" મેં કઈ નથી કર્યું. આ..આ... " નિલ દર્દથી કાણસતા બોલ્યો. તેની ચીખથી આસપાસનું વાતાવરણ ભયભીત થઈ ગયું. તેની પાસે ઉભેલો તેનો મિત્ર કુશ હોશમાં આવ્યો. " આપણે ક્યાં છીએ? " કુશ ઉઠતાની સાથે નિલ તરફ જોતા બોલ્યો. નિલ અત્યારે કઈ પણ બોલવાની હાલતમાં ન હતો. તેના શરીરમાંથી ચામડીમાંથી આરપાર લોહીના ટીપાં નીકળીને હવામાં ગુમ થઈ જતા હતા. નિલના હાથ અદ્રશ્ય દોરડા વડે બાંધેલા હોય તેવું લાગતું હતું. આસપાસ અંધારું હતું. પોતે કોઈ રૂમમાં હોય તેવું લાગતું હતું. અચાનક કુશ ની પાસેથી કોઈ ગયું. કુશે તે તરફ ફરીને જોયું. એક હવામાં ઉડતું કપડું જેવું લાગ્યું. અચાનક તે પાછું ફર્યું અને કુશની

Full Novel

1

ભૂલ - 1

" મેં કઈ નથી કર્યું. આ..આ... " નિલ દર્દથી કાણસતા બોલ્યો. તેની ચીખથી આસપાસનું વાતાવરણ ભયભીત થઈ ગયું. તેની ઉભેલો તેનો મિત્ર કુશ હોશમાં આવ્યો. " આપણે ક્યાં છીએ? " કુશ ઉઠતાની સાથે નિલ તરફ જોતા બોલ્યો. નિલ અત્યારે કઈ પણ બોલવાની હાલતમાં ન હતો. તેના શરીરમાંથી ચામડીમાંથી આરપાર લોહીના ટીપાં નીકળીને હવામાં ગુમ થઈ જતા હતા. નિલના હાથ અદ્રશ્ય દોરડા વડે બાંધેલા હોય તેવું લાગતું હતું. આસપાસ અંધારું હતું. પોતે કોઈ રૂમમાં હોય તેવું લાગતું હતું. અચાનક કુશ ની પાસેથી કોઈ ગયું. કુશે તે તરફ ફરીને જોયું. એક હવામાં ઉડતું કપડું જેવું લાગ્યું. અચાનક તે પાછું ફર્યું અને કુશની ...વધુ વાંચો

2

ભૂલ - 2

[ આગળના પાર્ટમાં બ્રિસાને મોબાઈલ દ્વારા , કવિતાને છત પર અને નિલમને પોતાના જ રૂમ માં કોઈ શક્તિ દ્વારા મળે છે. ] " યાર શુ છે ? " નિલ મોબાઈલમાં ગેમ રમતા પાછળ થી કોઈકે તેના ખભા પર હાથ મુક્યો. નિલ તેના મિત્રો સાથે પાર્કમાં હતો. બધા પોતાના મોબાઈલમાં ગેમ રમતા હતા. નિલ ઉભો હતો. " પાછળ તો જો. " સાંભળેલો અવાજ હોય તેવું લાગ્યું. " હા શું કામ છે ? " નિલ મોબાઈલમાં જોતા જોતા બોલ્યો. " મદદ જોઈએ છે. " ફરી એવો જ અવાજ આવ્યો. " કોણ છો ? કેવી મદદ ?" નિલ પાછળ ફરતા બોલ્યો. " મિત ...વધુ વાંચો

3

ભૂલ - 3

[ આગળના પાર્ટમાં નિલને મિત , રાજ ને તેનો મિત્ર અને નીરવ ને મોનીકા દેખાઈ. ] " દીપ સાયકલ પર રેશ કરીએ. " દીપને લાઈબ્રેરી માં પાછળ થી કોઈકે કાનમાં કહ્યું. દીપ ને અવાજ સાંભળેલો લાગ્યો. " પછી ક્યારેક. " દીપ વાંચવામાં મશગુલ હતો. " ના ચાલ ને . " ફરી એ જ આવજે કાન પાસે આવીને કહ્યું. દીપને થોડો ગુસ્સો આવ્યો. તેને નકારમાં માથું ધુણાવ્યું. પાછળથી ખભા પર હાથ રાખ્યો. દીપ ઉભો થઇ ગયો. પાછળ ફરીને જોયું. થોડુંક આશ્ચર્ય અને થોડો ભય મોઢા પર છવાઈ ગયો. " તું.. " દીપ બોલ્યો. " હા ચાલને પેલા ઢાળીયા પર જઈએ. " ...વધુ વાંચો

4

ભૂલ - 4

[ આગળના પાર્ટ માં દીપ ને રિધમ , હર્ષને દીપાલી , કુશને મન અને કિશનને એક સ્ત્રી દેખાય છે. કિશનની પાસે આવતી હતી તેમ જોઈ કિશને તેની આંખો બંધ કરી દીધી. " મારે મદદની જરૂર છે. " સ્ત્રી તેના કાન પાસે મોઢું રાખીને ધીમે થી બોલી. અચાનક પાણી પડવાનો અવાજ આવ્યો. કિશન ને તરત ગ્લાસ યાદ આવ્યો. કિશને આંખો ખોલી. સામે કોઈ ન હતું. કિશન રૂમ ખોલી. પાણી બંધ કર્યું. પાણી પી તે તરત ગોદડું ઓઢીને સુઈ ગયો. *" ચાલને રમવા. " નિરજે નિલ ને રમવા બોલાવ્યો. " નથી આવવું. " નિલ નિરાશ આવજે બોલ્યો. " ચાલ ને કેમ મોઢું લટકાવી ...વધુ વાંચો

5

ભૂલ - 5

[ આગળના પાર્ટમાં હર્ષ અને કુશ ને નિલ પર શંકા થાય છે. બન્ને એને પૂછવાની વાત કરે છે. ] " કોણ છે ? " દીપ બોલ્યો. બાથરૂમ માંથી આવાજ આવતા દીપ બોલ્યો. દીપ ઘરમાં એકલો હતો. ફરી ઠક.. ઠક.. આવજ આવ્યો. દીપ થોડો ગભરાઈ ગયો. તે ધીમા પગલે બાથરૂમ તરફ ગયો. અંદરથી આવતા પ્રકાશ અને બનતા પડછાયા પરથી લાગતું હતું કે અંદર કોઈક ચાલે છે. દીપના માથા પર પરસેવો વળી ગયો. તેને ધીમેથી દરવાજા પર હાથ મુક્યો અને ખેંચ્યો. સામે એક કબૂતર કાચપર ચાંચ મારતું હતું. દીપે બારી ખોલી તેને બહાર ઉડાડી દીધું. દીપને મનમાં શાંતિ થઈ. તે થોડીવાર બહાર જોતો ...વધુ વાંચો

6

ભૂલ - 6

[ આગળ ના પાર્ટ માં નિલ અને હર્ષ ને ખબર પડી જાય કે તેની સાથે કોઈક મસ્તી કરી રહ્યું ] આ ભાગ ,ભાગ 4 સાથે જોડાયેલ છે. " બ્રિસા કેમ છે હવે તને ?" બ્રિસા મોબાઈલમાં ગીત સાંભળતી હતી ત્યારે અવાજ આવ્યો. " કોણ ?" બ્રિસા કાનમાંથી ઇઅરફોન કાઢતા બોલી. " તું મને યાદ કરી ને ડરી ગઈ હતી ને એ. " " ફરીથી નઇ. ફરીથી નઇ. ફરીથી નઇ. " બ્રિસા જોરથી આંખો બંધ કરીને બોલવા લાગી. " ચિંતા ના કર હું તને કઈ નઇ કરું. " " ચાલી જા. મારે નથી વાત કરવી. " બ્રિસા સ્થિર જ રહી. " ...વધુ વાંચો

7

ભૂલ - 7

[ આગળના પાર્ટમાં બ્રિસા અને કવિતાને ભૂતિયો અનુભવ થયો. નીરવ સાથે રાજ મજાક કરવામાં પકડાઈ ગયો. નીલમના ગળામાં રિંગ ગઈ.]આ ભાગ , ભાગ 5 સાથે જોડાયેલ છે. " ભાઈ કઈ વિચાર આવ્યો કઈ રીતે પકડશું ? " હર્ષ બોલ્યો. "હજુ એકવાર આવું થાય તો પકડી લઈએ. " નિલ બોલ્યો. " પાછું આવું થાય તો કે જે અને બીજી કઈ ખબર પડે તો પણ કે જે. " નિલ એટલું બોલી પોતાના કલાસરૂમ માં ચાલ્યો ગયો. " શું વાત કરતા હતા બેય ભાઈ ? " દીપ બોલ્યો. " કઈ નઇ. " હર્ષ બેગ માંથી બુક કાઢતાં બોલ્યો. " સાચું બોલ. તારા મોઢા પર ...વધુ વાંચો

8

ભૂલ - 8

[આગળના પાર્ટમાં નિરવને , કુશને અને રાજને કાળા કપડાવાળી સ્ત્રી દેખાય છે.] આ પાર્ટ , પાર્ટ 6 સાથે જોડાયેલ આટલું હોમવર્ક છે. " સર એટલું બોલીને બહાર ચાલ્યા ગયા. " હા બોલ. " દીપ બોલ્યો. " હસતો નઇ. " " હા ભઇ. " " મને , કુશને અને નિલને અજીબ અજીબ વસ્તુ દેખાઈ છે. ભૂતકાળમાં બનેલું સામે આવી જાય છે અને એ વાત..." " તને એકને જ ખબર હોય એવી હતી. " હર્ષ બોલે એ પહેલા જ દીપ બોલ્યો. " તને કેમ ખબર ? " હર્ષે પૂછ્યું. " તમે ત્રણ જ નથી. બીજા ચાર છે. હું , રાજ, નીરવ ...વધુ વાંચો

9

ભૂલ. - 9

[ આગળના પાર્ટમાં નિલમ બેહોશ થઈ જાય છે. બધા દીપના ઘરે ભેગા થાય છે.] "મમ્મી...." નિલમને હોશ આવતા બોલે તે પથારી પરથી ઉભી થઇ જાય છે. " શું થયું ? " નિલમના મમ્મી આવીને બોલ્યા. " કઈ નઇ. " નીલમ બોલી. " તો કેમ બેહોશ થઈ ગઈ હતી. શ્વાસ પણ ન'તો લેવાતો. મને કેટલી ચિંતા થતી હતી. બીક લાગી ગઈ હતી. સવારથી ભગવાનને પ્રાર્થના કરું છે. તું સૂતી જ રે'. તને હવે કેવું છે ? " નિલમના મમ્મી બોલ્યા. " સારું છે. તું ચિંતા કરમા. મને કંઈ નઇ થાય. " નીલમ મુસ્કુરાહત સાથે બોલી. " તો વાંધો નઇ. " નિલમના ...વધુ વાંચો

10

ભૂલ. - 10

[ આગળના પાર્ટમાં બ્રિસા રિંગ પર ,કવિતા ચોપડા પર અને નિલ દીવાલ પર લખેલું વાંચે છે. ]" શહેરની આર.વી. રોડ ની ડાબી બાજુએ , રોડની છેલ્લી દુકાનથી એક કિલોમીટર પર મને મળવા આવીજા. " બ્રિસાએ વાંચ્યું.*" શહેરની દક્ષિણે આર.વી. રોડ ની ડાબી બાજુએ , રોડની છેલ્લી દુકાનથી એક કિલોમીટર પર મને મળવા આવીજા. " નિલમે વાંચ્યું.*" શહેરની દક્ષિણે આર.વી. રોડ ની ડાબી બાજુએ , રોડની છેલ્લી દુકાનથી એક કિલોમીટર પર મને મળવા આવીજા. " કવિતાએ ચોપડા પર લખેલું વાંચ્યું.*" શહેરની દક્ષિણે આર.વી. રોડ ની ડાબી બાજુએ , રોડની છેલ્લી દુકાનથી એક કિલોમીટર પર મને મળવા આવીજા. " નિલે વાંચ્યું. ...વધુ વાંચો

11

ભૂલ. - 11

[ આગળના પાર્ટમાં બધાને એક સરખું એડ્રેસ મળે છે.બધા મંદિરે મળવાનું નક્કી કરે છે. કવિતાને ઘરેથી હા પાડી દે ]" બ્રિસા , તારે મારી સાથે આવવાનું છે. " કવિતા બ્રિસાને કોલ કરતા બોલી. " હું તને એ જ કે'વા કોલ કરતી હતી. " બ્રિસા બોલી. " એ બધું પછી. તારે મારી સાથે આવવાનું છે. " કવિતા બોલી. " ક્યાં ? " બ્રિસાએ પૂછ્યું. કવિતાએ બધી કહાની કીધી. " શું ! મારી સાથે પણ એવું જ થયું. " બ્રિસાએ પોતાની કહાની કહી. " હા તો આવી જા મારા ઘરે. મારા મમ્મીને માંડ મનાવ્યાં છે." કવિતા બોલી. " મારે પણ મનાવવા ...વધુ વાંચો

12

ભૂલ. - 12

[ આગળના પાર્ટમાં બધા નક્કી કરેલા સ્થળ પર પહોંચી જાય છે અને ત્યાં જવા માટે નીકળે છે. બ્રિસા નાસ્તો સમયે તેના પગ સાથે કઈક અથડાય છે.]" બસ અહીંથી હવે આ જંગલમાં જવાનું છે. " નિલ બોલ્યો. " હા ચાલો આપણે ક્યાં વાંધો છે. " કુશ દીપ તરફ જોતા બોલ્યો. " મને વાંધો છે. " દીપ બોલ્યો. બધા તેની તરફ જોવા લાગ્યા. " શું વાંધો છે ? " રાજ બોલ્યો. " મારે એક નંબર જવું છે. " દીપ ટચલી આંગળી બતાવતા બોલ્યો. " આને આવું જ હોય. અમે જઈએ છીએ તું કરીને આવી જજે હો. " નીરવ બોલ્યો. " ના ...વધુ વાંચો

13

ભૂલ. - 13

[ આગળના પાર્ટમાં બધા માળાઓ કાઢી નાખે છે.બ્રિસા અને કવિતા જગલમાં ચાલતા હોય છે. અચાનક બ્રિસાનો પાછળથી કોઈક હાથ છે. ]" કવિતા મારો હાથ. " બ્રિસા પોતાનો હાથ ખેંચતા બોલી. કવિતાએ પણ તેને મદદ કરવા હાથ ખેંચ્યો. " બસ બસ બસ બસ બસ.... " બ્રિસાનો દર્દ થતા તેને છોડવાનું કહ્યું. " હવે શું કરશું ? " બ્રિસા બોલી. " મને લાગે છે કે આ પવિત્રા કાઢવી પડશે. " કવિતા બોલી. " એના વગર તો કેમ જવું ? " બ્રિસા ચિંતાના સ્વરમાં બોલી. " જવું હોય તો કાઢવી પડશે એવું લાગે છે. " કવીતા બોલી. " પણ અંદર જઈને કઈક ...વધુ વાંચો

14

ભૂલ. - 14

[ આગળના પાર્ટમાં કવિતા અને બ્રિસા હવામાં ઉડવા લાગ્યા. બધા જમીનમાં ફસાવા લાગ્યા. દલદલ ફેલાતું હોય તેવું લાગ્યું. ]" તું તો કંઈક કર. " નિલ બોલ્યો. કિશને આસપાસ તપાસ કરી. એક વડલાની વડવાઈ દેખાઈ. તે લઈ તેને એક ઝાડ સાથે બાંધી દીધી અને તેને કુશ પર ફેંકી. કિશન દૂર ચાલ્યો ગયો. કુશે તેને પકડી અને ખેંચવા લાગ્યો. તે થોડો જ બહાર આવ્યો હતો ત્યાં બાંધેલ ઝાડ પણ નીચે આવવા લાગ્યું. " નઇ નઇ નઇ નઇ. " કુશ રાડો પાડવા લાગ્યો. કુશે પોતાનો પૂરતો પ્રયત્ન ચાલુ રાખ્યો. કુશ બળ કરીને ગોઠણ સુધી બહાર આવી ગયો. અચાનક તે ઝાડની ડાળી નજીક ...વધુ વાંચો

15

ભૂલ. - 15

[ આગળની વાર્તામાં થોડાક મિત્રોને ખરાબ અનુભવો થતા તેના કારણ સુધી પહોંચવા જંગલ માં જાય છે. ત્યાં બધાને અલગ મુશ્કેલી નો સામનો કરવો પડે છે. આગળના પાર્ટમાં કિશન સિવાય બધા દલદલમાં ફસાઈ ગયા. કવિતા નીચે પડી ગઈ અને બ્રિસા હવામાં ઝાડ સાથે અથડાઈને બેહોશ થઈ ગઈ. ]" કિશન.. " કિશન આંખો બંધ કરીને ઉભો હતો. " હમમમમ.." કિશને આંખો ખોલી. સામે કુશ , દીપ , નિલ અને બાકી બધા ઉભા હતા. બધા કિચળથી લથપથ હતા. " તમે બધા કેવી રિતે ? " કિશન બોલ્યો. " ખબર નઇ. પણ અચાનક અમે બહાર આવી ગયા. " નિલ બોલ્યો. " સારું થયું. ...વધુ વાંચો

16

ભૂલ. - 16

[ આગળના પાર્ટમાં બધા દલદલમાંથી અચાનક બહાર આવી જાય છે. નિરવના પગમાંથી નિલે એક જીવડું કાઢ્યું. બધા આગળ જતાં ત્યાં પાછળથી કિશનની પીઠ પર કઈક પડે છે. બધા હવાના અવાજ તરફ જુવે છે. બધાની આંખો પહોળી થઇ જાય છે.] કિશન હજુ પાછળ ફરીને જુવે ત્યાં તે પાછળ ખેંચાવા લાગ્યો. પાછળથી કોઇક તેને પીઠ તરફથી ખેંચતુ હોય એવું લાગ્યું. બધાની નજર તે ખેંચતા જીવ પર ગઈ. એક લીલા કલરનું પ્રાણી બધાની સામે ચાર પગ પર હતું. બે ત્રણ માળ જેટલું ઊંચું તેનું મોઢું હતું અને મોઢું ખુલતા નીચેનો ભાગ જમીન ને અડકતો હતો. આંખો માણસના મોઢા જેવડી હતી. જે બંને અલગ અલગ ...વધુ વાંચો

17

ભૂલ. - 17

[ આગળના પાર્ટમાં કિશન પ્રાણી નો ખોરાક બનતા બચી જાય છે. બધા પ્રાણીથી દૂર ભાગે છે. રસ્તામાં કવિતા અને બધાને દોડતા જોઈ તેની પાછળ પાછળ દોડે છે. બ્રિસા પ્રાણીને જોઈને બેસી જાય છે. કવિતા બ્રિસાને છોડીને ત્યાંથી ભાગવા લાગે છે. બ્રિસા રડવા લાગે છે. ]" એક મીનીટ. " નિલ બધાને રોકતા બોલ્યો. " શું થયું ? " દીપ પાછળ ફરતા બોલ્યો. " જુવો પાછળ કોઈ નથી. " નિલ બોલ્યો. " તો ? " રાજ બોલ્યો. " તો શું પેલું પ્રાણી નથી આપણી પાછળ. " નિલ બોલ્યો. " હાશ. " કુશ નીચે બેસતા બોલ્યો. " સારું થયું ગયું. " નીરવ ...વધુ વાંચો

18

ભૂલ. - 18

[ આગળના પાર્ટમાં બધા આવેલા અવાજ તરફ દોડવા લાગે છે. ]" નઇ નઇ મને છોડી દો. " બ્રિસાને પાછળથી પર હાથ અનુભવાતા રડતા રડતા બોલી. " કઈ નહિ થાય. " નિલ બોલ્યો. બ્રિસા અવાજ સાંભળતા તરત પાછળ વળી. માણસને જોઈને બ્રિસા ત્યાં જ સુઈ ગઈ અને રડવા લાગી. મોટી બીક માંથી બહાર નીકળ્યા બાદ થતી ખુશીએ બ્રિસાને રડાવી દીધી. " ગાંડી લાગે છે. " દીપ ધીમેથી કિશન પાસે જઈને બોલ્યો. કિશનના ચહેરા પર થોડી મુસ્કાન આવી પણ તે કોઈ જોઈ ન જાય એટલે કિશને એકાદી ખોટી ઉધરસ ખાધી. " શું થયું ? " નિલ પાસે બેસતા બોલ્યો. બ્રિસા થોડીવાર ...વધુ વાંચો

19

ભૂલ. - 19

[ આગળના પાર્ટમાં બધા ગુફામાં ફસાઈ જાય છે. સામે સ્ત્રી બેઠી હોય છે. ]સ્ત્રીએ એક ઝટકા સાથે આંખો ખોલી. મોઢમાંથી ડરથી થોડોક અવાજ નીકળી ગયો. આગના અજવાળે આંખો ચમકી રહી હતી. સ્ત્રીએ બાજુમાં પડેલ લાકડી ઉપાડી અને આગમાં નાખી દીધી. જેમ આકાશમાં ખરતા તારાનો ચમકારો થાય અને ઓલવાઈ એમ આગ ખૂબ વધી અને અચાનક ઓલવાઈ ગઈ. ચારે તરફ અંધારું થઈ ગયુ. બધા એક બીજાને અડકીને ઉભા હતા. બધાના રુવાડા ઉભા થઇ ગયા. અચાનક બધા ફંગોળાઈ ગયા. કોઈને સમજવાનો સમય પણ ન મળ્યો. બધા પોતાનો હોશ ખોઈ બેઠા.( પાર્ટ 1 )" મેં કઈ નથી કર્યું. આ..આ... " નિલ દર્દથી કાણસતા ...વધુ વાંચો

20

ભૂલ. - 20

[આગળના પાર્ટમાં સ્ત્રી બધાને જમીન પર પછાડે છે. અને મારવા માટે ગળું દબાવે છે. ] "સઅઅ..... ધીમે ધીમે " સ્ત્રીની જાળમાંથી બહાર નીકળી ગયો અને નીચે સુઈ ગયો. એકપછી એક બધા સ્ત્રીની જાળમાંથી નીકળી ગયા. બધાની હાલત ખરાબ હતી અને કોઈને સમજાતું ન હતું કે પોતાની સાથે શું થાય છે. બધા ઝડપથી અને ટૂંકા ટૂંકા શ્વાસ લેતા હતા. " ક્રિશ ?" નિલ બોલ્યો. " હા. હું " ક્રિશ ધીમા અવાજે બોલ્યો. સ્ત્રી આ જોઈને ગુસ્સે થઈ ગઈ. " તું બચાવીશ આ બધાને " સ્ત્રી બોલી. તેને પોતાની બધી શક્તિ વાપરી. છતાં કોઈને કઈ અસર ના થઇ. તેને ફરી પ્રયાસ કર્યો ...વધુ વાંચો

21

ભૂલ. - 21

[ આગળના પાર્ટમાં ક્રિશ બધાને બચાવે છે. હર્ષ તેના પર ભભૂત નાખી મારી નાખે છે. અચાનક ડાયન આવે છે બધાને ચક્રમાં પુરી દે છે. નિરવની વિનંતીથી બધાને એક એક પ્રશ્ન પૂછવાનું કહે છે. ]"તમે અમને મારવા શા માટે માંગો છો ?" નિરવે પૂછ્યું. " હું મારવા ન'તી માંગતી પણ પેલી સ્ત્રી તમને મારવા માંગતી હતી. એને તમારી સાથે વેર હતું. " ડાયન બોલી. " શેનું વેર ? " નિરવે પૂછ્યું. " તારો વારો પૂરો બીજું કો'ક પૂછે તો જવાબ દવ. " ડાયન બોલી. " મારો સવાલ છે. " બ્રિસા બોલી. " તમે બધા એકવખત કેમ્પ માટે આવ્યા હતા. બંનેના કેમ્પ ...વધુ વાંચો

22

ભૂલ. - 22 - છેલ્લો ભાગ

[ આગળના પાર્ટમાં ડાયન બધાને હાથકળીથી બાંધીને ચાલી જાય છે. બધા પોતાના બીલી પત્ર હાથકળી પર મૂકે છે અને પત્ર સળગી જાય છે.]અચાનક સામે એક પ્રકાશ આવ્યો. બધાની આંખો બંધ થઈ ગઈ. પ્રકાશ બંધ થતાં બધાએ આંખો ખોલી. " મને જવા દો મને જવા દો. માફ કરી દો. આ હર્ષ મને ધરારથી કેમ્પમાં લઈ ગયો હતો. હું નિર્દોષ છું. મને જવા દો. હવે બીજીવાર આવું નઇ થાય. હું ક્યારેય આવું નઇ કરું. હું વસ્તુ નાખતા પેલા ચેક કરીશ. કચરા પેટી પણ ચેક કરીશ. મને જવા દો." દીપ જોરથી બબડવા લાગ્યો. " એ ચૂપ સામે જો. " નીરવ દીપને હલાવતા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો