ભીખો - 1 Kalpesh Humbal Ahir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીખો - 1


નાનું એવું ગામ. એમાં સૌ હળી મળી ને રહે અને પોત પોતાનું રળી ને ખાય. ગામ ની પ્રજા એકદમ શાંતિપ્રિય અને રમુજી વધુ. ગામમાં સવાર પડે એટલે બધા પોત પોતાના ખેતરે જાય અને સાંજ પડે એટલે ગગુ ગૂગળીની ચાની દુકાને ભેગા થઈને દેશ-દુનિયાની પંચાત કરે.

આ ગામ માં એક ભીખો ભિખારી રહે. ઘર માં પોતે, એની ઘરવાળી અને ડોશી ડોસો. ભીખા ના લગન ને બે વર્ષ થયા હતા પણ પોતે હજુ બે માંથી ત્રણ નહોતા થયા. ડોશીને આ વાતની બહુ ચિંતા. આખો દી વહુને કહ્યા કરે કે બે વરસ થયા હજુ ઘોડિયું નથી બંધાણું. ડોસો તો બિચારો ખાટલામાં બેઠો બેઠો હોકો પીતો રહે, એને આ બધી માથાકૂટમાં કંઈ લેવા દેવા નહીં.

હવે તમને લાગશે કે ભીખો માન્યું પણ ભિખારી કેમ?

તો એમાં ભીખા ની છાપ જ એવી. શરીરે તો પૂરો સાડા છ ફૂટ ઉંચો અને ભીમ જેવું શરીર. એક વાર ખભો મારે તો સામેવાળો દસ ફૂટ દૂર જઈને પડે એવું શરીર પણ ગામ માં કોઈ ને કોઈ જોડે કઈક ને કઈક માંગે જ પડ્યો હોય. કોઈની બીડી માંગે, કોઈની ચા માંગે, કોઈનું તરફાળ માંગે. કોઈ દી કોઈને કંઈ આપ્યું નથી, બસ માંગ્યા જ કરે એટલે લોકોએ એનું નામ ભિખારી પાડી દીધેલું.

ગામ માં બધા ના કર્મો અને લક્ષણ પ્રમાણે નામ પાડી દેતા. જીવો ઉંટ - શરીરે સાવ સુકલકડી પણ ઊંચાઈ સાત ફૂટ, . હમીર મેલી - , જેસંગ રોતલ , હજો કાળી, ભીમો માટલી, ગગુ ગૂગળી આવા બધા નામ પડેલા. એમ ભીખા નું પણ એના લક્ષણ થી ગમે નામ પાડેલું.

બપોર નો પછી દિવસ ઢળતો હતો ત્રણેક વાગ્યા હશે. મસ્ત ઊંઘ ઘસેડી ને ભીખો ઉભો થયો. આંખો ચોળી, મોઢું ધોયું, તરફાળ અને દાતરડું ઉપાડી ગાયો માટે રજકો લેવા ઉપડ્યો વાડીએ. હજુ ઓટલો પણ ના ઉતર્યો ત્યાં ઘરવાળીએ રસોડામાંથી સાદ દીધો.

"એય ઊભા રો, ચા બોજાવી દઉં પિતા જાઓ. સવારના ભૂખ્યા છો."

ભીખાએ પાછું વળીને જોયું પણ નહીં - "ના ના, એ ગગુ ગૂગળી ની દુકાને પી લઈશ. ખોટા ઘર ના ચા ખાંડ બગાડવા."

"આવો તો કંજૂસીઓ ભીખો.
મારા રોયા ગામ ના લોકો વાતુ કરશે કે એની ઘરવાળી ચા નથી આલતી તે અહીં આવી ને પીવે છે. મારી આબરૂનું તો વિચારો."

ભીખો થોડો ખીજાયો - "મૂંગી મર ને આવી હવે શીખામણ દેવા ડાહી. તું તારું કામ કર, હું વાડીએ જઈ કામ કરું."

ભીખો ગગુ ગૂગળી ની દુકાને પોચી. ગગુ દુકાનમાં બેઠો બેઠો બીડીઓ વાળતો હતો. ભીખાએ પાછળ થી જઈને જોરથી પીઠ વાળો ધબ્બો ચોટાડી દીધો. પિસ્તાળીસ કિલો નો ગગુ પડતા પડતા બચી ગયો. એના હાથમાંથી બધી બીડીઓ વેરાઈ ગઈ.

"એલા યમરાજ જેવા આમ કોઈ મરતું હશે! તારો હાથ છે કે હથોડો? મારી પીઠ ભાંગી નાખી."

"એટલા માં કોઈ મરતું હશે, પણ ચા આવી કે કેમ? ના આવી હોય તો મંગાય. નહીં તો બીજો ઠપકારૂ ."

"એકવાર તો આવી ગઈ પણ તોય મંગાવી જોશે. તારી હાટુ નઈ તો તું મારા રામ રમાડી દઈશ ભિખારી. રોજની તારી મફતની ચા."

ભીખા એ હાથ ઉપાડ્યો ત્યાં ગગુ ગૂગળી દૂર જતો રહ્યો... "રહેવા દે કુંભકરન કોક ના બાયડી છોકરા રજડી પડશે."




ક્રમશઃ



નોંધ: આ વાર્તા માત્ર મનરંજન અને કાલ્પનિક છે કોઈ સમાજ ધર્મ કે કોઈ ની ભાવના ને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ હેતુ નથી.અહીં આવતા પાત્રો નામો.અને સંવાદ માત્ર ને માત્ર કાલ્પનિક છે , જે કંઇ હશે તે માત્ર સંયોગ હોઈ શકે.