Nakshano bhed book and story is written by Yeshwant Mehta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Nakshano bhed is also popular in રોમાંચક in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
નકશાનો ભેદ - નવલકથા
Yeshwant Mehta
દ્વારા
ગુજરાતી રોમાંચક
જ્ઞાનના પપ્પા પુસ્તકાલયમાંથી એક પુસ્તક વાંચવા લાવ્યા. જ્ઞાનને એમાંથી એક અજબ ચિતરામણ મળ્યું – જાણે કોઈક મકાનનો કે યંત્રનો નકશો હોય. એ જ કાગળની પાછલી બાજુએ કેટલાક શબ્દો ઉપસેલા હતા. આ બંને ચીજો ભેદી હતી. એ નકશાનો ભેદ ઉકેલવા જ્ઞાન, મનોજ, મિહિર, વિજય અને બેલાની મંડળી કેવાંકેવાં સાહસો ખેડે છે, કેવીકેવી ચતુરાઈ કરે છે, અને છેલ્લે મનોજ કેવું જીવલેણ સાહસ ખેડે છે, એની વાર્તા ‘નકશાનો ભેદ’માં કહેવાઈ છે. હિંસા, રક્તપાત વગેરે જેવાં બજારુ ડિટેક્ટિવ વાર્તાઓનાં તત્વોથી મુક્ત આ કિશોર સાહસકથા છે. કિશોર વાચકોમાં બુદ્ધિ, તર્કશક્તિ, સાહસિકતા અને સાદી સમજણ કેળવે એવી આ કથા એટલી તો રસભરી અને હસતી-રમતી શૈલીએ લખાઈ છે કે વાંચનાર રસતરબોળ બની જાય.
નકશાનો ભેદ યશવન્ત મહેતા પ્રસ્તાવના જ્ઞાનના પપ્પા પુસ્તકાલયમાંથી એક પુસ્તક વાંચવા લાવ્યા. જ્ઞાનને એમાંથી એક અજબ ચિતરામણ મળ્યું – જાણે કોઈક મકાનનો કે યંત્રનો નકશો હોય. એ જ કાગળની પાછલી બાજુએ કેટલાક શબ્દો ઉપસેલા હતા. આ બંને ચીજો ભેદી ...વધુ વાંચોએ નકશાનો ભેદ ઉકેલવા જ્ઞાન, મનોજ, મિહિર, વિજય અને બેલાની મંડળી કેવાંકેવાં સાહસો ખેડે છે, કેવીકેવી ચતુરાઈ કરે છે, અને છેલ્લે મનોજ કેવું જીવલેણ સાહસ ખેડે છે, એની વાર્તા ‘નકશાનો ભેદ’માં કહેવાઈ છે. હિંસા, રક્તપાત વગેરે જેવાં બજારુ ડિટેક્ટિવ વાર્તાઓનાં તત્વોથી મુક્ત આ કિશોર સાહસકથા છે. કિશોર વાચકોમાં બુદ્ધિ, તર્કશક્તિ, સાહસિકતા અને સાદી સમજણ કેળવે એવી આ કથા એટલી તો
નકશાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૨ : ‘સાયન્ટિસ્ટ’ મિહિર મનોજ, વિજય, બેલા અને જ્ઞાન ઉતાવળે ઉતાવળે મિહિરના ઘર તરફ ચાલ્યાં. પાંચેક મિનિટમાં જ એને ઘેર પહોંચી ગયાં. એ લોકો મિહિરને બારણે પહોંચ્યાં ત્યારે જ બારણામાંથી એક ભાઈ બહાર ...વધુ વાંચોહતા. એમના પહેરવેશ પરથી અને એમણે હાથમાં પકડેલા મોટા દફતર પરથી એમની પરખ તરત જ થઈ જતી હતી. એ જ પેલા વીમા કંપનીના ઇન્સ્પેક્ટર હતા. એ એક ઊંચા, મજબૂત બાંધાના, હસમુખા ભાઈ હતા. એ વીમા કંપનીના નહિ અને પોલીસ ખાતાના ઇન્સ્પેક્ટર બન્યા હોત તોય શોભી ઊઠત, એવું ગુનાશોધક મંડળીને લાગ્યું. મિહિરનાં મમ્મી એમને વળાવવા માટે બારણા સુધી આવ્યાં હતાં અને
નકશાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૩ : શોધ શરૂ થાય છે બેલાને હજુ મિહિરની વાત સાચી લાગતી નહોતી. એ બોલી, “તું એમ કહેવા માગે છે કે આ નકશો સંકટ સમયની કોઈ ઘંટડીનો છે ?” જવાબમાં મિહિરે માથું ધુણાવ્યું. ...વધુ વાંચોબોલ્યો, “જુઓ, જાણે કોઈ ઝાંપો ખૂલતો હોય એવી આ લીટી છે ત્યાં
નકશાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૪ : કાચવાલાનો કચકચાટ લાયબ્રેરી તરફ તો ચાલ્યા, પણ એમાંય એક મુસીબત હતી. લાયબ્રેરિયનને બધી વાત કહેવામાં માલ નહોતો. અમને એક ચિઠ્ઠી મળી છે, એમાં લૂંટની યોજના છે, અમે એ ચિઠ્ઠી લખનારને શોધીએ ...વધુ વાંચોએવું બધું લાયબ્રેરિયનને કહેવાય નહિ. લાયબ્રેરિયનનું નામ હતું માણેકલાલ શાહ અને એ ખૂબ જ સોગિયા સ્વભાવનો માણસ હતો. મૂળે એને છોકરાં જ ગમતાં નહિ. છોકરાંઓ બધાં પુસ્તકો આડાંઅવળાં કરી નાખે છે અને ફાડી નાખે છે એવી એની કાયમની ફરિયાદ હતી. એટલે પછી જ્ઞાને એક તુક્કો લડાવ્યો. એને ઘેર સરસ રેશમનો મોતી ભરેલો એક નાનકડો પટ્ટો હતો. મૂળે એ પટ્ટો એની
નકશાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૫ : વિજય નવી વાત શોધે છે લાયબ્રેરીમાંથી સૌ પોતપોતાને ઘેર ગયાં. જમ્યાં. એ પછી દોડાદોડ પાછાં મનોજના ઘરના ભોંયરામાં ભેગાં થઈ ગયા. ડિટેક્ટિવ એજન્સીના બધા જ અફસરો આવી ગયા એટલે મિહિરે વાત ...વધુ વાંચોકરી : “આમતેમ બે કોળિયા જમીને હું પાછો પ્રયોગશાળામાં ગયો હતો. ત્યાં એક ખાનામાં મેં ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ બનાવનારી જુદીજુદી કંપનીઓનાં સૂચિપત્રો એકઠાં કર્યાં છે. એ તપાસી જોયા. અહીં જે પ્રકારની ચેતવણીની ગોઠવણનો નકશો છે તે કોસમોસ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા બનાવવામાં આવે છે.....” મનોજ ઊભો થઈ ગયો. “શાબાશ ! તો હવે આપણે બેન્કોમાં, ઝવેરીઓની દુકાનોમાં, શરાફી પેઢીઓમાં અને મિલોમાં ઘૂમી વળવાનું અને