એક ચાલ તારી એક ચાલ મારી

(3.5k)
  • 196.6k
  • 157
  • 82.4k

રોજ સવારે ગરમ ગરમ ચાના કપ સાથે આપણે એક સમાચારરૂપે વાર્તા વાંચીએ છીએ. એ વાત અલગ છે કે એ વાત આપણા મન પર ત્રીસ સેકન્ડ પણ રહેતી નથી. પરંતુ આ જ વાત જયારે નાની નાની બૂંદનો એક મહાસાગર બને ત્યારે એને નામ મળે નવલકથાનું. એક ચાલ તારી એક ચાલ મારી નવલકથાની વાત પણ એવી જ રહી. આકર્ષણ, મોહ, લાલચ, લાલસા અને એમાંથી જન્મ લેતાં લાવા જેવા વેરની વાત. ગ્લેમરવર્લ્ડની પાછળ રહેલી કાલિમાથી કોઈ અજાણ નથી. દરિયાપાર રહેલાં તત્વો ત્યાં બેસીને દોરીસંચાર દ્વારા ક્યાં કેવી રીતે હકુમત ચલાવે છે તે પણ સહુ જાણે છે. સુંદર કાયા અને મહત્વકાંક્ષી દિમાગ ધરાવનાર વ્યક્તિએ ટોચ પર પહોંચવા કઈ કક્ષાએથી ગુજરવું પડે છે એ બધી આપવીતીથી કોઈ અજાણ નથી. આખેઆખી યુવાન પેઢીને ડ્રગના નશામાં ગુમરાહ કરનારી કાર્ટેલના મહોરાં પાછળના ચહેરા છતાં થઇ જાય પછી પણ સફેદપોશ નકાબમાં આપણી વચ્ચે રહે છે. આ બધા ઝંઝાવાતમાં સૌથી બદનામ નામ કોઈનું હોય તો તે છે પોલીસતંત્ર. પોલીસનો ચહેરો જેટલો બદનામ છે એ એટલો ખરાબ હોય છે આ બધી વાસ્તવિકતા આંશિક કલ્પનાના રંગથી આલેખાતી ગઈ છે. પહેલી નજરે શાંત સરોવર લગતી વાર્તા ધસમસતી નદીનું સ્વરૂપ લેતી ગઈ. જેને નામાંકિત મેગેઝીન ચિત્રલેખા માં ધારાવાહિક તરીકે વાચકો એ વધાવી લીધી હતી. સૌથી મહત્વની એક વાત. આ નવલકથાના પાત્રો કાલ્પનિક છે પણ ..... પણ .... આપણી આજુબાજુ મળી જાય એવા લોકો છે. શક્ય છે તમને ક્યારેક ભેટો પણ થયો હોય .... નવલકથા વિષે અભિપ્રાય જાણવાની ઉત્સુકતા તો કોઈ પણ લેખકને હોય. જણાવશો તો આભારી થઈશ. So Happy reading ..... પિન્કી દલાલ

Full Novel

1

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 1

રોજ સવારે ગરમ ગરમ ચાના કપ સાથે આપણે એક સમાચારરૂપે વાર્તા વાંચીએ છીએ. એ વાત અલગ છે કે એ આપણા મન પર ત્રીસ સેકન્ડ પણ રહેતી નથી. પરંતુ આ જ વાત જયારે નાની નાની બૂંદનો એક મહાસાગર બને ત્યારે એને નામ મળે નવલકથાનું. એક ચાલ તારી એક ચાલ મારી નવલકથાની વાત પણ એવી જ રહી. આકર્ષણ, મોહ, લાલચ, લાલસા અને એમાંથી જન્મ લેતાં લાવા જેવા વેરની વાત. ગ્લેમરવર્લ્ડની પાછળ રહેલી કાલિમાથી કોઈ અજાણ નથી. દરિયાપાર રહેલાં તત્વો ત્યાં બેસીને દોરીસંચાર દ્વારા ક્યાં કેવી રીતે હકુમત ચલાવે છે તે પણ સહુ જાણે છે. સુંદર કાયા અને મહત્વકાંક્ષી દિમાગ ધરાવનાર વ્યક્તિએ ટોચ પર પહોંચવા કઈ કક્ષાએથી ગુજરવું પડે છે એ બધી આપવીતીથી કોઈ અજાણ નથી. આખેઆખી યુવાન પેઢીને ડ્રગના નશામાં ગુમરાહ કરનારી કાર્ટેલના મહોરાં પાછળના ચહેરા છતાં થઇ જાય પછી પણ સફેદપોશ નકાબમાં આપણી વચ્ચે રહે છે. આ બધા ઝંઝાવાતમાં સૌથી બદનામ નામ કોઈનું હોય તો તે છે પોલીસતંત્ર. પોલીસનો ચહેરો જેટલો બદનામ છે એ એટલો ખરાબ હોય છે આ બધી વાસ્તવિકતા આંશિક કલ્પનાના રંગથી આલેખાતી ગઈ છે. પહેલી નજરે શાંત સરોવર લગતી વાર્તા ધસમસતી નદીનું સ્વરૂપ લેતી ગઈ. જેને નામાંકિત મેગેઝીન ચિત્રલેખા માં ધારાવાહિક તરીકે વાચકો એ વધાવી લીધી હતી. સૌથી મહત્વની એક વાત. આ નવલકથાના પાત્રો કાલ્પનિક છે પણ ..... પણ .... આપણી આજુબાજુ મળી જાય એવા લોકો છે. શક્ય છે તમને ક્યારેક ભેટો પણ થયો હોય .... નવલકથા વિષે અભિપ્રાય જાણવાની ઉત્સુકતા તો કોઈ પણ લેખકને હોય. જણાવશો તો આભારી થઈશ. So Happy reading ..... પિન્કી દલાલ ...વધુ વાંચો

2

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 2

અગર કોઇ કસૂર હૈ તો સિર્ફ મેરા હૈ કિ મૈંને તુમ જૈસે ઈન્સાન સે પ્યાર કિયા… પર યે મેરી મેં પલનેવાલી જાન ક્યા કસૂર ઉસે ક્યા માલુમ કિ ઉસ્કા જન્મદાતા હી ઉસકા અસ્તિત્વ મિટાના ચાહતા હૈ... સલોની વીસ મિનિટથી આ લાંબોલચક જડબાતોડ ડાયલોગ યાદ રાખવાનો પ્રયત્ન કરી રહી હતી. શોટ તૈયાર હતો અને સલોનીના સીનને કારણે શૂટીંગ રખડ્યું હતું. ક્યા અક્કલના ઓથમીરે લખ્યા છે આ ડાયલોગ્ઝ … સલોનીને પોતાના હાથમાં રહેલી સ્ક્રિપ્ટના લીરે લીરાં કરી ડિરેક્ટરના મોઢા પર મારવાનું મન થઈ આવ્યું હતું, પણ એવા ઘમંડી અને અનપ્રોફેશનલ થવાનો સમય હજી પાક્યો નહોતો. ...વધુ વાંચો

3

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 3

હોટેલ તાજના રાજપૂતાના સ્યુટના ખૂણે ખૂણે આબિદા પરવીનના કંઠનો જાદુ પ્રસરી ચૂક્યો હતો અને એમાં કેફ ભરી રહી હતી લાલિત્યપૂર્ણ અદા. અસામાન્ય રૂપ, બુદ્ધિપ્રતિભા અને ગરિમાભર્યા સોફિસ્ટિકેશનથી ગૌતમ અંજાઇ રહ્યો હતો. પાંચ ફીટ ચાર ઇંચ જેટલી ઓછી ઊંચાઇની કમી નફીસાના હિમમાં તરાશેલી કવિતા જેવાં ફીચર્સ ને ફિગર ઢાંકી દેતા હતાં. ...વધુ વાંચો

4

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 4

‘સલોની.... શું છે આ બધું ’ સેલફોનના સામા છેડેથી ગૌતમનો સ્વર ચિંતાભર્યો હતો, પણ સલોનીને લાગ્યું કે એમાં ઓછી ને ઔપચારિકતા અને રોષની માત્રા વધુ હતી. ‘ઓહ, જરા તબિયત શું ખરાબ થઇ.... આ મિડીયા’ ગૌતમનો પ્રતિભાવ જાણવા સલોનીએ વાક્ય અધૂરૂં ક છોડ્યું. ક્ષણભર માટે બંને વચ્ચે મૌન પથરાઇ ગયું. ‘... પણ ગૌતમ, યુ ડોન્ટ વરી પ્લીઝ, જેવું બધું છપાયું છે એવું હરગિજ નથી.’સલોની બોલી તો હતી સપાટ સ્વરે, પણ મગજમાં હવે શું સ્ફોટ કરવો એની મથામણ ચાલી રહી હતી. ...વધુ વાંચો

5

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 5

‘પપ્પુ, કહાં હો આજકલ ‘ સામેવાળો ફોન ઊચકીને હલો બોલ્યો ત્યાં તો સીધું તીર જ છોડ્યું વિક્રમે. ‘અરે ! શેઠ, બહોત દિન કે બાદ.... ‘પપ્પુ પારધી એના માવાથી પીળા, કાબરચીતરાં થયેલાં દાંતને દીવાસળીથી ખોતરતાં બોલ્યો : ‘આજકાલ યાદ નહીં કરતે હમેં.... !’ ‘અરે, પપ્પુ, ખાલીપીલી કિસી કો પરેશાન કરના મેરી આદત નહીં... તું તો જાનતા હી હૈ... હાં, પર અભી કામ કી બાત હૈ, બોલ, કબ ફોન કરું પપ્પુ પારધી થોડી હેરત પામી રહ્યો : શું વાત છે ! વિકી શેઠ પોતાને ફોન કરીને ટાઇમ માંગે છે! ...વધુ વાંચો

6

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 6

વરંડામાં બેઠેલા વિકીએ સામે ઘૂઘવી રહેલા સાઉથ ચાઇના સીની છાતી પર સરકી રહેલી પેસેન્જર ક્રુઝ પર ટેલિસ્કોપ ફોકસ કર્યું. કલાકની સફર કરાવતી આ શિપના ડેક પર ચાલતાં નાચ-ગાન એની વેરાન જિંદગીમાં જીવંતતાની એકમાત્ર નિશાની હતા. દ્દરિયાકિનારે જ પથરાયેલા રહેણાંક વિસ્તારનું જેસલટન હાઇટ્સ એક્દંડિયો મહેલ હતો. અગિયારમા ફ્લોરનુ પેન્ટહાઉસ ને એમાં વસતો એકલો અટુલો જીવ નામે વિકી. .... આ તે કંઈ જિંદગી છે ...વધુ વાંચો

7

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 7

બદરી, બાબા કો બુલાવ...’ મોડી સવારના બહારગામથી આવેલા ગુરુનામે હજુ ઘરમાં પગ નહોતો મુક્યો ને હૂકમ છોડ્યો. ગુરુનામના અવાજમાં કરડાકી સાંભળી વર્ષો જુનો વિશ્વાસુ બદરી સહેમી ગયો. નક્કી આજે ફરી બાપ-દીકરાની જબરજસ્ત જામી જવાની... ટેબ્લોઇડમાં છપાયેલી સ્કુપ જેવી પિક્ચર સ્ટોરી જોઇને ગુરુનામ વિરવાનીના મગજ પર જાણે સાત - સાત હેલિકોપ્ટર્સ એક સાથે લેન્ડિંગ કરી રહ્યાં હોય એવો ત્રાસ એમના ચહેરા પર સ્પષ્ટ ચિતરાઇ ગયો હતો. ...વધુ વાંચો

8

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 8

અડધા કલાકથી તપસ્વીની જેમ વાટ જોઈ રહેલા વિક્રમને ફિશિંગ રોડ પર ભાર વર્તાયો. વજન પરથી તો લાગતું હતું કે મોટું માછલું જ હોવાનું. એ વિચારમાત્રએ મનને હળવાશ આપી હોય એમ વિક્રમના કપાળ પર તંગ રહેલી રેખા જરા હળવી થઈ ગઈ. આખી રાત અજંપામાં વીતી હતી. એ ચચરાટને દૂર કરવા માટે પણ ફિશિંગ જેવી પ્રવૃત્તિ જરૂરી હતી. પરંતુ કુદરત જાણે અહીં પણ યારી નહોતી આપતી. દોઢ કલાક થી વધારે સમય વીતી ગયો. એક નાની માછલી પણ ન સપડાઈ ત્યારે વિક્રમને થયું કે આ વાત કોઈ ભાવિ વરતારો તો નથી કરતી ને... ...વધુ વાંચો

9

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 9

દિલ્હી દૂર સહી, નામૂકીન નહીં... મરક મરક થતાં વિક્રમે રિસ્ટવોચમાં જોયું પછી પોતાનો મોબાઈલ ઊંચક્યો ને આંગળી ઝડપભેર ફરવા કી-પેડ પર... સામે છેડે ફોને રણક્યો અને વિક્રમના હેલ્લો... પછી સામેથી થોડો કાંપતો સ્વર સંભળાયો. ‘કોણ છો સોરી, ઓળખાણ ન પડી.’ અનંતરાવ દેશમુખને સાંભળવામાં થોડી તકલીફ તો હતી જ, એમાં આ કોઈ લોન્ગ ડિસ્ટન્સ કોલ હોય એટલે કોલ કરનારો બોલે પછી ક્ષણ રહીને આવતા પડઘામિશ્રિત અવાજને કારણે સમસ્યા વધે જતી હતી. ...વધુ વાંચો

10

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 10

‘કોન્ગ્રેચ્યુલેશન્સ મિસ સલોની... યુ હેવ ગૉટ અ ક્યુટ ક્યુટ પ્રિન્સેસ !’ પુરા સત્તર કલાકે ભાનમાં આવી રહેલી સલોનીએ આંખ એ સાથે ડૉ. સારાહે વધામણી આપી. સલોનીની આખો હજુ પુરી રીતે ખુલી શકતી ન હોય એમ ભારથી ઢાળી જતી હતી. અશક્તિએ એવો હલ્લો કર્યો હતો જાણે ઉપલું શરીર ચારણી જેવું બની ગયું હતું અને ઉદરથી નીચેનો ભાગ પથ્થર. ‘મૅમ...’ કપાળ પસવારી રહેલી અનીતાના મૃદુ સ્પર્શથી સલોનીએ આંખ ખોલી ખરેખર દીકરી સંબોધન અનીતાને ગળે આવી ગયું હોય એમ લાગ્યું હતું સલોનીને. જે ગળી જઇ પોતાની હેસિયત જાળવીને અનીતાએ બદલી નાખ્યું હતું. ...વધુ વાંચો

11

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 11

વન મિલિયન ડોલર્સ ! એટલે ઇન્ડિયન રૂપિયા થયા લગભગ છ કરોડ આટલી જંગી રકમની જરૂર સલોનીને અચાનક માટે પડી ! ચીફ ફાઇનાન્સિંગ ઑફિસર ચતુર્વેદીએ જ્યારથી સલોનીએ માગેલાં પૈસાની વાત કરી ત્યારથી ગુરુનામ વિરવાનીનું મગજ રહી રહીને એક જ ચકરાવે ચઢી જતું હતું. સલોનીની સ્વિત્ઝરલેન્ડમાં ડિલિવરી થાય એ અંગેનો નિર્ણય પોતાનો હતો. ગુરુનામે આખી વાત મનમાં રિ-પ્લે કરવી હોય એમ સલોનીને પ્રથમ વાર મળ્યા પછી થયેલા ડેવલપમેન્ટ યાદ કરવા માંડ્યાં. ગૌતમના ગયા પછી સૌપ્રથમ વાર મળવા આવેલી સીધી સાદી સરળ લાગેલી સલોનીના બે રૂપ હોઇ શકે- એક, જે એ પોતે હતી. બીજી, જે પ્રોફેશનલ લાઇફ ડિમાન્ડ કરતી હતી એવું ગ્લેમર મઢ્યો વૈભવ. એમાંથી સાચું શું ...વધુ વાંચો

12

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 12

એરપોર્ટથી ઘરે જવા નીકળેલી સલોનીના દિલમાં ચચરાટ શમવાનું નામ નહોતું લેતો. મહિનાઓ સુંદર-સ્વચ્છ દેશમાં ગાળ્યા પછી મુંબઇ એરપોર્ટ પર તો જાણે એવું પ્રતીત થયું કે ચહેરા પર કોઇ ગંદું કપડું ઘસી દીધું હોય. વાતાવરણમાં બાફ સાથે કોઇ આછેરી દૂર્ગંધ શામેલ હતી, જે કદાચ બહાર વિદેશમાં લાંબા વસવાટને કારણે જણાઇ રહી હતી. બાકી તો એ જ કોલાહલ.. એ જ ગંદકી... ક્યાં કઇ બદલાયું હતું અનીતા અને પરી સાથે રિસીવ કરવા આવેલી કારમાં સલોની ગોઠવાઇ તો ખરી, પણ મનમાં ઉદ્દભવેલા રંજનું કારણ પણ કદાચ આ કાર જ હતી ને ! ...વધુ વાંચો

13

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 13

મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇ-વે પર સલોનીની હોન્ડા સિટી જાણે ટેસ્ટડ્રાઇવ પર હોય એમ એના સ્પીડોમીટરમાં એકસોવીસનો આંક વારંવાર ફ્લેશ થતો મગજમાં ઊમટેલું ચક્રવાત પોતાને ક્યાં, કઇ દિશામાં ફંગોળવા માંગતું હતું વિચારોના અડાબીડ જંગલમાં સલોની એવી ભૂલી પડી ગઇ હતી કે જાણે એમાંથી બહાર નીકળતાં એના પગ અજાણતાં જ એક્સિલેટર પર પ્રેશર વધારતા જતા હતા. કોનાથી ભાગવાનું ક્યાં સુધી ભાગવાનું સલોનીના મનાં આ બે પ્રશ્ર્ન વારંવાર ઊઠતા-પરિસ્થિતિથી, આસપાસ્ના લોકોથી, અમાહોલથી દૂર ભાગવું હતું કે પોતાની જાતથી જ એ દૂર ભાગી જવા માંગતી હતી ...વધુ વાંચો

14

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 14

‘સલોની... આવો. દીકરા... આ સુનું ઘર તમારી રાહ જુએ છે...’ બ્લુ બર્ડ મેન્શનના તોતિંગ મેઇન ગેટમાંથી અંદર પ્રવેશી ઊભી ને ત્યાં જ નજરે ચઢ્યા પોર્ચમાં રાહ જોઇ રહેલા ગુરુનામ વિરવાની. દીકરાની વહુને વધાવવાના ઓરતાં હોય એવો હરખ આંખમાં લઇ ઊભા હતા. ‘બદરી... વહુ પહેલી વાર ઘરમાં પગલું માંડે છે... ખ્યાલ છે ને ’ ગુરુનામે સાથે ઊભેલા પોતાના વિશ્વાસુ બદરીનાથને કહ્યું. ‘જી, માલીક... તમામ તૈયારી થઇ ચૂકી છે.’ બદરીએ ઇશારો કર્યો અને ગુજરાતી ઢબે ગુલાબી જરીવાળી સાડી પહેરેલી પ્રૌઢા હાથમાં થાળી લઇને આગળ આવી. ...વધુ વાંચો

15

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 15

ચસોચસ બંધ ફ્રેંચ વિન્ડોમાંથી નજરે ચઢતો હતો દરિયો. મધરાત થઇ ચૂકી હતી, છતાં એ તો પોતાની મસ્તીમાં ચૂર એમ વધુ ઉન્માદથી ગાઇ રહ્યો હતો. એ નાદ સલોનીના કાન સુધી પડઘાતો હતો. ક્યારેય ન જોયેલી, અનુભવેલી ઉપેક્ષાની ખારી લાગણી વારે વારે આંખમાં આવી વહી જતી રહી. ગુરુનામ વિરવાની આટલા નિષ્ઠુર બની શકે એવી તો પોતે સપનેય કલ્પના કરી નહોતી અને આશુતોષ... હવે એ દરવાજો તો ગણવો જ નકામો. એ તો હવે વન-વે સ્ટ્રીટ હતી ! ...વધુ વાંચો

16

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 16

‘વ્હોટ, બેબી નથી વૃંદા પણ નથી !’ અનીતાનો ફોન સલોનીને રીતસર થથરાવી ગયો. બેબીની સાથે પણ ગૂમ થઇ જવું શું સુચવતું હતું સલોનીના મગજમાં ઝબકારો થયો : ઓહ,એનો અર્થ એ કે વિક્રમના લાંબા હાથ મુંબઇ સુધી પણ પહોંચે છે ! બીજા શબ્દોમાં વિરવાનીની કંપની દ્વારા સેવામાં તહેનાત થયેલી વૃંદા ખરેખર તો વિક્ર્મની ભેટ હતી, વિરવાનીની નહીં અને પોતે પણ કેટલી ગાફેલ ! વૃંદાની અપોઇન્ટમેન્ટ માટે વિરવાનીની ઑફિસ પર એક ફોન કરી તપાસ સુદ્ધાં ન કરી.... હવે શું ...વધુ વાંચો

17

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 17

‘મૅમ... આ જુઓ તો ખરાં...’ અનીતાના અવાજમાં અચરજ સાથે હળવા ભયની માત્રા ભળી હોય એમ સ્વર થોડો ઊંચો હતો. ગાર્ડનના સ્વિંગ પર ઝૂલતાં ઝૂલતાં શૂન્ય નજરે ક્ષિતિજ સામે તાકી રહેલી સલોનીને એથી કંઇ નવાઇ ન લાગી હોય એમ એણે જવાબ આપવાનુ ટાળ્યું. વૃંદાના આગમન પછી અનીતાનું વર્તન ફરી ગયું હતું. અસૂરક્ષિતતાની લાગણી કે પછી મૅમ પરનો માલિકીભાવ... કે પછી પોતાની એકહથ્થુ સત્તાના કિલ્લાની રાંગમાં પડેલું છીંડુ ! જે પણ કારણ હોય,અનીતા વૃંદાનો વાંક શોધવાની એકેય તક જતી ન કરતી, એટલું જ નહીં એ એની પાછળ એવી પડી ગયેલી કે એક બપોરે વૃંદાએ જાતે જ નોકરી છોડવાની વાત કરી : ...વધુ વાંચો

18

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 18

આયર્નના ટેબલના ગ્લાસટૉપ પર ખૂબીસૂરત રીતે સજાવાયેલી હતી હતી ચાંદીની પાનપેટી, અત્તરદાની અને એક ફ્રેમ.... ફ્રેમમાં જડાયેલી તસ્વીર જોઇ કુતુહલતા ન રોકી શકી સલોની. ઓહ, સુદેશ સિંહ અને એની પત્ની.... ફોટોગ્રાફ કદાચ વીસેક વર્ષ જૂનો હતો. સલોનીએ અનુમાન લગાવ્યું. ક્યાંય સુધી જોતી રહી ગઇ સારસબેલડી જેવી તસ્વીરને : સુદેશ સાથે.... પત્ની જ હશે.. સુંદર પણ છે ને ટેસ્ટફુલ પણ... યુનિક કૉમ્બિનેશન... પોતે આજે જરા વધુ પડતી ડ્રેસઅપ થઇને તો નથી આવી ગઇ ને સલોનીને પહેલીવાર પોતાની ડ્રેસિંગ સેન્સ માટે સંદેહ થયો. ...વધુ વાંચો

19

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 19

ટેરેસમાં વ્યગ્ર, બેચેન આંટા મારી રહેલા વિક્રમને પ્લાનિંગ માટે સમય ન આપવો તેમ લોકલ સીમ વાળો મોબાઇલ રણક્યો. ફોન હતી લતા કાન્તા. મૂળ ઈન્ડિયન ઓરિજિનની લતા ચાર પેઢીથી મલેશિયામાં જ સ્થાયી થઇ હતી. દક્ષિણ ભારતીય પરિવારની લતાએ કોઇ ખાસ મૈત્રી વિના જ વિક્રમને આ જેસલટન હાઇટ્સવાળું એપાર્ટમેન્ટ મેળવી આપવામાં ભારે મદદ કરી હતી : ‘વિક્રમ, આ કોલ સાથે રેન્ટની બાકી રકમ માટે તને યાદ કરાવવું સારું તો નથી લાગતું, પણ આઇ એમ ડુઇંગ માય ડ્યૂટી...’ ...વધુ વાંચો

20

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 20

‘સલોની, કંઇક નક્કર થયું કે પછી મારે....’ વિક્રમ ધમકીભર્યો સ્વર ઘૂંટે એ પહેલાં જ સલોનીએ એને આંતર્યો : ‘વિક્રમ, લગભગ થઇ જશે. એ પણ એક ઇન્સ્ટોલમેન્ટની... પણ સાંભળ, એ હું તારા બેન્ક એકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર નહીં કરી શકું. એ માટે તારે ઇન્ડિયા તો આવવું જ પડશે.’ બસ, આ હતી સલોની સાથે છેલ્લી વાતચીત, જે વિક્રમને બહુ વ્યાકુળ કરી ગઇ હતી. ...વધુ વાંચો

21

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 21

યેસ, સુલેમાન સરકાર... બસ, હવે હું ત્યાં પહોંચી જ રહ્યો છું ! સંદાકાન પોર્ટ પર હવે પહોંચ્યા વગર ઉદ્ધાર નથી. આળસ મરડીને મનોમન નિશ્વય તો વિક્રમે કરી લીધો, પરંતુ એ પહેલાં લતા કાન્તાની કદાચ છેલ્લી વાર મદદની જરૂર તો પડશે એ વિચારીને એનો ફોન જોડ્યો : ‘લતા, નાઉ આઈ નીડ યોર હેલ્પ, તારી મદદ જોઇશે...’ વિક્રમે એના શબ્દ-સ્વરમાં ભારોભાર સંકોચની લાગણી ઉમેરી. ‘વિક્રમ, મેં તો તને પહેલાં જ કહ્યું હતું : જે હેલ્પ જોઇએ સંકોચ વગર કહેજે. બોલ, શું હેલ્પ કરું ’ લતાને થયું, કદાચ વિચાર ફર્યો હોય તો વિક્રમ ઑનલાઇન ટિકિટ બુક કરવા કહેશે. ...વધુ વાંચો

22

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 22

અડધા કલાકમાં ફોન કરું છું... કહીને આશા બન્ધાવનાર અબ્દુલનો ફોન કલાક પછી પણ ન આવ્યો એટલે વિક્રમનો જીવ અદ્ધર ગયો. આ બોલબચન ક્યાંક પાછો હાથતાળી આપીને છટકી ન જાય... જોકે વધુ અકળાવતી ઘડી ન લખાયેલી હોય તેમ મોબાઇલ ફોન રણક્યો. સ્ક્રીન પર અબ્દુલનું કોડ નામ અમીપ્રસાદ ઝબકી ઊઠતાં વિક્રમને હાશ થઇ. ‘વિક્રમ, ધ્યાનથી સાંભળ..’ અબ્દુલનો અવાજ વિક્રમને કાળજામાં ટાઢક આપતો રહ્યો : ‘આવતી કાલે એક કાર્ગો શિપ નીકળી રહી છે બ્લુ મૂન. એમાં એરેન્જમેન્ટ થઇ ચૂકી છે. તારે હવે શું કરવાનું છે એ સાંભળી લે...’ ...વધુ વાંચો

23

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 23

‘હેય સલોની, તું ટીવી જુએ છે કે નહીં ’ સલોની બપોરે લંચ કરીને પરીની સાથે રમી રહી હતી આશુતોષનો ફોન આવ્યો. પરીના આવ્યા પછી તો જાણે દુનિયા જ બદલાઇ ચૂકી હતી. એમાં પણ ખાસ કરીને પરીની બેબીસીટર વૃંદાવાળો બનાવ જાણે સલોનીને પરીનું મહત્વ સમજાવવા જ બન્યો હોય ! ‘ના, શેની વાત કરે છે ’ સલોની ન તો નિયમિત ટીવી જોઇ શકતી- ન અખબાર બરાબર વાંચવા પામતી. આશુતોષની વાત એને ભારે ધડ-માથા વિનાની લાગી. ‘શું છે તું જ કહી દે ને ’ સલોનીને કુતૂહલ તો થયું હતું, પોતાની કોઇ જૂની સિરિયલ રિ-ટેલિકાસ્ટ થવાની હશે ...વધુ વાંચો

24

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 24

‘રિલેક્સ, મિસ્ટર સિંહ, રિલેક્સ... થોડાં દિવસ કમ્પ્લિટ આરામ લેવો પડશે. તમે માનો છો એવી હળવી ઇન્જરી નથી આ...’ ડૉ. દેશપાંડે રીતે સુદેશ સિંહને એની ઇજાનો ખ્યાલ આપવા જઇ રહ્યા હતા. હવે આઉટ ઑફ ડેન્જર હોવાથી સુદેશ સિંહને કહી દેવામાં કોઇ વાંધો પણ નહોતો કે બૉડીમાંથી ત્રણ બુલેટ કાઢી છે, છતાં ઇન્જરી જેવી તેવી નથી... પણ ડૉ. દેશપાંડેના શબ્દ એમના મોઢામાં જ રહી ગયા. રૂમમાં કરમચંદ પ્રવેશી રહ્યો હતો એક જાજરમાન મહિલાને સાથે લઇને. ...વધુ વાંચો

25

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 25

અને હા, આ વાત કોઇ સાથે ચર્ચવી જરૂરી નથી. એમ સમજી લે કે આપણા વચ્ચે કોઇ વાત થઇ જ મન ફરી ફરીને સુલેમાન સરકાર સાથે થયેલી વાત દોહરાવતું રહ્યું. શિપ પર એક કેદીની જેમ કપાતાં દિવસો સામે વિક્રમને ફરિયાદ નહોતી. પણ છેલ્લે જે રીતનું વર્તન અબ્દુલનું રહ્યું હતું એ પરથી મનમાં આશંકા ઘર કરતી ચાલી હતી. ...વધુ વાંચો

26

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 26

ચોપરાનો ફોન સલોનીને ખુશ કરવાને બદલે ચિંતામાં નાખતો ગયો. આખી રાત વિચાર્યા પછી પણ કોઇ એક નક્કર કારણ ન વ્યગ્ર મનને કે આખરે ચોપરા મળવા શા માટે લાગે છે માત્ર ચોપરા મળવા માગતા હોય તો એનો અર્થ થોડો ચિંતાજનક તો ખરો. સવારમાં વહેલી ઊઠીને ટેરેસ ગાર્ડનમાં વૉક લઇ રહેલી સલોનીના મગજમાં વિચારોનો વંટોળ ફૂંકાયો હતો. આખરે કંટાળીને સલોની હીંચકે બેસી ગઇ : હવે આ પાર કે પેલે પાર કરવાનો સમય પાકી ગયો હતો. ...વધુ વાંચો

27

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 27

સ્વર્ણભૂમિ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પરથી નેપાળ ઍરલાઇન્સની ફ્લાઇટ આરએ ૪૦૨ ટેકઓફ્ફ થવાની તૈયારીમાં હતી. વિક્રમને આશા નહોતી કે આ ગતિથી બદલાતી જશે. આટલી ઝડપથી તો પોતે પોતાનો આ વેશપલટો કેમ કરીને જઈ શક્યો એની પણ નવાઇ હજી શમી નહોતી. વિક્રમે વીસ મિનિટ પહેલાં જ વૉશરૂમના મિરરમાં જોયેલું પોતાનું પ્રતિબિંબ યાદ આવી ગયું : જો પોતે જ પોતાની જાતને પિછાણી ન શક્યો, તો બીજા શું ઓળખી શકવાના વિક્રમના ચહેરા પર હળવું સ્મિત ફરકી રહ્યું હોય એમ હોઠ એક મિલિમીટર વંકાયા. ...વધુ વાંચો

28

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 28

સલોની, ક્યાં સુધી આ રીતે વર્તીશ પોતાની સાથે લડીને કોઇ કંઇ પામી શક્યું છે ખરું કસૂરવાર તને બેહાલ છોડી ગયાં એમને વિશે વિચારી રહી હોય તો સમજ કે એ લોકો જે હોય તે, પણ એ તને જનમ આપનારાં મા-બાપ નહીં –રાક્ષસ હશે, જેમણે પોતાના નવજાત બાળકને આમ મરવા છોડી દીધું....’ સલોનીના ઉદાસીભર્યા મૌનથી સુહાસિની વિચલિત થઇ રહી હતી : ‘કહી દે, અમે મનથી બધી તૈયારી રાખીને જ બેઠાં છીએ... ભાગ્યમાં જેટલી લેણદેણ હશે એ પૂરી થઇ...’ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો