વર્ણન
રાજકારણ શબ્દ સાંભળતા એક તિરસ્કાર રૂપી ભાવ મનમાં જાગી જાય છે ભલે રુચિ હોય છે પણ એક ખોટ પણ મનમાં વસી જાયજ છે, યુગો જૂની પરંપરા ને હજારો વર્ષો થી વીખીનાખીને એને એક એવા આયામ માં ઉભી કરી કે અત્યારની કે આવનારી પેઢી ને રાજકારણએક સારા વિચારો કે વ્યક્તિત્વ નું ખંડન કરતું એક અહમ પાસું લાગે છે, જે એક પદ,પ્રતિસ્થા ને પૈસો ને મેળવવા ગમે તે હદ પાર કરીનેમેળવવામાં છે, અને એવીજ રીતે હજારો વર્ષોની ગુલામીમાં રાજકારણ ને તોડી-ફોડી ને ધમરોળીને કરવામાં આવ્યું છે, જેની ખામીયાંજીઅત્યારનો સમય ભોગવી જ રહ્યો છે, અને એની ભૂલ પણ સમાજ ના માથે જ જાય છે કેમકે આપણેજ કે આપણા પૂર્વજો એ એવાવ્યક્તિત્વ ને રાજકારણ પર બેસાડ્યા કે બેસવા દીધા જેના લીધે ખામી સર્જાણી, અને યુગો જૂનો ઇતિહાસ છે કે સમાજ ક્યારેય સમ્પુણઁભેગો થઈને કોઈ સારો શાસક બનાવી કે ટકાવી નથી શક્યો, દરેક યુગ માં ધર્મ અને રાજકારણ એક સિક્કા ની બે બાજુ તરીકે જ ભાગ ભજવ્યો છે ત્યારેજ રાષ્ટ્ર ને ધર્મ ટકી શક્યો છે જ્યારથી બને માંવિભાજન કરવામાં આવ્યું છે બને બાજુ ના હાથ ટૂંકા થવા લાગ્યા છે એ ભલીભાંતિ બધા જાણેજ છે પણ અમુક વર્ષો ની ગુલામી કાળ માંસીખવાડેલ રાજનીતિ જ બધાના ગળે ઉતરી ગય છે, રાજનીતિ એક વિશેસ સમાજ કે વ્યક્તિ જ કરી શકે ને એના ઉત્તરાધિકારી એનાપરિવાર જ બને એવી સ્થિતિ બનાવીને દેશ ને આંખ આડા કાન કરાવી વોરોધ કે બળવો કરવાની ભૂમિકા લેવી પસંદ જ નથી, શાસકએક નિમિત્ત વ્યક્તિ છે પણ તેને સર્વોત્તમ માનીને આપણી જ દુર્દશા કરતા આપણે જ જાણતા નથી, સહમતી કામની,વિચારોની કે વહેવારની એમાંથી એક માં મેળશેળ કોઈપણ વ્યક્તિ નો થતોજ ના હોય છતાં આપણે રાજકારણ માં આ પાયા ભૂલી ને એકબીજાના વિરોધીપાસા ને મનમાં ધારણ કરીને રાજ નું કારણ કીચડ જેવું બનાવી કે મનમાં એવી છાપ ઉભી કરીને તેમાં સહયોગ આપવાને બદલેસતાધીસોના હાથમાં બધા કામ સોંપીને આપણે હાથ ઉંચા કરી દઈએ છીએ,અને ધાર્યા કામ માં અસફળતા જેવું લાગે એટલે આપણેજવિરોધ નો માહોલ ને સહમતીનો માહોલ સમાજ ના બે ભાગ પાડી ને કરીયે છીએ જે ભાગ માં સમાજ વધારે એ ભલે વિરોધ તરફી હોયપણ તેની જીત ને સત્ય માની સમાજના હિતમાં આપણેજ મોટી બાધા બનીયે છીએ, રાજકારણ ની સત્તા પણ અમુક કામ કે વહેવારોમાંનિયમ થી સંકળાયેલા હોય છે બધા કામ કે વહેવાર એ સમાજ ને કરી ના આપે સમાજે પણ જાતે કરવું પડતું હોય છે અથવા જે કામસરકાર કરી શકે એમાં એમને સાથ આપવો પડતો હોય છે, કોઈ પણ સત્તા સામે ચાલીને આપણી પાસે આવે એ જરૂરી નથી આપણેએમને બતાવવું પડતું હોય છે કે આ કામ કે નિયમ અમારા માટે બનાવો કે કરો,માનસિકતા પ્રમાણે ના આપણે રાજકારણ માં જવું કે એમનેઆપણા પ્રશ્નો નું નિરાકરણ કરાવવું એ વર્ષો ની પેઢીથી દૂર ભાગતું જ રયુ છે, રાજકારણી જ સામે ચાલીને આપણા મન ની વાત આપણાકીધા વગર સમજે અને સમાધાન કરે એવીજ ભ્રમણા આપણી અંદર વધુ પડતી જોવા મળે છે, રાજકારણ માં કોઈ ધર્મ ગુરુ નો ભાગમહત્વનો કહેવાતો એજ આજના સમય માં તુચ્છ ગણીને ધર્મ ને રાજકારણ થી વંચિત રાખી રાજકારણ ને એક પારકી પંચાત જેવુંબનાવવામાં સમાજ નોજ મહત્વનો ફાળો છે, સામાન્ય વ્યક્તિ માં પણ રાજકારણ પ્રત્યે સારા નરશા બને પ્રકારના વિચારો ઉદભવતા હોય છે પણ આપણે કેને આપણા પ્રત્યે હાવીથવા દઈએ છીએ એ પ્રમાણે રાજકારણ કે એના પ્રત્યેના સતાધીસો પ્રત્યે આપણા વિચારો બંધાય છે, નવાણું કામ સારા કરવા છતાં એકકામ ખરાબ કરે તો એ એક કામ ને વળગીને આપણે એમને ખરાબ સમજીને તિરસ્કાર કરી દઈએ છીએ પણ નવાણું કામ નું મૂલ્ય નથીઆપતા એજ સમયે આપણી વિચારધારા એવી મુકતા હોઈએ છીએ કે આપણેજ ભલીભાંતિ સમજી શકીયે છીએ શું કરવું જોઈતુંતું એપણ સમય અને સ્થાન પ્રમાણે આપણે પણ એ સમજવામાં ભૂલ કરી દેતા હોઈએ છીયેજ જે આપણી આસપાસ ની વિચારધારામાં સમજીનથી સકતા, ઘર ના નિજી નિર્ણયો માં આપણાથી ક્યારેક કચાસ રઇ જતી હોય છે તો દેશ ના મોટા નિર્ણયો માં આપણે જે સમજીયે એવુજહોવું જરૂરી નથી હોતું, પણ કેવા લોકોને સત્તા સોંપવી એ આપણા હાથની વાત છે, નારાજગી ના હિસાબે એના વિરોધી માં સત્તા ના ભોગીને બેસાડીયે એ આપણીજ ભૂલ ને એનું પરિણામ આપણેજ ભોગવવું પડે છે,