ઝળહળતી લાઈટો, ભરચક ટ્રાફિકમાં વાહનોના હોર્નનો ઘોંઘાટ તેમજ ચારેતરફ લોકોની ચહેલ પહેલ અને કામ પરથી આવવાની અને જવાની ભાગદોડ. મેગા સિટીની પ્રથમ ઓળખ જ આ છે કે આટલા બધા કાળા માથાના હોશિયાર જીવો હોવા છતાં પણ કોઈ કોઈનું નથી. સમય કાઢવા માટે પણ સમય નથી. ખુશી, દુઃખ, પીડા, અત્યાચાર, દુરાચાર, લાલચ, દ્વેષ, મતલબની સાથે સાથે દરેક સમયે પાપ ના નવા નવા બીજ ફૂટે છે જેમાં આ તમામ કાળા માથા ના જીવો કે જેમની પાસે પોતાના માટે સમય નથી પણ આ ફૂટતા બીજ ના ભાગીદાર ઈચ્છા અને અનિચ્છાથી તો બની જ રહ્યા છે. ઉપરથી દેખાતા આકર્ષક મેગ

Full Novel

1

સંક્રમણ - 1

ઝળહળતી લાઈટો, ભરચક ટ્રાફિકમાં વાહનોના હોર્નનો ઘોંઘાટ તેમજ ચારેતરફ લોકોની ચહેલ પહેલ અને કામ પરથી આવવાની અને જવાની ભાગદોડ. સિટીની પ્રથમ ઓળખ જ આ છે કે આટલા બધા કાળા માથાના હોશિયાર જીવો હોવા છતાં પણ કોઈ કોઈનું નથી. સમય કાઢવા માટે પણ સમય નથી.ખુશી, દુઃખ, પીડા, અત્યાચાર, દુરાચાર, લાલચ, દ્વેષ, મતલબની સાથે સાથે દરેક સમયે પાપ ના નવા નવા બીજ ફૂટે છે જેમાં આ તમામ કાળા માથા ના જીવો કે જેમની પાસે પોતાના માટે સમય નથી પણ આ ફૂટતા બીજ ના ભાગીદાર ઈચ્છા અને અનિચ્છાથી તો બની જ રહ્યા છે. ઉપરથી દેખાતા આકર્ષક મેગા સિટીમાં ક્યાંક અંધારામાં, ક્યાંક ચાર ...વધુ વાંચો

2

સંક્રમણ - 2

રાત ના ૧૧ વાગી રહ્યા છે. શહેર ની એકાદ મોટી ઇમારત ના એક મોટા ફ્લેટના એક રૂમમાં એક યુવાન ગીત ગણગણાવી રહી છે અને બહાર જવા માટે તૈયાર થઈ રહી છે. તૈયાર થઈને તેણી હજી મોબાઈલ લઈને રૂમમાંથી બહાર નીકળે જ છે કે તેણી જુએ છે કે તેણીની દાદી 'અરે રે, આ બધા કેમ રોજે ઝઘડા કરતા હોય છે...' બબડીને હજી ઘર નો દરવાજો ખોલવા જ જાય છે કે પેલી છોકરી તેમને રોકી દે છે."દાદી, ક્યાં જાઓ છો તમે?" તેણી પૂછે છે."અરે જોને આપણી સામે વાળા. જ્યારથી આઇ છું ત્યારથી રોજે આપસ માં ઝઘડતાં જોઉં છું. એક તો એટલો ...વધુ વાંચો

3

સંક્રમણ - 3

ટ્રાફિક જામ છે. એક તરફ અકસ્માત ની જગ્યાએ ભીડ જામેલી છે. એમ્બ્યુલન્સ તથા પોલીસ આવી ચૂકી છે. તે જ સામે એક મોટા કોમ્પલેક્ષ માં એક મોટી દુકાન છે અને દુકાન નો માલિક બહાર ઊભો આ બધું જોઈ રહ્યો છે ત્યાં જ તેની દુકાન માંથી એક દુબળો પાતળો ૨૫ વર્ષીય યુવાન હાથ ખંખેરતો બહાર આવે છે."શેઠ, બધો સામાન ગણી ને ગોઠવી દીધો છે. તમે કહો તો હવે દુકાન બંધ કરી દઉં. ૧૨ વાગવા આવ્યા છે. આજે મોડું થઈ ગયું છે." તે યુવાન બોલે છે."એ તારા કારણે જ થયું છે ડફોળ. હમણાં પેલી પોલીસ અહી આવીને પૂછશે કે દુકાન આટલા મોડા ...વધુ વાંચો

4

સંક્રમણ - 4

શહેર ના એક પોલીસ સ્ટેશન માં ભારે ભીડ જમા છે. કેટલાક વાલીઓ થોડા દિવસ પહેલા જ બદલી થયેલ નવા ની સામે ચૂપચાપ ઊભા છે. તેઓની નજીક એક જેલ માં કેટલાક યુવાન છોકરા છોકરીઓ બંધ છે જે કોલેજ ના છાત્ર જણાય છે. તમામ ની નજર ઇન્સ્પેકટરની સામે છે.આકર્ષક દેખાવ, મજબૂત બાંધો, ખડતલ શરીર અને યુવાન ઇન્સ્પેકટર. ખાખી વર્દી માં કોઈ હીરો ને પણ શરમી દે એવો આ સ્વરૂપવાન ૨૫ વર્ષીય પોલીસ ઇન્સ્પેકટર 'ઢોલીરાજ'. તીખી અણીદાર મૂછ ને તાવ દેતા દેતા તે સામે ઉભેલા વાલીઓને તાકી રહ્યો છે."તમે બધા ખરેખર આ યુવાનો ના માતાપિતા જ છો ને? જો ખરેખર છો તો ...વધુ વાંચો

5

સંક્રમણ - 5

રોડ પર પોલીસ ગાડીઓનો કાફલો નીકળી રહ્યો છે. સૌથી આગળ દોડી રહી પોલીસ ગાડીમાં ઇન્સ્પેકટર ઢોલીરાજ તેમની ટીમ સાથે છે. ટ્રાફીકમાં સિગ્નલ પર ઇન્સ્પેકટર ઢોલીરાજ જુએ છે કે બે વાહનોના એકબીજા સાથે થોડાક અથડાતા બન્ને ડ્રાઈવર એકબીજા સાથે ગાળી ગાળી કરતા લડવા લાગે છે."હે ભગવાન. શું થશે લોકો નું." હતાશ થઈને ઢોલીરાજ ગાડીમાંથી બહાર નીકળે છે અને પેલા બન્ને લડતા છોડાવે છે. અને આજુબાજુ જમાં થયેલ પબ્લિક ને જુએ છે કે કોઈક અદબ વાળીને ઉભુ છે, કોઈક કમર પર હાથ રાખીને તમાશો જોઈ રહ્યું છે, તો કેટલાક લોકો મોબાઈલ થી વિડિયો ઉતારી રહ્યા છે."આ બન્ને ને સમજાવીને શાંત કરવાને ...વધુ વાંચો

6

સંક્રમણ - 6

ઇન્સ્પેકટર ઢોલીરાજ તેમની ટીમ સાથે હોટલની અંદર છે. જે રૂમમાં મર્ડર થયું છે તે રૂમ તરફ તેઓ જઈ રહ્યા હોટલના તમામ સ્ટાફને એકતરફ કરી દેવામાં આવ્યા છે. હોટલના અન્ય મહેમાનોને તેમના રૂમમાં જ રહેવા માટે કહેવામાં આવે છે.ઢોલીરાજ રૂમમાં પહોંચે છે અને જુએ છે કે યુવતીનો મૃત દેહ પલંગ પર પડ્યો છે. લગભગ પચીસેક વર્ષીય યુવતી હોવાનું જણાય છે. તેણીના પીઠમાં કટાર ઘૂપેલી છે. તે કટાર નો હાથો સોનાનો બનેલો છે. જેને જોઈને ઢોલીરાજને આશ્ચર્ય થાય છે. યુવતીની લાશનું વધારે નિરીક્ષણ કરતા જણાય છે કે તેણીના હાથ પર ઘણા બધા બ્લેડના નિશાનો જોવા મળે છે. તેણીના બીજા હાથ પર ...વધુ વાંચો

7

સંક્રમણ - 7

સવારનો સમય છે. ઇન્સ્પેકટર ઢોલીરાજ ગાર્ડનમાં જોગિંગ કરી રહ્યા છે ત્યાં તેમની નજર બાંકડે બેઠેલા બે વૃદ્ધ અને એક યુવતી પર પડે છે. તે ત્રણેય ફોનમાં કઈક જોઈ રહ્યા છે. બીજા અન્યો ને પણ બતાવી રહ્યા છે. તેઓ ઇન્સ્પેકટર ઢોલીરાજને ઉભેલા જોઈને તેમને પણ બોલાવે છે."શું થયું? બધા કઈક જોઈ રહ્યા છો ને વાતો કરી રહ્યા છો?" ઢોલીરાજ તેઓની પાસે જાય છે."તમે જોયો આ વીડિયો? શું કહેવું આજના યુવાનોને? જરા જુઓ તમે કે કેવો અકસ્માત થયો છે બિચારા નો." એક વૃદ્ધ ફોન ઢોલીરાજને આપતા કહે છે.ફોનમાં ગઈકાલના પેલા ૨૦ વર્ષીય યુવાન અને તેની સુપર બાઈકનો રોડ પર પૂરઝડપે પડવાનો ...વધુ વાંચો

8

સંક્રમણ - 8

શહેરના એક રહેવાશી વિસ્તારમાં રોડ પરની એક પાળી પર બેસીને યુવકોનું એક ગ્રુપ બેઠું છે. બે યુવતી એમની પાસે છે અને હસી મજાક કરી રહ્યા હોય એવું જણાય છે. એક બીજા સાથે કોઈક જગ્યાએ જવાની યોજના બનાવીને ત્યાંથી તે છોકરીઓ નીકળે છે. પેલા છોકરાઓ આપસમાં ગંદા ઈશારા કરીને મસ્તી કરી રહ્યા છે."ચલો આજે તો કામ થઈ ગયું ..(ગાળ દઈને).." ગ્રુપ નો એક છોકરો પેલી જતી છોકરીઓ તરફ ઈશારો કરતા બોલે છે."થાય જ ને. માને શું નહીં. ક્યારની નાટક કરતી હતી. હવે જઈને સામેથી આઇ બધી. હવે જો ..(ગાળ દઈને).. કેવી મજા આવે છે." બીજો એક છોકરો બોલ્યો. ત્યાંજ એક ...વધુ વાંચો

9

સંક્રમણ - 9

ઇન્સ્પેકટર ઢોલીરાજનો પોલીસ કાફલો પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યો છે. રસ્તે ટ્રાફિકમાં એક જગ્યાએ ઢોલીરાજની નજર એક મોટી ગાડી પડે છે. તેઓ તેમની ટીમનું ધ્યાન તે તરફ દોરે છે. બધા જુએ છે કે એક સ્ત્રી હાથમાં એક પાલતુ કૂતરું લઈને ઉભી છે અને ડ્રાઈવરને ટુકારો દેતા દેતા કોઈક બાબત પર ખખડાવી રહી છે. ડ્રાઈવર ચૂપચાપ સાંભળીને સોરી મેડમ સોરી મેડમ કહીને તે સ્ત્રી માટે ગાડીનો દરવાજો ખોલે છે.તે સ્ત્રી સૌથી પહેલા તેના પાલતુ કૂતરાને સાંભળીને ગાડીમાં મૂકે છે. તેને લાડ કરતા કરતા પંપાળે છે અને એક ફોન આવતા વાત કરવા લાગે છે. તે પછી ફોન બંધ કરીને તેણી જ્યારે ...વધુ વાંચો

10

સંક્રમણ - 10

શહેરના એક એપાર્ટમેન્ટમાં એક પુત્ર અને તેની માતા ઘરની તમામ વસ્તુઓને ધ્યાનથી મૂકી રહ્યા છે. કેટલીક વસ્તુ પર માતા રીતે યોગ્યતા મુજબ વસ્તુઓને મૂકી રહી છે તો પુત્ર વારંવાર તેમને ટોકી રહ્યો છે."અરે મમ્મી, તને ખબર નથી પડતી તો શું કામ એ વસ્તુઓને અડે છે? તને કીધું તો ખરી કે તારી વસ્તુને જ સરખી કર. મારી વસ્તુને ન અડીશ. તું બગાડીશ બધું." પોતાના મિત્ર, ભાઈ કે સહકર્મી સાથે વાત કરતો હોય તેમ તે પુત્ર તેની માતા પર વાતે વાતે ગરજી રહ્યો છે. માતા બિચારી સારું કરવાના ચક્કરમાં પુત્રના કટાક્ષ સાંભળીને અપમાનનો ઘૂંટ પીને અને મનને મનાવીને પોતાનું કામ ચાલુ ...વધુ વાંચો

11

સંક્રમણ - 11

શહેરથી દુર એક બંધ ફેકટરીમાં હલચલ જણાઈ રહી છે. મોટી વય થી લઈને સ્કૂલના બાળકો પણ હાજર છે. તમામ હાથમાં સોનાના હાથા વાળી કટાર પકડી રાખી છે. આસપાસ અજીબ પ્રકારનો ધુમાડો ફેલાયેલો છે. સહુ કોઈ જાણે મંત્રમુગ્ધ થઈ ગયા હોય એમ બેઠા છે. તે તમામના હાથ પર દિલનું ટેટૂ બનાવેલું છે જેમાં ' રટ્ટક ' દોરવેલું છે. સહુ કોઈ એક જ રટણ કરી રહ્યા છે."સંક્રમણ...સંક્રમણ... સંક્રમણ...સંક્રમણ...સંક્રમણ..સંક્રમણ...સંક્રમણ... સંક્રમણ...સંક્રમણ...સંક્રમણ"ત્યાંજ ધુમાડામાંથી કોઈ વ્યક્તિ આ બધાની સમક્ષ આવે છે. મોટો કાળો કોટ તે વ્યક્તિના ગળાથી પગ ઢાંકી દે તેટલો છે. બંને હાથમાં સોનાના હાથાવાળી બે લાંબી તલવાર અને મુખ પર સોનાનું એક ભૂતની ...વધુ વાંચો

12

સંક્રમણ - 12

સવારથી જ પોલીસ સ્ટેશનમાં ફોન પર ફોન આવી રહ્યા છે. ફરિયાદો, અરજીઓ તેમજ મદદ માટેના ફોનથી પોલીસ સ્ટેશન ગુંજી છે. શહેરનો માહોલ તંગ જણાય છે. શાંત અને સુંદર શહેર અચાનક લોકોના કોલાહલથી હચમચી રહ્યું છે. ચારેતરફ પોલીસો તૈનાત થઈ ચૂકી છે. સુરક્ષાનો બંદોબસ્ત થઈ ચૂક્યો છે.ઇન્સ્પેકટર ઢોલીરાજ પોલીસ સ્ટેશન આવી ચૂક્યા છે. તેમને આવેલા જોઈ તેમની ટીમ તેમની પાસે આવે છે."જલ્દી બોલો શું બાબત છે? શહેરમાં અચાનક આ કોલાહલ કેમ મચી ગયો?" ઇન્સ્પેકટર ઢોલીરાજ પૂછે છે."કાળી બિલાડીને લીધે." એક હવાલદાર બોલે છે."શું? કાળી બિલાડી? શું બોલી રહ્યા છો તમે?" ઇન્સ્પેકટર ઢોલીરાજે પૂછ્યું."સર, માહિતી મળી છે કે એક કાળી બિલાડીએ ...વધુ વાંચો

13

સંક્રમણ - 13 - છેલ્લો ભાગ

શહેર આખું શાંત છે. માત્ર રોડ પર ' સંક્રમણ ' ના નારા લગાવી રહેલ જૂથોનો અવાજ છે. સહુ કોઈ છે કે આ બધું ક્યારે પતશે. સહુ કોઈ ઇન્સ્પેકટર ઢોલીરાજ પર વિશ્વાસ કરીને બેઠા છે. પોલીસનો કાફલો ઠેર - ઠેર ઊભો છે. એક કલાક વીતી ગયો છે.ઇન્સ્પેકટર ઢોલીરાજ પોલીસ સ્ટેશનમાં તેમની ખુરશીમાં આંખો બંધ કરીને બેઠા છે. તેમની ટીમ તેઓની પાસે ઊભી તેમને એકીટસે જોઈ રહી છે. ત્યાંજ વાયરલેસ માંથી અવાજ આવે છે કે, નારા લગાવી રહેલ લોકો ધીરે ધીરે શાંત પડી રહ્યા છે. બેભાન થઈ રહ્યા છે. આ સાંભળીને સહુ કોઈ આશ્ચર્ય પામે છે. તેઓ ઇન્સ્પેકટર ઢોલીરાજ તરફ જોઈ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો