મિત્રો , અચાનક લખવામાં આવેલી આ વાર્તાના મૂળ ઘણા સમયથી મારા મનમાં વિસ્તરેલા હતા . આ વાર્તાના ૬ ભાગ સત્ય અને ૪ ભાગ કલ્પનાના આધારે લખાયા છે. બંસરી એટલે નીવા એટલે કે હું એવું સમજી આ વાર્તા વાંચશો તો મારા શબ્દો અને મારી પીડાને સમજી શકશો. ૩૦ વર્ષથી મનમાં એક તડપ લઈને જીવતી રહેલી એક વ્યક્તિને શબ્દો મળે અને જે હળવાશ અનુભવાય એ હળવાશ હું અનુભવી રહી છું . કહેવાય છે કે અધૂરા કામો આપણે સ્વપ્નાઓમાં પુરા કરતા હોઈએ છીએ પણ મારે જાગતી આંખે એક ન્યાય થતો અનુભવવો હોત અને એટલે જ જયારે મેં આ વાર્તા માંડી ત્યારે હું બહુ સ્પષ્ટ ન હતી કે હું લખી શકીશ કે કેમ ... !!! તમે મારી વાર્તા અવઢવને ખુબ સરાહી અને વખાણી છે એ બદલ આભારી છું . હું આશા કરું છું કે તમે આ વાર્તા વાંચીને પણ તમારા પ્રતિભાવો આપશો . આ મારી પહેલી વાર્તા છે .. પણ હંં ઈચ્છું છું કે કોઈ સુધારણા વગર જેમની તેમ આ વાર્તા હું તમારા સુધી લઇ આવું .

Full Novel

1

મંજુ : ૧

મિત્રો , અચાનક લખવામાં આવેલી આ વાર્તાના મૂળ ઘણા સમયથી મારા મનમાં વિસ્તરેલા હતા . આ વાર્તાના ૬ ભાગ અને ૪ ભાગ કલ્પનાના આધારે લખાયા છે. બંસરી એટલે નીવા એટલે કે હું એવું સમજી આ વાર્તા વાંચશો તો મારા શબ્દો અને મારી પીડાને સમજી શકશો. ૩૦ વર્ષથી મનમાં એક તડપ લઈને જીવતી રહેલી એક વ્યક્તિને શબ્દો મળે અને જે હળવાશ અનુભવાય એ હળવાશ હું અનુભવી રહી છું . કહેવાય છે કે અધૂરા કામો આપણે સ્વપ્નાઓમાં પુરા કરતા હોઈએ છીએ પણ મારે જાગતી આંખે એક ન્યાય થતો અનુભવવો હોત અને એટલે જ જયારે મેં આ વાર્તા માંડી ત્યારે હું બહુ સ્પષ્ટ ન હતી કે હું લખી શકીશ કે કેમ ... !!! તમે મારી વાર્તા અવઢવને ખુબ સરાહી અને વખાણી છે એ બદલ આભારી છું . હું આશા કરું છું કે તમે આ વાર્તા વાંચીને પણ તમારા પ્રતિભાવો આપશો . આ મારી પહેલી વાર્તા છે .. પણ હંં ઈચ્છું છું કે કોઈ સુધારણા વગર જેમની તેમ આ વાર્તા હું તમારા સુધી લઇ આવું . ...વધુ વાંચો

2

મંજુ : ૨

આજ વિચાર બંસરીના મનમાં પણ ચાલતો હતો …..કે ‘આટલા વર્ષ તો અહીં રહેવા આવતી , જુના મિત્રોને હું મળતી ખરી …તો આજે અચાનક આવું કેમ થયું ’ ૨૯ વર્ષ પહેલા મનના કોઈ એક ખુણામાં છુપાયેલો અપરાધભાવ આમ બહાર નીકળી આવશે એ ક્યારેય કલ્પ્યું ન હતું . વેરવિખેર વિચારો અને અસ્તવ્યસ્ત ચિત્તને ઠેકાણે પાડવા એ હવે મરણીયા પ્રયાસો કરવા લાગી હતી ..પણ ભૂતકાળ એક એવી ભયાવહ જગ્યા હોય છે …કે એમાં આવા પ્રસંગો જરાક ખુરેદવાથી માનસપટ પર છવાઈ જાય છે . અને સારા પ્રસંગો કે યાદગીરીઓ નહિ પણ એનાથી વિરુદ્ધ પ્રસંગો નહોરિયા ભરાવતા સામે આવ્યા કરે છે . કશુંક આવું જ બંસરી અનુભવવા લાગી …. ...વધુ વાંચો

3

મંજુ : 3

એકાદ વાર સાવ સહજતાથી મંજુએ પૂછેલું ” તને સ્કુલેથી પાછા ઘરે જવું ગમે ” જવાબમાં બંસરીએ કહેલું … “વાત વિચારવા તો છે …હું બહુ હોશિયાર તો નથી પણ ધીંગા મસ્તી અને અનેક સ્પર્ધાઓને કારણે મને સ્કુલ ગમે છે પણ છૂટીને તો ઘર જ યાદ આવે ને ….!!! અને તને ” સવાલનો જવાબ ગળી જઈ મંજુએ વાતને આડે પાટે ચડાવી દીધેલી ….. એક દિવસ ઓચિંતું એણે બંસરીને પૂછ્યું …. ” તું રોજ બપોરે જમે તોય રાતે જમે ” ...વધુ વાંચો

4

મંજુ : ૪

અડધી રાત સુધી પોતાની પાસે સુતેલી બંસરીને વારેઘડીએ પાસા ફેરવતી જોઈ …નિયતિએ ધીમેથી એના હાથ પર હાથ મુક્યો … પણ ક્યાં ઊંઘ આવતી હતી …. .બંસરીએ નિયતિ સામે જોયું અને એને એ દિવસ યાદ આવ્યો …..એ સંગીતના ક્લાસમાંથી આવી પાણી પીતી હતી ત્યાં નિયતિએ આવીને કહ્યું હતું …. “બંસરીબેન , ……અરોરાઆંટીએ તમને તાત્કાલિક બોલાવ્યા છે …..મંજુબેનને સખ્ત ઘાયલ અને લોહીલુહાણ અવસ્થામાં દવાખાનેથી ત્યાં લાવ્યા છે ……!!! ” ...વધુ વાંચો

5

મંજુ ૫

આખો દિવસ બંસરી મંજુની પાસે જ બેઠી રહી …..થોડી થોડી વારે પીડાથી સિસકારા ભરતી મંજુને જોઈ કૈક અંશે બળવાખોર ઉકળી ઉઠતી હતી …લગભગ અઢીથી પોણા ત્રણ વરસ પછી ફરી પાછુ એવું તો શું થયું કે મંજુની આવી હાલત થઇ ગઈ એ બંસરીને સમજાયું નહિ . ...વધુ વાંચો

6

મંજુ : ૬

સાયકલ પર બેસતા જ ફરી પછી મંજુની ફિકર એને વીંટળાઈ વળી …..ઘર પાસેના વળાંકથી એને ઘર પાસે અને આખી ઘણા લોકો ઉભેલા દેખાયા …..આવું તો ભાગ્યે જ બનતું કે આટલા બધા લોકો એક સાથે બહાર ઉભા હોય ….એક કુતુહલ સાથે પેડલ પર જોર દેતા મંજુના વિચારોને એણે ખંખેરી નાખ્યા ….લોકોની નજીક પહોંચતા એણે બા ..ભાઈ અને ભાભીને પણ એ ટોળામાં જોયા …..એના પર નજર પડતા દોડી આવેલી નિયતીએ એની સાયકલ પકડી લીધી …. અને બાએ એનો હાથ પકડી રડતા રડતા કહ્યું ” બેટા, મંજુ તો ……….. ” ...વધુ વાંચો

7

મંજુ : ૭

” ઠીક છે…. તારે જેમ કરવું હોય તેમ તું કરજે બસ ” કહી પાણી પી લીધું . એક વ્યાપી ગયું . સામાન્ય રીતે વાતનું રુખ બદલી શકતી નિયતિ પણ અત્યારે ચુપ હતી ….કદાચ એ પણ કોઈ વિચારમાં હતી ….થોડી વાર પછી નિયતિ બોલી …. ” બા , છેલ્લા થોડા દિવસો અને ૨૯ વર્ષો પહેલાના કેટલાક દિવસો દરમ્યાન મેં બંસરીબેનનો વલોપાત અને ગુંગળામણ મહેસુસ કરી છે …મને પણ લાગે છે કે એક સ્ત્રી તરીકે …બીજી સ્ત્રી સામે થયેલા અન્યાય બદલ ….એક સ્ત્રી સામે અવાજ ઉઠાવવામાં હું બંસરીબેનને સાથ આપીશ ..” ...વધુ વાંચો

8

મંજુ : ૮

અણગમતી કલ્પનાઓને દુર હડસેલી અણગમતા સમયનો સામનો કરવા ઊંડો શ્વાસ લઇ એ વિશ્વાસપૂર્વક રૂમમાં પ્રવેશી …..એને આવેલી જોઈ ઉંઘવાનો કરતો અવિનાશ જરાક સળવળ્યો ….”સુઈ ગયા ” એવો સવાલ પૂછતા બંસરી એની પાસે આવીને બેઠી …… બંસરીને લાંબા સમય સુધી અવગણવી અવિનાશને મુશ્કેલ લાગી …એણે બંસરી તરફ એક નિરાશ નજરે જોતા પૂછ્યું …. “આ બધું શું છે ” અવિનાશ આમ એકદમ એક ઝાટકે સીધી વાત કરશે એવું બંસરીએ ધાર્યું ન હતું એટલે થોડી હેબતાઈ ગઈ પણ જાતને સંભાળતા એણે પૂછ્યું ” આ બધું એટલે ” ” કાલે મને ભાઈનો ફોન આવ્યો હતો કે અહીં તું ઠીક નથી ..વધુ પૂછતા થોડી વાત કરી છે …પોલીસ કેસને એવું બધું …. આ બધું શું છે ” અવિનાશે ટૂંકમાં પૂછી લીધું .. ...વધુ વાંચો

9

મંજુ : ૯

ચુપકેદીની એ બે ક્ષણોમાં મંજુ સાથે વિતાવેલા સમયનું ચલચિત્ર જાણે એના મનોપટ પર ચાલી ગયું …ચાલુ થયેલી બસ પાછળ અને બંસરીનો હાથ પકડી બસમાં ચડતી મંજુ ….મજાક પર ક્યારેક ખીલખીલાટ હસતી મંજુ ….પરિક્ષાની માર્કશીટને દુપટ્ટામાં લપેટતી મંજુ …દાઝેલા , વાગેલા નિશાનને રૂમાલમાં છુપાવતી મંજુ ….એ સાણસીનો ઘાવ ….એ રોજ બાઝી જતું લોહી …એ ડ્રેસિંગ કરતી વખતના સિસકારા ….એ ભવિષ્યના સપના…હથેળી પર પેનથી લખેલા માર્ક્સ અને ચાદરમાંથી બહાર દેખાઈ આવેલી બળેલી ,કાળીમેશ હથેળી ….અને બંસરીનો શ્વાસ ભારે થઇ ગયો અને એના હોઠ સુકાઈને સફેદ થઇ ગયા… એણે પડી જવાના ડરે સોફાનો હાથો સજ્જડ પકડી લીધો ….એની આવી હેબતાઈ ગયેલી હાલત જોઈ અવિનાશે એકદમ ઝડપથી કાકાને કહ્યું … “બહાર બહુ ગરમી છે એટલે એને ગભરામણ જેવું થાય છે …થોડું પાણી મળશે ” “હા ,કેમ નહિ એમ કહેતા કાકાએ અંદરના રૂમ અને રસોડાની વચ્ચેની ખુલ્લી જગ્યા પર જઈ હાંક મારી : “મંજુ ….ઓ મંજુપુતર …!!!” ...વધુ વાંચો

10

મંજુ : ૧૦

“મારી સાથે આવો” ….. એમ કહેતા ભસીનકાકા ઉભી થયેલી નવી સ્થિતિમાં ચુપચાપ થઈ ગયેલા અવિનાશ અને વિહવળ બની ગયેલી બંસરીને રૂમમાં દોરી ગયા ….’ક્યાં જઈ રહ્યા છીએ ત્યાં શું હશે’ એ દ્વિધા સમેત બંને કાકા પાછળ દોરાઈ ગયા….. કાકાએ હળવેથી એક બંધ દરવાજાને ધક્કો માર્યો અને થોડાક અંધકારભર્યા રૂમમાં પલંગ પર એક વૃદ્ધ સ્ત્રી સીધી સુતેલી દેખાઈ ….ઓહ , મંજુના મમ્મી ….!!!!!!! એસીવાળા ઠંડાગાર રૂમમાં આરામથી સુતેલી એ સ્ત્રી સામે મંજુએ એક જાતની ધૃણા અને નફરતથી જોયું …..એમનો હાથ બાજુમાં બેઠા બેઠા ઢળી પડેલી એ બાવીસેક વર્ષની યુવતીના માથા પર હતો …. “હરપ્રીત” ...વધુ વાંચો

11

મંજુ : ૧૧

એક સાચી વાર્તાને આપેલો કલ્પનાનો શણગાર ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો