ઓગણીસ વર્ષનો છોકરો એટલે અનય મહેતા. તે તેના ગ્રૂપ સાથે ફોર્ચ્યુનર ગાડી લઈને વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર સ્પીડમાં આમતેમ જતી હોય છે. તેની ગાડીમાં જોર જોરથી રોક સોંગ વાગે છે અને તેની આખી ગેંગ જોર જોરથી સોંગ ગાઈ રહી છે અને ચિચયારી પાડી રહી હોય છે. તેઓ વડોદરાથી અમદાવાદ ફક્ત આંટો મારવાં જ નીકળ્યા હોય છે કેમ કે અનય અને તેના ફ્રેન્ડ્સની બારમા ધોરણની બોર્ડની પરીક્ષા આજે જ પૂરી થઈ હોય છે અને તેઓ પરીક્ષા પૂરી કરી સેલિબ્રેશન કરવાં નીકળી પળ્યા હોય છે.

Full Novel

1

ખીલતી કળીઓ - 1

નમસ્તે મારા પ્યારા વાંચકો, ‘પરાગિની’ અને ‘દિલની વાત ડાયરીમાં’ આ બંને નવલકથાને ભરપૂર પ્રેમ આપવા બદલ દિલથી ધન્યવાદ..! તમને એ રીતે પરાગિનીનો બીજો ભાગ હું જલ્દી પ્રસ્તુત કરીશ પરંતુ એ પહેલા હું નાની નવલકથા તમારી સમક્ષ મૂકવા માંગું છું. જેનું નામ છે ‘ખીલતી કળીઓ’..! આ એક પ્રેમકથા છે. મને આશા છે કે તમને જરૂરથી પસંદ આવશે. “ખીલતી કળીઓ” પરિચય: ખીલતી કળીઓ એક ટીનએજ લવસ્ટોરી છે. આ સ્ટોરીમાં તમને પ્રેમની પરિભાષા જાણવાં મળશે, કોઈ ટવીસ્ટ કે ટર્ન નહીં હોય.. હા, એક ટર્ન હશે..! આ સ્ટોરી કાલ્પનિક છે, કોઈ મૂવી કે સિરીઝ પરથી નથી લેવામાં આવી. તો હવે ચાલુ કરીએ નવી ...વધુ વાંચો

2

ખીલતી કળીઓ - 2

ખીલતી કળીઓ - ૨ નમાયા તેની જગ્યા પર બેસી રહી હોય છે. જીયાને ગુસ્સો આવે છે તે તેની નજીક તેનો હાથ પકડવાં જ જતી હતી કે નમિત બોલે છે. નમિત દરવાજા પાસે ઊભો હોય છે જોવા કે પ્રોફેસર આવે છે કે નહીં..! નમિત- જીયા છોડી દે હમણાં... સર આવે છે. બધા પોત પોતાની જગ્યા પર બેસી જાય છે. જીયા- લકી ગર્લ... અત્યારે ભલે તું બચી ગઈ પણ પછી તો તને નહીં જ જવા દઉં... આખા લેક્ચરમાં અનય નમાયાને પાછળથી જોયા કરતો હોય છે. તે દિવસે જીયા અને કેયા કંઈ કરી શકતા નથી પરંતુ રોજ તેઓ નમાયાને બહેનજી બહેનજી કરીને ...વધુ વાંચો

3

ખીલતી કળીઓ - 3

ખીલતી કળીઓ - ૩ બીજા દિવસે અનય કોલેજ પહોંચે છે.. તે અસમંજસમાં છે કે નમાયાને કહીશ કેવી રીતે કે મારી મદદ કરે..! જો મારા દોસ્તો સામે તેની સાથે વાત કરવા જઈશ તો મને જ ચીડવશે..! દિવસ આમ જ નીકળી જાય છે. લેક્ચર પત્યા બાદ પ્લેમાં જેને ભાગ લીધો હોય તે બધા ઓડિટોરીયમમાં ભેગા થાય છે. જેનિફર મેડમ બધાને તેમની પોઝિશન અને ડાયલોગ કેવી રીતે બોલવા તે સમજાવે છે. પ્રેકટીસ ચાલુ થઈ જાય છે. મેડમ બધાને પંદર દિવસ આપે છે તેમના ડાયલોગ્સ યાદ રાખવાં માટે... અનય તે વખતે પણ નમાયા સાથે વાત નથી કરી શકતો..! તે દિવસે અનય નમાયાને નથી ...વધુ વાંચો

4

ખીલતી કળીઓ - 4

ખીલતી કળીઓ - ૪ અનય નમાયા માટે કંઈ અલગ જ ફિલ કરતો હોય છે. સામે નમાયાને હજી અનય માટે નથી હોતું પણ અનય સાથે રહીને તેને થાય છે કે અનય જેવો દેખાય છે તેવો નથી... તે સારો છે પણ તેના દોસ્તો સાથે રહીને તે અલ્હ્ડ, બિંદાસ બની ગયો છે. પ્લેની તારીખ નજીક આવી ગઈ હોય છે. બે દિવસ પછી તેમનો શો હોય છે. અનયએ ખાસી એવી મહેનત કરી હોય છે. કોલેજમાં લેક્ચર પત્યા બાદ પ્લેમાં જેમને ભાગ લીધો હોય છે તેઓ બધા રિહર્સલ કરે છે. અનય સારું એવું પરર્ફોમન્સ આપે છે, જેનિફર મેડમ અનયને કહે છે, બસ આવું જ ...વધુ વાંચો

5

ખીલતી કળીઓ - 5

જખીલતી કળીઓ - ૫ અનય નમાયાના પપ્પા પાસે જઈને નમાયાને ડેટ પર લઈ જવા માટે પરમિશન માંગવા જાય છે. તને એવું લાગતું હશે કે તે ડેટ પર લઈ જવાની વાત કરી તો હું તારી પર ભડક્યો કેમ નહીં? અનય- હા, મને બીક હતી અને મને તો એમ હતું કે આજે હું ચોક્ક્સ માર ખાવાનો જ છું...એટલા માટે હું મારી જાતને તૈયાર કરીને લાવ્યો હતો..! પણ મને આશ્ચર્ય જરૂર થયું કે મેં તમને આવ્યું પૂછ્યું છતાં તમે એકદમ શાંત છો...! બાકી ભારતીય પિતા તો સામે છોકરાને મુક્કો જ મારે..! નૈનેશભાઈ હળવું હસે છે. નૈનેશભાઈ- ના.. મને એવું કંઈ નથી કેમ ...વધુ વાંચો

6

ખીલતી કળીઓ - 6

ખીલતી કળીઓ - ૬ અનય તેની ગાડી રિસોર્ટમાંથી સીધી એક સૂમસામ જગ્યા પર લઈ જાય છે. નમાયા થોડી ગભરાય છે. નમાયા- તું ક્યાં લઈ જાય છે મને? અનય- ગભરાઈશ નહીં.. હું તારી સાથે એવું કંઈ જ નથી કરવાનો... અનય એક જગ્યાએ ગાડી ઊભી રાખે છે જ્યાં વાહનોની અવર-જવર લગભગ નહીવત જેવી જ છે.. આજુબાજુ એકલા ખેતરો જ છે.. અનય ગાડીની હેડલાઈટ ચાલુ રાખે છે અને ગાડીમાંથી ઊતરી નમાયાને ઊતારે છે. નમાયા હજી ગભરાયેલી હોય છે. અનય- મારા પર તે થોડો વિશ્વાસ કર્યો છે તો થોડો વધારે કરી લે.. અને જલ્દી થોડું હા.. દસ વાગવાનાં જ છે. અનય નમાયાનો હાથ ...વધુ વાંચો

7

ખીલતી કળીઓ - 7

ખીલતી કળીઓ - ૭ નમાયા તેની બિમારી વિશે અનયને જણાવે છે. અનય નમાયાને ઘરે મૂકી સીધો તેના પપ્પા પાસે છે. તેના પપ્પાને ફોન કરી ઊઠાડે છે અને બહાર આવવા કહે છે. અનિષભાઈ દરવાજો ખોલી અનયને અંદર આવવા કહે છે. અનિષભાઈ જોઈ છે કે અનયનો ચહેરો રડી રડીને લાલ થઈ ગયો હોય છે. અનિષભાઈ અનયનાં ખભે હાથ મૂકીને કહે છે, શું થયું બેટા? અનય તેના પપ્પાને ગળે વળગીને ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડે છે. અનિષભાઈ અનયને શાંત પાડે છે અને પાણી પીવડાવીને પૂછે છે, શું થયું દિકરા? અનય તેને બધી વાત જણાવે છે કે તે નમાયાને પ્રેમ કરે છે અને તેને ...વધુ વાંચો

8

ખીલતી કળીઓ - 8

ખીલતી કળીઓ - ૮ નમાયા અનયનાં ઘરે પહોંચે છે. અનય તેનું મન બીજે લગાવવા માટે તેના ગાડી સાફ કરતો છે. નમાયા અનય પાસે જઈ અનયને બોલાવે છે. નમાયાનો અવાજ સાંભળતા જ અનય ગાડી માંથી બહાર આવે છે. અનય નમાયાના સામે ઊભો રહી બસ નમાયાને જ જોતો રહે છે. બંને માંથી કોઈ કંઈ બોલતું નથી... બંનેને ઘણું બધુ કહેવું હોય છે પણ શું બોલવું તે જ તેમને ખબર નથી હોતી...! બંને દસ મિનિટ સુધી આમ જ ઊભા રહે છે. નમાયા ધીમે રહીને અનયને કહે છે, અનય.. આઈ એમ રીઅલી સોરી... મારે તને પહેલા બધી વાત કરી લેવી જોઈતી હતી... જ્યારે ...વધુ વાંચો

9

ખીલતી કળીઓ - 9

ખીલતી કળીઓ - ૯ અનય અને નમાયા તેમના ક્લાસમાં જતા હોય છે કે નમિત, કરન, જીયા અને કેયા તેમનો રોકે છે. કેયા નમાયા પાસે આવે છે અને કહે છે, નમાયા આઈ એમ સોરી... મેં તને બહુ હેરાન કરી છે. શું આપણે ફ્રેન્ડ બની શકીએ છે? આ સાંભળી અનય અને નમાયા બંનેને નવાઈ લાગે છે. નમાયા- ઈટ્સ ઓકે કેયા... અને આપણે તો ફ્રેન્ડસ છીએ જ.. નમિત, કરન અને જીયા પણ નમાયા પાસે માફી માંગે છે સાથે અનયને પણ સોરી કહે છે. અનય બધાને ગળે લગાવી લે છે. કેયા - સોરી અનય... અનય- મેં તારી સાથે પણ ખોટું કર્યુ છે... મને ...વધુ વાંચો

10

ખીલતી કળીઓ - 10

ખીલતી કળીઓ - ૧૦ અનય હોસ્પિટલથી નીકળી ક્યાંક જતો રહે છે. અનિતાબેન અને અનિષભાઈ બંને ચિંતામાં હોય છે અનય પહોંચ્યો નથી હોતો અને ફોન પણ સ્વીચ ઓફ આવતો હોય છે. અનિતાબેન પહેલા નમાયાને ફોન કરવાંનું વિચારે છે પણ નથી કરતાં કેમ કે જો નમાયાને ખબર પડશે અને ચિંતા કરશે તો ક્યાંક એની તબિયત ના બગડી જાય..! અનિતાબેન તેના બધા દોસ્તોને ફોન કરે છે પણ અનય કોઈને ત્યાં નથી હોતો..! અનિતાબેન છેલ્લે મનનને ફોન કરે છે. મનન ફોન ઉપાડે છે, હા, આંટી.. અનિતાબેન- બેટા, શું અનય તારી સાથે છે? મનન- હા, આંટી મારા ઘરે છે. અનિતાબેનને થોડી હાશ થાય છે ...વધુ વાંચો

11

ખીલતી કળીઓ - 11

ખીલતી કળીઓ - ૧૧ અનય તેની બર્થ ડે ગીફ્ટ નમાયા પાસે માંગે છે. નમાયા- શું જોઈએ છે તારે? અનય હાથ પકડી કહે છે, નમાયા દવે, વીલ યુ મેરી મી? નમાયા- હેં.... નમાયા બે ઘડી આમ જ અનયને જોઈ રહે છે. અનય- મને ખબર નથી કે તું કેટલો સમય મારી પાસે રહીશ પણ હવેનો બધો સમય તારી પાસે રહેવા માંગું છું.. એ પણ તારો થઈને.... કાલે હું વીસ વર્ષનો થઈશ... મને ખબર છે કે આપણી ઉંમર નાની છે મેરેજ કરવા માટે... હજી હું કમાતો પણ નથી... પણ આ સમય મને ફરી ક્યારેય નહીં મળે...! નમાયાનાં આંખમાં આંસુ આવી જાય છે, ...વધુ વાંચો

12

ખીલતી કળીઓ - 12

ખીલતી કળીઓ - ૧૨ અનય અને નમાયાનાં લગ્નની તૈયારીઓ ચાલુ થઈ જાય છે. આખાં કોલેજમાં અનય અને નમાયાનાં જ ચર્ચા ચાલતી હોય છે. બધાનાં મનમાં એક જ સવાલ હોય છે કે અનય અને નમાયા આટલી જલ્દી કેમ લગ્ન કરતાં હશે? બધા અનયનાં દોસ્તોને પૂછતાં હોય છે પણ તેઓ કોઈને સાચું કારણ નથી જણાવતાં..! અનય અને નમાયાં તેમનાં સંગીત માટે નાનકડો ડાન્સ તૈયાર કરે છે. અનય અલગથી પણ તેનો ડાન્સ રાખે છે. કરન, નમિત, મનન, કેયા અને જીયાએ પણ તેમનો અલગ ડાન્સ અને ગ્રૂપ ડાન્સ તૈયાર કર્યો હોય છે. અઠવાડિયા બાદ લગ્નની વિધીઓ શરૂ થઈ જાય છે. બધી વિધી પાર્ટી-પ્લોટમાં ...વધુ વાંચો

13

ખીલતી કળીઓ - 13 - અંતિમ ભાગ

ખીલતી કળીઓ - ૧૩ (અંતિમ ભાગ) લગ્નની સવાર આવી જાય છે એટલે કે આજે અનય અને નમાયાનાં લગ્નનો દિવસ નમાયા સાથે લગ્ન કરવાની ઉતાવળમાં અનય આજે વહેલો ઊઠી જાય છે. ઊઠીને નાહી-ધોઈને તૈયાર થઈ બ્રેકફાસ્ટ માટે ટેબલ પર ગોઠવાય જાય છે. અનયને આટલો વહેલો તૈયાર જોઈ અનિતાબેનને નવાઈ લાગે છે. અનિતાબેન- તું તો બહુ વહેલો ઊઠી ગયોને..! હજી લગ્નની વાર છે થોડો આરામ કરી લેવો હતો ને..! અનય- ના, મોમ... અનિતાબેન- ઓહ... બહુ ઊતાવળ છે મારા દિકરાને.... અનય- મોમ... હા.. મને તો છે જ... અનિતાબેન- હા.. બેસ તું હું નાસ્તો બનાવી દઉં.. અનય અને અનિતાબેન નાસ્તો કરીને સાંજની તૈયારીમાં ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો