રાતનું અંધારું મુંજવતું હતું, કાલ શું થશે તેની ચિંતા લાકડામાં લાગેલી ઉધઈ જેમ ખતરોડતી હતી. જિંદગીનો અંતિમ તબક્કો આવી ગયો હોય એવું ચેતન્યને લાગતું હતું. શ્વાસ ધમણ જેમ ચાલતો હતો. ઉંઘને તો પાંખ આવી હતી, ઉડી ગઈ હતી. મનમાં ખૂંચતું કે ડાયરેક્ટર ને જવાબ ના આપ્યા હોત તો સારું હોત. હવે કાલે શું થવાનું હતું એ તો ગ્રુપના મેસેજ જેમણે વાંચ્યા હતા તે બધા જાણતા હતા. રમતનું રણશીંગુ ક્યારે ફૂંકાય ગયું હતું તેની તો ખબર નહોતી. ખબર હોત તો ખોટા દાવ ચેતન્ય રમત જ નહીં. મનમાં ફફડાટ થતો હતો. ફોનની તૂટેલી ડિસ્પ્લે સામે જો

નવા એપિસોડ્સ : : Every Tuesday

1

સંબધની મર્યાદા

રાતનું અંધારું મુંજવતું હતું, કાલ શું થશે તેની ચિંતા લાકડામાં લાગેલી ઉધઈ જેમ ખતરોડતી હતી. જિંદગીનો અંતિમ તબક્કો આવી હોય એવું ચેતન્યને લાગતું હતું. શ્વાસ ધમણ જેમ ચાલતો હતો. ઉંઘને તો પાંખ આવી હતી, ઉડી ગઈ હતી. મનમાં ખૂંચતું કે ડાયરેક્ટર ને જવાબ ના આપ્યા હોત તો સારું હોત. હવે કાલે શું થવાનું હતું એ તો ગ્રુપના મેસેજ જેમણે વાંચ્યા હતા તે બધા જાણતા હતા. રમતનું રણશીંગુ ક્યારે ફૂંકાય ગયું હતું તેની તો ખબર નહોતી. ખબર હોત તો ખોટા દાવ ચેતન્ય રમત જ નહીં. મનમાં ફફડાટ થતો હતો. ફોનની તૂટેલી ડિસ્પ્લે સામે જોવુ ગમતું નહોતું. અંધારી રાતે ફોન રણકી ...વધુ વાંચો

2

સંબધોની મર્યાદા - પ્રકરણ 2 - આંશીના પડઘામાં માલિની

"ચેતન્ય, મને છોડી ને ક્યારેય પણ જતો નહીં, હું તારા વગર નહીં રહી શકું" બાગમાં બેઠા જેમ ફૂલો સુગંધ ખીલી ઉઠે તેમ આંશી અને ચેતન્ય ખીલી ઉઠ્યા હતા. આંશી ની આંખોમાં, ભીતરમાં લાગણીઓ, વસંતમાં કૂંપળો ફૂટે તેમ ફૂટી નીકળી હતી. "તને છોડીને ક્યાં જવાનો છું, પ્રત્યુતર આપ્યો" અને આંશી નિરાંત અનુભવતી હોય તેવી રીતે તેને ગળામાં હાથ ભેરવીને બેસી ગઈ.. આંખ આગળથી દ્રશ્ય ખસવાનું નામ લેતું ન હતું. રહીરહીને માલિની નો ચેહરો આડે આવી જતો અને આંશી ભુલાઈ જતી. માલિની ને બેશક બધી જાણ હતી. એટલે હંમેશા એવો જ પ્રયત ...વધુ વાંચો

3

સંબધની મર્યાદા - પ્રકરણ 3 - કાચો સંબંધ

ઘડિયાળના કાંટા સડસડાટ જતા હતા. ચેતન્ય અટકી ગયો હતો, જડ બની ગયો હતો. પોતાનામાં ભરેલો શ્વાસ પણ ઉડી ગયો નવી સ્કૂલ જિંદગીનો નવો પાસો લઈને આવી હતી. બધી બાજી જીત તરફ જ જતી હતી. ચેતન્ય ઘણા સમયથી એક અજાણ્યા સમયની રાહ જોતો હતો. કદાચ એ સમય આવી ગયો હતો. માલિનીને જે સત્ય હકીકત બતાવી દેવાનો. કદાચ બોવ નજીક થઈ જવાનો હતો અથવા બહુ દૂર. ચેતન્ય કાફેમાં આવીને બેઠો રાહ જોતો હતો.... * * * "તે કદી આ મુખોટાં પાછળથી જોવાનો પ્રયાસ કર્યો છે" શબ્દોમાં માદકતા હતી. "પ્રેમમાં કદી મુખોટાં ના હોય, કે ના ...વધુ વાંચો

4

સંબધની મર્યાદા - પ્રકરણ ૪ - મુંજવણ

મનમાં શાંતિ નહોતી. સ્વભાવમાં આછું ચીડચીડયા પણું આવી ગયું હતું. છ મહિના વીતી ગયા હતા. માલિની ની બહુ નજીક ગયો હતો અને બીજી તરફ આંશી નજીક આવી રહી હતી. એક સાથે ન રહે તો ગૃહસ્થી જીવનની ઘટમાળ અટકી પડી અને આંશીની બાજુ ના રહે તો આર્થિક સ્થિતિ પાનખરમાં પાન સુકાય એમ સુકાય જાય. પાછળના વર્ષોમાં જે પરિસ્થિતિ સર્જાય હતી તે ફરી ફરી સર્જાય. હજી પણ માલિની સુધી વાત પહોંચી નહોતી શકી. હવે તો પહેલા કરતા ભય વધુ લાગતો હતો. કેમકે માલિનીની વધુ નજીક આવી ગયો હતો. માલિની તેનો પૂરતો ખ્યાલ રાખતી હતી, તેની દરેક જરૂરિયાત પૂરી કરતી ...વધુ વાંચો

5

સંબધની મર્યાદા - 5 - નિર્મળતા

5 "તું સમજ ને આંશી, મારા હાથમાં નથી કોઈને રોકવું. ને તને કેમ તેના પર વ્હાલ આવે છે મને એ નથી સમજાતું" નિત્યા દૂર ઉભી ઉભી સાંભળતી હતી. ચેતન્ય આંશીને સામે બરાડા પાડતો હતો. ચેહરા પર ઘનઘોર અંધારાના ભાવ હોય પણ ભીતરમાં તો ચંદનના વૃક્ષમાં જેવી નાગને ટાઢક મળે તેવી ટાઢક નિત્યાને મળતી હતી. કોલેજમાં આવ્યા પછી ચેતન્ય નામના પાત્રને દિલે એક ઓરડો આપ્યો હતો, પણ સંજોગ એવા બન્યા હતા કે ત્યાં ચેતન્ય કદી આવી શકે તેમ હતો જ નહીં. આખો દિવસ સાથે રહેવાનું, આંશીની ક્લોઝ ફ્રેન્ડ હતી એટલે ક્યારેક આંશી ચેતન્યને ગાર્ડનમાં મળવા જતી તો ...વધુ વાંચો

6

સંબધની મર્યાદા - 6 - ગાંઠ છૂટી ગઈ..

મેં અંતે મારી બધી વ્યથાને તેના હાલ પર છોડી દીધી હતી. ત્રણ રસ્તા હતા, તેમાંથી સાચો રસ્તો એક જ પણ કહેવાય છે ને જો ઘૂઘવે નહીં તો સમંદર શાનો. અણગમો હતો, પણ આંશી વગરની નિત્યા પ્રવેશતી હતી. માલિનીને પ્રેમ કરતો હતો, પણ કદાચ એટલે જ કે માલિની મને અઢળક પ્રેમ કરે છે. મારે કરવો પડે છે, એટલે... વિચારોની એક અવાસ્તવિક દુનિયામાં ચેતન્ય ફરતો હતો. પોતાની ઓફિસમાં કામનો ઢગલો હતો પણ જ્યાં સુધી માણસને બહારની જિંદગી માંથી શાંતિનો આભાસ ન થાય ત્યાં સુધી એ કામ ના કરી શકે.. બાજુની ઓફીસ માંથી આંશીનો ફોન આવ્યો, બધી ઓફિસમાં એક ...વધુ વાંચો

7

સંબધની મર્યાદા - 7 - એક મોકો

7 સિલ્કની સાડી માંથી નાભિ દેખાતી હતી, ફૂલ બાંયનું બ્લાઉઝ પહેર્યું હતું. ખુલ્લા રેશમી પણ નહીં ને પણ નહીં તેવા વાળ, ચેહરા પર વર્ષો જૂનું તેજ આવે તે માટે આછો મેકઅપ, ને મંગળસૂત્ર વગરનું ખુલ્લું ગળું. આંશી હોટલના પ્રાંગણમાં ઉભી હતી. લગભગ ચેતન્યની રાહ જોતી. એટલી વારમાં ચેતન્ય આવ્યો. આંશીએ એક હવસભર્યું સ્મિત આપ્યું. ને ચેતન્યએ સ્મિતનો સિત્તેર ટકા જેટલો જવાબ આપ્યો. પાર્કિંગમાં પોતાની બાઈક લેવા ગયો, જોયું તો બંને ટાયરમાં હવા નહોતી, એટલે થયું કે કદાચ પંચર હશે. બાઈક ઢાળવાળા પાર્કિંગ માંથી ખેંચીને બહાર લાવ્યો. ચહેરો પરસેવો બાજી ગયો. આંશી પાસે આવીને "ડિયર શું થયું" "કદાચ બાઈક ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો