વેર વિરાસત આવતી કાલે લગ્ન કરવા જઈ રહેલી પ્રેમિકાની આંખોમાં નિસાસો હતો - પ્રેમને અંજામ આપવા માટે પ્રેમી હજુ પણ લડી લેવા તૈયાર હતો - પ્રેમિકાને પોતાની બનાવીને લઇ જવાની તૈયારી દર્શાવતો સીન ભજવાતો હતો.... હિરોઈનનો રોલ કરી રહેલી માધવી અને ડિરેક્ટર રાજા નામના પાત્ર સાથે વાર્તાની શરૂઆત.. વાંચો, વેર વિરાસત
Full Novel
વેર વિરાસત - 1
વેર વિરાસત - 1 આવતી કાલે લગ્ન કરવા જઈ રહેલી પ્રેમિકાની આંખોમાં નિસાસો હતો - પ્રેમને અંજામ આપવા માટે પ્રેમી પણ લડી લેવા તૈયાર હતો - પ્રેમિકાને પોતાની બનાવીને લઇ જવાની તૈયારી દર્શાવતો સીન ભજવાતો હતો.... હિરોઈનનો રોલ કરી રહેલી માધવી અને ડિરેક્ટર રાજા નામના પાત્ર સાથે વાર્તાની શરૂઆત.. વાંચો, વેર વિરાસત - 1. ...વધુ વાંચો
વેર વિરાસત - 2
વેર વિરાસત - 2 માધવીને ચક્કર ખાઈને પડતી જોઇને તેની સખી પ્રિયા બહાવરી બની ગઈ - પાણીની છાલક મારીને માધવીને પ્રયત્ન થયો - પ્રિયા એ માધવીની મમ્મીને ફોન લગાવ્યો... વાંચો, આગળની વાર્તા વેર વિરાસત - 2. ...વધુ વાંચો
વેર વિરાસત - 3
વેર વિરાસત - 3 માધવી રોજ મનાલી ફોન જોડતી અને ડિરેક્ટર રાજ લાઈન પર આવે ત્યાં સુધીમાં તો ફોન કટ જતો - શિલાઓ ધસી પડવાને અને બરફવર્ષાને ત્રણેક અઠવાડિયા થઇ ચૂક્યા હતા છતાં કોઈ સમાચાર ન હતા - રાજાની સાથે દિવસરાત રહેલા આસિસ્ટન્ટ ડિરેક્ટર શશીને માધવીએ કોલ કર્યો... વાંચો, આગળની રોચક વાર્તા વેર વિરાસત - 3. ...વધુ વાંચો
વેર વિરાસત - 4
વેર વિરાસત - 4 વહેલી સવારે માધવીના મમ્મી તેના ફ્લેટ પર પર પહોંચી ગયા - રાત્રે રાજ સાથ વાત કરીને એવો સંતોષ વળ્યો હતો કે તે ડોરબેલ ન વાગી હોતે તો ઊંઘતી જ રહેતે - આરતીમાસી પણ સાથે આવ્યા હતા ... વાંચો, વેર વિરાસત - 4. ...વધુ વાંચો
વેર વિરાસત - 5
વેર વિરાસત - 5 ગઈ કાલ રાતના બનાવ પછી માસી કેવી રીતે વર્તશે અને પોતે શું બહાનું કરવું તેનો ભાર મગજમાં દબાયેલો હતો - માધવીના હૃદયમાં આરતી સાથે વાત કરીને એવું લાગ્યું કે તેમની વાત ખોટી તો નહોતી જ ... વાંચો, વેર વિરાસત - 5. ...વધુ વાંચો
વેર વિરાસત - 6
વેર વિરાસત - 6 પ્રિયાની વિદાઈ થઇ રહી હતી - પ્રિયાએ માધવીને કેનેડા આવવા માટે પૂછ્યું - પ્રિયાનો પતિ અજીત હવે તેની વાતમાં સૂર પૂરાવતો હતો... વાંચો, વેર વિરાસત - 6. ...વધુ વાંચો
વેર વિરાસત - 7
વેર વિરાસત - 7 રાજ આવ્યો અને માધવીના મોં પર મુસ્કાન આવી - આરુષિ માધવીની માં હતી પણ પોતાની જવાબદારી પર નાખીને તેના પર બોજો વધારવા માંગતી નહોતી... વાંચો, વેર વિરાસત - 7. ...વધુ વાંચો
વેર વિરાસત - 8
વેર વિરાસત - 8 માધવીએ પ્રિયાને ફોન કર્યો અને મુંબઈના વરસાદ વચ્ચે તેના ચહેરા પર ધરબાયેલો અવાજ દેખાઈ રહ્યો હતો આખરે રાજે આવી ગંદી રમત કેમ રમી તેના વિષે તે વિચાર્યા કરતી હતી ... વાંચો, વેર વિરાસત - 8. ...વધુ વાંચો
વેર વિરાસત - 9
વેર વિરાસત - 9 લંડનથી એર ઇન્ડિયાની ફ્લાઈટ ઉપડી અને આરુષિએ નીચે જોઇને શહેરને મન ભરીને માણ્યું - જગમોહનની વાતથી ખુશ હતી - ઇન્ડિયા રહેવાનું નક્કી કર્યું તે વિષે તેને ચર્ચા કરી... વાંચો, વેર વિરાસત - 9. ...વધુ વાંચો
વેર વિરાસત - 10
વેર વિરાસત - 10 આરતીએ બાજુની સીટમાં સૂતી ગૌરીને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો - આરુષિને ગુમાવવાનું દુઃખ અસહ્ય હતું અને આરતી માટે ઇન્ડિયા આવી રહી હતી - કરોડો રૂપિયાની મિલકતની વાત ફરી ત્યાં જ ઉભી રહી... વાંચો, વેર વિરાસત - 10. ...વધુ વાંચો
વેર વિરાસત - 11
વેર વિરાસત - 11 માધવીએ લિવિંગરૂમના એક ખાસ કોર્નરમાં બનાવેલી ફોટો ગેલેરીમાં આરૂષિ ને વિશ્વજિતની જૂદા જૂદા મૂડમાં ઝડપાયેલી તસ્વીરોના વર્ક તરફ સંતોષની નજર નાખી.આરતીએ પોતાના કાળજાના કટકા જેવી આરૂષિની માધવી માટે હથિયાર હેઠાં મૂકી દેવા પડયા, નક્કી આખરે એમ થયું કે માસીએ બંને બાળકીઓ સ્કૂલ જતી થાય ત્યાં સુધી તો સાથે માધવી સાથે રહેવું જ પછી માસીનું મન કરે તે રીતે, જ્યાં રહેવું હોય તેમ કરવુંઃ ઠીક છે, તો પછી ગૌરીને મારે મૂકવા જવી પડશે કે પછી એને અહીં કોઈ સ્કૂલમાં મુકવી પડશે. માધવી પગ પછાડી બહાર નીકળી, એક જોરદાર અવાજથી રૂમનું બારણું પછાડીને બંધ કરતી ગઈ ..... ...વધુ વાંચો
વેર વિરાસત - 12
વેર વિરાસત - 12 રિયા ને રોમાને પંચગનીની ટોચની કહી શકાય તેવી બોર્ડીંગ સ્કૂલમાં એડમીશન મળી ગયું હતું, ને ત્યાં આડે માંડ બે દિવસ રહ્યા હતા.માધવીએ ગ્લેમરવર્લ્ડ છોડી દીધાને જાણે યુગ વીતી ગયો હતો, વિશ્વજિત સેન દીકરી માટે વારસો જ એટલો ધરખમ મૂકી ગયા હતા કે માધવી કંઈ ન કરે તો પણ બંને દીકરીઓને સારામાં સારા શિક્ષણ આપી શકે અને લક્ઝુરીયસ જીવનશૈલી ભોગવી શકે.અઠવાડિયું રોકાયા પછી આરતીએ મુંબઈ પાછા જવાની વાત કરી ને કુસુમના ચહેરા પર ધસી આવેલી હાશકારાની રતાશે વાત ખુલ્લી કરી દીધી.માધવી જોઈ રહી કે પોતાની એકેય વાત જાણે માસી સુધી પહોંચ્યા વિના જ પવન સાથે ભળીને ઉડી ગઈ છે. ...વધુ વાંચો
વેર વિરાસત - 13
વેર વિરાસત - 13 લાંબા સફરમાં આરતીમાસીની ખામોશી માધવીને મૂંઝવી રહી હતી.પૂરાં ચોવીસ કલાક પછી જયારે આરતીએ પોતાના રૂમનું બારણું ત્યારે દિવસ માથે ચઢી ગયો હતો.વિઝીટર્સ રૂમમાં માધવી રિયાની રાહ જોઈ રહી હતી, જેવી એ આવતી દેખાય કે માધવીના આંખમાં એક કસર ઉઠી.રિયાનું એડમીશન ઘર પાસે જ સેવન ડેઝ પબ્લિક સ્કૂલમાં થઇ ગયું હતું. ...વધુ વાંચો
વેર વિરાસત - 14
વેર વિરાસત - 14 માત્ર એક દાયકામાં તો દુનિયા ધરમૂળથી ફરી ચૂકી હોય એવી પ્રતીતિ માધવીને થતી રહી.પંચગીનીની બોર્ડીંગ સ્કૂલમાં લેવા ગયા હતા ત્યારે સહેમાઈ ગયેલી રોમા માધવીને યાદ આવી ગઈ.આરતી કુનેહથી આખો મામલો જાળવી તો લેતી પણ દિનબદિન નાની છોકરીના માનસમાં એક વાત કોતરતી જતી હતી સ્ટીરીઓ સિસ્ટમના વોલ્યુમને હાઈ કરીને રિયા કેટલા કલાક થિરકતી રહી એ તો એને પણ ખબર ન પડી. ...વધુ વાંચો
વેર વિરાસત - 15
વેર વિરાસત - 15 રોમાને માધવી પેરીસ તો પહોંચી ગયા હતા, પણ એકદમ નવા શહેરમાં, નવા માહોલમાં એક વાર એડમીશન જાય તો પણ રોમા સેટ કેવી રીતે થશે એની ચિંતા માધવીને પજવી રહી હતી.રીતુની નવી ઓફિસમાં રિયા ને માયાની શરૂ થઇ હતી નવી ઇનિંગ, ઓડીશન માટેના કોચિંગ કલાસીસ શરૂ થયા હતા.રિયાના મગજમાં અચાનક જ કોઈક નશો છવાઈ રહ્યો. એ સામે ઘૂઘવી રહેલાં સમુદ્રનો હતો કે રીતુના બોલનો સમુદ્રને જોઇને આફરીન થઇ ગયેલી રિયાનું મન કલ્પનાને હિંચકે ઝૂલવા લાગ્યું હતું. ...વધુ વાંચો
વેર વિરાસત - 16
વેર વિરાસત - 16 સોફીએ મહેનત કરવામાં કોઈ કચાશ ન રાખવી હોય તેમ પેરીસના ડાઉન ટાઉન, સિટી સ્ક્વેરથી ઉત્તર, દક્ષિણે આવેલાં ઘણાં સબર્બ્ામાં સંખ્યાબંધ પ્રોપર્ટી બતાડી દીધી હતી, પણ ક્યાંય દિલ નહોતું ઠરી રહ્યું માધવીનું. પેરીસની પશ્ચિમ દિશાએ અડોઅડ આવેલું સબર્બ્ા માધવીને રોમા બંનેને રહી રહીને ઘરની યાદ અપાવતું રહ્યું. આરતી અવાચક રહી ગઈ હતી. રિયાએ પોતાને પણ ક્યાં આ બધી વાતો કરી હતી કે પોતે માધવીને કહે ...વધુ વાંચો
વેર વિરાસત - 17
વેર વિરાસત - 17 માધવીના મનનો અખત્યાર બેતુકી કલ્પનાએ લઇ લીધો હતો. એક શક્યતા તો એ પણ નકારી ન કે રાજા જે પ્રભાત મહેરાનો જમાઈ થઈ, પ્રભાત ફિલ્મ્સનો માલિક બની બેઠો હતો હવે વર્ષાેથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આર સેતુમાધવન તરીકે ભારેખમ નામ થઈને જામી પડયો હતો.રિયાને તો હજી વધુ ઘણી બધી વિગતો કહેવી હતી જે કાસ્ટિંગ ડિરેક્ટર મહેરે જણાવી હતી પણ માધવીના ચહેરા પરના હાવભાવ જોઇને એ થોડી સહેમી ગઈ હતી.માયાના આપઘાતના પ્રયાસના એક જ ખબરે માધવીની આંખો ખોલી નાખી હોય તેમ એ પોતાની જાતને ગુનાહિત મહેસૂસ કરી રહી.એને લાગ્યું કે એ જમીન પર પટકાઈ પડશે ને ત્યાં તો પાછળ આવીને ઉભા રહી ગયેલા નાનીએ એને ખભાથી ઝાલી સોફા પર બેસાડી દીધી. ...વધુ વાંચો
વેર વિરાસત - 18
વેર વિરાસત - 18 આરતી ક્યાંય સુધી વિના કંઈ બોલે રિયાની પીઠ પસવારતી રહી. માયાનું આમ દુનિયા છોડીને જવું બીજાને ભલે એક સામાન્ય વાત હતી પણ એનો ઘાવ રિયા માટે કારમો હોવાનો. એક માયા જ તો હતી જે હંમેશ રિયાની સાથે ને સાથે રહી હતી. ...વધુ વાંચો
વેર વિરાસત - 19
વેર વિરાસત - 19 શમ્મી નીકળી ગયો પછી પણ સેતુમાધવન ક્યાંય સુધી પોતાની ચેરના બેકરેસ્ટ પર માથું ઢાળીને બેઠો રહ્યો. મગજમાં ચાલી રહેલા વિચારોના ઘોડાપૂરનો ઘૂઘવાટ એટલો જબરદસ્ત થતો ચાલ્યો કે એણે બે હથેળી સખતપણે માથા પર દાબીને રીલેક્સ થવાનો નાકામિયાબ પ્રયત્ન કર્યાે. ...વધુ વાંચો
વેર વિરાસત - 20
વેર વિરાસત - 20 આરતી તો ગમે તે પરિસ્થિતિમાં ઢળી જવામાં જ માનતી હોય એને ન તો કોઈ એતરાઝ જતાવ્યો અણગમો. આખરે રિયાની કારકિર્દી કંડારી હતી, ત્યાં આવા નાનામોટાં ઈશ્યુ શું ગણકારવા ...વધુ વાંચો
વેર વિરાસત - 21
વેર વિરાસત - 21 જાનકી રેડડી પાસે પાર્થસારથીની સલાહ માનવા સિવાય વિકલ્પ પણ બાકી રહ્યો નહોતો ને એ હજી કંઇક દલીલ કરે એ પહેલા તો વાસુ આવતો દેખાયો. શિડયુલ અગિયાર વાગ્યાનું હતું છતાં સમયસર શરૂ ન થઇ શક્યું. છતાં ગુરૂજીએ આપેલું બાર વાગીને છત્રીસ મિનીટનું મૂર્હત વિજય ચોઘડિયું હતું એટલે જાનકી રેડડીના મનમાં શાંતિ હતી... ...વધુ વાંચો
વેર વિરાસત - 22
વેર વિરાસત - 22 જાનકી રેડ્ડીનો કાર્યક્રમ - ખીચોખીચ લોકો - જાનકીની સ્પીચ .. ...વધુ વાંચો
વેર વિરાસત - 23
વેર વિરાસત - 23 રિયાથી વિપરીત દશા આરતીની હતી. એક સમયે માધવીના પરિઘમાં ઘૂમતી દુનિયામાં હવે હળવેકથી રિયા રહી હતી એની પ્રતીતિ આરતીને થતી. છતાં રોજ એકવાર માધવી સાથે ફોન પર વાતચીત ન થાય તો આરતીને અધૂરપ અનુભવાતી રહેતી. ...વધુ વાંચો
વેર વિરાસત - 24
વેર વિરાસત - 24 જાનકી રેડડી ને અંબરીશકુમારથી માત્ર દસેક ફૂટ દૂર અનુપમા ઉભી હતી, કોઈ અજનબીની જેમ, એની આંખોમાં હળવા ગભરાટ અને મૂંઝવણ અનુભવી આંખોથી છાનાં રહી શકે એમ તેમ નહોતા. આગળ વાંચો, વેર વિરાસત. ...વધુ વાંચો
વેર વિરાસત - 25
વેર વિરાસત - 25 માધવી પીઠ પર પ્રશ્ન અથડાયેલા પ્રશ્નથી ચોંકી. એને પાછળ ફરીને જોયું તો વહેમની પુષ્ટિ થઇ ગઈ.અંબરીશ કુતુહલતાથી કૂદાકૂદ કરી રહેલા મન પર લગામ તો કસી અને આંખ અખબારમાં પરોવી રાખી પણ તેમનું ધ્યાન તો લગીરે હટ્યું નહોતું માત્ર થોડાં ફૂટના અંતરે બેઠેલી માધવી પરથી. આગળ વાંચો, વેર વિરાસત... ...વધુ વાંચો
વેર વિરાસત - 26
વેર વિરાસત - 26 માધવનની મર્સિડીઝ વ્હીસ્પરીંગ પામ પાસે આવી પહોંચી.મધુરિમાને પરણીને રાતોરાત અપાર્ટમેન્ટમાંથી વિલામાં વસવા જવું પડયું ત્યારે દરિયો નજીક હોવાનો રોમાંચ જ અદભૂત લાગ્યો હતો. માધવનની નજર સામે પાર્ટીનુંના દ્રશ્યો એક પછી એક તાજાં થતાં ગયા.અંબરીશ કુમારની વાત સાંભળીને માધવન જરા ભોંટપ અનુભવી રહ્યો હોય તેમ નીચું જોઈ ગયો.માધવન સ્તબ્ધ થઈને અંબરીશકુમારનો ચહેરો તાકતો રહી ગયો. વાંચો આગળ, વેર વિરાસત ... ...વધુ વાંચો
વેર વિરાસત - 27
વેર વિરાસત - 27 માધવીએ સમો જવાબ આપ્યા વિના ફોન તો મુક્યો પણ મન વિચારી રહ્યું હતું. આ પણ કેવો કે એક દીકરી કારકિર્દીનું શિખર સર કરવા પોતાની જાત સાથે પ્રેમમાં પડી રહી છે ને બીજી ખરેખર કોઈક અજનબીના. માધવીનું મન રોમાની સાથે છેલ્લી વાત થયા પછી માની નહોતું રહ્યું. એકલી છોકરીને આમ સાવ અજાણ્યા ગામમાં મૂકી દેવાની ભૂલ પોતે કેમ કરી દીધી ...વધુ વાંચો
વેર વિરાસત - 28
વેર વિરાસત - 28 રિયા તો ખુશીથી ઉછાળી રહી હતી નવા થયેલા ડેવલપમેન્ટથી. વાત તો નાના બજેટની ફિલ્મ માટે ને અચાનક એમાં પ્રાણ સિંચાયો, નવો ફાઈનાન્સર મળી ગયો એટલે કમર્શિયલ ફિલ્મ બની શકશે એ શક્યતાએ જાણે કુમારનને આનંદથી તરબોળી દીધો હતો પણ રિયાના સ્વપ્નને પાંખ લગાડી આપી હતી. આખી વાત જ અકલ્પનીય હતી, માનો કે જાણે ચમત્કાર,એ ખુશી રિયાના ચહેરા પર આભા બનીને છલકાઈ રહી હતી પણ ઠંડુ પાણી રેડયું માધવીએ. ...વધુ વાંચો
વેર વિરાસત - 29
વેર વિરાસત - 29 મઢ આઇલેન્ડની એક રિસોર્ટમાં પૂલ સાઈડ પર ડેક ચેર પર પગ લંબાવીને બેઠેલા કરણને તો જાણે ફિકરચિંતા જ સ્પર્શતા ન હોય તેમ એ તો એ જ આરામથી નાની નાની ચૂસકી લેતો રહ્યો. ...વધુ વાંચો
વેર વિરાસત - 30
વેર વિરાસત - 30 માધવી માત્ર વર્કાેહોલિક જ નહીં શિસ્ત અને પૂર્ણતાની આગ્રહી હતી. વર્ષાેના વર્ષ વીતતાં રહ્યા , ૠતુ રહી, વાતાવરણ બદલાતું ગયું, નાનકડી દીકરીઓ યુવાન થઈને પોતપોતાની મંઝિલ તરફ ગતિ કરી રહી હતી છતાં જો ન કંઇક બદલાયું હોય તો એ હતો માધવીનો નિયતક્રમ. ...વધુ વાંચો
વેર વિરાસત - 31
વેર વિરાસત - 31 રિયા તો હસીને વધુ મજબૂતીથી ઉષ્માભેર રોમાને ભેટી પણ આ દરમિયાન માધવી થોડી ખિસીયાણી પડી ગઈ એમ લાગતું હતું. એ ઠંડો પ્રતિભાવ આપતી બંને બહેનોનું મિલન જોતી ઉભી રહી ગઈ હતી. ...વધુ વાંચો
વેર વિરાસત - 32
વેર વિરાસત - 32 માધવી પણ ભાવવિભોર થઇ. રોમાના વાળ હળવે હળવે પસવારી રહી હતી. રોમા એકચિત્તે માધવીની વાત સાંભળી હતી. વર્ષાે પછી ભાગ્યે જ ખુશ રહેતી મમ્મી આટલાં દિવસો દરમિયાન ખુશખુશાલ રહી હતી એ જ નવાઈની વાત હતી. ...વધુ વાંચો
વેર વિરાસત - 33
વેર વિરાસત - 33 રિયા વધુ વિચારે એ પહેલા યોગાનુયોગે કદાચ અંદરથી લોક ન કર્યું હોય કે ગમે તે કારણસર બેડરૂમનું બારણું થોડું ખુલી ગયું. એ સાથે સર્જાયેલી નાની સરખી ફાટમાંથી એક કેસરી સોનેરી પ્રકાશની સેર લિવિંગ રૂમમાં રેલાઈ રહી. ...વધુ વાંચો
વેર વિરાસત - 34
વેર વિરાસત - 34 કરણ પણ પોતાની જેમ ગળાડૂબ પ્રેમમાં હતો એમાં તો કોઈ શક નહોતો અને એ પણ લગ્નના બંધાવાનું ચાહતો હતો એ વાત તો એ પહેલાં પણ કેટલીયવાર જતાવી ચૂક્યો હતો. ...વધુ વાંચો
વેર વિરાસત - 35
વેર વિરાસત - 35 આરતીએ ડોક્ટર ભાવેએ લિફટમાં પ્રવેશીને ઉચ્ચારેલા શબ્દો વાગોળી લીધા, કોઈ ગંભીર વાત તો હતી નહીં. છતાં, એક દિવસમાં ફરક ન પડે તો બ્લડ રીપોર્ટસ કરાવી લઈશું. વિચારમગ્ન અવસ્થામાં રિયાના બેડરૂમમાં પ્રવેશી રહેલી આરતીની પાછળ પાછળ કુસુમ પણ દાખલ થઇ. ...વધુ વાંચો
વેર વિરાસત - 36
વેર વિરાસત - 36 નાનીના મૌનનો અર્થ જૂદી રીતે તારવ્યો રિયાએ. એ ઉઠીને પોતાના રૂમમાં જતી રહી, નારાજગી પ્રતીત કરાવવી તેમ રૂમનું બારણું અફળાઈને બંધ થયું તેની ધાક આરતીના કાનમાં ક્યાં સુધી ગુંજતી રહી. બે દિવસ સુધી એક અદ્રશ્ય આવરણ નાની ને દીકરી વચ્ચે દિવાલ બની તરતું રહ્યું. ...વધુ વાંચો
વેર વિરાસત - 37
વેર વિરાસત - 37 રિયા ઘરમાં નહોતી, અન્યથા એની હાજરી વર્તાયા વિના ન રહે. આરતી હળવેકથી રિયાના રૂમ સુધી આવી. ન બંધ કરેલું બારણું અટકાવેલું હોય એમ સહેજ ધક્કામાં તો આખેઆખું ખુલી ગયું. રિયા હજી સુતી હતી. વાંચો, વેર વિરાસત. ...વધુ વાંચો
વેર વિરાસત - 38
વેર વિરાસત - 38 સ્વપ્ને પણ વિચાર્યું નહોતું કે જિંદગીનું આ પાનું ક્યારેય કોઈ સામે ખુલશે... આરતીએ ઊંડો લીધો. જે વાત આખી દુનિયાથી, સગી દીકરીથી વિશેષ એવી માધવીથી વર્ષાે ગોપિત રાખી શકી તે હવે રિયા સાથે કરવાની ને આ વાત જો મધુને ખબર પડે તો એનો પ્રતિભાવ કેવો હોય શકે માત્ર વિચારથી આરતીના શરીરને કંપાવતી હળવી ધ્રૂજારી સરથી નખ સુધી ફરી વળી. ...વધુ વાંચો
વેર વિરાસત - 39
વેર વિરાસત - 39 એવી જ કોઈ ઉદાસ સાંજ હતી ને આરૂષિ કોલેજથી આવી. એની ચાલ ઢીલી પડી ગઈ હતી. આંખોને કારણે ચહેરો ઉતરી ગયો હોય એમ લાગતો હતો. આવી એવી એ રૂમમાં ભરાઈ ગઈપ શું થઇ ગયું તને કોઈએ કંઇક કહ્યું કોલેજમાં કંઇક થયું એક જ શ્વાસમાં કેટલા પ્રશ્નો પૂછી નાખ્યા હતા. આરૂષિ બોલ્યા વિના ઓશીકામાં માથું છૂપાવતી હોય તેમ ઢગલો થઈને પડી. ...વધુ વાંચો
વેર વિરાસત - 40
વેર વિરાસત - 40 આરૂષિને વિશ્વજિત તો ઉડી ગયા હતા વિદેશ.પાછળ રહી ગઈ હતી આરતી ને એકલતા, એમના જવાને અઠવાડિયું વીત્યું અને મામીએ ઉત્તમકુમારની વાત પછી દોહરાવી હતી. આરતી મૂંઝાઈ ગઈ હતી. હવે તો Ìદય ઠાલવવા આરૂષિ પણ નહોતી. એવી જ એક બપોરે લાગ મળતાં એ સરોજની પાસે પહોંચી ગઈ હતી. ...વધુ વાંચો
વેર વિરાસત - 41
વેર વિરાસત - 41 આરતીએ ઊંડો શ્વાસ ભર્યાે. ખાલી થઇ ગઈ હતી એ, છતાં કશુંક શાંતિ આપી રહ્યું હતું, જિંદગીના ગોપિત પાનાં રિયા સામે મુક્યા પછી થોડી હળવાશ અનુભવી રહી હતી. જીંદગીમાં પહેલીવાર કોઈક સામે દિલ હલકું કરવા કોઈ મળ્યું હતું , બાકી આરૂષિના જવા પછી તો મનની વાત મનમાં જ રાખવાની આદત કેળવાય ચૂકી હતી. ...વધુ વાંચો
વેર વિરાસત - 42
વેર વિરાસત - 42 રિયાને હમેશા ફરિયાદ રહી હતી મમ્મી સામે, રોમા સામે, ટીચર્સ સામે અને જિંદગી સામે... અને અચાનક લાગવા લાગ્યું હતું કે પોતાની વાતમાં તો કોઈ અસ્તિત્વ જ નહોતું. ...વધુ વાંચો
વેર વિરાસત - 43
વેર વિરાસત ભાગ - 43 'ગુડ મોર્નિંગ બાફનાજી....' સવારની પહોરમાં ખુલ્લા પગે ભીની લોન પર ચાલવાના નિયમ જાળવી લીધા માધવને સૌથી પહેલું કામ ફાઈનાન્સર બાફનાને ફોન લાગવાનું કર્યું. આખી રાત પડખાં ફેરવવામાં જ વીતી હતી છતાં નિર્ણય લેવો જરૂરી હતો. એકવાર નિર્ણય લેવાઈ ગયો પછી મનને રાહત લાગી રહી હતી. ' અરે બોલો બોલો માધવનજી...સુનાઈયે, કૈસે યાદ કિયા ? ' ' બાફનાજી, જો તમને યાદ હોય તો થોડો સમય પહેલાં આપણે એક વાત કરી હતી. તમે ત્યારે રસ તો ઘણો દાખવ્યો હતો....' 'હા હા, બિલકુલ યાદ છે.... પણ, પછી કોઈ કારણવશ એ પ્રોજેક્ટ તમે જ કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીધેલો... બરાબર ને ? ...વધુ વાંચો
વેર વિરાસત - 44
વેર વિરાસત ભાગ - 44 નવા બનેલા હાઈરાઈઝ બિલ્ડીંગના બાવીસમાં ફ્લોરના ફ્લેટની વિશાળ બાલ્કનીમાં ઉભા ઉભા સેતુમાધવન નીચે તાકી હતો. અચાનક આવેલા ભૂકંપે એની બની બનાવેલી સૃષ્ટિને રાખના ઢેરમાં બદલી નાખી હતી. એક રાતમાં દુનિયા ઉપરતળે થઇ ચૂકી હતી. માધવને ચહેરા પર સ્વસ્થતાનો નકાબ લગીરે હટવા નહોતો દીધો પણ વર્ષો સુધી જેને પોતાનું માની લીધું હતું એ ઘર છોડવાનું આવ્યું ત્યારે રંજ તો પારાવાર થયો હતો. '... એ ઘર મારું ક્યારેય હતું જ નહીં તો એનો હરખ શોક શું કરવાનો ?' માધવન એકની એક વાત વારંવાર શમ્મીને કહી ચૂક્યો હતો. છેલ્લે તો શમ્મીની નજરમાં રહેલી સહાનુભૂતિને પારખી જઈ ચૂપ થઇ જવું પડ્યું : હવે તો ...વધુ વાંચો
વેર વિરાસત - 45
વેર વિરાસત ભાગ - 45 પેરીસથી મુંબઈની ફ્લાઈટ જેટલેગ લાગે એટલી લાંબી હોતી નથી છતાં માધવીને લાગી હતી. મુંબઈ આવ્યાને બે દિવસ થવા આવ્યા છતાં શરીરનો થાક જાણે સાથ જ છોડવા માંગતો નહોતો તેમ અકારણે જ સુસ્તી વ્યાપી રહી હતી. એ થાક હતો કે મનમાં ચાલી રહેલાં ઘમાસાણનો સંતાપ ? ન સમજાય એવી વાત માધવી માટે નહોતી કે ન તો આરતીમાસી માટે. વર્ષોથી એક તાંતણે જોડાયેલાં મન અચાનક જ જોજન દૂર થઇ ગયા હતા એની દાહ પણ પજવી રહી હતી. 'માસી, તમે એટલું તો માનશો ને કે જે પણ થયું તે યોગ્ય નથી થયું ??' માધવીએ જેટલીવાર પોતાની ખામોશી તોડવા કર્યો ત્યારે ન ચાહવા છતાં એ ...વધુ વાંચો
વેર વિરાસત - 46
વેર વિરાસત ભાગ - 46 એક ઘડી માટે તો માધવીને લાગ્યું કે એ પથ્થર થઇ ગઈ છે. શમ્મી ને વાત સાંભળ્યા પછી કાન પર વિશ્વાસ નહોતો થઇ રહ્યો. રાજા અને મધુરિમાનું લગ્નજીવન એક સમાધાન હશે એ તો સમજી શકાય પણ, આટલી હદે ? રાજે સફળતા પામવા પોતાની જિંદગીની તમામેતમામ ખુશી હોમી દીધી હશે ? સ્ટ્રોક માટે જવાબદાર મધુરિમા નહી બલકે રિયા હતી એમ પેલો શમ્મી કેમ બોલ્યો ? તો એ વાત શું હતી ? એવું તો શું બન્યું હશે કે રાજાને સ્ટ્રોક આવવાનું કારણ રિયા બની હોય ? ઈચ્છા તો હતી આઈસીયુમાં જઈને એકવાર બેડ પર બેહોશ પડેલાં રાજને જઈને જોઈ લેવાની. પણ, એ માટે જરૂરી ...વધુ વાંચો