તારા વિનાની ઢળતી સાંજ

(1.7k)
  • 104.8k
  • 396
  • 48k

આ એક સાચુકલા પ્રેમી પન્ખીડાના ધગધગતા આંસુ છે. તે બન્ને જેવું પણ જીવ્યા છે અને જેટલું પણ જીવ્યા છે એવું ને એવું જ તમારી આગળ મુકવાનો એક નાનો પ્રયાસ માત્ર છે. નાં ઇચ્છવા છતાં પણ રડશો અને રડવાની ઇચ્છાએ હશે તો પણ હસશો એવી આ સ્ટોરી ને તમે ખુદ જીવશો.

Full Novel

1

તારા વિનાની ઢળતી સાંજ-૧

આ એક સાચુકલા પ્રેમી પન્ખીડાના ધગધગતા આંસુ છે. તે બન્ને જેવું પણ જીવ્યા છે અને જેટલું પણ જીવ્યા છે એવું એવું જ તમારી આગળ મુકવાનો એક નાનો પ્રયાસ માત્ર છે. નાં ઇચ્છવા છતાં પણ રડશો અને રડવાની ઇચ્છાએ હશે તો પણ હસશો એવી આ સ્ટોરી ને તમે ખુદ જીવશો. ...વધુ વાંચો

2

તારા વિનાની ઢળતી સાંજ-૨

ભાગ-૧ માં આપણે જોયું કે સવાર સવારમાં કોલેજ જતી વખતે નબીરને રસ્તા પર પડેલી એક છોકરીની આસપાસ ટોળું વળેલું છે, જઈને જુએ છે તો ખબર પડે છે એ ટોળું જેના કારણે વળ્યું છે એ એની ખુશુ જ છે.. એના શ્વાસની ભાગીદાર.. એના હૃદય પર રાજ કરનાર.. આઠ મહીના પછી ડાયરેક્ટ તેને આવી હાલતમાં મળતાં નબીર ડઘાઈ જાય છે.નબીર તેને બેભાન હાલતમાં જ લઈને તેની રૂમ પર જાય છે. ખુશુ બેભાન હોવા છતાં પણ એક જ નામ નું રટણ કરતી હોય છે.. નબીર.. આથી નબીરના મનમાં હજારો પ્રશ્નોએ સ્થાન લઇ લીધું હોય છે ત્યાં જ ખુશુ ભાનમાં આવે છે.. હવે આગળ.. ...વધુ વાંચો

3

તારા વિનાની ઢળતી સાંજ-3

આગળ આપણે જોયું, ખુશુ ભાનમાં આવે છે. નબીર તેને પ્રશ્ન કરે છે કે તે રસ્તા પર પહોંચી કઈ રીતે.. જેટલું યાદ આવે છે તેટલું તે કહે છે. પછી ખુશુ નબીરને તેના લગ્નના અભિનંદન પાઠવે છે. આથી નબીરને નવાઈ લાગે છે કે તેને કઈ રીતે જાણ થઇ.. ખુશુ પૂછે છે, શું બધુંજ પાછું પહેલા જેવું ના થઇ શકે.. એમ કરીને તે કહે છે કે તેની સગાઇ ત્રણ મહિના પહેલા તૂટી ગઈ છે. આથી નબીરને ઝટકો લાગે છે. હવે આગળ.. ...વધુ વાંચો

4

તારા વિનાની ઢળતી સાંજ-૪

આહ..!! અચાનક મને મારા શરીર પર ખુબ જ જાણીતો આહલાદક સ્પર્શ થયો અને હું સફાળો જ વિચારોમાંથી જાગી હું બેડ પર બેઠો હતો અને ખુશુએ પાછળથી આવીને મને તેની બાહોપાશમાં જકડી લીધો. તેનું આખું શરીર મારી પીઠ ને સજીવન કરી રોમાંચ જગાવવા લાગ્યું. અચાનક જ જાણે મારા બધા હોર્મોન્સ જીવન્ત થઇ ગયાં. મારી એક એક રુહ જાણે એ જ સ્પર્શની ભૂખી હોય એમ એનામાં ભળી જવા તૈયાર થઇ ગઈ. મારા મનની ઈચ્છાઓ પર મેં મુકેલા આદર્શતાના મસ મોટા પથ્થરને એ નાજુક સ્પર્શે પળવારમાં ઓગાળી દીધો. જૂની યાદો અને આ રીતે થતા સ્પર્શમાં કેવી રીતે હું તણાઈ જતો એ બધુંજ મારા મનોમસ્તિષ્ક પર ઘુમવા લાગ્યું અને હું જાણે હિપ્નોટાઇઝ થયો હોઉં એમ ખુશુ તરફ ખેંચાવા લાગ્યો. મારા બન્ને હાથ તેના હાથને રોકવાની જગ્યાએ તેની રુહ સુધી પહોંચવાનો માર્ગ બનાવવા લાગ્યાં. મારા પ્રતિભાવને લીધે ખુશુએ મને વધુ જોરથી તેની બાહોમાં જકડવાનો પ્રયત્ન કર્યો અને અચાનક જ મારી ચામડી માટે સનસનાટીભર્યું એવું તસતસતુ ચુંબન એણે મારી ડાબી બાજુની ડોક પર ચોડી દીધું. મને વીજળીની જેવો કરન્ટ લાગ્યો. મારુ હૃદય આ જાણીતા સ્પર્શના લીધે વધુ ઝડપથી લોહી ફૂંકવા લાગ્યું. હું મારી લાગણીઓ પરનો કાબૂ ધીરે ધીરે ગુમાવવા લાગ્યો. ...વધુ વાંચો

5

તારા વિનાની ઢળતી સાંજ-૫

પેલા ભિખારીને બોલવું.. સાંભળતાં જ હું રડતાં રડતાં હસી પડી, તને અત્યારે એવું કેમ સૂઝે છે.. તો શું.. મને તો હવે એ ભિખારીની ઈર્ષ્યા આવે છે ચિંતા ના કર.. હું એની સાથે નહીં ભાગી જાઉં.. લાગે છે કે એ દિવસ પણ દૂર નહીં હોય.. અને અમે બન્ને હસી પડેલાં પણ એ પછીની અમારી બન્નેની હસી ગાયબ થવાની હતી. જે હજુ પણ અમેં શોધી નહોતા શક્યાં. મેં બનેલી દરેક વાત તેને કહી. તે ખુબ જ ગુસ્સે થઇ ગયો હતો. એ રાતનું એનું રૂપ મને તેના મારી પ્રત્યેના હિંસક પ્રેમ ની સાક્ષી પૂરતું હતું.. હું તો હિંસક નહીં પણ મારી ભાષામાં નોન-વેજ લવ જ કહીશ.. કેમકે એ માત્ર એટલું જ જોઈ શકતો હતો કે હવે હું એની નબીરી નથી રહી બસ.. પણ તેણે મારી હાલત જોવાની કે સમજવાની કોશિશ નહોતી કરી. એ ગમે તે રીતે મને ઈચ્છતો હતો પરન્તુ મેં આવું શા માટે કર્યું.. મારી કન્ડિશન શું હતી.. કેવી રીતે હું એ બધું મેનેજ કરી શકી હોઈશ.. એ કંઇજ વસ્તુ એના ધ્યાનમાં નહોતી આવી. હું ખુબ જ નિરાશ થઇ ચુકી હતી. તેણે મને સાથ આપવાની જગ્યાએ મારી આગળ ફરીયાદો ધરી હતી. એ રાત પછી લગભગ કંઇજ અમારી વચ્ચે ખાસ નહોતું થઇ શક્યું. મેં મારા જીવનની મોટામાં મોટી ભૂલ ત્યારે કરી નાખી જયારે મને ખબર હતી કે એક અઠવાડિયામાં નબીર લગ્ન કરવાનો છે એ છતાં પણ મેં મારા ઈગોના લીધે એની સાથે વાત કરવાનો પ્રયત્ન ના કર્યો. હું ખુબ જ ગુસ્સે થઇ ગઈ હતી અને દુઃખી પણ.. કે તેે મને પામવાની કોશિશ સુધ્ધાં મૂકીને એક બીજા સંબન્ધમાં જોડાવા માટે જઈ રહ્યો હતો.. હું સપનામાં પણ નહોતી વિચારી શકતી નબીરને કોઈ બીજી છોકરી સાથે.. એની જગ્યાએ તે તો લગ્ન કરવા જઈ રહ્યો હતો. હું ના કરી શકી એને એક ફોન.. ના કરી શકી હું તેને એક પણ મેસેજ.. જો મારો ગુસ્સો.. મારો ઈગો.. મારો એટીટ્યુડ.. બધુંજ એક બાજુએ મૂકીને મેં તેને માત્ર એક મિસ કોલ પણ કરી દીધો હોત ને, તો આજે એ માત્ર મારો હોત.. માત્ર મારો.. મારી આંખો છલકાઈ આવી. એવામાં જ નબીરે બાઇક ઉભી રાખી. ...વધુ વાંચો

6

તારા વિનાની ઢળતી સાંજ-૬

થોડીવાર માટે અમારા બન્ને વચ્ચે શબ્દોની હડતાલ પડી ગઈ. જમવાનું આવી ગયું પરન્તુ આજે પહેલીવાર ભાજીપાઉંની ડિશ પણ મને નહોતી શકતી. નબીરે હંમેશની જેમ ભાજીની પહેલી ચમચી ભરીને મારા મોં આગળ ધરી. મેં તેના તરફ ત્રાંસી નજર કરી કારણકે મને સહેજ પણ આશા જ નહોતી કે તે આવું કરશે. તેની આંખોએ તેની પોતાની ભાષામાં મને કહ્યું, સ્વીકારી લે, પછી મળે ના મળે.. અને મેં મારા બધા જ પ્રશ્નોને મુક્ત કરીને એ પ્રેમને સ્વીકારી લીધો. મેં પણ ચમચી ભરીને તેની સામે ધરી. તેણે ખાવાનો પ્રયત્ન કર્યો પરન્તુ હંમેશની જેમ મેં ચમચી તેના મોંએથી લઈને મારા મોંમાં મૂકી દીધી. તે ચિડાયો, આટલા સેન્ટિમેન્ટલ એટમોસમાં મેં આ વસ્તુ એક્સપેક્ટ નહોતી કરી..!! તને હવે તો ખબર હોવી જોઈએ, પ્રાણ જાય પણ નખરાં ના જાય.. ...વધુ વાંચો

7

તારા વિનાની ઢળતી સાંજ-૭

એ રાતે ખૂશુની સાથે કંઈ અજુગતું તો નથી બન્યું ને.. કોણ હતું કે જેનાથી ખૂશુ આટલી નફરત કરતી વાંચો આ ભાગમાં.. ...વધુ વાંચો

8

તારા વિનાની ઢળતી સાંજ-૮

આજના દિવસમાં ખબર નહીં મને આ કેટલાંમી વખત ઝટકો લાગ્યો હતો. પણ બીજી બધીજ હકીકતો કરતાં આ વાસ્તવિકતાને પચાવવી હતી. ગાડીમાં એ.સી ચાલુ હોવાં છતાં પણ હું પરસેવે નીતરી ગઈ હતી. ફોન નીચે પડવાના કારણે વિરનું ધ્યાન મારા પર ગયું અને એણે મને બોલાવવાનો પ્રયત્ન કર્યો પરન્તુ હું એમ જ દિગ્મૂઢ બનીને બેઠી હતી. મારી પાંપણો પર પલકારાનો ભાર સવાર થવા લાગ્યો હતો. ખૂ..શુ.. વિરે મને એનાં ડાબા હાથે ઢન્ઢૉળી નાખી હું લગભગ ઝબકી જ ગઈ. ...વધુ વાંચો

9

તારા વિનાની ઢળતી સાંજ-૯

એ ફોન પછી મારા મા બધું જ અસ્ત્વ્યસ્ત થઈ ગયું હતું.. કેટલી નીચ હરકત કરી હતી શુભલા એ.. નબિર એ એક જ તો હતું જેના સહારે મારા દિવસો નિકળતા હતાં.. ભઈલૂડી ની હીમ્મત પણ કઈ રીતે થઈ એના વિશે વિચારવાની.. એ મારુ મંગળસૂત્ર એની રચના ને આપવાનો વિચાર પણ કઈ રીતે કરી શકે.. મારુ મગજ બધા જ હાઈ ટેમ્પરેચર ના વિચારો વચ્ચે ફુદરડી ફરી રહ્યુ હતું. આજે તો એ ઘરે આવે એટલે એની ખેર નથી.. મારા મગજમાં હજુ પણ એના શબ્દો ઘૂમી રહ્યા હતાં, “બે શુભલા.. તારી બેનનું મંગળીયું વેચવાનું હોય તો લઈ આવજે.. કે પછી રચનાને એમ જ આપી દેવુ છે.. ” કેટલી નિર્લજ્જ્તા..!!! સાંજના સાડા પાંચ વાગી ચૂક્યા હતાં. સૂરજ પોતાની દુકાનને બન્ધ કરવાની તૈયારી કરી રહ્યો હતો. રસ્તા ઉપર લોકોની ચહલ-પહલ વધી રહી હતી. સમોસા અને વડાપાઉં ની લારીઓ પર નોકરીયાત પુરુષોનો મેળાવડો જામી રહ્યો હતો. મેક’ડી, ડોમીનૉઝ, નિઓ પોલિટન અને મોનોમેન માં યન્ગસ્ટર્સની સંખ્યા વધી રહી હતી. સી.સી.ડી તો ઓવર ફ્લૉ થઈ રહ્યાં હતાં. ડાયનામાઈટ મૉલના ચોથાં માળેથી ઓવર-બ્રીજ પર નો નજારો સુન્દર દેખાઈ રહ્યો હતો. ચારેય બાજુએથી કાચના બનેલાં ગ્રીન કાફેના કૉર્નર પરનાં ટૅબલ પર બેઠાં-બેઠાં હું છેલ્લાં એક કલાક્માં સાત કપ કૉફી ગટગટાવી ચૂકી હતી. છેલ્લાં અડધા કલાકમાં હું લગભગ આઠ થી દસ કૉલ કરી ચૂકી હતી શિવને.. પરંતુ તેણે હજુ સુધીમાં એક પણ કૉલનો જવાબ ન્હોતો આપ્યો. મેં ફરીવાર એને કૉલ લગાવ્યો. આ વખતે કૉલ રીસીવ થયો, “હેલ્લો, શિવ.. ” “હલો મેડમ.. તમે જીને કૉલ કયરો સે, એનું અંઈયા ખૂન થઈ ગયું સે..” ...વધુ વાંચો

10

તારા વિનાની ઢળતી સાંજ-૧૦

“મને નબિરે જ કીધું કે હું તારું મંગળસૂત્ર વેંચી નાંખુ..” સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ.. જાણે કોઈએ દિલને પ્રેમ કરીને મસળી નાંખ્યું હોય એવો એહસાસ થયો મને.. “વોટ્ટ.. તને ખબર તો છે ને તું શું બોલી રહ્યો છે.. ” હું એનાં પર જ ભડકી. “હા ખૂશુ.. આ જ સાચું છે..” “પણ એ એવું બોલી જ કઈ રીતે શકે.. ” મારી આંખો ફરીવાર પલળી ગઈ. “એક્ચ્યુલી.. મારે વાતમાંથી જ વાત નીકળી અને મેં રચનાને વાત કરી કે તારી પાસે મેરેજ પહેલાંથી જ ગોલ્ડનું મસ્ત મંગળસૂત્ર છે તો એણે મને રીઝન પુછ્યું..-“ “ઓહ્હ.. તો તે એને પણ કહી દીધું એમને.. ” હું કતરાઈ ને તેની સામે જોઈ રહી. “મેં એને કહી દીધું કે તને એ નબિરે આપેલું.. અને એ દિવસે તમે બંન્ને એ હોટેલ કોર્ટયાર્ડમાં તમારાં બધાં ફ્રેન્ડ્સને પાર્ટી આપેલી અને પછી ત્યાં જ આપણે ડીસ્કો પાર્ટી પણ કરેલી.. અને એ દિવસને તમે ઍઝ ઍન ઍનિવર્સરી સેલિબ્રેટ કરો છો…” “સો વોટ્ટ.. ” “તો એ જ મારી મોટામાં મોટી ભૂલ.. મને એમ હતું કે એ સાંભળીને ખૂશ થશે.. પણ ઉલટાનું એ મને ઉંધી ચીટી કે તે કેમ મને આવું કંઈ જ નથી આપ્યું.. બસ તું મને આવું કંઈક આપ.. મને પણ તારી નિશાની જોઈએ છે.. આપણે પણ આપણા માટે કોઈ ડૅ બનાવીએ.. આપણે પણ ફ્રેન્ડ્સ છે.. આપણે પણ એમને પાર્ટી આપીએ.. અને પછી તો હું મેસેજ કરું કે કૉલ કરું એટલે એક જ વાત હોય.. કંઈ લાવ્યો.. અને હું ના પાડુ એટલે વાત જ ના કરે.. રીસાઈ જાય.. પછી એ જ પાછું મનાવવાનું ઍન્ડ ઑલ.. કંટાળી ગયો તો યાર.. ગોલ્ડની વસ્તુ લેવી એ કંઈ થોડી રમત વાત છે.. પછી મને કંઈ જ ના સૂજ્યું એટલે મેં નબિર ને વાત કરી.. તો એણે-“ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો