રહસ્ય એક ચાવીના જુડાનું

(485)
  • 36k
  • 54
  • 19.9k

લેખકના બે બોલ એક નવીન રોમાંચક સફર માટે તૈયાર થઇ જાઓ. “રહસ્ય એક ચાવીના જુડાનું” એક રોમાંચક, રહસ્યમય નવલકથા છે. જેના દરેક પ્રકરણ રોમાંચની અનેરી દુનિયામાં લઇ જશે. તો થઇ જાઓ આ સફર માટે તૈયાર અને હા, આપના પ્રતિભાવ આપવાનુ ન ચુકતા. પ્રકરણ : 1 ઘરમાં આવીને મેઘનાએ લાઇટની સ્વિચ ઓન કરી. ઘણા વર્ષો બાદ તે આ ઘરમાં પ્રવેશી હતી. ઘરની હાલત ખુબ જ ખરાબ હતી. આટલા વર્ષોથી ઘર બંધ જ હતુ. લગ્ન બાદ કયારેય આ બાજુ આવવાની ફુરસદ જ મળી ન હતી. ઘરના દ્વારે જ કરોળીયાનું મસમોટુ જાળુ તેને આવકારતુ હતુ.

Full Novel

1

રહસ્ય એક ચાવીના જુડાનું - 1

રહસ્ય એક ચાવીના જુડાનું પ્રકરણ-૧ લેખકના બે બોલ એક નવીન રોમાંચક સફર માટે તૈયાર થઇ જાઓ. “રહસ્ય એક ચાવીના એક રોમાંચક, રહસ્યમય નવલકથા છે. જેના દરેક પ્રકરણ રોમાંચની અનેરી દુનિયામાં લઇ જશે. તો થઇ જાઓ આ સફર માટે તૈયાર અને હા, આપના પ્રતિભાવ આપવાનુ ન ચુકતા. પ્રકરણ : 1 ઘરમાં આવીને મેઘનાએ લાઇટની સ્વિચ ઓન કરી. ઘણા વર્ષો બાદ તે આ ઘરમાં પ્રવેશી હતી. ઘરની હાલત ખુબ જ ખરાબ હતી. આટલા વર્ષોથી ઘર બંધ જ હતુ. લગ્ન બાદ કયારેય આ બાજુ આવવાની ફુરસદ જ મળી ન હતી. ઘરના દ્વારે જ કરોળીયાનું મસમોટુ જાળુ તેને આવકારતુ હતુ. કુમકુમ પગલાને બદલે ...વધુ વાંચો

2

રહસ્ય એક ચાવીના જુડાનું - 2

રહસ્ય એક ચાવીના જુડાનું પ્રકરણ: 2 મેઘનાએ જોયુ તો તેના પતિ પ્રિતેશનો કોલ હતો. “મેઘુ, સોરી યાર મારે આજે જ ઇમ્પોર્ટન મિટિગ છે એટલે આજે હું આવી નહિ શકુ. પ્રિયા બપોર બાદ આવી જશે અને સફાઇ કામદારો પણ દસ વાગ્યા બાદ પહોંચી જશે. કાલે હું શ્યોર વહેલી સવારે આવી જઇશ.” “ઓ.કે. નો પ્રોબ્લેમ.” “સોરી અગેઇન” “અરે બાબા તમારી મિટિંગ નિરાંતે પતાવી લો. આઇ એમ ઓકે હિયર.” “થેન્ક્યુ ડિઅર એંડ ટેક કેર” ફોન મુકી દીધા બાદ તે જલ્દીથી ફ્રેશ થઇ તૈયાર થવા લાગી. સવારે ચાની તો ટેવ ન હતી. બસ ગરમ પાણી પીધા બાદ વોક જવાની ડેઇલીની ટેવ હતી. આજે ...વધુ વાંચો

3

રહસ્ય એક ચાવીના જુડાનું - 3

રહસ્ય એક ચાવીના જુડાનું પ્રકરણ : 3 “આ લાદી ખુબ જ જુનવાણી અને મજબુત છે કારણ કે આ લાદી આટલી બારીકાઇથી નક્શી કોતરેલી જણાય છે તેના કારણે તેઓને ખાલી એવો ભ્રમ થયો હશે.” “તો પછી આ ચાવીના જુડાનુ શુ રહસ્ય હોય શકે?” “મમ્મી તુ કાંઇક યાદ કર. તુ આટલા વર્ષ નાના નાની સાથે રહી તો એવુ કંઇક બન્યુ હોય જેને આ ચાવીના જુડા સાથે સબંધ હોય.” “એવુ તો મને કાંઇ પણ યાદ નહિ આવતુ કારણ કે હુ નાની વયથી હોસ્ટેલમાં અભ્યાસ કરતી હતી અને જોબ પણ દુર મળી હતી અને તેથી હુ ખાસ ઘરમાં રહી જ નથી. લગ્ન બાદ ...વધુ વાંચો

4

રહસ્ય એક ચાવીના જુડાનું - 4

રહસ્ય એક ચાવીના જુડાનું પ્રકરણ-૪ “પ્રિયા, જલ્દીથી તુ અહીં આવી શકીશ? બહુ જરૂરી કામ છે તારુ.” “શુ થયુ મમ્મી? સીરીયસ? તુ ચિંતામાં હોય એમ કેમ બોલે છે?” “તુ પહેલા અહી આવી જા. પાછળના રૂમમાંથી મને સુરાગ મળ્યા છે. મને એકલીને તો તપાસ કરવામાં બીક લાગે છે. તુ અહી આવે તો સાથે મળીને કાંઇક થાય.”“વાઉ મમ્મી. યુ આર ગ્રેટ. શું ક્લુ મળ્યા છે એ તો મને કહે?” “પાછળના રૂમમાંથી જ મને એક અંડરગ્રાઉન્ડ દરવાજો મળી આવ્યો છે. તે દિવસે સફાઇકામદારો સાચુ કહેતા હતા. રૂમમાં જડેલી એક લાદી નીચે એક લોખંડનો દરવાજો છે જેના દ્રારા ભોંયરામાં જઇ શકાય છે.” “વાહ, તને ...વધુ વાંચો

5

રહસ્ય એક ચાવીના જુડાનું - 5

રહસ્ય એક ચાવીના જુડાનું પ્રકરણ-5 પ્રિયાએ ચાવીના જુડાને લઇને ચોતરફ ફેરવીને જોયુ. ચાવીના એ જુડાને જોઇને પ્રિયા હતપ્રભ બની એક પછી એક ચાવીઓ વડે પ્રિયા તાળુ ખોલવાનો પ્રયત્ન કરવા લાગી. આટલા વર્ષો પહેલાનુ તાળુ અને ચાવીઓ હતી છતા તેમા જરા પણ કાટ લાગ્યો ન હતો. બહુ મહેનતથી એક ચાવીથી દરવાજો ખુલી ગયો અને મેઘના અને પ્રિયાએ મહેનત કરીને દરવાજાને ધક્કો માર્યો પણ ઘણા વર્ષોથી દરવાજો બંધ હોવાથી દરવાજો ખુલતો જ ન હતો. “મમા મને પ્રયત્ન કરવા દે.” પ્રિયા ત્યાં દરવાજા પાસે આવી. “ઓ.કે. બેટા પણ પ્લીઝ બી કેરફુલ. ઘણા સમયથી બંધ આ દરવાજો ખોલતા તને કાંઇ નુકશાન ન થઇ ...વધુ વાંચો

6

રહસ્ય એક ચાવીના જુડાનું - 6

રહસ્ય એક ચાવીના જુડાનું પ્રકરણ: 6 તારા જન્મ પહેલા આ ઘર બંધાવ્યુ હતુ ત્યારે કોણ જાણે મને શુ થયુ મે આ ભોયરુ બનાવ્યુ અને તેમાં એક તિજોરી પણ બંધાવી. પણ દરેક ઘટના તેના બીજ આપોઆપ રોપી જ દેતી હોય છે અને આપણે સમજમાં આવે ત્યારે તે વટવૃક્ષ બની ગયુ હોય છે. ભોંયરુ બનાવી દીધા બાદ તેનો ખાસ ઉપયોગ ન હતો. અમે ફાલતુ જ તેનો ઉપયોગ કરતા હતા. ઇતિહાસના પુસ્તકો વાંચતા વાંચતા મારા હાથમાં એક રહસ્ય આવી ગયુ. ખુબ જ અદભુત અને મહાન વસ્તુ મારા હાથમાં લાગી ગઇ. એ મને મળી તો ગઇ પરંતુ મને ખુબ જ ડર લાગ્યો કે ...વધુ વાંચો

7

રહસ્ય એક ચાવીના જુડાનું - 7

રહસ્ય એક ચાવીના જુડાનું પ્રકરણ : 7 ઘણા સૈકા પહેલા એક પુરાતન સાધુ મહારાજે આ અદ્ભુત વસ્તુ જેને પ્રાચીન “ઇચ્છાપુર્તિ યંત્ર” નામથી ઓળખવામાં આવતુ હતુ. તેના ઉપયોગ દ્રારા માણસનો કોઇ પણ જાતનો ગંભીર રોગ આસાનીથી મટી શકે છે. માણસનો ગમે તેવી ઇચ્છા સરળતાથી પુરી થઇ શકે છે. માણસ પોતાના મગજને કંટ્રોલ કરી અગાથ શક્તિ મેળવી શકે છે. ટુંકમાં કહુ તો જેની પાસે આ યંત્ર આવે તે સર્વ શક્તિમાન બની શકે છે. બસ તેનુ મન શુધ્ધ હોય તે જ આ યંત્રની શક્તિનો લાભ લઇ શકે છે. પરંતુ જેમ આ યંત્ર જેટલુ પાવરફુલ છે. તેમ તેનો ઉપયોગ આસાન નથી. તેનો ઉપયોગ ...વધુ વાંચો

8

રહસ્ય એક ચાવીના જુડાનું - 8 - છેલ્લો ભાગ

રહસ્ય એક ચાવીના જુડાનું પ્રકરણ : 8 “મમ્મી પપ્પાનો ફોન છે ને?” “હા પણ તને કેમ ખબર પડી? “યસ, વર્કીંગ મોમ. મે એ જ વિચાર્યુ હતુ કે પપ્પા અત્યારે જ અહી આવી જાય અને જો પપ્પાનો ફોન આવી ગયો, પ્લીઝ રીસીવ તો કર. પપ્પા આવી જ ગયા છે અહી.” “હેલ્લો મેઘના, હુ કયારનો બહાર બેલ વગાડી રહ્યો છુ કયા છો બન્ને મા દીકરી.” “પ્રિયા જલ્દી ઉપર ચાલ. તારા પપ્પા સાચે જ અહી આવી ગયા છે. આ મશીન તો સાચે જ કમાલ છે. ઇટસ વર્ક સક્સેસફુલી.” બધા ખુશીથી જુમી ઉઠયા અને બધા દોડતા ઉપરની તરફ જવા માટે દોડ્યા. “છેલ્લી દસ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો