શિવતત્વ - (શિવપુત્ર ગણેશ) ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર શિવપુરાણની કથા છે કે ભગવાન શિવ તપોવનમાં તપ કરવા જતા રહે છે. શિવપુત્ર કાર્તિકેય પણ દેવ સેનાના સેનાપતિ હોવાના નાતે યુદ્ધ લડવામાં વ્યસ્ત હોય છે. જેથી પાર્વતી કૈલાસ પર એકલાં પડે છે. એકલતા વશ પાર્વતી કંટાળો અનુભવે છે અને કોઈનો સાથ ઈચ્છે છે. જેથી પાર્વતી પોતાના શરીરના મેલથી એક પુત્રને રચે છે. અને તેમાં પોતાની દૃષ્ટિ કરી તેને સજીવન કરી જન્મ આપે છે. તે પુત્ર એ જ શ્રીગણેશ.

Full Novel

1

શિવતત્વ - પ્રકરણ-1

શિવતત્વ - પ્રકરણ-1 (શિવપુત્ર ગણેશ) ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર શિવપુરાણની કથા છે કે ભગવાન શિવ તપોવનમાં તપ કરવા જતા રહે છે. કાર્તિકેય પણ દેવ સેનાના સેનાપતિ હોવાના નાતે યુદ્ધ લડવામાં વ્યસ્ત હોય છે. જેથી પાર્વતી કૈલાસ પર એકલાં પડે છે. એકલતા વશ પાર્વતી કંટાળો અનુભવે છે અને કોઈનો સાથ ઈચ્છે છે. જેથી પાર્વતી પોતાના શરીરના મેલથી એક પુત્રને રચે છે. અને તેમાં પોતાની દૃષ્ટિ કરી તેને સજીવન કરી જન્મ આપે છે. તે પુત્ર એ જ શ્રીગણેશ. ...વધુ વાંચો

2

શિવતત્વ - પ્રકરણ-2

શિવતત્વ - પ્રકરણ-2 (શિવનું વાહન નંદી કોણ છે ) ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર પૌરાણિક કથા છે કે શિલાદ નામનો એક દુઃખી હતો, કારણ કે તેને કોઈ સંતાન ન હતું. વાંઝિયાપણાનાં મહેણાં-ટોણાં અને ભવિષ્યની ચિંતાઓ તેને ગળે વળગીને પરેશાન કર્યા કરતી. જેથી એક સંતના કહેવા મુજબ તેણે ભગવાન શિવનું આરાધન શરૂ કર્યું. એક હજાર વર્ષની તપસ્યાના અંતે શિવ પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું. શિલાદે કહ્યું, ભગવન્‌ આપ મને આપની ભÂક્ત કરે તેવો ઉત્તમ પુત્ર. શિવના તથાસ્તુ કહેવાથી શિલાદને એક તેજસ્વી પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. પુત્રની પ્રાપ્તિથી શિલાદ ખૂબ જ આનંદિત હતો. તેથી તેણે તેના પુત્રનું નામ નંદી રાખ્યું. ...વધુ વાંચો

3

શિવતત્વ - પ્રકરણ-3

શિવતત્વ - પ્રકરણ-3 (શિવનું ત્રીજું નેત્ર) ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર ભારતનાં મુખ્ય અગિયાર ઉપનિષદો પૈકીનું એક એવા મુંડકોપનિષદનો પ્રસિદ્ધ શ્લોક છે. શિવ અને જીવ બંનેને એક જ વૃક્ષ પર રહેનારાં પંખી દર્શાવાયાં છે. ભેદ એટલો છે કે એક પક્ષી વૃક્ષનાં ફળોને ભોગવી લેવા માગે છે. જેથી તે ફળોના સ્વાદમાં રત થાય છે. જ્યારે બીજું પક્ષી ફળનો ઉપભોગ કર્યા વગર માત્ર તેને જુએ છે અને ફળનું સાક્ષી રહે છે. ...વધુ વાંચો

4

શિવતત્વ - પ્રકરણ-4

શિવતત્વ - પ્રકરણ-4 (શિવ પરિવારનો પરિચય) ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર શિવનો પરિવાર જગતનો સૌથી શ્રેષ્ઠ અને સુખી પરિવાર છે. શિવ પરિવારમાં પાર્વતી, કાર્તિકેય, ગણેશ અને પુત્રી અશોકસુંદરીનો સમાવેશ થાય છે. શિવ પરિવાર સુખી છે તેનું કારણ પણ અદ્દભૂત છે. જા કોઈ સુખી શિવ પરિવારને તેનાં કારણો સહિત જાણીને શિવ પરિવારનું ચિંતન-મનન કરે તો તેવો પરિવાર પણ શિવ પરિવારની જેમ સાચો સુખી બની શકે. ...વધુ વાંચો

5

શિવતત્વ - પ્રકરણ-5

શિવતત્વ - પ્રકરણ-5 (શિવ અને શંકર વચ્ચે શો તફાવત છે ) ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર ઘણી વખત લોકો પ્રશ્ન ઊભો છે કે શિવ અને શંકર એ બંને એક જ છે કે જુદા-જુદા અમુક ધર્મ અને પંથના લોકો પણ શિવ અને શંકરના રૂપમાં ભેદ બતાવે છે. અમુક લોકો કહે છે કે શિવ એ નિરંજન નિરાકાર છે, જ્યારે શંકર આકારી છે. શિવ એ કલ્યાણકારી છે, જ્યારે શંકર વિનાશકારી છે, શિવ પરમધામ નીવાસી છે, જ્યારે શંકર કૈલાસનિવાસી છે. શિવ એ જ પરમ પિતા છે અને પુરાણોએ જે શંકર, મહાદેવ, પાર્વતીપતિ, ઉમાપતિ, કૈલાસનિવાસી વગેરે નામોથી જે વાત કરી છે તે શિવથી જુદા છે. શિવલિંગ સ્વરૂપે પૂજાય છે અને શંકર મૂર્તિમંત સ્વરૂપે. ...વધુ વાંચો

6

શિવતત્વ - પ્રકરણ-6

શિવતત્વ - પ્રકરણ-6 (શિવનું નટરાજ સ્વરૂપ) ફ્રાન્સ અને સ્વિત્ઝર્‌લૅન્ડની બોર્ડર ઉપર જીનિવા શહેર આવેલું છે. જ્યાં યુરોપિયન કન્ટ્રીના ન્યુક્લીયર રિસર્ચ સંશોધન) માટેની મોટી લૅબોરેટરી આવેલી છે. થોડા સમય પહેલા જર્મન વૈજ્ઞાનિક પીટર હીગ્સ અને ભારતીય વૈજ્ઞાનિક સત્યેન્દ્રનાથ બોઝના કરાયેલા પરમાણુ સંશોધનોને આગળ વધારતાં આ લૅબોરેટરીએ ‘ગોડ પાર્ટિકલ’ તરીકે ઓળખાતા એક નવા આણ્વિક કણની શોધ કરી છે. જે કણ (પાર્ટિકલ)ને હીગ્ઝબોઝોન એવું નામ આપવામાં આવ્યું છે. વિજ્ઞાનની અણુ-પરમાણુ સંબંધી અત્યાર સુધીની શોધમાં હીગ્ઝબોઝોન (ગોડ પાર્ટિકલ) છેલ્લું તત્વ છે. ...વધુ વાંચો

7

શિવતત્વ - પ્રકરણ-7

શિવતત્વ - પ્રકરણ-7 (શિવનું લિંગ સ્વરૂપ) ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર શિવપુરાણ, લિંગપુરાણ અને સ્કંદપુરાણમાં શિવલિંગનો અનેરો મહિમા ગવાયો છે. આ ત્રણે એક કથા કોમન રીતે કહેવાય છે કે જ્યારે બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે પોતાના ત¥વનો પ્રાદુર્ભાવ શોધવા માટેનો વિવાદ થયો ત્યારે તેમની વચ્ચે એક જ્યોતિર્મય અÂગ્નસ્તંભ પ્રગટ થયો. આ સ્તંભનું મૂળ શોધવા માટે બ્રહ્મા ઉપર તરફ અને વિષ્ણુ નીચે તરફ ગયા, પરંતુ ઘણાં વર્ષોના અંતે પણ તેઓ સ્તંભનો આધાર કે અંત શોધી શક્યા નહીં. આખર તેઓએ આ સ્તંભની અહંકાર છોડીને પ્રાર્થના કરતાં શિવે તેમને પોતાના સ્તંભરૂપ લિંગનું મહ¥વ સમજાવ્યું. આ રીતે શિવનો પ્રથમ પ્રાદુર્ભાવ લિંગસ્તંભના રૂપમાં થયો હોવાથી શિવની લિંગ સ્વરૂપે પૂજા થાય છે તેવી પુરાણોક્ત કથા છે. પુરાણોની કથાનું તાત્પર્ય એ છે કે બ્રહ્મા અને વિષ્ણુ જે આ જગતના આદિ દેવો છે તેઓ પણ જે સ્વરૂપના રહસ્યનો અંત પામી શક્યા નથી ત્યાં સામાન્ય માનવીનું શું ગજું છે ...વધુ વાંચો

8

શિવતત્વ - પ્રકરણ-8

શિવતત્વ - પ્રકરણ-8 (શિવનું અર્ધનારીશ્વર સ્વરૂપ) ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર પુરાણકથા છે કે ભૃંગી નામના એક ઋષિ શિવના અનન્ય ભક્ત હતા. તેઓ માત્ર શિવમાં જ માનતા હતા. શિવ સિવાય અન્ય કોઈ દેવી-દેવતાને કે ખુદ શિવપત્ની પાર્વતીને માનવા કે કોઈપણ રીતે સ્વીકારવા તૈયાર ન હતા. શિવ જ સર્વ કાંઈ છે તે ભાવ સાથે દેખીતા જગતનો અને માતા પાર્વતીના રૂપનો તેઓમાં તિરસ્કાર પણ હતો. શિવભક્ત હોવાના નાતે તેઓ કૈલાસ પર આવતા અને શિવની જ્ઞાનસભામાં પણ ભાગ લેતા. ...વધુ વાંચો

9

શિવતત્વ - પ્રકરણ-9

શિવતત્વ - ૯. શક્તિને શિવથી ભિન્ન જોવાં તે અપરાધ - બ્રહ્માંડમાં પરમાણુથી લઈને વિરાટ ગ્રહોના રૂપ દેખાતી અને તમામ જીવનરૂપે વ્યાપેલી જે શક્તિ છે તે શિવની જ શક્તિ છે. આ શક્તિ શિવથી ભિન્ન રહી શકતી નથી.શિવ-શક્તિના આ રૂપને વિવિધ શાસ્ત્રોએ વિવિધ રૂપોમાં વર્ણવી છે. કોઈ તેને પુરુષ અને પ્રકૃતિ કહે છે, કોઈ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, કોઈ રાધા અને કૃષ્ણ કહે છે, કોઈ નારાયણ અને લક્ષ્મી કહે છે, તો કોઈ શિવ અને શક્તિ. ભગવદ્દગીતા કહે છે કે સમગ્ર જગત આ બે તત્ત્વનું જ બનેલું છે. આ સિવાય બીજું કંઈ નથી. ...વધુ વાંચો

10

શિવતત્વ - પ્રકરણ-10

શિવતત્ત્વ: ૧૦ (શિવનું અઘોર સ્વરૂપ) મહાદેવના અઘોર રૂપથી ભારતમાં અઘોરી સાધુઓનો અઘોરપંથ શરૂ થયેલો છે. સામાન્ય માનવીના મનમાં ‘અઘોરી’ એવો સંભળાતાં જ કોઈ ઘોર રૂપની કલ્પનાઓ શરૂ થઈ જાય છે, પરંતુ ખરેખર તેમ નથી. અઘોર શબ્દનો અર્થ થાય છે જે ઘોર નથી તે. જે નિર્મલ અને ઘોર વિપત્તિથી રક્ષા કરનારું છે તે. મોટા ભાગે લોકો અઘોરી સાધુઓને પસંદ નથી કરતા, કારણ કે તેમની રહેણીકરણી અને આચાર-વ્યવહાર સામાન્ય લોકોને પસંદ પડે તેવાં નથી હોતાં. જેથી અઘોરી સાધુઓ પણ ભાગ્યે જ જાવા મળે છે. મહાદેવના અઘોર તંત્ર સ્થાપવા પાછળ પુરાણોએ સુંદર કથા કહી છે. જે સૃષ્ટિના પ્રકૃતિગત વિજ્ઞાન સાથે સંકળાયેલી છે. ...વધુ વાંચો

11

શિવતત્વ - પ્રકરણ-11

શિવતત્ત્વ: ૧૧ (એક માત્ર શિવ જ પૂર્ણ સ્વરૂપ) શિવપુરાણની કથા છે કે મહાદેવને ઈન્દ્ર સહિતના દેવોના અહંકાર, સ્વાર્થ અને લોલુપતા જે ક્રોધ થયો તે ક્રોધ કર્મનો હિસાબ પૂરો કરવા એક બાળકરૂપે જન્મ્યો. જેને સમુદ્રદેવે સાચવ્યો અને મત્સ્યકન્યાએ તેનો ઉછેર કર્યો. સમુદ્રે સાચવ્યો હોવાથી તે બાળકનું નામ જલંધર પડ્યું. જલંધરની માતા મત્સ્યકન્યાની ઈન્દ્રે હત્યા કરી. જેથી પૂર્વે જમા થયેલા પરોક્ષ અને આ જન્મનાં પ્રત્યક્ષ કર્મ કારણથી જલંઘર અને ઈન્દ્ર વચ્ચે વેર બંધાયું. જલંધર શિવથી પેદા થયો હોવાના કારણે તે શિવાંશ હતો. તેનામાં અતુલ્ય બળ અને સામર્થ્ય હતાં. ...વધુ વાંચો

12

શિવતત્વ - પ્રકરણ-12

શિવતત્ત્વ: ૧૨ (શિવ જગતગુરૂ સ્વરૂપ) રામચરિત માનસના લેખનની શરૂઆત કરતાં તુલસીદાસજીએ પ્રથમ મંગલાચરણના શ્લોક લખ્યા છે. તુલસીદાસજી રામના ભક્ત હોવા રામની પહેલાં શિવને વંદન કરે છે. ‘‘વંદે બોધમયં નિત્યં ગુરું શંકરરૂપિણમ, યમાશ્રિતો હિ વક્રોપિચંદ્રઃ સર્વત્રવન્દ્યતે’’ તુલસીજી કહે છે, હું એવા શંકરની વંદના કરું છું જે નિત્ય બોધમય ગુરુરૂપ છે. જેમના આશ્રયે રહેલા વક્ર (વાંકા) ચંદ્રને પણ સહુ કોઈ વંદન કરે છે. તુલસીદાસજીની આ વંદનામાં બે દૃષ્ટિકોણ છે. એક અંતર સંબંધી અને એક બ્રાહ્મ સંબંધી. એક શિવ અંતરમાં રહીને નિત્ય બોધનો પ્રકાશ પાથરતા રહે છે અને એક શિવ જેમણે જગતને બોધપ્રદ હજારો શાસ્ત્રો આપ્યાં છે. ...વધુ વાંચો

13

શિવતત્વ - પ્રકરણ-13

શિવતત્ત્વ: ૧૩ ( શિવનું નીલકંઠ સ્વરૂપ) મુંબઈના અંધેરી રેલવે સ્ટેશન પર રોજની જેમ હજારો લોકો ટ્રેન પકડવાની રાહમાં ઊભા હતા. આવી જ રહી હતી તેવામાં એક યુવકે આત્મહત્યા કરવા માટે ટ્રેનના પાટા પર ઝંપલાવ્યું. ઊભેલા લોકની ચીસાચીસ થઈ ગઈ, પરંતુ એ જ સમયે એક બીજા યુવકે આત્મહત્યા કરવા પડેલા યુવકને બચાવવા માટે છલાંગ લગાવી. તેણે આત્મહત્યા કરતા યુવકને પાટા પરથી દૂર ધકેલ્યો. બચાવનાર યુવકની આ કોશિશથી આત્મહત્યા કરવા કૂદનાર યુવક તો સંપૂર્ણ સુરક્ષિત બચી ગયો, પરંતુ ટ્રેન બિલકુલ નજીક આવી જવાથી બચાવવાની ઝપાઝપીમાં બચાવનાર યુવકનો ડાબો પગ પાટા નીચે આવીને કપાઈ ગયો. બચાવનારો યુવક પગ કપાઈ જવાથી ભયંકર પીડા સાથે લોહી નીતરતી હાલતે લથબથ પડ્યો હતો. ...વધુ વાંચો

14

શિવતત્વ - પ્રકરણ-14

શિવતત્ત્વ: ૧૪ (ત્રિપુરારિ શિવ) દૈત્યરાજ તારકાસુરના ત્રણ પુત્રો તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્માલીને ત્રિપુરાસુરના નામથી ઓળખવામાં આવે છે. આ ત્રણેય તારકાસુર તેમના પિતાને શિવપુત્ર કાર્તિકેય વિરૂદ્ધની લડાઈમાં સાથ આપ્યો ન હતો. ત્રણેય અસુરોએ શિવભÂક્ત કરી શિવને પ્રસન્ન કર્યા હતા અને ભગવાન શિવ પાસેથી એવા ત્રણ પુરો (નગર)ની માગણી કરી હતી કે જેને કોઈ ભેદી ન શકે અને તેનો વિનાશ ન કરી શકે. ...વધુ વાંચો

15

શિવતત્વ - પ્રકરણ-15

શિવતત્ત્વ: ૧૫ (શિવનો યક્ષ અવતાર) કેન ઉપનિષદ્‌ની કથા છે. સમુદ્રમંથન પછી નીકળેલા અમૃતને દેવો અને દાનવોમાં સમાનપણે વહેંચવાની જવાબદારી ભગવાન ઉઠાવી, પરંતુ ભગવાન વિષ્ણુ અમૃતને વહેંચે એ પહેલાં જ અમુક અસુરો અધીર થઈને ધન્વંતરિના હાથમાંથી અમૃત કળશ લઈને ભાગી ગયા. જેને ભગવાન વિષ્ણુ વિશ્વમોહિની રૂપ ધરી પરત લઈ આવ્યા. પછીથી ભગવાન વિષ્ણુએ દેવો અને દાનવોમાં અમૃત વહેંચણી શરૂ કરી. જેમાં પહેલો વારો દેવોનો રખાયો, કારણ કે અસુરોએ અમૃત છીનવવાનો અપરાધ કર્યો હતો. જેથી પ્રથમ વિતરણ દેવો વચ્ચે થશે તેમ બંનેની સહમતિથી નક્કી થયું. આ રીતે દેવોની વચ્ચે અમૃતના વિતરણની શરૂઆત થઈ, પરંતુ એક અસુર દેવોનો વેશ ધરીને દેવોની વચ્ચે ઘૂસી ગયો અને તેણે અમૃત પી લીધું. ...વધુ વાંચો

16

શિવતત્વ - પ્રકરણ-16

બીજી બાજુ કૈલાસ પર પાર્વતીની ગેરહાજરીમાં આનંદ ઉલ્લાસનું વાતાવરણ નિર્વ શાંતિમય થઇ જતા નંદીને માતા પાર્વતીની ગેરહાજરી સતાવવા લાગી. ખૂબ દુઃખી થઇ ગયા. તેમને ખબર ન હતી કે પાર્વતી ક્યા કારણે કૈલાસથી જતા રહ્યાં છે. તેથી નંદીએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે ભગવન, આપ માતા પાર્વતીને ગમે તેમ કરી મનાવી લઇ આવો. ભગવાને કહ્યું: નંદી આ કામ અઘરું છે. તેના માટે મારે પાર્વતી સાથે પુનઃ વિવાહ કરવો પડશે. શિવજીની વાત સાંભળીને નંદીને કાંઈ ખબર ન પડી તેથી શિવે સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યો. હવે મુશ્કેલી એ હતી કે માછીમાર ક્ન્યારુપી પાર્વતી સાથે શિવવીવાહ કેવી રીતે સંપન્ન થાય. નંદીએ તેનો રસ્તો બતાવતા કહ્યું... ...વધુ વાંચો

17

શિવતત્વ - પ્રકરણ-17

અશોકસુંદરીએ પોતાના માટે નહુષને પતિ તરીકે વરવા સ્વીકારેલ, પરંતુ મુંડે અશોકસુંદરીનું અપહરણ કરીને પોતાની પાસે રાખી યુવાન બનાવીને તેને ઈચ્છ્યું હતું. મુંડ રૂપી માણસની ખોપરી જ્યારે પોતાના સ્વાર્થગત કુકર્મોનું આચરણ કરે છે ત્યારે પ્રકૃતિ દેવી જ રુષ્ટ થઈને કાલિકા સ્વરૂપ ધારણ કરીને તેને મારી નાખવા ઈચ્છે છે. પરંતુ ઈશ્વરઈચ્છાએ મુંડના વધનું નિમિત્ત નહુષ થયો છે ત્યારે પ્રકૃતિના હાથે મુંડનો વધ યોગ્ય નથી, કારણકે આશાઓ પોતાના નિહિત વર્ણ કરે છે ત્યારે તે નિહિતથી જ મુંડનું મરણ થાય છે. જેમ પાત્રહીન દરેક વ્યક્તિ વિવિધ આશાઓને ઈચ્છે છે, પરંતુ આશાઓ પાત્રહીન વ્યક્તિને નથી વરતી અને પોતાને યોગ્ય હોય તેવા પાત્રનું જ ચયન કરે છે. ...વધુ વાંચો

18

શિવતત્વ - પ્રકરણ-18

પાર્વતીના પ્રશ્નોનો કોઈ તર્કબદ્ધ જવાબ આપવાને બદલે શિવ તેના સત્યને સમજવા માટે વિધિઓ બતાવવાની શરૂઆત કરે છે. પાર્વતીની જીજ્ઞાસા છે. તેથી શિવ પાર્વતીને કોઈ તર્ક કે દાખલા-દલીલોથી સમજાવવાને બદલે પ્રશ્નોની જિજ્ઞાસાને પરીતૃપ્ત કરવાની વિધિઓ બતાવે છે. પાર્વતીના પ્રશ્નોને નિમિત્ત બનાવીને જગતના થઇ ચૂકેલા, થયા છે તેવા અને હવે થશે તેવા તમામ જીજ્ઞાસુઓને માર્ગદર્શિત કરવા શિવ દ્વારા કુલ એકસોબાર વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અલગ-અલગ પ્રકૃતિ અને સ્વભાવના માણસોને કરને આ વિધિઓનું વર્ણન છે. લગભગ કોઈ વ્યક્તિ એવી નથી જે આ એકસોબાર વિધિઓની બહાર રહી જાય. કોઈ હિંદુ હોય કે મુસલમાન, ક્રિશ્ચિયન હોય કે પારસી પરંતુ સૂત્રોમાં જણાવેલી વિધિઓ પૈકી જે કોઈ વિધિ જેને માફક આવે તેને અંતરના સત્ય સુધી પહોંચાડવા સક્ષમ છે. ...વધુ વાંચો

19

શિવતત્વ - પ્રકરણ-19

જે રીતે આપને ત્યાં મહર્ષિ વેદ વ્યાસજી રચિત શિવપુરાણ પ્રચલિત છે તે રીતે તમિલનાડુ, આંધ્ર અને કર્ણાટકમાં શિવરહસ્ય પુરાણ છે. ભારતવર્ષમાં શિવરહસ્ય પુરાણને શિવપુરાણનું ઉપપુરાણ પણ ગણવામાં આવે છે. આશરે સાત હજાર વર્ષ પૂર્વે ઋભુ નામના એક સંત દ્વારા તેની રચના કરવામાં આવી છે. જેમ મહાભારતમાં ભગવદગીતા કહેવાય છે એ રીતે બે હજાર શ્લોકવાળા શિવરહસ્ય પુરાણના છઠ્ઠા અધ્યાયમાં ‘ઋભુગીતા’ કહેવામાં આવી છે. તમિલ લોકોને આ ઋભુગીતામાં અપાર અસ્થા છે. રમણ મહર્ષિ જેવી પરમહંસ વ્યક્તિઓ પણ આ ઋભુગીતા પર આસ્થા ધરાવતા હતા અને ઋભુગીતાનો નિત્ય અભ્યાસ કરતા હતા. કહેવાય છે કે પોતાના ભક્ત ઋભુને સ્વયં ભગવાન શિવે હિમાલયના કેદાર ક્ષેત્રમાં પોતાના સ્વરૂપનો રહસ્યમય બોધ આપ્યો હતો. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો