નબળી: રાજવીની સંઘર્ષ કથા

(183)
  • 50.3k
  • 12
  • 21.1k

હજી તો સૂર્ય ઊગ્યાને બહુ વાર થઈ પણ નહોતી એટલે આકાશે કેસરી રંગ ધારણ કર્યો હોય તેવું લાગતું હતું. વાદળછાયું આકાશ, ઠંડો ઠંડો પવન વાતો હતો એવું વાતાવરણ. જાણે એવું લાગે કે પનિહારી કેસરી રંગની ચૂંદડી પહેરીને પાણીના ઘડો લઈને છલકાવતી છલકાવતી આવી રહી ના હોય. અને પાછી એ પનિહારી શરમાઈ ને સંકોચાઈ જાય તેમ સૂરજ પણ વાદળ જોડે સંતાકૂકડી રમી રહ્યો હતો. વાદળમાં છૂપાઈને સૂરજ સંકોચાઈ જતો. ઘડીકમાં બહાર નીકળીને ખીલી ઊઠતો. ટૂંકમાં કહીએ તો સવારનું વાતાવરણ ખુશનુમા હતું.

Full Novel

1

નબળી: રાજવીની સંઘર્ષ કથા - 1

પ્રસ્તાવના આપણા પ્રાચીન ગ્રંથોમાં સ્ત્રીઓ વિશે એક જાણીતો શ્લોક છે, 'કર્મેષુ મંત્રી, કાર્યેષુ દાસી, ભોજનેષુ માતા, શયનેષુ રંભા ધર્માનુકૂલા, ધારિત્રી' આ શ્લોક મુજબ સ્ત્રીના છ રૂપની કલ્પના કરી છે. મંત્રી, દાસી, માતા, રંભા જેવી કે પતિને રીઝવે એવી, ધર્મમાં અનુકૂળ અને ક્ષમામાં ધરતી જેવી. પહેલાની સ્ત્રીઓ મંત્રી જેવી ચતુર અને કાર્ય દક્ષ, નિર્ણય લેવામાં સક્ષમ અને તટસ્થ રીતે લઈ શકતી એવી. કામ એટલે કે સેવા કરવામાં દાસી એટલે કે કંઈપણ ક્ષોભ વગર કરે એવી. કોઈપણ ને ભોજન કરાવતી વખતે તે માતાની જેમ વહાલ થી કરાવે એવી. રંભા એટલે કે પતિને રિઝવવા માટે રતિ જેવી બનતી. ધર્મકાર્ય માં હંમેશા આગળ ...વધુ વાંચો

2

નબળી: રાજવીની સંઘર્ષ કથા - 2

(2) નયનાબહેને કહ્યું કે, "મેં તો ના જ પાડી હતી, પણ આના ભાઈને ઉપાડો આવ્યો અને પોતાનું બાઈક આપી બાકી આવી કરમજલી ને તો હાથ-પગ મળ્યા એ જ ઘણું છે." રમેશભાઈએ અણગમો દર્શાવતા બોલ્યા કે, "બકબક કરવાનું રહેવા દે. જમી લે મારી જોડે,' રાજવીને કહ્યું કે, "એય કાળમુખી, થાળી પીરસ પહેલાં. ચાલ હવે રોવા ધોવાના નાટક પછી કરજે." રાજવીએ ચૂપચાપ આંખમાં આસું લઈને રસોડામાં જઈને તેમની થાળીઓ પીરસી. એમનું જમવાનું પત્યા પછી રોતી રાજવી જમ્યા વગર પોતાના રૂમમાં જતી રહી. આમ કહી શકાય કે, બહાર કોલેજમાં લેડી ડોન તરીકે ફરતી છોકરી જેવી ઘરના ઝાંપામાં પ્રવેશે એટલે કે પોતાનું બાઈક ...વધુ વાંચો

3

નબળી: રાજવીની સંઘર્ષ કથા - 3

(3) લાવણીએ જવાબ આપતાં બોલી કે, "કેમ નહીં, તમારા માતા પિતા મારા માટે માતા પિતા સમાન જ છે." અભિષેક અને મક્કમભર્યા અવાજે કહ્યું કે, "સમાન નહીં, પણ માતા પિતા જ છે. એવું માનવું જોઈએ." લાવણીને થોડું અજીબ લાગ્યું છતાંય બોલી કે, "હા, એ તો છે જ. પણ તમને કેવી જીવનસાથી જોઈએ?" તો તેણે જવાબ આપ્યો કે, "જે મારા માતા પિતાની વાત માને, તેમનો આદર કરે, માન રાખે, કાળજી કરે એવી છોકરી જીવનસાથી તરીકે જોઈએ." લાવણીએ ફોડ પાડતાં કહ્યું કે, "આ તો બરાબર છે, પણ તમારી પત્નીમાં તમારે કેવા ગુણો જોઈએ એ વિશે તો વિચાર્યું હશે ને. તે પૂછું છું." ...વધુ વાંચો

4

નબળી: રાજવીની સંઘર્ષ કથા - 4

(4) રાજવી અગાસીમાં લાવણીના લગ્નમાં લીધેલા ફોટો જોઈ રહી હતી. ખાસ કરીને તો વનિતા અને નિહાલને એકબીજા સાથે ખુશ તે કંઈક વિચારી પણ રહી હતી. એવામાં જ નિહાલ આવ્યો અને ચૂપચાપ પાળી પર બેસીને તેને જોઈ રહ્યો. થોડી વારે ચૂપકીદી તોડતાં બોલ્યો કે, "રાજુ કયાં ખોવાઈ છે તું? અને શું વિચારે છે?" રાજવી પોતાની જાતને સંભાળીને બોલી કે, "કાંઈ નહીં ભાઈ, બસ એમ જ. મારી વાત છોડ અને આ ફોટો જોઈને કહો કે વનિતા આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગે છે." કહીને તેનો ફોટો નિહાલ સામે ધરી દીધો. નિહાલે તે ફોટો જોઈને એક મિનિટ માટે મુખ પર ચમક આવી ...વધુ વાંચો

5

નબળી: રાજવીની સંઘર્ષ કથા - 5

(5) પપ્પા બોલ્યા કે, "હમણાં જ વેવાઈનો ફોન હતો કે કાલે તમારે કુળદેવી એ જવાનું છે તો અભિષેકકુમાર લેવા છે. અને સાંભળો રમીલા, તમે લાવણીના જવાની તૈયારી કરો અને દીકરી પ્રેમમાં જમાઈની આવભગતની તૈયારી કરવાનું ના ભૂલી જતાં પાછા." આમ બોલીને તે નીકળી ગયા. અને આ બાજુ લાવણીનું મન ખિન્ન થઈ ગયું." રાજવી પોતાની રૂમમાં લાઈટ ચાલુ બંધ કરે જતી હતી અને એકબાજુ વિચારમાં ખોવાઈ ગયેલી જોઈને નિહાલ તેની જોડે આવ્યો. તેને હલાવીને કહ્યું કે, "શું વાત છે રાજવી? તું તો લાવણીના ઘરે ગઈ હતી તો પછી ત્યાં કાંઈ વાત બની કે શું?" તે બોલી કે, "ના ભાઈ, લાવણી ...વધુ વાંચો

6

નબળી: રાજવીની સંઘર્ષ કથા - 6

(6) તે બોલ્યા કે, "અને મારી ના હોય તો...." તેણે ગંભીર થઈને કહ્યું કે, "તો દાદી... મારે કંઈક વિચારવું દમયંતીબા બોલ્યા કે, "તો તું શું વિચારીશ?" તેણે જવાબ આપતાં કહ્યું કે, "મારે મંડપ કેવો રાખવો, પત્રિકાઓ કેવી છપાવવી, ઘોડા પર ચડીને કે પછી ગાડીમાં બેસીને જાન કાઢું.' આવું વિચારવું પડશેને બા..." દમયંતીબા હસવા લાગ્યા અને કહ્યું કે, "મારો ડાહ્યો અને લાડલો દીકરો... જબરો છે હે... તને મારી મજાક પણ ખબર પડી ગઈ. હું તારી પસંદગી ને ના પાડું એવું બને ખરું? કયારે મળાવીશ મને બોલ?" નિહાલ હસવા લાગ્યો અને કહ્યું કે, "હાસ્તો... મારી દાદીના મનની વાત મારા સુધી ના ...વધુ વાંચો

7

નબળી: રાજવીની સંઘર્ષ કથા - 7

(7) "શું કામ હું હજી છું ને? હું બે રાખીશ." આમ બોલીને અભિષેક હસવા લાગ્યો. એની સાથે સાથે બધા હાસ્ય જોડાયા. ડીનર પૂરું કરીને બધા છૂટા પડયાં. આ બધી વાતો સાંભળી લાવણી મનમાં જ સમસમી ગઈ કે, "મારા પહેલાં તેમને રિયા પસંદ હતી એટલે મારાથી દૂર દૂર ભાગે છે. આ વાત મારાથી છૂપાવી પણ રાખી. મેનેજર કયારનો લાવણીને જોઈ રહ્યો હતા. આ બધું જ અભિષેકનો એક મિત્ર અને નિહાલ કયારના નોટીસ પણ કરી રહ્યા હતા. પાર્ટીમાં બધાની વાતો સાંભળીને લાવણી રિયાને જોવા ઉત્સુક થઈ એટલે તેણે બીજાને પૂછ્યું કે, "રિયા કોણ છે?" તેને મ્હોં બગાડીને બતાવી અને કહ્યું કે, ...વધુ વાંચો

8

નબળી: રાજવીની સંઘર્ષ કથા - 8

(8) નિહાલને બાજોઠ પર બેસાડીને નયનાબેન, માસી, મામી, કુટુંબની કાકી અને ફોઈ બધા પીઠી ચોળવા તૈયાર ઊભા હતા. ફોટોગ્રાફી રહી હતી. પીઠી ચોળતા જ દમયંતીબા એ ગીત ઉપાડયું ' પીઠી ચોળો રે.... પહેલી પીઠી ચોળે રે વરની મામી રે....' બધાએ પીઠી ચોળી લીધા પછી નિહાલ નાહવા ગયો. બીજા બધા ચા નાસ્તો પતાવીને તૈયાર થવા લાગ્યા. બધા ખૂબજ સુંદર સજીધજીને તૈયાર થઈ ગયા. ગ્રહશાંતિ ચાલુ થઈ, એમાં રમેશભાઈ અને નયનાબેન બેઠા હતા. વિધિ ચાલતી હતી અને સોનલભાભી વિગેરે બધા વાતો કરી રહ્યા હતા. તો કોઈ બોલ્યું કે, "અલી વાતો કર્યા વગર ગાણાં ગાવ." એટલે નીતાબેને ગીત ઉપાડયું અને બીજા બધા ...વધુ વાંચો

9

નબળી: રાજવીની સંઘર્ષ કથા - 9

(9) પહેલાની જેમ આ પણ નિશિતાએ જ કરી. તેને 1100 નું કવર આપવા રમેશભાઈએ નિહાલને આપ્યું. નિહાલે તેને આપ્યું, કંકુ થાળી મૂકી અને પગલાં પાડતી વનિતા ઘરમાં આવી. બીજી વિધિ ચાલુ થાય તે પહેલાં નિહાલ રાજવીને મળવા જતો હતો ત્યાં જ દમયંતીબાએ તેને બેસાડી દીધો અને કહ્યું કે, "કયાં જાય છે દિકરા? હજી વિધિ બાકી છે, અને વહુને એમ છોડી ના જવાય." એ સાંભળીને નિહાલ ચૂપ રહ્યો પણ તેની આંખના પ્રશ્નો નયનાબેન બરાબર વાંચી શકતાં હતા, પણ તે કાંઈ કરી નહોતા શકે એમ નહોતા. વીંટીની રમત ચાલુ થઈ, એમાં વનિતા ત્રણ વાર જીતી ગઈ. વનિતાએ તેના કાનમાં કહ્યું કે, ...વધુ વાંચો

10

નબળી: રાજવીની સંઘર્ષ કથા - 10

(10) ડ્રોઈંગરૂમમાં દમયંતીબા, રમેશભાઈ, નયનાબેન અને નિહાલ લગ્નમાં આવેલી ગીફટ ખોલી રહ્યા હતા અને જોવાની સાથે એક નોટમાં નોંધ રહ્યા હતા અને કોને કેટલી શીખ કરવી તે પણ નક્કી કરી રહ્યા હતા. વનિતા બધા માટે ચા જોડે ભજીયાનો નાસ્તો લાવી. એક પ્લેટ બનાવી રાજવીને તેના રૂમમાં આપી. બધા ચા નાસ્તાને ન્યાય આપવા લાગ્યા. પછી વનિતા પણ તે ગીફટસ ખોલવામાં મદદ કરવા લાગી. દમયંતીબા બોલ્યા કે, "વહુ બેટા, તને જે ગમે તે લઈ લે જો. તારા સિવાય વાપરનાર પણ કોણ છે આ ઘરમાં?" "ના દાદી, આમ જ મૂકી રાખો. મારી પાસે તમે આપેલું ઘણું બધું છે. આ બધું તો રાજવીના ...વધુ વાંચો

11

નબળી: રાજવીની સંઘર્ષ કથા - 11

(11) "અફકોર્સ ડાર્લિંગ, પછી આપણે રોમેન્ટિક પળો પણ વીતાવી છે ને!" અભિષેકે આંખ મિચકારીને કહ્યું. સામે રિયાએ પણ આંખ કહ્યું કે, "અફકોર્સ યાર, આપણે જોડે સમય વીતાવ્યાને કેટલો બધો ટાઈમ થઈ ગયો છે, ચાલ, હવે ફટાફટ ડીનર કરીએ. મને ભૂખ લાગી છે." બંને ડીનર પતાવીને બુક કરેલા રૂમમાં જાય છે. આ બધું જોઈને સૌમ્યાની આંખોમાં શરમ અને નયનની આંખોમાં ગુસ્સો આવી જાય છે. છતાંય તેઓ ડીનર જેમતેમ પતાવીને ઘરે આવે છે. નયને કહ્યું કે, "કેવા છે આ? એક તો પત્ની બળીને મરી ગઈ, પણ આને છે જરા પણ મનમાં દુઃખ છે! એક તો પત્નીનો સોદો કરે છે, પાછો બીજી ...વધુ વાંચો

12

નબળી: રાજવીની સંઘર્ષ કથા - 12

(12) રાજવીને મળ્યા તો, "ભાઈ, તમારા વગર મને ઘરમાં નહીં ગમે, મને સપોર્ટ કોણ કરશે. વનિતા મને તારા વગર ફાવે." નયનાબેન બોલ્યા કે, "ભાઈ નથી તો હું છું ને, અને નિહાલ રાજવીની ચિંતા ના કરતો. હું સપોર્ટ કરીશ અને જોઈશ કે કોણ તેની મરજી વિરુદ્ધ કરે છે." રાજવી રડી પડી. દમયંતીબા ને પગે લાગ્યા તો, "નયના શું કામ ઊંધી સલાહ આપે છે, તેને રોકી નથી શકતી. નિહાલ બેટા ના જા." નિહાલ કંઈ બોલે તે પહેલાં જ રમેશભાઈ બોલ્યા કે, "જવા દે બા, નિહાલ પણ ઘરેથી નીકળતા પહેલાં એટલું યાદ રાખજે કે જો તું આજે જતો રહ્યો તો આજથી તને ...વધુ વાંચો

13

નબળી: રાજવીની સંઘર્ષ કથા - 13

(13) "રાજવી ખૂબ મહેનત કરી રહી હતી ખૂટતી કડી મેળવવા છેલ્લે મળતી નહોતી. પણ હવે તો લાવણીની નણંદ સૌમ્યા લાવણીના પક્ષમાં છે એટલે કેસ આગળ વધશે, નહીં તો કેસ એમને એમ જ રહેત." અને નયનાબેને અત્યાર સુધી થયેલી વાતો કરી. "લાવણીના સસરાએ ધમકી આપી ગયા પછી પણ પપ્પા કંઈ ના બોલ્યા." તેણે પૂછ્યું. "ના ખાસ બોલ્યા તો કંઈ નહીં પણ ગુસ્સે જરૂર થયા હતા." તેમણે કહ્યું. "પણ મમ્મી રાજવીને ધ્યાન રાખવાનું કહેજે નહીંતર સજાથી બચવા માટે લાવણીના સાસરી વાળા કંઈ પણ કરી શકે છે..." નિહાલે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું. "તું ચિંતા ના કર, આમ પણ તારા પપ્પા તારા ગયા ...વધુ વાંચો

14

નબળી: રાજવીની સંઘર્ષ કથા - 14 - છેલ્લો ભાગ

(14) " એ રાજવી ... મને માફ કરી દે, મારા કારણે તને કશું જ ના મળ્યું, ના મા બાપનો કે ના મારો પ્રેમ. દાદીને તો મૂડીનું વ્યાજ વહાલું હોય પણ મેં તને અળખામણી કરી. બેટા ઉઠ... મારે તને લાડ કરવા છે, તને સારા ઘરે વળાવી છે. હું તને હવેથી છપ્પરપગી પણ નહીં કહું, બેટા ઉઠને હવે." પાછાં તે રડવા લાગ્યા. આ બધું સાંભળીને નિહાલ અને વનિતા રડી રહ્યા હતા. એવામાં જ નયનાબેન જાગી ગયા અને એકદમ જ ઉઠીને દોડવા ગયા તો તેમની ભાભીએ પકડી લીધા એટલે તે પડતા પડતા બચી ગયા. છતાંય તેઓ બહાર જવા ગયા. બહાર જેવા આવ્યા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો