લાગણીઓનું શીતયુદ્ધ

(84)
  • 40.6k
  • 36
  • 17.3k

પ્રસ્તાવના કોઈ પણ કહાની હંમેશા કોઈ ઘટનના પ્રત્યાઘાત રૂપે જ લખાતી હોય છે. ચાહે તે કોઈ મહાનુભાવની જીવનકથની હોય કે કાલ્પનિક વાર્તા પરંતુ તેના આરંભની સાથે તેની પૂર્ણાહુતિ પણ લખાયેલી જ હોય છે. એક સામાન્ય માણસની પણ જીવનકથની આવી જ હોય છે... સાવ સરળ અને સામાન્ય પરંતુ જો એને જટિલ બનાવતી હોય તો એ છે એક – આપણી અપેક્ષાઓ અને બીજી આપણી વિચારસરણી. ઘણી વાર સત્ય આપણી સામે હોવા છતા પણ આપણે એને પિછાણી શકતા નથી. શક્ય એ પણ છે કે કદાચ આપણે એને સ્વીકારવા જ તૈયાર નથી હોતા. કારણ ફક્ત એટલું જ કે ત્યાં આપણો અહં ઘવાઈ જાય

Full Novel

1

લાગણીઓનું શીતયુદ્ધ - પ્રસ્તાવના

પ્રસ્તાવના કોઈ પણ કહાની હંમેશા કોઈ ઘટનના પ્રત્યાઘાત રૂપે જ લખાતી હોય છે. ચાહે કોઈ મહાનુભાવની જીવનકથની હોય કે કાલ્પનિક વાર્તા પરંતુ તેના આરંભની સાથે તેની પૂર્ણાહુતિ પણ લખાયેલી જ હોય છે. એક સામાન્ય માણસની પણ જીવનકથની આવી જ હોય છે... સાવ સરળ અને સામાન્ય પરંતુ જો એને જટિલ બનાવતી હોય તો એ છે એક – આપણી અપેક્ષાઓ અને બીજી આપણી વિચારસરણી. ઘણી વાર સત્ય આપણી સામે હોવા છતા પણ આપણે એને પિછાણી શકતા નથી. શક્ય એ પણ છે કે કદાચ આપણે એને સ્વીકારવા જ તૈયાર નથી હોતા. કારણ ફક્ત એટલું જ કે ત્યાં આપણો અહં ઘવાઈ જાય ...વધુ વાંચો

2

લાગણીઓનું શીતયુદ્ધ : પ્રકરણ 1

પ્રકરણ – 1 જ્યારે સમય માં બદલાવ આવવાનું શરૂ થાય છે ને ત્યારે બધું જ બદલાઈ જાય છે..., માત્ર જ નહિ જીવન પણ અને એને જીવવાના કારણો પણ ... અને હા, કદાચ સંબંધઓના સમીકરણો પણ....... અનંત, અમદાવાદના મોટા અને પહોળા પરંતુ બીઆરટીએસના ટ્રેકના કારણે ખૂબ જ સાંકડા બની ગયેલા રસ્તા પર અટવાયેલા સિટી ટ્રાફિકને એકીટશે નિહાળી રહ્યો હતો. કોઈ નો'તું જાણતું કે તે શું હતું. પલક ઝપકાવ્યા વગર તે સતત કઈંક વિચારી રહ્યો હતો. એવું લાગતું હતું કે તે તેના ભૂતકાળની સ્મૃતિઓમાં સરી રહ્યો હતો. છેલ્લા થોડા વર્ષોની સ્મૃતિઓ તેમના મનમાં કોઈ ફિલ્મની રીલના ટેપની જેમ પસાર ...વધુ વાંચો

3

લાગણીઓનું શીતયુદ્ધ : પ્રકરણ 2

પ્રકરણ - 2 જિંંદગી જ્યારે પણ કોઈ પણ અજ્ઞાત વ્યક્તિ સાથે તમને મળાવે ત્યારે, સમજી લો એ વ્યક્તિ સાથે તમારો એવો સંબંધ જોડાવા જઈ રહ્યો છે જે આજીવન તમારા માટે યાદગાર બની રહેશે.... નુપૂરના વિક્ષેપ બાદ, અનંતે અનુભવ્યું કે તે થાકી ગયો હતો કારણ કે તે છેલ્લા પોણા કલાકથી બારી આગળ ઊભો હતો. તે આવીને પોતાની રિવોલ્વિંગ ચેર પર બેઠો અને સામેના ટેબલ પર પડેલા બેલની સ્વિચ દબાવીને લાલજીને બૂમ પાડી. લાલજીએ ઘંટડીનો અવાજ સાંભળ્યા પછી કેબિનનો દરવાજો ખખડાવ્યો અને અનંતનો કમ ઈનનો ઓર્ડર સાંભળ્યા પછી અંદર પ્રવેશ્યો. જે રીતે લાલજી અનંતની પસંદગી અને એના ડેઈલી રૂટિન ...વધુ વાંચો

4

લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 3

પ્રકરણ – 3 ઘણું બધું કહેવું હતું તમને, પણ .... ક્યારેક તમે ન મળ્યા .... ક્યારેક શબ્દો ન મળ્યા કેબિનની અંદર, પોતાની રિવોલ્વિંગ ચેર પર અનંત, વૈભવી સાથેની તેની છેલ્લી રાતની વાતચીત ફરીને ફરી વાંચી રહ્યો હતો, જે ઘણા લાંબા સમય પછી બની રહેલી ઘટના હતી. આટલો મોટો બિઝનેસ હોવા છતાં અનંત ભાગ્યે જ પોતાના હેન્ડસેટને જરૂર કરતાં વધુ વાપરતો. જે રીતે એ પોતાની ચેટને અનિમેષ નજરે જોઈ રહ્યો હતો, એવું જણાઈ રહ્યું હતું કે જાણે તે પોતે તેમાં સમાવા જઈ રહ્યો હતો. એ ચેટના એકેએક શબ્દો જાણે એને પોતાની તરફ ખેંચી રહ્યાં હતા. જીવનમાં આમ પણ અમુક સંબંધો ...વધુ વાંચો

5

લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 4

પ્રકરણ - 4 ક્યારેક તમે પોતે તમારો શિષ્ટાચાર પસંદ નથી કરતા, સામેની વ્યક્તિનો સ્વભાવ કે એનું અમુક પ્રકારનું વર્તન એવું કરવા મજબૂર કરે છે.... "સર ?", નુપૂરએ અનંતને પૂછ્યું. કોઈ પણ ઓફિસમાં નહોતું. તે વરસાદી સાંજે લગભગ 7.30 વાગ્યા હતા. તેથી તે બારણું ખખડાવ્યા વગર જ કેબિનમાં દાખલ થઈ. અનંત તરફથી પ્રત્યુત્તરમાં કોઈ પ્રતિક્રિયા ન હતી. "સર, તમે જાગો છો ?", તેણે ફરી પૂછ્યું. "હમ્મ ..", અનંતે કેટલાક નફરતભર્યા અનંતમાં જવાબ આપ્યો અને તે જ સમયે નુપૂરએ અનંતના ગાલ પર લસરીને જઈ રહેલું અશ્રુબિંદુ જોયું. "સર, શું થયું ? કોઈ સિરિયસ બાબત છે ? ", જેવી નુપૂર અનંતની ...વધુ વાંચો

6

લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 5

પ્રકરણ - 5 અમુક વાર તમારો એટિટ્યૂડ જ તમારું સર્વસ્વ બની જાય છે, અને તે કરવું જરૂરી છે .... "છેવટે મે શોધી જ લીધું ...", ઉત્સાહિત અવાજ સાથે ધ્રુવલે ચીસ પાડી. "શું છે યાર,સવાર સવારમાં બખાડા કરે છે ને કોને શોધી લીધી તે ?", ધ્રુવલના ખોળામાં જ સૂઈ રહેલા અનંતે પોતાના ચેટ્સને સ્ક્રોલ કરતાં કરતાં ચિડાઈને પૂછ્યું. "તારી ડ્રીમ ગર્લ, મૂરખા", ધ્રુવલે અનંતની મજાક કરી. "વૈભવી ??", અનંત એ નામ બોલતા જ શરમાઈ ગયો અને મિસાઈલની ગતિએ ધ્રુવલના હાથમાંથી એનો ફોન છીનવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે તેવું કરી ન શક્યો. સમયનાં ઘણા લાંબા અંતરાલ પછી ધ્રુવલ અને અનંત એક ...વધુ વાંચો

7

લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 6

પ્રકરણ - 6 માણસ હંમેશા પોતે જાતે લીધેલા નિર્ણયોથી જ શીખે છે – સાચા સમયે લીધેલા ખોટા નિર્ણયો... વૈભવી ... વૈભવીના કાનમાં કેટલાક અંતરથી એક મીઠો મધુરો અવાજ સંભળાયો હતો. તે મધુર અવાજ નિયતિનો હતો. નિયતિ એક માસૂમ દિલની, નિર્દોષ, સુંદર અને બધાની પરવા કરતી છોકરી હતી. તે પણ અનંતની જેમ એવા ઘણા સમય અને સંજોગોથી એટલી પરિચિત હતી, જેમાં તેણીએ અંતિમ નિર્ણય તરીકે કોઈ એક જ વિકલ્પ પસંદ કરવો પડ્યો હોય. તે પોતાની ઉમર કરતાં વધુ પરિપક્વ અને ઘડાયેલી વ્યક્તિ હતી. કોઈ એવું માની જ ન શકે કે સામાન્ય દેખાતી છોકરીની વિચારસરણીનું સ્તર આટલું ઊંચુ પણ હોઇ શકે ...વધુ વાંચો

8

લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 7

પ્રકરણ - 7 ક્યારેક આપણે એવી ઘટનામાં સમાહિત થવું પડે છે, જેની આપણને જરાય ઈચ્છા નથી હોતી કારણ કે આપણને કોઈ વ્યક્તિની સમગ્ર જિંદગી બદલનાર પરિબળ તરીકે નિયુક્ત કર્યા હોય છે. "હેલો સિસ્ટર", અનંતે નિયતિને મેસેજ કર્યો. "આજે હું એક રહસ્ય ઉજાગર કરવા જઈ રહ્યો છું.", અનંતે બીજો એક મેસેજ નિયતિને કટાક્ષના રૂપમાં મોકલ્યો પણ એ બિચારાને એના જીવનમાં પ્રવેશ લેનાર આગામી ઘટના વિશે જરાય વાકેફિયત ન હતી. અનંતને જરાય ખબર ન હતી કે તે પોતાના હ્રદયની વીણાના એ તારને તોડવા જઈ રહ્યો હતો જે એના ઉદ્વેગના ઘોંઘાટને લયબદ્દ કરવાનો હતો, કારણ કે એ તાર પાસે કોઈ સૂરીલું ...વધુ વાંચો

9

લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 8

પ્રકરણ - 8 ક્યારેક તમારા અંગત લોકો જ તમારી લાગણીઓને એ હદ સુધી ઘાયલ કરી દે છે એ પળે તમને તમારું અસ્તિત્વ જીવતી લાશ સમાન લાગે છે. "અમુક વાર તમે પોતે તમારું વર્તન કે શિષ્ટાચાર પસંદ નથી કરતા, તમારી આજુબાજુ રહેલી વ્યક્તિઓ અને તેમની હરકતો તમને એવા નિર્ણયો લેવા મજબૂર કરે છે..!!!", તેણીએ જવાબ આપ્યો. "પરંતુ મે ક્યારેય તને ગુસ્સે થતા કે મિજાજ ગુમાવતા જોઈ નથી." અનંતે વાત ચાલુ રાખી. "મારે શા માટે એવું કરવું જોઈએ ?" "કિસ્મત સાથે લડવાનું તો મેં ક્યારનું છોડી દીધું છે. છોડી દીધું છે મેં મારી રાહમાં આવનારા હરેક અવરોધો પર રુદન કરવાનું. ...વધુ વાંચો

10

લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 9

પ્રકરણ - 9 દરેક વ્યક્તિનો એક ભૂતકાળ હોય છે, પરંતુ જીવન અને નસીબ બંને એને જ તક આપે છે, જીવનમાં આગળ વધીને ચાલે છે. અનંતને ક્ષણભર માટે મૂર્છા આવી ગઈ. તે અચાનક નીચે ઢળી પડ્યો. તે પૂર્ણ રીતે અશક્ત હતો. તેને ચક્કર આવી ગયા. અચાનક આવી ગયેલા વાવાઝોડા પછીના વાતાવરણની જેમ શાંત થઈ ગયો હતો. તેની આંખોમાં ઝળઝળિયા આવી ગયા હતા. તેનો ચહેરો ત્રીજા આઘાતની સાથે જ નિસ્તેજ થઈ ચૂક્યો હતો. ઉપરાઉપરી તેણે તાજેતરમાં જ આઘાત અને પ્રત્યાઘાત – બંનેનો સામનો કર્યો હતો, માત્ર ક્ષણભર પહેલા..... # # # "અમુક વાર દોસ્તી પ્રેમનું સ્થાન લઈ લે છે અને ...વધુ વાંચો

11

લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 10

પ્રકરણ - 10 અમુક જખમોને ક્યારેય રૂઝ નથી આવી શકતી... વર્ષો વીત્યાં પછી પણ... અને કોઈના આવ્યા પછી પણ... હજી પણ અનંતે તેનો હાથ પકડી રાખ્યો હતો અને એને સતત પોતાની તરફ ખેંચી રહ્યો હતો, છેવટે નુપૂરએ પોતાનો હાથ પાછો ખેંચ્યો અને અનંત એના વિચારોની ગર્તામાંથી બહાર આવ્યો. એની આંખોમાં આછકલાં આંસુની સાથે સાથે થોડી શરમની લાલી પણ હતી. # # # દિવસો પસાર થયા... મહિનાઓ પસાર થયા... વર્ષો પસાર થયા... .... અને અનંતના જીવનનો એક નવો દાયકો શરૂ થયો હતો. તેણે પોતાને પહેલાં જે હતો એના કરતાં સંપૂર્ણ રીતે બદલી નાખ્યો હતો અને જે રીતે તેને અપમાનિત કરવામાં ...વધુ વાંચો

12

લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 11

પ્રકરણ - 11 જો તમે જીવનનો પ્રવાસ સંપૂર્ણ આરામ સાથે કરવા માંગો છો,તો આશા અને અપેક્ષાઓના પોટલાં શક્ય તેટલાં કરી દો.... પરંતુ, એક દિવસ એક એવી દુર્ઘટના ઘટી, જે ઘટવી ન જોઈતી હતી. એક રીતે, તે કોઈ દુર્ઘટના ન હતી પરંતુ બીજી રીતે તે એવી ઘટના હતી, જે નુપૂરને અનંતના જીવનથી દૂર કરી દેવાની હતી - કદાચ કાયમ માટે.....!!! ધીમે ધીમે નુપૂર અનંતની નજીક આવી રહી હતી અને અનંત પોતે એ વાતથી પરિચિત હતો - જ્યારે પણ તે પોતાની ડાયરી લખતો, લખ્યા બાદ હંમેશા તેને પોતાના લોકરમાં મૂકતો, પણ એક દિવસ તે પોતાના રૂટિનમાં ગફલત ખાઈ ગયો અને ...વધુ વાંચો

13

લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 12

પ્રકરણ - 12 જ્યારે અમુક રહસ્યો ઉજાગર થવાના હોય ત્યારે, ન તો એને રોકી શકાય છે કે ન તો રાખી શકાય છે. કારણ કે કુદરતે તેને નિશ્ચિત સમયે જ ઉજાગર કરવાનો કારસો રચ્યો હોય છે. આખી રાત દરમ્યાન, નુપૂરે અનંતની અંગત ડાયરી વાંચી નાખવા માટે એક પણ ક્ષણ જવા દીધી ન હતી. લગભગ તેણે બધા જ પન્ના, કારણો, બનાવો, સંજોગો, જેમાંથી પસાર થયા પછી અનંત આવો કડક, ખડ્ડૂસ અને નિષ્ઠુર બની ગયો હતો. ઘણી વખત નુપૂરના મનમાં અનંતના આ વિચિત્ર વર્તાવને લગતા પ્રશ્નો ઉદભવતા હતા, પરંતુ આજે તેણે એક જ રાતમાં એ તમામ સવાલોના જવાબોને મેળવી લીધા હતા. ...વધુ વાંચો

14

લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 13

પ્રકરણ - 13 દરેક વ્યક્તિ ટેવાયેલું હોય છે બીજાના અંગત જીવનમાં જોવા માટે, પરંતુ પોતાના જીવન તરફ તેઓને એક નાખવાનો સમય પણ નથી હોતો. દિવસ બદલાયો. સમય બદલાયો પણ અનંત સિવાય બધુ જ સામાન્ય હતું. તે હંમેશા જેવો રહેતો હતો, તેવો આજે ન હતો. તેનામાં કંઈક બદલાયું હતું. કદાચ તે નવી શરૂઆતનો વિચાર હતો. પરંતુ શાની શરૂઆત? શું બાકી રહ્યું હતું ? ન તો એ સ્મિત જે હંમેશા તેના ચહેરા પર રહેતું હતું, ન તો નુપૂર, જે તેના એ સ્મિતનું કારણ એકમાત્ર કારણ હતી. દરેક વ્યક્તિના જીવનમાં એક સમય તો એવો આવે જ છે કે જેમાં દરેક વ્યકિત ...વધુ વાંચો

15

લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 14

પ્રકરણ - 14 તમે પોતાને એ સ્થળ પર રોકાવા માટે કદી નહિ રોકી શકો, જ્યાં તમારી ઈચ્છાઓ અને તમારા વ્યક્ત કરવા બદલ રોકવામાં આવતા હોય છે. આંખોમાં આંસુ અને મનમાં ફરી વાર કોઈને પ્રેમ કરવાના પોતાના નિર્ણય પર પસ્તાવો કરી રહેલી નુપૂર પોતાના અપમાનના એ આઘાતને જીરવતાં જીરવતાં, અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટની વેઈટિંગ રો માં ખુરશી પર બેઠી હતી. તેણે હંમેશ માટે અમદાવાદ છોડવાનું નક્કી કર્યું હતું. છેલ્લા બે દિવસમાં તેણે જે કઈં પણ પોતાની સાથે ઘટતા જોયું તે પછી કોઇ પણ અપમાનનો સામનો કરવા માટે હવે તે પૂરતી સક્ષમ ન હતી. અનંતના કડવા વચનોએ તેને સંપૂર્ણ રીતે તોડી ...વધુ વાંચો

16

લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 15 - છેલ્લો ભાગ

પ્રકરણ – 15 કોઈ પણ સ્ત્રીને અપમાનિત કરવાની દિશામાં પગલું લઈ રહેલા દરેક વ્યક્તિએ પોતાના અસ્તિત્વના અંતની તૈયારી રાખવી જોઈએ. હવે અનંત પાસે નુપૂર સુધી પહોંચવા માટે ફક્ત 30 મિનિટનો સમય બચ્યો હતો. અનંતને અચાનક જ યાદ આવ્યું કે પેલા અજાણ્યા નંબરથી આવેલા કોલમાં તેને તેની કારની ડેકી ભૂલ્યા વગર તપાસી લેવાનો આદેશ મળ્યો હતો, પરંતુ તે તો પોતાની કાર કિલોમીટરો દૂર પાર્ક કરી ચૂક્યો હતો. તે શક્ય તેટલી વહેલી તકે એરપોર્ટ પર પહોંચવા માટે શક્ય તેટલા મોટા પગલાં લઈ રહ્યો હતો. થોડી મિનિટો પછી તે એરપોર્ટના મેઈન ગેટ પહેલાંના છેલ્લા ચાર રસ્તા પાર કરતી વખતે, ઉતાવળમાં હતો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો