લેખક તરફથી:- આ મારી ગદ્યના રૂપમાં બીજી રચના છે. આ મારી રચના વાચકો સમક્ષ મુકું છું. તથા આશા રાખું છું કે વાચકમિત્રોને આ રચના પસંદ આવશે. નોંધ: આ રચના માત્ર ને માત્ર લેખકના વિચારોની જ ઉપજ છે. તેનો કોઈ જ જીવંત કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી. તથા જો તેમ હોય તો તે માત્ર એક સંયોગ જ હશે. આ રચના માત્ર ને માત્ર મનોરંજન તથા વંચન માટે કરવામાં આવેલ છે. કોપીરાઈટ: આ રચનાના તમામ કોપીરાઈટ માત્ર ને માત્ર લેખકના રહેશે. લેખકની પરવાનગી વગર કે જાણ બહાર આ રચનાને કોઈપણ માધ્યમથી પ્રકાશિત કરી શકાશે નહી. (શરૂઆત) આજે હું ખુબ જ થાકી

નવા એપિસોડ્સ : : Every Tuesday

1

હું મારી વ્યથા કોને કહુંં? ભાગ-૧

લેખક તરફથી:- આ મારી ગદ્યના રૂપમાં બીજી રચના છે. આ મારી રચના વાચકો સમક્ષ મુકું છું. તથા આશા રાખું કે વાચકમિત્રોને આ રચના પસંદ આવશે. નોંધ: આ રચના માત્ર ને માત્ર લેખકના વિચારોની જ ઉપજ છે. તેનો કોઈ જ જીવંત કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી. તથા જો તેમ હોય તો તે માત્ર એક સંયોગ જ હશે. આ રચના માત્ર ને માત્ર મનોરંજન તથા વંચન માટે કરવામાં આવેલ છે. કોપીરાઈટ: આ રચનાના તમામ કોપીરાઈટ માત્ર ને માત્ર લેખકના રહેશે. લેખકની પરવાનગી વગર કે જાણ બહાર આ રચનાને કોઈપણ માધ્યમથી પ્રકાશિત કરી શકાશે નહી. (શરૂઆત) આજે હું ખુબ જ થાકી ...વધુ વાંચો

2

હું મારી વ્યથા કોને કહું? ભાગ-૨

એક વાર મને યાદ છે તે મુજબ અમે આઠ ભાઈઓ ધર, ધૃવ, સોમ, અપ, અનલ, અનિલ, પ્રતુષ, પ્રભાસ હતા. વશ અમે બધા આકાશ માર્ગે ભ્રમણ કરતાં કરતાં કુટુંબ કબીલા સાથે ઋષિ વશિષ્ઠના આશ્રમમાં આવ્યા. મને યાદ છે તે મુજબ ઋષિ વશિષ્ઠએ અમારૂં સ્વાગત કર્યું. ત્યાર બાદ અમો બધા વિવિધ ક્રિડાઓમાં મગ્ન હતા. પરંતુ પ્રભાશના મનમાં અન્ય વિચારો જન્મ લઈ ચુક્યા હતા. જે મુજબ તે તથા તેની પત્ની ઋષિ વશિષ્ઠના આશ્રમમાં રહેતી કામધેનુ નંદીનીની ચોરી કરવાનું મન થઈ આવ્યું. થોડી વાર બાદ તેઓએ બીજા બધા ભાઈઓને જણાવ્યું. બધા જ ભાઈઓ આનાકાની કરવા લાગ્યા. પરંતુ છેવટે બધા જ માની ગયા અને ...વધુ વાંચો

3

હું મારી વ્યથા કોને કહું? ભાગ - ૩

ગંગા તેમના આઠમા પુત્રને પોતાની સાથે લઈ ચાલ્યા ગયા. પોતાના એકમાત્ર પુત્રનિ વિયોગ મહારાજ શાંતનુને કોરી ખાવા લાગ્યો. તેમને ચેન પડતો નહોતો. નહોતો.પણ તેઓ એ વાતે ખુશ હતા કે અગાઉના સાત-સાત પુત્રોના મૃત્યુ બાદ મારો આઠમો પુત્ર જીવીત છે. ગંગાએ મહારાજ શાંતનુને આપેલ વચન મુજબ તેમના આઠમા પુત્રને સૌપ્રથમ વશિષ્ઠ ઋષિ પાસેથી વેદોનું અધ્યયન કરાવ્યું. તે વેદશાસ્ત્રમાં પ્રવિણ થયો તેમજ તેની રાજનીતી બેજોડ હતી. ત્યારબાદ પરશુરામજી પાસે અસ્ત્ર-શસ્ત્રનું જ્ઞાન મેળવ્યુ. આમ તે શાંતનુ તથા ગંગાનો પુત્ર સર્વાંગસંપુર્ણ હતો. તે ઉત્તમ ધનુર્ધર હતો. તેની પાસે વિશ્વમાં ઉત્તમ કહી શકાય તેવા શસ્ત્રો તેના તુણીરમાં હતા. તે અજેય યોધ્ધા હતો. એક દિવસ ...વધુ વાંચો

4

હું મારી વ્યથા કોને કહું? ભાગ - ૪

પિતાશ્રી માતાશ્રીના વિદાઈ થયા બાદ દુ:ખી હતા પરંતુ તેઓ મારાથી ખુશ હતા. મને તેમણે યુવરાજ પદ આપ્યું. હું પણ પ્રજાને ખુશ રાખવાના ન્યાયોચિત કાર્યોમાં રસ લેવા લાગ્યો. પિતાશ્રી તેમના મુખ પર ખુશ હોવાનો દેખાવ કરતા હતા પરંતુ તેઓ હ્રદયથી દુઃખી જણાતા હતા. મે તેમની પાસેથી અનેકવાર જાણવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ કઈ પણ કળાવા દેતા નહોતા. હું તેમનું દુઃખ કેમ કરીને ઓછું કરી શકું તેજ વિચાર કરતો હતો. એક દિવસ પિતા મહારાજ શાંતનું યમુના તટ પર ફરતા હતા. તેવામાં તેમની નજર યમુના નદીમાં નાવ ચલાવતી એક સુંદર કન્યાને જોઈ. તેઓ તેની નજીક ગયા તો તેમની ઘ્રાણેન્દ્રિય સતેજ થઈ ગઈ. ...વધુ વાંચો

5

હું મારી વ્યથા કોને કહું? ભાગ - ૫

આમ મારી અને નિષાદ વચ્ચે સંવાદ ચાલુ હતો. “ધન્ય છે મહારાજ પુત્ર તમારી જનેતાને. મારી કન્યા માટે તમે તમારું ગુમાવી ને તમારી ભાગ્ય રેખા જ બદલી નાંખી.” “હે નિષાદ! ભાગ્ય રેખા બદલવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. મેં જે કંઈ પણ કાર્ય કર્યું છે તે જ મારી ભાગ્યરેખામાં લખાયેલ હશે. તેમાં અન્ય કોઈની ભાગ્ય રેખાનો લગીરે વાંક નથી. હાલ જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે તે સમયની જ માંગ હશે.” “પરંતુ?” “આ સમયે પરંતુ જેવા શબ્દોનો કોઈ જ અર્થ નથી નિષાદરાજ. હવે માતા સત્યવતિને મારી સાથે વિદાય કરો.” આમ, હું પિતાશ્રીને ખુશ કરવા માટે માતા સત્યવતિને સાથે લઈ મારા રથમાં ...વધુ વાંચો

6

હું મારી વ્યથા કોને કહું? ભાગ - ૬

એક વાર થયું એવું કે હસ્તિનાપુર તથા ગાંધર્વો વચ્ચે યુધ્ધ થયું. એ યુધ્ધમાં હસ્તિનાપુર વિજયી થયું પરંતુ તેમાં મહારાજ વિરગતી પામ્યા. એ યુધ્દ બાદ ફરી એક વાર હસ્તિનાપુર ઇપર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા. કારણ કે રાજગાદી ખાલી છે. માટે હવે વિચિત્રવિર્યને મહારાજ બનાવવો રહ્યો. એક શુભ મુહુર્ત જોઈને વિચિત્રવિર્યને હસ્તિનાપુરની રાજગાદી ઉપર બેસાડવાનો નિર્ણય લેવામાં આવ્યો. ફરીથી નગર તથા સામ્રાજ્યમાં રાજતિલકની તૈયારી થવા લાગી. નગરના રસ્તાઓ પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો. નગરના બધા જ રસ્તાઓ પર ધજા-પતાકાઓ ફરકાવવામાં આવ્યા. અને હવે એ દિવસ પણ આવી ગયો કે જ્યારે વિચિત્રવિર્યનો રાજ્યાભિષેક કરવાનો વારો આવ્યો. કુળગુરૂ, પરિવારના વડિલો તથા ઋષિમુનિઓના આશિર્વાદ ...વધુ વાંચો

7

હું મારી વ્યથા કોને કહું? ભાગ - ૭

માતાની આજ્ઞા થયા બાદ હું હસ્તિનાપુર મહારાજનું પ્રતિનિધિત્વ કરવા માટે કાશી રાજ દરબારમાં જવા માટે નિકળ્યો. મારી વિડંબણા એ કે મારી ભુતકાળની એક ભુલની સજા મારે આ સમાજ પાસેથી વારંવાર મેળવવાની છે. ક્યારેક ક્યારેક મને એવું લાગતું કે હું હું સમયની રમતનું એક પ્યાદું બની ગયો છું. કાશીની રાજસભામાં પહોંચ્યો તો હું શું જોઈ રહ્યો છુ. હસ્તિનાપુર સેવાયના બધા જ રાજ્યોના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા. તઓ મને જોઈને મારી મજાક ઉડાડવા લાગ્યા. તેઓ દ્વારા મારા વિષે વ્યંગાત્મક વાતો થવા લાગી. પરંતુ તેઓ મારા વિષે બોલતા હતા તેવામાં કાશી નરેશના મહામંત્રી બોલ્યા, “પરંતુ અમે આપને આ સ્વયંવરમાં આમંત્રણ જ નથી આપ્યું. ...વધુ વાંચો

8

હું મારી વ્યથા કોને કહું? ભાગ - ૮

“અરે પણ તમે આવું કઈ રીતે કરી શકો?” “જ્યારે ભિષ્મ તારા પિતાશ્રીની સામેથી તારૂં હરણ કરી ને જતો હતો તું આપણા પરિણય વિષે કેમ ના બોલી?” “ત્યારે હું ડરી ગઈ હતી, તેમજ મારે મારા પિતાશ્રીનો જીવ પણ બચાવવાનો હતો. એ સમયે હું ના બોલવા માટે મજબુર હતી” “એ સમયે તું ના બોલવા માટે મજબુર હતી અત્યારે હું મજબુર છું. લોક લાજને કારણે હું તારો સ્વિકાર કરી શકું.” “હવે હું ક્યાં જાવ. કોને કહું?” “તને જેણે અહિં મોકલી ત્યાં જ પાછી જતી રહે.” અંબા ફરીથી હસ્તિનાપુર રાજ દરબારમાં આવી. અહિં આવીને મને કહેવા લાગી કે “હે મહારાજ! કાશી રાજ અરબારમાં ...વધુ વાંચો

9

હું મારી વ્યથા કોને કહું? ભાગ - ૯

“હે ગુરૂદેવ! આપે જ મને શિખવાડ્યું હતું કે યુધ્ધ બે સમોવદીયાઓ વચ્ચે થાય છે.” “તારો કહેવાનો અર્થ શું છે?” ગુરૂદેવ! આપ મારી જેમ જ કવચ ધારણ કરીને તથા રથ પર આરૂઢ થઈને આવો.” “હે શિષ્ય! આ ધરતી મારો રથ છે તથા વેદ મારા અશ્વો છે, પવન સારથી છે તથા વેદમાતા ગાયત્રી મારૂં કવચ છે.” “તો ગુરૂદેવ આપની સાથે યુધ્ધ કરવાની મને આજ્ઞા આપો.” “મારા આષિશ હંમેશા તારી સાથે જ છે. જા અને એ રીતે યુધ્ધ કર કે જેથી તારા ગુરૂની લાજ જળવાઈ રહે.” બસ આ વાત પિરી થઈ કે તરત મારા તથા ગુરુ પરશુરામ વચ્ચે યુધ્ધ આરંભાઈ ગયું. ...વધુ વાંચો

10

હું મારી વ્યથા કોને કહું- ભાગ ૧૦

માતા સત્યવતિની આજ્ઞા પ્રમાણે વેદવ્યાસ માની ગયા. તથા તેઁમણે જણાવ્યા મુજબ અંબા તથા અંબાલિકાને નિયોગથી ગર્ભધારણ માટે બોલાવી. સૌપ્રથમ મહર્ષિ વેદવ્યાસ પાસે જાય છે. પરંતુ તે વેદવ્યાસ પાસે ડરી જાય છે અને તેની આંખો બંધ થઈ જાય છે. તેવી જ રીતે અંબાલિકા પણ મહર્ષિ વેદવ્યાસ પાસે જાય છે અને તે પણ વેદવ્યાસના તેજથી અંજાઈને પીળી પદી જાય છે. મહર્ષિ વેદવ્યાસ આનાથી ચિંતીત થઈ જાય છે. માતા સત્યવતિ આ કાર્ય વિષે તેમને પુછે છે: “”હે પુત્ર! મેં તને જે કાર્ય સોંપેલું તે પુર્ણ થયું?” “”””હા માતા”” આપે સોંપેલું કાર્ય પુર્ણ તો થયું પરંતુ?” “પરંતુ શું પુત્ર?” “એક મુશ્કેલી છે?” “”હજું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો