"સિક્કા ની બે બાજુ" દૂર દૂર સુધી જમીન પર પાણી જ પાણી દેખાતું હતું અને પાણી ઉંચે ઉછળી ઉછળીને જાણે એની હાજરી આપવા આવી રહ્યું હતું..શ્રાવસ્ત એનાં બંગલાની બાલ્કની માં ઉભો ઉભો ગહન વિચારો માં ખોવાઈ ગયો હતો. એને રહી રહીને કંઈક તીવ્રપણે યાદ આવતું હતું.. આજે એ દરિયાનાં મોજાં જેમ ઉછળતાં એમ એનું બાળપણ યાદ આવી ગયું...એ એનાં બાળપણમાં પહોંચી ગયો. અરે શ્રાવુ બેટા બહું દૂર નાં જાવ.. દરિયા નો કોઈ ભરોસો નહીં..કિનારા પાસે રમો..પપ્પા પ્લીઝ થોડો સમય તો અંદર જવા દો .. તમે પણ ચલો... અને તમે છો તો અમને કોણ લઈ જવાનું છે..સાથે એનો મોટો ભાઈ શર્મીલ

નવા એપિસોડ્સ : : Every Wednesday

1

સિક્કા ની બે બાજુ - 1

"સિક્કા ની બે બાજુ" દૂર દૂર સુધી જમીન પર પાણી જ પાણી દેખાતું હતું અને પાણી ઉંચે ઉછળી જાણે એની હાજરી આપવા આવી રહ્યું હતું..શ્રાવસ્ત એનાં બંગલાની બાલ્કની માં ઉભો ઉભો ગહન વિચારો માં ખોવાઈ ગયો હતો. એને રહી રહીને કંઈક તીવ્રપણે યાદ આવતું હતું.. આજે એ દરિયાનાં મોજાં જેમ ઉછળતાં એમ એનું બાળપણ યાદ આવી ગયું...એ એનાં બાળપણમાં પહોંચી ગયો. અરે શ્રાવુ બેટા બહું દૂર નાં જાવ.. દરિયા નો કોઈ ભરોસો નહીં..કિનારા પાસે રમો..પપ્પા પ્લીઝ થોડો સમય તો અંદર જવા દો .. તમે પણ ચલો... અને તમે છો તો અમને કોણ લઈ જવાનું છે..સાથે એનો મોટો ભાઈ શર્મીલ ...વધુ વાંચો

2

સિક્કા ની બે બાજુ - 2

સ્ટેલા??? આ નામ તો પપ્પા પાસે કદી નથી સાંભળ્યુ.બંટીએ કીધું બીજી ચર્ચા શૈલીભાભી વિશે થાય છે. તારાં ગયા પછી મમ્મી સાથે એમને અનબન થવા લાગી અને તારો ભાઈ તંગ આવી ગયો હતો.. અને એ બંને અલગ રહેવા એમનાં સાસરીમાં જતાં રહ્યાં હતા. તારી બહેન ને આની કશી જાણ નથી. નહિતર એ આવી હોય. સાચું શું છે એ ખબર નથી.ઓહ લગભગ શ્રાવસ્ત બરાડા પાડી ઊઠ્યો.... મને લોક વાયકા નથી સાંભળવી.. મને સત્ય શું છે એ જણાવો!!!!!કોઈ તો સત્ય જાણતું હશે ને??? મારો ભાઈ કદી સાસરીમાં રહેવું પસંદ ના કરે... શૈલી ભાભી શું કામ મમ્મી સાથે ઝઘડે?? કોઈ કારણ જ નહતું.. મમ્મી ...વધુ વાંચો

3

સિક્કા ની બે બાજુ - 3

અનિરુદ્ધ અને શ્રાવસ્ત દરિયાકિનારે બેઠાં બેઠાં વિચારો માં ખોવાઈ ગયા હતા. બીજા દિવસે કુંજન સમયસર આવી પહોંચી. અને જ્યારે અનિરુદ્ધ નાં ઘરે સમગ્ર જાણ થઈ તો એ રડવા જ લાગી. એને મમ્મીને પપ્પા ભાઈ ભાભી ની ચિંતા થવા લાગી કે ક્યાં હશે એ લોકો?? એ શાંત થઈ એટલે શ્રાવસ્ત એ પૂછ્યું તને કંઈ જ ખબર નથી બહેના?? કુંજુ તું ક્યારે ઘરે આવી હતી??મમ્મી પપ્પાને છેલ્લે ક્યારે મળી હતી? ફોન પર કોઈ વાત કરી હતી? મમ્મી સાથે કોઈ વાત.અનિરુદ્ધ એ આશ્વાસન આપતાં કહ્યું કે શ્રાવસ્ત એને થોડી શાંત થઈ જવા દે. એકસામટા આટલાં બધાં સવાલ પૂછી એને ગૂંચવ નહીં.કુંજન તો હજી પણ શ્રાવસ્ત ...વધુ વાંચો

4

સિક્કાની બે બાજુ - 4

અનિરુદ્ધ અને શ્રાવસ્ત એક શ્વાસે જાણે સાંભળતા હોય એમ બેસ્યા.ઇન્સ્પેકટર અજય તોમરે બોલવાનું શરૂ કર્યું... આ જે કંઈ બની છે એ તમારા પપ્પા નાં વધુ પડતાં લોકો પર વિશ્વાસ ને કારણે થયું છે. અને બીજી વાત અંહીયા માફિયા રાજ ને કારણે જેમણે પણ આ કરાવ્યું છે એમાં એનો સાથ લેવામાં આવ્યો છે. પણ સર આવું કોણે કરાવ્યું????આવી રીતે માણસને હેરાન કરવામાં આવી રહ્યા એ કંઈ દુશ્મનાવટ હોય શકે??? અમને જ્યાં સુધી ખબર પડી કે આ એકદમ સુનિશ્ચિત રીતે આયોજન કરવામાં આવ્યું છે. અને તમારા પપ્પા આ જાળમાં ફસાઈ ગયા છે. તો સર એ લોકો કોણ છે અને એમની ધરપકડ કેમ નથી કરી?? ...વધુ વાંચો

5

સિક્કાની બે બાજુ - 5

હાં યાદ આવ્યું કે શેઠાણીબા એવું બોલ્યા હતાં કે આ બધો જ કારસો જગદીશભાઈ નો રચેલો છે. એનું સારું થાય.બીજું કશું યાદ આવે છે?નાં વધુ તો માહિતી નથી.‌ આટલું બધું ઘરમાં ચાલતું હશે પણ અમને ખબર નથી પડી.વિદેશી મહેમાનો કોણ કોણ આવતાં હતાં? મોટાં શેઠ સાથે ઘણાં બધાં આવતાં. ઘરે જમીને જ જતાં.પણ નામ મને યાદ નથી.સારું રામુકાકા ખૂબ ખૂબ આભાર આપનો.‌બેટા તું બધું સારું કરી દે જે. અને મને ફરી તમારા ઘરે બોલાવી લે જો.હાં કાકા જરુર આપણો બંગલો પાછો મેળવીશું.શ્રાવસ્ત હવે એકદમ મજબૂત ઈરાદા સાથે બોલ્યો. હવે અનિરુદ્ધ ને પણ શાંતિ થઈ. જાણે પોતાની અંગત વ્યક્તિ ...વધુ વાંચો

6

સિક્કાની બે બાજુ - 6

બીજા દિવસે સાંજે દમણ પહોંચ્યા. શ્રાવસ્ત અને એનાં મિત્રો ભેગા થયા હતા. કુંજન ને ત્યાં એનાં જ રાખી. કેમકે એને કાંઈ થાય તો કુમાર ને જવાબ આપવો પડે. ફરી ટીમ ભેગી થઈ. શ્રાવસ્ત હવે અસલ મુડમાં આવી ગયો હતો. એણે બધાંનો આભાર માન્યો કે તમે આજે આવ્યા. મને સાથ આપવા મારી સાથે છો.વ્યોમ એ કીધું તું બિલકુલ ચિંતા નાં કરીશ આપણે આખી ઘટનાને અંજામ આપીશું.બસ તો વ્યોમ અને જેસિકા તમે બંને જણા એક હાઈપ્રોફાઈલ અને બિઝનેસ સેટ કરવાનો છે .અને તમારે બંને જણે ત્યાં રહેવા જવાનું છે વેશબદલીને હોટલમાં અને અનિરુદ્ધ જગદીશભાઈ જોડે ઘરોબો કેળવશે.તેમની નજીક જશે અને અંદરથી ...વધુ વાંચો

7

સિક્કાની બે બાજુ - 7

આગળ આપણે જોયું કે શ્રાવસ્ત અને અનિરુદ્ધ ગાંધીનગર જવા નીકળે છે. અને વૃદ્ધાશ્રમમાં પહોંચે છે કે એના મમ્મી પપ્પા હોય છે ત્યાં જઈને જોવા છે .તો એના મમ્મી પપ્પા હોતા નથી એ લોકોને આગલા દિવસે જ ત્યાંથી નીકળી ગયા હોય છે .હવે શું કરવું? એ પ્રશ્ન બંનેને સતાવી રહ્યો છે ત્યારે અનિરુદ્ધ એ કીધું કે આપણે સંચાલકો કે જે વહીવટ કરતા હોય એને આપણે પૂછીએ અથવા તો એ લોકો જેમની સાથે દોસ્તી થઈ હોય એને પૂછીએ અને એમાંથી કંઈક આપણને જાણવા મળશે. આવું વિચારીને તે ત્યાં જેટલા લોકો રહેતા હોય છે એની સાથે વાત કરે છે તો ત્યાં એક સુશીલાબહેન ...વધુ વાંચો

8

સિક્કાની બે બાજુ - 8

આગળ આપણે જોયું કે.. અમદાવાદમાં પિતા પુત્ર નું મિલન થાય છે.. અને એમની વાતો...હવે વારો મીનાબેન લે છે.. એ ને આગળ કહે છે. તારાં પપ્પા ને કેટલી વાર કહ્યું એના થી દુર રેહજો પણ એ એવું કરી શક્યા નહિ. વિદેશ થી જે ગેસ્ટ આવ્યા એમની સાથે જ સાંઠગાંઠ કરી તારા પપ્પા ને અલીગઢમાં ફરવા લઈ ગયા હતાં.. અને ત્યાં ખૂબ દારૂ પીવડાવી સ્ટેલા અને જેવિકા એ સાથ મળી વિડિયો ઉતર્યો હતો જેમાં તારા પપ્પા એ એમની પર બળાત્કાર કર્યો એવું કહ્યું અને જો તમે અમારી વાત નહિ મનો તો આ વીડિયો વાઈરલ કરી દઈશું.તારાં પપ્પા ખૂબ ડરી ગયા હતા અને તેમણે ...વધુ વાંચો

9

સિક્કાની બે બાજુ - 9

આપણે આગળ જોયું કે અનિરુદ્ધ પર કોઈનો ફોન આવે છે .એ ફોન કોનો હશે?શ્રાવસ્ત અને અનિરુદ્ધ અમદાવાદ થી દમણ રહ્યા હતા ત્યારે જ ગાડી ઉભી રાખી અનિરુદ્ધ ફોન રીસીવ કરે છે.એ ફોન અમેરિકા માં રહેતા અનિરુદ્ધ ના સગાં મામા નો ફોન હોય છે.‌ અનિરુદ્ધ એ એનાં મામાને વાત કરી હોય છે. શ્રાવસ્ત વિચારી રહયો હોય છે કે કોનો ફોન હશે? મામા જે વિગતો, માહિતી એકત્ર કરી લાવ્યા હતા એ બધું કહ્યું.‌ અનિરુદ્ધ એ શ્રાવસ્ત ને વાત કરી બધી જ.ઓહ તો આવી વાત છે!! હવે આપણો પ્લાન દમણમાં જઈને શરુ કરીએ. એ લોકો દમણ પહોંચી અનિરુદ્ધ નાં ઘરે જ બધાંનેં મળવાં બોલાવે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો