ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2

(1.2k)
  • 98.4k
  • 70
  • 59k

રૉ ચીફ રાજવીર શેખાવતને પાકિસ્તાનમાં મોજુદ બલવિંદર નામક એક જાસૂસ જોડેથી ગુજરાતમાં થનારા આતંકવાદી હુમલા અંગે જાણકારી મળે છે. આ હુમલાને રોકવા શેખાવત એક સિક્રેટ મિશન તૈયાર કરે છે જેમાં સામેલ થવા તેઓ એસીપી અર્જુન અને માધવ દેસાઈને અમદાવાદ બોલાવે છે, એ મિશનનું નામ રાખવામાં આવે છે ઑપરેશન ચક્રવ્યૂહ. બલવિંદર સાથે શું થયું હતું અને બલવિંદર ગુજરાતમાં થનારા આતંકવાદી હુમલા અંગે બીજું શું જાણતો હતો એ અંગે માહિતી મેળવવા શેખાવત નગમા નામની રૉ એજન્ટ અને માધવને પાકિસ્તાન જવાનું જણાવે છે. આ હુમલાના તાર ચીનના જિયોન્ગ લોન્ગ ઉર્ફ ડ્રેગન કિંગ નામનાં ડ્રગ ડીલર સાથે જોડાયેલા હોવાની જાણકારી મળી હોવાથી શેખાવત અર્જુન અને નાયકને ચીન મોકલે છે.

નવા એપિસોડ્સ : : Every Thursday & Sunday

1

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 1

સિઝન 1 સંક્ષિપ્તમાં.... રૉ ચીફ રાજવીર શેખાવતને પાકિસ્તાનમાં મોજુદ બલવિંદર નામક એક જાસૂસ જોડેથી ગુજરાતમાં થનારા આતંકવાદી હુમલા અંગે મળે છે. આ હુમલાને રોકવા શેખાવત એક સિક્રેટ મિશન તૈયાર કરે છે જેમાં સામેલ થવા તેઓ એસીપી અર્જુન અને માધવ દેસાઈને અમદાવાદ બોલાવે છે, એ મિશનનું નામ રાખવામાં આવે છે ઑપરેશન ચક્રવ્યૂહ. બલવિંદર સાથે શું થયું હતું અને બલવિંદર ગુજરાતમાં થનારા આતંકવાદી હુમલા અંગે બીજું શું જાણતો હતો એ અંગે માહિતી મેળવવા શેખાવત નગમા નામની રૉ એજન્ટ અને માધવને પાકિસ્તાન જવાનું જણાવે છે. આ હુમલાના તાર ચીનના જિયોન્ગ લોન્ગ ઉર્ફ ડ્રેગન કિંગ નામનાં ડ્રગ ડીલર સાથે જોડાયેલા હોવાની જાણકારી મળી ...વધુ વાંચો

2

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 2

ભાગ 2 કવેટાથી દસ કિમી દૂર, ઇન્ડસ હાઇવે, પાકિસ્તાન એજન્ટ નગમા, માધવ દેસાઈ, દિલાવર ખાન અને મુસ્તફા રાવલપિંડીમાંથી સહી-સલામત નીકળીને કવેટા તરફ અગ્રેસર થઈ ચૂક્યા હતા. કવેટાથી એ લોકો પાકિસ્તાનમાંથી નીકળી ભારત પાછા જવાની યોજના અમલમાં મૂકવાના હતા. પણ, એ માટે એમનું કવેટા પહોંચવું અત્યંત આવશ્યક હતું. પોતે હવે સુરક્ષિત છે એમ માનતા એ લોકોને અંતરિયાળ રસ્તેથી લઈને મુસ્તફા કવેટાથી નજીક આવી પહોંચ્યો હતો. હવે માત્ર પંદરેક કિલોમીટર જેટલું અંતર બાકી હતું. આ દોડાદોડીમાં નગમા અને માધવ બલવિંદરની ડાયરીમાંથી મળેલા મેઈલ આઈડી અંગે વધુ જાણકારી નહોતા મેળવી શક્યા. વહેલી તકે આ અંગે રૉ ચીફ રાજવીર શેખાવતને જણાવવું જરૂરી હતું ...વધુ વાંચો

3

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 3

ભાગ 3 હેંગસા આઈલેન્ડ, શાંઘાઈ, ચીન દુબઈના બે માલેતુજાર શેખના વેશમાં અર્જુન અને નાયક આબાદ અભિનય થકી પહેલા ગોંગ, યાંગ લી અને છેલ્લે લોન્ગને છેતરીને પોતાને સોંપવામાં આવેલા મિશનને પૂર્ણ કરી ચૂક્યા હતા. લોન્ગની ડ્રગ્સ ફેક્ટરીથી જેવા એ લોકો પોતાની હોટલ તરફ જવા અગ્રેસર થયા એ સાથે જ લોન્ગને જાણકારી મળી કે રહેમાની અને હુસેની નામનાં બંને શેખ પોતાને આબાદ રીતે છેતરી ગયા છે. આજસુધી ક્યારેય નહીં છેતરાયેલો લોન્ગ આ વાતથી ભારે ઉશ્કેરાઈ ગયો. એનો ચહેરો તંગ બની ગયો, જેમાં પેદા થયેલા ભાવમાં ગુસ્સો હતો, અકળામણ હતી અને આછેરો ડર પણ હતો; ઈન્ટરપોલ દ્વારા પોતાની ફેક્ટરી સુધી પહોંચી જવાનો ...વધુ વાંચો

4

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 4

ભાગ 4 કવેટાથી દસ કિલોમીટર દૂર, ઇન્ડસ હાઇવે, પાકિસ્તાન નગમા, માધવ અને દિલાવરને લઈને મુસ્તફા ઈન્ડ્સ હાઈવે તરફ આગળ રહ્યો હતો. પોતે વીસ મિનિટમાં એ લોકોને લઈને કવેટામાં આવેલા એમના ગુપ્ત સ્થાનકે અને ત્યાંથી યોગ્ય સમયે ડૉક્ટર અસદ આઝમના ત્યાં પહોંચવાનું હતું. BLAના ગઢ ગણાતા કવેટામાં પોતે અતિ સુરક્ષિત હોવાનું મુસ્તફા અને દિલાવરનું અંગતપણે માનવું હતું. એ લોકો જે સિંગલપટ્ટી રોડ પર આગળ વધતા હતા, એ રસ્તો ઈન્ડ્સ હાઈવેને જ્યાં મળતો ત્યાં ઈકબાલ મસૂદ પોતાના છ આતંકવાદીઓ સાથે હથિયાર સાથે મોજુદ હતો. હમીદના ઘરે શોધખોળ કરનારા અને ક્રિસ્ટ ચર્ચ જોડે પોતાના સાગરીતોને મોતને ઘાટ ઉતારનાર લોકો જોડે બદલો લેવા ...વધુ વાંચો

5

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 5

ભાગ 5 ચુવાંગજિયાંક્ષુ આઈલેન્ડ, શાંઘાઈ, ચીન શેખના વેશમાં આવેલા અર્જુન અને નાયક પોતાની ફેક્ટરી અંગે બીજા કોઈને માહિતગાર ના એ હેતુથી યાંગ લી પોતાના ત્રણ સાગરીતો લ્યુકી, બોથા અને ટીમ સાથે સ્પીડબોટમાં બેસી હેંગસાથી ચુવાંગજિયાંક્ષુ આઈલેન્ડ ભણી નીકળી ચૂક્યો હતો. જેક નામનો એમનો માણસ અર્જુન અને નાયકને લઈને દરિયાના જે રસ્તે ચુવાંગજિયાંક્ષુ તરફ ગયો હતો એ જ રસ્તે લી આગળ વધી રહ્યો હતો. લી માટે કામ કરતો ડ્યુક નામનો મવાલી ચુવાંગજિયાંક્ષુના પોર્ટ નજીક પોતાના પાંચ હથિયારધારી માણસોને લઈને ગોઠવાઈ ચૂક્યો હતો. લગભગ દસેક મિનિટ બાદ ડ્યુકે હેંગસા તરફથી આવી રહેલી સ્પીડબોટનો અવાજ સાંભળ્યો. દરિયાના પાણીને ચીરીને આગળ વધતી સ્પીડબોટની ...વધુ વાંચો

6

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 6

ભાગ 6 કવેટા, બ્લૂચીસ્તાન, પાકિસ્તાન દુનિયા માટે કવેટા અને સ્થાનિક લોકો માટે શાલકોટ એવું કવેટા પાકિસ્તાનનું એક ખૂબ જ શહેર છે. અફઘાનિસ્તાન અને ઈરાન સાથે રેલમાર્ગે જોડાયેલું હોવાથી કવેટાનું વેપારી દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે. ઇ.સ ઓગણીસો ચોત્રીસમાં આવેલ ભીષણ ભૂકંપમાં ભારે ખુવારી ભોગવી ચૂકેલા આ શહેરની વસ્તી અત્યારે બાર લાખને આંબી ચૂકી છે. સૂકામેવા અને ફળ માટે આ શહેર મધ્ય એશિયામાં પ્રસિદ્ધ છે. બ્લૂચીસ્તાન પ્રાંતના પાટનગર એવા આ શહેરનું ભૌગોલિક સ્થાન ખૂબ જ મહત્વનું હોવાથી અહીં એક સૈનિક સ્કૂલ અને લશ્કરની ઘણી ઓફિસો આવેલી છે. આમ છતાં કવેટાની અંદર ફરતા હોઈએ તો એવું જ લાગે કે દુનિયાના બાકીનાં ...વધુ વાંચો

7

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 7

ભાગ 7 અમદાવાદ, ગુજરાત વિલાડ નામક વ્યક્તિ સાથે વાત કર્યાં બાદ રાજવીર શેખાવતના ચહેરા પર રાહતના ભાવ ઉપસી આવ્યા. અર્જુનને કોલ બેક કર્યો. "બોલો સર, હવે અમારે આગળ શું કરવાનું છે?" શેખાવતનો કોલ રિસીવ કરતા જ અર્જુને વ્યાકુળતાથી પૂછ્યું. "અર્જુન, લોન્ગની પહોંચ બહુ ઊંચે સુધી છે એટલે આપણે જે રીતે તમારા ભારત પાછા આવવાની યોજના બનાવી હતી એ મુજબ આગળ નહિ વધી શકાય." શેખાવતે આગળ અર્જુનને શું કરવાનું હતું એ અંગે વ્યવસ્થિત સમજાવવાનું શરૂ કર્યું. "મારો કોલ પૂર્ણ થાય એ સાથે જ તું તારા રૂમમાં રહેલ તારા અને નાયકના ત્યાં પડેલા સામાનને ડિસ્ટ્રોય કરી નાંખજે." "ત્યારબાદ તમે જ્યાં છો ...વધુ વાંચો

8

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 8

ભાગ 8 અમદાવાદ, ગુજરાત "હેલ્લો ડૉક્ટર.." જેવો ડૉક્ટર અક્ષય પટેલે શેખાવતનો કોલ રિસીવ કર્યો એ સાથે જ ઉષ્માભેર શેખાવતે ઓળખાણ આપતા કહ્યું. "હું રૉ ચીફ રાજવીર શેખાવત વાત કરી રહ્યો છું." કેવિનનો નંબર ડૉક્ટર પટેલ જોડે હતો એથી પોતાની સાથે વાત કરનાર વ્યક્તિ રૉ ચીફ રાજવીર શેખાવત હોય એ વાત ડૉક્ટર માટે પચાવવા યોગ્ય હતી; બાકી કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હોત અને એ કોલ કરનાર પોતાની ઓળખાણ રૉ ચીફ તરીકે આપે તો એ સાચું બોલે છે કે ગપ હાંકે છે એની તપાસ કરાવ્યા વિના ડૉક્ટર પટેલ વાત આગળ ના વધારત..!! "મારા અહોભાગ્ય કે તમારા જેવી દેશની વિરલ ...વધુ વાંચો

9

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 9

ભાગ 9 જિશાન ડિસ્ટ્રીકટ, શાંઘાઈ, ચીન શાંઘાઈના દક્ષિણ પશ્ચિમમાં આવેલ જિશાન ડિસ્ટ્રીકટ નામનો વિસ્તાર રોજની માફક ટ્રાફિકથી વ્યસ્ત હતો. કહેવાથી અર્જુન અને નાયક શાહિદની સાથે જિશાન ડિસ્ટ્રીકટ તરફ રવાના થઈ ચૂક્યા હતા. એ લોકો જ્યાં સુધી જિશાન પહોંચે ત્યાં સુધીમાં તો શેખાવતે એમને વિલાડનો નંબર મેસેજ કરી દીધો હતો. અર્જુન સમજતો હતો કે હવે એ લોકોનો પીછો નહિ થાય પણ એની ગણતરી ત્યારે ખોટી પડી જ્યારે લી ચુવાંગજિયાંક્ષુ આઈલેન્ડ આવી પહોંચ્યો. આઈલેન્ડનાં કિનારે સ્પીડ બોટના અવશેષો અને અવશેષોમાં પડેલી બે ડેડબોડી જોઈને પહેલા તો યાંગ લી ભારે રાહત અનુભવી. હૃદય પરથી મણભાર વજન ઓછું થયું હોય એવી પ્રતીતિ સાથે ...વધુ વાંચો

10

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 10

ભાગ 10 BLA સેફ હાઉસ, કવેટા, પાકિસ્તાન દિલાવરની જ્યાં સર્જરી થઈ રહી હતી એ રૂમનો દરવાજો આખરે દોઢેક કલાક ખૂલ્યો. દરવાજો ખૂલતા જ એમાંથી એક જન્નતની હૂર જેવી યુવતી બહાર આવી. આછા લીલા રંગના સલવાર કમીઝની ઉપર સફેદ કોટમાં સજ્જ એ યુવતીને જોઈને માધવ અને નગમાને ભારે વિસ્મય થયું. આટલી સુંદર યુવતી અહીં શું કરી રહી હતી એ પ્રશ્ન એ બંનેના મનમાં પેદા તો થયો પણ એનું નિવારણ એમને તત્ક્ષણ મળી ગયું. "તમે જ છો ને ઓફિસર નગમા અને માધવ..?" રૂમની બહાર ચિંતામગ્ન ભાવે બેસેલા માધવ અને નગમા નજીક આવીને એ યુવતીએ કહ્યું. "મારું નામ ડૉક્ટર મહરુમ ખાન છે..દિલાવર ...વધુ વાંચો

11

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 11

ભાગ 11 જિશાન ડિસ્ટ્રીકટ, શાંઘાઈ, ચીન રાજવીર શેખાવતે બનાવેલી યોજના મુજબ અર્જુન અને જિશાન ડિસ્ટ્રીકટના દરિયાકિનારેથી ફુશાન આઈલેન્ડ જવા જિશાન આવી પહોંચ્યા. ચીનના અવ્વલ નંબરના ડ્રગ્સના ધંધાદારી એવા લોન્ગ અને લીને આબાદ છેતરવાની સાથે એમના બેન્ક બેલેન્સને તળિયાઝાટક કરવાનો પારાવાર આનંદ અર્જુન અને નાયકને હતો. "શાહિદ, તું અહીં કાર ઊભી રાખ..!" સામે દેખાઈ રહેલા દરિયાને જોતાવેંત જ અર્જુને કાર હંકારી રહેલા શાહિદને ઉદ્દેશીને કહ્યું. અર્જુનના આમ બોલતા જ શાહિદે જિશાન ડિસ્ટ્રીકટના દરિયા કિનારા નજીક આવેલ લીકર બાર નજીક કાર થોભાવી. અહીંથી દસેક ડગલા દૂર દરિયાનો બીચ શરૂ થતો હતો. અર્જુન અને નાયકે પોતપોતાના હોલ્ડઓલને ખભે નાંખ્યા અને દરિયાકિનારે ઊભેલી ...વધુ વાંચો

12

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 12

ભાગ 12 ફુશાન આઈલેન્ડ, પીળો સમુદ્ર, ચીન અર્જુન અને નાયકને લઈને તાત્સુ ફુશાન આઈલેન્ડ તરફ આગળ વધી રહ્યો હતો, વિલાડ એની રાહ જોઈ રહ્યો હતો. લોન્ગ અને લીને છકાવીને આવ્યા બાદ એ લોકો પોતાને નહિ પકડી શકે એવી ગણતરી કરતા અર્જુનને એ જોઈ આંચકો લાગ્યો કે પોતાની બોટની પાછળ એક બીજી મોટર બોટ તીવ્ર ગતિએ આગળ વધી રહી હતી. "નાયક દૂરબીન આપને.." નાયકનું ધ્યાન પણ પાછળ આવતી બોટની એન્જીનના અવાજના લીધે એ તરફ ગયું હતું. અર્જુન શું વિચારી રહ્યો હતો એ સમજતો હોવાથી નાયકે વધુ કોઈ પ્રશ્નોત્તરી કર્યા વિના પોતાના ખભે લટકતા હોલ્ડઓલમાંથી દૂરબીન નીકાળી અર્જુનને આપ્યું. અર્જુને આંખે ...વધુ વાંચો

13

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 13

ભાગ 13 કવેટા રેલવે સ્ટેશન, કવેટા, પાકિસ્તાન પાકિસ્તાનના બ્લૂચીસ્તાનના સૌથી મોટા શહેર એવા કવેટાનું રેલવે સ્ટેશન યાત્રીઓથી ધમધમી રહ્યું મોટાભાગની લાંબા અંતરની ટ્રેઇનો સાંજના સાતથી રાતના દસ વાગ્યા વચ્ચે ઉપડતી હોવાથી હજારોની સંખ્યામાં મુસાફરો પોતપોતાના ગંતવ્ય સ્થાને જવા રેલવે સ્ટેશન પર ઊભરાયા હતા. બ્રિટિશ સમયમાં નિર્માણ પામેલા કવેટા રેલવે સ્ટેશનની અત્યારના સમયની હાલત પરથી એ અંદાજો આવી જતો કે એનું નિર્માણ બ્રિટિશરો દ્વારા થયું છે. પશ્તો, બલૂચ, સિંધી, ઉર્દુ જેવી ભાષાઓમાં યાત્રીઓ વચ્ચે અંદરોઅંદર થતી વાતચીતના લીધે વાતાવરણમાં પારાવાર અશાંતિ હતી. વળી વચ્ચે-વચ્ચે લાઉડ સ્પીકરમાં થતી ટ્રેઈન આવવાની અને જવાની સૂચના એ અશાંતિમાં વધારો કરી રહી હતી. પાકિસ્તાનના બીજા ...વધુ વાંચો

14

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 14

ભાગ 14 કવેટા રેલવે સ્ટેશન, કવેટા, પાકિસ્તાન રેલવે સ્ટેશનમાં પોતાની હાજરી હોવાના લીધે BLAના સભ્યોને ખાનગી ધોરણે મદદ કરતો અસદ આઝમ મસૂદના શત્રુઓને લઈને રેલવે સ્ટેશનથી પાછો વળી ગયો હોવો જોઈએ એવું તાર્કિક અનુમાન ગુલામઅલીએ ડૉક્ટર આઝમની કારને જોતા લગાવી લીધું હતું. અલી અને મસૂદ જીપ લઈને આઝમની કારનો પીછો કરવા લાગ્યા ત્યારે એકાએક આઝમની કારની ગતિ વધી ગઈ. ડૉક્ટર આઝમની કારની અચાનક વધેલી ગતિના લીધે અલીને પૂરતી ખાતરી બેસી ગઈ કે નક્કી અસદ આઝમ પોતાનાથી પીછો છોડાવવા મથી રહ્યો છે..આથી જ એને ડૉક્ટર આઝમની કારનો પીછો ચાલુ જ રાખ્યો, અને છેવટે ડૉક્ટરની કારને આંતરી લીધી. "ડૉક્ટર..કોઈ ચાલાકી કર્યાં ...વધુ વાંચો

15

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 15

ભાગ 15 ફુશાન આઈલેન્ડ, પીળો સમુદ્ર, ચીન પોતાનો ખાત્મો કરવા આવેલા લી અને એના સાગરીતોનું ઢીમ ઢાળી દીધા બાદ અને નાયક આખરે ફુશાન આઈલેન્ડ આવી પહોંચ્યા હતા. આંખોની સાથે મનને શાતા બક્ષનારું ફુશાન દ્વીપનું નૈસર્ગીક વાતાવરણ મંત્રમુગ્ધ કરી દેનારું હતું. વિલાડે ખૂબ જ લાગણીસભર રીતે અર્જુન અને નાયકનું સ્વાગત કર્યું..તાત્સુને નક્કી કરેલા ભાડાથી દસ ગણી વધુ રકમ આપીને અર્જુને એને પાછા જવા જણાવ્યું. એના જતા જ અર્જુન અને નાયકે આગળ શું કરવાનું હતું એ અંગે વિલાડ જોડે ગુફતગુ આરંભી. સોટી જેવા દેહકાર ધરાવતા વિલાડની ત્વચા સામાન્ય ચીનાઓ કરતા વધુ તેજસ્વી હતી. એના લંબગોળ ચહેરા પર મૂછ ગજબની ઓપતી હતી. ...વધુ વાંચો

16

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 16

ભાગ 16 ચમન બોર્ડર, અફઘાનિસ્તાન-પાકિસ્તાન બોર્ડર પોતાને આબાદ રીતે છેતરીને અસદ આઝમે કુવૈતનું નાગરિકત્વ ધરાવતા બે નાગરિકોને કવેટાથી ચમન જતી ટ્રેઈનમાં બેસાડી દીધા હોવાના અનુમાન સાથે ગુલામઅલી ઈકબાલ મસૂદની સાથે ચમન બોર્ડર તરફ રવાના થઈ ચૂક્યો હતો. આ દરમિયાન અસદ આઝમે એક નંબર ડાયલ કરી સ્ટેજ ટુ તરફ આગળ વધવાનો સંદેશો આપી દીધો હતો. કવેટાથી નીકળેલી ટ્રેઈન પોતાના નિયત સમય કરતા એક કલાક મોડી ઉપડી હોવા છતાં રસ્તામાં આવતા બે સ્ટેશનો પરથી પણ સારી એવી સંખ્યામાં ભીડ ટ્રેઈનમાં બેસી હતી. આ બંને સ્ટેશન પર પાંચ-પાંચ મિનિટના વિરામ બાદ ટ્રેઈન જ્યારે ચમન બોર્ડર સુધી પહોંચવાની અણી ઉપર હતી ત્યારે ગુલામઅલી ...વધુ વાંચો

17

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 17

ભાગ 17 ફુશાન આઈલેન્ડ, પીળો સમુદ્ર, ચીન પોતાની સ્પીડબોટનો પીછો કરેલા હેલિકોપ્ટરની અંદર ચીનનો સૌથી મોટો ડ્રગ ડીલર જિયોન્ગ છે એ વાત જાણ્યા બાદ અર્જુન અને નાયકને ઘડીભર આશ્ચર્યાઘાત જરૂર લાગ્યો પણ બીજી જ પળે એ બંનેએ તુરંત પોતાની જાતની લોન્ગ રૂપી દૈત્ય સામે લડવા માટે સજ્જ કરી. બાજુમાં પડેલી બેગમાંથી અર્જુન, નાયક અને વિલાડ અદ્યતન બનાવટની મશીનગન નિકાળે એ પહેલા તો હેલિકોપ્ટરમાંથી ગોળીઓ એમની બોટ પર વરસવાની ચાલુ થઈ ગઈ. બોટની ગતિ ગોળી ચલાવનારા લોકોની ગણતરી કરતા વધુ હોવાથી આ ગોળીબાર વિફળ ગયો અને બધી જ ગોળીઓ સમુદ્રના પાણીમાં ગરકાવ થઈ ગઈ. "ડ્રાઈવ કવિક એસ પોસીબલ..!" બોટ ચલાવતા ...વધુ વાંચો

18

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 18

ભાગ 18 ચમન બોર્ડર, અફઘાનિસ્તાન-પાકિસ્તાન બોર્ડર પોતાના મનમાં રહેલી શંકાઓ અને અનુમાનને સાચું ઠેરવવા ગુલામઅલી ચમન બોર્ડર પહોંચવા આવેલી એક્સપ્રેસને અટકાવીને એના ગુડ્ઝ કંપાર્ટમેન્ટમાં તલાશી લેવાનું શરૂ કરી ચૂક્યો હતો. ટ્રેઈનમાં જોડેલા બંને ગુડ્ઝ કંપાર્ટમેન્ટમાં થોકબંધ પોટલાઓ મોજુદ હતા, જેની પાછળ છુપાવવું સરળ હતું. આ પોટલાઓ પર એના નામના સ્ટીકર હતા જેની માલિકીના આ પોટલા હતા, પોતે જે ડબ્બામાં હતો એમાં રહેલા ઘણાખરા પોટલા પર એ.આઝમ લખેલું જોઈ અલીને પોતાના અનુમાન અંગે પાકો વિશ્વાસ બેસી ગયો અને એ વધુ તીવ્રતાથી સામાનના પોટલા અહીં-તહીં ફેંકવા લાગ્યો. બાજુના ડબ્બામાં એના સાગરીતો પણ આવું જ કંઈક કરી રહ્યા હતા. વિશાળ ગુડ્ઝ કંપાર્ટમેન્ટમાં ...વધુ વાંચો

19

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 19

ભાગ 19 અમદાવાદ, ગુજરાત માધવ અને નાયકને લઈને વિલાડ જેવો દરિયાઈ રસ્તે તાઈવાન પહોંચ્યો એવો જ એને રાજવીર શેખાવતને લગાવી આ ખુશખબર આપી દીધી. આ સાથે અર્જુન અને નાયકે લોન્ગ અને લીનો પણ ખાત્મો કર્યો હોવાનું પણ જ્યારે શેખાવતે જાણ્યું ત્યારે મનોમન તેઓ ઉચ્ચારી ઉઠ્યા. "શાબાશ..!" અર્જુન અને નાયકની થોડી પ્રાથમિક સારવાર કરી એ બંનેને તુરંત ભારત આવતી પહેલી ફ્લાઈટમાં રવાના કરવાનું જણાવી વિલાડે જ્યારે શેખાવત સાથેનો સંપર્ક વિચ્છેદ કર્યો ત્યારે શેખાવતને માથેથી ઘણો ખરો ભાર હળવો થઈ ગયો. બે પોલીસકર્મીઓ, જેમના જોડે આ પહેલા આટલા મોટા કોઈ મિશનમાં જવાનો અનુભવ નહોતો; એમને ચીનમાં જઈને દુનિયાના સૌથી મોટા ડ્રગ ...વધુ વાંચો

20

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 20

ભાગ 20 અમદાવાદ, ગુજરાત ચીન અને પાકિસ્તાનમાં પોતાની તમામ યોજનાઓ અને ગણતરીઓ સાચી ઠેરવી ગુજરાત પોલીસના ત્રણ કર્મઠ અધિકારી રૉની એક જાંબાઝ મહિલા અધિકારી સ્વદેશ સહી-સલામત આવી રહ્યા હોવાના સમાચાર મળ્યા બાદ રૉ ચીફ રાજવીર શેખાવત મનોમન અત્યંત ખુશ હતા. છતાં, એમને પોતાની આ ખુશી વ્યક્ત નહોતી કરી. ભુજમાં જે મિશન માટે અબ્બાસ ગનીવાલાની આગેવાનીમાં ટીમ ગઈ હતી એ પોતાના મિશનના સફળ થવાના સમાચાર પહોંચાડે પછી જ પોતે દિલ ખોલીને આનંદ વ્યક્ત કરશે એવો નીર્ધાર કરીને બેઠેલા શેખાવત પર એ સાંભળી આભ તૂટી પડ્યું કે કાળી તલાવડી ગામ નજીકના ફાર્મહાઉસ છુપાઈને બેસેલો અફઝલ પોતાના સાથીદારોને લઈને ત્યાંથી ફરાર થઈ ...વધુ વાંચો

21

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 21

ભાગ 21 અમદાવાદ, ગુજરાત ગુજરાતમાં કાસમ નામક સ્લીપર સેલના સભ્યની ઓળખ છતી થયા બાદ રૉ ચીફ રાજવીર શેખાવત દ્વારા ઑપરેશન આરંભવામાં આવ્યું હતું એનું નામ એમને ઑપરેશન ચક્રવ્યૂહ રાખ્યું ત્યારે એમને સહેજ પણ અંદાજો નહોતો કે સાચેમાં મહાભારતના યુદ્ધમાં અભિમન્યુનો વધ કરવા ગુરુ દ્રોણાચાર્ય થકી રચવામાં આવેલા ચક્રવ્યૂહની માફક આ ઑપરેશન પણ સરળતાથી પૂર્ણ કરવું ખૂબ જ કપરું હતું. પાકિસ્તાન અને ચીનમાં તો પોતાના દ્વારા મોકલવામાં આવેલા માધવ, નગમા, અર્જુન અને નાયકે ખૂબ જ ઉત્તમ રીતે પોતાનું કામ પૂર્ણ કર્યું હતું..એમાં પણ ચીનમાં ગયેલા અર્જુન અને નાયકે જે કર્યું એ તો સ્વપ્નમાં પણ શેખાવતે વિચાર્યું નહોતું..આમછતાં, ગુજરાતમાં પોતાને પહેલા ...વધુ વાંચો

22

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 22

ભાગ 22 અમદાવાદ, ગુજરાત કાલી તલાવડી નજીક આવેલા ફાર્મહાઉસમાંથી અફઝલ પાશા અને એના સાથીઓનું સુરક્ષિત બચીને નીકળી જવું આ સીધો મતલબ રૉ ચીફ રાજવીર શેખાવત દ્વારા તારવવામાં આવ્યો કે ગુજરાતમાં એક અથવા એકથી વધુ સ્થળે ખૂબ મોટો આતંકવાદી હુમલો થઈને જ રહેશે. આથી જ એમને આઈ.બી ચીફ આહુવાલીયા અને રૉ આઈ.ટી હેડ વેણુને પણ અમદાવાદ આવવા જણાવી દીધું. જ્યાં સુધી આતંકવાદીઓને જીવતા કે મૃત પોતાના તાબામાં નહિ લે ત્યાં સુધી પોતે જપીને નહિ બેસે એવું શેખાવત મનોમન નક્કી કરી ચૂક્યા હતા. સૌપ્રથમ એટીએસ ટીમની સાથે કેવિન, ગગનસિંહ તથા રાજલનું અમદાવાદ આગમન થયું. કમિશનર કચેરીનો મુખ્ય હોલ જાણે અત્યારે લશ્કરી ...વધુ વાંચો

23

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 23

ભાગ 23 અમદાવાદ, ગુજરાત ઑપરેશન ચક્રવ્યૂહનો આરંભ થયો એ દિવસથી જ રૉ ચીફ રાજવીર શેખાવતનું મન ઉદ્વેગમાં હતું, ચિંતામાં ચીન અને પાકિસ્તાનમાં તો એમનો દાવ સીધો પડ્યો પણ ઘર આંગણે મળેલી હાર એમના માટે ભારે ઉપાધિઓ લઈને આવી હતી. ગુજરાતમાં આતંકવાદી હુમલો થતો રોકવાનો એક માત્ર અવસર હતો અફઝલ પાશાને જીવતો કે મરેલો પકડમાં લેવો; પણ, એમ શક્ય ના બન્યું અને હવે આતંકવાદી હુમલો રોકવા બધી જ તાકાત લગાવી દેવાની ઈચ્છા સાથે શેખાવત દ્વારા એક આખી ટીમ અમદાવાદ કમિશનર કચેરી ખાતે એકઠી કરવામાં આવી હતી. આ ટીમમાં એસીપી અર્જુન, નાયક, માધવ દેસાઈ, નગમા શેખ, એસીપી રાજલ, કેવિન, આઈબી ચીફ ...વધુ વાંચો

24

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 24

ભાગ 24 વડોદરા-કેલણપુર હાઈવે, રતનપુર બલવિંદરની ડાયરીમાં રહેલ મેઈલ આઈડી ભારતીય ગુપ્તચર સંસ્થાઓને પોતાની નજીક લાવવાનું અને આતંકવાદી હુમલાનું જાણવામાં મહત્વની કડી સાબિત થઈ રહી છે એ વાતથી બેખબર અફઝલ પાશા અને બાકીના સ્લીપર્સ સેલ રતનપુર ખાતેના બંધ મકાનમાં આરામ ફરમાવી રહ્યા હતા. રાત એની મંદ ગતિમાં આગળ વધી રહી હતી..બે દિવસ પહેલા થયેલા વરસાદની ઠંડક હજુપણ વતાવરણમાં મોજુદ હતી. પોતે પોતાની કોમ માટે જાણે બહુ મોટું કામ કરવા જઈ રહ્યો હતો એવા ગર્વ સાથે અફઝલ પાશા નિંદ્રાધીન હતો. નીચેના હોલમાં વસીમ અને એક અન્ય સ્લીપર સેલનો સભ્ય ચોકીપહેરો ભરી રહ્યો હતો. રાતની નીરવ શાંતિનો ભંગ કરતી રિંગ અફઝલના ...વધુ વાંચો

25

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 25

ભાગ 25 કમિશનર કચેરી, અમદાવાદ, ગુજરાત પ્રથમ વેણુએ કાગળ પર મેઈલમાં મોજુદ ન્યુમેરિકલ કોડને ત્રણ ટુકડાઓમાં લખ્યો. ".9 .10 .10 ..1 5 .5 6 ..1 .4 9 .10 ..5" શેખાવત અને આહુવાલીયા ધ્યાનથી વેણુ જે કંઈપણ લખીને સમજાવવા પ્રયત્ન કરી રહ્યો હતો એ નિહાળી રહ્યા હતા. એક અભણ બુઝુર્ગ વ્યક્તિએ વેણુની આ કોયડો ઉકેલવામાં મદદ કરી હતી એવું વેણુએ જ્યારે કહ્યું ત્યારે એ અંગે પ્રશ્નોત્તરી કરવાનું બંને સિનિયર્સને મન તો થયું પણ અત્યારે એ જાણ્યા કરતા વેણુએ કઈ રીતે એ કોયડો ઉકેલી આંતકવાદી હુમલાનું સ્થળ શોધ્યું એ જાણવામાં એમને વધુ રસ હતો. .9 .10 1 .10 ..1 5 "સર, ...વધુ વાંચો

26

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 30 - અંતિમ ભાગ

ભાગ 30 અંતિમ ભાગ કેવડિયા કોલોની, ગુજરાત અફઝલ પાશાના આદેશને માન આપી નવાઝ, વસીમ અને બાકીના ત્રણેય સ્લીપર્સ સેલ પોતાની જાનનું જોખમ હોવા છતાં બૉમ્બ બ્લાસ્ટ કરવામાં નહોતો આવ્યો, એ વાત ભારતીય સુરક્ષાકર્મીઓ માટે એકરીતે રાહતની વાત હતી. કેમકે જો એમાંથી એક-બે પણ બૉમ્બ બ્લાસ્ટ કરવામાં સફળ રહ્યા હોત તો સેંકડોની સંખ્યામાં લોકો એની અસર નીચે પોતાના પ્રાણ ગુમાવી ચૂક્યા હોત. અર્જુને જ્યારે નવાઝને પોતાની પકડમાં લીધો ત્યારે એને એવી આશા હતી કે નવાઝ જોડેથી તેઓ અફઝલ ક્યાં છે? અને એમની યોજના શું હતી? આ સવાલોના જવાબ મેળવી લેશે..પણ, નવાઝે ઓચિંતા જ સાઈનાઇડ ખાઈને આત્મહત્યા કરી લેતા અર્જુન સહિત ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો