Premsanyog book and story is written by Priyanka in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Premsanyog is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમસંયોગ - નવલકથા
Priyanka
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
"આમને આમ દિવસો પૂરા થઈ જશે. મને નથી લાગતું કે હું ક્યારેય આ દલદલમાંથી છૂટી શકીશ. જો મે કાઈ ના કર્યું તો કદાચ મારે આ જ જિંદગી જીવવાની થશે. મારી જોબ, મારું સ્વપ્ન, મારી લાઇફ!! હવે તો કાંઈક નક્કી કર્યેજ છૂટકો." ધ્યાંશી પોતાના ડેસ્ક પર બેઠા બેઠા વિચારો કરી રહી હતી.
ત્યાજ એની ફેસ સામે કોઈએ ચપટી વગાડી. એટલે એ વિચારમાંથી બહાર આવી. થોડા અચરજ સાથે એને ઉપર જોયું તો સીધી ચેરમાંથી ઊભી થઈ ગઈ.
"કામ કરવા આવ્યા છો કે સપનાની દુનિયામાં રાચવા મિસ ધ્યાંશી?" રૂઆબદાર અવાજ, ભૂરી આંખો, ગોરો ચહેરો, જીમમાં જઇને બનેલું ઘાટીલું બોડી, જોઈનેજ કોઈ ઘાયલ થઈ જાય એવું વ્યક્તિત્વ.
"આમને આમ દિવસો પૂરા થઈ જશે. મને નથી લાગતું કે હું ક્યારેય આ દલદલમાંથી છૂટી શકીશ. જો મે કાઈ ના કર્યું તો કદાચ મારે આ જ જિંદગી જીવવાની થશે. મારી જોબ, મારું સ્વપ્ન, મારી લાઇફ!! હવે તો કાંઈક નક્કી ...વધુ વાંચોછૂટકો." ધ્યાંશી પોતાના ડેસ્ક પર બેઠા બેઠા વિચારો કરી રહી હતી.ત્યાજ એની ફેસ સામે કોઈએ ચપટી વગાડી. એટલે એ વિચારમાંથી બહાર આવી. થોડા અચરજ સાથે એને ઉપર જોયું તો સીધી ચેરમાંથી ઊભી થઈ ગઈ."કામ કરવા આવ્યા છો કે સપનાની દુનિયામાં રાચવા મિસ ધ્યાંશી?" રૂઆબદાર અવાજ, ભૂરી આંખો, ગોરો ચહેરો, જીમમાં જઇને બનેલું ઘાટીલું બોડી, જોઈનેજ કોઈ ઘાયલ થઈ જાય એવું
ધ્યાંશી કેબિનમાં પ્રવેશી ત્યારે કેબીનનું વાતાવરણ એકદમ શાંત હતું. શાંત વાતાવરણથી ધ્યાંશીના હૃદયના ધબકારા જે પહેલેથી અહીંયા આવવાના લીધે વધ્યા હતા એ થોડા ઓર તેજ વધ્યા."કામ ડાઉન ધ્યાંશી... આજે તો આ પાર કે પેલે પાર પણ ચુકાદો તો લાવવો ...વધુ વાંચોપડશે. આમને આમ થોડું સહન કરતું રહેવાશે!" ધ્યાંશી પોતાને ને પોતાને મનમાં આગળની પરિસ્થિતિ માટે તૈયાર કરતી હતી. જો કે પોતાના મનને ગમે તેટલું સમજાવવા છતાં પણ આજે ખબર નહીં કેમ પણ એના મનને કાઇક અમંગળ થવાનું છે એવી દહેશત થયે રાખતી હતી."મે આઈ કમ ઇન?" ધ્યાંશીએ એકદમ વિનમ્રતાથી અંદર આવવા માટે પરમિશન માંગી."યેસ" એકદમ કડકાઈ વાળો અવાજ ધ્યાંશીના કાને
ધ્યાંશી શિવાંશ એટલે કે એના બોસ દ્વારા બોલાયેલા ઊંચા અવાજ અને શબ્દોથી આઘાતમાં હતી. રડતી રડતી એ બહાર તરફ જવા દરવાજો ખોલતી હતી ત્યાં જ એને ચક્કર આવ્યા.ચક્કર ખાઈને એ નીચે પડવા જ જતી હતી ત્યાં જ એને કોઈએ ...વધુ વાંચોમજબૂત બાહોમાં લઈ લીધી. એ મજબૂત હાથ બીજો કોઇનો નહીં પણ ખુદ શિવાંશ એટલે કે ધ્યાંશીના બોસ નો જ હતો!શિવાંશે ધ્યાંશીને ઊંચકીને કેબિનમાં રાખેલા સોફા પર જાળવીને સૂવડાવી અને ફટાફટ જઈને ટેબલ પર રાખેલો પાણીનો ગ્લાસ લઈને આવ્યો. પાણીના ગ્લાસમાંથી પાણી હાથમાં લઈને એણે ધ્યાંશી પર છાંટ્યું અને એને હલબલાવીને બોલાવવાનો પણ પ્રયત્ન કર્યો પરંતુ ધ્યાંશીની આંખ પણ ના ખુલી