રાતના આઠ વાગ્યા હતા. શેઠ દેવીપ્રસાદના બંગલામાં સ્થિત તેમના પ્રાઇવેટ રૂમના ખૂબસૂરત, ઘેર લાલ રંગના ટેલીફોનની ઘંટડી રણકતી હતી. ફોન રિસીવ કરવા માટે ત્યાં કોઈ હાજર નહોતું. સતત પાંચ મિનિટ સુંધી રણક્યા પછી ઘંટડીનો અવાજ બંધ થઇ ગયો હતો. વળતી જ પળે એ શાહી તથા દબદબાભર્યા ખંડમાં ખામોશી પથરાઈ ગઈ. -શેઠ દેવીપ્રસાદ...! -વિશાળગઢની દરેક રીતે જોરદાર હસ્તી...!
Full Novel
બાજીગર - 1
રાતના આઠ વાગ્યા હતા. શેઠ દેવીપ્રસાદના બંગલામાં સ્થિત તેમના પ્રાઇવેટ રૂમના ખૂબસૂરત, ઘેર લાલ રંગના ટેલીફોનની ઘંટડી રણકતી હતી. ફોન રિસીવ માટે ત્યાં કોઈ હાજર નહોતું. સતત પાંચ મિનિટ સુંધી રણક્યા પછી ઘંટડીનો અવાજ બંધ થઇ ગયો હતો. વળતી જ પળે એ શાહી તથા દબદબાભર્યા ખંડમાં ખામોશી પથરાઈ ગઈ. -શેઠ દેવીપ્રસાદ...! -વિશાળગઢની દરેક રીતે જોરદાર હસ્તી...! ...વધુ વાંચો
બાજીગર - 2
સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ડીપાર્ટમેન્ટનો ચીફ ઇન્સ્પેકટર મેજર નાગપાલ અત્યારે પોતાની ઓફીસરૂમમાં બેઠો બેઠો એક ફાઈલ ઉથલાવવામાં મશગુલ હતો. એના હોઠ વચ્ચે દબાયેલી હતી, જેમાંથી રહી રહીને કસ ખેંચતો હતો. ઇન્સ્પેકટર વામનરાવના અનહદ આગ્રહથી તેને બ્લેકમેઈલર બાજીગરનો કેસ હાથ પર લેવો પડ્યો હતો. વામનરાવના કથન મુજબ આજ સુધીમાં બાજીગર વિરુદ્ધ બ્લેકમેઈલીંગની અનેક ફરિયાદો તેને મૌખિક રીતે મળી ચુકી હતી અને હવે તેને પકડવો એકદમ જરૂરી હતો. શાંતા, રજની પરમાર તથા સમ્ફિયા ઘણા દિવસથી વિશાળગઢની બહાર ગયાં હતા. હાલમાં દિલીપ અને નાગપાલ એકલા જ હતા. તાજેતરમાં જ નાગપાલની ગેરહાજરી દરમિયાન દિલીપે બે કેસ પુરા કર્યા હતા. અલબત્ત, આ બંને કેસ એણે પ્રાઇવેટ ડિટેક્ટીવ તરીકે ઉકેલ્યા હતા. ...વધુ વાંચો
બાજીગર - 3
શેઠ ધરમદાસ...! વિશાળગઢનો ખ્યાતનામ ઉદ્યોગપતિ...! ધરમદાસ પોતાની ધરમ પ્રાઈવેટ લીમીટેડ કંપનીની શાનદાર ઓફિસની રીવોલ્વીંગ ચેર પર બેસીને એક ફાઈલ વાંચવામાં મશગુલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નેજા હેઠળ કેમીકલ બનાવવાની ત્રણ મોટી ફેકટરીઓ ચાલતી હતી અને તેમાં બે હજાર મજુરો જુદીજુદી શિફ્ટમાં કામ કરતા હતા. ‘સર...! સહસા એક ચપરાસી તેની ઓફિસમાં પ્રવેશી બોલ્યો. ચાપ્રશીના અવાજથી ધરમદાસનું ધ્યાન ભંગ થયું. એણે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું. ચપરાસીએ આગળ વધીને એક ખાખી રંગનું કવર તેની સામે ટેબલ પર મૂકી દીધું. ‘શું છે ?’ ‘સર, એક માણસે આ કવર આપને પહોંચાડી દેવાની સુચના આપી હતી.’ ‘ઠીક છે...તું જા...’ ...વધુ વાંચો
બાજીગર - 4
વિશાળગઢથી જમ્મુ જતી જમ્મુ એક્સ્પ્રેસ ટ્રેન પૂરી રફતારથી પોતાની મંઝીલ તરફ ધસમસતી હતી. મંદાકિની, કિરણ અને અતુલ ફર્સ્ટક્લાસના એક કૂપેમાં હતા. તેમની બાજુમાં બીજા કૂપેમાં દીપક અને પ્રવીણ બેઠા હતા. એ બંને બાજીગરના સંગઠનના ખાસ સભ્યો હતા. બાજીગરને એ બંને પર જેટલો ભરોસો હતો, એટલો બીજા કોઈ સભ્યો પર નહોતો. કહેવાની જરૂર નથી કે એ બંને બાજીગરના કહેવાથી જ આ ટ્રેનમાં મુસાફરી કરતા હતા. રાતના અગિયાર વાગ્યા હતા. અતુલ વ્હીસ્કી પીવામાં મશગુલ હતો. પરંતુ સુધાકર વગર તેને જરા પણ મજા નહોતી આવતી. એ વ્હીસ્કી પીતાં પીતાં વારંવાર સુધાકરની કમી તરફ મંદાકિની અને કિરણનું ધ્યાન દોરતો હતો. ...વધુ વાંચો
બાજીગર - 5
ભૂતપૂર્વ એમ.એલ.એ.રાજનારાયણ તથા વીરા વાતો કરતા બેઠા હતાં. રાજનારાયણનો ચહેરો બેહદ ગંભીર હતો. જયારે વીરાના ચહેરા પર ક્રોધમિશ્રિત ઉદાસીના હાવભાવ છવાયેલા રાજનારાયણે ગંભીર અવાજે કહ્યું, ‘તને કદાચ મારી વાત પર ભરોસો નથી બેઠો પણ હું સાચું જ કહું છું. મારા પર આજે જ પ્રભાકરનો પત્ર આવ્યો છે. એની નોકરી અજમેરથી જયપુર ટ્રાન્સફર થઇ ગઈ છે.’ ‘જયપુર...?’ ‘હા...પરમ દિવસે તે જયપુર છાવણીમાં પહોંચી જશે. એણે પોતાની જયપુર છાવણીનું સરનામું જણાવીને મને તાબડતોબ ત્યાં પહોંચવાનું લખ્યું છે.’ ‘ઓહ... તો આનો અર્થ એ થયો કે મારે હવે એ ઠંડા પુરુષ પાસે રહેવું પડશે !’ ...વધુ વાંચો
બાજીગર - 6
બીજી તરફ કિરણ અત્યારે કોટેજમાં એકલી જ હતી. ઉટી ખાતેનું આ કોટેજ તેમણે ભાડે રાખી લીધું હતું. કિરણને માથું દુખતું હોવાથી અતુલ અને મંદાકિની સાથે ફરવા નહોતી ગઈ. એ કોટેજના વરંડામાં બેસીને સામેની પહાડીનું રમણીય દ્રશ્ય જોતી હતી. ‘કિરણ...’અચાનક પાછળથી એક અવાજ તેને સંભળાયો. એણે ચમકીને પીઠ ફેરવી. પછી પોતાની સામે સુધાકરને જોઇને એના ચહેરા પર અવર્ણનીય આનંદ છવાયો. એ ઝડપભેર ઉભી થઈને સુધાકરને વળગી પડી. ‘ઓહ… સુધાકર...!’ પરંતુ સુધાકરે તેને મળવામાં કોઈ ઉત્સાહ ન દર્શાવ્યો. એના મનમાં એક જ વાત ભમતી હતી. અતુલ અને કિરણ વચ્ચે અનૈતિક સંબંધો છે...!’ -‘કિરણ ચારીત્ર્યહીન છે...!’ ‘શું વાત છે ડીયર...? બહુ ઉદાસ દેખાય છે...! તારી તબિયત તો સારી છે ને ...?’ ...વધુ વાંચો
બાજીગર - 7
રાતનો એક વાગ્યો હતો. નાગપાલ બાજીગરના કેસની ફાઈલ વાંચવામાં મશગુલ હતો. એની આંખોમાં ઊંઘનું નામોનિશાન નહોતું. દિલીપ તેની સામે જ પલંગ પર ઊંઘમાં સુતો હતો. સહસા ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી. નાગપાલ માટે આટલી મોડી રાત્રે ફોનનું આગમન નવું નહોતું. અગાઉ અનેક વખત આવું બની ચુક્યું હતું એટલે તેને જરા પણ નવાઈ ન લાગી. એણે ફાઈલને સ્ટુલ પર મૂકી. પછી ઉભા થઇ, આગળ વધીને રિસીવર ઊંચક્યું. ‘હલ્લો...મેજર નાગપાલ સ્પીકીંગ...!’ ‘નાગપાલ સાહેબ...! સામે છેડેથી એક અપરિચિત અવાજ તેને સંભળાયો. બોલનાર પોતાનો અવાજ બદલીને બોલતો હોય એવું લાગતું હતું. ‘હું પોલીસનો મદદગાર બોલું છું..’ ...વધુ વાંચો
બાજીગર - 8
સવારના સાડાસાત વાગ્યા હતા. અતુલ હજુ હમણાં જ ઉઠ્યો હતો. સહસા ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી. ‘હલ્લો...અતુલ સ્પીકિંગ...!’ એણે આગળ વધી રિસીવર ઊંચકીને મુકતા કહ્યું. ‘અતુલ...હું અનુપ બોલું છું...આર્ટિસ્ટ અનુપ રાણા...’ સામે છેડેથી ઉત્સાહભર્યો અવાજ તેને સંભળાયો. ‘અરે..અનુપ...કેમ છે દોસ્ત...? કહેતાં કહેતાં અતુલના ચહેરા પર પ્રસન્નતાના હાવભાવ છવાઈ ગયા. ‘મજામાં છું ...!’ ‘ક્યાંથી બોલે છે ?’ ‘આ શહેરમાંથી જ...!’ ‘શું તું વિશાળગઢ આવ્યો છે...?’ ‘હા, દોસ્ત...હોટલમાં ઉતર્યો છું...!’ ‘આ તો બહુ ખોટું કહેવાય અનુપ...!’ અતુલના અવાજમાં નારાજગીનો સુર હતો. ...વધુ વાંચો
બાજીગર - 9
બાજીગરની સામે નીચે જમીન પર પાંચસો રૂપિયા વાળી નોટોના બંડલોનો ઢગલો પડ્યો હતો. એની સિંહાસન જેવી ખુરશી પાસે દીપક તત્પર ઉભો હતો. એના ચહેરા પર બાજીગર પ્રત્યે સન્માનના હાવભાવ છવાયેલા હતા. એ બાજીગરના આદેશની રાહ જોતો હતો. ‘દીપક...’ ‘જી...’ ‘આ...’ બાજીગરે બંદલોના ઢગલા તરફ સંકેત કરતા કહ્યું. ‘કુલ એક કરોડ અને ત્રીસ લાખ રૂપિયા છે. અ રકમ મને ધરમદાસ અને કાશીનાથ પાસેથી મળી છે.’ ‘જી, સર...’ ‘આમાંથી ત્રીસ લાખ રૂપિયા બધા સભ્યો સરખે ભાગે વહેંચી લેજો...!’ ‘થેંકયું સર...!’ કહેતાં કહેતાં દીપકના ચહેરા પર પ્રસન્નતાના હાવભાવ છવાઈ ગયા. ...વધુ વાંચો
બાજીગર - 10
રાજનારાયણના અવસાનને આઠ દિવસ વીતી ગયા હતા. એના તથા વીરાના મૃતદેહના અંતિમ સંસ્કાર કાશીનાથે જ કર્યા હતા. કિરણ છેવટ સુધી પોતાના પર અડગ રહી હતી. એણે રાજનારાયણનું મોં ન જોયું તે ન જ જોયું. પરંતુ સુધાકરનું ઉપેક્ષાભર્યું વર્તન તેનાથી સહન નહોતું થતું. એણે તેની નારાજગીનું કારણ તથા પોતાની ભૂલ શોધવાના ઘણા પ્રયાસો કર્યા. પરંતુ એમાં તેને સફળતા નહોતી મળી. છેવટે એની સહનશક્તિની હદ આવી ગઈ. નવમે દિવસે તે સુધાકરની બહેન મંદાકિની પાસે ગઈ અને તેને સુધાકરની વર્તણુક વિશે બધી હકીકતથી વાકેફ કરી. ‘આ તું શું કહે છે કિરણ...?’ એની વાત સાંભળ્યા પછી મંદાકિનીએ આશ્ચર્યથી પૂછ્યું. ...વધુ વાંચો
બાજીગર - 11
નાગપાલ ક્યાંક બહાર જવાની તૈયારી કરતો હતો. દિલીપ સોફા પર બેસીને આજના તાજા અખબાર પર નજર દોડાવતો હતો. સહસા ટેલીફોનની ઘંટડી ઉઠી. ‘દિલીપ...!’ નાગપાલ બોલ્યો, ‘જરા જો તો...કોણ છે ..?’ ‘લે કર વાત...! દિલીપે અખબારમાંથી માથું ઊંચું કરતાં શરારતભર્યા અવાજે કહ્યું, ‘આ તો સુરદાસને પણ દેખાય તેવી વાત છે કે ટેલીફોન સાહેબ છે...!’ ‘અક્ક્લના દુશ્મન...ટેલીફોન કોનો છે એ જો...!’ ‘લે...એટલી પણ તમને ખબર નથી...? ટેલીફોન તો આપણી માલિકીનો છે....!’ દિલીપ ઠાવકા અવાજે બોલ્યો. દિલીપ અત્યારે અવળચંડાઈ કરવાના મુડમાં છે એ વાત નાગપાલ તરત જ સમજી ગયો. છેવટે એણે જ આગળ વધીને રિસીવર ઊંચક્યું. ‘હલ્લો...મેજર નાગપાલ સ્પીકિંગ...!’ એ બોલ્યો. ...વધુ વાંચો
બાજીગર - 12
સુધાકરના અવસાનને આઠ દિવસ વીતી ગયા હતા. એના અંતિમ સંસ્કારમાં અતુલ વિગેરેની સાથે સાથે અનુપે પણ ભાગ લીધો હતો. સમય પસાર જતો હતો. આઠ દિવસ દરમ્યાન કોઈ જાતનો અનિચ્છનીય બનાવ નહોતો બન્યો. જે બનાવ બન્યો હતો, તેના વિશે કોઈ જાણતું નહોતું. બાજીગરને પકડવાની નાગપાલની દોડધામ ચાલુ જ હતી. સાંજના સાડા પાંચ વાગ્યા હતા. કાશીનાથ પોતાના ખંડમાં બેસીને સિગારેટ ફૂંકતો કોઈક ઊંડા વિચારમાં ડૂબેલો હતો. એના ચહેરા પરથી હજુ પણ સુધાકરના મૃત્યુનું દુઃખ ઓછું નહોતું થયું. તે આ જિંદગીથી ખુબ જ થાકી-કંટાળી ગયો હતો. એણે પણ સુધાકરની જેમ જીંદગી ટૂંકાવી નાખવાનો વિચાર કર્યો હતો. ...વધુ વાંચો
બાજીગર - 13
નાગપાલ તથા ઇન્સ્પેકટર વામનરાવ અત્યારે પોલીસ હેડક્વાર્ટરમાં બાજીરાવના કેસ અંગે ચર્ચા કરતા બેઠા હતા. ‘હું અંદર આવી શકું છું સાહેબ...?’ ઓફિસના પ્રવેશદ્વાર તરફથી એક નરમ અને શિષ્ટાચારભર્યો અવાજ આવ્યો. બંનેએ ચમકીને દ્વાર તરફ જોયું. દ્વાર પર આશરે છવીસેક વર્ષનો કોમળ તથા આકર્ષક ચહેરો ધરાવતો એક યુવાન ઉભો હતો. એણે ખાદીનું સફેદ પેન્ટ તથા ખાદીનો ઝભ્ભો પહેર્યો હતો. આગંતુક કોઈક કલાકાર છે એવું અનુમાન નાગપાલે તેના ચહેરા અને પહેરવેશ પરથી કર્યું. ‘આવો મિસ્ટર...’એણે તેને આવકાર આપતાં કહ્યું. આગંતુક યુવાન અંદર પ્રવેશીને તેમની નજીક પહોંચ્યો. ‘ફરમાવો મિસ્ટર...!’ વામનરાવે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતા કહ્યું. ...વધુ વાંચો