પાસે ગયેલી જ છું. હવે મારે બીજે ક્યાં જવાનું છે ? તમે પણ શા સારુ ચિંતા ...વધુ વાંચો

56

સોરઠ તારાં વહેતાં પાણી - 56 - છેલ્લો ભાગ

૫૬. ઉપસંહાર “ટીડા મહાાજ !” શેઠે પોતાના બૂઢા રસોઈયાને તેડાવ્યો, કહ્યું : “મૂરતબૂરત નથી જોવાં, ઘડિયાં લગન લેવાં છે. કન્યાદાન દેવું છે. કાલ સવારે અહીં રાજનું કે સરકારનું બુમરાણ મચે તે પહેલાં પતાવવું છે. છે હિંમત ?” “હવે હિંમત જ છે ના, ભાઈ !” ટીડાએ બોખા મોંમાંથી થૂંક ઉરાડતે ઉરાડતે કહ્યું. “તમારેય જેલમાં જવું પડે કદાચ !” “પણ તમ ભેળું ને ?” “હા, મને તો પે’લો જ ઝાલે ને !” “ત્યારે ફિકર નહિ, હું અનુભવી છું, એટલે તમને જેલમાં વાનાં માત્રની સોઈ કરી દઈશ.” “સાચું. તમે કેમ ન ડરો તે તો હવે યાદ આવ્યું.” ટીડો મહારાજ સાત વર્ષની ટીપમાં ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો