એજ ક્ષણો - ભાગ 3
અચાનક જ યોગેશ ના હાથ નો સ્પર્શ થતા અમિશ ભાન માં આવ્યો. અને યોગેશ ના કહેવા પ્રમાણે તે તેની સાથે ખરીદી કરવા ગયો.યોગેશ દ્રાઇવિંગ કરી રહ્યો હતો અને સાથે સાથે વાતો પણ કરી રહ્યો હતો પણ અમિશ નું તો ધ્યાન જ નહોતું. એ તો ક્રિષ્ના વિશે જ વિચારી રહ્યો હતો. ક્રિષ્ના એ આવું કેમ કર્યું ? આટલા સમય પછી ક્રિષ્ના મારી જિંદગી માં પાછી કેમ આવી ? બસ આ વિચારો ચાલી રહ્યા હતા તેના મગજ માં.
ક્યાં ખોવાઈ ગયો છે તું ? યોગેશે અમિશ ના ખભા પર હાથ મુક્તા કહ્યું.
ક્યાંય નહીં અહીંયા જ તો છું ભાઈ. અમીશે પોતાનો હાલ છુપાવતા બોલ્યો
સારું ચાલ મોલ આવી ગયો છે આપડે કપડાં લઈ લઈએ. બન્ને એ કપડાં ની ખરીદી કરી અને ઘેર જવા નીકળ્યા. ઘરે જઈને પણ અમિશ ની નજર તો ક્રિષ્ના ને જ શોધી રહી હતી પણ મન માં ડર પણ હતો કે ક્રિષ્ના તેને જોઈ ને શુ રીએક્ટ કરશે !!!
અમિશ ચોરી છુપે ક્રિષ્ના ને જોયા કરતો પણ ક્રિષ્ના ને ખબર નહોતી કે અમિશ પણ અહીંયા જ છે. આ બાજુ યોગેશ ને પણ લાગ્યું કે કાંઈક તો છે કે અમિશ જ્યારે થી અહીંયા આવ્યો છે ત્યારે થી ખોવાયેલો જ રહે છે. યોગેશે અમિશ ને ક્રિષ્ના નો પીછો કરતા જોઈ લીધો અને બધું સમજી ગયો. તે અમિશ પાસે ગયો અને બોલ્યો , "લાગે છે કે મારા ભાઈ ને છોકરી ગમી ગઈ છે એટલે જ તે ચોરી છુપે જુવે છે. હવે અમિશ પાસે બીજો કોઈ જ રસ્તો નહોતો. તેને બધી જ હકીકત યોગેશ ને કહી દીધી.
યોગેશ બોલ્યો , " જો ભાઈ આવું તો જિંદગી માં ચાલ્યા કરે. ક્રિષ્ના 2 વર્ષ પછી તારી જિંદગી માં પછી આવી છે તો નક્કી ભગવાને જ તમને મેળવ્યા હશે. તું એક કામ કર , કાલે તું શાંતિ થી એની સાથે વાત કરજે અને એને સમજાવજે. એને પણ કંઈક તો પ્રોબ્લમ હશે જ એટલે જ તેને તારી સાથે આવું કર્યું હશે.તું એને સમજાવજે એ જરૂર તારી વાત ને સમજશે.
બીજા દિવસે અમિશ સવાર થી જ તૈયાર હતો. રાહ જોઈ ને બેઠો હતો કે ક્યારે ક્રિષ્ના એકલી જોવા મળે અને તે એની સાથે વાત કરે. જેવી ક્રિષ્ના એકલી પડી કે તરત જ તે ત્યાં ગયો અને ધીમે થી બોલ્યો
રીત.......... ( રીત ક્રિષ્ના નું નિક નેમ હતું જે અમિશ હમેશા તે જ નામ થી બોલાવતો) અચાનક જ રીતે નામ પડતા ક્રિષ્ના પાછળ ફરી અને જોયું તો એની સામે અમિશ ઉભો હતો. અમિશ ને પોતાની સામે જોઈ ને એ તો ડઘાઈ જ ગઈ. તેને તો ઝાટકો જ લાગ્યો. પણ તે કાઈ બોલી નહિ. થોડી વાર માટે તે અમિશ ને જોઈ રહી. બને એક બીજા ની આંખો માં જોઈ રહ્યા અને વર્ષો પછી મળ્યા હોય એમ આંખો દ્વારા પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા હતા. પણ અચાનક જ ક્રિષ્ના ને શુ થયું કે તેનો પ્રેમ ગુસ્સા માં બદલાઈ ગયો અને તે દોડી ને ત્યાં થી ચાલી ગઈ. તે અમિશ સાથે વાત કરવા નહોતી માંગતી. અમિશ પણ તેની પાછળ - પાછળ ગયો પણ ક્રિષ્ના તો.........
રીત......તું આવું કેમ કરે છે ?.....શુ બગાડ્યું હતું મેં તારું ?.......કેમ તું મને આટલી મોટી સજા આપી ગઈ ?....... આવા કેટલાય પ્રશ્નો અમિશ ના મોઢા માંથી નીકળી પડ્યા. પણ ક્રિષ્ના આ કોઈ જ સવાલો ના જવાબ આપવા તૈયાર નહોતી.
તે દોડી ને રૂમ માં જતી રહી અને બારણું અંદર થી બંધ કરી દીધું. અમિશ બહાર ઉભો રહી ને બારણું ખખડાવતો રહ્યો પણ ક્રિષ્ના બારણું ખોલવાના મૂડ માં જ નહોતી. તેને પણ કદાચ આઘાત લાગ્યો હશે એટલે પછી વાત કરશે એમ માની ને અમિશ પણ ત્યાં થી જતો રહ્યો. એ દિવસ સાંજ સુધી માં અમીશે ઘણી વાર ક્રિષ્ના નો સંપર્ક કરવાનો ટ્રાય કર્યો પણ દર વખતે ક્રિષ્ના જવાબ આપવાના બદલે છોકરીઓ ના ટોળાં માં, રસોડા માં, કે પછી રૂમ માં જતી રહેતી. રાતે અમિશ જમી ને ઉભો થયો કે તેને વિચાર આવ્યો કે આજે તો લગ્ન ની તૈયારી નો છેલ્લો દિવસ છે અને કાલે માંડવો છે. જો આજે રાતે હું વાત નહિ કરી શકું તો હું ક્યારેય ક્રિષ્ના સાથે વાત નહિ કરી શકું. તેને મન માં નક્કી કરી લીધું કે આજે તો ગમે તે થાય પણ હું ક્રિષ્ના સાથે વાત કરી ને જ રહીશ. તે ક્રિષ્ના ના રૂમ પાસે ગયો અને બારી માંથી જોયું તો અંદર કોઈ જ નહોતું. તેના મન માં કોઈ પ્લાન આવ્યો અને તે રૂમ માં ગયો અને બારણાં પાછળ જઇ ને છુપાઈ ગયો. થોડી વાર પછી ક્રિષ્ના એકલી રૂમ તરફ આવી રહી હતી. તે જેવી રૂમ તરફ આવી કે તરત જ અમીશે તેને અંદર રૂમ માં ખેંચી લીધી અને પોતાના હાથે થી એનું મો બંધ કરી દીધું. અને દરવાજો પણ બંધ કરી દીધો. ક્રિષ્ના પોતાનું મો છોડાવવા જતી હતી ત્યાંરે જ અમીશે તેને દીવાલ સાથે રાખી દીધી અને હાથ પણ પકડી રાખ્યા. ક્રિષ્ના હવે કાઈ જ કરી શકતી નહોતી તે લાચાર હતી. તે છૂટવા માટે બળ કરી રહી હતી પણ તેનું બધું જ બળ વ્યર્થ હતું. અમિશ ના આંખ માંથી આંસુ ટપકી પડ્યા અને તે બોલી ઉઠ્યો...રીત....તે આવું કેમ કર્યું ?.......શુ લેવા આવી સજા આપી મને ?......
હવે ક્રિષ્ના પણ કાઈ બોલી શક્તિ નહોતી. તે પણ અમિશ ની આંખ માં જોઈ રહી અને તેની આંખો માં ખોવાઈ ગઈ. હવે તેને પણ ભાન થવા લાગ્યું અને પોતાને છોડાવવા ના પ્રયત્ન કરવાની જગ્યા એ તેના આંખ માંથી પણ આંસુ ટપકી પડ્યું....
અમિશ નો હાથ એના મો પરથી છૂટી ગયો અને તે બોલી ઉઠી.....અમિશ ......આઈ લવ યુ............પણ.........રડતા રડતા બોલવા લાગી.
પણ શું........અમીશે પોતની આંખ ના આંસુ લૂછતાં - લૂછતાં પૂછ્યું.
ક્રિષ્ના :- એ ક્ષણો એવી હતી કે હું કઈ જ નહોતી કરી શકતી. હું મજબુર હતી. મરી પાસે એક જ રસ્તો હતો અને એ હતો તારો ત્યાગ......
અમિશ :- પણ થયું શુ હતું ?...તે કોઈ વાત નહોતી કરી અને અચાનક જ મને છોડી ને જતી રહી. કોઈ કોન્ટેક્ટ પણ ના કર્યો મને. તને શુ ખબર મારી કેવી હાલત થઇ ગઈ હતી તારા વગર..
ક્રિષ્ના :- સોરી અમિશ..મારી હાલત પણ એવી જ હતી. તે જે દિવસે મને પ્રપોઝ કર્યું એને 2-3 દિવસ પછી પપ્પા ને બિઝનેસ માં બહુ જ મોટું નુકસાન આવ્યું અને અમારું ઘર પણ વેચવું પડ્યું અને અમારે બીજા શહેર માં શિફ્ટ થવું પડ્યું. આ નુકશાન નો પપ્પા ને એટલો મોટો ઝટકો લાગ્યો કે એમનું માનસિક સંતુલન બગડી ગયું અને થોડા દિવસ માં તેમનું મૃત્યુ........................મારી પાસે બીજો કોઈ જ રસ્તો નહોતો. ઘર ની બધી જ જવાબદારી મારા પર આવી ગઈ હતી. એટલે મારે મજબુર થઇ ને તારા પ્રેમ નો ત્યાગ કરવો પડ્યો.......આટલું બોલતા જ ક્રિષ્ના ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી.
અમીશે તેના આંસુ લુછયા અને બોલ્યો. :- પાગલ એકવાર ખાલી મને વાત તો કરી હોત. તને શું લગે છે કે તારી આવી પરિસ્થિતિ માં હું તને છોડી દેત ? હું તને પ્રેમ કરું છું અને તારા માટે કોઈ પણ મુશ્કેલી સામે લડી શકું છું.
પણ હવે તું ચિંતા ના કરીશ. હું આવી ગયો છું અને હું બધું જ સંભાળી લઈશ. તું ચિંતા ના કરતી.
આટલું બોલતા બન્ને એ એક બીજા ને બાથ માં ભરી લીધા........
( 8-10-2014 આજે યોગેશ ના લગ્ન હતા અને અમિશ નો જન્મદિવસ પણ હતો.અમિશ ને તો પોતાના જન્મદિવસ પણ ખૂબ મોટી ગિફ્ટ મળી જ ગઈ હતી એટલે એ તો જાણે ખૂબ જ ખુશ હતો. )
બપોરે કામ પતાવીને અમિશ ક્રિષ્ના ને રૂમ માં લાઇ ગયો અને તેની સામે ઘૂંટણિયે થઇ ને બેસી ગયો અને બોલ્યો......મને તો આજે મારા જન્મદિવસ પર ખૂબ જ અમૂલ્ય ભેટ મળી ગઈ છે પણ હું તને કાઈક આપવા માંગુ છું. તેને પોતાના ખિસ્સા માંથી ડાયમંડ ની રિંગ કાઢી અને ક્રિષ્ના ના સામે રાખિ ને બોલ્યો... હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને મારી જીવન સંગીની બનાવી ને પુરી જિંદગી તારી સાથે વીતાવા માંગુ છું. શુ તું મારી સાથે લગ્ન કરીશ ?
આ સાંભળતા ક્રિષ્ના ખુશ થઈ ગઈ અને તેને હકાર માં માથું હલાવ્યું. અમીશે તરત તેને રિંગ પહેરાવી અને કમરે થી ઉપર તેડી લીધી........
જાન વિદાય થયા પછી ક્રિષ્ના અને અમિશ છુટા પડ્યા. થોડા દિવસ પછી બન્ને એ પોતાના ઘેર એક બીજા વિશે વાત કરી. અમિશ ના ઘેર થી તો હા માં જવાબ આવી ગયો પણ ક્રિષ્ના ના મમ્મી એ અમિશ અને એના પપ્પા ને મળવાનું વિચાર્યું. બન્ને ઘરો એક બીજા ને મળ્યા અને ક્રિષ્ના ના મમ્મી ને પણ અમિશ ગમી ગયો. બંને ઘર ની સહમતી થી સગાઈ નકકી થઇ ગઇ અને 1 વર્ષ ની અંદર લગ્ન પણ થઈ ગયા અને બન્ને ખુશી ખુશી પોતાની જિંદગી વિતાવવા લાગ્યા.......
HAPPY ENDING
આપ આપના રીવ્યુ 7201071861 - વોટ્સએપ પર અથવા anandgajjar7338@gmail.com પર મોકલી શકો છો.